Tag: CulturalFestival

  • Mehsana Garba Mahotsav 2025: આર.જે. ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ મહેસાણા ખાતે  નવરાત્રી મહોત્સવ અંતર્ગત ભવ્યાતિ ભવ્ય ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું

    Mehsana Garba Mahotsav 2025: આર.જે. ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ મહેસાણા ખાતે નવરાત્રી મહોત્સવ અંતર્ગત ભવ્યાતિ ભવ્ય ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું

    News Continuous Bureau | Mumbai

    જેમાં મહેમાન પદે શ્રી ગીરીશભાઈ રાજગોર , (પ્રમુખશ્રી બીજેપી મહેસાણા જિલ્લો) શ્રી સંદીપભાઈ શેઠ (ડાયરેક્ટર શ્રી ક્રેડાઈ ગુજરાત) શ્રી જેઠાભાઇ આઈ.પટેલ (પ્રમુખશ્રી શાળા સંચાલક મંડળ) શ્રીમાધુભાઈ પટેલ (પૂર્વ વાઇસ ચાન્સેલર HNGU પાટણ) શ્રી રજનીભાઈ પટેલ (મંત્રીશ્રી મહેસાણા શાળા સંચાલક મંડળ) શ્રી ડૉ.યોગેશભાઈ પટેલ (ચેરમેનશ્રી આર .જે.ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ) જેવા મહેમાનોની ઉપસ્થિતિમાં બે દિવસીય ગરબા મહોત્સવ યોજાઈ ગયો.

    Mehsana Garba Mahotsav 2025 | School Cultural Event with 2200+ Students

    આ સમાચાર પણ વાંચો : First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ

    જેમાં શાળાના 2200 ઉપરાંતના બાળકો તેમજ વાલીમિત્રો ઉપસ્થિત રહીને કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
    કાર્યક્રમને અંતે બેસ્ટ કોસ્ચ્યુમ ,બેસ્ટ ગરબા ,બેસ્ટ એક્સપ્રેસન કરનાર ખેલૈયાઓને સંસ્થાના ચેરમેન શ્રી યોગેશભાઈ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રી રશ્મિબેન પટેલ અને અન્ય આમંત્રિત મહેમાનોના હસ્તે પ્રોત્સાહિત ઇનામ આપીને બિરદાવવામાં આવ્યા હતા.

  • Modhera Sun Temple: મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉજવાશે દ્વિ-દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવ ૨૦૨૫

    Modhera Sun Temple: મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉજવાશે દ્વિ-દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવ ૨૦૨૫

    • વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરાના સૂર્યમંદિર ખાતે  તા. ૧૮ – ૧૯ જાન્યુઆરી રોજ ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૫ યોજાશે  
    Modhera Sun Temple:  વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ- ૨૦૨૫નું તા.૧૮ અને ૧૯ જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં આવશે. પ્રાચીન નગરી મોઢેરા ખાતે અદ્વિતિય સ્થાપત્ય કલા અર્ચના અને શાસ્ત્રીય નૃત્યનો નગર ઉત્સવ ઉજવવામાં આવતો હતો. આ વર્ષે ઉત્તરાર્ધ મહોત્સવમાં ભરત નાટયમ – ઓડીસી – કુચીપૂડી – મોહિની અટ્ટમ – કથ્થક- કથકલી – મણિપુરી – કથક અને સતરીયા જેવા શાસ્ત્રીય નૃત્યના વિશ્વવિખ્યાત કલાકારોની પ્રસ્તુતિ આ મહોત્સવમાં પ્રસ્તુત કરવામાં આવશે.   
     યાદીમાં વધુમાં જણાવાયું છે કે,ઉત્તરાયણના ઉત્સવ પછી સૂર્યની ઉત્તર તરફની ઉર્ધ્વગતિ એટલે કે સૂર્યના ધનુ અને મકર પ્રવેશના મધ્ય-અર્ધ સમયે જ્યારે શિયાળો અંત તરફ જઇ રહ્યો હોય અને દિવસ લાંબો-મોટો થવાની શરૂઆત થતી હોય તેવા ‘અર્ધ’ અવસરે શાસ્ત્રીય નૃત્યનો આ ઉત્સવ સૂર્યમંદિરમાં ઉત્તરાર્ધ ઉત્સવ તરીકે ઉજવવાની પરંપરા રહેલી છે. મોઢેરાનું સૂર્યમંદિર સૂર્ય અને ગ્રહોની સ્થિતિ તથા સૂર્યના પૃથ્વી ભ્રમણના આદિકાળના ઇજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે તેના પરિણામે સૂર્યમંદિરના પરિસરમાં આ ઉત્સવ ઉજવાય છે.
      ભારતીય શાસ્ત્રીય નૃત્યોની ભવ્ય-ગુરૂ શિષ્ય પરંપરાનો પરિચય લોકોમાં વ્યાપક બને તે હેતુથી આ ઉત્તરાર્ધ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ- ૧૯૯૨થી રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.ઉત્તરાર્ધ મહોત્સવના 
    દ્વિ- દિવસીય કાર્યક્રમમાં દેશભરના જુદા જુદા કલાક્ષેત્રના કલાકારો દ્વારા કાર્યક્રમ રજૂ કરવામાં આવશે તેમ,રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. 
    પ્રિન્સ ચાવલા 
    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.