• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - dahisar - Page 4
Tag:

dahisar

Big event! Thackeray, Shinde, Fadnavis on the same platform for the first time after Shiv Sena split?
મુંબઈ

ઉત્તર મુંબઈમાં મોટું ધીંગાણુ- શિવસેના સમર્થક અને શિંદે સમર્થક વચ્ચે રાડો

by Dr. Mayur Parikh August 22, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ઉત્તર મુંબઈના(North Mumbai) દહિસર(Dahisar) (પૂર્વ)માં મગાથાણે(Magathane) વિધાનસભા મતવિસ્તારમાં(Assembly Constituency) ફરી એક વખત શિવસેના સમર્થક(Shiv Sena supporter) અને શિંદે સમર્થક જૂથ(Shinde supporter group) વચ્ચે જોરદાર રાડો થયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે પોલીસે આ રાજકીય નહીં પણ આપસી વિવાદ હોવાનું કહીને તેના પર પરદો ઢાંકવાનો પ્રયાસ કર્યો હોવાનું કહેવાય છે.

મળેલ માહિતી મુજબ રવિવારે રાતના બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બંને જૂથમાંથી એક-એક વ્યક્તિ ઘાયલ થઈ છે. આ સંદર્ભે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. ચર્ચા મુજબ બે જૂથો વચ્ચે થયેલી ઝપાઝપી માટેનું કારણ રાજકીય (મહારાષ્ટ્રનું રાજકારણ) હતું.  

 આ સમાચાર પણ વાંચો : બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ની ગાડી પર પથરાવ- અનેક ગાડીના કાચ તૂટ્યા

મગાથાણેમાં યોજાયેલી રેલીમાં લડેલા બે જૂથોમાંથી એક જૂથ શિવસેનાનું છે, જ્યારે બીજું જૂથ ધારાસભ્ય પ્રકાશ સુર્વેના(MLA Prakash Surve) સમર્થક હોવાનું જાણવા મળે છે. બંને જૂથ યાદવ સમુદાયના છે અને બાજુ-બાજુમાં સાથે રહે છે. જોકે પોલીસના કહેવા મુજબ આ ઝઘડો બિન રાજકીય કારણોસર(political reasons) થયો હતો. ઝઘડો આપસી વિવાદને કારણે થયો હોવાનું મુંબઈ પોલીસ(Mumbai Police) ઝોન 12 ડીસીપી(DCP) સોમના ધર્ગેએ કહ્યું હતું.

આ દરમિયાન સ્થાનિક સ્તરે ચાલી રહેલી ચર્ચા મુજબ શિવસેનાના ભૂતપૂર્વ કોર્પોરેટર(Former corporator of Shiv Sena) બાલકૃષ્ણ બીદ્રે (Balakrishna Bidre) અગાઉ મગાથાણેના ધારાસભ્ય પ્રકાશ સુર્વેના સમર્થક પર હુમલાનો આરોપ લગાવીને રાજકારણ ઉમેરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ સ્ટેશન ગયા બાદ શિવસેનાના પૂર્વ કોર્પોરેટર બાલકૃષ્ણ બીદ્રેએ શિવસેના જૂથના કાર્યકર્તાઓને થયેલી ઈજાઓ વિશે પોલીસને જાણ કરી હતી અને પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : મધ્ય રેલવે નો પ્રવાસ ફરી એકવાર અટક્યો – સવાર સવારના સમયે તાંત્રિક બીગાડ અને દુરસ્તી

August 22, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

દહીસરની મહિલાને FASTag રિચાર્જ કરાવવો પડ્યો ભારે- આટલા લાખનો લાગ્યો ચૂનો

by Dr. Mayur Parikh August 16, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ઉત્તર મુંબઈના(North Mumbai) દહીસર(Dahisar) પરામાં રહેતી 34 વર્ષની મહિલાને પોતાના વાહન માટે FASTag રિચાર્જ(FASTag recharge) કરાવવાના ચક્કરમાં 4.54 લાખ રૂપિયાની છેતરપિંડી(Scam Case) નો સામનો કરવો પડ્યો છે. દહીસર પોલીસે(Dahisar Police) આ પ્રકરણમાં એફઆઈઆર(FIR) નોંધી છે અને ઠગને શોધી રહી છે.

નરીમન પોઈન્ટમાં(Nariman Point) એક બેંકમાં નોકરી(Bank Job) કરતી મહિલાને 9 ઓગસ્ટના રોજ તેના ભાઈએ તેમના SUV માટે રિચાર્જ કરવાની આવશ્યકતા હોવાનું કહ્યું હતું. તેથી મહિલાએ FASTag કેવી રીતે રિચાર્જ કરવું તે માટે ઓનલાઈન સર્ચ કરવાનું ચાલુ કર્યું હતું. તેમાંથી તેણે કન્ઝ્યુમર કેર નંબર(Consumer Care No.)  શોધી કાઢ્યો હતો. આ નંબર પર ડાયલ કરતા સમયે તેને જણાયું નહોતું કે તેણે ફ્રોડ નંબર(Fraud number) પર ડાયલ કર્યો હતો. ફોન પર રહેલી વ્યક્તિએ તેને મદદ કરવાનું વચન આપ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : મુંબઈની બહારથી આવતા વાહનોને કારણે થતી ટ્રાફિકની સમસ્યાથી મળશે રાહત-દહીસરમાં ઊભું કરાશે ટ્રાન્સપોર્ટ હબ

ફોન પર રહેલી વ્યક્તિએ તેને FASTag રિચાર્જ કરવા માટે ફોન પર એક લિંક મોકલી હતી. એક વાર લિંક પર ક્લિક કર્યા પછી “કસ્ટમર સપોર્ટ”(Customer support) નામની એપ્લિકેશન(Application) તેના ફોન પર ઓટોમેટિક ડાઉનલોડ(Automatic download) થઈ ગઈ હતી. ઠગે બાદમાં મહિલાને ફોન પર તેની બેકિંગ એપ્લિકેશન(Baking application) લોગિન કરવા કહ્યું હતું. ત્યારબાદ તેને એક ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો, જેમાં લખ્યું હતું કે “પ્રિય ગ્રાહક, FASTag રિચાર્જ સફળ”.

આ મેસેજને પગલે મહિલાને લાગ્યું તેના વાહન માટે FASTag રિચાર્જ કરવામાં સફળ રહી છે. પરંતુ થોડા સમયમાં જ તેને આઘાત લાગ્યો હતો. તેના ફોન પર ડેબિટ ટ્રાન્ઝેકશન(Debit Transaction) થયું હતું, અને તેના ખાતામાંથી જુદા જુદા ઇન્સ્ટોલમેન્ટ માં  6.99 લાખ રૂપિયા ડેબિટ થયા હતા.

મહિલાને તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા તેણે તુરંત પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસ 2.45 લાખ રૂપયા ફ્રીઝ કરવામાં સફળ રહી હતી. પરંતુ બાકીના 4.54 લાખ રૂપિયા પાછા મેળવી શકાયા નહોતા. પોલીસ આ પ્રકરણમાં વધુ તપાસ કરી રહી છે

August 16, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુકેશ અંબાણીને ધમકી આપનાર ઝડપાયો- મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે અહીંથી કરી ધરપકડ- તપાસમાં થયો આ ખુલાસો

by Dr. Mayur Parikh August 16, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ભારતના ટોચના ઉદ્યોગપતિ(India's top businessman) મુકેશ અંબાણી(Mukesh Ambani) અને તેમના પરિવારને ફરી એકવાર ધમકીભર્યા કોલ(Threatening call) મળ્યા છે.

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે(Mumbai Crime Branch) આ મામલે બોરીવલી MHB કોલોનીથી(Borivli MHB Colony) એક વ્યક્તિની ધરપકડ કરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ વ્યક્તિ પોતાને દહિસરનો(Dahisar) રહેવાસી બતાવી રહ્યો છે.

શરૂઆતની તપાસમાં માહિતી સામે આવી છે કે કોલ કરનાર વ્યક્તિ માનસિક રોગી(mentally ill) છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલ મુકેશ અંબાણીના એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના(HN Reliance Foundation Hospital) પબ્લિક ડિસ્પ્લે(Public display) નંબર પર આઠ ધમકીભર્યા ફોન કોલ્સ કરવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર-મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંક નોકરીની તક-પરીક્ષા વિના ભરતી- આ રીતે કરો અરજી

August 16, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

આખરે સત્તાધીશો જાગ્યા- મુંબઈમાં મહાપુરુષોના ભીંત ચિત્રો ફરી રંગાયા

by Dr. Mayur Parikh August 13, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈના પશ્ચિમ ઉપનગરના(Western Suburbs) છેવાડે આવેલા દહિસરમાં(Dahisar) એક ફ્લાયઓવરની (flyover) નીચે દેશના મહાપુરુષોના ભીંત ચિત્રો(Murals of great men of the country)(National leaders)  ખરાબ હાલતમાં હોવાના અહેવાલ ન્યુઝ કન્ટીન્યુઝમાં આવ્યા બાદ આખરે પાલિકા પ્રશાસન જાગ્યું છે. પાલિકાએ રાતોરાત આ પુલ નીચે સાફ-સફાઈ કરી છે. તેમ જ ભીંતચિત્રોને ફરી તેની પુનઃ રૂપમાં લઈ આવવામાં આવ્યા છે.

આઝાદીના 75માં વર્ષે  "આઝાદી કા અમૃત મહોત્સવ"(Azadi ka Amrit Mahotsav)ની ઉજવણી ચાલી રહી છે. ત્યારે દહિસરમાં ફ્લાયઓવર નીચેના ભીંત ચિત્રોની કોઈ પણ શરમાઈ જાય એવી હાલત હતી. સ્થાનિક નાગરિક અને સામાજિક કાર્યકર્તા રાજેશ પંડયાએ મુંબઈ મહાનગરપાલિકા(BMC) સહિત મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીને(Mumbai Metropolitan Region Development Authority) સતત પત્ર લખીને ફરિયાદ કરી હતી. છેવટે પાલિકા પ્રશાસન જાગ્યું હતું.

સ્થાનિક નાગરિક અને સામાજિક કાર્યકર્તા રાજેશ પંડયાના(Rajesh Pandya) જણાવ્યા મુજબ દહિસરમાં આનંદ નગરમાં(Anand Nagar) આવેલા છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાયઓવરની(Chhatrapati Shivaji Maharaj Flyover) નીચે બંને બાજુની ખુલ્લી જગ્યામાં સ્થાનિક બગીચો બનાવવામાં આવ્યો હતો. તેમાં પુલના દરેક થાંભલા પર, રાષ્ટ્રીય નાયકના(National Hero) નામ અને માહિતી સાથેના ચિત્રો પણ બનાવવામાં  આવ્યા હતા. બગીચાના ઉદ્ઘાટન બાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના કામ માટે બગીચાનો ઉપયોગમાં કરવામાં આવ્યો હતો. મેટ્રો રેલ શરૂ થઈ છે પરંતુ બગીચાની હાલતમાં કોઈ સુધારો થયો નહોતો. અહીં રહેલા મહાન હસ્તીઓના ફોટાઓની પણ દુર્દર્શા થઈ ગઈ હતી. સતત ફરિયાદ બાદ આખરે પાલિકાના આર-નોર્થ વોર્ડ દ્વારા ફલાયઓવર નીચે રહેલા કાટમાળ અને કચરાને હટાવી દેવામાં આવ્યો છે. અહીં રહેલા ખાડાને પૂરી દીધા છે. તેમ જ અહીં ફ્લાયઓવરની દીવાલ પર રહેલા ચિત્રોને પણ પાણીની સ્વચ્છ કરીને ફરી સજાવવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં ફરી ગેંગસ્ટરોનો હાઉ- ફેરિયાઓ પાસેથી હપ્તાખોરીનો આતંક ફરી ફૂલ્યો ફાલ્યો

અહીં ઉલ્લેખનીય છે કે આ બગીચામાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ(Rani Lakshmibai of Jhansi), ભારત માતા, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી(Father of Nation Mahatma Gandhi), લાલ બહાદુર શાસ્ત્રી(Lal Bahadur Shastri), સરદાર વલ્લભભાઈ પટેલ(Sardar Vallabhbhai Patel), વીર સાવરકર(Veer Savarkar), શહીદ ભગતસિંહ(Shaheed Bhagat Singh), લોકમાન્ય તિલક, ડૉ. બાબાસાહેબ આંબેડકર, માનનીય વડાપ્રધાન ઈન્દિરા ગાંધી, રાષ્ટ્રપતિ ડૉ.અબ્દુલ કલામ, અવકાશયાત્રી કલ્પના ચાવલા, હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે, લોકોના નેતા ગોપીનાથ મુંડેના ચિત્રો દોરવામાં આવ્યા છે. ચિત્રકારો દ્વારા દોરવામાં આવેલી આ દિવાલોને માટી અને કાદવથી નુકસાન થયું હતું, જેમાં ચિત્રમાં કેટલાક મહાપુરુષોના ચિત્રો અને લેખિત માહિતી હતી.
 

August 13, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

અરરર-મુંબઈ શહેરમાં મહાપુરુષોના ભીંત ચિત્રોની અવદશા-ફોટો જોઈને તમે પણ શરમાઈ જશો

by Dr. Mayur Parikh August 1, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

એક તરફ દેશમાં આઝાદીના 75માં વર્ષે  "આઝાદી કા અમૃત મહોત્સવ"(Azadi ka Amrit Mohotsav)ની ઉજવણી ચાલી રહી છે. તો બીજી તરફ મુંબઈના પશ્ચિમ ઉપનગરના(Western Suburbs) છેવાડે આવેલા દહિસરમાં(Dahisar) એક ફ્લાયઓવરની(flyover) નીચે દેશના મહાપુરુષોના ભીંત ચિત્રો(Murals of great men of the country)(National leaders) એકદમ ખરાબ હાલતમાં જણાઈ રહ્યા છે. સ્થાનિક નાગરિકોએ(Local citizens) મુંબઈ મહાનગરપાલિકા(BMC) સહિત મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીને(Mumbai Metropolitan Region Development Authority) ફરિયાદ કર્યા બાદ પણ હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા ન હોવાના આક્ષેપ સ્થાનિક નાગરિકો કરી રહ્યા છે.

સ્થાનિક નાગરિક અને સામાજિક કાર્યકર્તા રાજેશ પંડયાના(Rajesh Pandya) જણાવ્યા મુજબ દહિસરમાં આનંદ નગરમાં(Anand Nagar) આવેલા છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાયઓવરની(Chhatrapati Shivaji Maharaj Flyover) નીચે બંને બાજુની ખુલ્લી જગ્યામાં સ્થાનિક બગીચો બનાવવામાં આવ્યો હતો. તેમાં પુલના દરેક થાંભલા પર, રાષ્ટ્રીય નાયકના(National Hero) નામ અને માહિતી સાથેના ચિત્રો પણ બનાવવામાં  આવ્યા હતા. બગીચાના ઉદ્ઘાટન બાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના કામ માટે બગીચાનો ઉપયોગમાં કરવામાં આવ્યો હતો. મેટ્રો રેલ શરૂ થઈ છે પરંતુ બગીચાની હાલતમાં કોઈ સુધારો થયો નથી. અહીં રહેલા મહાન હસ્તીઓના ફોટાઓની પણ દુર્દર્શા થઈ ગઈ છે. 

આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત-ઉત્તર મુંબઈના કોંગ્રેસી ધારાસભ્ય અસલમ શેખ પણ ભાજપના રસ્તે-ગત રાતનો એક વીડિયો સામે આવ્યો- જુઓ તે વિડિયો

આ બગીચામાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ(Rani Lakshmibai of Jhansi), ભારત માતા, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી(Father of Nation Mahatma Gandhi), લાલ બહાદુર શાસ્ત્રી(Lal Bahadur Shastri), સરદાર વલ્લભભાઈ પટેલ(Sardar Vallabhbhai Patel), વીર સાવરકર(Veer Savarkar), શહીદ ભગતસિંહ(Shaheed Bhagat Singh), લોકમાન્ય તિલક, ડૉ. બાબાસાહેબ આંબેડકર, માનનીય વડાપ્રધાન ઈન્દિરા ગાંધી, રાષ્ટ્રપતિ ડૉ.અબ્દુલ કલામ, અવકાશયાત્રી કલ્પના ચાવલા, હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે, લોકોના નેતા ગોપીનાથ મુંડેના ચિત્રો દોરવામાં આવ્યા છે. ચિત્રકારો દ્વારા દોરવામાં આવેલી આ દિવાલોને માટી અને કાદવથી નુકસાન થયું છે, જેમાં ચિત્રમાં કેટલાક મહાપુરુષોના ચિત્રો અને લેખિત માહિતી હતી. પરંતુ મેટ્રો ચાલુ થયા બાદ પણ બગીચાની હાલતમાં કોઈ સુધારો કરવામાં આવ્યો ન હોવાનું રાજેશ પંડયાએ કહ્યું હતું.

આ બગીચામાં રહેલા રાષ્ટ્રીય મહાન પુરુષોના ચિત્રોની(Portraits of National Great Men) થયેલી અવદશા બાબતે દહિસરના પાલિકાના તથા મુંબઇ મેટ્રોપોલિટન રિજન એમ બંને વિભાગના અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોઈ જવાબ મળી શક્યો નહોતો.


 

August 1, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

દહીસર ખાતે પાણીમાં ડૂબી જવાથી બોરીવલીના બે યુવકો નું મૃત્યુ- જુઓ સર્ચ ઓપરેશનનો વીડિયો

by Dr. Mayur Parikh July 6, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મુંબઈનું ચોમાસુ(Mumbai Monsoon) પોતાની સાથે અનેક પ્રકારની તકલીફો લઈને આવી રહ્યું છે. દહીસર (Dahisar)પૂર્વમાં જંગલ વિભાગની જમીન  નજીક એક ખાણ (quary) આવેલી છે જ્યાં ચોમાસામાં પાણી એકઠું થાય છે. અહીં અનેક લોકો નાહવા માટે પાણીમાં જાય છે. હાલ શહેરમાં સારો વરસાદ હોવાને કારણે અહીં પાણીની આવક છે. આવા સમયે નાહવાનો આનંદ મેળવવા માટે બોરીવલીના પાંચ યુવકો દહીસર ના તળાવમાં ન્હાવા પડયા હતા.

 

#દહીસર ખાતે #પાણીમાં ડૂબી જવાથી #બોરીવલીના બે યુવકો નું મૃત્યુ. જુઓ #સર્ચ ઓપરેશનનો #વીડિયો#Mumbai #dahisar #borivali #video pic.twitter.com/Fhka3d4Yhw

— news continuous (@NewsContinuous) July 6, 2022

જોકે, આ પાંચમાંથી બે યુવકો ઊંડા પાણીમાં ખેંચાઈ ગયા હતા અને ત્યારબાદ તેઓ પાણીમાં ઉપર આવ્યા નહોતા. આ મામલે તત્કાળ પોલીસ(Police)ને ફોન કરવામાં આવ્યો અને લાઇફ ગાર્ડ(Lifeguard) ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. જોકે પાંચમાંથી ત્રણ  યુવકો બચી ગયા જ્યારે કે બે યુવકોના મૃત્યુ થયા છે જેમાંથી એકનો મૃતદેહ મળ્યો છે.

આ સમાચાર પણ વાંચો : ગુડ ન્યુઝ- મુશળધાર વરસાદમાં મુંબઈનું આ તળાવ છલકાયું- હવે બીજા જળાશયોનો વારો-જાણો વિગત

July 6, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

સારા સમાચાર- મુંબઈના પશ્ચિમ ઉપનગરમાં વધુ બે નવા સ્વિમિંગ પુલ બનશે- સપ્ટેમ્બરમાં BMC તેને ખુલ્લા મુકશે

by Dr. Mayur Parikh June 18, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈના પશ્ચિમ ઉપનગરને(western suburbs) વધુ બે નવા સ્વિમિંગ પુલનો(New swimming pool) લાભ મળવાનો છે. બહુ જલદી મલાડ(Malad) અને દહિસરમાં(Dahisar) સ્વિમિંગ પૂલ ખુલ્લો મુકાવાનો છે.

મુંબઈ મહાનગરપાલિકા(BMC) દ્વારા હાથ ધરવામાં આવેલા પાંચ સ્વિમિંગ પૂલમાંથી, મલાડ અને દહિસર ખાતેના સ્વિમિંગ પૂલ સપ્ટેમ્બર સુધીમાં લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. તો અંધેરી(Andheri) સ્વિમિંગ પૂલ આવતા વર્ષે માર્ચ સુધી ખુલ્લો રહેશે. મલાડ અને દહિસર બંને સ્વિમિંગ પુલ હાલ 80 થી 85 ટકા પૂરા થઈ ગયા છે.

મુંબઈ મહાનગરપાલિકા પાસે દાદરમાં મહાત્મા ગાંધી ઓલિમ્પિક(Mahatma Gandhi Olympics) સ્વિમિંગ પૂલ, ચેમ્બુર(Chembur), અંધેરીમાં રાજે શાહજી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ(Raje Shahaji Sports Complex), કાંદિવલી(kandivali), મુલુંડ(Mulund) વગેરેમાં જેવા 7 સ્થળોએ સ્વિમિંગ પૂલ છે. આ સ્વિમિંગ પુલ ફી ચાર્જ કરીને સ્વિમિંગની સુવિધા(Swimming facilities) પૂરી પાડવામાં આવે છે. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર(Municipal Commissioner) અજોય મહેતાની(Ajoy Mehta) સૂચના મુજબ મુંબઈના સાત ઝોનમાં એક-એક સ્વિમિંગ પુલ બનાવવાનો નિર્ણય લેવાયો હતો.

આ સમાચાર પણ વાંચો : મોનો રેલનો પ્રવાસી હવે સીધો મહાલક્ષ્મી સ્ટેશન પર પહોંચી શકશે-MMRDA આ બંને સ્ટેશનોને જોડશે

તે મુજબ મલાડ ચાચા નહેરુ મેદાન(Chacha Nehru Maidan) વિસ્તાર અને દહિસર પશ્ચિમ વિસ્તારમાં આર.ટી.ઓ.(RTO), અંધેરીમાં કોંડિવિટા, વિક્રોલી(પૂર્વ)માં રાજર્ષિ શાહુ સ્ટેડિયમ(Rajarshi Shahu Stadium) તેમ જ વરલી હિલ રિઝર્વિર(Worli Hill Reservoir) જેવા પાંચ સ્થળોએ કામ ચાલુ કરવામાં આવ્યું  છે. તેમાંથી બે સ્વિમિંગ પૂલ જે મલાડ અને દહિસરમાં બાંધવામાં આવી રહ્યા છે, તેના 80 થી 85 ટકા પૂર્ણ થયા છે. અંધેરી કોંડિવિટામાં(Condivita) સ્વિમિંગ પૂલ નવા વર્ષમાં માર્ચ 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે અને વિક્રોલી અને વરલી સ્વિમિંગ પૂલ મે 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે.
 

June 18, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

પાણી સાચવીને વાપરજો- ઉત્તર મુંબઈના આ વિસ્તારોમાં 24 કલાક પાણી નહીં આવે

by Dr. Mayur Parikh May 31, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મુંબઈના પશ્ચિમ ઉપનગરમાં કાંદિવલી(Kandivali)માં પાણીની પાઈપલાઈન (Water pipeline repair work)નું સમારકામ કરવામાં આવવાનું છે. તેથી ૩૧ મેથી પહેલી જૂન બે દિવસ માટે મલાડથી દહીસર સુધીના વિસ્તારમાં પાણી પુરવઠો (Water cut) બંધ રહેશે. 

પાલિકા(BMC)ના જણાવ્યા મુજબ કાંદિવલી (પૂર્વ)માં લોખંડવાલા ટાઉનશીપમાં ૧૮૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈન(Water pipeline) અને ૧૫૦૦ મિલીમીટર વ્યાસની લાઈનનું ક્રોસ કનેકશનનું કામ કરવામાં આવવાનું છે. એ સિવાય અન્ય ૧૮૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈનનું શિફ્ટિંગનું કામ કરવામાં આવવાનું છે. આ કામ ૩૧ મે, ૨૦૨૨ના સવારના ૮.૩૦ વાગ્યાથી ચાલુ થશે અને પહેલી જૂનના સવારના ૮.૩૦ વાગે પૂરું થશે.

આ કામને કારણે કાંદિવલી (પૂર્વ), બોરીવલી (પૂર્વ) અને દહીસર (પૂર્વ) તથા મલાડ (પૂર્વ)ના વિસ્તારમાં બે દિવસ પાણી પુરવઠો બંધ રહેશે. તો અમુક જગ્યાએ પાણી પુરવઠા સમયમાં ફેરફાર કરવામાં આવશે.

1) આર/ઉત્તર વિભાગ: ભરૂચા રોડ, મરાઠા કોલોની, હરીશંકર જોશી રોડ, વાય. આર. તાવડે રોડ, આંબાવાડી રતન નગર, પરબત નગર રાજેશ કમ્પાઉન્ડ, ઓવરીપાડા, છત્રપતિ શિવાજી રોડ, વેસ્ટર્ન રેલ્વે કોલોની, દહીસર સ્ટેશન એલ. ટી. રોડ, વામનરાવ સાવંત રોડ, આર. ટી. રોડ, એસ. વી. રોડ, હાઈલેન્ડ પાર્ક, શૈલેન્દ્ર નગર, કિસાન નગર, એસ. એન. દુબે રોડ, અવધૂત નગર, દહિસર સબવે, આનંદ નગર, તારે કમ્પાઉન્ડ, હનુમાન ટેકરી (કાજુપાડા)  વિસ્તારમાં બુધવાર પહેલી જૂનના સંપૂર્ણપણે પાણી પુરવઠો બંધ રહેશે. 

2) આર/સેન્ટ્રલ અને આર/ નોર્થ વોર્ડમાં  સંત જ્ઞાનેશ્વર માર્ગ (શાંતિવન), શ્રીકૃષ્ણ નગર, અભિનવ નગર, સાવરપાડા, કાજુપાડા,ઈશ્વર નગર, સુદામ નગર, ચોગલે નગરમાં ઓવરીપાડા (આંશિક રીતે), રાજેશ કમ્પાઉન્ડ, શાંતિ નગર, અશોકવન, શિવ વલ્લભ માર્ગ(દક્ષિણ બાજુ), સંત જ્ઞાનેશ્વર માર્ગ, નેન્સી ડેપો, ચોગલે નગર, સાવરપાડા, સંભાજી નગર, શિવ ટેકડી, સંતોષ નગર, ગણેશ નગર, પાંડે નગરમાં  મંગળવાર 31મી મે 2022 ના રોજ સંપૂર્ણપણે પાણી બંધ રહેશે. 

આ સમાચાર પણ વાંચો :  યસ બેંક ફ્રોડ કેસમાં CBIની મોટી કાર્યવાહી, ABIL ગ્રુપના ચેરમેનની કરી ધરપકડ… જાણો શું છે સમગ્ર મામલો..

3) આર/ સેન્ટ્રલ અને આર/નોર્થ વોર્ડમાં  કાજુપાડા, માને કમ્પાઉન્ડ, પાટીલ કમ્પાઉન્ડ, જાગરદેવ કમ્પાઉન્ડ, ઓમ સિદ્ધરાજ સંકુલ, ગિરીશિખર સંકુલ, મોટી મસ્જિદ સંકુલ, દેશમુખ રેસીડેન્સી, સાંઈ શ્રદ્ધા ફેઝ 1 અને 2માં 31 મે 2022 મંગળવારના રોજ પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.

4) આર/નોર્થ વોર્ડમાં  શિવ વલ્લભ માર્ગ (ઉત્તર બાજુ), મારુતિ નગર, રાવલપાડા, એસ. એન. દુબે માર્ગ, સંત કબીર માર્ગ, કોકણીપાડા, ધારખાડી, સુહાસિની પાવસ્કર માર્ગ, વૈશાલી નગર, કેતકીપાડા (આંશિક રીતે), એકતા નગર, દહિસર ટેલિફોન એક્સચેન્જ, ઘરટનપાડા નંબર 1 અને 2, સંત મીરાબાઈ માર્ગ, વાઘદેવી નગર, શિવાજી નગર – કેતકીપાડામાં 31 મે 2022 મંગળવારના રોજ પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.

 

5) આર/નોર્થ વોર્ડઃ આનંદ નગર, આશિષ સંકુલ, એન. એલ. સંકુલ, વીર સંભાજી નગર, છત્રપતિ શિવાજી સંકુલ, ભાબલીપાડા, અવધૂત નગર, વર્ધમાન ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, સુધીન્દ્ર નગર, કેતકીપાડા ઓનલાઈન પમ્પિંગ વિસ્તારમાં 31 મેના રોજ પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.

6) આર/સેન્ટ્રલ વોર્ડ: હનુમાન હિલ પમ્પિંગનો ભાગ (કાજુપાડા)માં બુધવાર, 1 જૂન, 2022 ના રોજ પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.

7) આર/સેન્ટ્રલ વોર્ડ: બોરીવલી સ્ટેશન પૂર્વથી પશ્ચિમ એક્સપ્રેસ વે, મહાત્મા ગાંધી માર્ગ (M.G. માર્ગ), સુકરવાડી, મુખ્ય કસ્તુરબા માર્ગ, કસ્તુરબા માર્ગ નંબર 01 થી 10, રાજેન્દ્ર નગર, ગણેશ વાડી, રાય ડોંગરી, દૌલત નગર, દેવીપાડા, કુલપવાડી, 90 ફૂટ ડીપી માર્ગ, જય મહારાષ્ટ્ર નગર, ટાટા પાવર હાઉસ, દેવીપાડા, ગણેશ નગર, સિદ્ધાર્થ નગર, નેશનલ પાર્ક, પૂર્વ બોરીવલી પૂર્વમાં  બુધવાર, જૂન 1, 2022 ના રોજ પાણી પુરવઠો બંધ રહેશે.

8) આર/દક્ષિણ વોર્ડમાં  અકુર્લી માર્ગ, અશોક નગર બુધવાર, 1 જૂન, 2022 ના રોજ પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.                

આ સમાચાર પણ વાંચો :  મુંબઈવાસીઓ ખબરદાર… શું તમને ખબર છે આજે સાંજે 2 કલાક માટે નો હોકિંગ ટાઈમ છે? જો હોર્ન વગાડશો તો થશે આટલો દંડ.. 

ઠાકુર કોમ્પ્લેક્સ, બાણડોંગરી બુધવાર, 1 જૂન, 2022 ના રોજ પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.સમતા નગર, મ્હાડા બિલ્ડીંગબુધવાર, 1 જૂન, 2022 ના રોજ પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. ઠાકુર વિલેજ  મ્હાડા પુનર્વસન બુધવાર 1 જૂન 2022 ના રોજ પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.

જાનૂપાડા વિસ્તારમાં 24 કલાક પાણી પુરવઠો બંધ રહેશે. એટલે કે 31 મે, 2022ના રોજ સવારે 8.30 વાગ્યાથી 1 જૂન, 2022ના રોજ સવારે 8.30 વાગ્યા સુધી પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. સિંઘ એસ્ટેટ, લક્ષ્મી નગર  

બારક્યા રામા કમ્પાઉન્ડ, આઝાદવાડી 24 કલાક પાણી પુરવઠો બંધ રહેશે. રાહેજા સંકુલમા 31મી મે 2022ના રોજ સવારે 8.30 વાગ્યાથી 1લી જૂન 2022ના રોજ સવારે 8.30 વાગ્યા સુધી પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. ભીમ નગર, ગૌતમ નગરમાં 31 મે, 2022ના રોજ સવારે 8.30 વાગ્યાથી 1 જૂન, 2022ના રોજ સવારે 8.30 વાગ્યા સુધી પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. હનુમાન નગર, નરસીપાડામા 31મી મે 2022 અને 1લી જૂન 2022ના રોજ પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. 

9) પી/નોર્થ વોર્ડમાં ક્રાંતિ નગરનો નીચેનો ભાગ (ગોકુલ નગર, દુર્ગા નગર, ગાંધી નગર, ભીમ નગરના ભાગમાં બુધવાર 1 જૂન 2022ના રોજ સવારે 8.30 વાગ્યાથી સવારે 8.30 વાગ્યા સુધી પાણી બંધ રહેશે. અપ્પાપાડાનો નીચેનો ભાગ (આનંદ નગર, આનંદેય નગર, સાંઈ બાઈ નગર, મહેશ્વર નગરમાં 1 જૂન, 2022 ના રોજ સવારે 8.30 વાગ્યા સુધી પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.ક્રાંતિ નગરનો ઉપરનો ભાગ (ઢુંઝર ચાળ, આંબેડકર ચોક, ભાજી માર્કેટ માર્ગ, વીર હનુમાન ચાલ, મહાત્મા ફૂલે ચાલ, નટરાજ ચાલ, ગણેશ ચાલ) 31મી મે 2022 મંગળવારના રોજ સવારે 8.30 વાગ્યાથી સવારે 8.30 વાગ્યા સુધી પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. 

આ સમાચાર પણ વાંચો :  નાસીક શહેરમાં ધારા 144 લાગુ… પ્રશાસન સજ્જ. જાણો શું થયું…

અપ્પા પાડા ઉપરનો ભાગ (પ્રથમેશ નગર, મહારાષ્ટ્ર નગર, પ્રણિતા નિવાસ, વનશ્રી ચૌલ) – (સાંજે 5.00 થી સવારે 5.00 વાગ્યા સુધી – આ નિયમિત પાણી પુરવઠાનો સમય છે) – 1 જૂન, 2022ના રોજ સવારે 8.30 વાગ્યા સુધી પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. ભીમ નગરનો ભાગ, મંગલકૃપા અને અપ્પાપાડા, એસ. આર. એ. બિલ્ડિંગ, આનંદવાડી, શિવાજી નગર, સંતાજી ધનાજી માર્ગ, તાનાજી નગરના ભાગમાં 31 મે 2022 મંગળવાર સવારે 8.30 વાગ્યાથી બુધવાર 1 જૂન 2022 સુધી પાણી પુરવઠો સંપૂર્ણપણે કાપી નાખવામાં આવશે. 

સંબંધિત વિસ્તારના નાગરિકોને ઉપરોક્ત સમયગાળા દરમિયાન પાણી કાપના આગલા દિવસે જરૂરી માત્રામાં પાણીનો સંગ્રહ કરવાની પાલિકાએ અપીલ કરી છે.

May 31, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Fake ED officer loots Rs 25 lakh in cash and 3 kg gold from businessman in Mumbai Zaveri Bazar
મુંબઈ

મુંબઈ પોલીસની દમદાર કામગિરી. બોરીવલી, દહીસર સહિત મુંબઈમાં 35 ઘરફોડી કરનારી ટોળકીને ઝબ્બે કરી…

by Dr. Mayur Parikh May 28, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

પશ્ચિમ મુંબઈમાં(West Mumbai) ખાસ કરીને બોરીવલી(Borivali), દહીસરમાં(Dahisar) ઘરફોડી(Housebreaking) કરનારા બે ચોરટાઓને(Thieves) પકડી પાડવામાં પોલીસને સફળચા મળી છે. આ ટોળકીએ મુંબઈના જુદા જુદા વિસ્તારમાં 35 જેટલી ઘરફોડી કરી હોવાની ચોંકવનારી કબૂલાત કરી હતી. 

બોરીવલી, દહીસર  તથા કાંદીવલી(Kandivali) જેવા વિસ્તારમાં ચોરીના બનાવ વધી ગયા હોવાથી મુંબઈ પોલીસ કમિશનરે(Mumbai Police Commissioner) ખાસ ઝુંબેશ ચાલુ કરવાનો આદેશ આપ્યો હતો. તે મુજબ નોર્થ રિજનલના(North Regional) આવતા પોલીસ સ્ટેશનો(Police station) દ્વારા પેટ્રોલિંગ(Patrolling) વધારી દેવામાં આવ્યું હતું. એ દરમિયાન ઝોન 11ના ડેપ્યુટી પોલીસ કમિશનરના નેજા હેઠળ બોરીવલી અને એમ.એચ.બી. પોલીસ(M.H.B. Police) સક્રિય થઈ ગઈ હતી.  17 મેના 2022ના રોજ એમ.એ.બી. પોલીસના ક્રાઈમ બ્રાન્ચની યુનિટે(Crime Branch unit) બોરીવલી(વેસ્ટ)મા(Borivali (West)) તળાવ પરિસર એક્સર ગામમાંથી બે શંકાસ્પદ લોકોન જણાતા તેમને રોકીને પૂછતાછ કરી હતી.  બંને જણે ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેમનો પીછો કરીને પકડી પાડ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈ પોલીસને મળી મોટી સફળતા, સોનાની દુકાનમાં લૂંટ કરતા પહેલા જ આટલા લૂંટારૂઓને ઝડપી પાડ્યા 

પકડી પાડવામાં આવેલા આરોપીમાં ગાઝિયાબાદના(Ghaziabad) લોણી ગામનો 45 વર્ષનો યાસિન શૌકત અંસારી અને 44 વર્ષના દિલ્હીના ન્યુ શિલમપુરનો રહેવાસી જમિલ અહમદ મોહમ્મદ હુસેનનો સમાવેશ થાય છે. તેમની પાસેથી પોલીસને સ્ક્રુ ડ્રાઇવર કટર, પાનો વગરે મળી આવ્યું હતું. પોલીસે તેમને પૂછપરછ કરતા ઉડાઉ જવાબ આપ્યો હતો. વધુ તપાસ દરમિયાન બંને જણે દહીસર, બોરીવલી સહિત મુંબઈના જુદા જુદા સ્થળ પર ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. વધુ તપાસ કરતા તેમની સામે 35 ઘરફોડીના કેસ નોંધાયા હોવાનું પોલીસને જણાયું હતું.

પકડાયેલા આરોપીમાંથી એક એમ.એચ.બી. પોલીસની હદમાં પાંચ ઘરફોડી અને ચોરીની કબૂલાત કરી હતી.  દહીસર ગાવઠણ, દહીસર (વેસ્ટ)માંથી પોલીસે તેમણે ચોરી કરેલી માલમત્તા કબ્જે કરી હતી. આરોપીઓ  નવી મુંબઈ, થાણે, મુંબઈમાં અલગ અલગ જગ્યાએ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
 

May 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Link Road Project: Mumbai will connect 2 more suburbs, 50 minutes journey possible in 20 minutes; Read what is the projec
મુંબઈ

દહીસર અને મીરા-ભાયંદર લીંક રોડનું સમાધાન નીકળ્યું… જાણો શું છે પ્લાન..

by Dr. Mayur Parikh May 25, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

દહિસરથી(Dahisar) મીરા-ભાઈંદર(Mira Bhayander) સુધીના પ્રસ્તાવિત  લિંક રોડને(Link Road) આડે રહેલી અડચણો આખરે દૂર થઈ ગઈ છે.  મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની હદની બહાર બનાવવામાં આવનારા વધારાના રસ્તાના નિર્માણ માટે MMRDAએ સંમત થઈ છે. આ લીંક રોડ બન્યા બાદ લાખો મુસાફરોને ટ્રાફિક જામની(Traffic jam) સમસ્યામાંથી રાહત મળશે.

દહિસરથી મીરા-ભાઈંદર સુધી પાંચ કિલોમીટર લાંબો લિંક રોડ પ્રસ્તાવિત છે. MMRDAએ મુંબઈ મહાનગરપાલિકાને પત્ર લખીને કહ્યું છે કે તે મહાનગરપાલિકાની હદની બહારનું કામ પોતાના ખર્ચે કરવા તૈયાર છે. દહિસરથી મીરા-ભાઈંદર લિંક રોડનો કુલ ખર્ચ લગભગ 1800 કરોડ રૂપિયા છે. મુંબઈ મહાનગરપાલિકા લગભગ 2 કિલોમીટરનો રોડ બનાવશે. આ માટે મહાનગરપાલિકા અંદાજે 700 થી 750 કરોડનો ખર્ચ કરશે. પાલિકાની હદની બહારના બાકીના 3 કિમી રોડનું બાંધકામ(Road construction) MMRDA દ્વારા કરવામાં આવશે. આમાં અસરગ્રસ્તોના પુનર્વસન અને રસ્તાઓ વગેરેનો ખર્ચ MMRDAએ ઉઠાવશે. 

આ સમાચાર પણ વાંચો : નકલી બંદુકથી અસલી ચોરી. જુઓ જ્વેલર્સની દુકાનમાં ચોરીનો વિડીયો..

મુંબઈમાં પ્રવેશતા વાહનો માટે દહિસર એક મહત્વપૂર્ણ એન્ટરન્સ છે. રોજબરોજ હજારો વાહનો કામકાજ અને ધંધાના સંબંધમાં મુંબઈ આવે છે, જેના કારણે વાહનચાલકો અને મુસાફરોને ભારે ટ્રાફિકની સમસ્યાનો(Traffic problems) સામનો કરવો પડે છે. દહિસરથી મીરા-ભાઈંદર લિંક રોડનું નિર્માણ દહિસર ચેકનાકા અને તેની આસપાસના ટ્રાફિક જામની સમસ્યાને દૂર કરવામાં મદદ કરશે અને લાખો મુસાફરોને મોટી રાહત આપશે એવો દાવો પાલિકાનો છે.
 

May 25, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક