Tag: Cyclone Remal

  • Monsoon Arrival: આ વર્ષે સમય પહેલા કેમ પ્રવેશી રહ્યું છે ચોમાસુ, જાણો શું છે આનું કારણ.. IMD આપ્યો આ ખુલાસો..

    Monsoon Arrival: આ વર્ષે સમય પહેલા કેમ પ્રવેશી રહ્યું છે ચોમાસુ, જાણો શું છે આનું કારણ.. IMD આપ્યો આ ખુલાસો..

     News Continuous Bureau | Mumbai 

    Monsoon Arrival: ભારતીય હવામાન વિભાગ ( IMD ) એ બુધવારે (29 મે, 2024) નિવેદન આપતા જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસું સમય પહેલાં આવી શકે છે. IMDએ વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમમાં ચોમાસું આગાહી કરતાં એક દિવસ વહેલું ગુરુવારે (30 એપ્રિલ, 2024) કેરળના દરિયાકાંઠે અને ઉત્તરપૂર્વના ભાગોમાં ત્રાટકે તેવી શક્યતા છે. 

    આ પહેલા હવામાન વિભાગે ( IMD forecast ) કેરળમાં 31 મે સુધીમાં ચોમાસાના આગમનની આગાહી ( Monsoon Forecast ) કરી હતી. જ્યારે અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, મણિપુર અને આસામમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 5 જૂન છે. આવી સ્થિતિમાં ચર્ચા થઈ રહી છે કે ચોમાસાના અકાળે આગમન પાછળનું કારણ શું છે? આનો જવાબ હવામાનશાસ્ત્રીઓએ આપ્યો છે.

     Monsoon Arrival: ચક્રવાત રેમાલ, જે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયું હતું, તેણે ચોમાસાનો પ્રવાહ બંગાળની ખાડી તરફ ખેંચ્યો હતો….

    મિડીયા રિપોર્ટ મુજબ, હવામાનશાસ્ત્રીઓને ટાંકીને કહ્યું હતું કે, ચોમાસાના વહેલા આગમનનું એક કારણ ચક્રવાતી તોફાન રેમલ હોઈ શકે છે. હવામાનશાસ્ત્રીઓએ નિવેદન આપતા આગળ જણાવ્યું હતું કે, ચક્રવાત રેમાલ, જે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયું હતું, તેણે ચોમાસાનો પ્રવાહ બંગાળની ખાડી તરફ ખેંચ્યો હતો. ઉત્તરપૂર્વમાં ચોમાસાના વહેલા આગમનનું આ એક કારણ હોઈ શકે છે.

    જોકે ચક્રવાતી તોફાન રેમલની ( Cyclone Remal ) અસર પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, મણિપુર અને આસામમાં સૌથી વધુ જોવા મળી હતી..

    આ સમાચાર પણ વાંચો:  Lok Sabha Election 2024: શું આ ચૂંટણીમાં કર્ણાટકમાં ચાલશે ભાજપ ગુજરાત મોડલ? નિષ્ણાંતો આ વિષય પર શું કરી આગાહી…

     Monsoon Arrival: ચક્રવાતી તોફાન રેમલને કારણે ઉત્તર-પૂર્વ ભારતમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન થયું છે…

    ચક્રવાતી તોફાન રેમલને કારણે ઉત્તર-પૂર્વ ભારતમાં ભારે વરસાદ ( Heavy Rainfall ) અને ભૂસ્ખલન થયું છે, જેના પરિણામે ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ જાનહાનિ થઈ હતી . જેના કારણે 30થી વધુ લોકોના મોત થયા છે અને ઘણા લોકો લાપતા થયા હતા. આ ઉપરાંત અનેક મકાનો પણ ધરાશાયી થયા હતા.

    મિઝોરમના આઈઝોલ જિલ્લામાં વિવિધ સ્થળોએ ભૂસ્ખલન અને વરસાદને પગલે વધુ ચાર મૃતદેહો મળી આવ્યા બાદ મૃતકોની સંખ્યા વધીને હવે 29 થઈ ગઈ હતી. જ્યારે આસામમાં 4, નાગાલેન્ડમાં 4 અને મેઘાલયમાં 2 લોકોના મોત થયા હતા.

  • Cyclone Remal: કેન્દ્રીય અને રાજ્યની એજન્સીઓ સાથે આઈસીજીનું અનુકરણીય સંકલન, પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે દરિયામાં જાનહાની-મિલકતને થતા નુકસાનને અટકાવ્યું

    Cyclone Remal: કેન્દ્રીય અને રાજ્યની એજન્સીઓ સાથે આઈસીજીનું અનુકરણીય સંકલન, પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે દરિયામાં જાનહાની-મિલકતને થતા નુકસાનને અટકાવ્યું

    News Continuous Bureau | Mumbai 

    Cyclone Remal: ભારતીય કોસ્ટ ગાર્ડ ( ICG ) એ ગંભીર ચક્રવાતી તોફાન ( SCS ) ‘રેમલ’ થી ઉભી થયેલી પરિસ્થિતિનો સફળતાપૂર્વક સામનો કરવા માટે કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ સાથે અનુકરણીય તાલમેલ દર્શાવ્યું હતું. આ ચક્રવાતી તોફાન 22 મેના રોજ ઓછા દબાણવાળા વિસ્તાર તરીકે ઉદ્દભવ્યું હતું અને 26-27 મેની મધ્ય રાત્રિએ પશ્ચિમ બંગાળ ( West Bengal ) અને બાંગ્લાદેશના દરિયાકાંઠે લેન્ડફોલ થયું હતું. તે પહેલા ઝડપથી એસસીએસમાં પરિવર્તિત થયું હતું. 

    કોસ્ટ ગાર્ડ રિજન (ઉત્તર-પૂર્વ)ના મુખ્ય મથકે બચાવના પગલાં શરૂ કર્યા અને વિવિધ કેન્દ્રીય ( central agencies ) અને રાજ્ય એજન્સીઓ સાથે સંકલન સુનિશ્ચિત કર્યું, જેના પરિણામે દરિયામાં કોઈ જાનહાની કે સંપત્તિનું નુકસાન ( Property damage ) થયું નથી અને પરિસ્થિતિને અસરકારક રીતે સંચાલિત કરવામાં આવી. ચક્રવાતના ( Cyclone storm ) આગમનને ધ્યાનમાં રાખીને, આઈસીજીએ વાવાઝોડાના માર્ગમાંથી સમગ્ર વેપારી કાફલાને સક્રિય દેખરેખ અને વ્યૂહાત્મક રીતે ડાયવર્ઝન સુનિશ્ચિત કરવા માટે જહાજો, એરક્રાફ્ટ અને કિનારા-આધારિત સર્વેલન્સ સિસ્ટમ્સ ગોઠવી હતી. હલ્દિયા અને પારાદીપમાં આઈસીજીના રિમોટ ઓપરેટિંગ સ્ટેશનોથી સમયસર ચેતવણીઓ પ્રસારિત કરવામાં આવી હતી, જેમાં માછીમારીની નૌકાઓ અને વેપારી જહાજોને પરિવહન કરતા ચેતવણી આપવામાં આવી હતી.

    આ સમાચાર પણ વાંચો :  Multibagger Stock Suzlon Energy: આ મલ્ટીબેગર એનર્જી શેર ₹ 50ની પાર જવાની તૈયારીમાં, છેલ્લા પાંચ વર્ષમાં ₹1 લાખ નવ લાખમાં ફેરવાયા..

    એસસીએસના લેન્ડફોલ પછી, આઈસીજી શિપ વરદ ચક્રવાત પછીનું મૂલ્યાંકન કરવા માટે તરત જ પારાદીપથી રવાના થયું. વધુમાં, બે આઈસીજી ડોર્નિયર એરક્રાફ્ટે ભુવનેશ્વરથી ઉડાન ભરી હતી અને ઉત્તર બંગાળની ખાડીમાં વ્યાપક દેખરેખ હાથ ધરી હતી.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Cyclone Remal :  સમુદ્રના પાણી પર ચક્રવાતની ડરામણી રચના, આ વીડિયોમાં જુઓ વાવાઝોડું  ‘રેમલ’ કેટલું ભયાનક હતું.

    Cyclone Remal : સમુદ્રના પાણી પર ચક્રવાતની ડરામણી રચના, આ વીડિયોમાં જુઓ વાવાઝોડું ‘રેમલ’ કેટલું ભયાનક હતું.

    News Continuous Bureau | Mumbai 

    Cyclone Remal : ચક્રવાતી તોફાન રેમાલ રવિવારે મોડી રાત્રે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટક્યું હતું. વાવાઝોડું રાત્રે 8.30 વાગ્યે દરિયાકાંઠે ટકરાવાનું શરૂ થયું, જે આગામી ચાર કલાક સુધી ચાલુ રહ્યું. જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. જો કે, પૂર્વ તૈયારીઓને કારણે જાનમાલનું નુકસાન અમુક અંશે ઓછું થયું છે. દરમિયાન આ તોફાનના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જે ખૂબ જ ડરામણા છે.

     Cyclone Remal : વિડિઓ જુઓ

    Cyclone Remal :  વાવાઝોડું કેટલું ડરામણું હતું

    સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ડરામણો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે દર્શાવે છે કે વાવાઝોડું કેટલું ડરામણું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વીડિયો બાંગ્લાદેશના ચટ્ટોગ્રામ કિનારાનો હોવાનું કહેવાય છે, જેમાં સમુદ્રના પાણીની ઉપર ચક્રવાતની ડરામણી રચના દેખાઈ રહી છે. દરિયાના ઉંચા મોજા વચ્ચે તોફાનના વિકરાળ સ્વરૂપનો આ વીડિયો બતાવે છે કે વાવાઝોડું કેટલું ભયાનક રહ્યું હશે જો કે, આ વીડિયો રેમલ વાવાઝોડાનો હોવાની સત્તાવાર પુષ્ટિ થઇ શકી નથી.

    Cyclone Remal : વીડિયોની સત્યતા પર ઉભા થઈ થયા સવાલો 

    દરમિયાન આ વીડિયોની સત્યતા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. વીડિયોને ખોટો ગણાવતા એક સોશિયલ મીડિયા યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે વીડિયોમાં કહેવાતા શેલ્ફ ક્લાઉડ કોઈ ચક્રવાત નથી પરંતુ સુપરસેલ થંડરસ્ટ્રોમ છે. આવા તોફાનો ક્યારેક ટોર્નેડોને જન્મ આપે છે.

    આ સમાચાર પણ વાંચો: કેકેઆર ની જીત બાદ ઈમોશનલ થઇ સુહાના ખાન,શાહરુખ ખાને જીત્યા લોકો ના દિલ

    Cyclone Remal : વૃક્ષો ધરાશાયી થયા અને વીજ થાંભલા પડી ગયા

     મહત્વનું છે કે ભારે વરસાદ અને 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણી ભરાયા છે અને સંપત્તિને ભારે નુકસાન થયું છે. વાવાઝોડાના કારણે અનેક ઝૂંપડા ઉડી ગયા, વૃક્ષો ધરાશાયી થયા અને વીજ થાંભલા પડી ગયા. જેના કારણે અનેક શહેરોમાં સમસ્યા સર્જાઈ છે. પશ્ચિમ બંગાળમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની કુલ 14 ટીમો તૈનાત છે. જેઓ રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે. પશ્ચિમ બંગાળના સંવેદનશીલ વિસ્તારોમાંથી 1 લાખથી વધુ લોકોને તોફાન દરિયાકાંઠે ત્રાટકે તે પહેલા જ સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

     

     

  • Cyclone Remal: રેમલ વાવાઝોડાએ વેર્યો વિનાશ, તેજ પવન, મુશળધાર વરસાદ, આટલા મોત, મકાન-વૃક્ષો ધરાશાયી….

    Cyclone Remal: રેમલ વાવાઝોડાએ વેર્યો વિનાશ, તેજ પવન, મુશળધાર વરસાદ, આટલા મોત, મકાન-વૃક્ષો ધરાશાયી….

    News Continuous Bureau | Mumbai 

    Cyclone Remal: ચક્રવાતી તોફાન રેમાલ રવિવારે મોડી રાત્રે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટક્યું હતું. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ જ્યારે વાવાઝોડું દરિયાકાંઠે ત્રાટક્યું ત્યારે પવનની ઝડપ 110-120 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ હતી. આ પવન 135 કિમી પ્રતિ કલાકની ઝડપે વધી ગયો હતો. વાવાઝોડું રાત્રે 8.30 વાગ્યે દરિયાકાંઠે ટકરાવાનું શરૂ થયું, જે આગામી ચાર કલાક સુધી ચાલુ રહ્યું. જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટાપાયે નુકસાન થયું છે.

    મહત્વનું છે કે રેમાલ વાવાઝોડાને કારણે ઘણું નુકસાન થવાની આશંકા પહેલાથી જ હતી. જેના કારણે ભારતમાં લાખો લોકોને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવ્યા હતા.  

     Cyclone Remal: રેમાલ પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપાપુરા વચ્ચેના દરિયાકાંઠે અથડાયું 

    ચક્રવાતી તોફાન રેમાલે રવિવારે રાત્રે 8.30 કલાકે ત્રાટકવાનું શરૂ કર્યું હતું. તે સમયે આ વાવાઝોડું દરિયાકાંઠાથી 30 કિમી દૂર હતું. જો કે, ધીમે ધીમે તે નજીક આવ્યું અને પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે અથડાયુ. રેમાલ વાવાઝોડાની ટક્કરનું સ્થાન ભારતના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપાપુરા વચ્ચે હતું.  પવનની ગતિ એટલી વધી ગઈ હતી કે વૃક્ષો ધરાશાયી થયા હતા. તો અનેક દરિયાકાંઠાના વિસ્તારોમાં વીજળીના થાંભલા પણ ઉખડી ગયા હતા. સુંદરબનના ગોસાબા વિસ્તારમાં કાટમાળથી એક વ્યક્તિ ઘાયલ થયો હતો. કોલકાતાના બીબીર બાગાન વિસ્તારમાં દિવાલ પડવાને કારણે એક વ્યક્તિ ઘાયલ થયો છે. 

      Cyclone Remal: ભારે પવન અને વરસાદ માટે એલર્ટ 

    ભારતના હવામાન વિભાગએ સંકેત આપ્યો છે કે દક્ષિણ બંગાળના જિલ્લાઓમાં ભારે પવન અને વરસાદની અસર જોવા મળશે. વાવાઝોડું ત્રાટક્યું ત્યારથી બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈને કોલકાતા સુધી ભારે વરસાદ થઈ રહ્યો છે. IMD એ ઉત્તર-પૂર્વ ભારતના ઘણા જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે. ચિરાંગ, ગોલપારા, બક્સા, દિમા હસાઓ, કચર, હૈલાકાંડી અને કરીમગંજ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દરમિયાન, ધુબરી, દક્ષિણ સલમારા, બોંગાઈગાંવ, બાજલી, તામુલપુર, બારપેટા, નલબારી, મોરીગાંવ, નાગાંવ, હોજાઈ અને પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 

    આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના આ જિલ્લામાં એક મતદાન કેન્દ્ર પર સમ્રગ વોટીંગ વેડફાયું? મોક પોલ કલીયરિંગ વગર લેવાયેલા મતો.. જાણો વિગતે..

    ચક્રવાતી તોફાનના કારણે માર્ગ અને હવાઈ મુસાફરીને પણ અસર થઈ છે. કોલકાતાથી દક્ષિણ બંગાળ સુધીના જિલ્લાઓમાં પરિવહન સેવાઓને અસર થઈ છે. પૂર્વ અને દક્ષિણ પૂર્વ રેલવેએ કેટલીક ટ્રેનો રદ કરી છે. રવિવારથી જ તેની શરૂઆત થઈ ગઈ હતી. કોલકાતાનું નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ રવિવારે બપોરે 12 વાગ્યાથી સોમવારે સવારે 9 વાગ્યા સુધી બંધ રાખવામાં આવ્યું છે. જેના કારણે 394 ફ્લાઈટ્સ કેન્સલ અથવા રિશેડ્યૂલ કરવામાં આવી છે. સ્પાઈસજેટ જેવી એરલાઈન્સે રવિવારે જ રિફંડની જાહેરાત કરી હતી. 

     Cyclone Remal: 1.10 લાખ લોકોને સ્થળાંતર કર્યા

    પશ્ચિમ બંગાળ સરકારે દરિયાકાંઠા અને આસપાસના વિસ્તારોમાંથી લગભગ 1.10 લાખ લોકોને સ્થળાંતર કર્યા હતા. આ તમામ લોકોને શેલ્ટર હોમ, સ્કૂલ અને કોલેજોમાં રાખવામાં આવ્યા હતા. આ લોકોમાં મોટી સંખ્યામાં દક્ષિણ 24 પરગણા જિલ્લા, ખાસ કરીને સાગર દ્વીપ, સુંદરવન અને કાકદ્વીપમાંથી આવ્યા હતા. 

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચક્રવાતી તોફાન રામલને પહોંચી વળવા માટે કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે ગૃહ મંત્રાલયને ચક્રવાતના આગમન પછીની સ્થિતિ પર નજર રાખવા અને સમીક્ષા કરવા અને સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી સહાય પૂરી પાડવા જણાવ્યું છે. 

     

  • Indian Navy: ચક્રવાતી તોફાન રેમલ સામે ભારતીય નૌકાદળની તૈયારી

    Indian Navy: ચક્રવાતી તોફાન રેમલ સામે ભારતીય નૌકાદળની તૈયારી

    News Continuous Bureau | Mumbai 

    Indian Navy: ભારતીય નૌકાદળે ચક્રવાત રેમલ પછી વિશ્વસનીય માનવતાવાદી સહાયતા અને આપત્તિ રાહત ( HADR ) પ્રતિક્રિયા સ્થાપિત કરવા માટે હાલની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી)ને અનુસરીને પ્રારંભિક પગલાં શરૂ કર્યા છે. વાવાઝોડું 26/27 મે 2024ની મધ્યરાત્રિએ દરિયાકાંઠેથી પસાર થવાની સંભાવના છે. નૌકાદળના મુખ્યાલયમાં સ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે, જેમાં પૂર્વીય નૌકાદળ કમાન્ડના મુખ્યાલય દ્વારા વ્યાપક પ્રારંભિક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 

    ચક્રવાત રેમલ ( Cyclone Remal ) , જે તીવ્ર ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવના છે, સાગર ટાપુ, પશ્ચિમ બંગાળ ( West Bengal ) અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ટકરાવવાની શક્યતા છે. તેની તૈયારીમાં, ભારતીય નૌકાદળે અસરગ્રસ્ત લોકોની સલામતી અને કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક નિયુક્તિ કરવા માટે એચએડીઆર અને તબીબી પુરવઠાથી સજ્જ બે જહાજો તૈયાર કર્યા છે. આ ઉપરાંત સી કિંગ અને ચેતક હેલિકોપ્ટર્સ ( Chetak Helicopters ) તેમજ ડોર્નિયર એરક્રાફ્ટ સહિત ભારતીય નૌકાદળની ઉડ્ડયન અસ્કયામતો ઝડપી પ્રતિસાદ માટે સ્ટેન્ડબાય પર છે.

    Indian Navy Prepares Against Cyclone Remal
    Indian Navy Prepares Against Cyclone Remal

    આ સમાચાર પણ વાંચો:  NDA: વાઈસ એડમિરલ ગુરચરણ સિંહે નેશનલ ડિફેન્સ એકેડમીના કમાન્ડન્ટ તરીકેનો કાર્યભાર સંભાળ્યો

    તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે કોલકાતામાં ઉપકરણોવાળી વિશિષ્ટ ડાઇવિંગ ટીમો ગોઠવવામાં આવી છે. વિશાખાપટ્ટનમમાં જરૂરી ઉપકરણો સાથે વધુ ડાઇવિંગ ટીમો સ્ટેન્ડબાય પર છે, જે જરૂર પડે તો ઝડપી નિયુક્તિ માટે તૈયાર છે. કોલકાતામાં એચએડીઆર અને તબીબી પુરવઠા ( Medical supplies ) સહિત બે પૂર રાહત ટીમો (એફઆરટી)ને એલર્ટ રાખવામાં આવી છે. આ ઉપરાંત વિશાખાપટ્ટનમ અને ચિલ્કાની બે-બે એફઆરટી તૈયાર છે અને ટૂંકી સૂચના પર કાર્યરત થવા માટે સ્ટેન્ડબાય પર છે.

    Indian Navy Prepares Against Cyclone Remal
    Indian Navy Prepares Against Cyclone Remal

    ભારતીય નૌકાદળ સતર્ક છે અને ચક્રવાત ( Cyclone  ) રેમલને પગલે તાત્કાલિક અને અસરકારક સહાય પૂરી પાડવા માટે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Cyclone Remal  : આગળ વધ્યું વાવાઝોડું ‘રેમાલ’.. 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન, મુશળધાર વરસાદ આ રાજ્યોમાં વાવાઝોડું ભુક્કા બોલાવશે..

    Cyclone Remal : આગળ વધ્યું વાવાઝોડું ‘રેમાલ’.. 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન, મુશળધાર વરસાદ આ રાજ્યોમાં વાવાઝોડું ભુક્કા બોલાવશે..

     News Continuous Bureau | Mumbai 

    Cyclone Remal  :  ચક્રવાતી તોફાન રેમાલ રવિવાર સાંજ સુધીમાં બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે. હવામાન વિભાગ (IMD) એ એલર્ટ કર્યું છે કે બંગાળની ખાડીમાં ચોમાસાની મોસમનું આ પ્રથમ ચક્રવાત હશે. આ સમયગાળા દરમિયાન 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 26 અને 27 મેના રોજ ઉત્તર ઓડિશા, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુર સહિત પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે.

    Cyclone Remal  : પ્રી-મોન્સૂન સીઝનનું પ્રથમ ચક્રવાત 

    બંગાળની ખાડીમાં આ પ્રી-મોન્સૂન સીઝનનું પ્રથમ ચક્રવાત છે અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાત નામકરણની સિસ્ટમ મુજબ તેનું નામ રેમલ રાખવામાં આવશે. આ નામ ઓમાન દ્વારા ઉત્તર હિંદ મહાસાગર ક્ષેત્રમાં નામકરણની સિસ્ટમ અનુસાર આપવામાં આવ્યું છે. તેનો અર્થ રેતી થાય છે. બ્યુરો ઓફ મેટ્રોલોજી અનુસાર ચક્રવાત માટે ખાસ પ્રકારની સ્થિતિ જવાબદાર છે. જ્યારે દરિયાની સપાટીનું તાપમાન 26.5 ડિગ્રીથી વધી જાય ત્યારે ચક્રવાત રચાય છે. ગરમ અને ભેજવાળા પવનો ઉપરની તરફ વધવા લાગે છે. જેમ જેમ આ પવનો ઉપર તરફ જાય છે તેમ તેમ તેમની નીચે નીચા દબાણનો વિસ્તાર બને છે. આસપાસના પવનોથી નીચા દબાણવાળા વિસ્તારમાં દબાણ વધતાં તે ચક્રવાતનું રૂપ ધારણ કરવાનું શરૂ કરે છે. ચક્રવાત થોડા દિવસો અથવા થોડા અઠવાડિયા સુધી ટકી શકે છે.

    Cyclone Remal : ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે 

    હવામાન વિભાગે અહેવાલ આપ્યો છે કે બંગાળની ખાડીમાં તોફાન ઉત્તર તરફ સતત આગળ વધી રહ્યું છે. શુક્રવારે સાંજે તે 16 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 89.2 ડિગ્રી પૂર્વ રેખાંશની નજીક હતું. IMD અનુસાર, આ ચક્રવાત શનિવારે સવાર સુધીમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે અને શનિવારની રાત સુધીમાં વધુ તીવ્ર બનીને ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. તે પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચેના દરિયાકાંઠે અથડાશે. જ્યારે વાવાઝોડું દરિયાકાંઠે અથડાશે ત્યારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં 1.5 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે. 

    આ સમાચાર  પણ વાંચો: Western Railway: આવતીકાલે રવિવારના રોજ બોરીવલી અને ગોરેગાંવ વચ્ચે હશે આટલા જમ્બો બ્લોક, ઉપનગરીય સેવાઓ રહેશે રદ…

    Cyclone Remal આ રાજ્યોમાં પડી શકે છે વરસાદ 

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરમાં 26 મેના રોજ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર અને ત્રિપુરામાં પણ 27 અને 28 મેના રોજ વરસાદ પડી શકે છે. દરિયામાં હાજર માછીમારોને 27 મે સુધી કિનારે પાછા ફરવાની અને બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. 

    Cyclone Remal આ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ

    હવામાન વિભાગે કોલકાતા, દક્ષિણ અને ઉત્તર 24 પરગણા, પૂર્વ મેદિનીપુર અને હાવડા જિલ્લામાં 26 અને 27 મેના રોજ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે.  ઉત્તરપૂર્વ ભારતના ભાગોમાં 27-28 મેના રોજ ભારે વરસાદ પડી શકે છે. કોલકાતા, હાવડા, નાદિયા અને પૂર્વા મેદિનીપુર જિલ્લાઓ માટે ‘ઓરેન્જ એલર્ટ‘ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં એક-બે સ્થળોએ 80 થી 90 કિમી પ્રતિ કલાકથી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મુશળધાર વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 

     

  • Cyclone Remal  : તીવ્ર ગતિએ બંગાળ તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું, આ રાજ્યોમાં થશે ભારે વરસાદ, જાણો IMDનું અપડેટ

    Cyclone Remal : તીવ્ર ગતિએ બંગાળ તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું, આ રાજ્યોમાં થશે ભારે વરસાદ, જાણો IMDનું અપડેટ

     News Continuous Bureau | Mumbai 

    Cyclone Remal  : બંગાળની ખાડીમાં સિઝનનું પ્રથમ ચક્રવાત ‘રેમાલ’ રચાઈ રહ્યું છે. તે 26 મે એટલે કે રવિવારના રોજ પશ્ચિમ બંગાળ અને તેની નજીકના બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે. હવામાન વિભાગે ગુરુવારે આ માહિતી આપી હતી. ચક્રવાતી તોફાનના કારણે પશ્ચિમ બંગાળ ઉત્તર 24 પરગણા, દક્ષિણ 24 પરગણા અને પૂર્વ મિદનાપુરના દરિયાકાંઠાના જિલ્લાઓના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 

    Cyclone Remal : કોણે આપ્યું આ નામ 

    હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડી પર હાજર નીચા દબાણની સિસ્ટમ શુક્રવારે ડીપ ડિપ્રેશનમાં અને પછી બીજા દિવસે પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવના છે.  આ પછી રવિવાર સાંજ સુધીમાં તે બાંગ્લાદેશ અને તેની નજીકના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ગંભીર ચક્રવાત તરીકે પહોંચશે. જોકે, ચક્રવાત ક્યાં લેન્ડફોલ કરશે ? બાંગ્લાદેશ કે પશ્ચિમ બંગાળનો દરિયાકિનારો, તેની મહત્તમ અસર ક્યાં પડશે અથવા તેની તાકાત અથવા કેટલી હશે? તે હજુ સ્પષ્ટ નથી. નોંધ કરો કે રેમાલ એટલે રેતી. તે અરબી શબ્દ છે. આ નામ ઓમાન દ્વારા આપવામાં આવ્યું છે.. હવામાન વિભાગે માછીમારોને રવિવાર સુધી ઉત્તર બંગાળની ખાડીમાં ન જવા ચેતવણી આપી છે.

    આ સમાચાર  પણ વાંચો: Mumbai Water cut : ઘાટકોપર, ભાંડુપ અને મુલુંડમાં આ તારીખે 24 કલાક પાણી કાપ મુકાશે; જાણો કારણ..

    Cyclone Remal : ગરમી ઓછી થવાની ધારણા નથી

    જોકે રાજસ્થાન, પંજાબ, દિલ્હી, હરિયાણા, પશ્ચિમ મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ગરમીથી રાહત મળી નથી. IMD એ આગાહી કરી છે કે આગામી ચાર-પાંચ દિવસ સુધી યથાસ્થિતિ યથાવત રહેશે. આવી સ્થિતિમાં દિલ્હી અને હરિયાણામાં ચૂંટણીના દિવસે 25 મેના રોજ પણ ગરમી ઓછી થવાની આશા નથી. તાપમાન 40-44 ડિગ્રીની આસપાસ રહી શકે છે અને રાત પણ સામાન્ય કરતાં વધુ ગરમ રહી શકે છે.

    Cyclone Remal  : આ વર્ષે તાપમાન સૌથી વધુ છે

    હજુ પણ રાજસ્થાન, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં તાપમાન 40-44 ડિગ્રીની વચ્ચે છે. રાજસ્થાન સૌથી વધુ પ્રભાવિત છે, જ્યાં ગુરુવારે બાડમેરમાં તાપમાન 48.8 ડિગ્રીએ પહોંચ્યું હતું. જયપુર, ચુરુ, જેસલમેર, પિલાની, પાલી અને ગંગાનગર સહિત ઘણા શહેરોનું તાપમાન આ વર્ષે સૌથી વધુ ટોચ પર છે.

    Cyclone Remal : ચોમાસુ વધી રહ્યું છે આગળ 

    દક્ષિણ બંગાળની ખાડી અને આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધ્યું છે.  બિહાર, બંગાળ અને ઓડિશામાં પ્રિ-મોન્સૂન વરસાદ શરૂ થઈ ગયો છે. આગામી 24 કલાક દરમિયાન કેરળ, લક્ષદ્વીપ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા છે.