Tag: Courtroom Drama

  • Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ

    Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ

    News Continuous Bureau | Mumbai

    Jolly LLB 3: અક્ષય કુમાર અને અરશદ વારસી અભિનિત ‘જોલી એલએલબી 3’ હવે OTT પર રિલીઝ થવા જઈ રહી છે. 19 સપ્ટેમ્બર 2025ના રોજ થિયેટરમાં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 115.85 કરોડની કમાણી કરી હતી. હવે 14 નવેમ્બરથી આ ફિલ્મ નેટફ્લિક્સ અને જીઓ હોટસ્ટાર બંને પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે.

    આ સમાચાર પણ વાંચો : Bigg Boss 19: બિગ બોસ 19 ના મંચ પર પહોંચી દે દે પ્યાર દે 2 ની કાસ્ટ, શો માં લાવશે મસ્તી અને ટાસ્ક

    ફિલ્મની કથા અને પાત્રો

    ‘જોલી એલએલબી 3’ એક કોર્ટરૂમ ડ્રામા છે જેમાં બે જોલી – મેરઠના વકીલ જગદીશ ત્યાગી અને કાનપુરના વકીલ જગદીશ્વર મિશ્રા – એકબીજા સામે ટક્કર લે છે. ફિલ્મમાં હ્યુમર અને રિયલ લાઈફ લૉ કેસની ઝલક જોવા મળે છે.ફિલ્મનું દિગ્દર્શન સુભાષ કપૂરે કર્યું છે. મુખ્ય પાત્રોમાં અક્ષય કુમાર, અરશદ વારસી, હુમા કુરૈશી, અમૃતા રાવ અને ગજરાજ રાવ છે. ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સ બંને તરફથી સરાહના મળી છે.

    View this post on Instagram

    A post shared by Star Studio18 (@starstudio18)

    ‘જોલી એલએલબી 3’ 14 નવેમ્બર 2025થી નેટફ્લિક્સ અને જીઓ હોટસ્ટાર પર ઉપલબ્ધ રહેશે. જો તમે થિયેટરમાં જોઈ શક્યા ન હો, તો હવે ઘરે બેઠા આ ફિલ્મનો આનંદ લઈ શકો છો.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Haq Review:આત્મસન્માન અને અધિકારની લડત, યામી અને ઇમરાનનો શાનદાર અભિનય, જાણો હક નો રીવ્યુ

    Haq Review:આત્મસન્માન અને અધિકારની લડત, યામી અને ઇમરાનનો શાનદાર અભિનય, જાણો હક નો રીવ્યુ

    News Continuous Bureau | Mumbai

    Haq Review: સુપર્ણ વર્મા દ્વારા નિર્દેશિત ‘હક’ ફિલ્મ 1985ના પ્રસિદ્ધ શાહબાનો કેસથી પ્રેરિત છે. યામી ગૌતમ  અને ઇમરાન હાશમી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ એક સ્ત્રીના આત્મસન્માન અને કાયદાકીય હક માટેની લડતને દર્શાવે છે. ‘હક’ માત્ર કોર્ટરૂમ ડ્રામા નથી, તે સમાજમાં ધર્મ અને કાયદાની વચ્ચેના તણાવને પણ ઊંડાણથી રજૂ કરે છે.

    આ સમાચાર પણ વાંચો : Delhi Crime 3 Trailer Out: ફરી એકવાર DCP વર્તિકા ની દમદાર ભૂમિકા માં જોવા મળી શેફાલી શાહ, ‘દિલ્હી ક્રાઈમ 3’નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ

    ફિલ્મની વાર્તા: શાજિયા બાનોનો સંઘર્ષ

    યામી ગૌતમ શાજિયા બાનોના પાત્રમાં છે, જે પોતાના પતિ અબ્બાસ ખાન (ઇમરાન હાશમી) સામે કાયદાકીય લડત લડે છે. ફિલ્મ બતાવે છે કે કેવી રીતે એક સામાન્ય લગ્ન તૂટે છે અને સ્ત્રી પોતાના હક માટે લડે છે. આ વાર્તા માત્ર વ્યક્તિગત સંઘર્ષ નહીં, પણ સમાજમાં ધર્મ અને કાયદાની વચ્ચેના તણાવને પણ દર્શાવે છે.યામી ગૌતમ  એ શાજિયા તરીકે શાંત અને શક્તિશાળી અભિનય કર્યો છે. ઇમરાન હાશમી એ અબ્બાસના પાત્રમાં ધર્મ અને અધિકાર વચ્ચેના તણાવને બરાબર રજૂ કર્યો છે. સુપર્ણ વર્માનું દિગ્દર્શન સંયમિત છે, જેમાં કોઈ અતિશયોક્તિ નથી, પણ સંવેદનશીલતા છે.

    View this post on Instagram

    A post shared by TimesMusic (@timesmusichub)

    ‘હક’ ફિલ્મ ત્રણ તલાક, ગુજારો ભથ્થું, IPC કલમ 125 અને ધર્મનિરપેક્ષ કાયદાકીય વ્યવસ્થાની વચ્ચેના તણાવ જેવા ગંભીર મુદ્દાઓને સ્પર્શે છે. ફિલ્મ બતાવે છે કે આત્મસન્માન અને કાયદાકીય હક એકબીજાથી જોડાયેલા છે. આ ફિલ્મ માત્ર એક સ્ત્રીની વાર્તા નહીં, પણ સમાજમાં સમાનતા અને માન્યતા માટેની લડત છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • The Taj Story Review: જો તમે પણ ધ તાજ સ્ટોરી જોવાનું વિચારી રહ્યા હોવ તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો પરેશ રાવલ ની ફિલ્મ નો રિવ્યુ

    The Taj Story Review: જો તમે પણ ધ તાજ સ્ટોરી જોવાનું વિચારી રહ્યા હોવ તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો પરેશ રાવલ ની ફિલ્મ નો રિવ્યુ

    News Continuous Bureau | Mumbai 

    The Taj Story Review: ફિલ્મ ‘ધ તાજ સ્ટોરી’  આજે રિલીઝ થઈ છે અને તેના ટ્રેલરથી જ દેશભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી. દિગ્દર્શક તુષાર અમરીશ ગોયલ દ્વારા નિર્મિત આ ફિલ્મ તાજમહલના પરંપરાગત ઇતિહાસ પર ચાલતી લાંબી ચર્ચાને નિડરતાથી મોટા પડદા પર લાવે છે. પરેશ રાવલ મુખ્ય પાત્ર ‘વિષ્ણુદાસ’ તરીકે એક ટૂર ગાઈડની ભૂમિકા ભજવે છે, જે અદાલતમાં તાજમહલના 22 બંધ રૂમો અને તેના રહસ્યો પર સવાલ ઉઠાવે છે.

    આ સમાચાર પણ વાંચો : Mouni Roy Restaurant Badmaash: મૌની રોયના રેસ્ટોરાં ‘બદમાશ’માં સામાન્ય માણસ નું નથી કામ! મેનુ અને ભાવ જાણી ઉડી જશે તમારા પણ હોશ

    ફિલ્મની કહાની અને દિગ્દર્શન

    ફિલ્મની સ્ક્રિપ્ટ મજબૂત છે અને તેના સંવાદો અદાલતી દ્રશ્યોની ગંભીરતા અને ગતિ જાળવી રાખે છે. તુષાર ગોયલનું દિગ્દર્શન સંતુલિત અને અસરકારક છે. ફિલ્મ દર્શકોને વિચારવા માટે મજબૂર કરે છે – શું તાજમહલ ખરેખર મુગલ સ્થાપત્યની શ્રેષ્ઠતા છે કે પછી તેની પાછળ કંઈક અલગ સત્ય છુપાયેલું છે?પરેશ રાવલના અભિનયે ફિલ્મને મજબૂત આધાર આપ્યો છે. જાકિર હુસેન, અમૃતા ખાનવિલકર, અને નમિત દાસ પણ પોતાની ભૂમિકાઓમાં શાનદાર દેખાયા છે. અન્ય કલાકારોમાં અખિલેન્દ્ર મિશ્રા, બિજેન્દ્ર કાલા, શિશિર શર્મા અને અનિલ જ્યોર્જનો પણ મહત્વનો ફાળો છે.

    View this post on Instagram

    A post shared by Instant Bollywood (@instantbollywood)

    ફિલ્મમાં કૈલાશ ખેર અને જાવેદ અલી ના ગીતો કહાની સાથે સારી રીતે જોડાય છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ સ્કોર અને ફિલ્મેટોગ્રાફી પણ પ્રશંસનીય છે, જે કોર્ટરૂમ ડ્રામાને વધુ જીવંત બનાવે છે.એકંદરે ફિલ્મ એક વાર જોવા જેવી છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Haq Trailer: ‘હક’ ના ધમાકેદાર ટ્રેલરમાં જોવા મળ્યો ઇમરાન હાશમી અને યામી ગૌતમનો જબરદસ્ત કોર્ટરૂમ ડ્રામા, શાહ બાનો કેસ પરથી પ્રેરિત

    Haq Trailer: ‘હક’ ના ધમાકેદાર ટ્રેલરમાં જોવા મળ્યો ઇમરાન હાશમી અને યામી ગૌતમનો જબરદસ્ત કોર્ટરૂમ ડ્રામા, શાહ બાનો કેસ પરથી પ્રેરિત

    News Continuous Bureau | Mumbai

    Haq Trailer: ઇમરાન હાશમી અને યામી ગૌતમ ની આગામી ફિલ્મ ‘હક’ નું ટ્રેલર રિલીઝ થયું છે. સુપર્ણ વર્મા  ના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ 1985ના શાહ બાનો કેસ પરથી પ્રેરિત છે. ટ્રેલરમાં યામી ‘શાઝિયા બાનો’ તરીકે અને ઇમરાન ‘અબ્બાસ’ તરીકે જોવા મળે છે, જે એક કોર્ટરૂમમાં સામસામે છે.

    આ સમાચાર પણ વાંચો : YRKKH Twist: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં થશે નવા વિલનની એન્ટ્રી, અરમાન અને અભીરા ના સંબંધ માં આવશે તણાવ, જાણો સિરિયલ ના આગામી એપિસોડ વિશે

    ફિલ્મની વાર્તા – પ્રેમથી વિવાદ સુધી

    શાઝિયા અને અબ્બાસ એક ખુશહાલ દાંપત્ય જીવન જીવી રહ્યા છે, પણ અબ્બાસ બીજી મહિલાને પ્રેમ કરવા લાગે છે અને ત્રિપલ તલાક  આપી દે છે. ત્યારબાદ શાઝિયા ન્યાય માટે કોર્ટમાં જાય છે અને પોતાના બાળકો માટે ભથ્થું માંગે છે. ટ્રેલર એક વ્યક્તિગત વિવાદને રાષ્ટ્રીય ચર્ચામાં ફેરવે છે.ટ્રેલર રિલીઝ થયા પછી સોશિયલ મીડિયા પર યામી અને ઇમરાનના અભિનયની ખૂબ પ્રશંસા થઈ રહી છે. યામીની પાવરફુલ પર્ફોર્મન્સ અને ઇમરાનનો મૌન સંઘર્ષ દર્શકોને ગમ્યો છે. ટ્રેલર હાસ્ય, વ્યંગ અને તીવ્ર ભાવનાઓથી ભરેલું છે.

    View this post on Instagram

    A post shared by Yami Gautam Dhar (@yamigautam)

    ફિલ્મ 1985ના શાહ બાનો કેસ પરથી પ્રેરિત છે, જેમાં એક મુસ્લિમ મહિલાએ ત્રિપલ તલાક પછી ભથ્થું માટે કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે શાહ બાનોના પક્ષમાં ચુકાદો આપ્યો હતો અને કહ્યું કે મુસ્લિમ મહિલાને ઈદ્દત પીરિયડ પછી પણ ભથ્થું મળવું જોઈએ.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • The Taj Story Trailer Out: પરેશ રાવલની નવી રજૂઆત,’ધ તાજ સ્ટોરી’ ટ્રેલર રિલીઝ, શું તાજમહેલ ખરેખર પ્રેમની નિશાની છે?

    The Taj Story Trailer Out: પરેશ રાવલની નવી રજૂઆત,’ધ તાજ સ્ટોરી’ ટ્રેલર રિલીઝ, શું તાજમહેલ ખરેખર પ્રેમની નિશાની છે?

    News Continuous Bureau | Mumbai

    The Taj Story Trailer Out: બોલીવૂડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલ ફરી એકવાર એક શક્તિશાળી પાત્ર સાથે સ્ક્રીન પર પાછા આવી રહ્યા છે. તેમની આગામી ફિલ્મ ‘ધ તાજ સ્ટોરી’ નું ટ્રેલર રિલીઝ થયું છે, જેમાં તેઓ એક ગાઈડ વિષ્ણુદાસની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મ તાજમહેલ ના ઇતિહાસને લઈને ઊભા થતા પ્રશ્નો અને એક કોર્ટ કેસની આસપાસ ઘૂમે છે.

    આ સમાચાર પણ વાંચો : Rajat Bedi: વેરા બેદીની બોલિવૂડ ની આ અભિનેત્રીઓ સાથે તુલના થતાં રજત બેદી થયો પરેશાન, લોકો ને કરી વિનંતી

    ફિલ્મની કહાની અને પાત્રો

    ટ્રેલર મુજબ, પરેશ રાવલ એક એવા ગાઈડ છે જે વર્ષોથી તાજમહેલની સુંદરતા દર્શકોને બતાવતા આવ્યા છે. પરંતુ એક દિવસ તેમને શંકા થાય છે કે શું તાજમહેલ નો ઇતિહાસ સાચો છે કે નહીં. ફિલ્મમાં જાકિર હુસેન, બૃજેન્દ્ર કાલા અને નમિત દાસ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. ડિરેક્ટર તુષાર અમરીશ ગોયલ છે.ફિલ્મના પોસ્ટર રિલીઝ પછી થોડો વિવાદ ઊભો થયો હતો, પરંતુ મેકર્સે સ્પષ્ટ કર્યું છે કે ફિલ્મમાં કોઈ ધર્મવિરોધી ટિપ્પણી નથી. ટ્રેલર એક કોર્ટરૂમ ડ્રામા તરીકે રજૂ થાય છે, જેમાં તાજમહલના ઇતિહાસને લઈને દલીલો અને સવાલો છે.

    View this post on Instagram

    A post shared by Zee Music Company (@zeemusiccompany)

    ‘ધ તાજ સ્ટોરી’ 31 ઓક્ટોબર 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ પરેશ રાવલની બીજી ફિલ્મ ‘થામા’  સાથે ટકરાશે, જે 21 ઓક્ટોબરે રિલીઝ થશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Jolly LLB 3 OTT Release: થિયેટર બાદ હવે ઓટીટી પર પણ ધમાલ મચાવશે જોલી એલએલબી 3! અક્ષય અને અર્શદ  ની ફિલ્મ ને લઈને આવ્યું મોટું અપડેટ

    Jolly LLB 3 OTT Release: થિયેટર બાદ હવે ઓટીટી પર પણ ધમાલ મચાવશે જોલી એલએલબી 3! અક્ષય અને અર્શદ ની ફિલ્મ ને લઈને આવ્યું મોટું અપડેટ

    News Continuous Bureau | Mumbai

    Jolly LLB 3 OTT Release: બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહેલી ‘જોલી LLB 3’ હવે ઓટીટી પર રિલીઝ થવાની તૈયારીમાં છે. અક્ષય કુમાર અને અર્શદ વારસીની આ કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ 14 નવેમ્બર, 2025થી ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ થવાની શક્યતા છે. જો કે, મેકર્સ તરફથી હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.

    આ સમાચાર પણ વાંચો : KBC 17: કેબીસી 17 ના મંચ પર એન્ગ્રી યંગમેન બન્યા અમિતાભ બચ્ચન, બિગ બી અને જાવેદ અખ્તર વચ્ચે જોવા મળ્યો 70’s નો જાદૂ

    બે મોટા ઓટીટી પ્લેટફોર્મ્સ પર થશે રિલીઝ

    રિપોર્ટ્સ અનુસાર, ‘જોલી LLB 3’ એક નહીં પણ બે મોટા ઓટીટી  પ્લેટફોર્મ્સ — જિયો સિનેમા (JioCinema) અને નેટફ્લિક્સ (Netflix) પર સ્ટ્રીમ થવાની શક્યતા છે. દર્શકો માટે આ ડબલ ટ્રીટ સમાન છે કારણ કે તેઓ પોતાની પસંદગીના પ્લેટફોર્મ પર ફિલ્મ જોઈ શકશે.ફિલ્મે 19 સપ્ટેમ્બર, 2025ના રોજ થિયેટર્સમાં રિલીઝ થયા બાદ અત્યાર સુધીમાં 108.65 કરોડ રૂપિયા નો બિઝનેસ કર્યો છે. જ્યારે વર્લ્ડવાઈડ કલેક્શન 157.7 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

    View this post on Instagram

    A post shared by Panorama Music (@panoramamusic)

    જોલી LLB 3’માં અક્ષય કુમાર જોલી મિશ્રાના રોલમાં છે જ્યારે અર્શદ વારસી જોલી ત્યાગી તરીકે જોવા મળે છે. ફિલ્મનું નિર્દેશન સુભાષ કપૂરે કર્યું છે. સાથે જ સોરભ શુક્લા, અમૃતા રાવ અને હૂમા કુરૈશી પણ મહત્વના રોલમાં છે. ફિલ્મમાં કોર્ટરૂમ ડ્રામા સાથે હાસ્ય અને સામાજિક સંદેશ પણ છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર

    Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર

    News Continuous Bureau | Mumbai

    Jolly LLB 3: અક્ષય કુમાર અને અરશદ વારસી ની અપકમિંગ ફિલ્મ ‘જોલી એલએલબી 3’  પર સેન્સર બોર્ડ  દ્વારા કુલ 8 ફેરફાર કરવામાં આવ્યા છે. 2 સપ્ટેમ્બરે ફિલ્મને U/A સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક દૃશ્યો અને સંવેદનશીલ શબ્દો બદલવામાં આવ્યા છે. ફિલ્મ 19 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે અને દર્શકોમાં આ ફિલ્મ ને લઈને ભારે  ઉત્સાહ છે.

    આ સમાચાર પણ વાંચો : Sunny Sanskari Ki Tulsi Kumari Trailer: વરુણ-જાહ્નવીની કેમેસ્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ, ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ નું મજેદાર ટ્રેલર થયું રિલીઝ

    ફિલ્મમાં કરાયેલા 8 મોટા ફેરફાર

    1. ફિલ્મની શરૂઆતમાં દર્શાવાયેલ Disclaimer બદલવામાં આવ્યું.
    2. એક દૃશ્યમાં દેખાતી દારૂની બોટલ ને Blur કરવામાં આવી.
    3. ફિલ્મના આરંભમાં ઈમેજીનરી લોકેશન અને વર્ષ  ઉમેરવાનો નિર્દેશ.
    4. કેટલાક દૃશ્યોમાંથી અભદ્ર અંગ્રજી શબ્દો દૂર કરાયા.
    5. પોલીસ દ્વારા વૃદ્ધ વ્યક્તિ સાથે કડક વર્તન દર્શાવતું દૃશ્ય થોડું નરમ કરવામાં આવ્યું.
    6. એક ડાયલોગ માં ઇમર્જન્સી કોઝ  ઉમેરવામાં આવ્યો અને લોગો બદલાયો.
    7. સીમા  બિસ્વાસ ના પાત્રના હાથમાં રહેલી ફાઈલ પરનો લોગો Blur કરાયો.
    8. બીજા ભાગમાં એક ડાઈલોગ ને હળવો બનાવવામાં આવ્યો જેથી વિવાદ ન થાય.

    View this post on Instagram

    A post shared by Star Studio18 (@starstudio18)

    ફિલ્મમાં અક્ષય કુમાર અને અરશદ વારસી બંને ‘જોલી’ તરીકે કોર્ટમાં આમને-સામને આવશે. તેમની કાનૂની લડાઈને વધુ રસપ્રદ બનાવશે સોરભ શુક્લા, જે ફરીથી જજ ત્રિપાઠી તરીકે જોવા મળશે. ફિલ્મમાં અમૃતા રાવ, હૂમા કુરેશી અને સીમા બિસ્વાસ પણ મહત્વની ભૂમિકામાં છે. દિગ્દર્શન ફરીથી સુભાષ કપૂર દ્વારા કરવામાં આવ્યું છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Jolly LLB 3 Trailer Out: જોલી એલએલબી 3’ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, અક્ષય-અરશદ વચ્ચે કોર્ટમાં થશે ધમાલ

    Jolly LLB 3 Trailer Out: જોલી એલએલબી 3’ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, અક્ષય-અરશદ વચ્ચે કોર્ટમાં થશે ધમાલ

    News Continuous Bureau | Mumbai

    અક્ષય કુમાર અને અરશદ વારસી ફરી એકવાર ‘જોલી’ના પાત્રમાં જોવા મળશે, પરંતુ આ વખતે બંને એકસાથે કોર્ટમાં ટકરાશે. ‘જોલી એલએલબી 3’ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને તેમાં કિસાનના હક્ક માટે લડત દર્શાવવામાં આવી છે. અરશદ વારસી કિસાનના પક્ષમાં છે જ્યારે અક્ષય કુમાર એક મોટી હસ્તી માટે કેસ લડતો જોવા મળે છે. બંનેના ટકરાવ વચ્ચે જજ ત્રિપાઠી એટલે કે સોરભ શુક્લા   ફસાઈ જાય છે.

    આ સમાચાર પણ વાંચો : ‘The Bengal Files’ : ધ બંગાળ ફાઇલ્સ ને પશ્ચિમ બંગાળ માં રિલીઝ થાય તે માટે IMPPAએ નરેન્દ્ર મોદી ને લખી ચિઠ્ઠી, વડાપ્રધાન ને કરી આવી વિનંતી

    જોલી એલએલબી 3 ની વાર્તા 

    ફિલ્મમાં અક્ષય અને અરશદ વચ્ચે કોર્ટમાં જોરદાર ટકરાવ જોવા મળશે. ટ્રેલરમાં દર્શાવાયું છે કે બંને ‘જોલી’ કોર્ટમાં એકસાથે આવે છે અને જજ ત્રિપાઠી હેરાન-પરેશાન થઈ જાય છે. ફિલ્મમાં હાસ્ય અને સસ્પેન્સ બંનેનો મસાલો છે, જે દર્શકોને ગમશે.જોલી એલએલબી’ સિરીઝની અગાઉની બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. ત્રીજો પાર્ટ પણ ફેન્સમાં ઉત્સાહ જગાવી રહ્યું છે. અક્ષય અને અરશદની જોડી, કોર્ટ ડ્રામા અને હાસ્યભર્યા દ્રશ્યો દર્શકોને મનોરંજન આપશે એવી અપેક્ષા છે.

    View this post on Instagram

    A post shared by Star Studio18 (@starstudio18)

    ‘જોલી એલએલબી 3’ 19 સપ્ટેમ્બર 2025ના રોજ થિયેટરમાં રિલીઝ થશે. ફિલ્મમાં અક્ષય કુમાર, અરશદ વારસી, સોરભ શુક્લા ઉપરાંત અમૃતા રાવ, હૂમા કુરૈશી, ગજરાજ રાવ, રામ કપૂર અને સીમા બિસ્વાસ પણ મહત્વની ભૂમિકામાં છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Film On Shah Bano Case: શાહબાનો કેસ પર બની રહેલી ફિલ્મ માં મુખ્ય ભૂમિકા માં જોવા મળશે યામી ગૌતમ, જાણો કોણ હશે લીડ અભિનેતા અને કેવું હશે તેનું પાત્ર

    Film On Shah Bano Case: શાહબાનો કેસ પર બની રહેલી ફિલ્મ માં મુખ્ય ભૂમિકા માં જોવા મળશે યામી ગૌતમ, જાણો કોણ હશે લીડ અભિનેતા અને કેવું હશે તેનું પાત્ર

    News Continuous Bureau | Mumbai

    Film On Shah Bano Case: 1985ના શાહબાનો કેસ પર ફિલ્મ બની રહી છે. બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશમી અને યામી ગૌતમ ટૂંક સમયમાં શાહ બાનો કેસ પર આધારિત એક કોર્ટરૂમ ડ્રામા માં જોવા મળશે. આ ફિલ્મ ને લઈને લોકો ખુબ ઉત્સાહિત છે. લોકો ઇમરાન ની ફિલ્મ ગ્રાઉન્ડ ઝીરો ની પણ રાહ જોઈ રહ્યા છે. 

    આ સમાચાર પણ વાંચો: Pahalgam Terror Attack: પહેલગામ આતંકવાદી હુમલા પર ફૂટ્યો બોલિવૂડ સેલેબ્સ નો ગુસ્સો, પીએમ મોદી અને અમિત શાહ અને રક્ષા મંત્રી ને કરી આવી વિનંતી

    યામી ગૌતમ અને ઇમરાન હાશમીનું પાત્ર

    મીડિયા રિપોર્ટ મુજબ યામી ગૌતમ શાહબાનોનું પાત્ર ભજવશે, જ્યારે ઇમરાન હાશમી શાહ બાનો ના પૂર્વ પતિ અહમદ ખાન ની ભૂમિકા નિભાવશે. ફિલ્મનું શૂટિંગ લખનૌ અને કાકોરી સહિત અનેક સ્થળોએ થયું છે. મેકર્સ આ ફિલ્મને ઓક્ટોબર અથવા નવેમ્બર 2025માં રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે.

    1985માં શાહબાનો કેસ ભારતીય ન્યાયવ્યવસ્થા અને લોકશાહી માટે એક મહત્વપૂર્ણ ઘટના હતી, જે મુસ્લિમ મહિલાઓના અધિકારો માટે એક મજબૂત લડત બની