Tag: crown

  • બ્યુટી કોન્ટેસ્ટમાં હારી ગઈ પત્ની, તો પતિએ વિજેતાનો તાજ છીનવી લીધો અને પછી… શું થયું? જુઓ આ વાયરલ વીડિયોમાં..

    બ્યુટી કોન્ટેસ્ટમાં હારી ગઈ પત્ની, તો પતિએ વિજેતાનો તાજ છીનવી લીધો અને પછી… શું થયું? જુઓ આ વાયરલ વીડિયોમાં..

    News Continuous Bureau | Mumbai

    પતિ-પત્નીનો પ્રેમ અપાર છે. પતિ પત્નીને કેટલો પ્રેમ કરી શકે છે તેનું ઉદાહરણ વિદેશમાંથી સામે આવ્યું છે. અહીં એક બ્યુટી કોન્ટેસ્ટમાં જ્યારે પત્ની બીજા નંબરે આવી ત્યારે પતિથી સહન ન થયું અને તેણે સ્ટેજ પર ચડીને વિજેતા બ્યુટીના માથા પરથી તાજ કાઢીને તેને જમીન પર પટકાવીને તોડી નાખ્યો. ત્યાં બેઠેલા એક વ્યક્તિએ આખો વીડિયો શૂટ કર્યો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો, જે હવે વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘટના બ્રાઝિલની છે.

     

    પત્ની હારી જતાં પતિ ગુસ્સે થયો

    બ્રાઝિલના એક સ્થાનિક મીડિયા અનુસાર, શનિવારે LGBTQ સૌંદર્ય સ્પર્ધા યોજાઈ હતી, જેમાં નથાલી બેકર અને ઈમાનુએલી બેલિની અનેક તબક્કાઓમાંથી પસાર થયા બાદ ફાઇનલમાં પહોંચ્યા હતા. કાર્યક્રમના અંતે, ઇમાનુએલી બેલિનીને મિસ ગે માટો ગ્રોસો 2023 સ્પર્ધાનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. આનાથી બેકરના પતિ ગુસ્સે થયા. ગુસ્સે થઈને, તેણે સ્ટેજ પર હુમલો કર્યો અને બેલિનીના માથા પરથી ચમકતો તાજ છીનવી લીધો અને તેને જમીન પર ફેંકી દીધો, તેને તોડી નાખ્યો. પતિનો ગુસ્સો એટલે જ શાંત ન થયો, તેણે ફરીથી તાજને નીચેથી ઊંચકીને ફરીથી જમીન પર પછાડી દીધો.

    આ સમાચાર પણ વાંચો:  સારા સમાચાર – ખાદ્ય તેલના ભાવોમાં થયો ઘટાડો, જાણો કેટલામાં પડશે સીંગતેલનો ડબ્બો

    પતિ પરિણામથી ખુશ ન હતો

    એક વિદેશી અખબાર અનુસાર, પતિએ હંગામો મચાવતા જ સુરક્ષાકર્મીઓ આવ્યા અને પતિને સ્ટેજની પાછળ લઈ ગયા. હરીફાઈના સંયોજક મેલોન હેનિશે જણાવ્યું હતું કે રનર અપ મહિલાના પતિ પરિણામોથી અસંતુષ્ટ હતા. તેથી જ તેણે આવું કર્યું. અમે ઘટનાની સખત નિંદા કરીએ છીએ. ઈવેન્ટના આયોજકોનું કહેવું છે કે સ્પર્ધાના નિર્ણાયકોએ નિષ્પક્ષ રીતે પરિણામ જાહેર કર્યા છે.

  • અંબાજીમાં સોનાના દાનનો અવિરત પ્રવાહ- ગુજરાતના આ શહેરના માઈ ભક્તે અંબાજી મંદિરને 5 લાખના મૂલ્યનો સોનાનો મુગટ ભેટમાં ધર્યો જુઓ ફોટો

    અંબાજીમાં સોનાના દાનનો અવિરત પ્રવાહ- ગુજરાતના આ શહેરના માઈ ભક્તે અંબાજી મંદિરને 5 લાખના મૂલ્યનો સોનાનો મુગટ ભેટમાં ધર્યો જુઓ ફોટો

     News Continuous Bureau | Mumbai

    ગુજરાત અને રાજસ્થાનની સરહદે(Gujarat and Rajasthan border) બનાસકાંઠા જિલ્લા(Banaskantha district)ના દાંતા તાલુકા ખાતે આવેલું  યાત્રાધામ અંબાજી(Ambaji yatradham) ગુજરાતનું જ નહીં પણ ભારતભરનું પ્રસિદ્ધ શક્તિપીઠ(Shaktipeeth) છે. જેને કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં માતા અંબા(Ambe maa)ના ભક્તો આ મંદિરની મુલાકાત લે છે અને માતાના ચરણોમાં રોકડ-રકમ ઉપરાંત સોના-ચાંદીની વસ્તુઓની દાન કરે છે. 

    યાત્રાધામ અંબાજીના શિખરને સોનાથી મઢવાનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે. આ દરમિયાન ઘણાં માઈભક્તો સોના અને ચાંદી(gold and silver)નું પોતાની યથાશક્તિ પ્રમાણે દાન (donation)કરી ચૂક્યા છે. ત્યારે આજે અમદાવાદ(Ahemdabad)ના એક માઈ ભક્તે માતાના ચરણોમાં સોનાના મુગટનું (Gold crown)દાન ધર્યું છે. અમદાવાદના દાતાએ સોનાનો રૂ. 5,52,000નું મૂલ્ય ધરાવતો 118.75 ગ્રામ વજનનો મુગટ મંદિરને દાનમાં આપ્યો છે. જોકે માઈ ભક્તે પોતાનું નામ જાહેર કરવાનો ઇન્કાર કર્યો હતો. 

    આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસના અધ્યક્ષ બાદ હવે પાર્ટીના આ દિગ્ગજ નેતાને થયો કોરોના જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય 

    ઉલ્લેખનીય છે કે, યાત્રાધામ અંબાજીમાં અનેક એવા માઈ ભક્તો સોનાનું દાન કરતા હોય છે પરંતુ પોતાનું નામ જાહેર કરતા નથી, તેઓ ગુપ્તદાન કરે છે.

  • મિસ વર્લ્ડ અને મિસ ટીન અમેરિકાના માથે સજશે સુરતમાં બનેલો તાજ..  જાણો કરોડોનો આ તાજ કેવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે..

    મિસ વર્લ્ડ અને મિસ ટીન અમેરિકાના માથે સજશે સુરતમાં બનેલો તાજ..  જાણો કરોડોનો આ તાજ કેવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે..

    ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
    મુંબઈ
    22 ઓક્ટોબર 2020

    બે ની લડાઈમાં ત્રીજો ફાવે.. આવો જ કંઈક ફાયદો હાલમાં ભારતને થયો છે. દર વર્ષે અમેરિકામાં યોજાતી મિસ વર્લ્ડ અને મિસ ટીન અમેરિકાની સ્પર્ધામાં જે તાજ પહેરાવવામાં આવે છે તે અત્યાર સુધી ચીનના હોંગકોંગમાં તૈયાર થતો હતો. પરંતુ આ વખતે અમેરિકા-ચીન ટ્રેડવોરનો ફાયદો ગુજરાતને મળ્યો છે.

     આ વર્ષે સુરતની ડાયમંડ જ્વેલરી બનાવતી કંપનીને આ તાજ બનાવવાનો ઓર્ડર મળ્યો છે. સુરતના કારીગરોએ 25 દિવસમાં રોજ 8 કલાકની મહેનત કરી 650 કેરેટના હીરા,  650 ગ્રામ સોનું અને 150 પીસ એમરેલ્ડ વડે કરોડોની કિંમતનો આ તાજ બનાવ્યો છે. આ બન્ને ક્રાઉનની ચમક લાંબો સમય રહે તે માટે રેર ઓફ ધ રેર જ્વેલરી પર થતું ધાગા પોલિશિંગ પણ કરવામાં આવ્યું છે.

    ડાયમંડ કંપનીનું આર એન્ડ ડી વિભાગ સાંભળતા અને વૈશ્વિક જેમ એન્ડ જ્વેલરી માર્કેટમાં ક્યા પ્રકારની જ્વેલરીઓની ડિમાન્ડ છે તેની માહિતી રાખતા અધિકારી એ જણાવ્યું કે 'અમારી કંપનીએ ડાયમંડ-ગોલ્ડના 7 વન્ડર્સ (7 અજાયબી)નાં હેવી પેન્ડેટ તૈયાર કર્યાં હતાં, જેને બેવર્લી હિલ્સ ખાતે થયેલાં એક સંમેલન માં બતાવ્યા હતા. હેન્ડમેડ 7 વન્ડર્સની મેકિંગ અને ડિઝાઈનથી મિસ અમેરિકા સ્પર્ધા વાળા પ્રભાવિત થયા અને અમને એટલે કે સુરતને 'મિસ વર્લ્ડ અમેરિકા' અને 'મિસ ટીન અમેરિકા' માટેનો તાજ બનાવવા માટે ઓર્ડર આપ્યો હતો, જે એક ભારતીય તરીકે અમારા માટે ગૌરવપૂર્ણ વાત છે. તેની કિંમતની વાત કરવામાં આવે તો એ કરોડોમાં છે.'