Tag: day 1

  • Saiyaara box office collection: મોટા પડદે છવાયો અહાન પાંડે, મોહિત સુરી ની ફિલ્મે પ્રથમ દિવસે કરી અધધ આટલા કરોડ ની કમાણી

    Saiyaara box office collection: મોટા પડદે છવાયો અહાન પાંડે, મોહિત સુરી ની ફિલ્મે પ્રથમ દિવસે કરી અધધ આટલા કરોડ ની કમાણી

    News Continuous Bureau | Mumbai

    Saiyaara box office collection: મોહિત સુરી ની રોમેન્ટિક મ્યુઝિકલ ડ્રામા ‘સૈયારા’ 18 જુલાઈએ રિલીઝ થઈ છે અને પ્રથમ દિવસે જ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી છે. અહાન પાંડે  અને અનીત પઢ્ઢા ની આ ડેબ્યુ ફિલ્મે  20 કરોડ કમાઈને વર્ષ 2025ની સૌથી મોટી ઓપનિંગમાં સ્થાન મેળવ્યું છે. ફિલ્મના ગીતો ‘બરબાદ’  અને ‘હમસફર’ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે.

    આ સમાચાર પણ વાંચો : Anupam Kher: શાહરુખ ખાન છે ‘છેલ્લો સુપરસ્ટાર’, અનુપમ ખેર એ કહ્યું – “સ્ટારડમ હંમેશા રહેશે”

    એડવાન્સ બુકિંગમાં પણ ‘સૈયારા’  એ મચાવ્યો ધમાલ

    મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મે રિલીઝ પહેલા એડવાન્સ બુકિંગમાં 9.4 કરોડની કમાણી કરી હતી, જે 2025ની ત્રીજી સૌથી મોટી એડવાન્સ બુકિંગ છે. નવી જોડી અહાન અને અનીતને દર્શકો તરફથી ખૂબ પ્રેમ મળી રહ્યો છે.’સૈયારા’એ ‘ધડક’ ની  8.71 કરોડની ઓપનિંગ કમાણીને પાછળ છોડી છે. ઉપરાંત, ‘સ્કાય ફોર્સ’  12.25 કરોડ, ‘રેડ 2’ 19.25 કરોડ, ‘જાટ’  9.5 કરોડ, ‘સિતારે જમીન પર’  10.7 કરોડ અને ‘કેસરી ચેપ્ટર 2’ 7.75 કરોડ જેવી ફિલ્મોના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે.


    અહાન પાંડે, જે અનન્યા પાંડે નો પિતરાઈ ભાઈ છે, તેની એક્ટિંગને દર્શકો તરફથી ખૂબ પ્રશંસા મળી રહી છે. ફિલ્મના ગીતો ‘બરબાદ’ અને ‘હમસફર’ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે, જે ફિલ્મના પ્રમોશનને વધુ મજબૂત બનાવી રહ્યા છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Raid 2 box office collection: ‘ભૂતની’ ને પાછળ છોડી આગળ નીકળી રેડ 2, રિલીઝ ના પહેલા જ દિવસે અજય દેવગણ ની ફિલ્મે કરી અધધ આટલી કમાણી

    Raid 2 box office collection: ‘ભૂતની’ ને પાછળ છોડી આગળ નીકળી રેડ 2, રિલીઝ ના પહેલા જ દિવસે અજય દેવગણ ની ફિલ્મે કરી અધધ આટલી કમાણી

    News Continuous Bureau | Mumbai

    Raid 2 box office collection: અજય દેવગનની ફિલ્મ ‘રેડ’ વર્ષ 2018 માં રિલીઝ થઈ હતી. હવે તેની સિક્વલ ‘રેડ 2’ રિલીઝ થઈ ગઈ છે. આ ઉપરાંત, સંજય દત્તની ‘ધ ભૂતની’ અને હોલીવુડની ‘થંડરબોલ્ટ્સ’ પણ આજે રિલીઝ થઈ છે. પરંતુ, અજય દેવગને પોતાના દમદાર અભિનયના કારણે છ ફિલ્મોને પાછળ છોડીને શાનદાર શરૂઆત કરી છે.હવે આ ફિલ્મ ના પહેલા દિવસ ના બોક્સ ઓફિસ આંકડા સામે આવ્યા છે. 

    આ સમાચાર પણ વાંચો: Salman Khan: સલમાન ખાન એ ભર ગરમી માં વધાર્યું ઈન્ટરનેટ નું તાપમાન, ભાઈજાન ની તસવીરો જોઈ તમારો પણ છૂટી જશે પરસેવો

    Raid 2 ની શાનદાર કમાણી અને ટક્કર

    મીડિયા રિપોર્ટ મુજબ, ‘રેડ 2’ એ પહેલા દિવસે 17 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અંતિમ આંકડા જાહેર ન થાય ત્યાં સુધી આમાં વધુ વધારો થશે. ‘રેડ 2’નું બજેટ લગભગ 60 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ‘રેડ 2’ ના બોક્સ ઓફિસ પરિણામો તેજસ્વી દેખાય છે.ફિલ્મ ‘રેડ 2’ અજય દેવગનની શરૂઆતના દિવસે સૌથી વધુ કમાણી કરતી ટોચની 5 ફિલ્મોમાં ચોથા સ્થાને આવી છે.

     

    View this post on Instagram

     

    A post shared by Pinkvilla (@pinkvilla)


    રેડ 2 માં અજય દેવગણ, વાણી કપૂર અને રિતેશ દેશમુખ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Sikandar box office: રિલીઝ ના પહેલા જ દિવસે ફુસ્સ થઇ સલમાન ખાન ની સિકંદર, ઓપનિંગ ડે એ કરી ફક્ત આટલા કરોડની કમાણી!

    Sikandar box office: રિલીઝ ના પહેલા જ દિવસે ફુસ્સ થઇ સલમાન ખાન ની સિકંદર, ઓપનિંગ ડે એ કરી ફક્ત આટલા કરોડની કમાણી!

    News Continuous Bureau | Mumbai

    Sikandar box office: સિકંદર ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.આ ફિલ્મ ના ટ્રેલર એ લોકો માં ખાસ ઉત્સાહ પેદા કર્યો હતો. સલમાન ખાન અને રશ્મિકા ની આ ફિલ્મ ને લઈને લોકો ખુબ ઉત્સાહિત હતા. પરંતુ આ ફિલ્મ લોકો ની આશા પર ખરી નથી ઉતરી.સલમાન ખાન (ની ફિલ્મ સિકંદર ને તેની રિલીઝ પહેલા બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત માટે માનવામાં આવી હતી, પરંતુ શરૂઆત ના આંકડા મુજબ ફિલ્મની ઓપનિંગ ડે કમાણી આશા કરતાં ઓછી રહી.

    આ સમાચાર પણ વાંચો: Ranbir-Alia With Akash Ambani: રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે અયાન મુખર્જી ના ઘરે પહોંચ્યો આકાશ અંબાણી, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

    સિકંદર નું બોક્સ ઓફિસ કલેક્શન 

    200 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે પ્રથમ દિવસે માત્ર 24 કરોડની કમાણી કરી છે, જે તેની કુલ ખર્ચના માત્ર 13% લક્ષ્યને પૂરી કરી શકી છે.જો આપણે બહાર આવેલા આંકડાઓ પર નજર કરીએ તો, સિકંદર સલમાન ખાનના ટોચના 5 ઓપનરોમાં પણ સ્થાન મેળવી શકી નથી.


    મોટાભાગના વિવેચકોએ સિકંદર ફિલ્મને નબળી ફિલ્મ ગણાવી છે. આ ફિલ્મનું નિર્દેશન એઆર મુરુગાદોસ દ્વારા કરવામાં આવ્યું છે. સલમાનની સાથે, આ ફિલ્મમાં સત્યરાજ, રશ્મિકા મંદાન્ના, પ્રતીક બબ્બર જેવા ઘણા ચહેરાઓ છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Mumbai Coastal Road: મુંબઈ કોસ્ટલ રોડ: ઓપનિંગના પહેલા દિવસે 20,000 થી વધુ વાહનોએ ઉત્તર દિશામાં મુસાફરી કરી, જાણો વિગતો

    Mumbai Coastal Road: મુંબઈ કોસ્ટલ રોડ: ઓપનિંગના પહેલા દિવસે 20,000 થી વધુ વાહનોએ ઉત્તર દિશામાં મુસાફરી કરી, જાણો વિગતો

    News Continuous Bureau | Mumbai  

    Mumbai Coastal Road: બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ  મુંબઈના કોસ્ટલ રોડની ઉત્તરીય ટનલનું મંગળવારે વાહનચાલકો માટે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે કુલ 20,450 વાહનો  પસાર થયાં હતાં.. 

    Mumbai Coastal Road: પ્રથમ દિવસે કુલ 20,450 વાહનો  પસાર થયાં 

    મળતી માહિતી મુજબ બુધવારે સવારે 7 થી 8 વાગ્યાની વચ્ચે 17,910 વાહનો આ ટનલમાંથી પસાર થયા હતા. આ ભૂગર્ભ ટનલ મરીન ડ્રાઈવથી શરૂ થાય છે અને બ્રીચ કેન્ડી તરફ જાય છે.  આ પછી, સાંજે 5 થી 6 વાગ્યાની વચ્ચે 1,770 વાહનો અને સાંજે 6 થી 7 વાગ્યાની વચ્ચે 1,650 વાહનો પસાર થયા હતા.  જોકે ઓટોમેટિક વ્હીકલ કાઉન્ટર હજુ સુધી ઇન્સ્ટોલ કરવામાં આવ્યા ન હોવાથી હાલમાં તેનું મેન્યુઅલી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

    Mumbai Coastal Road: સવારે 7 થી 11 વાગ્યા સુધી ખુલ્લો રહે છે

    મહત્વનું છે કે રોડનો ઉત્તરી ભાગ હાલમાં માત્ર હાજી અલી સુધી કાર્યરત છે. જ્યાં આઠમાંથી માત્ર ચાર ઇન્ટરચેન્જ આર્મ્સ ઉપયોગમાં છે. ઉત્તર તરફનો રસ્તો ફક્ત અઠવાડિયાના દિવસોમાં સવારે 7 થી 11 વાગ્યા સુધી ખુલ્લો રહે છે. અહેવાલમાં BMC અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે રસ્તાના બાકીના ભાગ પર કામ સપ્તાહના અંતે અને મધ્યરાત્રિ પછી કરવામાં આવી રહ્યું છે. જેના માટે આ સમય દરમિયાન તેને બંધ રાખવું પડશે.

    આ સમાચાર   પણ વાંચો: Adani Group: અદાણી ગ્રૂપ વધુ એક સિમેન્ટ કંપની ખરીદી, ઉધોગપતિએ અધધ આટલા કરોડમાં 100 ટકા હિસ્સો હસ્તગત કર્યો; જાણો શું લક્ષ્ય.

    આખો રૂટ ઓક્ટોબર સુધીમાં તૈયાર થઈ જવાની આશા છે. હાલમાં ઉત્તર અને દક્ષિણ તરફના શસ્ત્રો તબક્કાવાર ચાલુ છે. બીએમસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે જુલાઇના અંત સુધીમાં મરીન ડ્રાઇવ અને બાંદ્રા-વરલી સી લિંક (BWSL) વચ્ચે દક્ષિણ તરફનો હાથ સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે.

    Mumbai Coastal Road: મુંબઈ કોસ્ટલ રોડ વિશે

    મુંબઈ કોસ્ટલ રોડ એ 10.6 કિમી લાંબો હાઈ-સ્પીડ કોરિડોર છે જેમાં ટનલ, વાહન ઈન્ટરચેન્જ અને પુલોનો સમાવેશ થાય છે. મુંબઈ કોસ્ટલ રોડ બનાવવાનો ખર્ચ રૂ. 13,983.8 કરોડ હતો. જેમાં રૂ. 9,383.7 કરોડનો બાંધકામ ખર્ચ અને અન્ય વહીવટી ખર્ચનો સમાવેશ થાય છે.

  • Shaitaan: બોક્સ ઓફિસ પર અજય દેવગન ની ફિલ્મ શૈતાન એ કરી કમાલ, પહેલા જ દિવસે કરી  આટલી કમાણી

    Shaitaan: બોક્સ ઓફિસ પર અજય દેવગન ની ફિલ્મ શૈતાન એ કરી કમાલ, પહેલા જ દિવસે કરી આટલી કમાણી

    News Continuous Bureau | Mumbai 

    Shaitaan: અજય દેવગન, આર માધવન,જ્યોતિકા અને જાનકી બોડીવાલા સ્ટારર ફિલ્મ ‘શૈતાન’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ થી ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલા એ બોલિવૂડ માં ડેબ્યુ કર્યું છે.આ સાથે જ દિગ્દર્શક વિકાસ બહલે પહેલીવાર હોરર ફિલ્મ પર ફિલ્મ બનાવી છે. આ ફિલ્મમાં બધા જ કલાકરો ની એક્ટિંગે બધાને ચોંકાવી દીધા હતા. ‘શૈતાન’ની વાર્તાને ચાહકો અને ફિલ્મ સમીક્ષકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. દરમિયાન, ફિલ્મનું પહેલા દિવસ નું કલેક્શન જાહેર થયું છે.

    આ સમાચાર પણ વાંચો : Pushpa 2: અલ્લુ અર્જુન ની પુષ્પા 2 માં થઇ બોલિવૂડ ના આ સુપરસ્ટાર અભિનેતા ની એન્ટ્રી! ભજવશે મહત્વ ની ભૂમિકા

     

    શૈતાન નું બોક્સ ઓફિસ કલેક્શન 

    મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર ડબલ ડિજિટમાં ઓપનિંગ કરી છે. ‘શૈતાન’ એ તેના પહેલા દિવસે ભારતની તમામ ભાષાઓમાં લગભગ 15.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અજય દેવગન, જ્યોતિ દેશપાંડે, કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. 

     

  • 5G સ્પેક્ટ્રમની હરાજીએ પાડ્યો પૈસાનો વરસાદ- 1.5 લાખ કરોડની બોલી- હજી હરાજી ચાલુ છે- જાણો વિગત

    5G સ્પેક્ટ્રમની હરાજીએ પાડ્યો પૈસાનો વરસાદ- 1.5 લાખ કરોડની બોલી- હજી હરાજી ચાલુ છે- જાણો વિગત

    News Continuous Bureau | Mumbai

    દેશમાં અત્યંત હાઈસ્પીડ 5G સ્પેક્ટ્રમ(5G spactrum Auction) ફાળવણી કરવા માટે સરકારી હરાજીની શરૂઆત થઈ ગઈ છે.

    પહેલા દિવસની હરાજી બાદ કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે(Union Minister Ashwini Vaishnav) કહ્યું કે આજની હરાજીમાંથી સરકારને 1.45 લાખ કરોડની આવક થઈ છે. 

    હરાજી(Auction) માં જીઓ, એરટેલ, વોડાફોન અને અદાણીની કંપનીએ ભાગ લીધો અને બોલી લગાવી હતી. 

    આગામી 14 ઓગસ્ટ સુધી 5જી સ્પેકટ્રમની હરાજી પૂરી કરી લેવામાં આવશે અને તે પ્રમાણે દેશમાં સપ્ટેમ્બર કે ઓક્ટોબર 2022માં 5જી સેવાઓ શરુ થઈ જશે. 

    આ સમાચાર પણ વાંચો : સ્વિસ બેંકમાં ભારતીયોના કેટલા રૂપિયા જમા છે- જાણો આ સવાલનો શું આપ્યો જવાબ નાણામંત્રી નિર્મલા સીતારમણે