Tag: couple

  • અરર- રસ્તા પરના ખાડાએ બોરીવલીમાં બાઈકસવાર દંપત્તિનો લીધો ભોગ

    અરર- રસ્તા પરના ખાડાએ બોરીવલીમાં બાઈકસવાર દંપત્તિનો લીધો ભોગ

    News Continuous Bureau | Mumbai

    બોરીવલીમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે(Western Express in Borivali highway) પર રહેલા ખાડાઓ બાઈકસવાર દંપતીના(Biker couple) મૃત્યુ માટે કારણભૂત બન્યા હતા. આ દંપતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં(Film industry) નાના મોટા કામ કરીને ગુજરાન ચલાવતું હતું. ખાડામાં જવાથી બાઈક સ્કીડ થઈ હતી અને તેઓ પડી જતા તેમના પર ડમ્પર ફરી વળ્યું હતું.

    આ બનાવ બુધવારે બુધવારે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર બન્યો હતો. પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી હતી.

    આ સમાચાર પણ વાંચો : સાવધાન- હવે રાત્રે અમદાવાદ રિવરફ્રન્ટ વોક વેમાં જતા નહીં- નહીં તો પડી જશો મોટી મુસીબતમાં

    પોલીસના કહેવા મુજબ મૃતક નાસીર હુસેન શાહ અને છાયા ખિલારે(Nasir Hussain Shah and Chaya Khilare) અંધેરીમાં(Andheri) રહેતા હતા અને બંનેની ઉંમર  43 વર્ષની હતી. બુધવારે બંને જણ નાયગાંવમાં શુટિંગ માટે જઈ રહ્યા હતા ત્યારે બપોરના લગભગ 1.30 વાગે બોરીવલી(પૂર્વ)માં નેશનલ પાર્ક(National Park in Borivali (East).) પાસે તેમની બાઈક પહોંચી અને આ એક્સિડન્ટ(Bike Accident) થયો હતો. આ બેલ્ટમાં રસ્તા પર મોટી સંખ્યામાં ખાડાઓ છે.

    પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી હતી, તેના કહેવા મુજબ તેના ડમ્પરે બાઈકને અડફેટમાં નહોતા લીધા પણ બંને જણ બાઈક પરથી પહેલા જ રસ્તા પર પડી ગયા હતા.

    આ દંપતીને તુરંત કાંદિવલીમાં હોસ્પિટલમાં(hospital in Kandivli) દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમને છ વર્ષનો એક બાળક છે.

    આ સમાચાર પણ વાંચો : જેલમાં બંધ સંજય રાઉતની મુશ્કેલીમાં વધારો- EDએ ફરી એકવાર પાત્રાચાલ કૌભાંડ કેસ આ ત્રણ સ્થળોએ પાડ્યા દરોડા

  • રશિયા- યુક્રેનના યુદ્ધ તબાહી વચ્ચે આ ફોટો વાયરલ થયો, રશિયા-યુક્રેનના ફ્લેગ સાથે કપલે શાંતિની અપીલ કરી; જુઓ તસ્વીર જાણો વિગતે

    રશિયા- યુક્રેનના યુદ્ધ તબાહી વચ્ચે આ ફોટો વાયરલ થયો, રશિયા-યુક્રેનના ફ્લેગ સાથે કપલે શાંતિની અપીલ કરી; જુઓ તસ્વીર જાણો વિગતે

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

    મુંબઈ, 27 ફેબ્રુઆરી 2022,          

    રવિવાર, 

    યુક્રેન પર રશિયાનો હુમલો ચાલુ છે. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરો યુક્રેનનો ધ્વજ પહેરીને અને એક છોકરી રશિયન રાષ્ટ્રધ્વજ પહેરીને સાથે ઉભા જોવા મળે છે. મોટી સંખ્યામાં યૂઝર્સ આ ફોટો પોસ્ટ કરીને શાંતિની અપીલ કરી રહ્યા છે.

    તમને જણાવી દઈએ કે વાયરલ ફોટોમાં છોકરો અને છોકરી એકબીજાને ગળે લગાવતા જોવા મળે છે. કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે પણ આ ફોટો શેર કરીને શાંતિ જાળવવાની અપીલ કરી છે. શશિ થરૂરે ટ્‌વીટ કર્યું કે હૃદયસ્પર્શીઃ યુક્રેનના ધ્વજમાં લપેટાયેલો માણસ રશિયન ધ્વજ પહેરેલી મહિલાને ગળે લગાવે છે. ચાલો આપણે યુદ્ધ અને સંઘર્ષ પર પ્રેમ, શાંતિ અને સહઅસ્તિત્વની જીતની આશા રાખીએ.શશિ થરૂરની આ ટ્‌વીટને ઘણી પસંદ કરવામાં આવી રહી છે.   

    રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કિવ પર મિસાઇલથી કર્યો હુમલો, રહેણાંક ઇમારતને થયું ભારે નુકસાન; જુઓ વિડીયો જાણો વિગતે

    જોકે હકીકતમાં આ વાયરલ ફોટો ૩ વર્ષ જૂનો છે. વોશિંગ્ટન પોસ્ટમાં છપાયેલા અહેવાલ મુજબ તસવીરમાં દેખાતી મહિલાનું નામ જુલિયાના કુઝનેત્સોવા છે. જ્યારે આ ફોટો લેવામાં આવ્યો ત્યારે તે પોલેન્ડમાં એક કોન્સર્ટમાં તેની મંગેતર સાથે રશિયન ધ્વજ પહેરીને ઊભી હતી.

  • આવો તે કેવો ગુસ્સો? પત્ની કાન પાસે બરાડા પાડતી હતી એટલે ચાલુ એરક્રાફ્ટમાંથી ફેંકી દીધી.

    આવો તે કેવો ગુસ્સો? પત્ની કાન પાસે બરાડા પાડતી હતી એટલે ચાલુ એરક્રાફ્ટમાંથી ફેંકી દીધી.

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

    મુંબઈ, 23 ઓક્ટોબર, 2021.

    શનિવાર

    અમેરિકાના ન્યૂ યૉર્ક શહેરમાં એક પ્લાસ્ટિક સર્જને એટલા માટે પોતાની પત્નીની હત્યા કરી નાખી હતી કારણ કે તે કાન પાસે ચિલ્લાવી રહી હતી. રોબર્ટ  બિરેનબામ નામના ડૉક્ટરને 1985માં પોતાની પત્નીની હત્યાના ગુના હેઠળ દોષી જાહેર કરવામાં આવ્યો છે.

    કોર્ટમાં રોબર્ટે કરેલી કબૂલાત મુજબ ઘટનાના દિવસે તેની પત્ની ગેલ કાટ્જ કાન પાસે જોર-જોરથી ચિલ્લાવતી હતી. એથી તેને ભારે ગુસ્સો આવ્યો હતો. તેથી તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. પછી તેની લાશને  ચાલતી ફ્લાઇટમાંથી દરિયામાં ફેંકી દીધી હતી. રોબર્ટ એક પ્લાસ્ટિક સર્જન હોવાની સાથે જ એક અનુભવી પાઇલટ પણ હતો.

    વેપારીઓની સામાન્ય નાગરિકોને હાથ જોડીને વિનંતી : આ દિવાળીમાં સામાન્ય દુકાન થી ખરીદો ઓનલાઇન નહીં

    એક વિદેશી અખબારમાં આવેલા અહેવાલ મુજબ રોબર્ટે કરેલી કબૂલાત મુજબ હત્યા સમયે તે એટલો મૅચ્યૉર નહોતો. ગુસ્સાને કેવી રીતે નિયંત્રણમાં લાવવો તે સમજી શકતો નહોતો. તેની પત્ની તેના પર ચિલ્લાવાનું બંધ કરે  તે એટલું જ ઇચ્છતો હતો. એટલે તેણે તેના પર હુમલો કર્યો હતો, જેને કારણે તે બેહોશ થઈ ગઈ હતી. તેથી તેના શરીરને તે પ્લેનમાં ઉપર લઈ ગયો હતો અને પછી દરિયા ઉપર જઈને પ્લેનનો દરવાજો ખોલીને તેના મૃતદેહને ફેંકી દીધો હતો. સ્થાનિક કોર્ટે તેને સાયકો ગણાવીને પત્નીની હત્યા માટે દોષી જાહેર કરીને સજા ફટકારી હતી.

  • ઇંગ્લેન્ડના આ દંપતીની ગજબની નમ્રતા; 17 કરોડની લોટરી લાગી તોય સાદું જીવન જ જીવે છે

    ઇંગ્લેન્ડના આ દંપતીની ગજબની નમ્રતા; 17 કરોડની લોટરી લાગી તોય સાદું જીવન જ જીવે છે

     

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

    મુંબઈ, 3 ઓક્ટોબર, 2021

    રવિવાર

     

     

     

    જાહોજલાલીનું જીવન જીવવાની ઘણાને ઈચ્છા હોય છે. રાતોરાત કરોડપતિ બનવાની ઝંખના પણ અનેક લોકોની હોય છે, પરંતુ આ સપનું બધાનું પૂર્ણ થતું નથી. સખત મહેનત કરવી પડે છે. જોકે ક્યારેક ભાગ્ય ચમકે અને વ્યક્તિને અચાનક કરોડપતિ પણ બનાવી શકે છે. આવું જ ઇંગ્લેન્ડની એક મહિલા સાથે થયું. આ મહિલા અને તેના પતિને 17 કરોડ રૂપિયાની લોટરી લાગી. છતાં દંભ કરવાને બદલે તેઓ પહેલાંની જેમ સાદું જીવન જીવી રહ્યા છે અને એ જ મામૂલી નોકરી કરી રહ્યા છે. 

     

    ઇંગ્લેન્ડના સાઉથ યોર્કશાયરમાં રહેતી 51 વર્ષની ટ્રીશ એમસન અને તેના પતિ ગ્રાહમ નોર્ટનને 17 કરોડની લોટરી લાગવાથી આશ્ચર્ય થયું હતું. વર્ષ 2003માં તેમણે એક લોટરી ટિકિટ ખરીદી હતી. જ્યારે તેના પરિણામ જાહેર થયા ત્યારે તેમના હોશ ઉડી ગયા, પરંતુ એમના પરિચિતોના હોશ તો આજે પણ ઊડી રહ્યા છે. કારણ કે ટ્રીશ અને તેના પતિ 18 વર્ષ બાદ પણ ધનવાન હોવાનો દેખાડો કરતા નથી. આ બંનેના નમ્ર સ્વભાવને કારણે ટ્રીશ આજે પણ એક સ્કૂલમાં બાળકોને ખાવાનું પહોંચાડવાનું કામ કરે છે અને તેના પતિ એક ડેકોરેટરનું કામ કરે છે.

     

     એક મીડિયા સંસ્થા સાથે વાત કરતી વખતે આ દંપતીએ જણાવ્યું હતું કે, તેમણે તેમના 17 વર્ષના દીકરા બેન્જામિનને પણ પ્રાઇવેટ સ્કૂલમાં મોકલ્યો નથી. કારણ કે તેઓ રૂપિયા ઉડાવવા માગતા નથી. પોતાના બાળકને પૉકેટમની પણ આપતા નથી. જેથી તેમનું બાળક રૂપિયાની કિંમત સમજી શકે.

     

     

     

    ટ્રીશ અને તેના પતિએ આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, ધનવાન થવાનો મતલબ એ નથી કે તમે સારા માણસ બની ગયા. તમારું વર્તન તમને સારી વ્યક્તિ બનાવે છે. અમને દેખાડો કરવો પસંદ નથી. વાસ્તવિકતામાં જીવવાનું પસંદ કરીએ છીએ. 

    આ દંપતીને લોટરી લાગી એના પાંચ વર્ષ પહેલાં તેઓ બાળક માટે ઝંખી રહ્યા હતા. ઘણી કોશિશ કર્યા બાદ પણ ટ્રીશ પ્રેગ્નેન્ટ થઈ નહીં. આ બન્નેના જણાવ્યા અનુસાર લોટરી લાગ્યા બાદ તેમનું નસીબ તો ખુલ્યું પણ કેટલાક મહિના બાદ તેને ખબર પડી કે તે પ્રેગ્નન્ટ છે. આ બન્ને સાધારણ જીવન જીવી રહ્યા છે અને હંમેશા સુપરમાર્કેટમાં શોપિંગ કરે છે, ફાલતુ ખર્ચ કરતા નથી.

  • મિલે જબ હમ તુમ : આવી હતી આ બૉલિવુડ કપલ્સની પહેલી મુલાકાત, જાણીને તમે હસી પડશો

    મિલે જબ હમ તુમ : આવી હતી આ બૉલિવુડ કપલ્સની પહેલી મુલાકાત, જાણીને તમે હસી પડશો

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

    મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021

    મંગળવાર

    બૉલિવુડમાં એવાં ઘણાં કપલ છે જે ચાહકોને એકસાથે જોઈને ખૂબ જ ખુશ છે. આ યુગલોની પ્રેમકહાની ચાહકોને દંપતી લક્ષ્યો પણ આપે છે. પડદા પર રોમાન્સ કરનાર આ હીરો-હીરૉઇનની વાસ્તવિક જીવન મુલાકાતની વાર્તા જ્યારે સામે આવે છે, ત્યારે તે વધુ રસપ્રદ બની જાય છે. ઘણા બૉલિવુડ સ્ટાર્સની પ્રેમકહાની એકદમ જોવાલાયક છે અને તેમની મુલાકાતની કહાની વધુ રસપ્રદ છે. તો ચાલો, અમે તમને આવા જ કેટલાંક પ્રખ્યાત યુગલોની લવ સ્ટોરી વિશે જણાવીએ.

    અક્ષય કુમાર-ટ્વિંકલ ખન્ના

    અક્ષયકુમારનું નામ બૉલિવુડની ઘણી હીરૉઇનો સાથે જોડાયેલું હતું, પરંતુ જ્યારે અક્ષયે ટ્વિંકલને જોઈ ત્યારે તે પહેલી નજરે જ પાગલ થઈ ગયો. વાસ્તવમાં અક્ષયે ટ્વિંકલને પહેલી વાર ફિલ્મફેરના શૂટિંગમાં જોઈ હતી અને પહેલી નજરે જ તે દિલ હારી ગયો હતો. આ પછી, અક્ષય અને ટ્વિંકલ ઘણી વખત એકબીજાને મળ્યાં અને અક્ષયે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ટ્વિંકલ તે દિવસોમાં ફિલ્મ ‘મેલા’માં કામ કરતી હતી. તેણે કહ્યું કે જો આ ફિલ્મ ફ્લૉપ જશે તો તે તેની સાથે લગ્ન કરશે. આજે અક્ષય અને ટ્વિંકલ બૉલિવુડનાં સફળ કપલમાંથી એક છે. 

    પ્રિયંકા ચોપરા-નિક જોનાસ

    પ્રિયંકા અને નિક બંનેને કોઈ ઓળખની જરૂર નથી. જોકે તેઓ એક કૉમન ફ્રેન્ડ દ્વારા મળ્યાં હતાં. આ પછી નિકે પ્રિયંકાને મૅસેજ કર્યો હતો કે તે તેને મળવા માગે છે, જેના પર પ્રિયંકાએ કહ્યું, 'મારી ટીમ આ મૅસેજ વાંચી શકે છે, તમે મને ટેક્સ્ટ કેમ નથી કરતા.' આ પછી બંને મળ્યાં અને પ્રિયંકા નિક એકબીજાના પ્રેમમાં પડી ગયાં.

    શાહરુખ-ગૌરી

    શાહરુખ સ્ક્રીન પર તેના જબરદસ્ત રોમાન્સ માટે જાણીતો છે અને તેને વાસ્તવિક જીવનમાંથી તેની પ્રેરણા મળી છે. જ્યારે શાહરુખ 18 વર્ષનો હતો, ત્યારે તેની નજર એક પાર્ટીમાં ગૌરી પર પડી. 14 વર્ષની ગૌરીને જોઈને શાહરુખ તેની સુધબુધ ખોઈ બેઠો હતો. આ પછી બંને પંચશીલા ક્લબમાં પહેલીવાર ડેટ પર મળ્યાં હતાં. શાહરુખ અને ગૌરીના ધર્મમાં ફરક હતો, પરંતુ તેમનો પ્રેમ સાચો હતો, તેથી પરિવાર સહમત થયો. તેમનાં લગ્નને 30થી વધુ વર્ષ થયાં છે.

    સૈફ અલી ખાન-કરીના કપૂર

    સૈફ અને કરીનાને આજે બૉલિવુડના શ્રેષ્ઠ યુગલોમાંથી એક માનવામાં આવે છે. કરીના સૈફ કરતાં ઘણી નાની છે. સૈફ કરિશ્મા સાથે કામ કરતો હતો, જ્યારે કરીના સેટ પર આવતી હતી, જ્યાં બંને પહેલી વખત મળ્યાં હતાં. આ પછી, બંનેએ ‘ટશન’ પહેલાં ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. ધીરે ધીરે સૈફ અને કરીનાને સમજાયું કે આ સંબંધ માત્ર ડેટિંગ સુધી જ ટકી શકતો નથી, ત્યાર બાદ તેઓએ લગ્ન કરી લીધાં. આજે બંને બે સુંદર પુત્રોનાં માતાપિતા છે.

    રણબીર-આલિયા

    રણબીર અને આલિયા પહેલી વખત ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યાં છે અને આ ફિલ્મના સેટ પરથી તેમની લવ સ્ટોરીની ચર્ચા શરૂ થઈ હતી. જોકે આ સેટ પર બંને પહેલી વાર મળ્યાં નહોતાં. આલિયા અને રણબીરની મુલાકાત ‘બ્લૅક’ ફિલ્મના સેટ પર થઈ હતી, જ્યારે તે માત્ર 11 વર્ષની હતી અને રણબીર સંજય લીલા ભણસાલીને મદદ કરી રહ્યો હતો. રણબીર નાનપણથી જ આલિયાનો ક્રશ રહ્યો છે અને જો બધું બરાબર ચાલ્યું તો બંને જલદી જ લગ્ન કરી લેશે.

    રણવીર-દીપિકા

    રણવીર અને દીપિકાને બૉલિવુડનું પાવર કપલ માનવામાં આવે છે. બંનેનાં લગ્ન પણ ખૂબ જ શાનદાર રીતે કરવામાં આવ્યાં હતાં. દીપિકાએ કહ્યું હતું કે તે અને રણવીર પહેલી વખત યશ રાજના સ્ટુડિયોમાં મળ્યાં હતાં. દીપિકાને જોઈને રણવીર તેના પર ફીદા થઈ ગયો હતો. એ દરમિયાન તે બીજા કોઈને ડેટ કરી રહ્યો હતો, પરંતુ દીપિકા સાથે તેની ફ્લર્ટિંગ ઓછી થઈ ન હતી. ધીરે ધીરે દીપિકા રણવીરના પ્રેમમાં ઘાયલ થઈ અને બંનેએ લગ્ન કરી લીધાં.

  • અજબ પ્રેમ કી ગજબ કહાની : આ યુગલે ૯૫ વર્ષની ઉંમરે કર્યાં પ્રેમલગ્ન

    અજબ પ્રેમ કી ગજબ કહાની : આ યુગલે ૯૫ વર્ષની ઉંમરે કર્યાં પ્રેમલગ્ન

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧

    શનિવાર

    કહેવાય છે કે પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી, પરંતુ કોઈ પ્રેમી પંખીડાં ૯૫ વર્ષની ઉંમરે લગ્નના બંધનમાં બંધાઈ જાય, એવું તો ફિલ્મોમાં પણ બહુ જૂજ બનતું હોય છે. ન્યૂ યૉર્કમાં રહેતા પત્ની ગુમાવનાર જ્હૉન સ્લ્ત્ઝ અચાનક જૉય મોરો-નલ્ટનને મળ્યા હતા. મુલાકાત બાદ જૉય અને જ્હૉનને બંને જીવનના એક જ તબક્કે હોવાનું અને સમાન લાગણીઓ હોવાનું સમજાયું હતું.

    બંનેએ કોરોનાના સમયગાળા દરમિયાન એકબીજાને મળવાનું બંધ કર્યું ન હતું. ઉપરાંત બંનેએ સાથે મળીને કોવેક્સિનનો ડોઝ લીધો હતો. કોવિડના નિયમો હળવા થયા બાદ, તેમનાં બંનેનાં જીવન પાટા પર ચઢી ગયાં હતાં. આ દરમિયાન બંનેને એકબીજાને વધુ સારી રીતે સમજવાની તક મળી અને સંબંધ વધુ મજબૂત બન્યા. એ દરમિયાન અચાનક જહૉન શલ્ત્ઝે લગ્ન માટે જૉય મોરોને પ્રસ્તાવ મૂક્યો હતો અને જૉયે તેને સ્વીકાર્યો હતો.

    ગુજરાતમાં નવાજૂનીનાં એંધાણ, લેઉવા અને કડવા પટેલની સંયુક્ત બેઠક મળી; આમ આદમી પાર્ટીનાં વખાણ થયાં

    જોકે લગ્ન સુધીની સફર પૂર્ણ કરવામાં બંનેને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક લોકોએ તેમના નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કેટલાક લોકોએ હાંસી ઉડાવી હતી, પરંતુ જ્હૉન અને જૉય માને છે કે સાચો પ્રેમ મેળવવા માટે યુવાન હોવું જરૂરી નથી. બાળકો પણ પિતાના આ નિર્ણયથી ખુશ છે.

  • વરરાજાને સુહાગરાતના દિવસે ઉધરસ આવતા વહુરાણી ભાગી ગયા…

    વરરાજાને સુહાગરાતના દિવસે ઉધરસ આવતા વહુરાણી ભાગી ગયા…

    ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
    મુંબઈ, ૦૬ મે ૨૦૨૧
    ગુરુવાર
    ઝારખંડથી એક અનોખો હાસ્યાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. દુલ્હન ગુપ્ત રીતે તેના સાસરિયામાંથી રાતોરાત ભાગી ગઈ હતી. હકીકતે સુહાગરાતના દિવસે દુલ્હાને ઉધરસ આવ હતી. ત્યાર બાદ દુલ્હન બાથરૂમ જવાને બહાને છુમંતર થઈ ગઈ હતી.
    તેને વધુ સમય લગતા વરરાજાએ દુલ્હનને શોધવાનું શરૂ કર્યું હતું. તે ઘરે ન મળતા તેણે પિયરમાં ફોન કર્યો ત્યારે ખબર પડી કે તે ફરી પોતાના ઘરે જતી રહી હતી. સવારથી જ વરરાજાની તબિયત બરાબર હતી, પરંતુ બેડરૂમમાં જતાની સાથે જ તેને ખાંસી થઈ ગઈ હતી. આ પછી, દુલ્હન ત્યાંથી ભાગી ગઈ.

    શાળાઓની ફી વધારા સંદર્ભે રાજ્ય સરકારે મહત્ત્વનો આદેશ આપ્યો; પી.ટી.એ.ના સભ્યોની ભૂમિકા ચાવી રૂપ રહેશે, જાણો વિગત…

  • કોરોના ને કારણે માત્ર અંબાણી પરિવાર નહીં પરંતુ આ સેલિબ્રિટી કપલ એ પણ મુંબઈ છોડ્યું. જાણો વિગત.

    કોરોના ને કારણે માત્ર અંબાણી પરિવાર નહીં પરંતુ આ સેલિબ્રિટી કપલ એ પણ મુંબઈ છોડ્યું. જાણો વિગત.

    મુંબઈ શહેરમાં કોરોના એ માથુ ઉચકતા સ્ટાર કપલ એટલે કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ મુંબઈ છોડીને જતા રહ્યા છે.

    સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ શૂટિંગ ઉપર પ્રતિબંધ લાગ્યું છે તેમજ અનેક પ્રકારના શિડયુલ રદ થઈ ગયા છે અને સાથે જ મુંબઈમાં કોરોના એ માથું ઊંચક્યું છે જેથી તેઓ મુંબઈ છોડીને ચાલી ગયા છે.

    હાલ આ સેલિબ્રિટી કપલ બેંગ્લોર ખાતે દીપિકા પાદુકોણના માતા-પિતા સાથે તેમના નિવાસ સ્થાને રહેશે.

    શું મુંબઈમાં ખરેખર લોકડાઉન સફળ રહ્યું? જુઓ અલગ અલગ વિસ્તાર ની તસ્વીરો અને આજે શું થયું…
     

  • કાંદિવલીમાં MBA થયેલું દંપતી સ્ટેશન બહાર પૌંવા,પરાઠા વેચે છે.. કારણ જાણી તમે પણ શ્રમદાન કરવા પ્રેરાશો.. 

    કાંદિવલીમાં MBA થયેલું દંપતી સ્ટેશન બહાર પૌંવા,પરાઠા વેચે છે.. કારણ જાણી તમે પણ શ્રમદાન કરવા પ્રેરાશો.. 

    ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
    મુંબઈ
    15 ઓક્ટોબર 2020 
    ઘરના રસોઈવાળા બહેનને તેમનું સ્વાભિમાન જાળવી રાખી મદદ કરવાના હેતુસર નાનકડા સ્ટોલથી શરુ થયેલ પહેલ આજે કાંદીવલી માં 'પરાઠા સ્ટોલ' સુધી પહોંચી છે, આજે મહામારીના સમયમાં પણ અહીં બહેનો આત્મનિર્ભર થઈ રહી છે. અત્યારે દિલ્હીમાં 'બાબા કા ઢાબા' નો વિડીયો ખૂબ વાયરલ થયો અને પોતાના જીવન માટે સ્ટોલ પર રાતદિવસ મહેનત કરતાં એક વૃદ્ધ દંપત્તિ વિશે લોકોને જાણ થઈ. તેવી જ રીતે મુંબઈમાં એક એવું ગુજરાતી યંગ કપલ છે કે જે પોતે એમબીએ હોવા છતાં અને સારી નોકરી મેળવેલ હોવા છતાં કાંદિવલી વેસ્ટમાં સ્ટેશનની બહાર સ્ટોલ લગાવતું હતું. જેમાંથી હવે તેમણે એક પરાઠા સેન્ટર ઊભું કર્યું છે. પ્રશ્ન ચોક્કસ થાય કે આ શાહ પરિવારનું યુવાન કપલ દરરોજ સવારે પૌંઆ, ઈડલી, ઉપમા, પરાઠા વેંચવા શા માટે ઊભું રહેતું હશે? આ પાછળ તેમનો એક સારો ઉદ્દેશ સામે આવે છે.
    કાંદીવાલી સ્ટેશન બહાર પોતાનો સ્ટોલ લગાવનાર અશ્વિની શાહ જણાવે છે કે, અમારા ઘરે એક રસોઈવાળા બહેન આવતાં હતાં. જેમના પતિને ગયા વર્ષે ગંભીર બીમારીમાં પટકાયા ત્યારે  કામવાળા બહેનને પૈસાની ખૂબ જરુર હતી. પરંતુ તે સ્વાભિમાની હોવાથી અમારી મદદ લેવા નહોતી માગતી. આથી મેં અને મારા પતિએ અનોખો ઉપાય અજમાવ્યો અને અમે તેને વાત કરી કે અમે સામાન લાવી આપીશું. તેમાંથી તેણે સામગ્રી બનાવી આપવાની. અમે સવારે ઓફિસે જઈએ તે પહેલાં કાંદિવલી સ્ટેશનની બહાર વેસ્ટમાં સ્ટોલ પર પહોંચી જઈએ અને સાડા દસ વાગ્યા સુધી સ્ટોલ રાખીએ. જ્યાં એ બહેને તૈયાર કરેલી વાનગીઓ વેંચી  તેમાંથી કંઈક આર્થિક ભંડોળ ઊભું કરવાનો પ્રયાસ કર્યો. 


    વખત જતાં જરુર ન જણાતાં સ્ટોલ બંધ કરવાનો સમય આવ્યો ત્યારે ફરી તેમને એક એવી મહિલા મળી આવી જેમને ઘરની જવાબદારી પૂરી કરવા આર્થિક મદદની જરૂર હતી. ત્યારે, ફરી આ સ્ટોલનું સૂકાન તે મહિલાએ સંભાળી લીધું. આજે આવશ્યક પરવાનગીઓ મેળવી આ કપલે કાંદિવલીના ચારકોપ વિસ્તારના સેક્ટર આઠમાં એક જગ્યા ભાડે લઈ ત્યાં અન્નપૂર્ણા પરાઠા સ્ટોલ ચલાવી રહ્યાં છે. જેમાં અત્યારે ચાર બહેનો રોજગાર મેળવી આત્મનિર્ભર થઈ રહી છે. આમ આ શાહ દંપતી ધનદાન થી વધુ શ્રમ દાનનો યજ્ઞ કરી લોકોને આત્મનિર્ભર કરી રહયાં છે.