Tag: Death Body

  • Ahmednagar: બિલાડીને બચાવવા જતા આખો પરિવાર મોતને ઘાટ, શહેરમાં બાયોગેસના ખાડામાં પાંચનું શ્વાસ રૂંધાવાથી મોત..

    Ahmednagar: બિલાડીને બચાવવા જતા આખો પરિવાર મોતને ઘાટ, શહેરમાં બાયોગેસના ખાડામાં પાંચનું શ્વાસ રૂંધાવાથી મોત..

     News Continuous Bureau | Mumbai 

    Ahmednagar: બિલાડીને બચાવવા જતા બાયોગેસના ખાડામાં ( biogas pit ) પડી ગયેલા પાંચ લોકોના શ્વાસ રૂંધાવાથી મોત થયા છે. તો એક શખ્સ બાયોગેસના ખાડામાં પડી ગયેલી બિલાડીને બચાવવા નીચે ઉતરી હતી. જ્યારે અન્ય લોકો તેને બચાવવા જતાં ડૂબી ગયા હતા. તેમાંથી એકને બચાવી લેવામાં આવ્યો હતો. કૂવામાં ઝેરી ગેસના કારણે શ્વાસ રૂંધાવાથી પાંચ લોકોના મોત થયા હતા. તમામ મૃતકો એક જ પરિવારના હોવાથી ગામમાં શોકની લાગણી ફરી વળી હતી. આ ચોંકાવનારી ઘટના અહેમદનગરના નેવાસા તાલુકાના વાકડીમાં બની હતી. 

     બાયોગેસનો ખાડો છાણથી ભરેલો હતો.

    નેવાસા તાલુકાના વાકડી ગામમાં ગુડીપાડવાની સાંજે બાયોગેસના ખાડામાં એક બિલાડી  પડી હતી. તેણીની ચીસો સાંભળીને એક શખ્સ બિલાડીને બચાવવા બાયોગેસના ખાડામાં ઉતર્યો હતો. જે લગભગ 200 ફૂટ ઊંડા છે અને આ ખાડો સંપૂર્ણપણે છાણથી ભરેલો હતો.બિલાડીને ( Cat Rescue ) બચાવતી વખતે આ શખ્સ ખાડામાં પડી ગયો હતો. આસપાસના લોકોને આ વાતની જાણ થતાં જ તેઓ સંબંધિત વ્યક્તિને બચાવવા દોડી આવ્યા હતા. જોકે, તેને બચાવવાના પ્રયાસમાં બીજો શખ્સ ખાડામાં નીચે ઉતર્યો હતો. આમ એકબીજાને બચાવવા જતા છ લોકો તે ખડકમાં ફસાઈ ગયા હતા. તેમજ સ્થાનિક ગ્રામજનોની મદદથી એકને ઝડપથી બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ અન્ય પાંચના મોત થયા હતા.

    આ સમાચાર પણ વાંચો : Harbour Line : મુંબઈવાસીઓ માટે મોટા સમાચાર! હાર્બર લાઈન ટ્રેન હવે બોરિવલી સુધી દોડશે, થશે વિસ્તરણ… જાણો ક્યારથી શરુ થશે આ ટ્રેન..

    આ ખાડામાં પડેલા તમામ લોકો એક જ પરિવારના ( Family Members ) હોવાની માહિતી બહાર આવી છે અને આ તમામ ઘટનાની ચોક્કસ રીત તપાસ બાદ બહાર આવશે. બાયોગેસનો ખાડો છાણથી ભરેલો હતો. ગઈકાલે રાત્રે ચાર મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે એકને બચાવી લેવામાં આવ્યો હતો. ઈમરજન્સી સિસ્ટમના અભાવે રાહત કાર્ય ખોરવાઈ ગયું હતું. આખરે સવારના સુમારે વધુ એક મૃતદેહને ( Death Body ) બહાર કાઢવામાં વહીવટીતંત્રને સફળતા મળી હતી.

  • Australia: ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળની મહિલાની હત્યા, કચરાપેટીમાંથી લાશ મળી; પતિ પર હત્યાની શંકા.. જાણો શું છે આ આખો કિસ્સો…

    Australia: ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળની મહિલાની હત્યા, કચરાપેટીમાંથી લાશ મળી; પતિ પર હત્યાની શંકા.. જાણો શું છે આ આખો કિસ્સો…

    News Continuous Bureau | Mumbai

    Australia: હૈદરાબાદની 36 વર્ષીય મહિલાની ( Woman ) ઓસ્ટ્રેલિયામાં હત્યા કરવામાં આવી હતી. મહિલાના પતિ પર હત્યાનો ( Murder )  આરોપ છે. જણાવવામાં આવી રહ્યું છે કે હત્યા કર્યા બાદ આરોપી પતિ બાળકને લઈને હૈદરાબાદ ભાગી ગયો હતો અને બાળકોને તેના સાસરિયાના ઘરે મહિલાના માતા-પિતાને સોંપી દીધા હતા અને બાદમાં ફરાર થઈ ગયો હતો. 

    મિડીયા રિપોર્ટ અનુસાર, શનિવારે ઓસ્ટ્રેલિયામાં રસ્તાના કિનારે પાર્ક કરેલા કચરાપેટીમાં પત્નીનો મૃતદેહ ( Death Body ) મળી આવ્યો હતો. મૃતક મહિલા તેના પતિ અને પુત્ર સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી. હૈદરાબાદના ( Hyderabad ) ઉપ્પલના ધારાસભ્ય બંદરી લક્ષ્મા રેડ્ડીના જણાવ્યા અનુસાર, મૃતક તેમના મત વિસ્તારની હતી. માહિતી મળ્યા બાદ ધારાસભ્ય રવિવારે મૃતક મહિલાના માતા-પિતાને મળ્યા હતા.

    પતિએ પત્નિની ( Husband Wife ) હત્યાની કબુલાત કરીઃ અહેવાલ..

    જે બાદ ધારાસભ્યએ મિડીયાને જણાવ્યું હતું કે, મહિલાના માતા-પિતાની વિનંતી પર તેમણે વિદેશ મંત્રાલયને તેના મૃતદેહને હૈદરાબાદ લાવવા માટે પત્ર લખ્યો હતો. ધારાસભ્યએ વધુમાં કહ્યું હતું કે, તેમણે આ અંગે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીના કાર્યાલયને પણ જાણ કરી હતી. જેમાં મૃતક મહિલાના પતિએ હૈદરાબાદ આવીને અને બાળકને તેના સાસરિયાઓને સોંપી દીધા. ધારાસભ્યએ વધુમાં કહ્યું કે તેના માતા-પિતા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, તેમના જમાઈએ તેમની પુત્રીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.

    આ સમાચાર પણ વાંચો : America Gun Firing: અમેરિકાના અરકાનસાસમાં ગોળીબારને કારણે અંધાધૂંધી, ફાયરિંગમાં 3 લોકોના મોત..

    તો આ અંગે વિક્ટોરિયા પોલીસે 9 માર્ચે તેની વેબસાઇટ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વિન્ચેલસી નજીક કચરામાં એક મૃતદેહ મળી આવ્યા બાદ હોમસાઈડ સ્ક્વોડના તપાસકર્તાઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે.” અધિકારીઓને બપોરના સુમારે માઉન્ટ પોલોક રોડ પર લાશ મળી હતી. હાલ ઓસ્ટ્રેલિયન પોલીસ આ કેસને હત્યા સંબંધિત માની રહી છે. પોલીસ રિપોર્ટમાં જણાવાયું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે આ હત્યામાં સામેલ બંને એકબીજાને ઓળખતા હતા અને ગુનેગાર શહેરમાંથી ભાગી ફરાર થઈ ગયો હોઈ શકે છે.