• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - covid patients - Page 2
Tag:

covid patients

Centre revises ICU charges, room rent, OPD fees at CGHS hospitals
મુંબઈ

મુંબઈની પરિસ્થિતિ ચિંતાજનક -ચાર મહિના બાદ ફરી કોવિડના કેસમાં જબરદસ્ત ઉછાળો- હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીની સંખ્યા પણ વધી

by Dr. Mayur Parikh June 13, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મુંબઈમાં ફરી એક વખત કોરોનાને(Covid19) કારણે પરિસ્થિતિ ચિંતાજનક બની છે. કોરોનાના કેસમાં(Corona case) સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. એ સાથે જ હોસ્પિટલમાં દર્દીનું દાખલ થવાનું પ્રમાણ પણ વધી ગયું છે. રવિવારે લગભગ 100 દર્દીઓને મુંબઈની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા ચાર મહિનામાં આ સૌથી વધુ આંકડો છે. 

મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી વધી રહેલો કોરોનાનો ગ્રાફ રવિવારે પણ સતત ઊંચો રહ્યો હતો. પાલિકાના(BMC) જણાવ્યા અનુસાર રવિવારે મુંબઈમાં 1,803 નવા દર્દીઓ નોંધાયા હતા, જ્યારે 40 વર્ષથી ઓછી ઉંમરના બે દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ થયા હતા. શહેરનો પોઝિટિવિટી રેટ(Positivity rate) હાલમાં 11 ટકા છે. દર્દીઓની સંખ્યામાં વધારો થવાને કારણે, મુંબઈમાં દર્દી બમણા થવાનો દર વધીને 513 દિવસ થઈ ગયો છે. મુંબઈમાં હાલ સાજા થયેલા દર્દીઓનો દર 97% છે. 5મીથી 11મી જૂન સુધી, કોરોનાનો વૃદ્ધિ દર  0.133 ટકા રહ્યો છે. ગંભીર અને લાંબી માંદગી ધરાવતા દર્દીઓની સંખ્યા 11,085 છે. તો હળવા લક્ષણોવાળા દર્દીઓની સંખ્યા  30 છે. ICU બેડ, તેમજ વેન્ટિલેટરની ક્ષમતા 1524 છે. તો ઓક્સિજન સાથેના બેડ 4748 છે. 

આ સમાચાર પણ વાંચો :  મુંબઈમાં સ્થિર થયો કોરોના-આજે પણ એક હજારથી વધુ કેસ આવ્યા સામે-મૃત્યુ આંક પણ વધ્યો- જાણો આજના તાજા આંકડા 

રવિવારે કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધીને 111 થઈ ગઈ છે. હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે અને 12 દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી હતી.  અત્યાર સુધીમાં 425 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બેડ ઓક્યુપેન્સી રેટ(Bed occupancy rate)  2% થી વધુ છે.  પાલિકાના જણાવ્યા અનુસાર છ દર્દીઓ વેન્ટીલેટર પર છે. તો રવિવારે બે દર્દીઓના મોત થયા હતા. આ દર્દીઓને પહેલાથી ગંભીર બીમારી હતી. 

મહારાષ્ટ્રના(Maharashtra) આરોગ્ય વિભાગે(Department of Health) આપેલા  આંકડા મુજબ રવિવારે 2946 નવા દર્દીઓનું નિદાન થયું છે. રાજ્યમાં રવિવારે બે કોરોના દર્દીઓના મોત થયા હતા, જેનાથી મૃત્યુઆંક 1.86 ટકા થયો હતો. રાજ્યમાં દિવસ દરમિયાન કુલ 1,432 દર્દીઓ સાજા થયા છે અને અત્યાર સુધીમાં કુલ 77,46,337 દર્દીઓ સાજા થયા છે. દર્દી સાજા થવાનો દર 97.92 ટકા છે. રાજ્યમાં કુલ 16,370  સક્રિય દર્દીઓ છે.
 

June 13, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈમાં સ્થિર થયો કોરોના-આજે પણ એક હજારથી વધુ કેસ આવ્યા સામે-મૃત્યુ આંક પણ વધ્યો- જાણો આજના તાજા આંકડા 

by Dr. Mayur Parikh June 13, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

એક અઠવાડિયામાં કોરોનાના કેસ(Corona case) વધ્યા બાદ મુંબઈમાં કોરોના સ્થિર થયો છે. 

શહેરમાં છેલ્લા 24 કલાકમાં 1,803 કેસ નોંધાયા છે અને બે દર્દીએ(Corona  Patients) જીવ ગુમાવ્યો છે. 

આ સાથે શહેરનો પોઝીટીવીટી રેટ(Positivity rate) વધીને 11% થયો છે.

ગઈ કાલે વધુ નવા કેસ(New case) નોંધાવાની સામે 959 દર્દી ઠીક થયા છે 

હાલ એક્ટિવ કેસની(active case) સંખ્યા વધીને 10,889 થઈ છે.

આ સમાચાર પણ વાંચો : કોરોનાના કેસ વધતા મુંબઈગરાઓએ બુસ્ટર ડોઝ લેવા મૂકી દોટ- માત્ર એક જ દિવસમાં આટલા હજાર લોકોએ લીધો બુસ્ટર ડોઝ

June 13, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

એલર્ટ- મુંબઈમાં ફરી કોરોનાના દર્દીઓની સંખ્યા અને પોઝિટિવિટી રેટમાં થયો વધારો- જાણો આજની કોરોના પરિસ્થિતિ

by Dr. Mayur Parikh June 2, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આજે ફરી એક વાર કોરોનાના કેસોમાં(Corona cases) વધારો નોંધાયો છે. 

અહીં છેલ્લા 24 કલાકમાં 739 નવા કેસો(New cases) નોંધાયા છે. જે કાલે આવેલા કેસો કરતા વધારે છે. 

સાથે જ મુંબઈમાં કોવિડ પોઝિટિવિટી રેટ(Covid positivity rate) વધીને 8.4 ટકા પહોંચી ગયો છે. જે મંગળવારે 6 ટકા હતો. 

જોકે રાહતની વાત છે કે આ દરમિયાન એક પણ દર્દીનું(covid patients) મોત થયું નથી

હાલ શહેરમાં કોરોનાના સક્રિય 2970 કેસ છે.

આ સમાચાર પણ વાંચો : લો બોલો- કુર્લામાં પોલીસના જ ઘરના તાળા તૂટ્યાં. પિસ્તોલ સહિત લાખોની મત્તાની લૂંટ- જાણો વિગતે

June 2, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
India reports 699 new Covid-19 cases, 2 deaths
દેશ

દેશમાં આ લોકો લઈ રહ્યાં છે ત્રીજો ડોઝ. સામાન્ય નાગરીકોમાં રસી પ્રત્યે ઉદાસીનતા. જાણો કેટલા લોકોએ ત્રીદો ડોઝ લીધો. 

by Dr. Mayur Parikh April 26, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai  

દેશમાં લોકોને કોરોના વાયરસની(Corona virus) વેક્સીન નો (Vaccine)ત્રીજો ડોઝ(Third dose) આપવાનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે.  પરંતુ આરોગ્ય મંત્રાલય(Health Ministry) તરફથી જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે તે અનુસાર અત્યાર સુધી માત્ર ૩.૮ લાખ લોકોએ જ ત્રીજો ડોઝ લગાવ્યો છે. આમાંથી પણ ૫૧ ટકા લોકોએ છેલ્લા ચાર દિવસમાં ત્રીજો ડોઝ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે ભારતમાં ૧૦ એપ્રિલથી કોરોનાનો ત્રીજો ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જે આંકડા સામે આવ્યા છે તે મુજબ અત્યાર સુધી કોરોના વાયરસ વેક્સીનનો ત્રીજો ડોઝ માત્ર ૩૮૭૭૧૯ લોકોને લગાવવામાં આવ્યો છે જેમાંથી ૨૦ એપ્રિલથી ૨૪ એપ્રિલ દરમિયાન ૧.૯૮ લાખ લોકોને ત્રીજો ડોઝ આપવામાં આવ્યો છે. જે રીતે કોરોનાના નવા કેસ વધી રહ્યા છે તેને જોતા દિલ્હી, યુપી, હરિયાણાએ(Haryana) એક વાર ફરીથી માસ્ક(Covid mask) પહેરવુ અનિવાર્ય કરી દીધુ છે.

આ સમાચાર પણ વાંચો : ભારતમાં ફરી કોરોનાના કેસ વધતા કેન્દ્ર સરકાર એકશનમાં ૨૭ એપ્રિલે વડાપ્રધાન મોદી મોટો નિર્ણય લઈ શકે છે

 આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ લગભગ ૫૦ ટકા વેક્સીનનો ડોઝ મેટ્રો શહેરના લોકોને લાગ્યો છે. આરોગ્ય મંત્રાલયના અધિકારીનુ કહેવુ છે કે ત્રીજો ડોઝ મુખ્ય રીતે એ જ લોકો લગાવી રહ્યા છે જે વિદેશ જઈ રહ્યા છે અથવા કોઈ બિમારી નો સામનો કરી રહ્યા છે. છેલ્લા ૧૪ દિવસોમાં કોરોના વાયરસની ૫૪ ટકા વેક્સીન દિલ્હી(Delhi), મહારાષ્ટ્ર(maharashtra), પશ્ચિમ બંગાળ(West bengal), કર્ણાટકમાં(karnataka) લાગી છે. રાજસ્થાનમાં(rajasthan) માત્ર ૫૫૦૦ લોકોને ત્રીજો ડોઝ લાગ્યો છે. મધ્ય પ્રદેશમાં ૫૨૯૦ લોકોને, છત્તીસગઢમાં માત્ર ૫૩૨ લોકોને વેક્સીનનો ત્રીજો ડોઝ લાગ્યો છે. ગીચ વસ્તીવાળા રાજ્ય બિહારની(Bihar) વાત કરીએ તો અહીં માત્ર ૨૨૧૪૧ લોકોને વેક્સીનનો ત્રીજો ડોઝ લાગ્યો છે. વળી, ગુડગાંવમાં ૧૯૯૧૮ લોકોને ત્રીજો ડોઝ લાગ્યો છે. ૬૦ વર્ષની ઉપરના લોકો માટે ત્રીજો ડોઝ મફત છે અને એની શરુઆત ૧૦ જાન્યુઆરીથી થઈ છે. ૧.૦૪ કરોડ આરોગ્યકર્મીઓમાંથી(health workers) માત્ર ૪૫ ટકાએ વેક્સીનનો ત્રીજો ડોઝ લીધો છે જ્યારે ૧.૮૪ કરોડ ફ્રંટલાઈન વર્કર્સમાંથી(Frontline workers) ૩૮ ટકાએ જ વેક્સીનનો ત્રીજો ડોઝ લીધો છે.

April 26, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈગરાઓ સાચવજો, શહેરમાં ફરી ગતિ પકડી રહ્યો છે કોરોના, સતત બીજા દિવસે 90થી વધુ કેસ; જાણો આજની કોરોના પરિસ્થિતિ…

by Dr. Mayur Parikh April 22, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં(Mumbai) ફરી એકવાર કોરોનાના દર્દીઓની(Covid patients) સંખ્યામાં ધીમે ધીમે વધારો થતો જોવા મળી રહ્યો છે.

મુંબઈમાં આજે કોરોનાના(Corona) નવા 91 કેસ નોંધાયા હતા અને એક પણ દર્દીનું(COvid deaths) મોત નથી. 

શહેરમાં 56 દર્દીઓ સાજા થતાં તેઓને હોસ્પિટલથી(Hospital) ઘરે જવાની રજા અપાઈ છે. 

શહેરમાં હાલ કોરોનાના એક્ટિવ 450 દર્દી(Active cases) છે.

આ સમાચાર પણ વાંચો : અરેરેરે.. .બાણગંગા તળાવમાં લાખો માછલીઓ મળી આવી મૃતઅવસ્થામાં… જાણો વિગતે

April 22, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

માસ્ક પહેરવાને લઈને મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાને આપી દીધી આ ચેતવણી. જાણો વિગતે

by Dr. Mayur Parikh April 20, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

દેશ(India Covid case)માં છેલ્લા બે દિવસથી કોરોનાના દર્દી (Covid patient)ની સંખ્યામાં ફરી વધારો થયો છે. તેથી કેન્દ્ર સરકારે(Central Govt) તેને ગંભીરતાથી લઈને રાજ્ય સરકાર(State govt)ને ફરી એલર્ટ કરી દીધા છે. આ દરમિયાન મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે(Health minister Rajesh Tope)એ વરિષ્ઠ નાગરિકો અને કો-મોર્બોલિટી એટલે કે ગંભીર બીમારી ધરાવતા લોકોને માસ્ક (mask)પહેરવા માટેની અપીલ કરી છે.

કોરોના નિયંત્રણમાં આવતા મહારાષ્ટ્ર સરકારે(Maharashtra govt) ગુડી પડવા(Gudi Padwa)ને દિવસે કોરોનાના લગતા તમામ પ્રતિબંધ (Covid Restriction)હટાવી દીધા હતા. સાથે જ માસ્ક પહેરવો પણ મરજિયાત કરી દીધો હતો. જોકે હવે દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા વધી રહી છે. ત્યારે મહારાષ્ટ્રમાં માસ્ક પહેરવું ફરી ફરજિયાત કરવામાં આવશે. એવી ચર્ચાએ જોર પકડ્યું છે.

આ બાબતે રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં છે. તેથી હાલ માસ્ક ફરજિયાત કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ જયેષ્ઠ નાગરિક અને ગંભીર બીમારી ધરાવતા લોકોએ માસ્ક પહેરવું યોગ્ય રહેશે.
રાજેશ ટોપેએ એમ પણ કહ્યું હતું કે રાજ્યમાં વેક્સિનેશન(Vaccination)ને સારો રિસ્પોન્સ મળ્યો છે. બૂસ્ટર ડોઝ(Booster dose)નું પ્રમાણ વધારવાના પ્રયાસ ચાલી રહ્યા છે. દિલ્હી(Delhi)માં કેસ વધી રહ્યા છે. ત્યારે રાજ્યની ટાસ્ક ફોર્સ અને કેન્દ્ર સરકાર(Central Govt) સાથે ચર્ચા કર્યા બાદ યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : નાનકડા વિરામ બાદ ફરી માસ્કની વાપસી, યુપી બાદ હવે અહીં પણ માસ્ક પહેરવું ફરજિયાત. નિયમનું ઉલ્લંઘન કરનારને થશે આટલા રૂપિયાનો દંડ

મંગળવારે રાજ્યમાં કોરોનાના માત્ર 135 દર્દી નોંધાયા હતા, જેમાંથી 85 દર્દી મુંબઈના(mumbai) હતા. એક સમય હતો જ્યારે મહારાષ્ટ્રમા(maharashtra) રોજના 60,000ની ઉપર કેસ નોંધાતા હતા અને પૂરા દેશમાં સૌથી વધુ કેસ નોંધાતા હતા

April 20, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

સાવચેત રહેજો, કોરોના હજુ ગયો નથી.. છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયેલા આંકડાએ વધાર્યું સરકારનું ટેન્શન.. જાણો શું છે કોરોનાની સ્થિતિ

by Dr. Mayur Parikh April 20, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દેશમાં જીવલેણ કોરોના વાયરસ(Covid19 Outbreak) મહામારીના નવા મામલામાં ફરી એકવાર વધારો થઈ રહ્યો છે.  

દેશમાં છેલ્લા 24 કલાકમાં 2067 નવા કેસ(Covid cases) નોંધાયા છે અને 40 સંક્રમિત દર્દીઓના મોત(Covid death) થયા છે. 

આ અગાઉ સોમવારે 1247 કેસ નોંધાયા હતા. એટલે કે, 24 કલાકમાં દેશમાં લગભગ 65 ટકા કેસોનો વધારો થયો છે. 

જો કે, આ દરમિયાન 1547 લોકો સાજા પણ થયા છે. હાલ એક્ટિવ કેસ(Active case) વધીને 12, 340 થઈ ગયા છે. 

ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યાર સુધીમાં 4,25,13,248 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે અને 5,22,006 કોરોના દર્દીના(Covid patients) મોત થયા છે.

આ સમાચાર પણ વાંચો : દેશમાં ફરી એકવાર વધતા જતા કોરોના કેસ વચ્ચે મોદી સરકારે લીધો મોટો નિર્ણય, વીમા યોજનાની મુદત આટલા દિવસ સુધી લંબાવી

April 20, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

દેશમાં ફરી એકવાર વધતા જતા કોરોના કેસ વચ્ચે મોદી સરકારે લીધો મોટો નિર્ણય, વીમા યોજનાની મુદત આટલા દિવસ સુધી લંબાવી

by Dr. Mayur Parikh April 19, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દેશભરમાં ફરી એકવાર કોરોનાના(Covid cases) કેસમાં વધારો થયો છે. ઘણા રાજ્યોમાં ફરી એકવાર પ્રતિબંધો(Restriction) લાગી રહ્યા છે. 

આ બધાની વચ્ચે કેન્દ્ર સરકારે(Central Govt) આરોગ્ય કર્મચારીઓ(Health Workers) માટે શરૂ કરાયેલી વીમા યોજનાની(Insurance plan) અવધિ વધારવાની જાહેરાત કરી છે.

કેન્દ્ર સરકારે આરોગ્ય કર્મચારીઓ માટે શરૂ કરાયેલી વીમા યોજનાને 19 એપ્રિલથી 180 દિવસ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. 

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે(Ministry of Health and Family Welfare) આ અંગે માહિતી આપી છે. 

ઉલ્લેખનીય છે કે દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે, જેને ધ્યાનમાં રાખીને દર્દીઓની(patients) સંભાળમાં લાગેલા સ્વાસ્થ્ય કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  પીએમ મોદીએ જામનગરના રાજવી જામ શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી, તસ્વીર શેર કરી ભાવવિભોર ટ્વીટ કરી… જુઓ તસવીર, જાણો વિગતે 

April 19, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈમાં કોરોના ઈન ‘કન્ટ્રોલ’, મહાનગરપાલિકાએ શહેરમાં આ ત્રણ જમ્બો કોવિડ સેન્ટર કાયમ માટે બંધ કર્યા.. જાણો વિગતે

by Dr. Mayur Parikh April 19, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં(Mumbai) દર્દીઓની(Patients) ઘટતી સંખ્યાને ધ્યાનમાં રાખતા મુંબઈ પાલિકા પ્રશાસને મોટો નિર્ણય લીધો છે.

દહિસર(Dahisar) ચેકનાકા, ગોરેગાંવ નેસ્કો(Goregaon Nesco) અને કાંજુરમાર્ગ(Kanjumarg) ખાતેના ત્રણ જમ્બો કોવિડ સેન્ટરને(jumbo covid center) સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સિવાય ચાર કેન્દ્રો BKC, મલાડ, મુલુંડ અને વરલી NSCI સેન્ટરો પણ બંધ રહેશે. 

જોકે આ ચાર કેન્દ્રને સક્રિય સ્થિતિમાં રાખવામાં આવશે જેથી કરીને જો દર્દીઓની સંખ્યામાં વધારો થાય તો તેને જરૂરિયાત મુજબ ફરીથી ખોલી શકાય. 

હાલમાં કોવિડના દર્દીઓ બે મોટી હોસ્પિટલ(Hospital), સેવન હિલ્સ(Seven Hills) અને કસ્તુરબામાં(Kasturba) સારવાર લઈ રહ્યા છે, જ્યાં બેડસ આરક્ષિત છે.

આ સમાચાર પણ વાંચો :  તો ફાઈનલ, કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના બંગલા પર પડશે પાલિકાનો હથોડો? જાણો વિગતે

April 19, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો, કોવીડ-19ના કેસ ઘટવા પાછળ આ છે કારણ..

by Dr. Mayur Parikh February 24, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 24 ફેબ્રુઆરી 2022,

ગુરુવાર,

મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના દર્દીઓના આંકડામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 

શહેરમાં ત્રીજી લહેર ઓસરતાંની સાથે, BMCએ રેલવે સ્ટેશનો અને બીચ જેવા અન્ય જાહેર સ્થળો પર માસ ટેસ્ટિંગ બંધ કરી દીધું છે.

જાન્યુઆરીની શરૂઆતમાં દૈનિક 70,000 કોવિડ ટેસ્ટ થતા હતા, જે હવે છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડીને 20,000 સુધી કરવામાં આવ્યા છે.  

પરીક્ષણમાં ઘટાડો થવાનું બીજું કારણ છે કે ગયા મહિને કેન્દ્ર સરકાર માત્ર લક્ષણોવાળા લોકોનું પરીક્ષણ કરવાની સલાહ આપી હતી.  

ઉલેખનીય છે કે માર્ચ 2020 માં રોગચાળો શરૂ થયો ત્યારથી, અત્યાર સુધીમાં 1.6 કરોડથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

મુંબઈમાં પ્રોપર્ટી લેવું મોંધુ બનશે. સરકાર મેટ્રો ઉપકર લગાવવાની ફીરાકમાં, સ્ટેમ્પ ડ્યુટી પણ વધવાની શક્યતા; જાણો વિગતે

February 24, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક