Tag: dalip tahil

  • Dalip tahil: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દલીપ તાહિલ ને આ મામલે થઇ 2 મહિનાની જેલની સજા, જાણો સમગ્ર મામલો

    Dalip tahil: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દલીપ તાહિલ ને આ મામલે થઇ 2 મહિનાની જેલની સજા, જાણો સમગ્ર મામલો

    News Continuous Bureau | Mumbai

    Dalip tahil:  દલીપ તાહિલ ફિલ્મ ઉદ્યોગમાં તેમની નકારાત્મક ભૂમિકાઓ માટે જાણીતા છે. દલીપ તાહિલ 90ના દાયકાના પ્રખ્યાત અભિનેતાઓમાંના એક છે. હવે પીઢ અભિનેતા દલીપ તાહિલને લઈને ચોંકાવનરા સમાચાર સામે આવ્યા છે જેના કારણે, અભિનેતા સોશિયલ મીડિયા પર હેડલાઈન્સમાં છે. સમાચાર છે કે 65 વર્ષીય અભિનેતા દલીપ તાહિલને બે મહિનાની જેલની સજા ની સાથે 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કેસ 5 વર્ષ જૂનો છે અને હવે આ કેસ નો ચુકાદો આવ્યો છે. 

     

    2018 માં દલીપ તાહિલ વિરૃદ્ધ નોંધાયો હતો કેસ 

    આ કિસ્સો 2018નો છે. દલીપ તાહિલ વિરુદ્ધ દારૂ પીને ડ્રાઇવિંગ કરવાના કેસમાં કેસ નોંધવામાં આવ્યો હતો. નશામાં ડ્રાઇવિંગ કરવા અને તેની કાર સાથે ઓટોરિક્ષાને ટક્કર મારવા બદલ દિલીપ તાહિલ ની ધરપકડ પણ કરવામાં આવી હતી. અકસ્માતમાં ઓટોમાં મુસાફરી કરી રહેલ એક યુવતીને ઈજા થઈ હતી. આ અકસ્માતનો ભોગ બનેલા લોકોએ અભિનેતા વિરુદ્ધ FIR નોંધાવી હતી. અભિનેતા પર પીડિતો સાથે ઝપાઝપી કરવાનો પણ આરોપ હતો. તમને જણાવી દઈએ કે આ ઘટના બાદ અભિનેતાની મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે, બાદમાં અભિનેતાને જામીન પર છોડવામાં આવ્યો હતો.આ કેસમાં દલીપ તાહિલને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. હવે આ કેસના નવા નિર્ણય મુજબ દલિપને 2 મહિના જેલમાં રહેવું પડશે. પુરાવાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે આ નિર્ણય લીધો છે.

    દલિપ તાહિલ નું નિવેદન 

    આ કેસમાં આપવામાં આવનારી સજા અંગે નિવેદન આપતા દલિપે કહ્યું- ‘હું જજનું સન્માન કરું છું. મેજિસ્ટ્રેટ કોર્ટમાં લેવાયેલા નિર્ણયને હું સ્વીકારું છું. પરંતુ અમે સમગ્ર નિર્ણયને પડકારવા જઈ રહ્યા છીએ, હું આ અંગે હાઈકોર્ટમાં અપીલ કરીશ. આ કેસને સસ્પેન્ડ કરી શકાયો હોત, પરંતુ એવું કરવામાં નહોતું આવ્યું. અને સૌથી અગત્યની વાત એ છે કે હું કહેવા માંગુ છું કે આ અકસ્માતમાં મહિલાને ખૂબ જ નાની-મોટી ઈજાઓ થઈ હતી. મેં કોઈને ઈજા પહોંચાડી નથી.’ તમને જણાવી દઈએ કે દલીપ તાહિલને 2 મહિનાની જેલની સજા ઉપરાંત 500 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તદુપરાંત કોર્ટે ઇજાગ્રસ્ત મહિલાને 5,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. 

    આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: બિગ બોસ 17 માં ભાગ લેવો સના રઈસ ખાન ને પડ્યો ભારે, આર્યન ખાન ની વકીલ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો

  • શું ખરેખર રેપ સીન દરમિયાન બેકાબૂ બનેલા દલિપ તાહિલ ને જયાપ્રદા એ મારી હતી થપ્પડ? અભિનેતાએ જણાવ્યું સત્ય

    શું ખરેખર રેપ સીન દરમિયાન બેકાબૂ બનેલા દલિપ તાહિલ ને જયાપ્રદા એ મારી હતી થપ્પડ? અભિનેતાએ જણાવ્યું સત્ય

     News Continuous Bureau | Mumbai

    દલીપ તાહિલ ( dalip tahil ) બોલિવૂડના શક્તિશાળી અભિનેતાઓમાં એક છે, જેમણે ઘણી ફિલ્મોમાં વિલન  બનીને દર્શકોની નફરત વ્હોરી છે. આ સિવાય તે ફિલ્મોમાં કોમેડી સીન્સ ( scene ) કરતો પણ જોવા મળ્યો છે. જે લોકો સિનેમાને પસંદ કરે છે તેઓ ઘણીવાર દિલીપ તાહિલના કામના વખાણ કરતા જોવા મળે છે. પરંતુ આ બધાની વચ્ચે, અભિનેતા સાથે સંબંધિત એક સમાચાર ઘણી વખત સામે ( viral  ) આવ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દલીપ તાહિલે જયા પ્રદા ( jaya prada ) સાથે બળાત્કારનો સીન ( rape scene ) શૂટ કર્યો હતો અને પછી તે પોતાનો આપો ગુમાવી બેઠો હતો. હવે અભિનેતાએ આ અહેવાલ પર મૌન ( talked  ) તોડ્યું છે.

    દલીપ તાહિલે ( dalip tahil ) પોતાના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે આ તમામ અહેવાલો ખોટા  છે કારણ કે તેણે ક્યારેય જયા પ્રદા ( jaya prada ) સાથે કામ કર્યું નથી. તેણે કહ્યું, ‘હું ઘણા સમયથી એક સમાચાર વાંચી રહ્યો છું, જેમાં લખ્યું છે કે મેં જયા પ્રદા સાથે એક સીન ( scene  ) કર્યો હતો અને હું ભાવના માં વહી ગયો હતો. આ પછી જયાપ્રદાએ મને થપ્પડ મારી હતી. ઘણી વાર હું આ સમાચાર વાંચતો રહું છું. પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મેં ક્યારેય જયા પ્રદા સાથે કામ કર્યું નથી. મારે કામ કરવું છે પરંતુ મને ક્યારેય તક મળી નથી. આવો સીન અમારી વચ્ચે ક્યારેય શૂટ થયો નથી. જેમણે આ લેખ લખ્યો છે તેમની સામે મને કોઈ ફરિયાદ નથી, પરંતુ હું કહેવા માંગુ છું કે જો આવું બન્યું હોય તો મને તે દ્રશ્ય  બતાવો. વધુમાં દલીપ તાહિલે જણાવ્યું હતું કે આજના સમયમાં લોકોએ એવી સ્થિતિનું નિર્માણ કરવાનું શરૂ કર્યું છે જે ક્યારેય બન્યું નથી. દિલીપ તાહિલે એ પણ જણાવ્યું કે તેણે તેનો એક વાયરલ વીડિયો ( viral rape scene ) પણ જોયો છે, જે ઘણો ફની છે. આમાં અભિનેતા ખૂબ હસતો જોવા મળ્યો હતો. આના પર દિલીપે કહ્યું કે તેને યાદ નથી. કદાચ તે દિગ્દર્શકના કહેવા પર કરવામાં આવ્યું હશે.

    આ સમાચાર પણ વાંચો: ચીનમાં એક જ દિવસમાં નોંધાયા 30 હજારથી વધુ નવા કેસ, ફરી લાગુ કરાયું લોકડાઉન.. લોકો ઉતર્યા રસ્તા પર.. જુઓ વિડીયો.. 

    તમને જણાવી દઈએ કે દલીપ તાહિલે ( dalip tahil ) પોતાના કરિયરમાં 100 થી વધુ હિટ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં તેણે વિલન બનીને દર્શકોના દિલ જીતી લીધા છે. તેમની લોકપ્રિય ફિલ્મોમાં ‘કયામત સે કયામત તક’, ‘બાઝીગર’, ‘ત્રિદેવ’, ‘કિશન કન્હૈયા’, ‘કહો ના પ્યાર હૈ’, ‘ડર’, ‘ઈશ્ક’, ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’, ‘હમ હૈ રાહી પ્યાર કે’,’રામ લખન’ અને ‘થાનેદાર’ નો સમાવેશ થાય છે.