Tag: criminal laws

  • Criminal Laws: ગુજરાતમાં નવા કાયદાઓના અમલીકરણ અંગે કેન્દ્ર અને રાજ્યની ઉચ્ચસ્તરીય બેઠક, આ તારીખ સુધી થશે ૧૦૦% અમલીકરણ

    Criminal Laws: ગુજરાતમાં નવા કાયદાઓના અમલીકરણ અંગે કેન્દ્ર અને રાજ્યની ઉચ્ચસ્તરીય બેઠક, આ તારીખ સુધી થશે ૧૦૦% અમલીકરણ

    News Continuous Bureau | Mumbai

    • ત્રણ નવા ફોજદારી કાયદાઓના ગુજરાતમાં અમલીકરણ અંગેની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરતા કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી
    • રાજ્યના બધા જ કમિશનરેટમાં આગામી ૩૦ એપ્રિલ સુધીમાં અને સમગ્ર રાજ્યમાં બનતી ત્વરાએ નવા ફોજદારી કાયદાઓનું અમલીકરણ સુનિશ્ચિત કરવા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીની તાકીદ
    • ૧૦ વર્ષ કરતાં વધુ સમયના કેસોમાં ગુજરાતે ૯૨%થી વધુ ચાર્જશીટ સમયસર દાખલ કરવાનું સરાહનીય કાર્ય કર્યુ છે.
    • રાજ્યની જેલોમાં દરેક ન્યાયાલયો માટે એક વિડિયો કોન્ફરન્સિંગ ક્યુબિકલ હોવું જોઈએ.
    • ફોરેન્સિક ક્રાઈમ મેનેજરની ગુજરાતે કરેલી પહેલ અન્ય રાજ્યોએ પણ અપનાવવી જોઈએ.
    • ગુજરાત સરકારે ઝીરો એફ.આઈ.આર.ને ૧૦૦ ટકા એફ.આઈ.આર.માં બદલવાનું પ્રસંશનીય કાર્ય કર્યુ છે.
    • ગુજરાત હાઈકોર્ટે નીચલી અદાલતોને ઈ-પ્રોસેસથી કાર્યવાહીના નિર્દેશો આપીને સારી પહેલ કરી છે.

    Criminal Laws: ત્રણ નવા ફોજદારી કાયદાઓના ગુજરાતમાં અમલીકરણ અંગેની ઉચ્ચસ્તરિય સમીક્ષા બેઠક નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાઈ હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં પોલીસ, જેલ, કોર્ટ, પ્રોસિક્યુશન અને ફોરેન્સિક સંબંધીત વિવિધ નવી જોગવાઈઓના ગુજરાતમાં અમલીકરણ તેમજ વર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે આ સમીક્ષા બેઠકની ચર્ચાઓમાં સ્પષ્ટપણે કહ્યું કે, ત્રણ નવા ફોજદારી કાયદાઓમાં કોઈપણ કેસમાં એફ.આઈ.આર.થી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ત્રણ વર્ષમાં ન્યાય અપાવવાની જોગવાઈઓ એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશમાં લાવવામાં આવેલા આ ત્રણ નવા કાયદાઓનો આત્મા છે.

     High-level meeting of the Center and the State regarding the implementation of new laws in Gujarat
    High-level meeting of the Center and the State regarding the implementation of new laws in Gujarat

     

     

     

     

     

     

     

     

     

     

    Criminal Laws: શ્રી અમિતભાઈ શાહે ગુજરાત સરકાર દ્વારા આ ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ માટે થયેલી કાર્યવાહીની સમીક્ષા કરતાં જણાવ્યું કે, આગામી ૩૦ એપ્રિલ, ૨૦૨૫ સુધીમાં બધા જ કમિશનરેટમાં આ નવા કાયદાઓનું ૧૦૦ ટકા અમલીકરણ સુનિશ્ચિત થવું જોઈએ. તેમણે કહ્યું કે, આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા દર મહિને, ગૃહ રાજ્ય મંત્રીશ્રી દ્વારા દર પંદર દિવસે તથા મુખ્ય સચિવ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશક સ્તરે સાપ્તાહિક સમીક્ષા થાય તે જરૂરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ગુજરાતમાં ૧૦ વર્ષથી વધુ સમયની સજાવાળા કેસોમાં ૯૨ ટકાથી વધુ ચાર્જશીટ સમયસર દાખલ કરવાનું જે કાર્ય થયું છે તેની પ્રસંશા કરી હતી. તેમણે ઉમેર્યુ કે, બાકી રહેલા કેસોમાં કોર્ટની અનુમતી લઈને જોગવાઈઓનો ઉપયોગ કરવા માટેની સમીક્ષા પણ થવી જોઈએ. શ્રી અમિતભાઈ શાહે ગુજરાતમાં ઝીરો એફ.આઈ.આર.ને ૧૦૦ ટકા એફ.આઈ.આર.માં બદલવાના કાર્યની સરાહના કરતાં કહ્યુ કે, એવી વ્યવસ્થા ઉભી થવી જોઈએ જેમાં ક્રાઈમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ(CCTNS) દ્વારા બે રાજ્યો વચ્ચે એફ.આઈ.આર. ટ્રાન્સફર થઈ શકે. તેમણે ગુજરાત CCTNS 2.0 અપનાવે તેવી પણ હિમાયત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ નવા ફોજદારી કાયદાઓમા ઈલેક્ટ્રોનિક્સ એવિડન્સની જોગવાઈઓના ઉચિત અમલીકરણ માટે ગૃહ વિભાગ અને આરોગ્ય વિભાગ સંકલન બેઠકો યોજીને પોસ્ટમોર્ટમ રિપોર્ટસ સહિત અન્ય મેડિકલ રિપોર્ટસ ઈલેક્ટ્રોનિક્સ સ્વરૂપે મળે તેના પર વિશેષ ભાર મુક્યો હતો.

    આ સમાચાર પણ વાંચો:  ભારે કરી.. મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ બિહારના CM નીતિશ કુમાર પાડવા લાગ્યા તાળી, પછી સ્પીકરે… જુઓ વિડિયો..

    Criminal Laws: શ્રી અમિતભાઈ શાહે જેલ, સરકારી હોસ્પિટલો, બેન્ક, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી વગેરેમાં પણ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી એવિડન્સ દાખલ કરવાની વ્યવસ્થા હોવી જોઈએ એમ જણાવતા ઉમેર્યુ કે, રાજ્યની જેલોમાં દરેક ન્યાયાલય માટે એક વિડિયો કોન્ફરન્સિંગ ક્યુબિકલ હોવું જોઈએ. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, પોલીસે પૂછપરછ માટે અટકાયતમાં લીધેલા લોકો, જાપ્તા યાદી અને કોર્ટમાં મોકલવામાં આવેલા કેસો સહિતની માહિતી ઇલેક્ટ્રોનિક ડેશબોર્ડ પર પૂરી પાડવી જોઈએ. તેમણે રાજ્યના પોલીસ મહાનિદેશકને આવા કેસોનું સતત મોનિટરીંગ કરવા સૂચન ઉપરાંત પોલીસ સ્ટેશનોમાં નેટવર્ક કનેક્ટિવિટી સ્પીડ નિર્ધારિત ધારાધોરણો કરતાં વધુ રાખવા પણ સૂચવ્યુ હતું. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ કહ્યું કે, સંગઠિત ગુનાખોરી, આતંકવાદ અને મોબ લિંચિંગની જોગવાઈઓનો દુરુપયોગ ન થાય તેની ખાતરી કરી શકાય તે માટે રાજ્ય સરકારે એક પરિપત્ર જાહેર કરવો જોઈએ. તેમણે કહ્યું કે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં ગેરહાજરીમાં ટ્રાયલ (Trial In Absentia)ની જોગવાઈ કરવામાં આવી છે, તે અંતર્ગત ભાગેડુ ગુનેગારો સામે કાર્યવાહી કરી શકાય છે. રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા કેસોમાં દેશમાંથી લાંબા સમયથી ફરાર હોય તેવા ભાગેડુ આરોપીઓ સામે આવી ટ્રાયલની શરૂઆત થવી જોઈએ.

     High-level meeting of the Center and the State regarding the implementation of new laws in Gujarat
    High-level meeting of the Center and the State regarding the implementation of new laws in Gujarat

     

     

     

     

     

     

     

     

     

     

    Criminal Laws: ગૃહમંત્રી શ્રી શાહે દરેક જિલ્લામાં બે થી વધુ ફોરેન્સિક સાયન્સ મોબાઇલ વાન ઉપલબ્ધ કરાવવા પર આ બેઠકમાં ભાર મૂક્યો હતો. તેમણે આવી મોબાઇલ ફોરેન્સિક વાનમાં વપરાતી તમામ ૧૨ કિટ્સ ભારતમાં જ બનેલી હોય તે સુનિશ્ચિત કરવા સૂચન કર્યુ હતુ. ગુજરાત દ્વારા “ફોરેન્સિક ક્રાઈમ મેનેજર”ની નિમણુંક માટે કરાયેલી પહેલની સરાહના કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, આ પહેલને અન્ય રાજ્યોએ પણ અપનાવવી જોઈએ. આ ઉપરાંત, પેન્ડિંગ ફોરેન્સિક કેસોના નિકાલ માટે ઝુંબેશ ચલાવીને તેના ઉકેલ લાવવા અને ફોરેન્સિક વિભાગમાં ખાલી જગ્યાઓ પર વહેલી તકે ભરતી સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટે તમામ નીચલી અદાલતોને ઈ-પ્રોસેસથી કામગીરી કરવા માટે દિશાનિર્દેશો આપ્યાં છે, આ પહેલ ડિજિટલ અને પારદર્શિતા સુનિશ્ચિત કરતી સારી પહેલ છે તેમ જણાવી અન્ય રાજ્યોને પણ આ માટે પ્રયાસો કરવા સૂચન કર્યું હતું. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહન, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, ગૃહ વિભાગના અને મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય, નેશલન ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના મહાનિદેશક અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય તથા રાજ્ય સરકારના ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • PM Modi Criminal Laws: PM મોદીએ આ ત્રણ નવા ફોજદારી કાયદાઓ દેશને કર્યા સમર્પિત, કહ્યું , ‘નવા ફોજદારી કાયદાઓ લોકશાહીનો પાયો રચે છે..’

    News Continuous Bureau | Mumbai

    PM Modi Criminal Laws: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચંદીગઢમાં ત્રણ પરિવર્તનકારી નવા ફોજદારી કાયદાઓ – ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય શક્તિ અધિનિયમ – ના સફળ અમલીકરણને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા PM મોદીએ જણાવ્યું હતું કે, ચંદીગઢની ઓળખ દેવી મા ચંડી સાથે સંકળાયેલી છે, જે સત્ય અને ન્યાયની સ્થાપના કરનારી સત્તાનું એક સ્વરૂપ છે. તેમણે ઉમેર્યું હતું કે, આ જ ફિલસૂફી ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાના સંપૂર્ણ બંધારણનો આધાર છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતીય બંધારણની ભાવનાથી પ્રેરિત થઈને ભારતીય ન્યાય સંહિતાનું અમલીકરણ એક મહત્ત્વપૂર્ણ ક્ષણ હતી, કારણ કે દેશ વિકસિત ભારતનાં પ્રસ્તાવ સાથે આગળ વધવાનાં મહત્ત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને સાથે-સાથે ભારતીય બંધારણનાં 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, આપણા બંધારણમાં દેશના નાગરિકો માટે જે આદર્શોની કલ્પના કરવામાં આવી છે, તેને પરિપૂર્ણ કરવાની દિશામાં આ એક નક્કર પ્રયાસ છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, તેમને હમણાં જ એની એક ઝલક જોવા મળી હતી કે, આ કાયદાનું જીવંત પ્રદર્શન કરીને તેનો અમલ કેવી રીતે કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ લોકોને કાયદાનાં લાઇવ ડેમોની મુલાકાત લેવા અપીલ કરી હતી. તેમણે ત્રણ નવા ફોજદારી કાયદાના સફળ અમલીકરણ પ્રસંગે તમામ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ચંદીગઢના વહીવટના તમામ હોદ્દેદારોને અભિનંદન પણ પાઠવ્યા હતા.

    પ્રધાનમંત્રીએ ( PM Modi Chandigarh ) ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશની નવી ન્યાય સંહિતા બનાવવાની પ્રક્રિયા દસ્તાવેજની જેમ જ વિસ્તૃત રહી છે. તેમણે ઉમેર્યું કે તેમાં દેશના ઘણા મહાન બંધારણ અને કાનૂની નિષ્ણાતોની સખત મહેનત શામેલ છે. PM મોદીએ નોંધ્યું હતું કે, ગૃહ મંત્રાલયે જાન્યુઆરી, 2020માં સૂચનો માંગ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, દેશની અનેક ઉચ્ચ અદાલતોના મુખ્ય ન્યાયાધીશોના સમર્થન સાથે સુપ્રીમ કોર્ટના ઘણા મુખ્ય ન્યાયાધીશોના સૂચનો પણ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ, 16 હાઈકોર્ટ, જ્યુડિશિયલ એકેડેમીઝ, લો ઇન્સ્ટિટ્યૂશન્સ, સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન્સ અને ઘણાં બૌદ્ધિકો સહિત અનેક હિતધારકો ચર્ચા-વિચારણા અને ચર્ચાઓમાં સામેલ હતા તથા તેમણે વર્ષોથી તેમના બહોળા અનુભવનો ઉપયોગ કરીને નવા સંહિતાઓ માટે તેમનાં સૂચનો અને વિચારો આપ્યાં હતાં. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજના આધુનિક વિશ્વમાં રાષ્ટ્રની જરૂરિયાતો પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. શ્રી મોદીએ એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, ન્યાયતંત્રે આઝાદીનાં સાત દાયકામાં જે પડકારોનો સામનો કરવો પડ્યો હતો, તેના પર સઘન વિચારમંથન થયું હતું તેમજ દરેક કાયદાનાં વ્યવહારિક પાસા પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું કે ન્યાય સંહિતાના ભાવિ પાસા પર પણ કામ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, આ તમામ સઘન પ્રયાસોએ અમને ન્યાય સંહિતાનું વર્તમાન સ્વરૂપ આપ્યું છે. શ્રી મોદીએ નવી ન્યાય સંહિતા માટેનાં સહિયારાં પ્રયાસો માટે સર્વોચ્ચ અદાલત, ઉચ્ચ ન્યાયાલયો – પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ અને ખાસ કરીને તમામ માનનીય ન્યાયાધિશોનો આભાર માન્યો હતો. તેમણે આગળ આવવા અને તેની માલિકી લેવા બદલ બારનો આભાર પણ માન્યો. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારતનું આ ન્યાય સંહિતા, જે દરેકનાં સહકારથી બન્યું છે, તે ભારતની ન્યાયિક સફરમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.

    PM Modi Criminal Laws : ન્યાય સંહિતા ‘લોકોની, લોકો દ્વારા, લોકો માટે’ની ભાવનાને મજબૂત કરી રહી છે.

    આઝાદી પૂર્વેના સમયમાં અંગ્રેજો દ્વારા દમન અને શોષણના સાધન તરીકે ફોજદારી કાયદાઓ ઘડવામાં આવ્યા હતા તેની નોંધ લઈને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, વર્ષ 1857માં દેશની સૌપ્રથમ મોટી સ્વતંત્રતાની લડતના પરિણામે વર્ષ 1860માં ભારતીય દંડ સંહિતા ( Indian Penal Code )  (આઇપીસી)ની શરૂઆત કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, થોડાં વર્ષો પછી ભારતીય પુરાવા ધારો દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ સીઆરપીસીનું પ્રથમ માળખું અસ્તિત્વમાં આવ્યું હતું. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, આ કાયદાઓનો ઉદ્દેશ ભારતીયોને સજા કરવાનો અને તેમને ગુલામ બનાવવાનો છે. તેમણે વ્યક્ત કર્યું હતું કે, એ દુર્ભાગ્યપૂર્ણ છે કે આઝાદીના દાયકાઓ પછી પણ, આપણા કાયદાઓ સમાન દંડ સંહિતા ( Indian Penal Code ) અને દંડનીય માનસિકતાની આસપાસ ફરતા હતા. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સમયાંતરે કાયદામાં ફેરફાર કરવા છતાં તેમનું ચારિત્ર્ય યથાવત્ રહ્યું હતું. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગુલામીની આ માનસિકતાએ ભારતની પ્રગતિને ઘણી હદ સુધી અસર કરી છે.

    દેશે હવે આ સંસ્થાનવાદી માનસિકતામાંથી બહાર આવવું જોઈએ એ વાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ અપીલ કરી હતી કે, રાષ્ટ્રની તાકાતનો ઉપયોગ રાષ્ટ્રનિર્માણમાં થવો જોઈએ, જે માટે રાષ્ટ્રીય વિચારસરણીની જરૂર છે. તેમણે યાદ કર્યું કે આ વર્ષે સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન, તેમણે દેશને ગુલામીની માનસિકતાથી મુક્ત થવાનું વચન આપ્યું હતું. PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવા ન્યાય સંહિતાઓના અમલીકરણ સાથે દેશે એ દિશામાં વધુ એક પગલું ભર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ન્યાય સંહિતા ‘લોકોની, લોકો દ્વારા, લોકો માટે’ની ભાવનાને મજબૂત કરી રહી છે, જે લોકશાહીનો પાયો છે.

    આ સમાચાર પણ વાંચોTelangana Earthquake : તેલંગાણામાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 5.3ની તીવ્રતા, કોઈ જાનહાનિ નહીં

    ન્યાય સંહિતા સમાનતા, સંવાદિતા અને સામાજિક ન્યાયના વિચારોથી વણાયેલી છે એમ જણાવતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, કાયદાની દ્રષ્ટિએ દરેક વ્યક્તિ સમાન હોવા છતાં વ્યવહારિક વાસ્તવિકતા જુદી છે. તેમણે ઉમેર્યું હતું કે, ગરીબ લોકો કાયદાથી ડરે છે, ત્યાં સુધી કે તેઓ કોર્ટ કે પોલીસ સ્ટેશનમાં પણ પગ મુકતા પણ ડરે છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, નવી ન્યાય સંહિતા સમાજનાં મનોવિજ્ઞાનને બદલવાનું કામ કરશે. તેમણે ઉમેર્યું હતું કે, દરેક ગરીબને વિશ્વાસ હશે કે દેશનો કાયદો સમાનતાની ગેરંટી છે. તેમણે કહ્યું હતું કે, આ બાબત આપણા બંધારણમાં આપવામાં આવેલા સાચા સામાજિક ન્યાયને મૂર્ત સ્વરૂપ આપે છે.

    પ્રધાનમંત્રીએ ( Narendra Modi ) ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા દરેક પીડિત પ્રત્યે સંવેદનશીલતા ધરાવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશનાં નાગરિકોએ તેની વિગતો જાણવી અનિવાર્ય છે. શ્રી મોદીએ ઉપસ્થિત જનમેદનીને ત્યાં લાઇવ ડેમો જોવાની અપીલ કરતાં કહ્યું હતું કે, આજે ચંદીગઢમાં જે લાઇવ ડેમો પ્રદર્શિત થાય છે, તેને દરેક રાજ્યની પોલીસ દ્વારા પ્રમોટ અને પ્રસારિત કરવામાં આવે. કાયદામાં એવી જોગવાઈઓ સામેલ છે જેમ કે ફરિયાદના 90 દિવસની અંદર, પીડિતાને કેસની પ્રગતિ સંબંધિત માહિતી આપવી પડશે અને આ માહિતી એસએમએસ જેવી ડિજિટલ સેવાઓ દ્વારા સીધી તેના સુધી પહોંચશે. તેમણે ઉમેર્યું હતું કે, પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવા માટે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને કામના સ્થળે, ઘર અને સમાજમાં મહિલાઓના અધિકારો અને સુરક્ષા સહિતની સલામતી સુનિશ્ચિત કરવા માટે એક અલગ પ્રકરણ રજૂ કરવામાં આવ્યું હતું. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, ન્યાય સંહિતાએ એ બાબતની ખાતરી આપી હતી કે, કાયદો પીડિતાની સાથે ઊભો રહે. તેમણે ઉમેર્યું હતું કે, બળાત્કાર જેવા જઘન્ય અપરાધોમાં પ્રથમ સુનાવણીથી 60 દિવસની અંદર જ આરોપો ઘડવામાં આવશે અને સુનાવણી પૂર્ણ થયાના 45 દિવસની અંદર ચુકાદો જાહેર કરવાનું પણ ફરજિયાત બનાવવામાં આવ્યું હતું તેમજ કોઈ પણ સંજોગોમાં બે વખતથી વધુ સમય માટે સુનવણી મુલતવી રાખવામાં આવશે નહિં.

    PM Modi Criminal Laws: ન્યાયનો પ્રથમ માપદંડ સમયસર ન્યાય છે :પ્રધાનમંત્રી

    “સિટીઝન ફર્સ્ટ એ ન્યાય સંહિતાનો મૂળ મંત્ર છે.” શ્રી મોદીએ કહ્યું હતું કે, આ કાયદાઓ નાગરિક અધિકારોના રક્ષક બની રહ્યા છે અને ‘ન્યાયમાં સરળતા’નો આધાર બની રહ્યા છે. અગાઉ એફઆઈઆર નોંધવી ખૂબ જ મુશ્કેલ હતી એ બાબતનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, હવે ઝીરો એફઆઈઆર કાયદેસર થઈ ગઈ છે અને હવેથી ગમે ત્યાંથી કેસ નોંધી શકાય છે. પ્રધાનમંત્રીએ એ પણ નોંધ્યું હતું કે પીડિતાને એફઆઈઆરની નકલ આપવાનો અધિકાર આપવામાં આવ્યો હતો અને હવે આરોપી સામેનો કોઈપણ કેસ ત્યારે જ પાછો ખેંચવામાં આવશે જ્યારે પીડિતા સંમત થાય. તેમણે ઉમેર્યું હતું કે હવે પોલીસ કોઈ પણ વ્યક્તિની પોતાની રીતે અટકાયત કરી શકશે નહીં અને ન્યાય સંહિતામાં તેના પરિવારના સભ્યોને જાણ કરવી ફરજિયાત બનાવવામાં આવી છે. માનવતા અને સંવેદનશીલતાને નવી ન્યાય સંહિતાનાં અન્ય મહત્ત્વપૂર્ણ પાસાં ગણાવતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, હવે આરોપીને સજા વિના લાંબા સમય સુધી જેલમાં રાખી શકાય તેમ નથી અને હવે 3 વર્ષથી ઓછી સજાને પાત્ર ગુનાનાં કિસ્સામાં ધરપકડ પણ ઉચ્ચ સત્તામંડળની સંમતિથી જ થઈ શકશે. તેમણે ઉમેર્યું હતું કે, નાના ગુનાઓ માટે ફરજિયાત જામીનની જોગવાઈ પણ કરવામાં આવી હતી. આ અંગે વધુ જણાવતાં પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, સામાન્ય ગુનાઓમાં સજાને બદલે સામુદાયિક સેવાનો વિકલ્પ પણ રાખવામાં આવે છે. તેમણે કહ્યું કે, આનાથી આરોપીઓને સમાજના હિતમાં સકારાત્મક દિશામાં આગળ વધવાની નવી તકો મળશે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવી ન્યાય સંહિતા પ્રથમ વખત અપરાધી બનવાની બાબતમાં અતિ સંવેદનશીલ પણ છે અને ન્યાય સંહિતા લાગુ થયા પછી હજારો કેદીઓને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે, જેમને જૂનાં કાયદાને કારણે જેલમાંથી કેદ કરવામાં આવ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, નવી ન્યાય સંહિતાઓ નાગરિક અધિકારોના સશક્તિકરણને વધુ મજબૂત બનાવશે.

    ન્યાયનો પ્રથમ માપદંડ સમયસર ન્યાય છે એ વાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશે નવી ન્યાય સંહિતા પ્રસ્તુત કરીને ઝડપી ન્યાયની દિશામાં મોટી છલાંગ લગાવી છે. તેમણે ઉમેર્યું હતું કે, કોઈ પણ સંજોગોમાં દરેક તબક્કો પૂર્ણ કરવા માટે સમયમર્યાદા નક્કી કરીને ન્યાય સંહિતામાં ચાર્જશીટ દાખલ કરવા અને ઝડપથી ચૂકાદો આપવાને પ્રાથમિકતા આપવામાં આવી હતી. નવા અમલીકરણ પામેલા ન્યાય સંહિતાને પરિપક્વ થવા માટે સમયની જરૂર છે એ બાબતનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ એ બાબતનો આનંદ વ્યક્ત કર્યો હતો કે, આટલા ટૂંકા ગાળામાં દેશના વિવિધ ભાગોમાંથી પ્રાપ્ત થયેલાં પરિણામો અત્યંત સંતોષકારક રહ્યાં હતાં. તેમણે ચંદીગઢના ઉદાહરણો ટાંક્યા હતા જ્યાં વાહન ચોરીનો કેસ માત્ર 2 મહિના અને 11 દિવસમાં પૂર્ણ થયો હતો અને એક વિસ્તારમાં અશાંતિ ફેલાવવાના કેસમાં આરોપીને પણ કોર્ટે માત્ર 20 દિવસમાં સંપૂર્ણ સુનાવણી બાદ સજા ફટકારી હતી. તેમણે વધુમાં દિલ્હી અને બિહારમાં ઝડપી ન્યાયના ઉદાહરણો ટાંક્યા હતા અને ઉમેર્યું હતું કે આ ઝડપી ચુકાદાઓ ભારતીય ન્યાય સંહિતાની શક્તિ અને અસર દર્શાવે છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પરિવર્તન દર્શાવે છે કે, જ્યારે સામાન્ય નાગરિકોનાં હિતોને સમર્પિત અને તેમની સમસ્યાઓનું સમાધાન કરવા માટે સરકાર હતી, ત્યારે તેમાં ફેરફારો અને પરિણામો નક્કી કરવામાં આવ્યાં હતાં. તેમણે વધુમાં વિનંતી કરી હતી કે દેશમાં આ ચુકાદાઓની શક્ય તેટલી ચર્ચા થવી જોઈએ જેથી દરેક ભારતીયને ખબર પડે કે ન્યાય માટે તેમની શક્તિ કેવી રીતે વધી છે. તેમણે ઉમેર્યું હતું કે, આનાથી ગુનેગારો જૂની અને અસ્તિત્વમાં ન હોય તેવી વિલંબિત ન્યાય પ્રણાલીથી પણ સાવચેત થઈ જશે.

    PM મોદીએ જણાવ્યું હતું કે, “નિયમો અને કાયદાઓ ત્યારે જ અસરકારક બને છે જ્યારે તે સમય સાથે સુસંગત હોય.” ઉમેર્યું હતું કે, આજે ગુના અને ગુનેગારોની પદ્ધતિઓ બદલાઈ ગઈ છે જેના કારણે આધુનિક એવા નવા કાયદાઓ દાખલ કરવાની જરૂર પડી છે. ડિજિટલ પુરાવાને મહત્ત્વપૂર્ણ પુરાવા તરીકે રાખી શકાય તેમ છે અને તપાસ દરમિયાન પુરાવા સાથે ચેડાં ન થાય તેની ખાતરી કરવા માટે સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી ફરજિયાત બનાવવામાં આવી છે એ બાબતનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, નવા કાયદાઓનો અમલ કરવા માટે ઇ-સાક્ષા, ન્યાય શ્રુતિ, ન્યાય સેતુ, ઇ-સમન્સ પોર્ટલ જેવા ઉપયોગી સાધનો વિકસાવવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, હવે ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા કોર્ટ અને પોલીસ દ્વારા સીધા ફોન પર સમન્સ આપી શકાય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સાક્ષીઓના નિવેદનોનું ઓડિયો-વિડિયો રેકોર્ડિંગ પણ થઈ શકે છે. ડિજિટલ પુરાવા પણ હવે કોર્ટમાં માન્ય ગણાશે એ બાબતનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, તે ન્યાયનો આધાર બનશે અને જ્યાં સુધી ગુનેગાર ન પકડાય ત્યાં સુધી સમયનો બિનજરૂરી બગાડ અટકાવશે. તેમણે નોંધ્યું હતું કે, આ ફેરફારો દેશની સુરક્ષા માટે પણ એટલાં જ મહત્ત્વપૂર્ણ છે અને ડિજિટલ પુરાવા અને ટેકનોલોજીનું સંકલન આપણને આતંકવાદ સામે લડવામાં પણ મદદરૂપ થશે. તેમણે ઉમેર્યું હતું કે, નવા કાયદાઓ હેઠળ કાયદાની જટિલતાઓનો લાભ આતંકવાદીઓ કે ત્રાસવાદી સંગઠનો ઉઠાવી શકશે નહીં.

    નવા ન્યાય સંહિતાથી દરેક વિભાગની ઉત્પાદકતામાં વધારો થશે અને દેશની પ્રગતિમાં ઝડપ આવશે એ બાબત પર ભાર મૂકીને શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેનાથી કાયદાકીય અવરોધોને કારણે ભ્રષ્ટાચારને નિયંત્રણમાં લેવામાં મદદ મળશે. તેમણે ઉમેર્યું કે, મોટાભાગના વિદેશી રોકાણકારો લાંબા અને વિલંબિત ન્યાયના ડરને કારણે અગાઉ ભારતમાં રોકાણ કરવા માંગતા ન હતા. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે આ ભયનો અંત આવશે, ત્યારે રોકાણ વધશે, જેથી દેશની અર્થવ્યવસ્થા મજબૂત થશે.

    દેશનો કાયદો નાગરિકો માટે છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એટલે કાયદાકીય પ્રક્રિયાઓ પણ લોકોની સુવિધા માટે જ હોવી જોઈએ. ભારતીય દંડ સંહિતામાં રહેલી ખામીઓ અને ગુનેગારો સામે પ્રામાણિક લોકો માટે કાયદાનાં ભયનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ કહ્યું હતું કે, નવા ન્યાય સંહિતાઓએ લોકોને આ પ્રકારની મુશ્કેલીઓમાંથી મુક્ત કર્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકારે બ્રિટિશ શાસનનાં 1500થી વધારે જૂનાં કાયદાને નાબૂદ કર્યા છે.

    PM મોદીએ અનુરોધ કર્યો હતો કે, આપણા દ્રષ્ટિકોણને વિસ્તૃત કરવાની જરૂર છે, જેથી કાયદો આપણા દેશમાં નાગરિક સશક્તિકરણનું માધ્યમ બને. તેમણે ઉમેર્યું કે, એવા ઘણા કાયદાઓ છે જેમાં ચર્ચાઓ અને વિચાર-વિમર્શનો અભાવ છે. કલમ 370 નાબૂદ કરવા અને ત્રણ તલાકનું ઉદાહરણ ટાંકીને શ્રી મોદીએ કહ્યું હતું કે, આ અંગે ઘણી ચર્ચાઓ થઈ હતી. તેમણે ઉમેર્યું હતું કે, આજકાલ વકફ બોર્ડ સાથે જોડાયેલા કાયદા પર પણ ચર્ચા ચાલી રહી છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નાગરિકોની ગરિમા અને સ્વાભિમાન વધારવા માટે બનાવવામાં આવેલાં એ કાયદાઓને પણ એટલું જ મહત્ત્વ આપવાની જરૂર છે. તેમણે દિવ્યાંગોનાં અધિકારોનાં કાયદા, 2016નાં અમલીકરણનું ઉદાહરણ ટાંક્યું હતું, જેણે દિવ્યાંગોને સશક્ત કરવાની સાથે સમાજને વધારે સર્વસમાવેશક અને સંવેદનશીલ બનાવવાનું અભિયાન પણ હાથ ધર્યું હતું. તેમણે ઉમેર્યું કે નારી શક્તિ વંદન અધિનિયમ સમાન પ્રકારના મોટા પરિવર્તન માટે પાયો નાખવા જઈ રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, એ જ રીતે ટ્રાન્સજેન્ડર્સ સાથે સંબંધિત કાયદાઓ, મધ્યસ્થતા ધારો, જીએસટી કાયદો બનાવવામાં આવ્યો છે, જેના પર સકારાત્મક ચર્ચા જરૂરી છે.

    પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “કોઈ પણ દેશની તાકાત તેના નાગરિકો છે અને દેશનો કાયદો જ નાગરિકોની તાકાત છે.” આનાથી લોકોને કાયદાનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને નાગરિકોની કાયદા પ્રત્યેની આ વફાદારી રાષ્ટ્રની એક મોટી સંપત્તિ છે, એમ શ્રી મોદીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, નાગરિકોનો વિશ્વાસ તૂટે નહીં તે સુનિશ્ચિત કરવાની જવાબદારી આપણા સૌની છે. શ્રી મોદીએ દરેક વિભાગ, દરેક એજન્સી, દરેક અધિકારી અને દરેક પોલીસકર્મીને ન્યાય સંહિતાની નવી જોગવાઈઓ જાણવા અને તેમની ભાવનાને સમજવા વિનંતી કરી હતી. તેમણે રાજ્ય સરકારોને ન્યાય સંહિતાનો અસરકારક રીતે અમલ થાય તે સુનિશ્ચિત કરવા સક્રિયપણે કામ કરવા વિનંતી કરી હતી, જેથી તેની અસર જમીન પર દેખાય. તેમણે નાગરિકોને આ નવા અધિકારો પ્રત્યે શક્ય તેટલા જાગૃત રહેવા પણ વિનંતી કરી. આ માટે ખભેખભો મિલાવીને કામ કરવાની જરૂર હોવાનું જણાવતાં પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ન્યાય સંહિતાનો જેટલો વધુ અસરકારક અમલ થશે, આપણે દેશને વધુ સારું અને ઉજ્જવળ ભવિષ્ય આપવા સક્ષમ બનીશું, જે આપણાં બાળકોનું જીવન નક્કી કરશે અને આપણી સેવાનો સંતોષ નક્કી કરશે. સંબોધનના સમાપનમાં શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આપણે સૌ આ દિશામાં સાથે મળીને કામ કરીશું અને રાષ્ટ્રનિર્માણમાં આપણી ભૂમિકા વધારીશું.

    આ સમાચાર પણ વાંચો: Mahayuti Oath Ceremony: શપથ ગ્રહણ સમારોહને હવે 48 કલાક બાકી, હજુ પણ મહાયુતિ સરકારના ગઠનમાં અહીં ફસાયો પેચ, જાણો

    આ કાર્યક્રમમાં પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક શ્રી ગુલાબચંદ કટારિયા, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ અને રાજ્યસભાના સાંસદ શ્રી સતનામ સિંહ સંધુ સહિત અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

    પાશ્વ ભાગ

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ચંદીગઢ ખાતે ત્રણ પરિવર્તનશીલ નવા ફોજદારી કાયદાઓ – ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય શક્તિ અધિનિયમના સફળ અમલીકરણને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.

    આ ત્રણેય કાયદાઓની સંકલ્પના પ્રધાનમંત્રીની આઝાદી પછી પણ અસ્તિત્વમાં રહેલા સંસ્થાનવાદી યુગના કાયદાઓને દૂર કરવાના અને સજામાંથી ન્યાય તરફ ધ્યાન કેન્દ્રિત કરીને ન્યાયિક વ્યવસ્થામાં પરિવર્તન લાવવાના વિઝનથી પ્રેરિત હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમનો વિષય ‘સુરક્ષિત સમાજ, વિકસિત ભારત – શિક્ષાથી ન્યાય’ છે.

    1 જુલાઈ, 2024ના રોજ રાષ્ટ્રવ્યાપી અમલમાં મૂકવામાં આવેલા નવા ફોજદારી કાયદાઓનો હેતુ ભારતની કાનૂની પ્રણાલીને વધુ પારદર્શક, કાર્યક્ષમ અને સમકાલીન સમાજની જરૂરિયાતોને અનુકૂળ બનાવવાનો છે. આ સીમાચિહ્નરૂપ સુધારાઓ ભારતની અપરાધિક ન્યાય વ્યવસ્થામાં ઐતિહાસિક સુધારાનું પ્રતીક છે, જે સાયબર ક્રાઇમ, સંગઠિત અપરાધ અને વિવિધ અપરાધોનો ભોગ બનેલા લોકો માટે ન્યાય સુનિશ્ચિત કરવા જેવા આધુનિક પડકારોને પહોંચી વળવા માટે નવું માળખું ઊભું કરશે.

    આ કાર્યક્રમમાં આ કાયદાઓના વ્યવહારિક અમલીકરણનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે તેઓ કેવી રીતે ફોજદારી ન્યાયના લેન્ડસ્કેપને પહેલેથી જ ફરીથી આકાર આપી રહ્યા છે. એક લાઇવ ડેમોન્સ્ટ્રેશન પણ યોજવામાં આવ્યું હતું, જેમાં ગુનાના દ્રશ્યની તપાસનું અનુકરણ કરવામાં આવ્યું હતું જ્યાં નવા કાયદાઓને અમલમાં મૂકવામાં આવ્યા હતા.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

     

  • PM Modi Chandigarh: PM મોદી આજે લેશે ચંદીગઢની મુલાકાત, આ ત્રણ નવા ફોજદારી કાયદાઓના સફળ અમલીકરણને રાષ્ટ્રને કરશે સમર્પિત

    News Continuous Bureau | Mumbai

    PM Modi Chandigarh: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચંદીગઢ ખાતે ત્રણ પરિવર્તનશીલ નવા ફોજદારી કાયદાઓ – ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય શક્તિ અધિનિયમ – ના સફળ અમલીકરણને રાષ્ટ્રને સમર્પિત કરશે. 

    આ ત્રણેય કાયદાઓની સંકલ્પના પ્રધાનમંત્રીની ( Narendra Modi ) આઝાદી પછી પણ અસ્તિત્વમાં રહેલા સંસ્થાનવાદી યુગના કાયદાઓને દૂર કરવાના અને સજામાંથી ન્યાય તરફ ધ્યાન કેન્દ્રિત કરીને ન્યાયિક વ્યવસ્થામાં પરિવર્તન લાવવાના વિઝનથી પ્રેરિત હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમનો વિષય ‘સુરક્ષિત સમાજ, વિકસિત ભારત – શિક્ષાથી ન્યાય’ છે.

    1 જુલાઈ, 2024ના રોજ રાષ્ટ્રવ્યાપી અમલમાં મૂકવામાં આવેલા નવા ફોજદારી કાયદાઓનો હેતુ ભારતની કાનૂની પ્રણાલીને વધુ પારદર્શક, કાર્યક્ષમ અને સમકાલીન સમાજની જરૂરિયાતોને અનુકૂળ બનાવવાનો છે. આ સીમાચિહ્નરૂપ સુધારાઓ ભારતની અપરાધિક ન્યાય વ્યવસ્થામાં ઐતિહાસિક સુધારાનું પ્રતીક છે, જે સાયબર ક્રાઇમ ( Cybercrime ) , સંગઠિત અપરાધ અને વિવિધ અપરાધોનો ભોગ બનેલા લોકો માટે ન્યાય સુનિશ્ચિત કરવા જેવા આધુનિક પડકારોને ( Criminal Laws ) પહોંચી વળવા માટે નવું માળખું ઊભું કરશે.

    આ સમાચાર પણ વાંચો : The Sabarmati Report PM Modi: PM મોદીએ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળી, ફિલ્મના નિર્માતાઓ માટે કહી ‘આ’ વાત..

    ( PM Modi Chandigarh ) કાર્યક્રમ આ કાયદાઓના વ્યવહારિક અમલીકરણને પ્રદર્શિત કરશે, જે દર્શાવે છે કે તેઓ કેવી રીતે ફોજદારી ન્યાયના ( Criminal Justice ) લેન્ડસ્કેપને ફરીથી આકાર આપી રહ્યા છે. એક લાઇવ ડેમોન્સ્ટ્રેશન પણ યોજવામાં આવશે, જેમાં ક્રાઇમ સીનની તપાસનું અનુકરણ કરવામાં આવશે, જ્યાં નવા કાયદાઓને અમલમાં મૂકવામાં આવશે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Amit Shah Chandigarh : કેન્દ્રીય ગૃહ મંત્રી  શ્રી અમિત શાહે ચંદીગઢમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓ માટે ઈ-સાક્ષ્ય, ન્યાય સેતુ, ન્યાય શ્રુતિ અને ઈ-સમન એપ લોન્ચ કરી

    Amit Shah Chandigarh : કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ચંદીગઢમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓ માટે ઈ-સાક્ષ્ય, ન્યાય સેતુ, ન્યાય શ્રુતિ અને ઈ-સમન એપ લોન્ચ કરી

    News Continuous Bureau | Mumbai  

    Amit Shah Chandigarh : કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ( Amit Shah ) ચંદીગઢમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓ માટે ઇ-સાક્ષ્ય, ન્યાય સેતુ, ન્યાય શ્રુતિ અને ઇ-સમન એપ્સ લોંચ કરી હતી. આ પ્રસંગે પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના પ્રશાસક શ્રી ગુલાબચંદ કટારિયા અને કેન્દ્રીય ગૃહ સચિવ ઉપસ્થિત રહ્યા હતા. 

    શ્રી અમિત શાહે પોતાનાં સંબોધનમાં કહ્યું હતું કે,  અહિં ઉપસ્થિત દરેક વ્યક્તિએ 21મી સદીનાં સૌથી મોટા સુધારાનાં અમલીકરણનાં સાક્ષી બન્યાં છે. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા ( Criminal Laws )  કાયદા – ભારતીય ન્યાય સંહિતા ( BNS ), ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા ( BNSS ) અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ ( BSA ) – દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા કાયદાઓમાં ભારતીયતાની સુગંધ અને ન્યાયની આપણી નૈતિકતા છે. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિને ન્યાય આપવાની જવાબદારી બંધારણની છે અને બંધારણની આ ભાવનાને સાકાર કરવા માટે આપણી અપરાધિક ન્યાય વ્યવસ્થા જ માધ્યમ છે.

    Amit Shah launched e-Sakshya, Nyaya Setu, Nyaya Shruti and e-Summon App for three new criminal laws in Chandigarh.
    Amit Shah launched e-Sakshya, Nyaya Setu, Nyaya Shruti and e-Summon App for three new criminal laws in Chandigarh.

     

    કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, 150 વર્ષ પહેલા બનેલા કાયદા આજે પ્રાસંગિક ન રહી શકે. તેમણે કહ્યું હતું કે, વર્ષ 1860 અને આજનાં ભારતનાં ઉદ્દેશ અને એ સમયનાં શાસકોનાં હિતો અને એ સમયનાં આપણાં બંધારણનાં ઉદ્દેશો વચ્ચે મોટો તફાવત છે, પણ અમલીકરણની વ્યવસ્થા યથાવત્ છે. તેમણે કહ્યું કે વર્ષો સુધી લોકોને ન્યાય મળતો નથી, તેના બદલે ન્યાય પ્રણાલીને માત્ર સુનાવણીની નવી તારીખો આપવા માટે દોષી ઠેરવવામાં આવે છે. શ્રી શાહે ઉમેર્યું હતું કે, ધીમે ધીમે આપણી વ્યવસ્થાઓ પર લોકોનો વિશ્વાસ ડગમગી રહ્યો છે. આથી જ મોદી સરકારે ( Central Government ) આઈપીસીને બદલે બીએનએસ, સીઆરપીસીને બદલે બીએનએસએસ અને એવિડન્સ એક્ટને બદલે બીએસએ લાગુ કરવાનું કામ કર્યું છે, એમ તેમણે કહ્યું હતું.

    શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી ‘પંચ પ્રણ’ વિશે વાત કરી હતી, જેમાંથી એક શબ્દ ગુલામીની તમામ નિશાનીઓને નાબૂદ કરવાનો હતો. તેમણે કહ્યું કે બીએનએસ, બીએનએસએસ અને બીએસએ ભારતીય સંસદમાં ( Indian Parliament )  લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા અને ભારતના લોકો માટે બનાવવામાં આવેલા કાયદા છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, નવા કાયદાઓમાં સજા કરતાં ન્યાયને અગ્રતા આપવામાં આવી છે અને તેનો ઉદ્દેશ લોકોને ન્યાય આપવાનો છે, એટલે જ તે દંડ સંહિતા નથી, પણ ‘ન્યાય સંહિતા’ છે.

    Amit Shah launched e-Sakshya, Nyaya Setu, Nyaya Shruti and e-Summon App for three new criminal laws in Chandigarh.
    Amit Shah launched e-Sakshya, Nyaya Setu, Nyaya Shruti and e-Summon App for three new criminal laws in Chandigarh.

    આ સમાચાર પણ વાંચો : Stock Market Today: શેર બજાર ઊંધા માથે પટકાયું, લોકોનું લાખો કરોડનું નુકસાન.

    કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, આ કાયદાઓના સંપૂર્ણ અમલ બાદ ભારત પાસે સમગ્ર વિશ્વમાં સૌથી આધુનિક અને ટેકનોલોજી આધારિત અપરાધિક ન્યાય પ્રણાલી હશે. તેમણે કહ્યું કે, આ માટે ગૃહ મંત્રાલયે વિવિધ સ્તરે તાલીમ અને કૌશલ્ય વિકાસ માટેની વ્યવસ્થા કરી છે. તેમણે કહ્યું કે, આ કાયદા બન્યા પહેલા જ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપનાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આજે દેશના આઠ રાજ્યોમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીઓ કાર્યરત છે અને ફોરેન્સિક નિષ્ણાતો ઉપલબ્ધ કરાવવા લાગ્યા છે. તેમણે કહ્યું કે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીઓ વધુ આઠ રાજ્યોમાં ખોલવામાં આવશે, જે વાર્ષિક 36 હજાર ફોરેન્સિક નિષ્ણાતો પ્રદાન કરશે.

    શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આ કાયદાઓમાં સાત વર્ષ કે તેથી વધારે સજા ધરાવતાં ગુનાઓમાં ફોરેન્સિક ટીમ દ્વારા ફરજિયાત મુલાકાત લેવાની જોગવાઈ છે તથા ટેકનિકલ પુરાવાથી દોષિત ઠરવાનાં પુરાવામાં વધારો કરવામાં પણ મદદ મળશે. તેમણે કહ્યું કે આ કેસોમાં કાર્યવાહી નિયામકની વ્યવસ્થા કરવામાં આવી છે જે કાર્યવાહીની આખી પ્રક્રિયા પર સતત નજર રાખશે. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા અને તાલુકા કક્ષા સુધીના ડાયરેકટર ઓફ પ્રોસિક્યુશનની સમગ્ર શ્રૃંખલા તૈયાર કરવામાં આવી છે અને તેમની સત્તા પણ નક્કી કરવામાં આવી છે.

    Amit Shah launched e-Sakshya, Nyaya Setu, Nyaya Shruti and e-Summon App for three new criminal laws in Chandigarh.
    Amit Shah launched e-Sakshya, Nyaya Setu, Nyaya Shruti and e-Summon App for three new criminal laws in Chandigarh.

    કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, તેના સંપૂર્ણ અમલીકરણ માટે આપણી સમગ્ર સિસ્ટમની ટેકનિકલ ક્ષમતા વધારવી પડશે. તેમણે કહ્યું કે આજે ઈ-શક્તિ, ન્યાય સેતુ ( Nyaya Setu ) , ન્યાય શ્રુતિ ( Nyaya Shruti ) અને ઈ-સમન (  e-Summon  ) એપ્સ લોન્ચ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ઇ-સાક્ષ્ય ( e-Sakshya ) હેઠળ તમામ વીડિયોગ્રાફી, ફોટોગ્રાફી અને જુબાનીઓ ઇ-એવિડન્સ સર્વર પર સેવ કરવામાં આવશે, જે તરત જ કોર્ટમાં પણ ઉપલબ્ધ થશે. ઇ-સમન્સ હેઠળ તેને કોર્ટમાંથી પોલીસ સ્ટેશન અને જે વ્યક્તિને સમન્સ મોકલવાનું છે તેને પણ ઇલેક્ટ્રોનિકલી મોકલવામાં આવશે.ન્યાય સેતુ ડેશબોર્ડ પર પોલીસ, મેડિકલ, ફોરેન્સિક, પ્રોસિક્યુશન અને જેલને એક સાથે જોડવામાં આવી છે, જે પોલીસને તપાસ સાથે સંબંધિત તમામ માહિતી માત્ર એક ક્લિકમાં પૂરી પાડશે. ન્યાય શ્રુતિના માધ્યમથી કોર્ટ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાક્ષીઓને સાંભળી શકશે. આનાથી સમય અને પૈસાની બચત થશે અને કેસોનું ઝડપથી સમાધાન પણ થશે.

    શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, મોદી સરકારે આ ત્રણ નવા કાયદાનાં સરળ અમલીકરણ માટે ઘણી પહેલો હાથ ધરી છે. તેમણે કહ્યું કે સીસીટીએનએસથી લઈને એસ.એચ.ઓ.ની તાલીમ અને એફએસએલના એકીકરણ સુધી ઘણું કામ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, ટેકનોલોજીને આ સંપૂર્ણ સિસ્ટમનો મુખ્ય આધારસ્તંભ બનાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, માત્ર ચંદીગઢમાં જ 22 આઈટી સ્પેશિયાલિસ્ટ અને 125 ડેટા એનાલિસ્ટ્સને સ્થાન આપવામાં આવ્યું છે. તમામ પોલીસ સ્ટેશનમાં 107 નવા કોમ્પ્યુટર, સ્પીકર અને બે વેબ કેમેરા લગાવવામાં આવ્યા છે, 170 ટેબલેટ, 25 મોબાઇલ ફોન અને 144 નવા આઇટી કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવી છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, દેશમાં સૌપ્રથમ વહીવટી એકમ ચંદીગઢ હશે, જે નવા ફોજદારી કાયદાનો 100 ટકા અમલ કરશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, જે લોકો સ્વામી વિવેકાનંદનાં ‘સ્વ’થી ‘નિઃસ્વાર્થ’ સુધીનાં બોધને આત્મસાત કરે છે, તેઓ જ ખરા અર્થમાં ડાહ્યા છે અને આપણા સાયબર-સૈનિકોએ તેને સાકાર કરવાનું કામ કર્યું છે.

    આ સમાચાર પણ વાંચો :  Waqf Board Act : આજે પાંચ ઓગસ્ટ, મોદી સરકાર વકફ બોર્ડના કાયદા બદલશે.

    કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, નશાની લત વિરુદ્ધ અમારું અભિયાન માત્ર સરકારી અભિયાન નથી પરંતુ આ આપણી નવી પેઢીને નશાની લતમાંથી બહાર કાઢવાનું અભિયાન છે. તેમણે કહ્યું હતું કે, જે લોકો ડ્રગ્સ અને તેમના પરિવારની પકડમાં છે તેમનું કલંક દૂર કરીને આપણે આ રોગની સારવાર કરવી જોઈએ અને તેના વિશે જાગૃતિ ફેલાવવી જોઈએ.

    Amit Shah launched e-Sakshya, Nyaya Setu, Nyaya Shruti and e-Summon App for three new criminal laws in Chandigarh.
    Amit Shah launched e-Sakshya, Nyaya Setu, Nyaya Shruti and e-Summon App for three new criminal laws in Chandigarh.

    શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આ ત્રણ નવા કાયદા મારફતે ભારતની અપરાધિક ન્યાય વ્યવસ્થામાં 21મી સદીનો સૌથી મોટો સુધારો જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, આ કાયદાઓમાં ટેકનોલોજીનો એવી રીતે સમાવેશ કરવામાં આવ્યો છે કે, તે આગામી 50 વર્ષની જરૂરિયાતો પૂર્ણ કરશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, નાગરિક-કેન્દ્રિત કાયદાઓ આપણા બંધારણની ભાવના અનુસાર બનાવવામાં આવ્યા છે અને તેનો સંપૂર્ણ અમલ થયા પછી ત્રણ વર્ષની અંદર સર્વોચ્ચ અદાલત સુધી ચુકાદો મેળવવાનું શક્ય બનશે.

    કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, આ કાયદાઓ અંગે જાગૃતિ લાવવાની જેટલી જવાબદારી નાગરિકોની છે તેટલી જ જવાબદારી ગૃહ મંત્રાલય, રાજ્ય સરકારો કે ન્યાયાધીશોની પણ છે. ગૃહમંત્રીએ ચંદીગઢના લોકોને વિનંતી કરી હતી કે તેઓ આ કાયદાઓ અંગે ફેલાવવામાં આવી રહેલી ગેરસમજો અંગે ભારત સરકારના ગૃહ મંત્રાલય અથવા ચંદીગઢ પ્રશાસન પાસેથી સત્તાવાર સ્પષ્ટતા માંગે. તેમણે દરેકને અફવાઓથી દૂર રહેવા અને આ કાયદાઓના અમલીકરણમાં સક્રિય અને રચનાત્મક યોગદાન આપવા અપીલ કરી હતી.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

    આ સમાચાર પણ વાંચો : Bangladesh protests : બાંગ્લાદેશમાં હવે આ માંગ સાથે લોકો ઉતર્યા રસ્તા પર, હિસંક પ્રદર્શનોમાં 93 લોકોના મોત; ભારતીયો માટે એડવાઇઝરી જાહેર

  • New Law: નવા કાયદા થયા વધુ કડક, હવે પોલીસ આ કેદીઓને પણ લગાવી શકશે હાથકડી.. જાણો વિગતે.

    New Law: નવા કાયદા થયા વધુ કડક, હવે પોલીસ આ કેદીઓને પણ લગાવી શકશે હાથકડી.. જાણો વિગતે.

     News Continuous Bureau | Mumbai

    New Law:  દેશમાં હવે પોલીસ કેદીઓને હાથકડી પહેરાવી શકશે અને હાથકડીમાં જ કોર્ટમાં પણ રજૂ કરી શકશે. નવા કાયદા લાગુ થયા બાદ આ બધું હવે શક્ય બનશે. હવે જ્યારે કોઈ ઘટના સંદર્ભે પીસીઆર કોલ આવે છે ત્યારે એક નહીં પરંતુ હવે ત્રણ પોલીસ જવાનો ઘટનાસ્થળે જશે. આ ત્રણેય પોલીસકર્મીઓ સમગ્ર ઘટનાસ્થળને આવરી લેવા ઉપરાંત વીડિયોગ્રાફી પણ કરશે. આવી સ્થિતિમાં ન તો પુરાવા સાથે કોઈ છેડછાડ કરી શકાશે કે ન તો પુરાવા બદલી શકાશે. આનાથી પીડિતોને ન્યાય  મળશે. 

    દિલ્હી પોલીસના ( Delhi Police ) એક વરિષ્ઠ અધિકારીના મિડીયાને જણાવ્યા મુજબ, હવે જ્યારે પીસીઆર કોલ ( PCR Call ) આવે છે, ત્યારે ત્રણ પોલીસકર્મીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવે છે. તપાસ અધિકારી હવાલદાર અથવા તેનાથી ઉપરના કક્ષાના પોલીસ અધિકારી આમાં સામેલ હોય છે. આ પછી, બીજો પોલીસ કર્મચારી ( Police Officers  ) છે જેની પાસે IO કીટ છે. તેની પાસે IO ટેસ્ટની સંપૂર્ણ કીટ ઉપલબ્ધ હશે. આ કીટમાં ગુનાહિત ઘટનાને આવરી લેવા માટે જરૂરી તમામ સાધનો, ટેપ, સ્ક્રુડ્રાઈવર, કેમેરા અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. આ સિવાય ત્રીજા પોલીસકર્મી પણ હશે. આ પોલીસકર્મી વીડિયોગ્રાફી ( Videography ) અને ફોટોગ્રાફ્સ વગેરેમાં મદદ કરશે. 

    New Law: પોલીસ કેટલાક આરોપીઓને હાથકડી લગાવીને ધરપકડ પણ કરી શકે છે….

    પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પહેલા માત્ર એક પોલીસકર્મી પીસીઆર કોલ અટેન્ડ કરતો હતો. પરંતુ હવે ઘટનાની વીડિયોગ્રાફી અને ગુનેગારના આમાં નિવેદનો પણ નોંધવામાં આવશે, જે એક મહત્વપૂર્ણ અને મજબૂત પુરાવો હશે. આ સાથે ઘટનાસ્થળે હાજર લોકોના નિવેદન પણ આમાં નોંધી શકાશે.

    1 જુલાઈથી અમલમાં આવેલા ત્રણ નવા કાયદા લાવવાનો મુખ્ય હેતુ બ્રિટિશ કાળના જૂના કાયદા અને નિયમોને દૂર કરવાનો હતો અને તેમની જગ્યાએ આજની જરૂરિયાત મુજબ કાયદાનો અમલ કરવાનો છે. આ સિવાય પોલીસ કેટલાક આરોપીઓને હાથકડી લગાવીને ધરપકડ પણ કરી શકે છે.

    આ સમાચાર પણ વાંચો  :  Anand Marriage Act: રાષ્ટ્રીય લઘુમતી આયોગે આનંદ મેરેજ એક્ટના અમલીકરણ અંગે ચર્ચા કરવા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે બેઠક યોજી

    New Law: આ અગાઉ આરોપીને હાથકડી પહેરવા પહેલા મેજિસ્ટ્રેટ પાસેથી પરવાનગી લેવી પડતી હતી… 

    આ અગાઉ 1980માં, સુપ્રીમ કોર્ટે પ્રેમશંકર શુક્લા વિરુદ્ધ દિલ્હી સરકારના કેસમાં પોતાનો ચુકાદો આપતાં કલમ 21 હેઠળ હાથકડીના ઉપયોગને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. પોતાના નિર્ણયમાં કોર્ટે કહ્યું હતું કે જો કોઈ કેદીને હાથકડી લગાવવાની જરૂર જણાય તો તેનું કારણ નોંધવું પડશે અને મેજિસ્ટ્રેટ પાસેથી પરવાનગી લેવી પડશે. હવે ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતાની કલમ 43 (3) ધરપકડ અથવા કોર્ટમાં રજૂ કરતી વખતે કેદીને હાથકડી ( Criminal laws ) પહેરવાની જોગવાઈ કરે છે.

    આ ગુનેગારોને હાથકડી લગાવી શકાય છે

    -જો કેદી રીઢો ગુનેગાર છે.

    – અથવા પહેલા જ કસ્ટડીમાંથી ભાગી ગયો છે.

    – સંગઠિત ગુનામાં સામેલ છે.

    -આતંકવાદી પ્રવૃત્તિમાં સામેલ છે.

    -ડ્રગ હેરફેર સાથે જોડાયેલા છે.

    -શસ્ત્રો અથવા દારૂગોળો પૂરો પાડે છે.

    -હત્યા, બળાત્કાર, એસિડ એટેકમાં સામેલ છે.

    -નકલી ચલણના સપ્લાયમાં સામેલ છે.

    -માનવ તસ્કરીમાં સામેલ છે.

    -બાળકો વિરુદ્ધ જાતીય ગુનાઓ અથવા રાજ્ય વિરુદ્ધના ગુનાઓમાં સામેલ છે.

  • PIB Ahmedabad: પીઆઈબી અમદાવાદે ત્રણ નવા ફોજદારી કાયદા પર ‘વાર્તાલાપ’નું આયોજન કર્યું

    PIB Ahmedabad: પીઆઈબી અમદાવાદે ત્રણ નવા ફોજદારી કાયદા પર ‘વાર્તાલાપ’નું આયોજન કર્યું

     News Continuous Bureau | Mumbai 

    PIB Ahmedabad: પી.આઈ.બી. અમદાવાદએ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગરના સહયોગથી 1 જુલાઈ, 2024થી અમલી થનારા નવા ફોજદારી કાયદાઓ પર એક મીડિયા વર્કશોપ-‘વાર્તાલાપ’નું આયોજન કર્યું હતું.

    મુખ્ય અતિથિ તરીકે ગુજરાત પોલીસના ( Gujarat Police ) એડિશનલ ડીજીપી, આઈપીએસ ડો. નીરજા ગોટરુ રાવ હાજર રહ્યા હતા, જેમણે ત્રણ નવા ફોજદારી કાયદાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. જી.એન.એલ.યુ. ગાંધીનગરના નિયામક ડો. એસ. શાંતાકુમાર, જી.એન.એલ.યુ.ના રજિસ્ટ્રાર, પીઆઈબી અને સીબીસીના અધિકારીઓ તેમજ વિવિધ મીડિયા સંસ્થાઓના 70થી વધુ મીડિયા કર્મીઓએ વાર્તાલાપમાં ભાગ લીધો હતો.

    PIB Ahmedabad organized a 'conversation' on three new criminal laws
    PIB Ahmedabad organized a ‘conversation’ on three new criminal laws

    જી.એન.એલ.યુ. ( Gujarat National Law University ) ગાંધીનગરના નિયામક ડો. એસ. શાંતાકુમારે સ્વાગત પ્રવચન કર્યું હતું અને ફોજદારી ન્યાય પ્રણાલીમાં ( criminal justice system ) ફિલસૂફી અને અભિગમ કેવી રીતે બદલાયો છે તે વિશે વાત કરી હતી અને ધ્યાન દોર્યું હતું કે ન્યાય એ મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરે છે જે અસાધારણ છે.

    એડિશનલ ડીજીપી ડો.નીરજા ગોટરુએ નવા ફોજદારી કાયદાઓ ( Criminal Laws ) અંગેની એક રજૂઆત વિગતવાર શેર કરી હતી અને ત્રણ કાયદાઓ નીચે મુજબ બદલવામાં આવ્યા છે તેના પર પ્રકાશ પાડ્યો હતો: ભારતીય દંડ સંહિતાને ભારતીય ન્યાય સંહિતામાં, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજરને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા તેમજ એવિડન્સ એક્ટને ભારતીય સાક્ષ્ય અધિનિયમમાં તબદીલ કરવામાં આવ્યા છે.

    PIB Ahmedabad organized a 'conversation' on three new criminal laws
    PIB Ahmedabad organized a ‘conversation’ on three new criminal laws

    આ સમાચાર  પણ વાંચો:  Mumbai water cut : મુંબઈગરાઓ માથે પાણીકાપનું સંકટ! હવે પશ્ચિમી ઉપનગરોના ‘આ’ વિસ્તારમાં 24 કલાક પાણી પુરવઠો રહેશે બંધ..

    ડો. ગોટરુએ મોટા ફેરફારો તરફ ધ્યાન દોર્યું હતું, જેમાં પીડિતના અધિકારો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું, ખાસ કરીને મહિલાઓ અને બાળકો માટે, ન્યાયિક પ્રણાલીમાં વધુ તકનીકીનો ઉપયોગ, આતંકવાદ, સંગઠિત અપરાધ, નાના ગુના માટે સજા તરીકે સામુદાયિક સેવાનો પરિચય કરાવવો વગેરેનો સમાવેશ થાય છે.

    PIB Ahmedabad organized a 'conversation' on three new criminal laws
    PIB Ahmedabad organized a ‘conversation’ on three new criminal laws

     ડો. ગોટરુએ જણાવ્યું હતું કે તમામ તપાસ પ્રક્રિયાઓ માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે અને ટર્મિનોલોજીને ફરીથી વ્યાખ્યાયિત કરવામાં આવી છે ઉદાહરણ તરીકે ‘બાળક’ શબ્દ હવે 18 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણને વ્યાખ્યાયિત કરે છે.  ડો. ગોટરુએ સાક્ષીની સુરક્ષા અંગેની વિગતો પણ શેર કરી હતી.

    ડો.ગોટરુએ મીડિયા તરફથી નવા ગુનાહિત કાયદાઓને લગતા વિવિધ પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા અને આ વાર્તાલાપમાં 70થી વધુ મીડિયા વ્યક્તિઓએ સક્રિયપણે ભાગ લીધો હતો.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Sedition Law : ઐતિહાસિક નિર્ણય..  રાજદ્રોહ કાયદો સંપૂર્ણપણે નાબૂદ, સગીર પર બળાત્કાર અને મોબ લિંચિંગ માટે આ સજાની જોગવાઈ..

    Sedition Law : ઐતિહાસિક નિર્ણય.. રાજદ્રોહ કાયદો સંપૂર્ણપણે નાબૂદ, સગીર પર બળાત્કાર અને મોબ લિંચિંગ માટે આ સજાની જોગવાઈ..

    News Continuous Bureau | Mumbai

    Sedition Law : સંસદના શિયાળુ સત્રના ( Parliament Winter Session ) 13માં દિવસે બુધવારે (20 ડિસેમ્બર) લોકસભામાં ( Loksabha ) હાલના ફોજદારી કાયદાઓને ( criminal laws ) બદલવા માટે લાવવામાં આવેલા 3 બિલ ( Bill ) પસાર કરવામાં આવ્યા હતા. કુલ 97 વિપક્ષી સાંસદોની ( opposition MPs ) ગેરહાજરીમાં નવા ક્રિમિનલ બિલ (  Criminal Bill ) પર ચર્ચા થઈ હતી. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ( Amit Shah ) જવાબ આપ્યો. જે બાદ બિલો પસાર કરવામાં આવ્યા હતા. નવા ક્રિમિનલ બિલને હવે રાજ્યસભામાં ( Rajya Sabha ) મૂકવામાં આવશે. ત્યાંથી પસાર થયા બાદ તેને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે. 

    નવા ફોજદારી બિલમાં શું છે જોગવાઈઓ:-

    ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે લોકસભામાં ભારતીય ન્યાયિક સંહિતા (સેકન્ડ) બિલ 2023, ઇન્ડિયન સિવિલ ડિફેન્સ કોડ (સેકન્ડ) બિલ 2023 અને ઇન્ડિયન એવિડન્સ (સેકન્ડ) બિલ 2023 રજૂ કર્યા હતા. આ બિલો કાયદો બન્યા પછી, તેઓ ભારતીય દંડ સંહિતા 1860 (IPC), કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (CrPC) 1973 અને ભારતીય પુરાવા અધિનિયમ 1872 (IEA)નું સ્થાન લેશે.

    લોકસભામાં 3 નવા ક્રિમિનલ બિલ પર જવાબ આપતાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- બ્રિટિશ જમાનાનો દેશદ્રોહ કાયદો ખતમ કરી દેવામાં આવ્યો છે. નવા બિલમાં ‘રાજદ્રોહ’ શબ્દને બદલે ‘દેશદ્રોહ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કારણ કે હવે દેશ આઝાદ થઈ ગયો છે, લોકશાહી દેશમાં કોઈપણ વ્યક્તિ સરકારની ટીકા કરી શકે છે. આ તેમનો અધિકાર છે. જો કોઈ દેશની સુરક્ષા અથવા સંપત્તિને નુકસાન પહોંચાડવા માટે કંઈ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેને જેલમાં જવું પડશે.

    ભારતીય નાગરિક સંહિતા 2023 બિલમાં બાળકો સામે બળાત્કાર અને અપરાધોની કલમો બદલવામાં આવી છે. પહેલા બળાત્કાર માટે કલમ 375, 376 હતી, હવે કલમ 63, 69માં બળાત્કારનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યાંથી ગુનાઓની ચર્ચા શરૂ થાય છે. સામૂહિક બળાત્કારની વાત પણ સામે આવી છે. બાળકો સામેના ગુનાઓને પણ કાયદાના દાયરામાં લાવવામાં આવ્યા છે.હત્યા પહેલા 302 હતી, હવે તે 101 થઈ ગઈ છે. સામૂહિક બળાત્કારના આરોપી માટે 20 વર્ષ સુધીની કેદ અથવા તે જીવે ત્યાં સુધી જેલની સજાની જોગવાઈ છે.

    અલગ-અલગ સજાની જોગવાઈ

    ભારતીય નાગરિક સંહિતા 2023 બિલમાં 18, 16 અને 12 વર્ષની વયની છોકરીઓ સાથે બળાત્કાર માટે અલગ-અલગ સજાની જોગવાઈ છે. 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરી પર બળાત્કાર કરનારને આજીવન કેદ અને મૃત્યુદંડની સજા થશે. સામૂહિક બળાત્કારના કેસમાં 20 વર્ષની કેદ અથવા આજીવન કેદની જોગવાઈ છે. 18 વર્ષથી ઓછી ઉંમરની બાળકી પર બળાત્કાર કરવા બદલ ફરીથી મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી છે.

    આ સમાચાર પણ વાંચો : Rohit Sharma: રોહિત શર્મા મુંબઈથી IPL નહીં રમે? હવે આ ટીમ પાસે જાય તેવી શક્યતા.

    આ સાથે ભારતીય નાગરિક સંહિતા 2023ની જોગવાઈઓ હેઠળ 18 વર્ષની છોકરી સાથે બળાત્કારમાં સંડોવાયેલા સગીર વિરુદ્ધ કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે. અગાઉ અપહરણની કલમ 359, 369 હતી, હવે તેને બદલીને 137 અને 140 કરવામાં આવી રહી છે. માનવ તસ્કરીની કલમ 370, 370A હતી જે હવે 143, 144 બની ગઈ છે.

    મોબ લિંચિંગ માટે મૃત્યુદંડ

    સંગઠિત ગુનાનો પણ પહેલીવાર ખુલાસો થયો છે. સાયબર ક્રાઈમ, લોકોની તસ્કરી અને આર્થિક ગુનાઓનો પણ ઉલ્લેખ છે. દોષિત હત્યાને બે ભાગમાં વહેંચવામાં આવી હતી. જો વાહન ચલાવતી વખતે અકસ્માત થાય તો આરોપી ઘાયલને પોલીસ સ્ટેશન કે હોસ્પિટલમાં લઈ જાય તો તેને ઓછી સજા આપવામાં આવશે. હિટ એન્ડ રન કેસમાં 10 વર્ષની સજા થશે. તબીબોની બેદરકારીને કારણે થયેલી હત્યાઓને ગુનેગાર હત્યા તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. આ માટે સજા પણ વધી છે. મોબ લિંચિંગ માટે મૃત્યુદંડ હશે. પહેલા સ્નેચિંગ માટે કોઈ કાયદો ન હતો, હવે તે કાયદો બની ગયો છે.

    હવે નવા કાયદામાં પોલીસની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે. અગાઉ, જ્યારે પણ કોઈની ધરપકડ કરવામાં આવતી હતી, ત્યારે તેના પરિવારના સભ્યોને તેની જાણ સુદ્ધાં નહોતી. હવે જો કોઈની ધરપકડ થશે તો પોલીસ તેના પરિવારને જાણ કરશે. કોઈ પણ સંજોગોમાં, પોલીસ પીડિતાને 90 દિવસમાં શું થયું તેની જાણ કરશે.

    ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતામાં ગરીબોને ન્યાય આપવાની વાત પણ સુનિશ્ચિત કરી છે. હવે પોલીસે ત્રણ દિવસમાં રિપોર્ટ નોંધાવવો પડશે. હવે કોઈ પણ વિલંબ કર્યા વિના રેપ પીડિતાનો રિપોર્ટ પણ 7 દિવસમાં પોલીસ સ્ટેશન અને કોર્ટમાં મોકલવાનો રહેશે. અગાઉ 7 થી 90 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાની જોગવાઈ હતી. ટ્રાયલ પ્રક્રિયામાં કાગળો રાખવાની કોઈ જોગવાઈ નહોતી, હવે તેને 30 દિવસમાં પૂર્ણ કરવી પડશે.

    ઘણા કેસ પેન્ડિંગ

    ઉલ્લેખનીય છે કે દેશમાં ઘણા કેસ પેન્ડિંગ છે, બોમ્બે બ્લાસ્ટ જેવા કેસના આરોપીઓ પાકિસ્તાન જેવા દેશોમાં છુપાયેલા છે. હવે તેમને અહીં આવવાની કોઈ જરૂર નથી. જો આરોપી 90 દિવસમાં કોર્ટમાં હાજર નહીં થાય, તો તેની ગેરહાજરીમાં ટ્રાયલ થશે અને ફાંસી પણ થશે, જેનાથી તે દેશમાંથી આરોપીને પરત લાવવાની પ્રક્રિયા સરળ બનશે. હવે કોઈ પણ વ્યક્તિને લાંબો સમય જેલમાં રાખી શકાશે નહીં, જો તેણે એક તૃતિયાંશ સજા જેલમાં વિતાવી હોય તો તેને મુક્ત કરી શકાય છે. ગંભીર મામલામાં અડધી સજા ભોગવ્યા બાદ મુક્ત થઈ શકે છે. ચુકાદામાં વર્ષો સુધી વિલંબ થઈ શકે નહીં. કેસ પૂરો થયા બાદ જજે 43 દિવસમાં પોતાનો ચુકાદો આપવો પડશે.

  • Criminal Laws Bill:  બ્રિટિશ યુગના અપરાધિક કાયદામાં મોટા ફેરફારોની તૈયારી, લોકસભામાં વોઇસ વોટથી આ ત્રણ નવા બિલ પાસ

    Criminal Laws Bill: બ્રિટિશ યુગના અપરાધિક કાયદામાં મોટા ફેરફારોની તૈયારી, લોકસભામાં વોઇસ વોટથી આ ત્રણ નવા બિલ પાસ

    News Continuous Bureau | Mumbai 

    Criminal Laws Bill: ફોજદારી કાયદા સાથે સંબંધિત ત્રણ બિલ બુધવારે (20 ડિસેમ્બર) લોકસભામાં વોઇસ વોટ દ્વારા પસાર કરવામાં આવ્યા હતા. ઇન્ડિયન જસ્ટિસ (સેકન્ડ) કોડ 2023, ઇન્ડિયન સિવિલ ડિફેન્સ (સેકન્ડ) 2023 અને ઇન્ડિયન એવિડન્સ (સેકન્ડ) બિલ 2023 કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા હતા. જો આ ત્રણ બિલો કાયદો બનશે, તો તેઓ 1860ના ભારતીય દંડ સંહિતા (IPC), 1973ના ક્રિમિનલ પ્રોસિજર (CrPC) કોડ અને 1872ના ભારતીય પુરાવા અધિનિયમનું સ્થાન લેશે.

    બિલ રજૂ કરતી વખતે અમિત શાહે તેની વિશેષતાઓ ગણાવી અને જણાવ્યું કે નવો કાયદો જૂના કરતાં કેટલો સારો છે. તેમણે કહ્યું કે પહેલાના કાયદા હેઠળ બ્રિટિશ રાજની સુરક્ષા પ્રાથમિકતા હતી, પરંતુ હવે માનવ સુરક્ષા અને દેશની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે. ચાલો જાણીએ કે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા બિલમાં શું છે અને કાયદો બન્યા બાદ અપરાધ અને ગુનેગારો પર કેવી રીતે અંકુશ આવશે –

    FIR માટે નક્કી કરવામાં આવી  સમય મર્યાદા

    બિલમાં પોલીસ માટે ખાસ ગાઈડલાઈન છે. આ મુજબ, ઘટનાના ત્રણ દિવસમાં એફઆઈઆર નોંધવી પડશે અને પ્રાથમિક તપાસ 14 દિવસની અંદર થવી જોઈએ. આ પછી, રિપોર્ટ 24 દિવસમાં મેજિસ્ટ્રેટ સુધી પહોંચવો જોઈએ અને ચાર્જશીટ દાખલ કરવામાં 180 દિવસથી વધુ વિલંબ ન થવો જોઈએ. જો તપાસ બાકી હોય તો કોર્ટની વિશેષ પરવાનગી લેવી પડશે. તેમણે એમ પણ કહ્યું કે આવા ગંભીર ગુનાઓ જેમાં 3 થી સાત વર્ષ કે તેથી વધુની સજાની જોગવાઈ છે. આવા ગુનાઓ માટે પણ સમાન કડક સમયરેખાનું પાલન કરવું જોઈએ. FIR નોંધ્યા બાદ પોલીસે 14 દિવસમાં પ્રાથમિક તપાસ પૂરી કરવી જોઈએ.

    આ સમાચાર પણ વાંચો :  Hair care : વાળ માટે ખૂબ ફાયદાકારક છે આ હેર જેલ, જાણો કેવી રીતે બનાવવું..

    ચાર્જશીટ નિયત સમય મર્યાદામાં દાખલ કરવામાં આવશે

    અમિત શાહે એમ પણ કહ્યું કે ચાર્જશીટ દાખલ કરવા માટે નવા કાયદામાં કડક સૂચનાઓ છે કે પોલીસે આ પ્રક્રિયા નિર્ધારિત સમયમાં પૂરી કરવી પડશે. જો પુનઃ તપાસની જરૂર પડશે તો કોર્ટની પરવાનગી લેવી પડશે. તેમણે કહ્યું કે જૂના નિયમ મુજબ, ચાર્જશીટ 60-90 દિવસમાં દાખલ કરવાની હતી, પરંતુ ફરીથી તપાસને કારણે તેમાં વિલંબ થયો.

    મોબ લિંચિંગ માટે મૃત્યુદંડની જોગવાઈ

    અમિત શાહે લોકસભામાં કહ્યું કે સરકાર દેશદ્રોહને દેશદ્રોહમાં બદલવા જઈ રહી છે. સાથે જ તેણે મોબ લિંચિંગ માટે મૃત્યુદંડની જોગવાઈની પણ વાત કરી. તેમણે કહ્યું કે મોબ લિંચિંગ એ જઘન્ય અપરાધ છે અને નવા કાયદામાં આ ગુના માટે મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી છે.