Tag: debut film

  • Aankhon Ki Gustaakhiyan First Review Out: આંખો કી ગુસ્તાખિયા નો પહેલો રીવ્યુ આવ્યો સામે, જાણો કેવી છે શનાયા કપૂર ની ડેબ્યુ ફિલ્મ

    Aankhon Ki Gustaakhiyan First Review Out: આંખો કી ગુસ્તાખિયા નો પહેલો રીવ્યુ આવ્યો સામે, જાણો કેવી છે શનાયા કપૂર ની ડેબ્યુ ફિલ્મ

    News Continuous Bureau | Mumbai

    Aankhon Ki Gustaakhiyan First Review Out: વિક્રાંત મેસી સાથે શનાયા કપૂરની ડેબ્યૂ (Debut) ફિલ્મ ‘આંખો કી ગુસ્તાખિયાં’ આખરે આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. હવે આ ફિલ્મનો ફર્સ્ટ  રિવ્યૂ પણ આવી ગયો છે, જેના અનુસાર આ ફિલ્મ  એક દિલને સ્પર્શી જાય તેવી વાર્તા છે. એક્ટર અને ક્રિટીક કુલદીપ ઘડવીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ‘આંખો કી ગુસ્તાખિયાં’  નો રિવ્યૂ શેર  કરતા એક લાંબી નોટ લખી છે

    આ સમાચાર પણ વાંચો : Rashmika Mandanna: પુષ્પા 2 બાદ ફરી જામશે રશ્મિકા મંદાના અને અલ્લુ અર્જુન ની જોડી, બોલિવૂડ ની આ સુપરસ્ટાર ના નામ ની પણ ચર્ચા થઇ તેજ

    કેવી છે ‘આંખો કી ગુસ્તાખિયાં’ 

    ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનો રિવ્યૂ  શેર કરતા કુલદીપ ઘડવીએ  લખ્યું છે કે, “આ ફિલ્મે ફક્ત તેમના દિલને જ નહીં, પરંતુ તેમની આત્માને પણ સ્પર્શી.” રિવ્યૂમાં આગળ લખ્યું છે કે, “ફિલ્મ હ્યુમર અને ઊંડા ઇમોશનલ પળોનું મિશ્રણ છે. આ એક દિલને સ્પર્શી જાય તેવી વાર્તા છે જે ધીમે ધીમે ખુલે છે અને તમારા પર ઊંડી છાપ છોડી જાય છે. તેના ડાયલોગ્સથી લઈને તેના ઇમોશનલ ટ્વિસ્ટ સુધી, 2 કલાક અને 20 મિનિટની આ ફિલ્મ તમારા સમયની દરેક પળને યોગ્ય ઠેરવે છે. આ સંપૂર્ણપણે પૈસા વસૂલ સિનેમેટિક એક્સપિરિયન્સ છે.”

     

    View this post on Instagram

     

    A post shared by Kuldeep (@iamkuldeep23)


    ‘આંખો કી ગુસ્તાખિયાં’ માં, શનાયા કપૂર એક થિયેટર કલાકારની ભૂમિકા ભજવી રહી છે, જ્યારે વિક્રાંત મેસીએ  એક અંધ મ્યુઝિશિયનનો રોલ પ્લે કર્યો છે. સંતોષ સિંહ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ રસ્કિન બોન્ડની  ટૂંકી વાર્તા   “ધ આઇઝ હેવ ઇટ”  પર આધારિત છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Sky force trailer: દેશભક્તિના રંગ માં રંગાયો વીર પહાડીયા, દમદાર ડાયલોગ સાથે રિલીઝ થયું અક્ષય કુમાર ની ફિલ્મ સ્કાય ફોર્સ નું ટ્રેલર

    Sky force trailer: દેશભક્તિના રંગ માં રંગાયો વીર પહાડીયા, દમદાર ડાયલોગ સાથે રિલીઝ થયું અક્ષય કુમાર ની ફિલ્મ સ્કાય ફોર્સ નું ટ્રેલર

    News Continuous Bureau | Mumbai

    Sky force trailer: અક્ષય કુમાર ની ફિલ્મ સ્કાય ફોર્સનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.આ ફિલ્મમાં અક્ષય કુમાર ની સાથે સારા અલી ખાન અને વીર પહાડિયા પણ છે. વીર પહાડીયા આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મ ના ટ્રેલર માં દમદાર ડાયલોગ્સની સાથે ભરપૂર એક્શન પણ જોવા મળી રહ્યું છે.

    આ સમાચાર પણ વાંચો: Allu arjun: અલ્લુ અર્જુન ના ડાન્સ મૂવ્સ એ જીત્યા ચાહકો ના દિલ, પુષ્પા 2 ના મેકર્સે રિલીઝ કર્યું ફિલ્મ નું ‘કાલી મહા કાલી’ ગીત

    સ્કાય ફોર્સ નું ટ્રેલર થયું રિલીઝ 

    સ્કાય ફોર્સ એ દેશભક્તિની ફિલ્મ છે. અક્ષય કુમાર બહાદુર આર્મી ઓફિસર ટાઈગર ની ભૂમિકામાં છે, જ્યારે વીર પહાડિયા સ્ક્વોડ્રન લીડર અજમદા બોપ્પાયા દેવયાની મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. સારા અલી ખાન વીરની પત્નીનો રોલ કરી રહી છે. ટ્રેલર પરથી આખી વાર્તા લગભગ સ્પષ્ટ છે કે તે પાકિસ્તાન સામે બદલો લેવાની, એક આશાસ્પદ અધિકારીની ખોટ અને પછી તેના પરિવારની તે પીડા સાથે સંઘર્ષ કરવાની વાર્તા છે. આ ફિલ્મનું નિર્દેશન સંદીપ કેવલાની અને અભિષેક અનિલ કપૂર દ્વારા કરવામાં આવ્યું છે 

     

    View this post on Instagram

     

    A post shared by Maddock Films (@maddockfilms)


    સ્કાય ફોર્સ પાકિસ્તાનના સરગોધા એરબેઝ પર ભારતના જવાબી હુમલા પર આધારિત છે. 1965માં ભારત અને પાકિસ્તાની વાયુ સેના વચ્ચે સીધો સંઘર્ષ થયો હતો. 6 સપ્ટેમ્બરે પાકિસ્તાને પઠાણકોટ અને હલવારા એરબેઝ પર હુમલો કર્યો, ત્યારબાદ ભારતીય વાયુસેનાએ સરગોધા પર હુમલો કર્યો. તે સમયે સરગોધા એશિયાના સૌથી મજબૂત એરબેઝમાંનું એક માનવામાં આવતું હતું. આ પછી, ભારતીય પાયલોટે બીજા દિવસે હુમલો કર્યો અને પાકિસ્તાનના સૌથી સુરક્ષિત એરબેઝને ભારે નુકસાન પહોંચાડ્યું. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Ananya panday: અનન્યા પાંડેના ડેબ્યૂ પર શાહરુખ ખાને આપી હતી આવી પ્રતિક્રિયા, ‘ડ્રીમ ગર્લ 2’ની અભિનેત્રીએ કર્યો ખુલાસો

    Ananya panday: અનન્યા પાંડેના ડેબ્યૂ પર શાહરુખ ખાને આપી હતી આવી પ્રતિક્રિયા, ‘ડ્રીમ ગર્લ 2’ની અભિનેત્રીએ કર્યો ખુલાસો

    News Continuous Bureau | Mumbai 

    અનન્યા પાંડેનું શાહરૂખ ખાન સાથે ખાસ બોન્ડ છે. તે બાદશાહની પુત્રી સુહાના ખાનની પણ બેસ્ટ ફ્રેન્ડ છે. તેના ડેબ્યુ પર શાહરૂખ ખાનની પ્રતિક્રિયા વિશે વાત કરતા અનન્યા પાંડેએ કહ્યું, ‘પહેલીવાર તેમણે  મને મોટા પડદા પર જોઈ, તેમણે  મને ખૂબ લાંબો સંદેશ મોકલ્યો, જે મેં લગભગ ફ્રેમ કરીને ઘરે રાખ્યો છે.’

     

    અનન્યા પાંડે એ શાહરુખ ખાન ના કર્યા વખાણ 

    આ ક્ષણને યાદ કરતાં અનન્યા પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે, “ભલે હું તેમને વ્યવસાયિક રીતે મારી આખી જીંદગી જાણું છું, છતાં પણ જ્યારે પણ તે રૂમમાં જાય છે ત્યારે હું આશ્ચર્યચકિત થઈ જાઉં છું, અને તે માત્ર એટલા માટે નથી કે તે એક મહાન અભિનેતા છે પરંતુ તે એક અદ્ભુત માનવી પણ છે. અનન્યા પાંડેએ એ પણ જાહેર કર્યું કે તેણીને શાહરૂખ ખાન વિશે શું ગમે છે અને કહ્યું, તે રમુજી, નમ્ર અને સંભાળ રાખનાર છે, અને કોઈને પણ વિશેષ અનુભવ કરાવી શકે છે. જ્યારે મોટા થયા ત્યારે મેં તેમનામાં ઘણી માનવતા જોઈ છે.’

    આ સમાચાર પણ વાંચો : urfi javed: ઉર્ફી જાવેદે વાળના કાંસકા માંથી બનાવ્યો કલરફુલ ડ્રેસ, ચાહકો એ સોશિયલ મીડિયા સેન્સેશન ને આપી આ સલાહ

    અનન્યા પાંડે અને શાહરુખ ખાન વચ્ચે છે પારિવારિક સંબંધ

    અનન્યા પાંડે અને શાહરૂખ ખાન પારિવારિક સંબંધ ધરાવે છે. વર્ષ 2005 માં, કિંગ ખાને એક ટેલિવિઝન શોમાં ખુલાસો કર્યો હતો કે ચંકી પાંડેએ તેના સંઘર્ષના દિવસોમાં તેને ઘણી મદદ કરી હતી, અને જ્યારે તે મુંબઈ આવ્યો ત્યારે તેને રહેવા માટે જગ્યા પણ આપી હતી. બીજી તરફ અનન્યા પાંડેની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ની વાત કરીએ તો પરેશ રાવલ, રાજપાલ યાદવ, અન્નુ કપૂર અને અભિષેક બેનર્જી જેવા સ્ટાર્સ પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ 25 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. 

     

  • સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડાની બૉલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી- લાઇગર ફિલ્મનું ટ્રેલર થયું રિલીઝ- જોવા મળ્યો એક્શન અવતાર- જુઓ ટ્રેલર

    સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડાની બૉલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી- લાઇગર ફિલ્મનું ટ્રેલર થયું રિલીઝ- જોવા મળ્યો એક્શન અવતાર- જુઓ ટ્રેલર

    News Continuous Bureau | Mumbai

    સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી(South film industry)ના સુપરસ્ટાર વિજય દેવરાકોંડા(Vijay Deverakonda ) બોલિવૂડ(Bollywood)માં ધમાલ મચાવવા માટે તૈયાર છે. તેમની બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ લાઇગર(Debut film Liger)નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં વિજય બોક્સર(Boxer)ની ભૂમિકામાં જોવા મળશે તો અભિનેત્રી અનન્યા પાંડે (Bollywood actress Ananya Pandey) લીડ રોલમાં સ્ક્રીન શેર કરતી જોવા મળશે. ટ્રેલર(Trailer)માં વિજય દેવરકોંડા જબરદસ્ત એક્શન(Action) કરતો જોવા મળે છે. તેણે પોતાની કિકબૉક્સિંગ(Kick Boxing) દ્વારા બધાને પોતાનો ફૅન બનાવ્યો છે. આ ફિલ્મમાં રામ્યા કૃષ્ણન વિજયની(Ramya Krishnan Vijayani) માનું પાત્ર ભજવ્યું છે. ટ્રેલરમાં અનન્યા અને વિજયનો રોમાન્સ(romance scene) પણ બતાવવામાં આવ્યો છે પરંતુ જે વસ્તુએ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે એ વિજયનું અટકી અટકીને બોલવું. વિજય ટ્રેલરમાં અટકીને બોલતો જોવા મળે છે.

     

    આ સમાચાર પણ વાંચો :  બોલિવૂડના આ સેલીબ્રીટીસ અનુપમા સિરિયલ નો એક પણ એપિસોડ ચૂકતા નથી- 2 વર્ષમાં બની ગયો તેમનો ફેવરેટ શો.

    ફિલ્મ પ્રોડ્યુસર કરણ જોહરે(Karan Johar) ફિલ્મના નવા પોસ્ટરની સાથે ટ્રેલર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. આ ફિલ્મમાં અમેરિકન બોક્સર માઈક ટાયસન(American boxer Mike Tyson) પણ જોવા મળશે. લાઇગરનું નિર્દેશન દક્ષિણના જાણીતા નિર્દેશક પુરી જગન્નાથ દ્વારા કરવામાં આવ્યું છે. લાઇગરના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.