• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - darshan - Page 3
Tag:

darshan

જ્યોતિષ

શ્રી શ્યામ કુંજ હવેલી બોરીવલીમાં શયનની આરતી ની ઝાંખી

by Dr. Mayur Parikh October 25, 2022
written by Dr. Mayur Parikh

સોમવાર તારીખ 24 ઓક્ટોબર 2022 દિવાળી

શ્રી શ્યામ કુંજ હવેલી બોરીવલીમાં શયનની આરતી ની ઝાંખી

લક્ષ્મી પૂજન, ચોપડા પૂજન અને હાટડી ના દર્શન

 

સોમવાર તારીખ 24 ઓક્ટોબર 2022 દિવાળી

શ્રી શ્યામ કુંજ હવેલી બોરીવલીમાં શયનની આરતી ની ઝાંખી

લક્ષ્મી પૂજન, ચોપડા પૂજન અને હાટડી ના દર્શન pic.twitter.com/lb3TYe0Imj

— news continuous (@NewsContinuous) October 25, 2022

 

October 25, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

શ્રીનાથજી ધામથી 5G સેવાનો થશે શુભ આરંભ – મુકેશ અંબાણી અને રાધિકા મર્ચન્ટએ નાથદ્વારામાં ઝુકાવ્યું શીશ- જુઓ ફોટોગ્રાફ્સ 

by Dr. Mayur Parikh September 13, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(Reliance Industries)ના ચેરમેન મુકેશ અંબાણી(Mukesh Ambani) સોમવારે સાંજે તેમની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ રાજસ્થાન(Rajasthan)ના પ્રસિદ્ધ યાત્રાધામ નાથદ્વારા (Nathdwara) પહોંચ્યા હતા. અહીં તેમણે શ્રીનાથજી(Shri Nahtji)ની સંધ્યા આરતીમાં ભાગ લીધો અને દર્શન કર્યા. 

 

Mr. Mukesh Ambani, RIL Chairman visited Nathdwara Rajasthan for a new start of 5G services in india.#AmbanisBlessedBySrinathji pic.twitter.com/9GweSb6PXi

— Subodh Pandit (@IamPandit__Ji) September 13, 2022

મીડિયા રિપોર્ટ્સ મુજબ, મુકેશ અંબાણી સોમવારે સાંજે પાંચ વાગે શ્રીનાથજીની હવેલી પહોંચ્યા. તેમણે શ્રીનાથજી ભગવાનની સંધ્યા આરતીના દર્શન કર્યા. ત્યારબાદ રિલાયન્સ ચેરમેન(Reliance Chairmen) બેઠકમાં પહોંચ્યા. અહીં ગોસ્વામી વિશાલબાબા(Goswami Vishalbaba) એ મુકેશ અંબાણીને રજાઈ ઓઢાડીને તથા શ્રીનાથજીનો પ્રસાદ ભેટ કરીને સ્વાગત કર્યું. 

આ સમાચાર પણ વાંચો : શિંદે સરકારની દિવાળી ભેટ- મુંબઈ-નાગપુર સમૃદ્ધિ હાઈવેનો પ્રથમ તબક્કોનું આ મહિનામાં PM મોદીના હસ્તે થશે ઉદ્ઘાટન

આ દરમિયાન મુકેશ અંબાણીએ તિલકાયત પુત્ર વિશાલબાબા સાથે ચર્ચા કરી. આ ચર્ચા દરમિયાન મુકેશ અંબાણીએ શ્રીનાથજીના દરબારમાંથી દેશમાં 5જી ઇન્ટરનેટ સેવા(5G Internet Service) શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

મહત્વનું કે અંબાણી પરિવાર(AMbani Family)ને શ્રીનાથજીમાં ઊંડી આસ્થા છે. પરિવારમાં કોઈનો પણ જન્મદિવસ હોય, એનિવર્સરી હોય કે નવી કંપનીની શરૂઆત  હોય તમામ અવસરે તેઓ નાથદ્વારા પહોંચીને શ્રીનાથજીના આશીર્વાદ લે છે.  

September 13, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
જ્યોતિષ

મંદિરે જતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન-નહીં તો ભોગવવું પડશે મોટું નુકશાન 

by Dr. Mayur Parikh August 10, 2022
written by Dr. Mayur Parikh

વાસ્તુશાસ્ત્રમાં આવી ઘણી બધી વાતો લખેલી છે, જેને અપનાવીએ તો આપણને સફળ થવાથી કોઈ રોકી શકતું નથી, વાસ્તુ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને નકારાત્મક ભાવનાઓ ઓછી થાય છે. વાસ્તુમાં ઘરની દિશાથી લઈને ઘરના રંગ સુધીની ઘણી માહિતી આપવામાં આવી છે. એ જ રીતે મંદિર જવાને લઈને પણ વાસ્તુશાસ્ત્રમાં કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે, જો આપણે તે નિયમોનું પાલન નહીં કરીએ તો જીવનમાં નુકસાન સહન કરવું પડી શકે છે.

જો તમે મંદિર જાવ છો તો ઘરેથી જ પાણી લઈ જાઓ

જો તમે મંદિરમાં પૂજા કરવા જઈ રહ્યા છો, તો હંમેશા તમારા ઘરેથી જ પાણી લઈને જાવ, મંદિર જઈ ને અને ત્યાં પાણી ભરીને ભગવાનને ના ચઢાવો. આમ કરવાથી તમારા ઘરમાં ધન-સંપત્તિ રહે છે અને ગરીબી આવતી નથી. બીજી તરફ, જો તમે મંદિરથી પાછા ફરો છો, તો ધ્યાન રાખો કે પાણીનો લોટો ખાલી ન હોવો જોઈએ, ત્યાંથી આવતી વખતે માત્ર પાણી લઈને જ પાછા ફરો. એવું માનવામાં આવે છે કે ઘરમાં ખાલી લોટા લાવવાથી આર્થિક સ્થિતિ ખરાબ થાય છે અને ઘરમાં પૈસાની અછત રહે છે.

પૂજા માટે કપડાં અલગ રાખો

પૂજા કરતી વખતે એક જોડી કપડા બાજુ પર રાખો, જે તમે પૂજા દરમિયાન જ પહેરો શકો, તો તેના ઘણા ફાયદા છે. ફક્ત તમારે એ કપડાં પહેરીને પૂજા કરવાની છે, એ પહેરીને તમારે ખાવાનું, સૂવાનું કે મોબાઈલ ફોન નો ઉપયોગ ના કરવો. આ કરવાથી તમે જે વસ્ત્રો પહેરીને પૂજા કરશો તેમાં ઘણી સકારાત્મક ઉર્જા આવશે, તો તમને લાભ થશે.

સાંજે ઘરમાં દીવો પ્રગટાવો

જો સાંજે દીવો પ્રગટાવીને તેને આખા ઘરમાં ફેરવવામાં આવે તો ઘરની નકારાત્મક ઉર્જા નાશ પામે છે અને ઘરમાં સકારાત્મકતા આવે છે. તેથી સાંજની પૂજા પછી ઘરમાં દીવો પ્રગટાવો અને આખા ઘરમાં ફેરવો. આમ કરવાથી તમે જોશો કે થોડા જ દિવસોમાં તમારા ઘરમાં સકારાત્મકતા આવવા લાગશે અને નકારાત્મક વાઇબ્સ ઓછા થશે.

August 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
shrawan mass special 12 jyotirling darshan
જ્યોતિષ

Shravan 2024 : આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ – પાવન દિવસ પર કરો બારેય જ્યોતિર્લિંગના દર્શન અહીં

by Dr. Mayur Parikh July 29, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

Shravan 2024  : આજથી શિવ ભક્તિ માટેનો મહિનો એટલે કે શ્રાવણ માસ ( Shrawan mass ) શરૂ થઈ રહ્યો છે. શ્રાવણ મહિનાની શરૂઆત સાથે હિંદુ ધર્મમાં તહેવારોની સિઝન શરૂ થાય છે અને તે દિવાળી સુધી ચાલુ રહે છે. ભગવાન શિવ( Lord Shiva )ની કૃપા મેળવવા માટે આ મહિનો ખૂબ જ શુભ છે. હિન્દુ પંચાંગ ( Hindu Panchang )માં બધા જ મહિનાનું નામ નક્ષત્રો ઉપર આધારિત છે. દરેક મહિનાની પૂનમે જે નક્ષત્રમાં ચંદ્ર હોય છે તે મહિનાનું નામ તે નક્ષત્રના આધારે રાખવામાં આવ્યું છે. શ્રાવણ નામ પણ શ્રવણ નક્ષત્રને આધારિત છે. શ્રાવણ મહિનાની પૂનમે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં રહે છે. એટલે પ્રાચીન જ્યોતિષી( Jyotish )ઓએ આ મહિનાનું નામ શ્રાવણ રાખ્યું છે. 

શું તમે જાણો છો કે દેશના અલગ-અલગ ભાગમાં ભગવાન શિવજીના 12 જ્યોતિર્લિંગ આવેલા છે. તેમને દ્વાદશ જ્યોતિર્લિંગના નામે પણ ઓળખવામાં આવે છે. આ જ્યોતિર્લિંગના દર્શન, પૂજા, આરાધનાથી ભક્તોના જન્મ-જન્માતરના બધા પાપ ધોવાઇ જાય છે. તો આજે કરો બારેંય જ્યોતિર્લિંગના દર્શન ( Darshan ) ..

Shravan 2024  : આ બાર જ્યોતિર્લીંગના નામ છે

સોમનાથ, નાગેશ્વર, મહાકાલ, મલ્લિકાર્જુન, ભીમશંકર, ઓમકારેશ્વર, કેદારનાથ, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, ધૃષ્ણેશ્વર, રામેશ્વર, વૈદ્યનાથ.

shrawan mass special 12 jyotirling darshan

1. સોમનાથ :-

સૌરાષ્ટ્ર (ગુજરાત) માં આવેલું આ સૌથી જૂનું અને મહત્વપૂર્ણ જ્યોતિર્લિંગ છે. આ જ્યોતિર્લીંગનું વર્ણન ઋગ્વેદમાં પણ છે. સોમનાથ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે સૌથી પહેલા આ મંદિરનું નિર્માણ ચંદ્રદેવે સોનાથી કરાવ્યું હતું ત્યાર બાદ રાવણે ચાંદીથી કરાવ્યું હતું. રાવણ બાદ ભગવાન શ્રીકૃષ્ણએ ચંદનની લાકડીઓથી કરાવ્યું હતું અને ત્યાર બાદ ભીમદેવે પત્થરથી આનું નિર્માણ કરાવ્યું હતું.

shrawan mass special 12 jyotirling darshan

2. નાગેશ્વર :-

દ્વારકામાં આવેલું આ જ્યોતિર્લીંગની ઋગ્વેદની કથા પણ ખુબ જ રોચક છે. શિવપુરાણમાં પણ આ જ્યોતિર્લીંગની કથાનું વર્ણન છે. દાસ્કા નામના એક રાક્ષસે નિરપરાધ એક શિવભક્ત સુપ્રિયાને કારાવાસમાં કેદ કરી દીધો હતો. નિર્દોષ સુપ્રીયાએ પોતાની રક્ષા માટે ॐ નમ: શિવાય મંત્રનો જાપ કર્યો હતો. તેને જેલના બીજા કેદીઓને પણ આ મંત્રનો જાપ કરવાનું શીખવાડી દીધુ હતું. તે બધાની ભક્તિભાવનો પરિપૂર્ણ અવાજ સાંભળીને ભગવાન શિવ અહીંયા પ્રગટ થયાં હતાં અને તેઓએ દાસ્કા રાક્ષસનો અંત કર્યો હતો. ત્યાર બાદ તેઓએ જ્યોતિર્લિંગ સ્વરૂપે ત્યાં જ નિવાસ કર્યો હતો.  

shrawan mass special 12 jyotirling darshan

3. મહાકાલેશ્વર :-

ઉજ્જૈન (મધ્યપ્રદેશ) માં આવેલુ આ જ્યોતિર્લિંગ એકમાત્ર દક્ષિણામુખ જ્યોતિર્લિંગ છે. એટલા માટે આ જ્યોતિર્લિંગનું પૌરાણિક અને તાંત્રિક મહત્વ સૌથી વધુ છે. આ જ્યોતિર્લિંગ પણ સ્વયંભૂ છે. મહાકાલ જ્યોતિર્લીંગના સાચા મનથી દર્શન કરનારને કદાપી મૃત્યું કે બીમારીનો ભય રહેતો નથી. હકીકતમાં મહાકાલ જ્યોતિર્લિંગ દેવતાની સાથે સાથે ઉજ્જૈનના રાજાના સ્વરૂપે પણ પૂજાય છે. આને ઉદ્વવની કથામાં અવંતિકાના રાજાના રૂપમાં પણ પ્રતિષ્ઠિત કરાયા છે.

 shrawan mass special 12 jyotirling darshan

4. મલ્લિકાર્જુન :-

આંધ્રપ્રદેશના કુનુર જીલ્લામાં કૃષ્ણા નદીના કિનારે મલ્લિકાર્જુન મંદિરમાં શ્રીસેલમ જ્યોતિર્લિંગ આવેલું છે. સ્કંદ પુરાણમાં એક આખો અધ્યાય શ્રીસેલાકમંદ આ જ્યોતિર્લીંગની મહિમાનું વર્ણન કરે છે. મલ્લિકાર્જુન મંદિર વિશે એક પ્રાચીન કથા છે જેના અનુસાર શિવગણ નંદીએ અહીયાં તપસ્યા કરી હતી. તેઓની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ અને પાર્વતીએ તેમને મલ્લિકાર્જુન અને બ્રહ્મારંભના રૂપમાં દર્શન આપ્યા હતાં. આ જ્યોતિર્લીંગનું વર્ણન મહાભારતમાં પણ છે. પાંડવોએ પાંચપાંડવ લિંગની સ્થાપના અહીયાં કરી હતી. ભગવાન રામે પણ આ મંદિરનાં દર્શન કર્યા હતાં. ભક્ત પ્રહલાદના પિતા હિરણ્યકશ્યપ પણ અહીંયા પૂજા અર્ચના કરતાં હતાં.

shrawan mass special 12 jyotirling darshan

5. ભીમા શંકર :-

મહારાષ્ટ્રમાં પુનાની નજીક ભીમા શંકર જ્યોતિર્લિંગ ભમવતી નદીના કિનારે આવેલ છે. આ જ્યોતિર્લિંગ વિશે પ્રચલિત કથા આ પ્રમાણે છે. સહ્યાદ્રી અને તેના આજુ બાજુનાં લોકોને ત્રિપુરાસુર નામનો રાક્ષસ તેની આસુરી શક્તિઓથી લોકોને હેરાન કરતો હતો. આ રાક્ષસથી મુક્તિ અપાવવા માટે ભગવાન શંકર અહીં ભીમકાય સ્વરૂપે પ્રગટ થયાં અને ત્રિપુરાસુરને યુદ્ધમાં હરાવ્યાં બાદ ભક્તોના આગ્રહને કારણે તેઓ ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થઇ ગયાં. એવી માન્યાતા છે કે યુદ્ધ સમયે ભગવાન શંકરના શરીરમાંથી જે પરસેવો નીકળ્યો હતો તેનાથી ભીમવતી નદીનો જન્મ થયો હતો.

shrawan mass special 12 jyotirling darshan

6. ઓમકારેશ્વર :-

મધ્યપ્રદેશમાં આવેલું આ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નર્મદા નદીના કિનારે આવેલું છે. આ સ્થાન પર ભગવાન શિવના બે મંદિરો છે- ઓમકારેશ્વર અને મમલેશ્વર. કહેવામાં આવે છે કે દેવતાઓની પ્રાર્થનાથી આ મંદિર બે ભાગમાં છુટુ પડી ગયું હતું. ઓમકારેશ્વરની ખાસીયત એ છે કે અહીંયાનો પર્વત ॐ ના આકારમાં દેખાય છે. આ સાથે નર્મદા નદી પણ ॐ ના આકારે વહેતી દેખાય છે. આ જ્‍યોતિર્લીંગનો આકાર ઓમ જેવો છે એટલે જ એ ઓમ કારેશ્વરથી ઓળખાય છે. ઓમ શબ્‍દની ઉત્‍પતિ બ્રહ્માજીના મુખેથી થઇ છે એટલે જ કોઇપણ ધાર્મિક પાઠનું ઉચ્‍ચારણ ઓમ દ્વારા જ શરૂ થાય છે. 

આ સમાચાર પણ વાંચો : શ્રાવણ મહિનો શરૂ – આ રાશિના જાતકોને મળશે ભોલેનાથના વિશેષ આશીર્વાદ-જાણો તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે

ઓમકારેશ્વરની સાથે પણ ઘણી બધી દંતકથાઓ જોડાયેલી છે. કહેવામાં આવે છે કે શંકરાચાર્યના ગુરુ ઓમકારેશ્વરની એક ગુફામાં રહેતા હતાં. પૌરાણિક કથાઓ અનુસાર ઓમકારેશ્વરમાં વિધ્યાચલે પણ તપસ્યા કરી હતી.

shrawan mass special 12 jyotirling darshan

7. કેદારનાથ :-

ઉત્તરાંચલના ટિહરી-ગઢવાલ જિલ્લામાં આવેલ કેદારનાથ દેશના પરમ પાવન તીર્થ સ્થાનોમાંનું એક છે. એવી કથા છે કે પાંડવો આ જગ્યાએ આવ્યા હતા. કુરુક્ષેત્રમાં કૌરવો સામે વિજય મેળવ્યા બાદ પાંડવોએ પાપનું પ્રાયશ્ચિત કરવા શિવની કાશીમાં આરાધના કરી પરંતુ શિવે પાંડવોની પરીક્ષા કરવા કેદારનાથ આવીને નંદીનું રૃપ ધારણ કરી લીધું હતું . ભીમે તેમને ઓળખી લીધા અને પીછો કર્યો પરંતુ શિવજી ત્યાંથી કૂદીને અંતરધ્યાન થઈ ગયા. ત્યાં માત્ર નંદીનાં ખરીનાં નિશાન રહી ગયાં.જ્યાં આજે શિવલિંગ ઊભું છે. આદિ શંકરાચાર્યનું આ મહત્ત્વનું સ્થાન રહ્યું હતું.

shrawan mass special 12 jyotirling darshan

8. કાશી વિશ્વનાથ :-

કાશી એ ભારતનું સૌથી પવિત્ર અને પ્રાચીનતમ તીર્થસ્થાન છે. કાશીમાં સ્થાપિત જ્યોતિર્લિંગ બ્રહ્માંડીય ડિંબના રૃપમાં પૂજવામાં આવે છે. શિવને અહીં મોક્ષ પ્રદાતા તરીકે પણ પૂજવામાં આવે છે. પાર્વતી સાથે લગ્ન કર્યા બાદ ભગવાન શિવે કાશીને તેમનુ નિવાસ સ્થાન બનાવ્યું હતું. પાર્વતી અહીં અન્ન આપનાર દેવી અન્નપૂર્ણા તરીકે ઓળખાય છે. જ્યાં સુધી તેમના ભક્તો જમી લેતા નથી ત્યાં સુધી પાર્વતીજી કંઈ જ ગ્રહણ કરતા નથી. કાશી આમ પણ ચારધામમાંનું મહત્ત્વનું ધામ છે. જ્યાં સાક્ષાત્ ભગવાન વિશ્વનાથ બિરાજે છે.

shrawan mass special 12 jyotirling darshan

9. ત્ર્યંબકેશ્વર :-

ત્ર્યંબકેશ્વર મહારાષ્ટ્રમાં નાસિકથી નજીક આવેલું છે. અહીંના શિવલિંગની ઉત્પત્તિની કથા ગૌતમ ઋષિ સાથે જોડાયેલી છે. ભગવાન શિવ ગંગાની મદદથી ગૌતમ ઋષિનાં પાપો દૂર કરવા માટે ત્ર્યંબકેશ્વર ખાતે પ્રગટ થયા હતા ત્યારથી અહીં શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી છે. લોકો મહારાષ્ટ્રમાં નાસિક,શિરડી અને ત્ર્યંબકેશ્વરની યાત્રાએ ખૂબ જાય છે.

shrawan mass special 12 jyotirling darshan

10. વૈદ્યનાથ :-

મરાઠાવાડાના બીડ જિલ્લામાં આવેલ વૈદ્યનાથનું મંદિર પ્રાચીન સમયનું છે. અહીંના શિવલિંગની સ્થાપના ઋષિ માર્કંડેયની કથા સાથે વણાયેલી છે. પ્રાચીન સમયમાં ભગવાન શિવ દિવ્ય ચિકિત્સક વૈદ્યનાથ તરીકે આ જગ્યાએ પ્રગટ થયા હતા આથી તે સ્થાન વૈદ્યનાથ ધામ તરીકે ઓળખાયું હતું.

shrawan mass special 12 jyotirling darshan

11. રામેશ્વરમ્ :-

તમિલનાડુના સમુદ્રતટ પર આવેલું રામેશ્વરમ્નું શિવલિંગ સ્વયં ભગવાન રામે સ્થાપ્યું હતું આથી તેનું મહત્ત્વ ઘણું વધી જાય છે. આ સ્થાન ભગવાન રામ અને શિવજીના મહિમાને અભિવ્યક્ત કરે છે. કહેવાય છે કે રામે રાવણ સામે યુદ્ધમાં વિજય મેળવવા માટે અહીં દરિયાકિનારે માટીનું લિંગ બનાવીને તેની પૂજા કરી હતી. આ મંદિરનો ઈતિહાસ ભવ્ય છે. અનેક રાજાઓેએ તેનું સમારકામ અને નિર્માણકામ કરાવેલું છે.

shrawan mass special 12 jyotirling darshan

12. ધૃષ્ણેશ્વર :-

મહારાષ્‍ટ્રના ઔરંગાબાદના દૌલતાબાદ પાસે આવેલું આ જ્‍યોતિર્લીંગ આત્‍મશાંતિ માટે પ્રચલિત છે. ધૃષ્‍મેશ્વર અથવા ધૃષ્ણેશ્વર મહાદેવના નામથી પણ આ જ્‍યોતિર્લીંગ પ્રચલિત છે. બૌધ્‍ધ ભિક્ષુકો દ્વારા નિર્મિત ઇલોરાની ગુફાઓ આ ધામની નજીક છે. અહીં ગુરૂ એકનાથની અને શ્રી જર્નાદન મહાજની સમાધી પણ છે. આ સ્થાન સાથે અનેક કથાઓ જોડાયેલી છે. ઘુષ્મા નામની સ્ત્રીની શિવભક્તિને કારણે તેના પુત્રને શિવજીએ બચાવ્યો હતો તેથી તેનું નામ ઘુશ્મેશ્વર પડયું હોવાનું કહેવાય છે. આ તીર્થસ્થાન ઓછું જાણીતું છે પરંતુ તેનું મહત્ત્વ અને મહિમા જરાય ઓછો નથી.

July 29, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

 શું સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શનનો વેપાર ચાલી રહ્યો છે? લોકોએ ટ્વિટર પર હૈયા વરાળ ઠાલવી.

by Dr. Mayur Parikh December 2, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 02 ડિસેમ્બર 2021    

ગુરુવાર 

હાલ ટ્વીટર પર સિદ્ધિવિનાયક મંદિરની વિરુદ્ધ માં અનેક લોકો ટ્વિટ કરી રહ્યા છે. વાત એમ છે કે 30 નવેમ્બરના દિવસે અમિત થડાની નામના વ્યક્તિએ ટ્વીટર પર દાવો કર્યો કે સિદ્ધિવિનાયક મંદિરની બહાર દલાલો એક દર્શન કરવા માટે 300 રૂપિયા લે છે. પોતાની વાતને પીઠબળ પૂરું પાડતા તેણે સિદ્ધિવિનાયક મંદિરના દર્શન ની એપ્લિકેશન નો સ્ક્રીનશોર્ટ કર્યો અને ત્યારબાદ મંદિરની બહાર ઊભા રહેલા દલાલ ફોટોગ્રાફ પણ ટ્વિટ કર્યો. પોતાના ટ્વિટમાં તેણે દાવો કર્યો છે કે મંદિરની બહાર ઊભા રહેલા લોકો 300 રૂપિયા લઈને લોકોને મંદિરમાં દર્શન કરાવે છે.

આ ટ્વિટ કર્યા પછી ટ્વીટર પર જોરદાર વિવાદ જાગ્યો છે. અત્યાર સુધી સાર્વજનિક રીતે સિદ્ધિવિનાયક મંદિરે આ સંદર્ભે કોઈપણ બયાન આપ્યું નથી.

Siddhivinayak temple trust has come out with an app for online booking of darshan in Covid times. If you want to visit, prior online booking is mandatory. Of course like all govt controlled temples, there’s a scam going on in online darshan too. Read this thread. 1/n pic.twitter.com/8ZclCqdd4a

— Amit Thadhani (@amitsurg) November 30, 2021

 

This Sunday, I went to Siddhivinayak temple with some relatives. When we reached there, a man standing outside one of the flower shops approached us and said that darshan was only possible with prior online booking. But he could get us in immediately, for a fee of course. 2/n pic.twitter.com/dxYrH2r4JT

— Amit Thadhani (@amitsurg) November 30, 2021

December 2, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
જ્યોતિષ

આખરે બે વર્ષ બાદ પ્રથમ વખત અંગારકી ચતુર્થી પર સિદ્ધિવિનાયકનું મંદિર ખુલ્યું; દર્શન માટે ભક્તોની જામી ભીડ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh November 23, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 23 નવેમ્બર  2021

મંગળવાર. 

કોરોનાના ઘટતા આખરે બે વર્ષ બાદ ભક્તજનો સિદ્ધિવિનાયકના ઓફલાઇન દર્શનનો લાભ લઈ શકશે.

પ્રાપ્ત જાણકારી મુજબ અંગારકી સંકષ્ટી ચતુર્થી નિમિત્તે પ્રભાદેવી સ્થિત સિદ્ધિવિનાયક મંદિરમાં રૂબરૂ દર્શન કરવાની મંજૂરી આપવામાં આવી છે. 

અંગારકી સંકષ્ટી ચતુર્થી નિમિત્તે આજે ગણપતિ બાપ્પાના દર્શન માટે ભક્તોની ભીડ જામી છે. 

જો કે, કોવિડ-19ના કારણે મંદિરોમાં બાપ્પાના દર્શનનો લાભ માત્ર મર્યાદિત સંખ્યામાં જ ભક્તો લઈ શકશે.

આ પ્રસંગે સિદ્ધિવિનાયક મંદિરના કાર્યકારી અધિકારીએ મિડિયાને જણાવ્યું હતું કે મંદિર કોરોનાના નિયમોને અનુસરીને ખોલવામાં આવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે અંગારકીને દિવસે સિદ્ધિવિનાયક મંદિરમાં હજારો ભક્તોનો ધસારો થતો હોય છે પરંતુ લોકડાઉનના કારણે છેલ્લા બે વર્ષથી સિદ્ધિવિનાયક મંદિર બંધ હતું.

કૌભાંડનો ભોગ બનેલી PMC બેંકના ગ્રાહકો માટે રાહતના સમાચાર: આ બેંકમાં થશે PMCનું વિલીનીકરણ; આ રીતે મળશે ગ્રાહકોને ફસાયેલા રૂપિયા

November 23, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં મંગળવારે દર્શન અને આરતીના સમયમાં આ મુજબ થયો ફેરફાર.. જાણો વિગતે 

by Dr. Mayur Parikh August 27, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 ઑગસ્ટ, 2021

શુક્રવાર

કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે પ્રભાદેવી સ્થિત સિદ્ધિવિનાયક મંદિરમાં મંગળવારે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે 

સોમવારે એટલે કે 30 ઓગસ્ટે કૃષ્ણ જન્માષ્ટમી થયા બાદ પારણાં તથા આરતી થયા બાદ સિદ્ધિવિનાયક મંદિર મોડેથી બંધ થશે.

મંગળવારે એટલે કે 31 ઓગસ્ટે કાકડ આરતી વહેલી સવારે અઢી કરવામાં આવશે તથા શ્રી ગણેશના દર્શન વહેલી સવારે 3:15 ના સ્થાને સવારે 4:15 વાગ્યાથી શરૂ થશે.  

સાથે જ ભગવાનની આરતી સવારે 5થી 5:30 વાગ્યા દરમિયાન થશે.  

August 27, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
જ્યોતિષ

જય શ્રી રામ! રામ ભક્તો માટે મોટા સમાચાર, આ વર્ષ સુધીમાં કરી શકશો રામલલાના દર્શન

by Dr. Mayur Parikh August 4, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 04 ઑગસ્ટ, 2021

બુધવાર 

અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર ડિસેમ્બર 2023 સુધીમાં ભક્તો માટે ખોલવામાં આવશે. 

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ડિસેમ્બર 2023થી રામ મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાશે. એટલે કે ડિસેમ્બર 2023થી ભક્તો મંદિરમાં આવીને રામલલાના દર્શન કરી શકશે.

આ દરમિયાન મંદિરમાં નિર્માણ કાર્ય ચાલુ રહેશે. મંદિર ઉપરાંત મ્યુઝિયમ, ડિજિટલ આર્કાઇવ્સ અને રિસર્ચ સેન્ટર પણ મંદિર સંકુલમાં બનાવવામાં આવશે.

સાથે જ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ ભક્તોને નવી ભેટ આપી છે. તમામ રામ ભક્તો હવે રામ મંદિર નિર્માણનું કામ પોતાની આંખોથી જોઈ શકશે. 

આ માટે એક વ્યૂ પોઇન્ટ બનાવવામાં આવશે. જે સંપૂર્ણપણે લોખંડની જાળીથી પેક હશે જ્યાંથી ભક્તો ખુલ્લી આંખોથી મંદિરનું નિર્માણ જોઈ શકે છે.

ટોકિયો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમનું ગોલ્ડ મેડલનું સ્વપ્ન રોળાયું, સેમીફાઇનલમાં આર્જેન્ટિના સામે કાંટાની ટક્કર બાદ ભારતની હાર ; હવે બ્રોન્ઝ માટે આ દેશની ટીમ સામે ટકરાશે

August 4, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરને લઈ મોટા સમાચાર : 1લી જાન્યુઆરીથી માત્ર આટલા જ ભક્તો કરી શકશે દર્શન..

by Dr. Mayur Parikh December 31, 2020
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

31 ડિસેમ્બર 2020

કોરોના નિમિત્તે 1 જાન્યુઆરી, 2021 ના ​​રોજ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર દ્વારા ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ વતી આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ, બપ્પાના દર્શન માટે દર કલાકે 250 લોકોને ઓનલાઈન રિઝર્વેશન આપવામાં આવતું હતું. 

 

હાલમાં, ભક્તોની સુવિધા માટે, પ્રતિ કલાક 800 ક્યુઆર કોડ આરક્ષિત કરી શકાય છે. ફક્ત ક્યૂઆર કોડથી રિઝર્વેશન કરનાર ભક્તો જ મંદિરની મુલાકાત લઈ શકશે. રિદ્ધિ અને સિદ્ધિ પ્રવેશદ્વાર દ્વારા તેમને પ્રવેશ આપવામાં આવશે. ઓનલાઇન ક્યૂઆર કોડ પર બીજું કોઈ પ્રવેશ કરી શકશે નહીં. તેમજ ઓરીજીનલ QR Code હશે તેને જ પ્રવેશ આપવામાં આવશે. ક્ષેરોક્ષ નહીં ચાલે. 

સિદ્ધિવિનાયક મંદિર સવારે 7 થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. નૈવેદ્યના સમયે બપોરે 12 થી 12.30 સુધી અને આરતીને કારણે સાંજે 7 થી 8 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે..

December 31, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક