Tag: coronaviurs

  • સાવચેત રહેજો! મુંબઈમાં બેકાબુ થઇ રહ્યો છે કોરોના, શહેરમાં સતત બીજા દિવસે 20 હજારથી વધુ સંક્રમિત દર્દીઓ મળ્યા; જાણો આજના તાજા આંકડા   

    સાવચેત રહેજો! મુંબઈમાં બેકાબુ થઇ રહ્યો છે કોરોના, શહેરમાં સતત બીજા દિવસે 20 હજારથી વધુ સંક્રમિત દર્દીઓ મળ્યા; જાણો આજના તાજા આંકડા   

    ન્યુઝ કનટીનયુઝ બ્યુરો,

    મુંબઈ, 8 જાન્યુઆરી 2022

    શનિવાર.

    દેશભરમાં મહામારી કોરોનાની ગતિ ખૂબ જ ઝડપથી વધી રહી હોય તેવું લાગી રહ્યું છે.  દિલ્હી અને મહારાષ્ટ્ર આજની સ્થિતિએ દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત છે. જ્યાં એક જ દિવસમાં હજારો લોકો સંક્રમિતો થઇ રહ્યાં છે. મુંબઈમાં સતત બીજા દિવસે 20 હજારથી વધુ નવા કેસ  નોંધાયા છે.

    મુંબઈ મહાનગર પાલિકાએ જાહેર કરેલા આંકડા અનુસાર શહેરમાં ગઈ કાલે કોરોનાની 67,847 ટેસ્ટ કરાઈ હતી જેમાંથી 20971 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. આમ કોરોનાનો આંકડો દિવસે-દિવસે વધી રહ્યો છે. ગઈ કાલે 29.90 ટકા જેટલો પોઝિટિવિટી રેટ આવ્યો હતો. ગઈ કાલના 20971 પોઝિટિવ કેસ સાથે અત્યાર સુધીના કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 8,74,780 પર પહોંચી ગયો છે.

    આ દરમિયાન 2837 દર્દીઓ સાજા થયા છે. આ સાથે કોરાનાથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા હવે 7,64,053 પર પહોંચી ગઈ છે. મુંબઈમાં ગઈ કાલે કોરોનાને કારણે 6 લોકોનાં મોત નીપજ્યા છે. આ સિવાય 1395 દર્દીઓ હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મુંબઈની હોસ્પીટલમાં 35 હજારથી વધુ દર્દીઓની પથારી તૈયાર કરવામાં આવી છે. જેમાંથી 6532 પથારી ઉપયોગમાં છે. 

  •  દેશમાં ફરી બેકાબૂ બન્યો કોરોના, એક જ દિવસમાં 90 હજારથી વધુ કેસ આવ્યા સામે; જાણો આજના ચિંતાજનક આંકડા 

     દેશમાં ફરી બેકાબૂ બન્યો કોરોના, એક જ દિવસમાં 90 હજારથી વધુ કેસ આવ્યા સામે; જાણો આજના ચિંતાજનક આંકડા 

     ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ,6 જાન્યુઆરી 2022

    ગુરુવાર

    દેશમાં જીવલેણ કોરોના વાયરસની ગતિ વધી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 90,928 નવા કેસ નોંધાયા છે અને 325 લોકોના મોત થયા છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા પણ 71,381ના વધારા સાથે 2 લાખ 85 હજાર 401 થઈ ગઈ છે. આ સાથે, કોરોનાના સૌથી ખતરનાક વેરિયન્ટ ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના 2630 કેસ નોંધાયા છે.  

    કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને બે લાખ 85 હજાર 401 થઈ ગઈ છે. તે જ સમયે, આ મહામારીને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 82 હજાર 876 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે 19 હજાર 206 લોકો સાજા થયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં 3 કરોડ 43 લાખ 411 હજાર 9 લોકો ચેપ મુક્ત થઈ ગયા છે.

    લોકડાઉન ટાળ્યું પણ રાત્રી કર્ફ્યુની જાહેરાત, આ રાજ્યમાં કોરોના વકરતા નાઈટ કર્ફ્યૂનો લેવાયો નિર્ણય; જાણો વિગતે

    દેશમાં અત્યાર સુધીમાં 2630 લોકો ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થયા છે. દેશમાં આ વેરિયન્ટથી સંક્રમિત રાજ્યોની સંખ્યા વધીને 26 થઈ ગઈ છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને રાજધાની દિલ્હીમાં છે. આ પછી રાજસ્થાન ત્રીજા નંબર પર છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 797 લોકો, દિલ્હીમાં 465 અને રાજસ્થાનમાં 236 લોકો ઓમિક્રોનથી સંક્રમિત થયા છે.

    દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં કોરોના રસીના 148 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 91 લાખ 25 હજાર 99 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 148 કરોડ 67 લાખ 80 હજાર 227 ડોઝ આપવામાં આવ્યા છે.

  • અમેરિકામાં કોરોનાની સુનામી, સંરક્ષણ પ્રધાન પણ થયા સંક્રમિત; અહીં રોજના અધધ આટલા લાખથી વધારે કેસ આવે છે સામે.  

    અમેરિકામાં કોરોનાની સુનામી, સંરક્ષણ પ્રધાન પણ થયા સંક્રમિત; અહીં રોજના અધધ આટલા લાખથી વધારે કેસ આવે છે સામે.  

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ,4 જાન્યુઆરી 2022

    મંગળવાર. 

    વિશ્વના અન્ય દેશોની જેમ અમેરિકામાં પણ કોરોનાનો કહેર ચાલુ જ છે. અમેરિકામાં કોરોના સંક્રમણના દરરોજ સરેરાશ ૪ લાખ કેસ નોંધાઈ રહ્યા છે. અહીં ઓમિક્રોન વેરિઅન્ટના કારણે કેસ ઝડપથી વધી રહ્યા છે. આ દરમિયાન અમેરિકામાં સંરક્ષણપ્રધાન લોયડ ઓસ્ટીન પણ કોરોનાની  ચપેટમાં આવ્યા છે.

     

    લોયડ ઓસ્ટીને કહ્યું કે તેઓ સંક્રમિત થયા છે. ઓસ્ટીને પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે તેમણે કેટલાક લક્ષણો જણાયા પછી ઘરે ટેસ્ટ કરાવ્યો હતો. તેમણે કહ્યું કે તેમણે રાષ્ટ્રપતિ બાઇડન સહિત વિશ્વ ના ઉચ્ચ નેતાગીરીને જાણ કરી છે કે તેઓ સંક્રમિત થયા છે.ઓસ્ટીને કહ્યું કે તેમના સ્ટાફે કોન્ટેકટ ટ્રેસીંગ શરૂ કરી દીધું છે અને મારા સંપર્કમાં આવેલા લોકોની તપાસ શરૂ કરી દેવાઇ છે. તેમણે કહ્યું કે હું રાષ્ટ્રપતિ બાઇડનને છેલ્લે ૨૧ ડીસેમ્બરે મળ્યો હતો. ઓસ્ટીને ગુરૂવારે પેન્ટાગોનની પણ મુલાકાત લીધી હતી

    અયોધ્યાને વિશ્વની સાંસ્કૃતિક રાજધાની બનાવવાની દિશામાં કદમ, અધધ આટલા હજાર કરોડના પ્રોજેક્ટને મળી મંજૂરી 

    અહીં રોજ સરેરાશ ૪ લાખ કેસ આવી રહ્યા છે. અહીં ઓમીક્રોન વેરીયેન્ટના લીધે કેસ ઝડપથી વધી રહ્યા છે. આ બધાની વચ્ચે અમેરિકન પ્રશાસને કોરોના પોઝીટીવ આવેલા એવા દર્દીઓ જેમાં હળવા લક્ષણો છે તેમનો કવોરન્ટાઇન સમય ૧૦ દિવસથી ઘટાડીને ૫ દિવસ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે જે દર્દીઓને હળવા લક્ષણો છે તેમણે ફકત ૫ દિવસ કવોરન્ટાઇન રહેવું પડશે. ત્યારપછી ૫ દિવસ તેમણે માસ્ક પહેરવો પડશે. જો કે આ ગાઈડલાઈનની ટીકા પણ થઈ રહી છે. 

     

  • વિશ્વના આ શક્તિશાળી દેશમાં ઓમિક્રોનના કેસ વધ્યા, આજે આટલા નવા કેસ નોંધાયા; સરકાર ચિંતામાં 

    વિશ્વના આ શક્તિશાળી દેશમાં ઓમિક્રોનના કેસ વધ્યા, આજે આટલા નવા કેસ નોંધાયા; સરકાર ચિંતામાં 

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ. 7 ડિસેમ્બર 2021

    મંગળવાર 

    ન્યૂયોર્ક રાજ્યમાં ઓમિક્રોનના વધુ સાત કેસ ન્યૂયોર્ક સિટીમાં નોંધાયા છે. અન્ય એક કેસ સુફોલ્ક કાઉન્ટીમાંથી આવ્યો છે. ઓમિક્રોનના કેસ એવા સમયે સામે આવી રહ્યા છે જ્યારે રાજ્યમાં હોસ્પિટલો પર કોરોના વાઈરસના વધતા કેસના કારણે પહેલાથી જ દબાણ છે અને તે કર્મચારીઓની અછતનો સામનો કરી રહી છે. હોસ્પિટલોમાં દાખલ મોટાભાગના દર્દીઓ ડેલ્ટા સ્વરૂપના છે.ન્યૂ યોર્કમાં કોરોના સંક્રમિતોની દૈનિક સંખ્યા છેલ્લા ૩૦ દિવસમાં બમણી થઈ ગઈ છે. બીજીબાજુ રશિયામાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. રશિયન સરકારે જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં ૮૫ ક્ષેત્રોમાં કોરોનાના નવા ૩૨,૬૦૨ કેસ સામે આવ્યા છે અને વધુ ૧,૨૦૬ લોકોના મોત થયા છે. મોસ્કોમાં ૩,૩૦૧ અને સેન્ટ પિટર્સબર્ગમાં ૨,૪૨૦ નવા કેસ સામે આવ્યા છે. રશિયામાં કોરોનાનો કુલ મૃત્યુઆંક ૨,૮૧,૨૭૮ થયો છે. ફિલિપાઈન્સમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૬૦૩ કેસ સામે આવ્યા છે અને વધુ ૧૫૬નાં મોત નીપજ્યાં છે. ફિલિપાઈન્સમાં સતત ૧૨મા દિવસે કોરોનાના ૧,૦૦૦થી ઓછા કેસ નોંધાયા છે. અહીં કોરોનાનો કુલ મૃત્યુઆંક ૪૯,૩૮૬ થયો છે. પાકિસ્તાનમાં કોરોનાના ૩૭૨ કેસ સામે આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં કુલ ૧૨,૮૬,૮૨૫ કેસ નોંધાયા છે, જેમાંથી ૧૨,૪૫,૬૦ દર્દીઓ સાજા થયા છે. પાકિસ્તાનમાં હજુ ૮૫૪ લોકોની સ્થિતિ ગંભીર છે. કુલ મૃત્યુઆંક વધીને ૨૮,૭૬૭ થયો છે.દક્ષિણ આફ્રિકામાં સૌથી પહેલાં મળી આવેલા ઓમિક્રોન વેરિઅન્ટના વિશ્વભરમાં કેસ વધી રહ્યા છે. અમેરિકાના ન્યૂયોર્કમાં ઓમિક્રોન વેરિઅન્ટના વધુ ત્રણ કેસ સામે આવ્યા હતા, જેને પગલે ઓમિક્રોનથી સંક્રમિત કેસની સંખ્યા વધીને આઠ થઈ ગઈ છે. આ સિવાય અમેરિકામાં ઓમિક્રોનના પહેલા કેસ સામે આવ્યા હોય તેવા રાજ્યોની સંખ્યા પણ વધી છે. બીજીબાજુ રશિયામાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૫ ક્ષેત્રોમાં કોરોનાના નવા ૩૨,૬૦૨ કેસ નોંધાયા છે અને વધુ ૧૨૦૬નાં મોત નીપજ્યાં છે. ન્યૂયોર્ક સ્વાસ્થ્ય કમિશનર મૈરી બેસેટે જણાવ્યું કે, ઓમિક્રોન સંક્રમણ અહીં ફેલાયો છે અને હવે તેના કેસમાં વધારો થઈ રહ્યો હોવાનું જાેવા મળી રહ્યું છે. અમેરિકાના મેસેચ્યુસેટ્‌સ અને વોશિંગ્ટનમાં ઓમિક્રોન વેરિઅન્ટના પહેલા કેસ નોંધાયા હતા. આગલા દિવસે ન્યૂ જર્સી, જ્યોર્જિયા, પેન્સિલવેનિયા અને મેરીલેન્ડમાં કોરોના વાઈરસના નવા વેરિઅન્ટના કેસ સામે આવ્યા હતા. મિસૌરીમાં પણ સંભવતઃ ઓમિક્રોનનો કેસ નોંધાયો હોવાની શક્યતા છે. આ સિવાય નેબ્રાસ્કા, મિનેસોટા, કેલિફોર્નિયા, હવાઈ, કોલોરાડો અને યુટામાં પણ ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે.

    શું ફરીથી વિશ્વમાં ઓમિક્રોનને નિયંત્રણ કરવા લોકડાઉન લાગશે? આગામી સપ્તાહે થશે ફેંસલો; જાણો વિગતે  

     

  • ચીન ફરી આવ્યું કોરોનાના ભરડામાં: આ યુનિવર્સિટીમાં કેસ વધતા કેમ્પસ સીલ, આટલા વિદ્યાર્થીઓને કરાયા આઈસોલેટ

    ચીન ફરી આવ્યું કોરોનાના ભરડામાં: આ યુનિવર્સિટીમાં કેસ વધતા કેમ્પસ સીલ, આટલા વિદ્યાર્થીઓને કરાયા આઈસોલેટ

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, 15 નવેમ્બર  2021

    સોમવાર.

    ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. 

    પ્રાપ્ત જાણકારી મુજબ ચીનના દાલિયાન પ્રાંતના નોર્થ-વેસ્ટર્ન સિટીમાં સ્થિત ઝુંગાઝે યુનિવર્સિટીમાં કોરોના સંક્રમણ વધ્યા બાદ યુનિવર્સિટી કેમ્પસને સીલ કરી દેવાઈ છે.

    સાથે જ લગભગ 1500 થી વધારે વિદ્યાર્થીઓ હોટલ્સમાં આઈસોલેટ કરી દેવાયા છે. 

     ચીન સતત કોરોનાને લઈને ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહ્યું છે. જ્યાં પણ કોરોનાના થોડા પણ કેસ સામે આવે છે, ચીન તરત જ તે વિસ્તારમાં લોકડાઉન લાગુ કરી દે છે. 

    ઉલ્લેખનીય છે કે ચીનમાં ગયા વર્ષે જ કોરોના પર લગભગ લગામ લાગી ચૂકી હતી પરંતુ હવે અહીં કેટલાક વિસ્તારમાં સંક્રમણ ના કેસ વધી રહ્યા છે. 

    RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની કિડની ટ્રાન્સપ્લાન્ટની તૈયારી થઈ રહી છે! પરિવારો આ દેશના ડૉક્ટરોના સંપર્કમાં; જાણો વિગતે

  • મહારાષ્ટ્રમાં  કોરોનાનું સંકટ હજી પણ માથા પર, રાજ્યના આ પાંચ જિલ્લામાં કોરોનાના 76 ટકા કેસ..જાણો વિગત…

    મહારાષ્ટ્રમાં કોરોનાનું સંકટ હજી પણ માથા પર, રાજ્યના આ પાંચ જિલ્લામાં કોરોનાના 76 ટકા કેસ..જાણો વિગત…

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

    મુંબઈ, 28 ઓક્ટોબર, 2021.

    ગુરુવાર.

    મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસમાં ધરખમ ઘટાડો થયો છે. જોકે હજી પણ રાજ્યના અમુક જિલ્લામાં કોરોના નિયંત્રણમાં આવ્યો નથી. છેલ્લા એક અઠવાડિયામાં કોવિડના નવા કેસમાંથી 76 ટકા કેસ મુંબઈ, પુણે, થાણે, અહમદનગર અને રાયગઢમાં નોંધાયા છે. રાજ્યના અનેક જિલ્લા કોરોનામુક્ત થવાની તૈયારીમાં છે. પરંતુ અમુક જિલ્લામાં કેસનો ઘટાડો થતો ન  હોવાથી સરકારની ચિંતા વધી ગઈ છે. 

    રાજ્યમાં 20થી 26 ઓક્ટોબર દરમિયાન કુલ 10,231 નવા કેસ નોંધાયા હતા, તેમાંથી પાંચ જિલ્લાઓમાં 7,751 એટલે કે 76 ટકા કેસ નોંધાયા છે. જયારે બાકીના 30 જિલ્લામાં ફકત 2,480 (24 ટકા) નવા કેસ નોંધાયા છે. નવા કેસમાં સૌથી વધુ 2,719 કેસ સાથે મુંબઈ પહેલા નંબરે છે. 2,161 કેસ સાથે પુણે બીજા નંબર પર અને ત્રીજા નંબર 1,264 કેસ સાથે થાણે, ચોથા નંબરે 1,202 કેસ અહમદનગર  અને 405 કેસ સાથે રાયગઢ પાંચમા નંબરે છે.

    આ બૉલિવુડ સ્ટાર્સના ઘરે આવે છે અધધધ આટલું વીજળીનું બિલ; રકમ જાણી ને ચોંકી જશો   

    રાજયમાં સૌથી વધુ કેસ ભલે મુંબઈમાં નોંધાઈ રહ્યા છે. પરંતુ જનસંખ્યા અને ટેસ્ટિંગની સરખામણી વીકલી પોઝિટિવિટી રેટ 1.33 ટકા છે. પોઝિટિવિટીમાં સૌથી વધુ સિંધુદુર્ગમાં 3.29 ટકા ત્યારબાદ પુણે 2.61 ટકા, પાલઘરનો 2.28 ટકા, સાંગલીના 1.90 ટકા અને સોલાપુરમાં 1.83 ટકા સાથે ટોચ પર છે.

    એક્ટિવ કેસ પણ સૌથી વધુ પાંચ જિલ્લામાં છે. મુંબઈ, પુણે, થાણે, અહમદનગર અને રાયગઢમાં સૌથી વધુ કેસ છે. તેથી એક્ટિવ કોવિડ દર્દીની સંખ્યા પણ આ જિલ્લામાં  જ વધુ છે.  પુણેમાં 6,837, મુંબઈમાં 4,936, થાણેમાં 3,559, અહમદનગરમાં 2,441 અને રાયગઢમા 662 એક્ટિવ કેસ છે.

  • ભારતમાં મોટાપાયે રસીકરણ ચાલી રહ્યું છે, છતાં સાવચેત રહેવાની જરૂર; તહેવારો દરમિયાન આવી શકે છે કોરોનાનો નવો ટ્રેન્ડ 

    ભારતમાં મોટાપાયે રસીકરણ ચાલી રહ્યું છે, છતાં સાવચેત રહેવાની જરૂર; તહેવારો દરમિયાન આવી શકે છે કોરોનાનો નવો ટ્રેન્ડ 

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

    મુંબઈ, 6 ઑક્ટોબર, 2021

    બુધવાર

    હવે જ્યારે તહેવારોની સિઝન આવી રહી છે, ભીડભાડ વધશે તો કોરોના વક૨તા વાર નહીં લાગે. નવરાત્રી, દુર્ગાપૂજા, દિવાળી અને છઠ્ઠપૂજા વખતે જો ભીડ એકઠી થઈ તો ખરાબ પરિણામો ભોગવવાં પડશે. તહેવારોમાં સરકારે જાહેર કરેલા નિયમોનું ચુસ્તપણે પાલન જ આપણને કોરોનાથી બચાવશે. કોરોના વધુ વકરે નહીં અને અત્યાર સુધી એને કાબૂમાં લેવા જે પગલાં લેવામાં આવ્યાં છે, એના પર પાણી ફરી વળે નહીં એ માટે સરકાર આપણને સાવધ કરી રહી છે. હવે સરકારના નિયમોનું પાલન કરવાની દરેક નાગરિકની ફરજ છે.
    કોરોનાની વેક્સિન લીધા બાદ અમેરિકાના નાગરિકો જે રીતે બેદારકાર બની ફરતા હતા, એનાં માઠાં પરિણામો તેઓ ભોગવી રહ્યા છે. અમેરિકાના કેટલાંક રાજ્યોમાં હૉસ્પિટલો કોરોનાના દર્દીઓથી હાઉસફુલ થઈ ગઈ છે. અનેક રાજ્યોમાં શબઘરો મૃતદેહોથી ભરાઈ જતાં મુવિંગ આઇસકોલ્ડ વેન મગાવવાની જરૂર પડી છે.

    ‘સ્વચ્છ ભારત મિશન’, જંગલના રાજા સિંહે કર્યો જાહેર શૌચાલયનો ઉપયોગ; જુઓ આ વીડિયો

    ભારતમાં પણ સરકાર વખતોવખત લોકોને ચેતવણી આપી રહી છે કે કોરોના હજી ગયો નથી. માસ્ક પહેરવાની, સામાજિક અંતર જાળવવા, વારંવાર હાથ ધોવા, સેનિટાઇઝર વાપરવું. કોરોનાની ગાઇડલાઇન અનુસરવાની હવે ખાસ જરૂર છે. માસ્કથી મુક્તિનો સમય હજી આવ્યો નથી. ગમે ત્યારે કોરોના માથું ઊંચકી શકે છે. કારણ કે સુરત શહે૨માં કોરોના વાયરસનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે, એમાં આખો પરિવાર સંક્રમિત થવાના કેસ વધી રહ્યા છે. ભરથાણામાં બે બાળકો સહિત આખા પરિવારમાં 6 લોકોને કોરોના થયો છે. આ સાથે સુરતમાં 72 ઍક્ટિવ કેસ અને 601 લોકો હોમ ક્વોર્ન્ટાઇનમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. 

    90 કરોડ નાગરિકોને વેક્સિન ભલે અપાઈ પણ બેદરકાર બનવાની જરૂર નથી. કો૨ોનાનો વાયરસ વારંવાર એનું સ્વરૂપ બદલીને રૌદ્ર સ્વરૂપ બતાવવાની ક્ષમતા ધરાવે છે, જેનો અનુભવ આપણને સૌને બીજી લહે૨માં થઈ ગયો. પહેલી લહેરની સરખામણીમાં બીજી લહેર ભયાનક અને વધુ જીવલેણ પુરવાર થઈ હતી. એટલે સાવચેતી રાખવી જ આવશ્યક છે.

  • મહારાષ્ટ્ર સાવધાન : એક્ટિવ કેસનો આંકડો ૫૦ હજાર.

    મહારાષ્ટ્ર સાવધાન : એક્ટિવ કેસનો આંકડો ૫૦ હજાર.

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2021

    શનિવાર

    ભારતમાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાના એક મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે

    રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 4,154 દરદી નોંધાયા છે અને 44 દરદી મૃત્યુ પામ્યા છે.

    આ સાથે જ રાજ્યમાં કોરોના ગ્રસ્તોની સંખ્યા 64,91,179 થઇ છે અને મરણાંકની સંખ્યા1,38,061 થઇ છે. 

    રાજ્યમાં આજ દિન કોરોનાના 49,812 દરદી સક્રીય છે. તેઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

    હાલ ઠાકરે સરકાર રાજ્યની કોરોના સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહી છે.

    કોઈ છે એન્જિનિયર તો કોઈ છે શૂટિંગમાં ગોલ્ડ મેડલિસ્ટ, જાણો ટેલિવિઝનના આ પ્રખ્યાત સ્ટાર્સ કેટલા શિક્ષિત છે 

  • મુંબઈમાં કોરોના સ્થિર થયો, શહેરમાં કોરોનાના નવા કેસમાં થયો નજીવો ઘટાડો ; જાણો  છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે

    મુંબઈમાં કોરોના સ્થિર થયો, શહેરમાં કોરોનાના નવા કેસમાં થયો નજીવો ઘટાડો ; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, 6 ઑગસ્ટ, 2021

    શુક્રવાર

    મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 324 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 9 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

    શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,36,346 થઈ છે. 

    છેલ્લા ૨૪ કલાકમાં 315 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

    શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 97 ટકા થયો છે. 

    હાલ શહેરમાં 4529 એક્ટિવ કેસ છે.

  • મહારાષ્ટ્રમાં કોરોનાના દૈનિક કેસમાં થયો નોંધપાત્ર વધારો, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કેસ આવ્યા સામે ; જાણો આજના નવા આંકડા 

    મહારાષ્ટ્રમાં કોરોનાના દૈનિક કેસમાં થયો નોંધપાત્ર વધારો, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કેસ આવ્યા સામે ; જાણો આજના નવા આંકડા 

    મહારાષ્ટ્રમાં રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 8,159 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 165 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

    રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 6,237,755 થઈ છે.

    છેલ્લા ૨૪ કલાકમાં 7,839 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

    રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.33 ટકા થયો છે.

    હાલ રાજ્યમાં 94,745 એક્ટિવ કેસ છે.

    મુંબઈમાં રસીકરણ અભિયાન ને લાગી બ્રેક, આજે સતત બીજા દિવસે શહેરના આ રસીકરણ કેન્દ્ર બંધ રહેશે. જાણો વિગતે