• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - death threat
Tag:

death threat

Navneet Rana Threat ધમકીનો સિલસિલો યથાવત્ નવનીત રાણાને ફરીથી હત્યાની ધમકી
રાજ્ય

Navneet Rana Threat: ધમકીનો સિલસિલો યથાવત્: નવનીત રાણાને ફરીથી હત્યાની ધમકી, સ્પીડ પોસ્ટથી પત્ર મોકલાતા ખળભળાટ.

by aryan sawant October 29, 2025
written by aryan sawant

News Continuous Bureau | Mumbai

Navneet Rana Threat મહારાષ્ટ્રના ભાજપ નેતા અને પૂર્વ સાંસદ નવનીત રાણાને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે ધમકી સ્પીડ પોસ્ટ દ્વારા આવેલા એક પત્રમાં લખીને મોકલવામાં આવી છે. આ પત્ર હૈદરાબાદથી આવ્યો છે. ધમકી મળ્યા બાદ ભાજપ નેતાએ તેની ફરિયાદ અમરાવતીના રાજાપેઠ પોલીસ સ્ટેશનમાં કરી, જેના આધારે પોલીસે અસંજ્ઞેય મામલો નોંધ્યો છે.જણાવવામાં આવી રહ્યું છે કે નવનીત રાણાની ઓફિસમાં એક પત્ર મળ્યો, જેમાં તેમને જાનથી મારી નાખવાની ધમકી લખેલી હતી. એટલું જ નહીં, આ પત્રમાં ખૂબ જ અશ્લીલ અને આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ આપવામાં આવી છે.

ધમકી પાછળના હેતુની શોધમાં પોલીસ

સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, આ ધમકીભર્યો પત્ર હૈદરાબાદથી જાવેદ નામના એક વ્યક્તિએ મોકલ્યો છે. આ મામલે, નવનીત રાણાના અંગત સચિવ મંગેશ કોકાટેએ તરત જ રાજાપેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મળતાં જ અમરાવતી ક્રાઇમ બ્રાન્ચની ટીમ નવનીત રાણાના ઘરે પહોંચી અને મામલાની તપાસમાં જોડાઈ ગઈ છે.પોલીસે કેસ દાખલ કરી દીધો છે અને ધમકી આપનાર આરોપી જાવેદની શોધ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ આ વાતની તપાસ કરી રહી છે કે આ પત્ર કયા હેતુથી મોકલવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : kyunki saas bhi kabhi bahu thi: ફેન્સને આંચકો! લાંબા સમયથી ચાલતો ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ પર પડશે પડદો! શું છે શો બંધ થવાનું કારણ?

નવનીત રાણાને પહેલા પણ ઘણી વખત મળી ચૂકી છે ધમકીઓ

જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે ભાજપ નેતા નવનીત રાણાને આ પ્રકારની ધમકી મળી હોય. તેમને પહેલા પણ ઘણી વખત ફોન કે પત્રના માધ્યમથી આવી ધમકીઓ મળી ચૂકી છે.

October 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Zeeshan Siddique Death Threat Baba Siddique's son Zeeshan Siddique receives death threat via email
Main PostTop Postમુંબઈ

Zeeshan Siddique Death Threat: 10 કરોડ રૂપિયા આપ, નહીં તો તારા પિતાની જેમ…, બાબા સિદ્દીકીના દીકરા જીશાન સિદ્દીકીને મળી ધમકી; મુંબઈ પોલીસ થઈ દોડતી…

by kalpana Verat April 22, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai  

 Zeeshan Siddique Death Threat: કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી તેમને એક ઈમેલ દ્વારા આપવામાં આવી હોવાનું કહેવાય છે. ઝીશાને આ અંગે પોલીસને જાણ કરી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને, મુંબઈ પોલીસ ઝીશાનના બાંદ્રા સ્થિત નિવાસસ્થાને પહોંચી.  

Zeeshan Siddique Death Threat: 10 કરોડ રૂપિયાની ખંડણી..

 મીડિયા રિપોર્ટ મુજબ ઝીશાન સિદ્દીકીએ દાવો કર્યો છે કે ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે જો તે ડી-કંપનીના સભ્ય હોવાનો દાવો કરતા વ્યક્તિને 10 કરોડ રૂપિયા નહીં ચૂકવે તો તેને પણ તેના પિતા બાબા સિદ્દીકીની જેમ મારી નાખવામાં આવશે. પોલીસે નિવેદન નોંધ્યું છે. આના કારણે અમારો પરિવાર ખૂબ જ પરેશાન છે.

 Zeeshan Siddique Death Threat: તારા પિતા સાથે જે થયું તે તારી સાથે પણ થશે…

ઝીશાન સિદ્દીકીને એક વ્યક્તિગત મેઇલ મળ્યો હતો જેમાં લખ્યું હતું કે, “તારા પિતા સાથે જે થયું તે તારી સાથે પણ થશે.” ઈમેલ મોકલનાર વ્યક્તિએ એમ પણ કહ્યું છે કે આવા ઈમેલ દર છ કલાકે મોકલવામાં આવશે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફરિયાદ મળ્યા બાદ બાંદ્રા પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ ધમકી આપવા અને ખંડણી માંગવા બદલ કેસ નોંધ્યો છે. મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી છે કે ધમકીઓ કોણ આપી રહ્યું છે અને શા માટે આપવામાં આવી રહી છે?

આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics : મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેત, એક મહિનામાં ચાર વખત મળ્યા અજિત પવાર-શરદ પવાર; ચર્ચાઓ તેજ..

 Zeeshan Siddique Death Threat: બાબા સિદ્દીકીની હત્યા પાછળ  ‘ડી-કંપની’નો હાથ 

તેમણે કહ્યું કે ઈ-મેલ મોકલનાર વ્યક્તિએ દાવો કર્યો છે કે બાબા સિદ્દીકીની હત્યા પાછળ લોરેન્સ બિશ્નોઈ ગેંગ નહીં પણ ‘ડી-કંપની’નો હાથ છે. ‘ડી-કંપની’ એ ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના મુંબઈમાં સંગઠિત ગુના સિન્ડિકેટને આપવામાં આવેલું નામ છે. ભૂતપૂર્વ ધારાસભ્ય ઝીશાન સિદ્દીકીએ કહ્યું, “વારંવાર મળતા ઈમેલથી કંટાળીને મેં બાંદ્રા પોલીસનો સંપર્ક કર્યો.

  Zeeshan Siddique Death Threat: ગયા વર્ષે બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી હતી

ગયા વર્ષે 12 ઓક્ટોબરના રોજ ઝીશાન સિદ્દીકીના પિતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યું હતું. ત્યારથી, મુંબઈ પોલીસે ઝીશાન સહિત બાબા સિદ્દીકી પરિવારની સુરક્ષા વધારી દીધી હતી.

 

 

April 22, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Salman Khan Death Threat Case: Mumbai Police Detains Suspect in Vadodara
મનોરંજન

Salman Khan Death Threat Case: સલમાન ખાન ને ધમકી ભર્યો મેસેજ મળ્યા બાદ એક્શન મોડ માં મુંબઈ પોલીસ, આ રાજ્ય માંથી શંકાસ્પદ યુવક ની થઇ ધરપકડ

by Zalak Parikh April 15, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Salman Khan Death Threat Case: સલમાન ખાન ને વધુ એક વખત જાન થી મારી નાખવાની ધમકી મળી છે.મુંબઈના વર્લી ટ્રાફિક કંટ્રોલ રૂમના વોટ્સએપ નંબર પર બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનને ધમકી ભર્યો સંદેશ મોકલવામાં આવ્યો હતો.. આ સંદેશમાં સલમાન ખાનને ઘરમાં ઘુસીને મારવાની અને તેની કારને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી.પોલીસને મળેલા આ સંદેશને સુરક્ષા એજન્સીઓએ ખૂબ જ ગંભીરતાથી લીધો.

આ સમાચાર પણ વાંચો: Raid 2 First Song Out: તમન્ના ભાટિયા એ લગાવી ઈન્ટરનેટ પર આગ, રેડ 2 નું પહેલું ગીત નશા થયું રિલીઝ

વડોદરાના યુવકની ધરપકડ

એક અધિકારીએ જણાવ્યું હતું કે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, વર્લી પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી ને કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જે નંબર પરથી મેસેજ આવ્યો હતો તેને ટ્રેસ કરતા ખબર પડી કે આ નંબર ગુજરાતના વડોદરા નજીકના એક ગામનો હોવાનું બહાર આવ્યું. જ્યારે આ કેસની વધુ તપાસ કરવામાં આવી, ત્યારે ખબર પડી કે આ નંબર ધરાવતો વ્યક્તિ 26 વર્ષના યુવાનનો હતો.

 

View this post on Instagram

 

A post shared by PopDiaries (@ipopdiaries)


આ કેસમાં પોલીસે 26 વર્ષના યુવકને વડોદરામાંથી પકડી પાડ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ યુવકની માનસિક સ્થિતિ ઠીક નથી અને તે સારવાર હેઠળ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

April 15, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Salman Khan Breaks Silence on Threats from Lawrence Bishnoi
મનોરંજન

Salman Khan: સલમાન ખાને લોરેન્સ બિશ્નોઇ તરફ થી મળેલી ધમકી પર પહેલીવાર તોડ્યું મૌન, સિકંદર ના પ્રમોશન દરમિયાન કહી આવી વાત

by Zalak Parikh March 27, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Salman Khan: સલમાન ખાન તેની ફિલ્મ સિકંદર ને લઈને ચર્ચામાં છે. સલમાન હાલ સિકંદર ના પ્રમોશન માં વ્યસ્તછે. સલમાન ખાન  એ તાજેતરમાં તેની આગામી ફિલ્મ ‘સિકંદર’ ના પ્રમોશન દરમિયાન લોરેન્સ બિશ્નોઇ તરફથી મળતી ધમકીઓ પર ખુલ્લેઆમ પ્રતિક્રિયા આપી છે. 30 માર્ચે રિલીઝ થનારી આ ફિલ્મના પ્રમોશન દરમિયાન, સલમાને મીડિયા સાથે વાતચીત કરી હતી.

આ સમાચાર પણ વાંચો: Sudhanshu pandey: ‘વનરાજ શાહ ઇઝ બેક’, સુધાંશુ પાંડે કરી રહ્યો છે ટીવી પર ધમાકેદાર વાપસી, અનુપમા નહીં પરંતુ ટીવી ના આ શો માં જોવા મળશે અભિનેતા

લોરેન્સ બિશ્નોઇ ની ધમકી પર સલમાન ખાન નું નિવેદન

સિકંદર ના પ્રમોશન માં જ્યારે મીડિયા દ્વારા પૂછવામાં સલમાન ખાન ને લોરેન્સ બિશ્નોઇ તરફ થી મળેલી ધમકી વિશે પૂછવામાં આવ્યું કે શું તેમને આ ધમકીઓથી ડર લાગે છે, ત્યારે સલમાન ખાને  કહ્યું, “ભગવાન, અલ્લાહ બધું સમાન છે. જેટલી ઉંમર લખાયેલી છે, એટલી જ છે. ક્યારેક ઘણા લોકો સાથે ચાલવું પડે છે, એ જ સમસ્યા છે.”

 

View this post on Instagram

 

A post shared by Tellychakkar Official ® (@tellychakkar)


ઘણા સમયથી સલમાન ખાન ને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ મામલો ગંભીર ત્યારે બન્યો જ્યારે આ ધમકીઓ આપનાર ગેંગે તેમના નજીકના મિત્ર બાબા સિદ્દીકી ની હત્યા કરી હતી. તેમ છતાં, સલમાન ખાને  પોતાનું કામ ચાલુ રાખ્યું અને શૂટિંગ તેમજ પ્રમોશન પૂર્ણ કર્યું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

March 27, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Salman Khan death threat Salman Khan receives fresh death threat from Lawrence Bishnoi gang, case registered
મનોરંજનMain PostTop Post

Salman Khan death threat : લોરેન્સ બિશ્નોઈ ગેંગે ફરી સલમાન ખાનને ધમકી આપી, મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમને આવ્યો મેસેજ; પોલીસ થઇ દોડતી…

by kalpana Verat November 8, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Salman Khan death threat : બાબા સિદ્દીકીના મોત બાદ સલમાન ખાનને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ ક્રમમાં ફરી એકવાર આજે એટલે કે શુક્રવારે સવારે સલમાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી મુંબઈ ટ્રાફિક કંટ્રોલ પોલીસના નંબર પર આવી છે. આ પછી, વર્લી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો અને તપાસ શરૂ કરવામાં આવી. છેલ્લા એક મહિનામાં સલમાનને મારવાનો આ ચોથો કોલ છે.  જણાવી દઈએ કે, 20 કલાક પહેલા શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપતો ફોન આવ્યો હતો.

Salman Khan death threat : પોલીસે સલમાન ખાનને ધમકી આપનાર આરોપીને પકડી લીધો 

આ પહેલા રાજસ્થાનનો એક વ્યક્તિ બુધવારે સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપમાં પકડાયો હતો અને તેને મહારાષ્ટ્ર પોલીસને સોંપવામાં આવ્યો હતો.  તે રાજસ્થાનના જાલોરનો રહેવાસી છે. હાવેરીના પોલીસ અધિક્ષક અંશુ કુમારે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર એટીએસ (એન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વોડ) પાસેથી મળેલી માહિતીના આધારે, હાવેરી શહેરમાંથી એક વ્યક્તિને પકડવામાં આવ્યો હતો અને તેને તેમને સોંપવામાં આવ્યો હતો. 6 મહિના પહેલા હાવેરી આવ્યા પહેલા કર્ણાટકના વિવિધ સ્થળોએ રહેતો હતો.

આ સમાચાર પણ વાંચો : Shah Rukh Khan death threat: સલમાન બાદ કિંગ ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી, માગ્યા અધધ આટલા લાખ રૂપિયા; મુંબઈ પોલીસ થઇ દોડતી..

Salman Khan death threat : આરોપી લોરેન્સ બિશ્નોઈનો ચાહક 

અહેવાલો અનુસાર આરોપી એક પ્રાદેશિક ન્યૂઝ ચેનલ જોઈ રહ્યો હતો ત્યારે તેણે અચાનક મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો અને સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી. તે એક દૈનિક વેતન મજૂર છે અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ચાહક હોવાનો દાવો કરે છે. આ તેનું નિવેદન છે, પરંતુ મુંબઈ પોલીસ દ્વારા તેની સંપૂર્ણ પૂછપરછ અને તપાસ કરવામાં આવશે.  

November 8, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Shah Rukh Khan death threatAfter Salman Khan, Shah Rukh Khan receives death threat
મનોરંજન

Shah Rukh Khan death threat: સલમાન બાદ કિંગ ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી, માગ્યા અધધ આટલા લાખ રૂપિયા; મુંબઈ પોલીસ થઇ દોડતી.. 

by kalpana Verat November 7, 2024
written by kalpana Verat

 

 

 

 

Shah Rukh Khan death threat:બોલિવૂડ અભિનેતા સલમાન ખાન બાદ હવે બાદશાહ શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. શાહરૂખ ખાનને ધમકી આપનાર આરોપીએ અભિનેતાની પ્રોડક્શન કંપની રેડ ચિલીઝને ધમકીભર્યો ફોન કર્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે આરોપીની રાયપુરથી ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીએ ધમકીભર્યો ફોન કરીને 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

Shah Rukh Khan death threat: 50 લાખ રૂપિયા નહીં આપે તો હું તેને મારી નાખીશ

જણાવી દઈએ કે મુંબઈ પોલીસના એક કોન્સ્ટેબલ રેન્કના જવાનનો 5 નવેમ્બરે બપોરે 1:21 વાગ્યે પોલીસ સ્ટેશનના લેન્ડલાઈન પર કોલ આવ્યો હતો. ફોન કરનારે કહ્યું, શાહરૂખ ખાન મન્નત બેન્ડ સ્ટેન્ડનો માલિક છે… જો તે મને 50 લાખ રૂપિયા નહીં આપે તો હું તેને મારી નાખીશ, આના પર પોલીસવાળાએ પૂછ્યું- તમે કોની સાથે વાત કરો છો? તમે ક્યાંથી બોલો છો, પછી ફોન કરનારે જવાબ આપ્યો – કોઈ વાંધો નહીં… જો તમારે લખવું હોય તો મારું નામ હિન્દુસ્તાનીમાં લખો.

Shah Rukh Khan death threat: પોલીસે આરોપીની અટકાયત કરી  

આ પછી રાત્રે 9 વાગ્યે FIR નોંધવામાં આવી. પોલીસે જ્યારે કોલ ટ્રેસ કર્યો તો જાણવા મળ્યું કે ફોન ફૈઝાન ખાન નામના વ્યક્તિના નામે નોંધાયેલો હતો અને કોલ રાયપુરથી કરવામાં આવ્યો હતો. જે બાદ પોલીસની ટીમ રાયપુર પહોંચી અને ક્રાઈમ બ્રાન્ચે આરોપીને કસ્ટડીમાં લીધો. આ ધમકી બાદ શાહરૂખ ખાનના બંગલા મન્નતની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Shah Rukh Khan death threat:વર્ષ 2023માં પણ  મળી હતી ધમકીઓ

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે વર્ષ 2023માં શાહરૂખ ખાનને પઠાણ અને જવાનની સુપર સક્સેસ પછી પણ ઘણી વખત ધમકીઓ મળી હોય. આ અંગે પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી, ત્યારબાદ અભિનેતાને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી.

 

November 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Salman Khan Threat Cops to take handwriting samples of 4 accused in Salman Khan firing case
મુંબઈમનોરંજન

Salman Khan Threat: હસ્તાક્ષર કરશે રહસ્યો ઉજાગર? અભિનેતા સલમાન ખાનને ધમકીના મામલામાં મુંબઈની કોર્ટે આપ્યો આ આદેશ…

by kalpana Verat November 6, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Salman Khan Threat: બોલીવુડના અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના કેસમાં ધરપકડ કરાયેલા ચાર આરોપીઓને મુંબઈની વિશેષ અદાલતે તેમના હસ્તાક્ષરના નમૂના આપવાનો આદેશ આપ્યો છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના ખંડણી વિરોધી સેલ (AEC) દ્વારા તપાસના ભાગરૂપે આ આદેશ આપવામાં આવ્યો છે, જે 2022માં અભિનેતાના પિતા સલીમ ખાનને ધમકી આપવાના કેસ સાથે સંબંધિત છે.

Salman Khan Threat: હસ્તલેખનના નમૂનાઓ એકત્રિત કરવાનો આદેશ 

ચાર આરોપીઓ, વિકી કુમાર ગુપ્તા, સાગર પાલ, મોહમ્મદ ચૌધરી અને હરપાલ સિંહને 14 એપ્રિલ, 2024 ના રોજ બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું, તપાસ એજન્સી માટે જરૂરી છે કે તે આ આરોપીઓ પાસેથી હસ્તલેખનના નમૂનાઓ એકત્રિત કરે અને ધમકી પત્રના હસ્તાક્ષર સાથે તેની તુલના કરે.

જણાવી દઈએ કે આ ધમકી પત્ર 5 જૂન, 2022નો છે, જ્યારે સલીમ ખાન બાંદ્રાના બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં મોર્નિંગ વોક પર હતા. એક બેન્ચ પર મળેલા પત્રો તેમના માટે ધમકીભર્યા હતા, જેમાં પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યાનો ઉલ્લેખ કરતા લખવામાં આવ્યું હતું કે, સલીમ ખાન, સલમાન ખાન બહુ જલ્દી તમારા મૂઝવાલા બનશે.

આ સમાચાર પણ વાંચો : Sushant singh rajput: સુશાંત સિંહ રાજપૂત ના કેસમાં આવ્યો નવો વળાંક, સુપરસ્ટાર ની એક્સ ગર્લફ્રેન્ડ એ કર્યો ચોંકવનારો ખુલાસો

Salman Khan Threat: ચારેય આરોપીઓ નવી મુંબઈની તલોજા સેન્ટ્રલ જેલમાં બંધ 

પોલીસે આરોપીઓના હસ્તાક્ષરના નમૂના લેવા માટે કોર્ટ પાસે પરવાનગી માંગી હતી જેથી 2024ના ફાયરિંગ અને 2022ના ધમકી પત્ર વચ્ચેની કડી શોધી શકાય. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર વાજિદ શેખે જણાવ્યું હતું કે, આ સેમ્પલ કેસની તપાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જોકે, આરોપી અમિત મિશ્રા અને પ્રવીણ પાંડેના વકીલોએ આ અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે, તેથી આ નમૂનાઓની જરૂર નથી. તેણે તેને ફગાવી દેવા માટે કોર્ટમાં અપીલ કરી હતી.

હાલ ચારેય આરોપીઓ નવી મુંબઈની તલોજા સેન્ટ્રલ જેલમાં બંધ છે, જ્યાં તેમના હસ્તાક્ષરના નમૂના લેવામાં આવશે. આ તપાસ એ જાણવામાં મદદ કરી શકે છે કે શું સલમાન ખાન અને તેના પરિવાર માટે લાંબા સમયથી ખતરો ઉભો કરતી આ જ ગેંગ બંને ઘટનાઓ પાછળ છે કે કેમ.

November 6, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Salman Khan Threat Salman Khan Gets Fresh Threat Pay Rs 5 Crore To End Enmity With Bishnoi
મનોરંજનMain PostTop Postમુંબઈ

Salman Khan Threat : અભિનેતા સલમાન ખાનને ફરી મળી ધમકી, કહ્યું-‘ધમકીને હલકામાં ન લેવી, બાબા સિદ્દીકી જેવા થશે હાલ’, સાથે કરી આ માંગ..

by kalpana Verat October 18, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Salman Khan Threat : બાબા સિદ્દીકીના મૃત્યુ બાદ સલમાન ખાનનો જીવ જોખમમાં છે. દરમિયાન બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી એકવાર ધમકી મળી છે. આ વખતે ટ્રાફિક કંટ્રોલને મોકલવામાં આવેલા મેસેજમાં ધમકી લખેલી જોવા મળી હતી. મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો નજીકનો ગણાવ્યો છે.

Salman Khan Threat :  મુંબઈ ટ્રાફિક પોલીસને ધમકીભર્યો મેસેજ મળ્યો

મીડિયા રિપોર્ટ મુજબ  મુંબઈ ટ્રાફિક પોલીસને ધમકીભર્યો મેસેજ મળ્યો છે. આ મેસેજ ખુદ લોરેન્સ બિશ્નોઈની ગેંગના નજીકના સહયોગીએ મોકલ્યો છે. જેમાં સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે તેને હળવાશથી ન લો, નહીં તો સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થશે. આ સાથે આ બિશ્નોઈ ગેંગ સાથેની દુશ્મની ખતમ કરવા માટે ભાઈજાન પાસેથી 5 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે.

Salman Khan Threat : દુશ્મનીનો અંત લાવવા અભિનેતા સલમાન ખાન પાસેથી 5 કરોડ રૂપિયાની માંગ

અહેવાલો મુજબ મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર એક ધમકીભર્યો મેસેજ આવ્યો છે, જેમાં લોરેન્સ બિશ્નોઈ સાથે લાંબા સમયથી ચાલી રહેલી દુશ્મનીનો અંત લાવવા અભિનેતા સલમાન ખાન પાસેથી 5 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે. આ મેસેજ મોકલનાર વ્યક્તિએ દાવો કર્યો છે કે તે સલમાન અને લોરેન્સ ગેંગ વચ્ચે સમાધાન કરાવશે, જેના માટે તેણે પૈસા માંગ્યા છે અને ચેતવણી આપી છે કે જો પૈસા નહીં આપવામાં આવે તો સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થશે. મુંબઈ પોલીસે આ મામલાને ખૂબ ગંભીરતાથી લીધો છે અને મામલાની તપાસ શરૂ કરી છે.

Salman Khan Threat : બાબા સિદ્દીકીની હત્યા બાદ મળેલી ધમકી

મહત્વનું છે કે સલમાન ખાનને આ ધમકી એવા સમયે મળી છે જ્યારે તાજેતરમાં જ દશેરાના દિવસે તેના નજીકના મિત્ર અને એનસીપીના દિગ્ગજ નેતા બાબા સિદ્દીકીની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. હવે સલમાન ખાનની આ ધમકી બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

આ સમાચાર પણ વાંચો : Baba Siddique murder : બાબા સિદ્દીકીની હત્યામાં ઓસ્ટ્રેલિયા-તુર્કી કનેક્શનનો ખુલાસો… બધું પહેલેથી જ પ્લાનિંગ હતું, સત્ય જાણીને પોલીસ પણ ચોંકી ગઈ..

Salman Khan Threat : સલમાન ખાનને Y+ સુરક્ષા આપવામાં આવી 

જણાવી દઈએ કે તાજેતરમાં જ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેને હવે Y+ સુરક્ષા આપવામાં આવી છે. ત્યારપછી તેમની સુરક્ષા માટે લગભગ 25 સુરક્ષાકર્મીઓ રોકાશે. જેમાં લગભગ 2 થી 4 NSG કમાન્ડો અને પોલીસ સુરક્ષાકર્મીઓ હાજર રહેશે. આ સિવાય બે થી ત્રણ વાહનો તેમની સાથે રહેશે જેમાં બુલેટ પ્રુફ વાહન પણ હશે.

October 18, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
kangana ranaut receives death threats ahead of her film emergency
મનોરંજન

Kangana ranaut: કંગના રનૌત ની મળી જાનથી મારી નાખવાની ધમકી, અભિનેત્રી એ સોશિયલ મીડિયા પર કર્યું આ કામ, ફિલ્મ ઇમર્જન્સી થી જોડાયેલો છે મામલો

by Zalak Parikh August 27, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Kangana ranaut: કંગના રનૌત તેની ફિલ્મ ઇમર્જન્સી ને લઈને ચર્ચામાં છે. કંગના ની ફિલ્મ 6 સપ્ટેમ્બર ના રોજ થિયેટર માં રિલીઝ થશે. ફિલ્મની રિલીઝ પહેલા કંગના ને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જેને લઈને કંગના એ પોલીસ પાસે મદદ માંગી છે.

આ સમાચાર પણ વાંચો: Yeh rishta kya kehlata hai:યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં શું રોહિત નું થશે નિધન? સિરિયલ માં અરમાન ની ભૂમિકા ભજવી રહેલા અભિનેતા રોહિત પુરોહિત એ જણાવી હકીકત

કંગના ને મળી જાનથી મારી નાખવાની ધમકી 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ કહેતો જોવા મળી રહ્યો છે  કે,’જો તમે આ ફિલ્મ (ઇમર્જન્સી) રિલીઝ કરશો તો સરદારો તમને થપ્પડ મારશે. લાફો તો તમે ખાઈ ચુક્યા છો.મને મારા દેશમાં ખૂબ જ વિશ્વાસ છે, હું એક ગર્વ ભારતીય છું, અને જો હું તમને આપણા દેશમાં, ખાસ કરીને મહારાષ્ટ્રમાં ક્યાંય પણ જોઉં, તો અમે અમારા હિન્દુ, ખ્રિસ્તી અને મુસ્લિમ ભાઈઓ સાથે ચપ્પલથી તમારું સ્વાગત કરીશું. ઇતિહાસ બદલી શકાતો નથી. જો મૂવી શીખોને આતંકવાદીઓ તરીકે દર્શાવે છે, તો યાદ રાખો કે તમે જે લોકોનું ચિત્રણ કરી રહ્યાં છો તેમનું શું થયું હતું. સતવંત સિંહ અને બિઅંત સિંહ કોણ હતા તે ભૂલશો નહીં. આપણે જાણીએ છીએ કે આપણી તરફ આંગળી ચીંધતી આંગળીને કેવી રીતે તોડવી… જો આપણે આપણા માથાનો ભોગ આપી શકીએ, તો આપણે પણ માથું કાપી પણ શકીએ છીએ.’

Please look in to this @DGPMaharashtra @himachalpolice @PunjabPoliceInd https://t.co/IAtJKIRvzI

— Kangana Ranaut (@KanganaTeam) August 26, 2024


આ વીડિયોને રીટ્વીટ કરીને અભિનેત્રીએ પોલીસ પાસે મદદ માંગી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ માં કંગના ઇન્દિરા ગાંધી ના પાત્ર માં જોવા  મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Rakhi sawant getting death threats after tumour operation
મનોરંજન

Rakhi sawant: ઓપરેશન બાદ પણ રાખી સાવંત ની નથી સુધરી રહી તબિયત, પૂર્વ પતિ રિતેશ સિંહે કર્યો ચોંકાવનારો ખુલાસો

by Zalak Parikh May 22, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Rakhi sawant: રાખી સાવંત ના ગર્ભાશય માં ગાંઠ હતી જેનું તેને ઓપરેશન કરાવ્યું છે. હાલ રાખી હોસ્પિટલ માં દાખલ છે. આવી સ્થિતિ માં રાખી ના પૂર્વ પતિ રિતેશ સિંહ એ રાખી ની તબિયત વિશે જણાવ્યું છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન રિતેશે જણાવ્યું કે રાખી ના ટ્યૂમરના ઓપરેશન બાદ પણ તેની હાલત સારી નથી. રિતેશે જણાવ્યું કે રાખીને અને તેને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે.આ ઉપરાંત  રાખી સાવંતના વકીલે પણ પુષ્ટિ કરી છે કે છેલ્લા કેટલાક દિવસોથી તેને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફોન આવી રહ્યા છે.

આ સમાચાર  પણ વાંચો: Cannes film festival 2024: કાન્સ માં બીજા દિવસે પણ છવાયો ઐશ્વર્યા નો જાદુ, તો કિયારા એ પણ કાન્સ માં લૂંટી લાઈમલાઈટ

રાખી સાવંત ને મળી રહી છે જાન થી મારી નાખવાની ધમકી 

મીડિયા સાથે વાત કરતા રાખી સાવંત ના પૂર્વ પતિ રિતેશે જણાવ્યું કે, “રાખી નું ઓપરેશન સફળ રહ્યું પરંતુ તેની તબિયતમાં ઘણા ઉતાર-ચઢાવ છે. સુગર અને બીપી નોર્મલ નથી થઈ રહ્યું, ઘણી તકલીફ થઈ રહી છે. તે ખૂબ જ તણાવમાં હતી, તેને થોડા મહિનાઓ માટે બેડ રેસ્ટ લેવા માટે કહેવામાં આવ્યું છે. અત્યારે તેને 15 દિવસ સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.”

‘राखीला जीवे मारण्याचा कट…’ ड्रामा क्वीनच्या एक्स नवऱ्याचा खळबळजनक खुलासा#rakhisawanthttps://t.co/XdMDBdJtlg

— News18Lokmat (@News18lokmat) May 21, 2024


વાતચીત ને આગળ વધારતા રિતેશે કહ્યું,“હું તમને બ્રેકિંગ ન્યૂઝ આપી રહ્યો છું, મને અને રાખીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં અમે તમને આ સમાચાર સંપૂર્ણ વિગતો સાથે આપીશું. હાલ પોલીસ તેની તપાસ કરી રહી છે. એક મોટું કાવતરું હતું જેમાં મારા અને રાખીના જીવને જોખમ હતું.” રાખી સાવંતના વકીલ એ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે રાખી અને તેના પૂર્વ પતિને સતત ધમકીભર્યા ફોન આવી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

May 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક