Tag: cyclone

  • ‘તૌકતે’ વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં NDRFની આટલી ટીમ તહેનાત કરાશે

    ‘તૌકતે’ વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં NDRFની આટલી ટીમ તહેનાત કરાશે

    કોરોનાકાળ વચ્ચે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ છે. હવામાનની આગાહી અનુસાર ૧૬થી ૧૯ મે સુધી તૌકતે વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. 

    તૌકતે વાવાઝોડાના ખતરાને પગલે સૌરાષ્ટ્રમાં NDRFની ટીમ તહેનાત કરવામાં આવી છે. 

    જે મુજબ બે ટીમ અમરેલી, એક ટીમ ભાવનગર, બે ટીમ ગીર-સોમનાથ, બે ટીમ પોરબંદર, બે ટીમ દેવભૂમિ દ્વારકા, બે ટીમ જામનગર, બે ટીમ રાજકોટ અને બે ટીમ કચ્છ પહોંચશે. 

    ઉલ્લેખનીય છે કે રાજકોટ ઍરપૉર્ટ પર અલગ-અલગ રાજ્યોમાંથી ટીમ પહોંચશે.

    ભાજપના નેતા કિરીટ સોમૈયાને મળી જાનથી મારી નાખવાની ધમકી
     

  • કોરોનાના કપરા કાળ વચ્ચે ગુજરાત પર આવી તુફાની આફત; હવામાન વિભાગે આપી આ ચેતવણી, જાણો વિગત…

    કોરોનાના કપરા કાળ વચ્ચે ગુજરાત પર આવી તુફાની આફત; હવામાન વિભાગે આપી આ ચેતવણી, જાણો વિગત…

    ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
    મુંબઈ, ૧૩ મે ૨૦૨૧
    ગુરુવાર
    ગુજરાતમાં વધતા જતા કોરોના સંકટ સાથે હજી એક નવી તુફાની આફત ત્રાટકી છે. હવામાન વિભાગે ૧૭ અને ૧૮ મેના રોજ દેશના પશ્ચિમ કાંઠેથી ચક્રવાતી તોફાનની આગાહી કરી છે. આ ચક્રવાત પાકિસ્તાનના કરાચીના દરિયા કાંઠે ટકરાય તેવી સંભાવના છે, પરંતુ ગુજરાતનો દરિયા કિનારો પણ તેનાથી પ્રભાવિત થઈ શકે છે.

    આ વર્ષ ૨૦૨૧માં આવનાર પ્રથમ વાવાઝોડું છે. તેનું નામ ‘તૌકાતે’ રાખવામાં આવ્યું છે. ગુજરાતમાં આ ચક્રવાતી તોફાનને પગલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક બેઠક યોજી હતી અને દરિયા કાંઠાના જિલ્લાઓના અધિકારીઓને સતર્ક રહેવા અને જરૂરી પગલા ભરવા નિર્દેશ આપ્યા હતા. અધિકારીઓએ આગાહી કરી છે કે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં આવેલા ચક્રવાતને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ વિસ્તાર સહિત ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

    મુંબઈ શહેરમાં દૈનિક કોરોનાના કેસમાં થયો નોંધપાત્ર વધારો. જાણો આજના તાજા આંકડા

    ઉલ્લેખનીય છે કે ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ અને લક્ષદ્વીપને પણ સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ લક્ષદ્વીપ અને માલદીવના વિસ્તારોમાં ૪૦થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાવાનું પણ જણાવ્યું છે. આ ઉપરાંત કેરળ, ગોવા, કર્ણાટક અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને વાવાઝોડા સાથે વરસાદનો સામનો કરવો પડી શકે છે.

  • અરબી સમુદ્રમાં નિર્માણ થયેલું વાવાઝોડું ઓમાન તરફ ગયું, ભારતને ખતરો ટળ્યો. પરંતુ મોસમ વિભાગે કરી આ આગાહી

    અરબી સમુદ્રમાં નિર્માણ થયેલું વાવાઝોડું ઓમાન તરફ ગયું, ભારતને ખતરો ટળ્યો. પરંતુ મોસમ વિભાગે કરી આ આગાહી

    ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

    મુંબઈ, ૧૨ મે 2021

    બુધવાર

    નૈઋત્યના મોસમી પવનોને કારણે કેટલાક દિવસ દરમિયાન અરબી સમુદ્રમાં એક વાવાઝોડું પેદા થયું હતું. ઓછા દબાણને કારણે તેમજ નૃત્ય થી આવતા પવનને કારણે આ વાવાઝોડું સક્રિય થયું હતું અને વધુ બળવત્તર બન્યું હતું. મોસમ વિભાગે એવી શક્યતા જાહેર કરી હતી કે ભારતના પશ્ચિમી કાંઠા પર આ વાવાઝોડું ત્રાટકશે. જોકે હાલ ચિંતા ટળી ગઇ હોય તેમ લાગે છે. આ ચક્રવાત હવે ઓમાન તરફ જઈ રહ્યું છે. જોકે તેમ છતાં મહારાષ્ટ્ર સહિત પશ્ચિમી સમુદ્રી તટ પર જોરદાર વરસાદ પડી શકે છે.

    આઝમખાન ની તબિયત નાજુક, સમાજવાદી પાર્ટી માં ચિંતાનું મોજુ.
     

  • કમાલ છે!! પંદરમી તારીખે ભારતના પશ્ચિમી કિનારા પર વાવાઝોડું ત્રાટકશે.

    કમાલ છે!! પંદરમી તારીખે ભારતના પશ્ચિમી કિનારા પર વાવાઝોડું ત્રાટકશે.

    ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
    મુંબઈ, ૧૧ મે 2021
    મંગળવાર

    ભારતના પશ્ચિમ કિનારા પર અત્યારે એક નવી સમસ્યા આકાર લઇ રહી છે. અરબી સમુદ્રમાં ઓછા દબાણનો એક પટ્ટો તૈયાર થયો છે જે અત્યારે વાવાઝોડામાં પરિવર્તિત થઇ રહ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ ઓછા દબાણ નો પટ્ટો જે વાવાઝોડામાં પરિવર્તિત થયો છે તે 15 મેના રોજ પશ્ચિમ ભારતના પ્રદેશ પર ત્રાટકશે. એવી આગાહી કરવામાં આવી છે કે કોંકણ, મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટક આ સમુદ્રી તટ વિસ્તારમાં જોરદાર વરસાદ પડશે. તેમજ તીવ્ર ગતિથી પવન ફૂંકાશે. આ વાવાઝોડાને કારણે ચોમાસા પર શું અસર થશે તે જાણકારી હજી પ્રાપ્ત થઇ શકી નથી.

    એલર્ટ થઈ જાઓ : ભારતમાં મળેલા કોરોનાના વેરિયન્ટને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આંતરરાષ્ટ્રીય રીતે જોખમી ગણાવ્યો.
     

  • ‘નિસર્ગ ગયું’ મુંબઈ માથેથી મોટું સંકટ ટળ્યું,  જોકે વરસાદના ઝાપટા, પવનના સૂસવાટા ચાલુ રહેશે

    ‘નિસર્ગ ગયું’ મુંબઈ માથેથી મોટું સંકટ ટળ્યું, જોકે વરસાદના ઝાપટા, પવનના સૂસવાટા ચાલુ રહેશે

    ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

    મુંબઈ

    3 જુન 2020

    ભારત હવામાન ખાતા (આઈએમડી) એ મંગળવારે જણાવ્યું હતું કે ઉષ્ણકટિબંધીય ચક્રવાત 'નિસર્ગ' મહારાષ્ટ્રના દરિયાકાંઠા તરફ પ્રયાણ કરી છે, અને 3 જૂને મુંબઈની નજીક ત્રાટકશે.. આથી મુંબઈગરા સહિત સરકાર, હવામાન વિભાગ થઈ લઈ NDRF સહીના લોકોને એલર્ટ કરી દેવાયાં હતા. 

    જોકે નિસર્ગ બુધવારે બપોરે મુંબઇથી 94 kms દક્ષિણમાં અલીબાગની નજીક 100-110 કિ.મી.ની ઝડપે ત્રાટકયુ હતું જેની અસર મુંબઈ, ગુજરાત અને અન્ય પડોશી રાજ્યો સહિત મહારાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓને થઈ છે. આ અંગે હવામાનશાસ્ત્ત્રી એ કહ્યું હતું કે “વાવાઝોડાને લઈ મુંબઈ માટે જે ભીતી હતી તે લગભગ પૂરી થઈ ગઈ છે. પરંતુ આજે રાત સુધી મધ્યમ વરસાદ ચાલુ રહેશે પરંતુ પવન 50 કિ.મી પ્રતિ કલાકથી વધુ રહેશે નહીં".જોકે વરસાદના ઝાપટાં અને પવનના સૂસવાટા ચાજુ જ રહેશે જેને લીધે મુખ્ય પ્રધાને પણ મુંબઈના રહેવાસીઓને કહ્યું છે કે" જોરદાર પવન ફુંકાવાને કારણે શક્ય છે કે વીજ કાપનો સામનો કરવો પડે તો તૈયાર રહેવા જણાવ્યું હતું, શક્ય હોય તો ઇમરજન્સી લાઇટ્સ હાથમાં રાખવાનું સુચન કર્યું છે. 

    ભારત હવામાન ખાતા (આઈએમડી) ઉમેર્યું હતું કે, પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર હતાશા 14.4 N અને રેખાંશ 71.2 E ની નજીક છે, જે પંજીમથી 300 કિ.મી. પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં, મુંબઇથી 505 કિ.મી. દક્ષિણ-પશ્ચિમ અને સુરતથી 770 કિ.મી. દક્ષિણ-પશ્ચિમ દિશામાં છે.

    નોંધનીય છે કે એવા સમયે આવ્યો છે જ્યારે ભારતમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ ધરાવતા બે રાજ્ય, ગુજરાત અને મહારાષ્ટ્ર એક અતિશય દબાણમાં છે. જોક મુંબઇ માથે ટોળાતું સંકટ ટળી જતાં બધાયે રાહતનાં શ્વાસ લીધા છે..

  • શું આવનારું વાવાઝોડું ગુજરાત ને ઘમરોળશે!? દ્વારકા-ઓખા-મોરબી થઈ ફંટાવાની શક્યતા

    શું આવનારું વાવાઝોડું ગુજરાત ને ઘમરોળશે!? દ્વારકા-ઓખા-મોરબી થઈ ફંટાવાની શક્યતા

    ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

    અમદાવાદ

    30 મે 2020

    સમગ્ર દેશમાં ફેલાયેલી કોરોનાની મહામારી વચ્ચે હવે ગુજરાત માથે વાવાઝોડાનું સંકટ તોળાયું છે. હાલ જે ડિપ્રેશન ઓમાન-મસ્કત તરફ છે તે આગામી 4 અને 5 જૂનના રોજ ગુજરાતના દ્વારકા, ઓખા અને મોરબી થઈ કચ્છ તરફ વાવાઝોડા તરીકે ફંટાય તેવી દહેશત છે. જો આ ડિપ્રેશન વાવાઝોડાનું સ્વરૂપ લેશે તો દ્વારકા થઈને કચ્છના કંડલા અને આજુબાજુના વિસ્તારોને ધમરોળતું રાજસ્થાન તરફ આગળ વધે અને ત્યાં વિખેરાઇ જાય તેવી શક્યતાઓ છે.

    જો કે હાલ વાવાઝોડું ગુજરાત તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. અલબત્ત આ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત હવામાન ખાતા તરફથી કરાઈ નથી. પરંતુ નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે તો કલાકના 120 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. આ અસરને જોતા પોરબંદર દરિયામાં બંદર દ્વારા એક નંબરનું સિગ્નલ લગાડાયું છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરને કારણે સાવચેતીના ભાગરૂપે એક નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ આપી છે.

    નોંધપાત્ર છે કે હવામાન ખાતા અનુસાર હજી પણ ડિપ્રેશન ઓમાન-યમન તરફ હોવાથી ગુજરાતમાં વરસાદ પડી શકે.