• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - cyber fraud
Tag:

cyber fraud

Digital Arrest મુંબઈમાં 'ડિજિટલ અરેસ્ટ' કરીને અધધ આટલા કરોડની ઠગાઈ
મુંબઈ

Digital Arrest: મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને અધધ આટલા કરોડની ઠગાઈ, તપાસમાં ખુલ્યું ચીન-હોંગકોંગ-ઇન્ડોનેશિયાનું જોડાણ

by samadhan gothal November 12, 2025
written by samadhan gothal

News Continuous Bureau | Mumbai

Digital Arrest સાયબર છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક વેપારીના બેંક ખાતામાંથી ₹58 કરોડ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે. આ છેતરપિંડીની શરૂઆત એક અજાણ્યા નંબરના કોલથી થઈ હતી. સાયબર ઠગોએ પોતાને CBI અને EDના અધિકારીઓ તરીકે ઓળખાવ્યા. ત્યારબાદ તેઓએ ભોગ બનેલા વ્યક્તિને ડરાવી-ધમકાવીને ‘ડિજિટલ અરેસ્ટ’ હેઠળ લીધો અને આ મોટી રકમની ઉચાપત કરી લીધી. મુંબઈ સાયબર વિભાગે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે, જેમાં આ નેટવર્કનું જોડાણ ચીન, હોંગકોંગ અને ઇન્ડોનેશિયામાં હોવાનું બહાર આવ્યું છે.

ડિજિટલ અરેસ્ટ દ્વારા ઠગાઈની મોડસ ઓપરેન્ડી

મુંબઈના આ વેપારીને 19 ઓગસ્ટથી 8 ઓક્ટોબર દરમિયાન અજાણ્યા નંબરો પરથી કોલ આવ્યા હતા. કોલ કરનારા ઠગોએ પોતાને CBI અને EDના અધિકારીઓ તરીકે રજૂ કર્યા અને તપાસના નામે તરત જ વીડિયો કોલ પર જોડાવા માટે દબાણ કર્યું. ભોગ બનનાર વ્યક્તિને ડરાવીને ‘ડિજિટલ અરેસ્ટ’ ના નામે અલગ-અલગ બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરવા મજબૂર કર્યા. આ પ્રકારની ‘ડિજિટલ અરેસ્ટ’ માં, ગુનેગારો કાયદાકીય એજન્સીના અધિકારી બનીને ગ્રાહકને ડરાવે છે અને તેમની બેંક અને પારિવારિક માહિતી લઈને છેતરપિંડી કરે છે.

ક્રિપ્ટોકરન્સી અને આંતરરાષ્ટ્રીય જોડાણ

પોલીસે તપાસમાં જાણકારી આપી છે કે આ આખું કૌભાંડ ક્રિપ્ટોકરન્સી આધારિત ટ્રાન્ઝેક્શન્સ દ્વારા ચલાવવામાં આવતું હતું. ચોરી કરાયેલું ફંડ બહુવિધ ક્રિપ્ટો વોલેટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ ગેંગ કમિશન આધારિત બેંક ખાતાઓનો ઉપયોગ કરતો હતો. આ આંતરરાષ્ટ્રીય ઠગ ગેંગ છેલ્લા લગભગ એક વર્ષથી ભારતીય નાગરિકોને શિકાર બનાવી રહી છે અને અત્યાર સુધીમાં ₹2,000 કરોડની ઠગાઈ કરી હોવાનો અંદાજ છે.

આ સમાચાર પણ વાંચો : Dharmendra Discharged: ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ઘરે પહોંચ્યા, પરિવારનું પહેલું નિવેદન, મીડિયાકર્મીઓને કરી આવી વિનંતી

ડિજિટલ અરેસ્ટ શું છે?

ડિજિટલ અરેસ્ટ’ એ એક વધતો સાયબર ગુનો છે. તેમાં સાયબર ગુનેગારો પોતાને પોલીસ અથવા અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓના અધિકારીઓ તરીકે રજૂ કરે છે. તેઓ ભોગ બનેલા વ્યક્તિને વીડિયો કોલ પર જોડાવા માટે મજબૂર કરે છે અને તેમને કાયદાકીય કાર્યવાહીની ધમકી આપે છે. તપાસના નામે, તેઓ બેંક બેલેન્સ, પરિવારની વિગતો અને અન્ય સંવેદનશીલ માહિતી મેળવી લે છે. ત્યારબાદ, વિવિધ બહાના હેઠળ, ભોગ બનેલા વ્યક્તિના ખાતામાંથી પૈસાની છેતરપિંડી કરવામાં આવે છે.

November 12, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Cyber ​​Fraud મુંબઈમાં ઠગાઈનો મેગા કેસ, વ્યાપારી યુગલે ગુમાવ્યા અધધ
મુંબઈ

Cyber ​​Fraud: મુંબઈમાં ઠગાઈનો મેગા કેસ, વ્યાપારી યુગલે ગુમાવ્યા અધધ આટલા કરોડ, સાયબર સેલની ઊંઘ હરામ

by aryan sawant October 17, 2025
written by aryan sawant

News Continuous Bureau | Mumbai

Cyber ​​Fraud મુંબઈમાં એક વ્યાપારી યુગલ સાથે થયેલી ₹58.13 કરોડની સાયબર ઠગાઈએ પોલીસ અને સાયબર એજન્સીઓને હચમચાવી દીધા છે. આ હાઇ-પ્રોફાઇલ છેતરપિંડીમાં ઠગોએ પોતાને ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) અને CBI (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) ના અધિકારી ગણાવીને યુગલને “ડિજિટલ અરેસ્ટ”ની ધમકી આપી અને તેમને બનાવટી તપાસના નામે કરોડો રૂપિયાની ઠગાઈ કરી.

ડિજિટલ અરેસ્ટની ધમકીથી વસૂલ્યા પૈસા

પોલીસ અનુસાર, ઠગોએ યુગલનો WhatsApp વીડિયો કૉલ દ્વારા સંપર્ક કર્યો. તેમણે પોતાની ઓળખ સુબ્રમણ્યમ અને કરણ શર્માના નામથી આપી અને બનાવટી સરકારી ID અને દસ્તાવેજો બતાવીને પોતાને કેન્દ્રીય એજન્સીઓના અધિકારી ગણાવ્યા.ઠગોએ દાવો કર્યો કે વ્યાપારી પર મની લોન્ડરિંગની તપાસ ચાલી રહી છે અને કહ્યું કે જો તપાસમાં સહયોગ માટે “પૈસા નહીં આપે” તો તેમની તરત ધરપકડ કરવામાં આવશે. ડર અને દબાણના માહોલમાં, યુગલે બે મહિનામાં કુલ 18 અલગ-અલગ બેંક ખાતાઓમાં ₹58.13 કરોડ ટ્રાન્સફર કરી દીધા.

18 ખાતાઓમાં RTGS દ્વારા ટ્રાન્સફર

સાયબર પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે ઠગોએ આ રકમ 19 ઓગસ્ટથી 8 ઓક્ટોબરની વચ્ચે RTGS (RTGS) ટ્રાન્ઝેક્શન દ્વારા વસૂલી. દરેક ખાતામાં લગભગ ₹25 લાખ જમા કરાવવામાં આવ્યા હતા જેથી રકમ ટ્રેસ ન થઈ શકે. મહારાષ્ટ્ર સાયબર પોલીસે હવે તે તમામ ખાતાઓની ઓળખ કરી લીધી છે જેમાં આ રકમ જમા થઈ હતી અને ટ્રાન્ઝેક્શન ટ્રેલની ડિજિટલ તપાસ (Digital Investigation) શરૂ કરી દેવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Son Papadi: સોન પાપડીનો રહસ્યમય ઇતિહાસ: દિવાળી પર આપવામાં આવતી આ ખાસ મીઠાઈની શોધ કોણે અને ક્યારે કરી હતી?

ત્રણ આરોપીઓની ધરપકડ

આ સનસનીખેજ મામલામાં અત્યાર સુધી ત્રણ આરોપીઓ ની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓ અનુસાર, આ ગેંગ દેશભરમાં સક્રિય એક મોટા સાયબર નેટવર્કનો ભાગ હોઈ શકે છે, જેની તપાસ હવે આંતરરાજ્ય સ્તરે વિસ્તારવામાં આવી રહી છે.

October 17, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Main Postવિજ્ઞાન-ટેકનોલોજી

UPI Security: સાયબર ગુનેગારો હવે નહીં કરી શકે છેતરપિંડી! યુપીઆઇ પર બંધ થયો આ વિકલ્પ

by Dr. Mayur Parikh October 1, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai
યુપીઆઇ (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) હવે ઓનલાઈન પેમેન્ટની રીતોમાં બદલાવ કરવા જઈ રહ્યું છે. આજની સુપરફાસ્ટ જિંદગીમાં માત્ર એક ક્લિકથી હજારો રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન સેકન્ડોમાં થઈ જાય છે. તેનાથી રોજિંદી જિંદગી કેશલેસ અને ઘણી વધારે સરળ થઈ ગઈ છે. હવે ભલે રેસ્ટોરન્ટમાં બિલ વહેંચવું હોય કે પછી દોસ્ત પાસેથી પૈસા ઉધાર લેવા હોય, યુપીઆઇ ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે એક જરૂરી સાધન બની ગયું છે. પરંતુ હવે એક મોટો બદલાવ આવવાનો છે જેની અસર લાખો યુઝર્સ પર પડશે.

યુપીઆઇ ટ્રાન્ઝેક્શનમાં નવો બદલાવ

UPI Security નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ આ વાતની ઘોષણા કરી છે કે હવે વ્યક્તિ-થી-વ્યક્તિ ‘કલેક્ટ રિક્વેસ્ટ’ અથવા તો ‘પુલ ટ્રાન્ઝેક્શન’ ફીચર ૧ ઓક્ટોબર ૨૦૨૫ એટલે કે આજથી બંધ કરી દેવામાં આવશે. ફોન પે, ગૂગલ પે અને પેટીએમ જેવી એપ્લિકેશન્સ હવે યુઝર્સને દોસ્તો, સંબંધીઓ અથવા તો પોતાના જાણકારને સીધા પેમેન્ટ રિક્વેસ્ટ મોકલવાની અનુમતિ નહીં આપે.

શું હતું યુપીઆઇ ‘કલેક્ટ રિક્વેસ્ટ’ ફીચર?

UPI Security આ ફીચરની મદદથી એક વ્યક્તિ બીજા યુઝરને યુપીઆઇ આઇડી નાખીને પેમેન્ટ રિક્વેસ્ટ મોકલી શકતો હતો. જેમ કે જો તમને તમારા દોસ્ત પાસેથી પૈસા લેવા હોય તો તમે તમારી યુપીઆઇ એપ્લિકેશનથી તેમને રિક્વેસ્ટ મોકલી શકતા હતા. આ પછી તમારો દોસ્ત તે રિક્વેસ્ટ સ્વીકારતો અને પોતાનો પિન નાખતો તો પૈસા તમારા ખાતામાં ટ્રાન્સફર થઈ જતા. આ ફીચર ખૂબ સુવિધાજનક તો હતું પણ સાથે જ સમયની સાથે-સાથે ખતરનાક પણ થતું જઈ રહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો: H-1B Visa: જાણો શું છે ચીનનો કે (K) વિઝા કાર્યક્રમ, જેની સરખામણી અમેરિકાના એચ-૧બી (H-1B) વિઝા સાથે કરવામાં આવી રહી છે

શા માટે આ ફીચર ખતરનાક હતું?

આ સુવિધા ભલે સરળતા માટે બનાવવામાં આવી હતી પણ તેની મદદથી છેતરપિંડી કરનારાઓને ખૂબ વધારે ફાયદો થઈ રહ્યો હતો. સ્કેમર્સ (Scammers) અજાણ્યા યુઝર્સને નકલી રિક્વેસ્ટ મોકલતા હતા અને તેમને પેમેન્ટ કરવા માટે ફસાવતા હતા. જોકે આ પહેલાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ દુરુપયોગ રોકવા માટે રિક્વેસ્ટની લિમિટ ₹૨૦૦૦ કરી દીધી હતી પણ તેમ છતાં છેતરપિંડી ચાલુ રહી. હવે આ પછી આ છેતરપિંડી પર રોક લગાવવા માટે આ ફીચરને હંમેશા માટે બંધ કરવામાં આવી રહ્યું છે.જરૂરી વાત એ છે કે આ ફીચરને સંપૂર્ણપણે ખતમ નહીં કરવામાં આવે. આઇઆરસીટીસી, ફ્લિપકાર્ટ, એમેઝોન અથવા તો નેટફ્લિક્સ જેવા વ્યાપારીઓ (મર્ચન્ટ્સ) ટિકિટ બુકિંગ, ખરીદી અથવા તો સબ્સ્ક્રિપ્શન માટે ગ્રાહકોને પેમેન્ટ રિક્વેસ્ટ મોકલી શકશે. આ ફીચરને માત્ર વ્યક્તિ-થી-વ્યક્તિ ટ્રાન્ઝેક્શન માટે જ પ્રતિબંધિત (Ban) કરવામાં આવી રહ્યું છે.

 કેવી રીતે પડશે યુઝર્સ પર અસર?

આ ફીચર બંધ થયા પછી ૧ ઓક્ટોબર ૨૦૨૫થી તમે યુપીઆઇ કલેક્ટ રિક્વેસ્ટનો ઉપયોગ કરીને દોસ્તો અથવા તો સંબંધીઓ પાસેથી પૈસા નહીં માંગી શકો. પૈસા ટ્રાન્સફર કરવા માટે તમારે સીધા ક્યૂઆર કોડથી, પ્રાપ્તકર્તાની (Receiver) યુપીઆઇ આઇડી નાખીને, અથવા તો યુપીઆઇ સાથે જોડાયેલા મોબાઇલ નંબરનો ઉપયોગ કરવો પડશે.આ ફીચરને ડિજિટલ પેમેન્ટની સુરક્ષા વધારવાના ઉદ્દેશ્યથી જ બંધ કરવામાં આવી રહ્યું છે. આની સાથે જ હવે આ પગલા પછી યુઝર્સને સ્કેમથી રાહત મળશે. વપરાશકર્તાઓને આ સલાહ આપવામાં આવે છે કે પૈસા ટ્રાન્સફર કરતા પહેલાં પેમેન્ટ રિક્વેસ્ટને હંમેશા સારી રીતે ચકાસી લે અને એ જરૂરથી જાણી લે કે પૈસા ક્યાં જઈ રહ્યા છે.

October 1, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
સાયબર ઠગાઈથી મુંબઈમાં કરોડોનો ચૂનો, ફક્ત 2.5% રકમ જ પરત
મુંબઈ

Mumbai Cyber ​​Fraud: સાયબર ઠગોએ મુંબઈકરો ને લગાવ્યો અધધ આટલા કરોડ નો ચૂનો, ફડણવીસની પોલીસ નિષ્ફળ,માત્ર અઢી ટકા જ રિકવર કરી શકી.

by Dr. Mayur Parikh August 25, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

 તાજેતરમાં મુંબઈ પોલીસે સાયબર અપરાધોમાં લૂંટાયેલા ₹૩૦૦ કરોડની રિકવરીનો દાવો કર્યો હતો. જોકે, પોલીસે એ નથી જણાવ્યું કે મુંબઈમાં અત્યાર સુધી કુલ કેટલા કરોડની છેતરપિંડી થઈ છે. એક સરકારી આંકડા મુજબ, માત્ર ગયા વર્ષે ૨૦૨૪માં જ મુંબઈ શહેરમાં ₹૧૨,૦૦૦ કરોડની સાયબર ઠગાઈ થઈ હતી. આ આંકડામાં અન્ય વર્ષોના આંકડા ઉમેરીએ તો આ આંકડો ₹૧૨,૦૦૦ કરોડથી પણ વધુ થઈ જશે. તેની સરખામણીમાં ₹૩૦૦ કરોડની રિકવરી માંડ અઢી ટકા જેટલી છે. આ દર્શાવે છે કે સાયબર ઠગો પર લગામ કસવામાં દેવેન્દ્ર ફડણવીસની પોલીસ નિષ્ફળ રહી છે.

જાગૃતિનો અભાવ

 એક નિવૃત્ત પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, સાયબર ક્રાઈમ કેસોને ઉકેલવામાં પોલીસની નિષ્ફળતાનું સૌથી મોટું કારણ એ છે કે સાયબર પોલીસ સંપૂર્ણપણે પ્રશિક્ષિત નથી. આ ઉપરાંત, લોકોને સાયબર ક્રાઈમ વિશે પૂરતા પ્રમાણમાં જાગૃત કરવામાં નથી આવતા, ખાસ કરીને વૃદ્ધોને. મુંબઈ ઉપરાંત આખા મહારાષ્ટ્રની વાત કરીએ તો, વર્ષ ૨૦૨૪માં છેતરપિંડીના ૨,૧૯,૦૪૭ કેસ સામે આવ્યા, જેમાંથી ₹૩૮,૮૭૨ કરોડ નો ફ્રોડ થયો.

આ સમાચાર પણ વાંચો : China unemployment: ચીનમાં વધી રહ્યો છે અજીબ ટ્રેન્ડ: નોકરી ન હોવા છતાં ઓફિસ જાય છે યુવાનો, કારણ જાણી તમને પણ લાગશે નવાઈ

પોલીસ જ બની રહ્યા છે ઠગીનો શિકાર!

સીએમ દેવેન્દ્ર ફડણવીસની પોલીસ સાયબર ગુનેગારોને પકડવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. પોલીસ માટે આ ગુનેગારોને પકડવું એટલા માટે મુશ્કેલ છે કારણ કે પોલીસકર્મીઓ પોતે જ સાયબર ઠગીનો શિકાર બની રહ્યા છે. તાડદેવ પોલીસ સ્ટેશનમાં કામ કરતા એક પોલીસકર્મીએ તેમના ગ્રુપમાં RTO ચલણના નામે આવેલી એક લિંક પર ક્લિક કર્યું અને તેમના ખાતામાંથી લાખો રૂપિયા ગાયબ થઈ ગયા. તેવી જ રીતે, ટ્રોમ્બેમાં મોહલ્લા સમિતિ માટે પોલીસે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. ગ્રુપમાં અજાણ્યા નંબર પરથી લિંક આવતા પોલીસે તેના પર ક્લિક કર્યું, તો તેમના ખાતામાંથી ₹૮.૧૧ લાખ ઉપાડી લેવામાં આવ્યા. આ ઘટનાઓ સાબિત કરે છે કે પોલીસ પોતે જ સાયબર અપરાધીઓની પદ્ધતિઓથી અજાણ છે.

સૌથી મોટો ‘ડિજિટલ અરેસ્ટ’ કેસ

સાયબર ઠગ મોટાભાગે વૃદ્ધોને નિશાન બનાવી રહ્યા છે, પરંતુ પોલીસ વૃદ્ધોમાં સાયબર ઠગી વિશે જાગૃતિ ફેલાવવા માટે કોઈ અભિયાન ચલાવી રહી નથી. પરિણામે, તેમની આજીવન કમાણી એક ક્ષણમાં લૂંટાઈ રહી છે. દેશનો સૌથી મોટો ‘ડિજિટલ અરેસ્ટ’ કેસ મુંબઈમાં ૬૮ દિવસ સુધી ચાલ્યો. સાયબર અપરાધીઓએ દક્ષિણ મુંબઈમાં રહેતી ૮૬ વર્ષીય વૃદ્ધ મહિલાને ૨૬ ડિસેમ્બરથી ૩ માર્ચ સુધી ડિજિટલ અરેસ્ટ કરી રાખી અને ₹૨૦ કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરાવી લીધી.

August 25, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી સાયબર ગુના ના રેકેટ માં કરી આટલા લોકો ની ધરપકડ
મુંબઈMain PostTop Post

Cyber Fraud: મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી: સાયબર ગુના ના રેકેટ માં કરી આટલા લોકો ની ધરપકડ

by Dr. Mayur Parikh August 23, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai
પોલીસના જણાવ્યા મુજબ, આ રેકેટમાં સામેલ આરોપીઓ ઝૂંપડપટ્ટી અને મજૂર વિસ્તારોમાં રહેતા ગરીબ લોકોને ₹૭ થી ₹૮ હજારની લાલચ આપતા હતા. આ રકમની લાલચ આપીને તેઓ પાસેથી આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા જરૂરી દસ્તાવેજો લેતા હતા. આ દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેઓ પહેલા સિમ કાર્ડ ખરીદતા અને પછી તે જ દસ્તાવેજો પર બેંક ખાતા ખોલાવતા હતા. આ ખાતાઓને તે જ સિમ કાર્ડ સાથે જોડવામાં આવતા હતા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આરોપીઓ આ સિમ કાર્ડ અને બેંક ખાતાના દસ્તાવેજો પોતાની પાસે જ રાખતા હતા, જેથી છેતરપિંડીના પૈસા ટ્રાન્સફર કરવા માટે આવતો ઓટીપી તેમને જ મળે. આ રીતે, આરોપીઓએ સામાન્ય લોકોના ખાતાનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી.

ગરીબોના નામે ‘મહાજાળ’ અને ₹૬૦ કરોડનો ગોટાળો

ડીસીપી રાજ તિલક રોશન અને વરિષ્ઠ નિરીક્ષક દિલીપ તેજનકરની ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં કુલ ૯૪૩ બેંક ખાતા સામે આવ્યા, જેનો ઉપયોગ માત્ર સાયબર છેતરપિંડી માટે થતો હતો. તેમાંથી, ૧૮૧ ખાતાઓમાં સીધા છેતરપિંડીના પૈસા જમા થયા હતા. આ ખાતા દ્વારા કુલ ₹૬૦ કરોડથી વધુની રકમની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. જેમાં, મહારાષ્ટ્રમાંથી લગભગ ₹૧૨ કરોડ અને દેશભરમાંથી કુલ ₹૬૦ કરોડનો સમાવેશ થાય છે. આ ટોળકી વિરુદ્ધ દેશભરમાં કુલ ૩૩૯ ગુનાઓ નોંધાયેલા છે, જેમાંથી ૧૬ ગુનાઓ ફક્ત મુંબઈમાં નોંધાયેલા છે.

આ સમાચાર પણ વાંચો :  Shahrukh khan mother in law: શાહરુખ ખાનની સાસુ સવિતા છિબ્બરનો ડાન્સ વીડિયો થયો વાયરલ, 79 વર્ષની ઉંમરે એનર્જી જોઈને ચકિત થયા ફેન્સ

રેકેટનું વિદેશી કનેક્શન

પોલીસની તપાસમાં આ રેકેટનું આંતરરાષ્ટ્રીય કનેક્શન પણ સામે આવ્યું છે. ધરપકડ કરાયેલા આરોપીઓ વિદેશમાં બેઠેલા સાયબર સિન્ડિકેટ્સને બેંક ખાતા અને સિમ કાર્ડનો ડેટા મોકલતા હતા. આ રેકેટમાં થાઈલેન્ડ, ચીન, દુબઈ, કંબોડિયા અને મલેશિયા જેવી જગ્યાએથી પણ ટોળકીઓ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. આ નેટવર્ક ઓનલાઈન ગેમિંગ, શેર ટ્રેડિંગ, અને ઈ-કોમર્સ છેતરપિંડી જેવા અનેક ગુનાઓમાં સક્રિય હતું.

પોલીસે શું જપ્ત કર્યું?

આ કાર્યવાહી દરમિયાન, પોલીસે આરોપીઓ પાસેથી લેપટોપ, પ્રિન્ટર, મોબાઈલ, પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ, સિમ કાર્ડ અને સ્વાઈપિંગ મશીન સહિત અનેક વસ્તુઓ જપ્ત કરી છે. પોલીસે સામાન્ય નાગરિકોને અપીલ કરી છે કે પૈસાની લાલચમાં આવીને કોઈને પણ પોતાના જરૂરી દસ્તાવેજો ન આપવા અને પોતાના નામે એકથી વધુ બેંક ખાતા ન ખોલાવવા. આમ કરવાથી તમે પણ સાયબર ગુનેગારોનું સાધન બની શકો છો.

August 23, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Cyber Fraud મુંબઈમાં ૮૩ વર્ષીય મહિલા બની ‘ડિજિટલ અરેસ્ટ’નો શિકાર
મુંબઈ

Cyber Fraud: મુંબઈમાં ૮૩ વર્ષીય મહિલા બની ‘ડિજિટલ અરેસ્ટ’નો શિકાર; અધધ આટલા કરોડ રૂપિયાની થઇ છેતરપિંડી

by Akash Rajbhar August 15, 2025
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

Cyber Fraud: મુંબઈમાં સાયબર છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં દક્ષિણ મુંબઈની એક ૮૩ વર્ષીય વૃદ્ધ મહિલા પાસેથી ૭.૭૨ કરોડ રૂપિયાની મોટી રકમ પડાવી લેવામાં આવી છે. આ છેતરપિંડી ‘ડિજિટલ અરેસ્ટ’ની ધમકી આપીને કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને દક્ષિણ વિભાગના સાયબર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ છેતરપિંડી ૪ જુલાઈથી ૧૧ ઓગસ્ટ દરમિયાન થઈ હતી. પીડિત મહિલાને એક અજાણી વ્યક્તિનો ફોન આવ્યો, જેણે પોતાની ઓળખ “ઇન્સ્પેક્ટર અજય બસરિયા” તરીકે આપી. ત્યારબાદ, તેને બીજા એક વ્યક્તિનો ફોન આવ્યો, જેણે પોતાને “ઇન્સ્પેક્ટર સમાધાન” તરીકે રજૂ કર્યો. બંનેએ દાવો કર્યો કે તેઓ કોલાબા પોલીસ સ્ટેશનમાંથી વાત કરી રહ્યા છે.

ડિજિટલ અરેસ્ટ શું છે? અને કઈ રીતે ફસાવવામાં આવી?

આરોપીઓએ મહિલાને જણાવ્યું કે તેના આધાર કાર્ડનો ઉપયોગ કરીને એક બેંક ખાતું ખોલવામાં આવ્યું છે, જે એક મોટા ‘મની લોન્ડરિંગ’ કેસમાં સામેલ છે. આરોપીઓએ મહિલાને ડરાવી-ધમકાવી કે તેની અને તેના બાળકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને તેમની ધરપકડ કરવામાં આવશે. ખાસ કરીને, તેની દીકરીને પણ કસ્ટડીમાં લેવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી હતી. આ ધમકીઓથી ડરીને મહિલાએ આરોપીઓએ આપેલા બેંક ખાતાઓમાં તબક્કાવાર કુલ ૭,૭૨,૮૦,૦૦૦ રૂપિયા જમા કરાવ્યા. આ પૈસા ટ્રાન્સફર થયા બાદ પણ જ્યારે કોઈ જવાબ ન મળ્યો, ત્યારે મહિલાને સમજાયું કે તે છેતરપિંડીનો ભોગ બની છે.
‘ડિજિટલ અરેસ્ટ’ એ સાયબર અપરાધની એક નવી અને ખતરનાક પદ્ધતિ છે, જેમાં ઠગ (Scammers) નકલી પોલીસ અધિકારી કે સરકારી એજન્સીના કર્મચારી બનીને ફોન કરે છે. તેઓ પીડિતને ખોટા ગુનાઓ અને નકલી દસ્તાવેજો બતાવીને તાત્કાલિક ધરપકડ કરવાની ધમકી આપે છે. મુંબઈમાં અગાઉ પણ આવા જ ઘણા કિસ્સાઓ નોંધાયા છે, જ્યાં વૃદ્ધ અને નિવૃત્ત લોકો આ પ્રકારની છેતરપિંડીનો શિકાર બન્યા છે.

આ સમાચાર પણ વાંચો : BMC: આ તારીખે થશે મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની રચના પ્રસિદ્ધ; જાણો કયા સમયગાળા દરમિયાન નોંધાવી શકાશે વાંધા

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

આ ગુના માટે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮(૪), ૩૧૯(૨), ૩૩૬(૨)(૩), ૩૪૦(૨), ૨૦૪, ૩૦૮(૬) અને ૬૧(૨) તેમજ માહિતી ટેકનોલોજી એક્ટ (IT Act)ની કલમ ૬૬(સી) અને ૬૬(ડી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે, આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર ખરોટેના માર્ગદર્શન હેઠળ પોલીસ ટેકનિકલ તપાસ કરી રહી છે અને છેતરપિંડી માટે ઉપયોગમાં લેવાયેલા બેંક ખાતા અને ફોન નંબરોને શોધી રહી છે.

August 15, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
RBI Advisory RBI issues advisory to banks for integration of DoT’s Financial Fraud Risk Indicator
વેપાર-વાણિજ્ય

RBI Advisory:સાયબર ફ્રોડ નિવારણમાં સીમાચિહ્નરૂપ પગલું: RBIએ બેંકોને DoTના નાણાકીય છેતરપિંડી જોખમ સૂચક (FRI)ને એકીકૃત કરવા સલાહ આપી

by kalpana Verat July 3, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

RBI Advisory: દૂરસંચાર વિભાગ (DoT) 30 જૂન, 2025ના રોજ જારી કરાયેલ ભારતીય રિઝર્વ બેંક (RBI)ની સલાહનું સ્વાગત કરે છે, જેમાં તમામ અનુસૂચિત વાણિજ્યિક બેંકો, નાની નાણાકીય બેંકો, ચુકવણી બેંકો અને સહકારી બેંકોને DoT દ્વારા વિકસિત નાણાકીય છેતરપિંડી જોખમ સૂચક (FRI)ને તેમની સિસ્ટમમાં એકીકૃત કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. સાયબર-સક્ષમ નાણાકીય છેતરપિંડી સામેની લડાઈમાં આ એક મહત્વપૂર્ણ ક્ષણ છે અને ભારતના વિકસતા ડિજિટલ અર્થતંત્રમાં નાગરિકોની સુરક્ષામાં આંતર-એજન્સી સહયોગની શક્તિનો પુરાવો છે. તે API-આધારિત એકીકરણ દ્વારા બેંકો અને DoTના DIP વચ્ચે ડેટા વિનિમયને સ્વચાલિત કરવાના વ્યૂહાત્મક મહત્વ પર પણ ભાર મૂકે છે, જે વાસ્તવિક સમયની પ્રતિભાવશીલતા અને છેતરપિંડી જોખમ મોડેલોને વધુ શુદ્ધ કરવા માટે સતત પ્રતિસાદને સક્ષમ બનાવે છે.

RBI Advisory: “નાણાકીય છેતરપિંડી જોખમ સૂચક” શું છે અને તે બેંકોને સાયબર છેતરપિંડી અટકાવવામાં કેવી રીતે મદદ કરશે?

મે 2025માં DoT ના ડિજિટલ ઇન્ટેલિજન્સ યુનિટ (DIU) દ્વારા શરૂ કરાયેલ નાણાકીય છેતરપિંડી જોખમ સૂચક (FRI) એ એક જોખમ-આધારિત મેટ્રિક છે. જે મોબાઇલ નંબરને નાણાકીય છેતરપિંડીના મધ્યમ, ઉચ્ચ અથવા ખૂબ ઊંચા જોખમ સાથે સંકળાયેલા તરીકે વર્ગીકૃત કરે છે. આ વર્ગીકરણ વિવિધ હિસ્સેદારો પાસેથી મેળવેલા ઇનપુટ્સનું પરિણામ છે. જેમાં ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C’s) નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP), DoTના ‘ચક્ષુ’ પ્લેટફોર્મ અને બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા શેર કરાયેલ ગુપ્ત માહિતીનો સમાવેશ થાય છે. તે હિસ્સેદારોને – ખાસ કરીને બેંકો, NBFCs અને UPI સેવા પ્રદાતાઓને – મોબાઇલ નંબરમાં ઉચ્ચ જોખમ હોય તો અમલીકરણને પ્રાથમિકતા આપવા અને વધારાના ગ્રાહક સુરક્ષા પગલાં લેવા માટે સશક્ત બનાવે છે. DoT ના ડિજિટલ ઇન્ટેલિજન્સ યુનિટ (DIU) નિયમિતપણે હિસ્સેદારો સાથે મોબાઇલ નંબર રિવોકેશન લિસ્ટ (MNRL) શેર કરે છે, જેમાં સાયબર ક્રાઇમ લિંક્સ, નિષ્ફળ પુનઃ ચકાસણી અથવા દુરુપયોગને કારણે ડિસ્કનેક્ટ થયેલા નંબરોની વિગતો આપવામાં આવે છે – જેમાંથી ઘણા નાણાકીય છેતરપિંડી સાથે જોડાયેલા છે.

બેંકો અને નાણાકીય સંસ્થાઓ શંકાસ્પદ વ્યવહારોને નકારવા, ગ્રાહકોને એલર્ટ અથવા ચેતવણીઓ જારી કરવા અને ઉચ્ચ જોખમ તરીકે ચિહ્નિત કરાયેલા વ્યવહારોમાં વિલંબ જેવા નિવારક પગલાં લેવા માટે વાસ્તવિક સમયમાં FRI નો ઉપયોગ કરી શકે છે. PhonePe, Punjab National Bank, HDFC Bank, ICICI Bank, Paytm અને India Post Payments Bank જેવી અગ્રણી સંસ્થાઓ દ્વારા આ સિસ્ટમની ઉપયોગિતા પહેલાથી જ દર્શાવવામાં આવી છે. UPI સમગ્ર ભારતમાં સૌથી વધુ પસંદગીની ચુકવણી પદ્ધતિ હોવાથી, આ હસ્તક્ષેપ લાખો નાગરિકોને સાયબર છેતરપિંડીનો શિકાર બનતા બચાવી શકે છે. FRI ટેલિકોમ અને નાણાકીય બંને ક્ષેત્રોમાં શંકાસ્પદ છેતરપિંડી સામે ઝડપી, લક્ષિત અને સહયોગી કાર્યવાહી માટે પરવાનગી આપે છે.

આ સમાચાર પણ વાંચો :  Gandhinagar :4 જુલાઇના રોજ ગાંધીનગરમાં અભિવાદન સમારોહ: મુખ્યમંત્રીશ્રીના હસ્તે 761 સમરસ ગ્રામ પંચાયતોને ₹35 કરોડથી વધુની ગ્રાન્ટની થશે ફાળવણી

DoT નાણાકીય છેતરપિંડી જોખમ સૂચક જેવા ટેકનોલોજી-આધારિત, રાષ્ટ્રીય સ્તરે સંકલિત ઉકેલોનો ઉપયોગ કરીને સાયબર-સક્ષમ છેતરપિંડીનો સામનો કરવાના તેમના પ્રયાસોમાં બેંકો અને નાણાકીય સંસ્થાઓને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે. આ પગલું ડિજિટલ વિશ્વાસ અને સુરક્ષાના નવા યુગને ચિહ્નિત કરે છે, જે સરકારના વ્યાપક ડિજિટલ ઇન્ડિયા વિઝનને મજબૂત બનાવે છે. DoT ચેતવણી પદ્ધતિઓને સુવ્યવસ્થિત કરવા, છેતરપિંડી શોધને વેગ આપવા અને ટેલિકોમ ઇન્ટેલિજન્સને સીધા બેંકિંગ કાર્યપ્રવાહમાં એકીકૃત કરવા માટે RBI-નિયંત્રિત સંસ્થાઓ સાથે નજીકથી કામ કરવાનું ચાલુ રાખે છે. જેમ જેમ વધુ સંસ્થાઓ તેમની ગ્રાહક-લક્ષી સિસ્ટમોમાં FRI અપનાવશે, તેમ તેમ તે ક્ષેત્ર-વ્યાપી ધોરણમાં વિકસિત થવાની અપેક્ષા છે, જે વિશ્વાસને મજબૂત બનાવશે, વાસ્તવિક સમયના નિર્ણય લેવા સક્ષમ બનાવશે અને ભારતના ડિજિટલ નાણાકીય સ્થાપત્યમાં વધુ પ્રણાલીગત સ્થિતિસ્થાપકતા પ્રદાન કરશે.

RBI Advisory: વધુ માહિતી માટે DoT હેન્ડલ્સને અનુસરો: –

X – https://x.com/DoT_India

Insta https://www.instagram.com/department_of_telecom?igsh=MXUxbHFjd3llZTU0YQ==

Fb – https://www.facebook.com/DoTIndia

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

July 3, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Malware Alerts Stay up to date with the latest threats to your phone  
ગેઝેટ

 Malware Alerts : તમારા ફોનમાં તો નથી આવી ગયો ને વાયરસ! કેવી રીતે કરવી ઓળખ? આ ટ્રિકથી જાણો

by kalpana Verat December 25, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Malware Alerts:આજના ડિજિટલ યુગમાં લોકો પોતાના ઉપયોગની દરેક વસ્તુ પોતાના મોબાઈલમાં રાખે છે. ફિલ્મની ટિકિટથી લઈને ડ્રાઈવિંગ લાયસન્સ સુધીની દરેક વસ્તુ મોબાઈલમાં સંગ્રહિત કરે છે. આજકાલ ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે મોબાઈલ ફોનનો પણ મોટાપાયે ઉપયોગ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં હેકર્સનું ધ્યાન પણ મોબાઈલ પર હોય છે. તેઓ માલવેર અથવા વાયરસ દ્વારા મોબાઇલને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરે છે. જો ફોનમાં માલવેર આવી જાય છે, તો તે ઘણું નુકસાન કરી શકે છે. ચાલો જાણીએ ફોનમાં વાયરસ છે કે નહીં કેવી રીતે જાણી શકાય.

Malware Alerts:સતત પોપ-અપ જાહેરાતો

જો તમારા ફોન પર પોપ-અપ જાહેરાતો સતત દેખાઈ રહી હોય અને તેને સ્ક્રીન પરથી દૂર કરવી મુશ્કેલ હોય, તો તે માલવેરને કારણે હોઈ શકે છે. આ જાહેરાતો પર ક્લિક કરવાથી, ફોનમાં હાજર તમારી વ્યક્તિગત માહિતી ખોટા હાથમાં આવી શકે છે.

Malware Alerts:કોઈપણ કારણ વગર બિલમાં વધારો

જો કોઈ વધારાની સેવા લીધા વિના તમારા ફોનનું બિલ વધી ગયું છે, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. ક્રેમિંગને કારણે ઘણી વખત બિલ વધી જાય છે. ક્રેમિંગનો અર્થ એ છે કે થર્ડ પાર્ટી કંપની તમારી પાસેથી એવી સેવા માટે ચાર્જ લે છે જેનો તમે ઉપયોગ પણ કર્યો નથી. આ કામ માલવેર દ્વારા કરી શકાય છે.

Malware Alerts: બેટરી ઉતરી જવી

માલવેરની એક નિશાની બેટરીનું ઉતરવું પણ છે. ઘણા માલવેર બેકગ્રાઉન્ડમાં વિવિધ કાર્યો કરતા રહે છે. તેનાથી બેટરી ઝડપથી ઉતરી જાય છે. તેવી જ રીતે, જો ફોન સામાન્ય સ્થિતિમાં પણ વધુ ગરમ થઈ રહ્યો હોય, તો તે માલવેરને કારણે પણ હોઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો: Hygiene Tips: જો તમે તમારો મોબાઈલ ફોન ટોયલેટમાં લઈ જાઓ છો તો આજે જ આ આદતને સુધારી લો, આ આદતને કારણે તમે એક વાર નહીં પરંતુ ઘણી વખત ચેપનો શિકાર બની શકો છોઃ  

Malware Alerts:ફોનની વર્કિંગ સ્પીડ ધીમી થઇ જવી

જો ફોનમાં માલવેર હશે તો ફોનની વર્કિંગ સ્પીડ ઘટી જશે. ખરેખર, માલવેર ફોનના ઘટકોમાંથી ઘણું કામ લે છે. આવી સ્થિતિમાં, ફોનના અન્ય કાર્યો ધીમા પડી જાય છે અને કેટલીકવાર ટાસ્ક ક્રેશ પણ થઈ જાય છે.

Malware Alerts: ફોન પર અનિચ્છનીય એપ આવી રહી છે

ઘણી વખત એપ ડાઉનલોડ કરતી વખતે તેની સાથે માલવેર પણ ડાઉનલોડ થાય છે, જે ફોનમાં વધારાની એપ્સ ઇન્સ્ટોલ કરે છે. તેથી, એપ્લિકેશન સૂચિ પર નજર રાખો અને જો કોઈ અનિચ્છનીય એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી હોય, તો તેને ખોલશો નહીં.

 

December 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
In one year, the State Cyber ​​Crime Cell recovered and returned Rs 108 crores that were defrauded from innocent citizens by cyber criminals.
રાજ્ય

Cyber Fraud: એક વર્ષમાં સાયબર ગઠીયાઓએ છેતરપિંડી કરીને નિર્દોષ નાગરિકોના આંચકેલા ૧૦૮ કરોડ રૂપિયા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે રિકવર કરી પરત કર્યા

by Akash Rajbhar December 24, 2024
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

  • રિકવર કરેલા નાણાં ઉપરાંત એક વર્ષમાં ૨૮૫.૧૨ કરોડ રૂપિયા ફ્રિઝ કરવામાં આવ્યા: સાયબર ફ્રોડ થયાના ગોલ્ડન અવર્સમાં મળેલી ફરિયાદોમાં નાણાં ફ્રિઝ અને રિકવરી રેટ સૌથી વધુ
  •  કોઈપણ સાયબર ફ્રોડની ઘટના બને તો તરત જ ગોલ્ડન અવર્સમાં હેલ્પલાઇન નંબર-1930 ઉપર સંપર્ક કરવા નાગરિકોને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની અપીલલોક અદાલત મારફતે અરજદારોને તેમના નાણાં પરત અપાવવા ખાસ
  • ઝુંબેશ યોજાઇ: રાજ્યભરની કુલ ૪૦,૯૦૫ અરજીઓના ઓપીનીયન લોક અદાલતમાં સબમિટ :વધુ ૭૫ કરોડ રૂપિયા નાગરિકોને પરત મળશે

Cyber Fraud: ગુજરાત પોલીસના સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા વર્ષ ૨૦૨૪માં સાયબર ગઠીયાઓએ છેતરપિંડી કરીને નિર્દોષ નાગરિકોના આંચકેલા રૂપિયા પૈકી ૧૦૮ કરોડથી વધુ રૂપિયા રિકવર કર્યા છે. તે ઉપરાંત એક વર્ષમાં ૨૮૫.૧૨ કરોડ રૂપિયા ફ્રિઝ કરી તેને રિકવર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાયબર ફ્રોડ થયાના ગોલ્ડન અવર્સમાં મળેલી ફરિયાદોમાં નાણાં ફ્રિઝ અને રિકવરી રેટ સૌથી વધુ હોવાથી કોઈપણ સાયબર ફ્રોડની ઘટના બને તો તરત જ ગોલ્ડન અવર્સમાં (ફ્રોડ થયાના પાંચ કલાકની અંદર) હેલ્પલાઇન નંબર-1930 ઉપર સંપર્ક કરવા નાગરિકોને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય દ્વારા અપીલ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી તેમજ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા લેવામાં આવેલા રેપિડ એક્શનથી ફ્રોડમાં ગયેલા નાણાની રિકવરી તથા ફ્રોડની રકમ જે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હોય તેને ત્વરિત ફ્રિઝ કરવાની કામગીરી પ્રશંસનિય રહી છે. જેને પરિણામે ઓનલાઇન છેતરપીંડીનો ભોગ બનનાર નાગરિકોને પોતાના ફ્રોડમાં ગયેલા રૂપિયા પરત અપાવવામાં ગુજરાત પોલીસને સારી સફળતા મળી છે.

આ સમાચાર પણ વાંચો  :  Achari Paneer Tikka Recipe: ડિનરમાં ઘરે જ રેસ્ટોરન્ટ સ્ટાઈલ આચારી પનીર ટિક્કા, આંગળી ચાટતા રહી જશે પરિવારજનો, નોંધી લો આ રેસીપી.

રાજ્યમાં તા.૧લી જાન્યુઆરી-૨૦૨૪થી તા.૧૫મી ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં સાયબર ગુનાઓ સંબંધિત કુલ ૧.૩૧ લાખ ફરિયાદો આવી છે. તેની સામે ત્વરિત એક્શન લઇને છેતરપિંડીમાં ગયેલી રકમ પૈકી રૂ.૨૮૫.૧૨ કરોડની રકમ ફ્રીઝ કરી દેવામાં ગુજરાત પોલીસના સ્ટેટ સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી છે. તે પૈકી સાયબર છેતરપીંડીનો ભોગ બનેલા નાગરિકોનાં ૧૦૮.૦૮ કરોડ રૂપિયા રિકવર કરી પરત કરી દેવામાં આવ્યા છે જ્યારે અન્ય રકમ પરત કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

સ્ટેટ સાયબર ક્રાઇમ સેલના એસ.પી ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યુ કે, લોક અદાલત મારફતે અરજદારોને તેમના નાણાં પરત અપાવવાના હેતુસર સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા તા.૩જી ડિસેમ્બરથી તા. ૧૩મી ડિસેમ્બર, ૨૦૨૪ દરમિયાન ૧૦ દિવસની ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશમાં રાજ્યભરની કુલ ૪૦,૯૦૫ અરજીઓના ઓપીનીયન લોક અદાલતમાં સબમિટ કરવામાં આવ્યા. જેના ટુંક સમયમાં કોર્ટ ઓર્ડર થશે એટલે સાયબર ફ્રોડમાં ગયેલા વધુ ૭૫ કરોડ રૂપિયા નાગરિકોને પરત મળશે.

નોંધનિય બાબત છે કે, ગુજરાત પોલીસના રેપિડ એક્શન સહિત હેલ્પલાઇનના ઉત્કૃષ્ટ મેનેજમેન્ટ માટે વિશેષ સન્માન મળ્યુ છે. તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના હસ્તે સાયબર હેલ્પલાઈન 1930 માટે શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાત પોલીસને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.
…..
વિપુલ ચૌહાણ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

December 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat cyber crime cell nabs gang member who cheated people by hacking WhatsApp online Form Madhya Pradesh
રાજ્ય

Gujarat Cyber Crime Cell: ગુજરાત સાયબર ક્રાઇમ સેલને મળી સફળતા.. યુવતીઓના ઓનલાઇન વોટ્સએપ હેક કરી છેતરપિંડી કરનારને આ રાજ્યમાંથી પકડ્યો..

by Hiral Meria November 23, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai

Gujarat Cyber Crime Cell: શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઇન વોટ્સએપ હેક કરી સાયબર ક્રાઇમ કરતી ગેંગના સભ્યને સ્ટેટ પકડી પાડવામાં સાયબર ક્રાઇમ સેલની ટીમને સફળતા મળી છે. મધ્યપ્રદેશના આ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોની ૧૦૦થી વધુ યુવતીઓ પાસેથી તેણે છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. આરોપીની ધરપકડ કરીને સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની ટીમે સઘન પૂછપરછ શરૂ કરી આ ગેંગના તેના અન્ય સૂત્રધારોને પકડવા તજવીજ શરૂ કરી છે.  

વર્તમાનમાં વધી રહેલા સાયબર ક્રાઈમના ( Cyber Crime ) ગુનાઓને નિયંત્રણમાં લાવવા તથા આ સાયબર ક્રાઇમ કરતી ગેંગને શોધી કાઢવા સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝના અધિક પોલીસ મહાનિદેશક શ્રી ડૉ રાજકુમાર પાંડીયને આપેલી સૂચના અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક શ્રી સંજય ખરાત તથા પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા તેમજ પોલીસ અધિક્ષક શ્રી ભરતસંગ ટાંકના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ આ દિશામાં સક્રિય છે. 

દરમિયાન ૧૯૩૦ હેલ્પલાઇન ઉપર ફરિયાદ મળી હતી કે, કોઈ સાયબર ગઠીયાએ ( Gujarat Cyber Crime Cell ) વોટ્સએપ એકાઉન્ટ હેક કરી, ભોગ બનનારના મિત્રોને પૈસાની જરૂર હોવાનું જણાવી ભોગ બનનારના નામે પૈસા પડાવી લઇ છેપરપીંડી આચરી છે. જે અન્વયે સ્ટેટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ( Gujarat Police ) ખાતે ગુનો દાખલ કરી આ ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલી બેંક એકાઉન્ટ તથા મોબાઇલ નંબરની વિગતો મેળવી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની ( Cyber Fraud ) ટીમે ડિટેઇલ એનાલીસિસ કર્યું હતું અને મોબાઈલ નંબરના સી.ડી.આર. મંગાવી જેમા મળી આવેલા IMEIની માહિતીનું એનાલીસીસ કરતા એક સસ્પેક્ટ મોબાઇલ નંબર મળી આવ્યો હતો. જે ઓપન સોર્સ મારફતે ચેક કરાવતા ‘College Fees Fraud’ એવુ નામ મળી આવતા આ બાબતે વધુ સઘન તપાસ કરી સસ્પેક્ટ મોબાઇલ નંબરની વિગતો મેળવી વેરીફીકેશન મેળવ્યા બાદ મોબાઇલ નંબરનું લોકેશન મેળવ્યું હતું. લોકેશન મધ્યપ્રદેશના ( Madhya Pradesh ) અનુપપુર જીલ્લાના બદરા ગામનું આવતા સાયબર પોલીસની ટીમ તાત્કાલીક અનુપપુર મધ્યપ્રદેશ ખાતે રવાના થઈ ગઈ હતી અને સ્થાનિક પોલીસની મદદ લઈને વોચ ગોઠવી આરોપી પ્રભાતકુમાર છોટેલાલ ગુપ્તા (રહે.વોર્ડ નં.03, બદરા, કેવત મહોલ્લા, બદરા કોલોની, કોટમા, તા.જી.અનુપપુર, મધ્યપ્રદેશ)ની અટકાયત કરી સઘન પુછપરછ શરૂ કરી છે. તેની પ્રાથમિક પૂછતાછમાં આરોપીએ કબુલાત કરી છે કે, તે ફક્તને ફક્ત શાળા તેમજ કોલેજની છોકરીઓને ( School Girls ) ટાર્ગેટ કરતો હતો અને અત્યાર સુધીમાં તેને અલગ-અલગ રાજ્યોની આશરે ૧૦૦થી વધુ છોકરીઓને ટાર્ગેટ કરી તેમના વોટ્સએપ ( Whatsapp ) હેક કરી છેતરપીંડી કરી છે. આરોપી હાલ રીમાન્ડ હેઠળ છે અને તેની વધુ પૂછપરછ ચાલી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Mahim Constituency News : ‘રાજ’ પુત્ર અમિત ઠાકરેનો પરાજય; તો સદા સરવણકરને પણ મળી હાર; ઉદ્ધવ જૂથના ઉમેદવાર જીત્યા.. 

Gujarat Cyber Crime Cell:  આરોપી પાસેથી કબ્જે કરેલો મુદામાલ

  • → મોબાઇલ ફોન-૦૨
  • → ચેકબુક- ૦૨
  • → સીમકાર્ડ – ૧૧
  • → પાસબુક- ૦૨
  • → ડેબીટ કાર્ડ – ૧૨

Gujarat Cyber Crime Cell:  આરોપીને પકડનાર સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની ટીમ

  • પી.આઇ શ્રી જે.એસ.પટેલ 
  • એ.એસ.આઇ શ્રી ગીતાબેન રબારી 
  • કોન્સ્ટેબલ શ્રી હિતેશ ડાભી 
  • કોન્સ્ટેબલ શ્રી અજયરાજસિંહ જાડેજા 
  • કોન્સ્ટેબલ શ્રી દ્રષ્ટીબેન રામાવત 
  • ટેકનિકલ ટીમ 
  • પી.એસ.આઇ શ્રી ડી.આર.પટેલ 
  • કોન્સ્ટેબલ શ્રી મૌલીક પટેલ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો :  Narmada Water Gujarat Farmers: CM ભૂપેન્દ્ર પટેલનો ખેડૂત હિતકારી નિર્ણય, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને આ પાક વાવેતર માટે ફાળવાશે નર્મદાનું પાણી..

November 23, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક