• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - covid vaccine
Tag:

covid vaccine

Donald Trump 'ઝેર' મીઠું લાગ્યું! કોવિડ વેક્સિન વિરુદ્ધ બોલનારા ટ્રમ્પે લીધો ડોઝ
આંતરરાષ્ટ્રીય

Donald Trump: ‘ઝેર’ મીઠું લાગ્યું! કોવિડ વેક્સિન વિરુદ્ધ બોલનારા ટ્રમ્પે લીધો ડોઝ, સોશિયલ મીડિયા પર મચી ગયો હંગામો

by aryan sawant October 11, 2025
written by aryan sawant

News Continuous Bureau | Mumbai
Donald Trump અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૉલ્ટર રીડ નેશનલ મિલિટરી મેડિકલ સેન્ટરમાં પોતાનું રૂટિન હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું. આ દરમિયાન તેમણે કોવિડ-19 વેક્સિનનો (COVID-19 Vaccine) નવો બૂસ્ટર ડોઝ પણ લીધો, જેના કારણે સોશિયલ મીડિયા પર ભારે હંગામો મચી ગયો છે. ટ્રમ્પે ભૂતકાળમાં ઘણી વખત કોવિડ રસી સામે શંકા વ્યક્ત કરી હતી અને તેમના કેટલાક સમર્થકો તેને ‘ઝેર’ કે ‘ષડયંત્ર’ કહેતા હતા.

હેલ્થ ચેકઅપ અને ડૉક્ટરનો રિપોર્ટ

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું કે ટ્રમ્પની આ વિઝિટ નિયમિત આરોગ્ય મૂલ્યાંકનનો ભાગ હતી. જેમાં એડવાન્સ ઇમેજિંગ, લેબ ટેસ્ટ અને ઘણા સ્પેશિયાલિસ્ટ ડોકટરો દ્વારા કરવામાં આવેલી તપાસનો સમાવેશ થાય છે. તેમના અંગત ચિકિત્સકના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પનું એકંદરે સ્વાસ્થ્ય ઉત્તમ છે, અને તેમની “કાર્ડિયાક એજ” (હૃદયની ઉંમર) તેમની વાસ્તવિક ઉંમર કરતાં લગભગ 14 વર્ષ ઓછી મળી આવી છે.

કોવિડ બૂસ્ટર અને ફ્લૂ શૉટ

ડોકટરોના જણાવ્યા અનુસાર, આ વિઝિટ દરમિયાન ટ્રમ્પે કેટલાક પ્રિવેન્ટિવ હેલ્થ સ્ક્રીનિંગ અને રસીકરણ પણ કરાવ્યા હતા, જેમાં કોવિડ વેક્સિનનો અપડેટેડ બૂસ્ટર અને વાર્ષિક ફ્લૂ શૉટનો સમાવેશ થાય છે. આ રસીકરણના સમાચાર સામે આવતા જ સોશિયલ મીડિયા પર લોકોએ સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે કે જે વેક્સિનને ટ્રમ્પ અને તેમના સમર્થકો પહેલાં ‘ઝેર’ કહેતા હતા, તે હવે કેમ લીધી?

આ સમાચાર પણ વાંચો : Nobel Peace Prize: શું ડોનાલ્ડ ટ્રમ્પને આખરે નોબેલ શાંતિ પુરસ્કાર મળી ગયો? વિજેતા માચોડોના નિવેદનથી ખળભળાટ

સોશિયલ મીડિયા પર સવાલો

સોશિયલ મીડિયા યુઝર્સ સવાલ કરી રહ્યા છે કે શું ટ્રમ્પ હવે હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસિસ સેક્રેટરી રોબર્ટ એફ. કેનેડી જુનિયર (RFK Jr.) ના રસીના વલણથી અલગ રસ્તો અપનાવી રહ્યા છે? તાજેતરમાં, સીડીસીએ 65 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોવિડ રસીની ભલામણોમાં છૂટછાટ આપી હતી. ઘણા યુઝર્સનું કહેવું છે કે જો ટ્રમ્પે અગાઉ કરોડો અમેરિકનોને રસીથી ડરાવ્યા હતા, તો શું હવે તેમને આ વેક્સિન ‘ઝેર’ નથી લાગતી? હાલમાં ઉત્તમ સ્વાસ્થ્યમાં રહેલા ટ્રમ્પ ટૂંક સમયમાં મધ્ય પૂર્વ શાંતિ વાટાઘાટો માટે મિસ્રની યાત્રા પર જઈ શકે છે.

October 11, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Covid Vaccine Heart Attack Sudden deaths in 18–45 age group spark fear Health Ministry clears COVID vaccine link
Main PostTop Postદેશ

Covid Vaccine Heart Attack :શું કોરોનાની રસી ને કારણે આવી રહ્યા છે હાર્ટ એટેક? આરોગ્ય મંત્રાલએ કરી સ્પષ્ટતા; જાણો શું કહ્યું

by kalpana Verat July 2, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Covid Vaccine Heart Attack :તાજેતરના સમયમાં, હૃદયરોગના હુમલાથી અચાનક મૃત્યુના કિસ્સાઓમાં વધારો થયો છે. આ પછી, પ્રશ્નો ઉભા થવા લાગ્યા કે શું તેનો કોવિડ રસી સાથે કોઈ સંબંધ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ મુદ્દે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા જારી કરી છે. મંત્રાલયે કહ્યું છે કે કોવિડ-19 રસી લેવા અને યુવાનોમાં અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) એ અલગ અલગ સંશોધનના આધારે આ માહિતી આપી છે.

Covid Vaccine Heart Attack : કોવિડ રસીથી હૃદયરોગનો કોઈ જોખમ નથી 

આરોગ્ય મંત્રાલયે એમ પણ કહ્યું કે કોવિડ રસીકરણ અચાનક મૃત્યુનું જોખમ વધારતું નથી. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા દ્વારા કોવિડ રસી અંગે પ્રશ્નો ઉઠાવ્યા બાદ આ માહિતી આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશમાં વિવિધ એજન્સીઓ દ્વારા અચાનક મૃત્યુના કેસોની તપાસ કરવામાં આવી છે. આ અભ્યાસોએ સાબિત કર્યું છે કે કોવિડ-19 રસીકરણ અને દેશમાં અચાનક મૃત્યુના અહેવાલો વચ્ચે કોઈ સીધો સંબંધ નથી.

Covid Vaccine Heart Attack :કોવિડ-19 રસીઓ સલામત અને અસરકારક છે – ICMR

મંત્રાલયે એમ પણ કહ્યું કે અચાનક હાર્ટ એટેકથી થતા મૃત્યુ અનેક કારણોસર થઈ શકે છે. આમાં આનુવંશિકતા, જીવનશૈલી, પહેલાથી અસ્તિત્વમાં રહેલી સ્વાસ્થ્ય સ્થિતિઓ અને કોવિડ પછીની ગૂંચવણોનો સમાવેશ થાય છે. ICMR અને NCDC દ્વારા કરવામાં આવેલા અભ્યાસો દર્શાવે છે કે ભારતમાં કોવિડ-19 રસીઓ સલામત અને અસરકારક છે. આનાથી ગંભીર આડઅસરોના કિસ્સાઓ ખૂબ જ દુર્લભ છે.

આ સમાચાર પણ વાંચો  :  Israel Hamas War: ઇરાન બાદ હવે ગાઝામાં પણ યુદ્ધવિરામ! ટ્રમ્પનો દાવો- ઇઝરાયલ આટલા દિવસ માટે યુદ્ધવિરામ માટે સંમત થયું, હમાસને પણ ચેતવણી..

Covid Vaccine Heart Attack :મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના આરોપો પર સરકારે મૌન તોડ્યું

સરકાર તરફથી આ પ્રતિક્રિયા કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના આરોપ બાદ આવી છે કે કોવિડ રસીને ઉતાવળમાં મંજૂરી આપવી અને લોકોને તેનું વિતરણ પણ હૃદયરોગના હુમલાથી થતા મૃત્યુનું કારણ બની શકે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા 40 દિવસમાં હસન જિલ્લામાં ઓછામાં ઓછા 22 લોકો હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા છે. તેમાંથી પાંચની ઉંમર 19 થી 25 વર્ષની વચ્ચે હતી. મોટાભાગના મૃત્યુ કોઈપણ લક્ષણો વિના થયા હતા. ઘણા લોકો ઘરમાં કે જાહેર સ્થળોએ અચાનક પડી ગયા.

Covid Vaccine Heart Attack :સિદ્ધારમૈયાએ નિવેદનમાં શું કહ્યું?

એક નિવેદનમાં, સિદ્ધારમૈયાએ કહ્યું કે છેલ્લા એક મહિનામાં, ફક્ત હસન જિલ્લામાં જ વીસથી વધુ લોકો હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા છે. સરકાર આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે. આ મૃત્યુ પાછળના કારણો શોધવા અને ઉકેલો શોધવા માટે, ડૉ. રવિન્દ્રનાથના નેતૃત્વ હેઠળ નિષ્ણાતોની એક સમિતિની રચના કરવામાં આવી છે. તેમને 10 દિવસની અંદર રિપોર્ટ સુપરત કરવા માટે કહેવામાં આવ્યું છે.

Covid Vaccine Heart Attack :આરોગ્ય મંત્રાલયે સમગ્ર મામલે સ્પષ્ટતા આપી

આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે કોવિડ-19 રસીઓ સલામત છે અને અચાનક મૃત્યુનું કારણ નથી. ICMR અને NCDC દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસોમાંથી આ વાત પ્રકાશમાં આવી છે. ભલે કેટલાક લોકોને હાર્ટ એટેક આવ્યો હોય, પણ તેની પાછળ અન્ય કારણો પણ હોઈ શકે છે જેમ કે જીવનશૈલી અને પહેલાથી જ રહેલા રોગો. સરકાર આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે અને તેની તપાસ કરી રહી છે.

July 2, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
International Day of Families 2025 15 May - International Day of Families, Family The Pillar of National Prosperity and Global Unity...
દેશ

International Day of Families 2025 : ૧૫ મે – વિશ્વ કુટુંબ દિવસ, કુટુંબ: રાષ્ટ્રીય ઉત્કર્ષ અને વૈશ્વિક એકતાનો આધારસ્તંભ…

by kalpana Verat May 15, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

International Day of Families 2025 :

  • વેક્સિન મૈત્રીથી લઈને જી-20 સમીટના આયોજનમાં વસુઘૈવ કુટુંબકમની ભારતીય સંસ્કૃતિનો પડઘો
  • દરેક નાગરિકના કુટુંબના કલ્યાણ અને ઉત્કર્ષ માટે ભારત અને ગુજરાત સરકારની પરિવાર કલ્યાણ યોજનાઓ
  • વિશ્વ પરિવાર દિવસની પૂર્વસંધ્યાએ રાજ્ય સરકારની કર્મયોગી પરિવારોને આરોગ્ય સુરક્ષાની અમૂલ્ય ભેટ: ‘ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના’

ખાસ લેખ

– ઉમંગ બારોટ પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદ

માનવ સભ્યતાના ઉષાકાળથી કુટુંબ એક એવી અવિચળ સંસ્થા રહી છે, જેણે વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના ઘડતરમાં કેન્દ્રીય ભૂમિકા નિભાવી છે. તે માત્ર જૈવિક સંબંધોનું માળખું નથી, પરંતુ સંસ્કૃતિ, મૂલ્યો, જ્ઞાન અને ભાવનાત્મક સુરક્ષાનું પ્રથમ પારણું છે. સંસ્કાર, મૂલ્યો અને પરંપરાઓનું સિંચન કુટુંબમાં જ થાય છે, જે એક મજબૂત ચારિત્ર્ય અને તે દ્વારા એક સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં પાયાનો પથ્થર સાબિત થાય છે.

આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસના વૈશ્વિક મહત્ત્વ અને તેના ઉદ્દેશ્યોથી માંડીને, ભારતીય શાસ્ત્રોમાં કુટુંબની ગહન દાર્શનિક વિભાવના, ‘વસુધૈવ કુટુંબકમ્’ના સિદ્ધાંતની ભારતની વૈશ્વિક નીતિમાં વ્યાપકતા, અને ભારત અને ગુજરાત સરકારની પરિવાર કલ્યાણ યોજનાઓના દૂરગામી પ્રભાવ પણ સર્વવિદિત છે.

દર વર્ષે ૧૫ મેના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ (International Day of Families) ઊજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૧૯૯૩માં આ દિવસની ઘોષણા કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ પરિવારોને લગતા મુદ્દાઓ પર વૈશ્વિક જાગૃતિ લાવવાનો અને તેમને અસર કરતી સામાજિક, આર્થિક અને વસ્તી વિષયક બાબતો અંગેના જ્ઞાનને ફેલાવવાનો છે.

કુટુંબ એ સફળ અને સશક્ત રાષ્ટ્રના નિર્માણનો અચલ પાયો છે. કોઈપણ રાષ્ટ્રની પ્રગતિ અને શક્તિ તેના નાગરિકોના ચારિત્ર્ય, શિક્ષણ અને સ્વાસ્થ્ય પર નિર્ભર કરે છે, અને આ ત્રણેય પાસાંઓનું ઘડતર મુખ્યત્વે કુટુંબમાં થાય છે. કુટુંબ એ રાષ્ટ્રની કરોડરજ્જુ છે.

રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓના કેન્દ્રમાં દેશના દરેક નાગરિકના પરિવારનું કલ્યાણ ઉત્કર્ષ અને સર્વાંગીણ વિકાસ જ રહેલો છે.

વિશ્વ પરિવાર દિવસની ભાવનાને ચરિતાર્થ કરતાં, રાજ્યના કર્મયોગીઓ અને તેમના પરિજનોને આરોગ્ય સુરક્ષાનું કવચ પૂરું પાડવા માટે કેબિનેટ દ્વારા ‘ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના’ને બહાલી આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત, રાજ્યના અંદાજિત ૪.૨૦ લાખ અધિકારી-કર્મચારીઓ અને ૨.૨૦ લાખ પેન્શનર્સ મળી કુલ ૬.૪૦ લાખ કર્મયોગી પરિવારોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY-MA) હેઠળ ‘G’ કેટેગરીના વિશેષ કાર્ડ દ્વારા કુટુંબદીઠ વાર્ષિક રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ ઉપલબ્ધ થશે.

કુટુંબ એ સમાજ અને રાષ્ટ્રનો આધારસ્તંભ છે. તે માત્ર વ્યક્તિગત જીવનનું કેન્દ્ર નથી, પરંતુ તે રાષ્ટ્રીય ચારિત્ર્ય, સામાજિક સૌહાર્દ અને વૈશ્વિક શાંતિનો આધાર છે. ભારતીય શાસ્ત્રોએ જે કુટુંબ ભાવના અને ‘વસુધૈવ કુટુંબકમ્’ના ઉદાત્ત આદર્શને વિશ્વ સમક્ષ મૂક્યો છે, તે આજના જટિલ અને પરસ્પરાવલંબી વિશ્વમાં વધુ પ્રસ્તુત બન્યો છે.

શિકાગો યુનિવર્સિટીના નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી જેમ્સ હેકમેનના સંશોધનો દર્શાવે છે કે પ્રારંભિક બાળપણમાં પારિવારિક વાતાવરણ વ્યક્તિની ભવિષ્યની શૈક્ષણિક સિદ્ધિઓ, વ્યક્તિનું આરોગ્ય અને આર્થિક ઉત્પાદકતા પર ગહન અસર કરે છે. મજબૂત પારિવારિક બંધનો સોશિયલ કેપિટલનું નિર્માણ કરે છે, જે સમુદાયમાં વિશ્વાસ, સહકાર અને નાગરિક ભાગીદારી વધારે છે.

સંશોધનો સૂચવે છે કે જે સમાજમાં કુટુંબ વ્યવસ્થા મજબૂત હોય છે, ત્યાં ગુનાખોરીનો દર ઓછો, શૈક્ષણિક સ્તર ઊંચું અને આરોગ્ય સેવાઓનો બહેતર ઉપયોગ જોવા મળે છે. બાળકોમાં નૈતિક મૂલ્યો, પ્રામાણિકતા, સહાનુભૂતિ અને જવાબદારીની ભાવનાનું સિંચન તેમને ઉત્પાદક અને કાયદાનું પાલન કરનારા નાગરિક બનાવે છે, જે રાષ્ટ્રની આર્થિક પ્રગતિ અને સામાજિક સ્થિરતા માટે અનિવાર્ય છે. સુસંગઠિત અને સુખી પરિવારો સમાજમાં સ્થિરતા અને સુમેળ જાળવવામાં મદદ કરે છે.

15 મે વિશ્વ કુટુંબ દિવસ

કુટુંબ: રાષ્ટ્રીય ઉત્કર્ષ અને વૈશ્વિક એકતાનો આધારસ્તંભ

વેક્સિન મૈત્રીથી લઈને જી-20 સમીટના આયોજનમાં વસુઘૈવ કુટુંબકમની ભારતીય સંસ્કૃતિનો પડઘો#worldfamilyday #g20 pic.twitter.com/gwGdcf1IDw

— AIR News Gujarat (@airnews_abad) May 14, 2025


કુટુંબ ભાષા, પરંપરાઓ, રિવાજો અને ઐતિહાસિક સ્મૃતિઓનું વાહક છે. તે રાષ્ટ્રીય ઓળખ અને સાંસ્કૃતિક સાતત્યને જાળવી રાખવામાં અને પેઢી દર પેઢી હસ્તાંતરિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કુટુંબ તેના સભ્યોને ભાવનાત્મક સુરક્ષા અને હૂંફ પૂરી પાડે છે, જે માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે.

ભારતીય સંસ્કૃતિ અને દર્શન શાસ્ત્રોમાં કુટુંબને અત્યંત પવિત્ર અને મહત્ત્વપૂર્ણ સંસ્થા માનવામાં આવી છે. તેને માત્ર સામાજિક વ્યવસ્થા તરીકે નહીં, પરંતુ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ – આ ચાર પુરુષાર્થોની સિદ્ધિ માટેના એક મહત્વપૂર્ણ સાધન અને ક્ષેત્ર તરીકે જોવામાં આવ્યું છે.

તૈત્તિરીય ઉપનિષદમાં ‘માતૃ દેવો ભવઃ, પિતૃ દેવો ભવઃ, આચાર્ય દેવો ભવઃ, અતિથિ દેવો ભવઃ’ જેવા ઉદ્ઘોષો પારિવારિક અને સામાજિક સંબંધોમાં આદર અને દૈવીભાવના મહત્ત્વને રેખાંકિત કરે છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ જેવા ધર્મશાસ્ત્રોમાં કુટુંબના સભ્યોના પરસ્પર અધિકારો, કર્તવ્યો, વારસાના નિયમો અને સ્ત્રીઓના સ્થાન વિશે વિસ્તૃત ચર્ચા છે. ભારતીય પરંપરામાં પ્રત્યેક વ્યક્તિ પર ત્રણ મુખ્ય ઋણ – દેવઋણ, ઋષિઋણ અને પિતૃઋણ – માનવામાં આવ્યા છે.

મહા ઉપનિષદમાંથી ઉદ્ભવેલો ‘उदारचरितानां तु वसुधैव कुटुम्बकम्’ (ઉદાર ચરિત્રવાળા માટે તો સમગ્ર પૃથ્વી જ એક પરિવાર છે)નો મંત્ર ભારતીય વિદેશ નીતિ અને વૈશ્વિક દ્રષ્ટિકોણનો પાયાનો સિદ્ધાંત રહ્યો છે. પ્રાચીન કાળથી ભારતે સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને જ્ઞાનના પ્રસાર દ્વારા વિશ્વ સાથે સંબંધો કેળવ્યા છે. આઝાદી પછી, પંચશીલના સિદ્ધાંતો, બિન-જોડાણવાદી ચળવળ અને સંયુક્ત રાષ્ટ્રમાં વિકાસશીલ દેશોના હિતોની હિમાયત આ ભાવનાને પ્રતિબિંબિત કરે છે.

આ સમાચાર પણ વાંચો :  PM Modi Meets Aamir Khan: નરેન્દ્ર મોદી ને મળ્યો આમિર ખાન, બોલિવૂડ સુપરસ્ટાર ને મળતા જ પીએમ મોદી એ પૂછ્યો આવો સવાલ

ભારતે જી-ટ્વેંટી સમિટની અધ્યક્ષતા (ડિસેમ્બર ૨૦૨૨ – નવેમ્બર ૨૦૨૩) માટે ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ (One Earth, One Family, One Future) થીમ પસંદ કરી હતી. આ અધ્યક્ષતા હેઠળ, ભારતે કેટલાક નક્કર પરિણામો પણ હાંસલ કર્યા. ભારતે ‘વસુધૈવ કુટુંબકમ્’ને માત્ર એક આદર્શ તરીકે નહીં, પરંતુ નક્કર વૈશ્વિક નીતિ માટેના માર્ગદર્શક સિદ્ધાંત તરીકે રજૂ કર્યું છે.

International Day of Families 2025 :  વૈશ્વિક આપત્તિઓમાં ભારતે માનવતાવાદી અભિગમ

  • ‘વસુધૈવ કુટુંબકમ્’ને અનુસરીને, આંતરરાષ્ટ્રીય સ્તરે હંમેશાં અગ્રેસર અને નિઃસ્વાર્થ ભૂમિકા ભજવી છે.
  • કોવિડ-૧૯ મહામારી દરમિયાન, ભારતે જાન્યુઆરી ૨૦૨૧ થી ‘વેક્સીન મૈત્રી’ પહેલ હેઠળ લગભગ ૧૦૦ દેશોને સ્વદેશી નિર્મિત કોવિડ રસીના કરોડો ડોઝ પૂરા પાડ્યા, જેણે ભારતની ‘વિશ્વની ફાર્મસી’ તરીકેની છબીને મજબૂત કરી.
  • ઓપરેશન દોસ્ત અંતર્ગત તુર્કી અને સીરિયાને ભૂકંપ પછી તાત્કાલિક NDRF ટીમો, તબીબી પુરવઠો અને મોબાઈલ હોસ્પિટલ મોકલીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
  • યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ૨૨,૫૦૦ થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને સુરક્ષિત રીતે સ્વદેશ પાછા લાવવામાં આવ્યા.
  • સુદાનમાં આંતરિક સંઘર્ષ ફાટી નીકળતાં ત્યાં ફસાયેલા લગભગ ૪૦૦૦ ભારતીયોને સુરક્ષિત બહાર કઢાયા.
  • આ અભિયાનો ભારતની વધતી જતી ક્ષમતા અને ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ભારતનો જી-ટ્વેંટી અધ્યક્ષતાનો કાર્યકાળ અને તેની માનવતાવાદી પહેલો આ વૈશ્વિક દ્રષ્ટિના વ્યવહારુ પ્રતિબિંબ છે. પરિવાર કલ્યાણ યોજનાઓ દ્વારા રાષ્ટ્ર તેના નાગરિકોના મૂળભૂત એકમ – કુટુંબ – ને સશક્ત બનાવીને એક આત્મનિર્ભર અને ગૌરવશાળી ભવિષ્ય તરફ અગ્રેસર છે. કુટુંબની સંભાળ અને સંવર્ધન એ માત્ર સામાજિક કર્તવ્ય નથી, પરંતુ રાષ્ટ્રીય અને વૈશ્વિક ઉત્કર્ષ માટેનું અનિવાર્ય રોકાણ છે. કુટુંબની મજબૂતાઈમાં જ રાષ્ટ્રની શક્તિ અને વિશ્વની શાંતિ નિહિત છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

May 15, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Corona Has covid become a silent killer In two years, the patient's body changed 50 times, finally taking life..
આંતરરાષ્ટ્રીય

Corona: શું કોવિડ સાયલન્ટ કિલર બની ગયો છે? બે વર્ષમાં દર્દીના શરીરમાં 50 વખત પરિવર્તિત થયો, આખરે જીવ લીધો.

by Bipin Mewada April 20, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Corona: દુનિયામાં ભલે કોરોનાના કેસમાં ઘટાડો થયો હોય, પરંતુ આ વાયરસનું ( Corona Virus ) એક એવું સ્વરૂપ પ્રકાશમાં આવ્યું છે. જેના વિશે જાણીને તમે પણ દંગ રહી જશો. આ કોવિડ વાયરસ એક જ વ્યક્તિના શરીરમાં 613 દિવસ સુધી રહ્યો. આ સમયગાળા દરમિયાન, કોરોના વાયરસ તે દર્દીના શરીરમાં 50 વખત પરિવર્તિત થયો. ત્યાં સુધી આ દર્દી પૂરા જોશથી કોવિડ સામે લડતો રહ્યો. પરંતુ 50 મી વખત મ્યુટન્ટ થયા પછી, વાયરસ આ દર્દી પર એટલો બધો હાવી થઈ ગયો કે આખરે આ કોવિડએ આ ડચ વ્યક્તિનો જીવ લીધો હતો. 

આટલા લાંબા સમય સુધી એક વ્યક્તિમાં કોવિડની હાજરીનો આ સૌથી અનોખો કેસ હાલ પ્રકાશમાં આવ્યો છે. આ કોવિડ વાયરસ સતત 613 દિવસ સુધી તેનું સ્વરૂપ બદલીને 72 વર્ષીય વૃદ્ધ પર હુમલો કરતો રહ્યો. કોરોનાએ આ ડચ 72 વર્ષીય વૃદ્ધના શરીરમાં 50 વખત તેનું સ્વરૂપ બદલ્યું હતું. આવી સ્થિતિમાં દર્દીની ( Covid Patient ) રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ હતી છે. જેના કારણે હવે આ વૃદ્ધનું મોત થયું હતું. ખાસ વાત એ છે કે આ દર્દીએ કોરોના સંક્રમણના સંપર્કમાં આવતા પહેલા કોવિડ રસી ( Covid vaccine ) પણ મેળવી હતી.

 Corona: વૃદ્ધમાં  અત્યાર સુધીનો સૌથી લાંબો કોવિડ-19 ચેપ નોંધાયો હતો…

એમ્સ્ટર્ડમ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના ( Amsterdam University Medical Center ) સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે એક ડચ વૃદ્ધમાં અત્યાર સુધીનો સૌથી લાંબો કોવિડ-19 ચેપ નોંધાયો હતો. આ ચેપ તેમના શરીરમાં 613 દિવસ સુધી ચાલ્યો હતો. આખરે 2023 ના અંતમાં તેમનું અવસાન થયું હતું. ટાઈમે અહેવાલ આપ્યો છે કે ફેબ્રુઆરી 2022 માં કોવિડ-19 થી ચેપ લાગ્યો તે પહેલા અનામી 72 વર્ષીય વ્યક્તિ પહેલેથી જ રક્ત રોગથી પીડિત હતા, જે નબળી રોગપ્રતિકારક શક્તિનું કારણ બને છે. કેસ સ્ટડી આવતા અઠવાડિયે બાર્સેલોનામાં મેડિકલ સમિટમાં સંશોધકો દ્વારા રજૂ કરવામાં આવશે. આ અંગે સંશોધકો કહે છે કે આ કોવિડ ચેપ, જે 20 મહિના સુધી ચાલે છે, તે અત્યાર સુધીનો સૌથી લાંબો ચેપ હતો, જે મૃત્યુ પામનાર બ્રિટિશ વ્યક્તિના 505-દિવસના ચેપ કરતાં પણ લાંબો હતો.

આ સમાચાર પણ વાંચો : Sonia Gandhi: Jawaharlal Nehru ના લેડી માઉન્ટબેટન સાથેના લેટર ગાયબ થયા. લાઇબ્રેરી માંથી સોનિયા ગાંધી ક્યાં લઈ? હવે થશે તપાસ…

સંશોધકોએ કહ્યું કે, આ વૃદ્ધાએ ( Old Patient ) ઓમિક્રોન વેરિઅન્ટથી ચેપ લાગતા પહેલા કોવિડ-19 રસીના ઘણા ડોઝ લીધા હતા. આમ હોવા છતાં, રસી દર્દીની રોગપ્રતિકારક શક્તિ જાળવવામાં નિષ્ફળ રહી હતી. સમય જતાં, વાયરસે અઠવાડિયામાં મુખ્ય કોવિડ એન્ટિબોડી સારવાર, સોટ્રોવિમાબ સહિત તબીબી હસ્તક્ષેપોનો પ્રતિકાર કરવાની નોંધપાત્ર ક્ષમતા દર્શાવી હતી. જ્યારે પરિવર્તન પછી, વાયરસનું આ સંસ્કરણ દર્દી સિવાય અન્ય કોઈમાં ફેલાયું નથી. તેનો ઉદભવ દર્શાવે છે કે કેવી રીતે રોગચાળો પેદા કરનાર વાયરસ આનુવંશિક રીતે બદલાઈ શકે છે. જે પેથોજેનના નવા પ્રકારોને જન્મ આપે છે. આ કેસ રોગપ્રતિકારક શક્તિ ધરાવતા વ્યક્તિઓમાં સતત SARS-CoV-2 ચેપના જોખમને દર્શાવે છે, ઉક્ત દર્દી પરના અભ્યાસમાં લેખકોએ આ જણાવ્યું હતું.

 

April 20, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Covid Vaccine Death Is the covid vaccine the reason behind the increase in heart attacks ICMR made this shocking disclosure
દેશ

Covid Vaccine Death: શું હાર્ટ એટેક વધવા પાછળનું કારણ છે કોવિડ વેક્સિન? ICMRએ કર્યો આ ચોંકાવનારો ખુલાસો.. જાણો શું છે આ સંપુર્ણ અહેવાલ..

by Bipin Mewada November 21, 2023
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Covid Vaccine Death: રસીકરણે કોરોના ચેપ અને તેના કારણે થતા મૃત્યુદરને ( Death rate ) ઘટાડવામાં મોટી ભૂમિકા ભજવી છે. જો કે, કેટલાક અહેવાલોમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે રસીકરણથી ઘણા ગંભીર રોગોનું જોખમ વધી ગયું છે, એટલું જ નહીં, તેનાથી યુવાઓમાં હાર્ટ એટેક ( Heart Attack )  અને મૃત્યુનું જોખમ પણ વધી ગયું છે. શું કોવિડ રસી ( Covid Vaccine ) ખરેખર રોગો અને અકાળે મૃત્યુનું જોખમ પેદા કરી શકે છે? આ વખતે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ( ICMR ) એ લોકોને ખાતરી આપી છે કે રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેનાથી કોઈ સમસ્યા નથી થઈ રહી.

“COVID-19 vaccination did not increase the risk of unexplained sudden death among young adults in India. Past COVID-19 hospitalization, family history of sudden death and certain lifestyle behaviours increased the likelihood of unexplained sudden death,” says ICMR Study pic.twitter.com/pmeh0et1On

— ANI (@ANI) November 21, 2023

ICMRએ તાજેતરમાં એક સ્ટડી કરી છે. તેમાં આ સવાલનો જવાબ શોધવામાં આવ્યો કે, શું કોવિડ વેક્સિન અને અચાનક થઈ રહેલા મોત વચ્ચે કોઈ સબંધ છે? પોતાની સ્ટડી દ્વારા ICMRએ જણાવ્યું કે, ભારતમાં કોવિડ-19 વેક્સિનના કારણે યુવાઓમાં અચાનક મૃત્યુનું જોખમ નથી વધી રહ્યું. આ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, કોવિડ-19 દરમિયાન કોરોના થવો, પરિવારમાં અચાનક મોત થવાના જૂના કેસ અને લાઈફસ્ટાઈલમાં થયેલા ફેરફારોએ અચાનક થનારા મૃત્યુની સંભાવનાને વધારી દીધી છે.

શું છે અચાનક મૃત્યુના કારણો…

ICMR સ્ટડીમાં જણાવ્યું છે કે, વેક્સિનના કારણે અચાનક થનારા મૃત્યુ ( death ) સાથે કોઈ સંબંધ નથી. તેમાં જણાવવામાં આવ્યું છે કે, જો કોઈએ વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો છે તો કોરોના વાયરસને ( Corona virus ) કારણે મૃત્યુનું જોખમ ઓછું થઈ જાય છે.

આ સમાચાર પણ વાંચો : Funny Video : વરરાજા પડ્યા ધર્મસંકટમાં! આશીર્વાદ લેવા જતા અચાનક ખુલી ગઈ વરરાજા ની ધોતી, જુઓ ફની વિડીયો..

સ્ટડીમાં જણાવ્યું કે કોવિડને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનો ઈતિહાસ, અચાનક મૃત્યુનો પારિવારિક ઈતિહાસ, મૃત્યુ પહેલા 48 કલાક સુધી દારૂ પીવો, ડ્રગ્સનું સેવન કરવું અથવા મૃત્યુના 48 કલાક પહેલા જબરદસ્ત એક્સરસાઈઝ કરવી. આમ આવા કેટલાક ફેક્ટર્સ છે જેના કારણે અચાનક મોતનું જોખમ વધી ગયુ છે.

ICMR દ્વારા આ સ્ટડી 1 ઓક્ટોબર 2021 થી લઈને 31 માર્ચ 2023 સુધી કરવામાં આવી હતી. તેમાં દેશભરની 47 હોસ્પિટલોને સામેલ કરવામાં આવી હતી. સ્ટડી માટે 18 થી 45 વર્ષની ઉંમરના એ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા જેઓ સ્પષ્ટરૂપે એકદમ સ્વસ્થ હતા. તેમાંથી કોઈ પણ કોઈ જૂની બીમારીનો સામનો નહોતું કરી રહ્યું. સ્ટડીમાં જાણવા મળ્યું કે વેક્સિનના બે ડોઝ લેનારા લોકોમાં અચાનક મૃત્યુનું જોખમ ઘણું ઓછું હતું.

November 21, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Shane Warne died due to corona vaccine! The big claim made by the doctors, the report is shocking
ખેલ વિશ્વ

શેન વોર્નનું કોરોના વેક્સીનના કારણે થયું મોત! ડોક્ટરોએ કર્યો મોટો દાવો, રિપોર્ટ ચોંકાવનારો છે

by Akash Rajbhar June 22, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

Cause of death of Shane Warne: ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર ​​શેન વોર્નનું મૃત્યુ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. વાસ્તવમાં, વોર્નના મૃત્યુ સાથે જોડાયેલો એક ખૂબ જ ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. ડોક્ટરોએ દાવો કર્યો છે કે શેન વોર્નના મૃત્યુનું કારણ કોરોનાની રસી હોઈ શકે છે. હકીકતમાં, રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પિનર ​​શેન વોર્નને આપવામાં આવેલી કોવિડની રસી (covid vaccine) હૃદય સંબંધિત બીમારીઓ (Heart Disease) ને વધારે છે. જણાવી દઈએ કે વોર્નનું મૃત્યુ હાર્ટ એટેક (Heart Attack) થી થયું હતું.

આ સમાચાર પણ વાંચો: દીપિકા કક્કરે આપ્યો પ્રથમ બાળકને જન્મ, પોસ્ટ શેર કરી આપી માહિતી

શેન વોર્નના મૃત્યુનું કારણ કોરોનાની રસી હોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, શેન વોર્નને થાઈલેન્ડમાં હાર્ટ એટેક આવ્યો હતો. તેમના મૃત્યુના લગભગ 9 મહિના પહેલા તેમને કોરોનાની રસી મળી હતી. રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે વોર્નને જે કોરોનાની રસી મળી હતી, તેનાથી હૃદય સંબંધિત બિમારીઓ વધે છે. એક ઓસ્ટ્રેલિયન ડોક્ટર અને ભારતીય મૂળના બ્રિટિશ કાર્ડિયોલોજિસ્ટે કહ્યું છે કે શેન વોર્નના મૃત્યુનું કારણ કોરોનાની રસી હોઈ શકે છે.
વોર્નને COVID mRNA રસી મળી હતી, જેના કારણે હાર્ટ એટેક આવવાની શક્યતા છે. વોર્ને આ રસી તેના મૃત્યુના લગભગ 9 મહિના પહેલા લગાવી હતી. કાર્ડિયોલોજિસ્ટ ડૉ. અસીમ મલ્હોત્રા અને ડૉ. ક્રિસ નીલે જણાવ્યું હતું કે COVID mRNA રસી કોરોનરી રોગના ઝડપથી ફેલાવાનું કારણ બની શકે છે. ખાસ કરીને એવા લોકોમાં જેમને પહેલાથી જ કોઈ હૃદય રોગ હોય.
ડોક્ટર મલ્હોત્રાએ કહ્યું, “પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી શેન વોર્નને 52 વર્ષની ઉંમરે અચાનક હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. જો કે, બધા જાણે છે કે વોર્નની જીવનશૈલી બહુ સ્વસ્થ ન હતી. તે ધૂમ્રપાન કરતો હતો. અને તેનું વજન પણ વધારે હતું.” મારા પિતાનું પણ ફાઈઝર રસી (Pfizer Vaccine) ના બે ડોઝ લીધા પછી અવસાન થયું અને રસી પછી તેમનો હૃદય રોગ ઝડપથી આગળ વધ્યો.”

June 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Do we have to take fourth dose of covid vaccine
દેશ

કોરોનાવાયરસની તાજી લહેરથી તણાવ વધ્યો! શું આપણે કોવિડ રસીનો ચોથો ડોઝ લેવો પડશે?

by Akash Rajbhar December 22, 2022
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai
ભારતમાં કોરોનાના નવા પ્રકાર BF.7ની પુષ્ટિ થયા પછી કેન્દ્ર અને રાજ્ય સરકારો સતર્ક થઈ ગઈ છે, અને રેન્ડમ ટેસ્ટિંગ વધારવાનો આગ્રહ કરી રહી છે. આ અંગે ઉચ્ચ અધિકારીઓની બેઠક ચાલી રહી છે. ગયા વર્ષે દેશમાં આ જીવલેણ વાયરસને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા, ત્યારબાદ કોવિડ રસીના 3 ડોઝ લગાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, હવે મોટાભાગના લોકોના મનમાં પ્રશ્ન એ છે કે શું તેઓ આ દવા લેવી પડશે? રસીનો ચોથો ડોઝ પણ?

શું રસીનો ચોથો ડોઝ લેવો પડશે?

આ અંગે દિલ્હીની IHBAS હોસ્પિટલના પૂર્વ નિવાસી ડો. ઈમરાન અહેમદે કહ્યું કે જેમણે બૂસ્ટર એટલે કે કોરોના વેક્સીનનો ત્રીજો ડોઝ નથી લીધો, તેમણે આ કામ શક્ય તેટલું જલ્દી કરવું જોઈએ. ચોથા ડોઝના પ્રશ્ન પર તેમણે કહ્યું કે અત્યારે તેની જરૂર નથી લાગતી.

બાયવેલેન્ટ રસી શું છે?

ડૉ. ઈમરાને એમ પણ કહ્યું કે જો સ્થિતિ વધુ બગડે તો બાયવેલેન્ટ વેક્સિન તૈયાર કરી શકાય છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) અનુસાર, આ તે રસી છે જે મુખ્ય વાયરસ સ્ટ્રેનના ઘટક અને ઓમિક્રોન વેરિઅન્ટના એક ઘટકને મિશ્ર કરીને તૈયાર કરવામાં આવે છે. આના દ્વારા ચેપથી વધુ રક્ષણ મેળવી શકાય છે. આ વાસ્તવમાં બૂસ્ટર ડોઝનું અદ્યતન સંસ્કરણ છે. હવે ભવિષ્યમાં કોરોનાની ગંભીરતાને જોઈને જ નવી રસી વિકસાવી શકાશે.

આ સમાચાર પણ વાંચો: ઘરે બેઠા 15 મિનિટમાં થશે કોવિડ-19 ટેસ્ટ, 30 રૂપિયાથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે ટેસ્ટિંગ કીટ

ગયા વર્ષે રસીકરણ અભિયાન શરૂ થયું હતું

કોવિડ -19 રસી ભારતમાં જાન્યુઆરી 2021 માં લોન્ચ કરવામાં આવી હતી, અત્યાર સુધીમાં 74 ટકા ભારતીયોએ પ્રથમ ડોઝ લીધો છે, 68 ટકાએ બીજો ડોઝ લીધો છે. ચિંતાની વાત એ છે કે ભારતીય વસ્તીના માત્ર 27 ટકા લોકોએ ત્રીજો ડોઝ લગાવ્યો છે. આવી સ્થિતિમાં, જો ચોથો ડોઝ આવે છે, તો આ રસી ડ્રાઇવ વધુ લાંબી ચાલશે.

સ્વાસ્થ્ય મંત્રાલયે આ સૂચનાઓ જારી કરી છે

સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને સતર્ક રહેવાની સૂચના આપી છે, જેથી તમે કોરોના વાયરસના નવા પ્રકારોના જોખમને ઘટાડી શકો, અમને જણાવો કે તમારે આ માટે શું કરવું પડશે.

– સૌ પ્રથમ રસીનો ત્રીજો ડોઝ લગવો.

– શરદી અને ફ્લૂ માટે તરત જ પરીક્ષણ કરાવો.

– સામાજિક અંતરનું પાલન કરો.

– ભીડ અને મુસાફરીમાં માસ્કનો ઉપયોગ કરો.

December 22, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

સૌથી મોટી મૂંઝવણ- આ કંપનીની કોવિડ વેક્સિનના અધધ 5 કરોડ ડોઝ બે મહિના પછી થઈ જશે બેકાર- નથી મળી રહ્યું કોઈ ખરીદદાર

by Dr. Mayur Parikh November 7, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ભારત બાયોટેક(Bharat biotech) પાસે કોવિડ-૧૯ વેક્સિન(Covid19 vaccine) નાં લગભગ ૫ કરોડ ડોઝ બાકી છે. તેનો ઉપયોગ કરવાની સમયમર્યાદા આવતા વર્ષે પૂરી થશે. ઓછી માંગને કારણે તેમની પાસે કોઈ ખરીદનાર નથી. વેક્સિનની ઓછી માંગના કારણે ભારત બાયોટેકે આ વર્ષની શરૂઆતમાં બે ડોઝ કોવેક્સીન રસીનું ઉત્પાદન બંધ કરી દીધું હતું. જાે કે, તેણે ૨૦૨૧ના  અંત સુધીમાં એક અબજ ડોઝનું ઉત્પાદન કર્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે ભારત બાયોટેક પાસે જથ્થાબંધ કોવેક્સીનના ૨૦ કરોડથી વધુ ડોઝ છે અને શીશીઓમાં લગભગ ૫૦ મિલિયન ડોઝ ઉપયોગ માટે તૈયાર છે. રસીની માંગ ઓછી હોવાને કારણે આ વર્ષની શરૂઆતમાં સાત મહિના પહેલા કોવેક્સીનનું ઉત્પાદન અટકાવી દેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, શીશીઓમાં કોવેક્સીનના ડોઝનો ઉપયોગ કરવાની સમયમર્યાદા ૨૦૨૩ની શરૂઆતમાં સમાપ્ત થવાની છે, જેના કારણે કંપનીને નુકસાન થશે. જાે કે, આવતા વર્ષે ૫ કરોડ ડોઝના ઉપયોગથી ભારત બાયોટેકને કેટલું નુકસાન થશે તે હજુ સુધી જાણી શકાયું નથી.

આ સમાચાર પણ વાંચો:  ન્યાયનો દિવસ- જોબ અને એડમિશનમાં 10 ટકા EWS કોટા પર સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો આ મોટો નિર્ણય 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, શનિવારે ભારતમાં કોવિડ-૧૯ના ૧,૦૮૨ નવા કેસ નોંધાયા હતા જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને ૧૫,૨૦૦ થઈ ગઈ હતી. દેશવ્યાપી કોવિડ-૧૯ વિરોધી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૨૧૯.૭૧ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. વિશ્વભરમાં સંક્રમણના નીચા દરને કારણે કોવેક્સીનની નિકાસ પર ખરાબ અસર પડી છે. સૂત્રોએ જણાવ્યું કે, વૈશ્વિક સ્તરે કોવિડ-૧૯ને હવે ખતરો માનવામાં આવતો નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ આ વર્ષે એપ્રિલમાં યુએન પ્રોક્યોરમેન્ટ એજન્સીઓ દ્વારા રસીના સપ્લાયને સ્થગિત કરવાની પુષ્ટિ કરી હતી અને ભલામણ કરી હતી કે રસીનો ઉપયોગ કરનારા દેશો યોગ્ય પગલાં લે. વર્ષ ૨૦૨૧માં જ્યારે કોવિડ-૧૯ સંક્રમણ ચરમસીમા પર હતું ત્યારે બ્રાઝિલની સરકારે વિવાદ બાદ રસીના ૨ કરોડ ડોઝ આયાત કરવાના ર્નિણયને સ્થગિત કરી દીધો હતો.

 

November 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

કોરોનાનો કહેર ઓસરી ગયો- મહામારીના કેસ ઘટતા સ્વાસ્થ્ય મંત્રાલયે ભર્યું આ મોટું પગલું

by Dr. Mayur Parikh October 18, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દેશમાં કોરોનાના(Corona Cases) ઘટતા કેસ અને રસીકરણના(vaccination) વધતા પર્સન્ટેજ જાેતા સ્વાસ્થ્ય મંત્રાલયે(Ministry of Health) એક મોટું પગલું ભર્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે નક્કી કર્યું છે કે હવે તેઓ વધુ કોવિડ રસી(Covid vaccine) ખરીદશે નહીં. એટલું જ નહીં સ્વાસ્થ્ય મંત્રાલયે રસીકરણ માટે ફાળવવામાં આવેલા ૪,૨૩૭ કરોડ રૂપિયા નાણા મંત્રાલયને(Ministry of Finance) પરત પણ કર્યા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ૧.૮ કરોડથી વધુ રસી હજુ પણ સરકારના સ્ટોકમાં છે. જે છ મહિનાના રસીકરણ અભિયાન(Vaccination campaign) માટે પૂરતી છે. 

વાત જાણે એમ છે કે કોવિડ-૧૯ના કેસ ઘટવાના કારણે રસી લેનારાની સંખ્યામાં ઘટાડો થયો છે. હવે રસીકરણને લઈને લોકોમાં ઉત્સાહ પણ જાેવા નથી મળતો. આ વર્ષે સરકારે પણ તમામ વયસ્કોને મફતમાં બુસ્ટર ડોઝ (booster dose) આપવા માટે અમૃત મહોત્સવ નામથી ૭૫ દિવસનું કોવિડ રસીકરણ અભિયાન ચલાવ્યું હતું. પરંતુ રસીની વધુ માંગ જાેવા મળી નહી. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકાર(Central govt and state govt) પાસે ઘણા પ્રમાણમાં રસીનો સ્ટોક (Vaccine stock)પડ્યો છે. જેમાંથી  કેટલીક તો આગળના ગણતરીના મહિનાઓમાં એક્સપાયર પણ થઈ જશે. હવે આ બધા  કારણો જાેતા સરકારે હવે રસી ન ખરીદવાનો ર્નિણય લીધો છે. સરકારનું કહેવું છે કે ૬ મહિના બાદ હાલાત પ્રમાણે આગળ નિર્ણય લેવાશે. 

આ સમાચાર પણ વાંચો : પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીની મોટી જાહેરાત- ભારતમાં આ દિવસે સસ્તુ થશે પેટ્રોલ-ડીઝલ – જાણો શું છે સરકારની યોજના 

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગત વર્ષ ૧૬ જાન્યુઆરીથી સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું. જે હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની(States and Union Territories) મદદ માટે તેમને કોવિડ-૧૯ રસી મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ૧૬ ઓક્ટોબર ૨૦૨૨ સુધીમાં દેશમાં ૨૧૯.૩૨ કરોડથી વધુ લોકો કોરોનાની રસી મૂકાવી ચૂક્યા હતા. 

અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે દેશની ૯૮ ટકા વયસ્ક વસ્તી કોવિડ-૧૯ રસીના ઓછામાં ઓછા એક ડોઝ લઈ ચૂકી છે. જ્યારે ૯૨ ટકા લોકોનું પૂર્ણ રસીકરણ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત દેશના ૧૫ થી ૧૮ વર્ષના ૯૩.૭ ટકા કિશોરોને પણ રસીનો એક ડોઝ મળી ચૂક્યો છે. જ્યારે ૭૨ ટકા કિશોર બંને ડોઝ લઈ ચૂક્યા છે. ૧૨થી ૧૪ વર્ષના વર્ગમાં ૮૭.૩ ટકા લોકોને પહેલો ડોઝ મળી ચૂક્યો છે. જ્યારે ૬૮.૧ ટકા લોકોને બંને ડોઝ મળી ચૂક્યા છે. ૧૮ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોમાંથી ૨૭ ટકા લોકોને બુસ્ટર ડોઝ મળી ચૂક્યો છે.

October 18, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

પ્રાણીઓ માટે આ રાજ્યમાં લોન્ચ થઈ કોરોનાની પ્રથમ વેક્સિન Anocovax-ડેલ્ટા અને ઓમિક્રોન વેરિએંટથી સામે આપશે રક્ષણ

by Dr. Mayur Parikh June 11, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

કેન્દ્રિય કૃષિ મંત્રી(Union Minister of Agriculture) નરેન્દ્ર સિંહ તોમરે(Narendra Singh Tomare) પશુઓ માટે વિકસિત કરેલી દેશની પ્રથમ કોવિડ રોધી વેક્સિનThe first anti-covid vaccine) 'Anocovax'ને ગુરુવારે લોન્ચ કરી હતી. આ વેક્સિનને હરિયાણા સ્થિત  ICAR-National Research Center on Equines (NRC) દ્વારા વિકસિત કરવામાં આવી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે Anocovax એ પ્રાણીઓ માટે નિષ્ક્રિય SARS-CoV-2 ડેલ્ટા (COVID-19) રસી છે અને એનોકોવેક્સથી પ્રતિરક્ષા SARS-Cov ના  ડેલ્ટા(Delta) અને ઓમિક્રોન(Omicron) બંને વેરિયન્ટનું રક્ષણ કરી શકે છે. તે કહે છે કે રસીમાં નિષ્ક્રિય સાર્સ-કોવ-૨(SARS-COV-2) (ડેલ્ટા) એન્ટિજેન છે જે સહાયક તરીકે આલ્હાઇડ્રોજેલ(Alhydrogel) સાથે છે અને તે કૂતરા, સિંહ, ચિત્તો, ઉંદરો અને સસલા માટે સલામત છે. તોમરે ICAR-NRC દ્વારા પ્રાણીઓ માટે વિકસાવવામાં આવેલી વેક્સિન અને ડાયગ્નોસ્ટિક કીટને(diagnostic kit) ડિજિટલી રિલીઝ(Digitally released) કર્યા પછી જણાવ્યું હતું કે, “વૈજ્ઞાનિકોના અથાક યોગદાનને કારણે, દેશ તેની આયાત કરવાને બદલે તેની પોતાની રસીઓ વિકસાવવામાં આર્ત્મનિભર છે. આ ખરેખર એક મહાન સિદ્ધિ છે.ICAR એ દેશની અગ્રણી કૃષિ સંશોધન સંસ્થા છે જે કેન્દ્રીય કૃષિ મંત્રાલય હેઠળ કામ કરે છે. મીડિયા અહેવાલો અનુસાર, કેન્દ્રીય મંત્રીએ ઇક્વિન ડીએનએ પેરેન્ટેજ ટેસ્ટિંગ કિટ(Equin DNA Parenting Testing Kit) પણ લોન્ચ કરી, જે ઘોડાઓમાં પિતૃત્વ વિશ્લેષણ (Paternity analysis) માટે એક શક્તિશાળી જીનોમિક ટેકનિક(Genomic technique) છે.

આ સમાચાર પણ વાંચો :પયગંબર મોહમ્મદ ટિપ્પણી વિવાદ – પશ્ચિમ બંગાળના આ જિલ્લામાં હિંસક પ્રદર્શન યથાવત- પોલીસે આટલા લોકોની કરી ધરપકડ-આ તારીખ સુધી કલમ 144 લાગુ

કાર્યક્રમ દરમિયાન ICARના મહાનિર્દેશક ત્રિલોચન મહાપાત્રા, પશુપાલન અને ડેરી સચિવ અતુલ ચતુર્વેદી અને ICARના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ભૂપેન્દ્ર નાથ ત્રિપાઠી હાજર હતા.

ટ્‌વીટ કરીને કાર્યક્રમ વિશે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લખ્યું કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ હેઠળ નેશનલ હોર્સ રિસર્ચ સેન્ટર, હિસાર દ્વારા વિકસિત ચાર ટેક્નોલોજીઓ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બહાર પાડવામાં આવી. તેમાં પશુધનને ચેપી રોગોથી બચાવવા માટેની રસીઓનો સમાવેશ થાય છે.

June 11, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક