Tag: covid outbreak

  • લોકોના જીવને જોખમ, છતાં આંકડા છુપાવી રહ્યું છે ચીન, WHOએ ફરી આપ્યો ઠપકો

    લોકોના જીવને જોખમ, છતાં આંકડા છુપાવી રહ્યું છે ચીન, WHOએ ફરી આપ્યો ઠપકો

    News Continuous Bureau | Mumbai

    એવું લાગી રહ્યું છે ચીન ઈચ્છે છે કે આખી દુનિયા કોવિડ રોગચાળાની નવી લહેરમાં સ્વાહા થઈ જાય. કોરોના વાયરસના કારણે ચીનમાં સ્થિતિ ગંભીર બની ગઈ છે, છતાં વહીવટીતંત્ર મૃત્યુના આંકડા છુપાવી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ કારણસર ફરી એકવાર ચીનને ઠપકો આપ્યો છે. WHOએ કહ્યું છે કે લોકોનો જીવ જોખમમાં છે અને ચીન સાચો ડેટા શેર કરી રહ્યું નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચીનને અપીલ કરી છે કે તે સાચા આંકડા દુનિયાની સામે મૂકે. WHOએ કહ્યું છે કે ચીનમાં કોવિડના વધતા આંકડા માટે ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BA.5.2 અને BF.7 જવાબદાર છે.

    વિશ્વ આરોગ્ય સંસ્થાએ XXB.1.5 વેરિઅન્ટ પર ચિંતા વ્યક્ત કરી છે. WHOએ કહ્યું કે આ વેરિઅન્ટ ઓક્ટોબરમાં સામે આવ્યો હતો, જે અમેરિકા અને યુરોપમાં ઝડપથી ફેલાયો છે. અત્યાર સુધીમાં 25 દેશો તેની ચપેટમાં આવી ચુક્યા છે. ભારતમાં પણ XXB1.5ના 5 કેસ નોંધાયા છે.

    કોવિડના ડેટા છુપાવી રહ્યું છે ચીન

    WHO એ ચેતવણી આપી છે કે ચીન દેશમાં COVID-19 રોગચાળાની સાચી અસરને ઓછી કરીને બતાવી રહ્યું છે, ખાસ કરીને મૃત્યુની ચોક્કસ સંખ્યા જાહેર નથી કરી રહ્યું. WHO હેલ્થ ઈમરજન્સી પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર માઈકલ રેયાને કહ્યું, અમારું માનવું છે કે કોવિડથી થતા મૃત્યુની સાચી સંખ્યા જણાવવામાં આવી રહી નથી.

    આ સમાચાર પણ વાંચો :  ગૃહમંત્રી અમિત શાહના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ

    તેમણે કહ્યું કે ચીનના આંકડાઓ હોસ્પિટલમાં દાખલ થવા, આઈસીયુમાં દાખલ થવા અને ખાસ કરીને મૃત્યુના સંદર્ભમાં રોગની સાચી અસરને ઓછી બતાવે છે.

    ચીને કોવિડ-19ના કેસો અને મૃત્યુનો દૈનિક રિપોર્ટ પ્રકાશિત કરવાનું બંધ કરી દીધું છે. ચીન મૃત્યુઆંકની ગણતરી પણ યોગ્ય રીતે કરી રહ્યું નથી. હવે કોવિડમાં શ્વસન સંબંધી રોગોથી મૃત્યુ પામેલા લોકોની જ ગણતરી કરવામાં આવે છે.

    સ્મશાનમાં મૃતદેહોના ઢગલા

    એરફિનિટી, યુકે સ્થિત સાયન્સ ડેટા કંપનીનો અંદાજ છે કે ચીનમાં દરરોજ 20 લાખથી વધુ કોવિડ કેસ છે અને લગભગ 14,700 લોકો મૃત્યુ પામે છે. ચીને લગભગ એક મહિના પહેલા તેની શૂન્ય કોવિડ નીતિને હટાવી લીધી હતી, એ પછી અહીં હોસ્પિટલો અને સ્મશાનગૃહો ભરાઈ ગયા હોવાના અહેવાલો આવી રહ્યા છે.

    વિશ્વભરમાં ચીનથી આવતા મુસાફરો પર પ્રતિબંધ

    ભારત સહિત એક ડઝનથી વધુ દેશોએ ચીનના પ્રવાસીઓ પર મુસાફરી પ્રતિબંધો લાદ્યા છે, બીજિંગે આને રાજકીય રીતે પ્રેરિત હોવાની વાત કહીને તેની ટીકા કરી છે. કેસોમાં વધારો થવા છતાં ચીનમાં કોવિડના નવા વેરિઅન્ટની ખબર પડી નથી. ડબ્લ્યુએચઓએ ચેતવણી આપી છે કે આ પરીક્ષણના અભાવને કારણે થઈ શકે છે.

    આ સમાચાર પણ વાંચો :  શ્રીલંકા બાદ આ દેશમાં ઘેરું બન્યું આર્થિક સંકટ, સાંજ પડતાં જ મોલમાં લાઇટો ગુલ, મોટાં શહેરોમાં અંધારપટ..

  • લગ્નસરાની મોસમમાં કોવિડનું વિધ્નઃ દેશમાં કોવિડના કેસ વધતા વેપારી વર્ગની ચિંતા વધી, જાણો વિગતે.

    લગ્નસરાની મોસમમાં કોવિડનું વિધ્નઃ દેશમાં કોવિડના કેસ વધતા વેપારી વર્ગની ચિંતા વધી, જાણો વિગતે.

    News Continuous Bureau | Mumbai

    કોરોનાના(Covid19) બે વર્ષ બાદ આ વર્ષે લગ્નસરાની સીઝનમાં(Wedding season) વેપારીઓને સારા વેપારની આશા હતી, પરંતુ સિઝન શરૂ થતાં જ  કોરોનાના કેસમાં(Covid cases) વધારો થતાં વેપારી વર્ગમાં ચિંતા વ્યાપી ગઈ છે.  લાંબા સમય પછી લાંબી લગ્નની સિઝન શરૂ થઈ છે, જેમાં વિવિધ બજારોના લાખો વેપારીઓ દેશભરમાં પાંચ  લાખ કરોડથી વધુનો વેપાર કરે તેવી અપેક્ષા છે,  જેમાંથી મુંબઈ(Mumbai) સહિત મહારાષ્ટ્રમાં(Maharashtra) જ 50 થી 55 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ(Buisness) થવાની સંભાવના છે. પરંતુ ઘણા રાજ્યોમાં કોવિડે ફરી ઉથલો મારતા સારા કારોબારની આશા ઠગારી નીવડવાની ચિંતા વેપારીઓને સતાવવા માંડી છે.

    કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના મહાનગર મુંબઈના પ્રમુખ અને ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશન ના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે(Shankar thakkar) જણાવ્યું હતું કે કોવિડ ને લગતા પ્રતિબંધોને(restriction) સંપૂર્ણ રીતે હટાવ્યા બાદ આ પહેલી વખત બન્યું છે જ્યારે મુંબઈ સહિત દેશભરના વેપારીઓ(Traders) છેલ્લાં બે વર્ષથી કોરોના મહામારીને(Covid outbreak) કારણે થયેલા મોટા નુકસાન માટે વળતર ની આશા છે.  પરંતુ બરાબર લગ્નની મોસમમાં  કોવિડ ચેપના કેસોમાં વધારો ચિંતાનું કારણ બન્યો છે. 

    CAIT દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલિઝમાં CAITના મેટ્રોપોલિટન જનરલ સેક્રેટરી(General secretary) તરુણ જૈને(Tarun jain) જણાવ્યું હતું કે આ ત્રણ મહિનાની મેરેજ સિઝનમાં લગભગ પાંચ લાખ લગ્નો થવાના છે, તેમાં પ્રત્યેક લગ્નમાં સરેરાશ બે લાખ રૂપિયાનો ખર્ચ થાય એવી શક્યતા છે. લક્ઝરી સાથે મોંઘા લગ્ન પણ થશે. એકંદરે આ સિઝનમાં બજારોમાં લગ્નની ખરીદી દ્વારા આશરે રૂ. 5 લાખ કરોડની આવક થવાની ધારણા છે.

    આ સમાચાર પણ વાંચો : જો એલન મસ્કે ટ્વિટરના ભારતીય સીઈઓ પરાગ અગ્રવાલને કાઢવાની હિમાકત કરી તો ચૂકવવા પડશે આટલા કરોડ રૂપિયા. જાણો રસપ્રદ વિગત.. જાણો વિગતે

    CAITની પ્રેસ રિલીઝ માં મેટ્રોપોલિટન(Metropolitan ) વાઇસ પ્રેસિડેન્ટ દિલીપ મહેશ્વરીએ જણાવ્યું હતું કે ખાસ કરીને લગ્નની સિઝનમાં ઘરેણાં, સાડીઓ, લહેંગા, તૈયાર વસ્ત્રો, કપડાં, પગરખાં, લગ્નના કાર્ડ, ડ્રાયફ્રૂટ્સ, મીઠાઈઓ, ફળો, લગ્નમાં વપરાતી પૂજાની વસ્તુઓ, કરિયાણા, ખાદ્યપદાર્થો, શણગારની વસ્તુઓ, ઈલેક્ટ્રીકલ સામાન, ઈલેક્ટ્રોનિક્સ અને ઘણી બધી ભેટ સોગાદો. વસ્તુઓ વગેરેનો મોટા જથ્થામાં વેપાર થવાની અપેક્ષા છે. આ સાથે ઈવેન્ટ મેનેજમેન્ટ પણ એક મોટા બિઝનેસ તરીકે ઉભરી આવ્યું છે. પરંતુ કોવિડના કેસમાં વધારો થવાને કારણે આ ધંધાને ફરી અસર ના થાય તેની ચિંતા સતાવી રહી છે.

  • આગામી મહિનાઓમાં સોનાનો ભાવ આટલો રહેવાનો અંદાજ. સમજી વિચારીને રોકાણ કરજો.   જાણો વિગતે

    આગામી મહિનાઓમાં સોનાનો ભાવ આટલો રહેવાનો અંદાજ. સમજી વિચારીને રોકાણ કરજો.  જાણો વિગતે

    News Continuous Bureau | Mumbai  

     ભારતીય સમાજમાં આજે પણ સોનામાં(Gold investement) રોકાણ કરવામાં લોકો વધુ વિશ્વાસ રાખે છે. દિવસેને દિવસે સોનાના ભાવમાં(Gold price) સતત વધારો થઈ રહ્યો છે ત્યારે નિષ્ણાતોના(Experts) દાવા મુજબ આગામી દિવસોમાં  સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ભાવ 47,000-60,000 રૂપિયાની આસપાસ રહી શકે છે. અથવા 2,270-2,075 ડોલર પ્રતિ ઔંસ ઝોનમાં રહી શકે છે. 

    છેલ્લા બે વર્ષમાં કોરોના મહામારી(Covid outbreak) અને છેલ્લા નવ સપ્તાહથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધને(Russia ukraine war) કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે(international level) સોનાના ભાવ સતત વધઘટ થયા છે.  તેમાં પાછું કોવિડ મહામારી માં સમગ્ર વિશ્વ આર્થિક ફટકો પડ્યો હતો તેથી  બેંક ના(Bank interest) વ્યાજ દરોને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે FED અને અન્ય મુખ્ય સેન્ટ્રલ બેંકના(Central bank) રોકાણકારોને પણ ધાર પર રાખ્યા છે. બેંકમાં ઈન્ટરેસ્ટ રેટ(interest rate) ઘટી રહ્યા છે. શેરબજારમાં તેજી છે. છતાં સોનાને  સુરક્ષિત રોકાણ સમજીને વધુને વધુ લોકો સોના તરફ ઝુકાવ રાખી રહ્યા છે.

    મીડિયા હાઉસમાં રેલિગેર બ્રોકિંગના બીપી-કોમોડિટી(BP-Commodity) અને કરન્સી રિસર્ચના(Currency Research)  ઉચ્ચ અધિકારીએ આપેલી માહિતી મુજબ જ્યાં સુધી ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતા ચાલુ રહેશે ત્યાં સુધી પીળી ધાતુનો એટલે કે સોનામાં તેજી જોવા મળી શકે છે. "ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતા સિવાય, સપ્લાય ચેઇન ની તીવ્રતા સમગ્ર વિશ્વમાં ફુગાવાના ઊંચા આંકડામાં વધારો કરી રહી છે. વ્યાપક ભાવ દબાણ ફુગાવા સામે સોનાની માંગ રહેશે,"

    આ સમાચાર પણ વાંચો : મુકેશ અંબાણી સાબિત થયા બાઝીગર: ફ્યૂચરની ભાવિ ડીલ ગુમાવવી છતાં એમેઝોનને પછાડ્યું આ રીતે …. જાણો વિગતે

    દેશની એક જાણીતી ફાઈનાન્શિયલ સર્વિસિસના(Financial Services) જણાવ્યા અનુસાર, સોનું ફરી એકવાર 54,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અથવા $2,000 પ્રતિ ઔંસ પર જઈ શકે છે પરંતુ તેના માટે આ કિંમત જાળવી રાખવી મુશ્કેલ બની શકે છે.

    પરંતુ સોનાના આસમાને પહોંચેલ ભાવમાં તમે સોનું ખરીદવાના ચૂકી ગયા તો હજી પણ ખરીદી માટે મોકો હોવાનું નિષ્ણાતોનું કહેવું છે. ફાઈનાન્શિયલ સર્વિસિસના સિનિયર અધિકારીના કહેવા મુજબ  સોનામાં નફો બુક કરવામાં હજુ મોડું થયું નથી, કારણ કે ભાવમાં સુધારો થયો છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં શું વળાંક આવે છે તે અત્યારથી કહી શકાય એમ નથી. પરંતુ હજુ પણ રૂ. 53,400-54,000/10 ગ્રામ પર નફો બુક કરવાની અપેક્ષા રાખી શકે છે. બહુ મોડું થયું નથી.

    અમુક નિષ્ણાતના કહેવા મુજબ રશિયા-યુક્રેન યુદ્ધ, જેને વિશ્વ ત્રીજું વિશ્વયુદ્ધ(World war) કહેવામાં આવી રહ્યું છે, તે સોનાને 20-30 ટકા સુધી ખસેડી શક્યું નથી,. એવા નાના પરિબળો છે કે જે સોનાને ટેકો આપવાનું ચાલુ રાખશે પરંતુ સોનું ધરાવનાર વ્યક્તિ માટે આગામી 2-3 વર્ષમાં મર્યાદિત અપસાઇડ જણાય છે અને વળતર સાથે ચેડા થઈ શકે છે. તેની સામે ફિક્સ્ડ ડિપોઝિટ(Fized deposite) અથવા ઇક્વિટી પોર્ટફોલિયો(Equity portfolio) વધુ સારું વળતર આપી શકે છે. વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી સોના કરતાં ચાંદીમાં વધુ સારી તક હોવાનું પણ નિષ્ણાત નો મત છે.

     

  • ભારતમાં જેનો ડર હતો એ જ થવા લાગ્યું, નવા કોરોના કેસના આંકમાં આવ્યો ઉછાળો, એક્ટિવ કેસ પણ ચિંતાજનક સ્તરે

    ભારતમાં જેનો ડર હતો એ જ થવા લાગ્યું, નવા કોરોના કેસના આંકમાં આવ્યો ઉછાળો, એક્ટિવ કેસ પણ ચિંતાજનક સ્તરે

     

     News Continuous Bureau | Mumbai

    ભારતમાં(India) ફરી એકવાર કોરોનાના કેસ(Covid cases) વધવા લાગ્યા છે. 

    છેલ્લા 24 કલાકમાં કોરોનાના(Corona) 2380 નવા કેસ નોંધાયા છે અને 56 લોકોના મોત(deaths) થયા છે.

    બુધવારની સરખામણીએ મહામારીના(Covid outbreak) નવા કેસ 15 ટકા વધુ છે, જે ચિંતાનો વિષય છે.

    નવા કેસ સાથે સંક્રમિત લોકોની(Infected people) સંખ્યા વધીને 4,30,49,974 થઈ ગઈ છે. 

    સાથે જ એક્ટિવ દર્દીઓની(Active case) સંખ્યા પણ વધીને 13,433 થઈ ગઈ છે.

    11 એપ્રિલથી ભારતમાં કોરોનાનો ગ્રાફ ફરીથી ઉપર તરફ ગયો છે અને દરરોજ કેસ વધી રહ્યા છે

    આ સમાચાર પણ વાંચો :  દેશમાં ફરી એકવાર વધતા જતા કોરોના કેસ વચ્ચે મોદી સરકારે લીધો મોટો નિર્ણય, વીમા યોજનાની મુદત આટલા દિવસ સુધી લંબાવી

  • સાવચેત રહેજો, કોરોના હજુ ગયો નથી.. છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયેલા આંકડાએ વધાર્યું સરકારનું ટેન્શન.. જાણો શું છે કોરોનાની સ્થિતિ

    સાવચેત રહેજો, કોરોના હજુ ગયો નથી.. છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયેલા આંકડાએ વધાર્યું સરકારનું ટેન્શન.. જાણો શું છે કોરોનાની સ્થિતિ

    News Continuous Bureau | Mumbai

    દેશમાં જીવલેણ કોરોના વાયરસ(Covid19 Outbreak) મહામારીના નવા મામલામાં ફરી એકવાર વધારો થઈ રહ્યો છે.  

    દેશમાં છેલ્લા 24 કલાકમાં 2067 નવા કેસ(Covid cases) નોંધાયા છે અને 40 સંક્રમિત દર્દીઓના મોત(Covid death) થયા છે. 

    આ અગાઉ સોમવારે 1247 કેસ નોંધાયા હતા. એટલે કે, 24 કલાકમાં દેશમાં લગભગ 65 ટકા કેસોનો વધારો થયો છે. 

    જો કે, આ દરમિયાન 1547 લોકો સાજા પણ થયા છે. હાલ એક્ટિવ કેસ(Active case) વધીને 12, 340 થઈ ગયા છે. 

    ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યાર સુધીમાં 4,25,13,248 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે અને 5,22,006 કોરોના દર્દીના(Covid patients) મોત થયા છે.

    આ સમાચાર પણ વાંચો : દેશમાં ફરી એકવાર વધતા જતા કોરોના કેસ વચ્ચે મોદી સરકારે લીધો મોટો નિર્ણય, વીમા યોજનાની મુદત આટલા દિવસ સુધી લંબાવી

  • મેડિકલ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર કરિયર નહીં થાય બરબાદ.. યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ માટે મોદી સરકારે લીધો આ મોટો નિર્ણય

    મેડિકલ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર કરિયર નહીં થાય બરબાદ.. યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ માટે મોદી સરકારે લીધો આ મોટો નિર્ણય

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

    મુંબઈ, 05 માર્ચ, 2022,

    શનિવાર,

    રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે સંકટનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. 

    નેશનલ મેડિકલ કમિશને (NMC)એ એક સર્ક્યુલર બહાર પાડીને જાણકારી આપી છે કે, યુક્રેનથી પરત આવનારા વિદ્યાર્થીઓ હવે ભારતમાં જ પોતાની એક વર્ષની ઇન્ટર્નશિપ પૂરી કરી શકે છે. 

    આ માટે કોરોના મહામારી કે યુદ્ધના સમયે વસ્તુઓ કાબૂમાં ન હોવાનો હવાલો આપવામાં આવ્યો છે. 

    એનએમસીએ પોતાની સત્તાવાર વેબસાઈટ પર પણ આ સર્ક્યુલર જાહેર કર્યું છે. 

    વધુ જાણકારી માટે વિદ્યાર્થીઓ nmc.org.in પર જઈને વાંચી શકે છે.

    રેલવે વિભાગમાં જોરદાર ટેન્શન, એક ટ્રેનમાં મંત્રી અને બીજામાં અધ્યક્ષ. બંને ટ્રેન એકબીજા સાથે ટકરાશે… જાણો શું છે મામલો ?

  • રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો ભારતીય અર્થતંત્રને ફરી મરણતોલ ફટકો પડશે? CAITએ કર્યો આ દાવો; જાણો વિગત.

    રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો ભારતીય અર્થતંત્રને ફરી મરણતોલ ફટકો પડશે? CAITએ કર્યો આ દાવો; જાણો વિગત.

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

    મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,

    શનિવાર,

    કોરોના મહામારી અને લોકડાઉનમાંથી ભારતીય અર્થતંત્રની ગાડી માંડ પાટે ચઢી છે. પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધથી ભારતીય અર્થતંત્ર અને વેપારને ફરી એક વખત ગંભીર અસર થવાની ધારણા દેશના ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલા વેપારી, ઈન્ડ્રાસ્ટ્રીયાલીસ્ટોએ વ્યકત કરી છે.

    આ યુદ્ધને કારણે ખાદ્યતેલોના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, ઉપરાંત ક્રૂડ ઓઇલમાં અપેક્ષિત વધારાથી મોંઘવારી વધશે, જ્યારે સોનાના ભાવમાં અપેક્ષિત વધારાથી કોમોડિટીના ભાવમાં પણ વધારો થશે. બીજી તરફ, આ વર્તમાન પરિસ્થિતિના સંજોગોમાં, રૂપિયો નબળો પડવાની ધારણા છે જે ચોક્કસપણે ભારતના વેપાર સંતુલનને અસર કરશે એવો દાવો કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) અને ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના મેટ્રોપોલિટન શંકર ઠક્કરે કર્યો છે. 

    રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે ઊભી થયેલી વર્તમાન પરિસ્થિતિનું વિશ્લેષણ કરતાં CAITના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે વર્તમાન વર્ષમાં ભારતની કુલ તેલની આયાતમાં 25.8 ટકાનો વધારો થયો છે, જેના કારણે તેલની કિંમતો સતત વધી રહી છે. વધારો જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં ક્રૂડ ઓઈલ અને સંલગ્ન ઉત્પાદનોનો હિસ્સો 9% છે. ક્રૂડ ઓઇલમાં વધારો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ ફુગાવા તરફ દોરી જશે, જેના કારણે એકંદરે તમામ ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાની ધારણા છે. માલસામાનના ઉત્પાદન અને પરિવહન ખર્ચ વધુ મોંઘા થશે. ક્રૂડ ઓઈલનો ઉપયોગ પ્લાસ્ટિક, ફાર્માસ્યુટિકલ્સ, મશીનરી, પેઇન્ટ અને અન્ય ઘણી વસ્તુઓ વગેરેના ઉત્પાદનમાં થાય છે જેનાથી ભાવમાં વધારો થશે.
    CAITના પદાધિકારીઓના કહેવા મુજબ ક્રૂડ ઓઈલ ઉપરાંત ભારત યુક્રેનમાંથી ફાર્માસ્યુટિકલ કાચો માલ, સૂર્યમુખી, ઓર્ગેનિક કેમિકલ્સ, પ્લાસ્ટિક, આયર્ન અને સ્ટીલ વગેરેની આયાત કરે છે જ્યારે ભારત ફળો, ચા, કોફી, ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો, મસાલા, તેલીબિયાં, મશીનરી અને મશીનરી એક્સેસરીઝ વગેરેની નિકાસ કરે છે. બીજી તરફ, ભારત સાથેના વેપારમાં 25મો સૌથી મોટો ભાગીદાર છે, જે રશિયાને $2.5 બિલિયનની નિકાસ કરે છે અને રશિયાથી $6.9 બિલિયનની આયાત કરે છે.

    રશિયા અને યુક્રેન વચ્ચેના યુ્દ્ધમાં તેલમાં ભાવમાં ભડકો ; જાણો વિગત

    CAITના પદાધિકારીઓના કહેવા મુજબ ભારતીય વેપારીઓ સામાન્ય રીતે યુક્રેનિયન સપ્લાયરોને એડવાન્સ પેમેન્ટ કરે છે, જે હવે અનિશ્ચિત સમય માટે અટકી જવાની ધારણા છે.  ડોલરના ભાવમાં અપેક્ષિત વધારો અન્ય દેશો સાથેના વેપારને પ્રતિકૂળ અસર કરશે, કારણ કે ભારતીય વેપારીઓને શિપમેન્ટ સમયે પ્રવર્તમાન કિંમત ચૂકવવાની ફરજ પડશે. સોનાના ભાવમાં વધારો સ્થાનિક બજારને વધુ અસર કરશે. ભારતનો એકંદર વેપાર ભવિષ્યમાં અસ્થિર રહેવાની ધારણા છે.