Tag: cricket news

  • Asia Cup 2025: એશિયા કપ 2025 માટે પાકિસ્તાન ટીમના ખેલાડીઓની જાહેરાત; આ ખેલાડીઓ થયા બહાર

    Asia Cup 2025: એશિયા કપ 2025 માટે પાકિસ્તાન ટીમના ખેલાડીઓની જાહેરાત; આ ખેલાડીઓ થયા બહાર

    News Continuous Bureau | Mumbai     
     પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) આવતા મહિને યોજાનાર એશિયા કપ (Asia Cup) માટે તેની ટીમની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાતમાં સૌથી મોટો નિર્ણય બાબર આઝમ (Babar Azam) અને મોહમ્મદ રિઝવાનને (Mohammad Rizwan) ટીમમાંથી બહાર કરવાનો છે. આ બંને ખેલાડીઓ લાંબા સમયથી ખરાબ ફોર્મ (form) સામે ઝઝૂમી રહ્યા છે. પીસીબીનો (PCB) આ નિર્ણય તેમની ટી-20 કારકિર્દી (T-20 career) ના અંત તરફ ઈશારો કરે છે.

    બાબર અને રિઝવાનનું તાજેતરનું પ્રદર્શન

    બાબર આઝમે (Babar Azam) છેલ્લી ટી-20 સિરીઝ (T-20 series) ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા (South Africa) સામે રમી હતી. આ સિરીઝમાં તેણે એક મેચમાં શૂન્ય અને બીજી મેચમાં માત્ર 31 રન બનાવ્યા હતા. મોહમ્મદ રિઝવાન (Mohammad Rizwan) માટે પણ આ છેલ્લી ટી-20 સિરીઝ હતી, જેમાં તેણે એક મેચમાં 74 રન બનાવ્યા હતા. ત્યારથી, બંનેને પાકિસ્તાનની (Pakistan) આગામી ટી-20 સિરીઝમાંથી (T-20 series) બહાર રાખવામાં આવ્યા છે. ત્યારથી પાકિસ્તાને 14 ટી-20 મેચ રમી છે જેમાં આ બંને ખેલાડીઓ સામેલ નહોતા. હવે એશિયા કપની (Asia Cup) ટીમમાંથી બહાર થયા બાદ તેમની ટી-20 કારકિર્દી (T-20 career) લગભગ સમાપ્ત થઈ રહી હોવાનું દેખાઈ રહ્યું છે.

    આ સમાચાર પણ વાંચો : Myanmar: મ્યાનમાર એ કર્યો પોતાના જ દેશ પર હવાઈ હુમલો; આ હુમલામાં આટલા નિર્દોષ નાગરિકો માર્યા ગયા

    નવા ખેલાડીઓ અને ટીમનું નેતૃત્વ

    બાબર અને રિઝવાનની (Rizwan) ગેરહાજરીમાં સલમાન અલી આઘાને (Salman Ali Agha) એશિયા કપ (Asia Cup) અને અફઘાનિસ્તાન (Afghanistan) અને યુએઈ (UAE) સામેની આગામી ત્રિકોણીય સિરીઝ (triangular series) માટે કેપ્ટન (captain) બનાવવામાં આવ્યો છે. અનુભવી વન-ડે (one-day) બેટ્સમેન (batsman) ફખર ઝમાનનો (Fakhar Zaman) પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વિકેટકીપર તરીકે મોહમ્મદ હારિસ (Mohammad Haris) ની પસંદગી કરવામાં આવી છે અને મોહમ્મદ વસીમનો (Mohammad Wasim) પણ ટીમમાં સમાવેશ થયો છે.

    પાકિસ્તાનનો એશિયા કપનો ઇતિહાસ

    આક્રમક ફાસ્ટ બોલર (fast bowler) શાહીન શાહ આફ્રિદી (Shaheen Shah Afridi) પાકિસ્તાનના બોલિંગ આક્રમણનું (bowling attack) નેતૃત્વ કરશે. નસીમ શાહને પણ ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. પાકિસ્તાનની ટીમ (team) માટે 2023નો એશિયા કપ (Asia Cup) સારો રહ્યો ન હતો, જેમાં તેઓ 4 માંથી 2 મેચ હારી ગયા હતા અને ફાઇનલમાં (final) પહોંચી શક્યા ન હતા. 2022માં પણ પાકિસ્તાન શ્રીલંકા (Sri Lanka) સામે ફાઇનલમાં (final) ઉપવિજેતા રહ્યું હતું. આ વખતે પીસીબીએ (PCB) યુવા ખેલાડીઓ પર વિશ્વાસ મૂકીને નવી રણનીતિ અપનાવી છે.

  • India vs England 5th Test Match:ઇંગ્લેન્ડ vs ભારત પાંચમો ટેસ્ટ: બેન સ્ટોક્સ બહાર, ઓલી પોપ કેપ્ટન; ઇંગ્લેન્ડ ૪ ફાસ્ટ બોલર સાથે, ભારત ૩ સ્પિનર ઉતારશે?

    India vs England 5th Test Match:ઇંગ્લેન્ડ vs ભારત પાંચમો ટેસ્ટ: બેન સ્ટોક્સ બહાર, ઓલી પોપ કેપ્ટન; ઇંગ્લેન્ડ ૪ ફાસ્ટ બોલર સાથે, ભારત ૩ સ્પિનર ઉતારશે?

     News Continuous Bureau | Mumbai 

    India vs England 5th Test Match: ઇંગ્લેન્ડે ભારત (India) સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ માટે પોતાની પ્લેઇંગ ઇલેવન (Playing Eleven) ની જાહેરાત કરી દીધી છે. આશ્ચર્યજનક રીતે, નિયમિત કેપ્ટન બેન સ્ટોક્સ (Ben Stokes) ટીમમાંથી બહાર થઈ ગયા છે. બેન સ્ટોક્સની જગ્યાએ ઓલી પોપ (Ollie Pope) પાંચમી ટેસ્ટમાં સુકાનીપદ (Captaincy) સંભાળશે. પ્લેઇંગ ઇલેવનમાં સ્ટોક્સની જગ્યાએ યુવા સ્ટાર બેટ્સમેન જેકબ બેથલને (Jacob Bethel) તક મળી છે. સ્ટોક્સ ઉપરાંત, સ્પિન ઓલરાઉન્ડર લિયમ ડોસન (Liam Dawson) પણ પાંચમી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે.

     India vs England 5th Test Match: ઇંગ્લેન્ડ vs ભારત પાંચમી ટેસ્ટ: બેન સ્ટોક્સ બહાર, ઓલી પોપ કેપ્ટન.

    નોંધનીય છે કે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ ૩૧ જુલાઈથી ૪ ઓગસ્ટ દરમિયાન લંડનના કેનિંગ્ટન ઓવલ (Kennington Oval) ખાતે રમાશે. ઇંગ્લેન્ડે આ ટેસ્ટ મેચ માટે ચાર ઝડપી બોલરોને (Four Fast Bowlers) પોતાની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યા છે. આશ્ચર્યની વાત એ પણ છે કે ઇંગ્લિશ ટીમમાં કોઈ સ્પિનર (No Spinner) નથી. બીજી તરફ, સમાચાર એવા પણ છે કે ભારતીય ટીમ આ મેચમાં ત્રણ સ્પિનર (Three Spinners) સાથે ઉતરી શકે છે.

     India vs England 5th Test Match:જોફ્રા આર્ચર સહિત ૪ ખેલાડીઓ બહાર, યુવા ખેલાડીઓને તક.

    ઇંગ્લેન્ડના ઘાતક ઝડપી બોલર જોફ્રા આર્ચર (Jofra Archer) પણ પાંચમી ટેસ્ટમાંથી બહાર છે. તેમની જગ્યાએ યુવા ઝડપી બોલર જોશ ટંગને (Josh Tongue) પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે. કુલ ચાર ખેલાડીઓને પાંચમી ટેસ્ટમાંથી બહાર કરવામાં આવ્યા છે. તેમાં ઝડપી બોલર જોફ્રા આર્ચર અને બ્રાયડન કાર્સ (Brydon Carse), કેપ્ટન બેન સ્ટોક્સ અને સ્પિન ઓલરાઉન્ડર લિયમ ડોસનનો સમાવેશ થાય છે. આ ચારેયની જગ્યાએ જેકબ બેથલ, ગસ એટકિન્સન (Gus Atkinson), જેમી ઓવરટન (Jamie Overton) અને જોશ ટંગને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે.

    આ સમાચાર પણ વાંચો : WCL 2025 Semifinal Row:ટેરર અને ક્રિકેટ સાથે ન ચાલે! વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં ભારત પાકિસ્તાન સામે નહીં રમે…

    પાંચમી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન:

    • ઝેક ક્રોલી (Zak Crawley)
    • બેન ડકેટ (Ben Duckett)
    • ઓલી પોપ (Ollie Pope) (કેપ્ટન)
    • જો રૂટ (Joe Root)
    • હેરી બ્રુક (Harry Brook)
    • જેકબ બેથલ (Jacob Bethel)
    • જેમી સ્મિથ (Jamie Smith) (વિકેટકીપર)
    • ક્રિસ વોક્સ (Chris Woakes)
    • ગસ એટકિન્સન (Gus Atkinson)
    • જેમી ઓવરટન (Jamie Overton)
    • જોશ ટંગ (Josh Tongue)

     India vs England 5th Test Match:સીરિઝમાં ઇંગ્લેન્ડ ૨-૧થી આગળ: ભારત માટે કરો યા મરો મેચ.

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝનો (Test Series) અંતિમ અને પાંચમો ટેસ્ટ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે ૩૧ જુલાઈથી ૪ ઓગસ્ટ દરમિયાન રમાશે. યજમાન ઇંગ્લેન્ડ સીરિઝમાં ૨-૧થી આગળ (England Leads Series 2-1) છે. ટીમ ઇન્ડિયાને (Team India) સીરિઝ હારથી બચવા માટે આ મેચ કોઈપણ ભોગે જીતવી જ પડશે. જો આ ટેસ્ટ મેચ ડ્રો (Draw) પણ થાય છે, તો સીરિઝ ઇંગ્લિશ ટીમ (English Team) ના નામે રહેશે.

    આ મેચ બંને ટીમો માટે નિર્ણાયક સાબિત થશે, ખાસ કરીને ભારત માટે, જે સીરિઝ બરાબર કરવા માટે જીત માટે પ્રયત્ન કરશે.

  • IND vs ENG 3rd Test: લોર્ડ્સ ટેસ્ટમાં ભારત કેમ હાર્યું? કપ્તાન શુભમન ગિલએ જણાવ્યું કારણ.. પંત અને બુમરાહ અંગે પણ આપ્યું મોટું અપડેટ..

    IND vs ENG 3rd Test: લોર્ડ્સ ટેસ્ટમાં ભારત કેમ હાર્યું? કપ્તાન શુભમન ગિલએ જણાવ્યું કારણ.. પંત અને બુમરાહ અંગે પણ આપ્યું મોટું અપડેટ..

    News Continuous Bureau | Mumbai

      IND vs ENG 3rd Test: લોર્ડ્સ ટેસ્ટના અંતિમ દિવસે ભારત પાસે જીતની અમુક આશા રહી હતી. શુભમન ગિલ, ટીમના યુવા કેપ્ટને કહ્યું કે તેઓ “સવારથી જીતી શકાય તેવી સ્થિતિ”માં હતા, પરંતુ યોગ્ય ભાગીદારી ન મળવાને કારણે જીતી શક્યા નહીં. તેમણે જણાવ્યું કે જો એક મોટી ભાગીદારી થઈ હોત, તો ટીમ જીત તરફ આગળ વધી શકી હોત. તેમ છતાં, ગિલે આખી ટીમના પ્રયત્નો પર ગર્વ વ્યક્ત કર્યો. 

    રવીન્દ્ર જડેજાની જઝ્બાવાળી ઇનિંગ પણ હાર અટકાવી ન શકી

    લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતે 82 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ જાડેજા (61 અણનમ, 181 બોલ, ચાર ચોગ્ગા, એક છગ્ગા) એ નીતીશ કુમાર રેડ્ડી (૧૩) સાથે આઠમી વિકેટ માટે ૯૧ બોલમાં 30 રન, જસપ્રીત બુમરાહ (05) સાથે નવમી વિકેટ માટે 132 બોલમાં 35 રન અને સિરાજ સાથે છેલ્લી વિકેટ માટે 80 બોલમાં 23 રનની ભાગીદારી કરીને અણધારી જીતની આશા જગાવી હતી, પરંતુ અંતે ટેસ્ટ ક્રિકેટના અસમાન સંતુલનથી હાર થઈ.

    આ સમાચાર પણ વાંચો : Athlete Fauja Singh Passes Away: વિશ્વના સૌથી વયસ્ક મેરાથોન દોડવીરે કાર અકસ્માતમાં ગુમાવ્યો જીવ, 100 વર્ષની ઉંમરે લીધો હતો મેરેથોનમાં ભાગ..

    IND vs ENG 3rd Test: શું પંત અને બુમરાહ આગામી મેચમાં જોવા મળશે?  

    ગિલે જણાવ્યું કે ઋષભ પંતની ઈજાને લઈને ચિંતા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે પંત ચોથી ટેસ્ટમાં રમવા માટે ફિટ થઈ જશે કારણ કે સ્કેનમાં તેની આંગળીમાં કોઈ મોટી ઈજા જોવા મળી નથી. ઇંગ્લેન્ડ સામે તાજેતરમાં સમાપ્ત થયેલી ત્રીજી ટેસ્ટના શરૂઆતના દિવસે બીજા સત્રમાં ડાબી તર્જની આંગળીમાં ઈજા થતાં પંતને મેદાન છોડવું પડ્યું હતું. ગિલે કહ્યું, ‘પંત સ્કેન માટે ગયો હતો.’ કોઈ મોટી ઈજા નથી તેથી તે મૈન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટ માટે ફિટ હોવો જોઈએ. જ્યારે જસપ્રીત બુમરાહ અંગે મૌન જાળવતા કહ્યું તમને જલ્દી જ તેનું અપડેટ મળશે.  

     

  • કયાં બાત હેં- ઓસ્ટ્રેલિયાના આ ક્રિકેટ ખેલાડીની વિસ્ફોટક બેટિંગ-ન્યૂઝીલેન્ડ સામેની વન ડેમાં કર્યો અણનમ ત્રેવડી સદીનો રેકોર્ડ- જાણો વિગત

    કયાં બાત હેં- ઓસ્ટ્રેલિયાના આ ક્રિકેટ ખેલાડીની વિસ્ફોટક બેટિંગ-ન્યૂઝીલેન્ડ સામેની વન ડેમાં કર્યો અણનમ ત્રેવડી સદીનો રેકોર્ડ- જાણો વિગત

    News Continuous Bureau | Mumbai 

    ક્રિકેટની(cricket) રમત એવી છે જેમાં રેકોર્ડ બનતા હોય છે અને તૂટતા હોય છે. ઓસ્ટ્રેલિયાના(Australia) સ્ટીફન નીરોએ(Stephen Nero) વન ડે ઈન્ટરનેશનલ (ODI) ક્રિકેટમાં ત્રેવડી સદી(Triple century) ફટકારીને બધાને ચોંકાવી દીધા છે. 24 વર્ષના સ્ટીફન નીરોએ ન્યૂઝીલેન્ડ(New Zealand) સામે શાનદાર ત્રેવડી સદી ફટકારી હતી અને તે અંત સુધી અણનમ રહ્યો હતો.

    ઓસ્ટ્રેલિયન બેટ્સમેન(Australian batsmen) સ્ટીફન નીરોએ બ્લાઈન્ડ ક્રિકેટમાં(blind cricket) ન્યુઝીલેન્ડ સામે 140 બોલમાં 309 રન બનાવ્યા, જેમાં 49 ચોગ્ગા અને 1 સિક્સરનો સમાવેશ થાય છે. તેણે મેદાનની ચારે બાજુ સ્ટ્રોક બનાવ્યા. સ્ટીફન નીરોએ પોતાની ઇનિંગથી બધાના દિલ જીતી લીધા હતા. 

    સ્ટીફન ODI ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર છે. તેણે પાકિસ્તાનના(Pakistan) મસૂદ જાનનો(Masood Jaan) 24 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડ્યો. મસૂદે 1998માં પ્રથમ બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા(South Africa) સામે 262 રન બનાવ્યા હતા.

    આ સમાચાર પણ વાંચો :  આયરલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત- ઋષભ પંતને અપાયો આરામ-તો આ ગુજરાતી ખેલાડીને સોંપાઈ કમાન

    આ શ્રેણીમાં સ્ટીફન નીરોની આ સતત ત્રીજી સદી છે. તેણે પ્રથમ મેચમાં 113 અને બીજી મેચમાં 101 રન બનાવ્યા હતા. તેની એવરેજ 500થી ઉપર છે. સ્ટીફન નીરોની વિસ્ફોટક બેટિંગ પર તેના ચાહકો ફીદા થઈ ગયા  છે.

    ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 મેચની સિરીઝ ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં 6 મેચ રમાઈ છે.

    સ્ટીફન નીરોની ઇનિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ 40 ઓવરની મેચમાં 542 રન બનાવ્યા હતા. આટલા મોટા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ મેચમાં ક્યાંય જોવા મળી ન હતી.ન્યુઝીલેન્ડની ટીમ 272 રન જ બનાવી શકી હતી. નીરો સિવાય માઈકલ જેનિસે પણ 58 રન બનાવ્યા હતા. બંનેએ સાથે મળીને બીજી વિકેટ માટે 266 રનની ભાગીદારી કરી હતી. 
     

  • IPL મીડિયા રાઈટ્સ ઓક્શન-પહેલા દિવસે અધધ હજાર કરોડ રૂપિયાને પાર બોલી લાગી-આજે થઈ શકે છે વિજેતાની જાહેરાત 

    IPL મીડિયા રાઈટ્સ ઓક્શન-પહેલા દિવસે અધધ હજાર કરોડ રૂપિયાને પાર બોલી લાગી-આજે થઈ શકે છે વિજેતાની જાહેરાત 

    News Continuous Bureau | Mumbai 

    IPLના આગામી 5 વર્ષના મીડિયા રાઈટ્સ(Media Rights) માટે રવિવારે ઈ-હરાજીનો(E-auction) પ્રારંભ થયો.

    પ્રથમ વખત કંપનીઓ ઇ-ઓક્શન દ્વારા મીડિયા રાઈટ્સ માટે બોલી લગાવી રહી છે. 

    સૂત્રો અનુસાર બિડની રકમ(Bid amount) અત્યાર સુધીમાં 42 હજાર કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે. તેમાં વધુ વધારો થઈ શકે છે.

    જોકે કોણે સૌથી વધુ બોલી લગાવી તેનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો નથી. 

    Viacom 18, Star અને Sony ભારતીય ઉપમહાદ્વીપના(Indian subcontinent) ટીવી(TV) અને ડિજિટલ રાઈટ્સ(Digital rights) માટે સખત લડાઈમાં છે. 

    રાઈટ્સ જીતનારી કંપનીના નામની જાહેરાત 13 જૂને થઈ શકે છે.

    આ સમાચાર પણ વાંચો : બાબરે કીપિંગ ગ્લોવ્સ પહેરી ફિલ્ડિંગ કરી- અમ્પાયરે પૈસાનો નહીં પણ પાકિસ્તાનને રનનો દંડ ફટકાર્યો- જાણો કિસ્સો

  • બાબરે કીપિંગ ગ્લોવ્સ પહેરી ફિલ્ડિંગ કરી- અમ્પાયરે પૈસાનો નહીં પણ પાકિસ્તાનને રનનો દંડ ફટકાર્યો- જાણો કિસ્સો

    બાબરે કીપિંગ ગ્લોવ્સ પહેરી ફિલ્ડિંગ કરી- અમ્પાયરે પૈસાનો નહીં પણ પાકિસ્તાનને રનનો દંડ ફટકાર્યો- જાણો કિસ્સો

    News Continuous Bureau | Mumbai 

    શુક્રવારે પાકિસ્તાન(Pakistan)-વેસ્ટ ઇન્ડીઝની(West Indies) વન-ડે મેચમાં(one-day match) પાકિસ્તાનનો કેપ્ટન(Captain) બાબર આઝમ(Babar Azam) એક હાથમાં વિકેટ કીપિંગ ગ્લોવ્ઝ(Wicket keeping gloves) પહેરીને મેદાનમાં ફિલ્ડિંગ(Fielding) કરતો જોવા મળ્યો હતો. 

    આ ભૂલને કારણે ઓન-ફિલ્ડ અમ્પાયરે(On-field umpire) પાકિસ્તાની ટીમ(Pakistan team) પર 5 રનનો દંડ ફટકાર્યો એટલે કે વેસ્ટ ઇન્ડીઝને બોનસ તરીકે 5 રન આપી દીધા હતા.

    જોકે મેચમાં પાકિસ્તાન જીત્યુ હતું.

    આ સમાચાર પણ વાંચો :  ભારતના આ ધુરંધર ક્રિકેટર એ કર્યું સમાજસેવાનું કામ- પોતાની દિકરીના જન્મોત્સવમાં 101 છોકરીઓને માલામાલ કરી દીધી-

  • ક્રિકેટપ્રેમીઓને મોટો ઝટકો-આ ખેલાડીએ બાંગ્લાદેશ ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી આપ્યું રાજીનામું-જાણો શું છે કારણ

    ક્રિકેટપ્રેમીઓને મોટો ઝટકો-આ ખેલાડીએ બાંગ્લાદેશ ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી આપ્યું રાજીનામું-જાણો શું છે કારણ

    News Continuous Bureau | Mumbai 

    બાંગ્લાદેશ(Bangladesh) ટેસ્ટ ટીમના(Test team) કેપ્ટન મોમિનુલ હકે(Mominul Haque) પોતાના પદ પરથી રાજીનામું(Resignation) આપી દીધું છે. 

    30 વર્ષીય મોમિનુલ હકે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના(Cricket Board) પ્રમુખ નઝમુલ હસન(Nazmul Hasan) સાથેની બેઠકમાં આ નિર્ણય લીધો છે. 

    મોમિનુલનું કહેવું છે કે, હવે તે પોતાનું સંપૂર્ણ ધ્યાન બેટિંગમાં(batting) આપવા માંગે છે. 

    વર્ષની શરૂઆતથી લઈને અત્યાર સુધી તે પોતાનું ખાસ પ્રદર્શન બતાવી શક્યો નથી. તેના ખરાબ ફોર્મને લઈને લોકો ભારે ટીકા કરી રહ્યા છે. 

    બાંગ્લાદેશ હાલમાં શ્રીલંકા( srilanka)સામે હારી ગયું હતું. ત્યારથી મોમિનુલને સુકાની પદેથી હટાવવાની માંગ કરવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2019માં શાકિબ અલ હસન પર ICC દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ મોમિનુલ હકને બાંગ્લાદેશ ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

    આ સમાચાર પણ વાંચો :  વિદેશની ધરતી પર ભારતીય તિકડીએ કરી કમાલ – મહિલા ટીમે 10 મીટર એર રાઇફલમાં જીત્યો આ મેડલ

  • બિગ બ્રેકીંગ ન્યુઝ : એમ.એસ.ધોનીએ ચેન્નઇ સુપરકિંગ્સની કેપ્ટનશીપ છોડી, આ ગુજરાતી ખેલાડીને બનાવાયો નવો કેપ્ટન

    બિગ બ્રેકીંગ ન્યુઝ : એમ.એસ.ધોનીએ ચેન્નઇ સુપરકિંગ્સની કેપ્ટનશીપ છોડી, આ ગુજરાતી ખેલાડીને બનાવાયો નવો કેપ્ટન

     News Continuous Bureau | Mumbai

    ક્યારેય કોઈપણ નિર્ણયની કોઈને પણ ખબર ન પડવા દેનાર કેપ્ટન કૂલ માહીએ એકાએક હવે ચેન્નાઈ સુપરકિંગ્સની કેપ્ટન્સી પણ છોડી દીધી છે. 

    IPL2022ની શરૂઆતને હવે ગણતરીના કલાક જ બાકી છે ત્યાં ધોનીએ સુકાની પદ છોડવાનો નિર્ણય કર્યો છે. 

    હવે એમએસ ધોનીના સ્થાને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને કમાન સોંપવામાં આવી છે.
     
    મહેન્દ્ર સિંહ ધોની IPLની પ્રથમ સિઝન એટલે કે 2008થી ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો. 213 મેચોમાં કેપ્ટનશિપ કરતી વખતે ધોનીએ 130 મેચમાં ટીમને જીત અપાવી છે

    આ સમાચાર પણ વાંચો : ACC અધ્યક્ષ જય શાહનો કાર્યકાળ લંબાવાયો, હવે તેમના પદ પર આ વર્ષ સુધી બની રહેશે.. જાણો વિગતે