• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Defense cooperation
Tag:

Defense cooperation

Benjamin Netanyahu ભારત-ઇઝરાયલ મૈત્રી વધુ મજબૂત થશે;
વેપાર-વાણિજ્ય

Benjamin Netanyahu: ભારત-ઇઝરાયલ મૈત્રી વધુ મજબૂત થશે; વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે

by aryan sawant November 22, 2025
written by aryan sawant

News Continuous Bureau | Mumbai

Benjamin Netanyahu  ભારત અને ઇઝરાયલ વચ્ચેના વ્યૂહાત્મક અને મજબૂત સંબંધોને વધુ ગતિ આપવા માટે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવી રહ્યા છે. સાત વર્ષ પછી આ મુલાકાત થવાની હોવાથી તેને વિશેષ મહત્ત્વ મળ્યું છે.

મહત્વપૂર્ણ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા

આ ઉચ્ચ સ્તરીય મુલાકાત દરમિયાન બંને દેશના વડાપ્રધાન મહત્ત્વના દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી શક્યતા છે. સંરક્ષણ, કૃષિ, જળ વ્યવસ્થાપન અને સાયબર સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સહકાર વધારીને ભાગીદારીને વધુ મજબૂત કરવા પર બંને નેતાઓનો વિશેષ ભાર રહેશે.

ઉચ્ચ સ્તરીય મુલાકાતોનો સિલસિલો યથાવત

ભારત-ઇઝરાયલ સંબંધોમાં વધી રહેલી નિકટતાને ધ્યાનમાં રાખીને ઇઝરાયલ સરકારની ઉચ્ચ સ્તરીય મુલાકાતોનો ક્રમ સતત ચાલુ છે. નવેમ્બર 2025 માં ઇઝરાયલના વિદેશ મંત્રી ગિદઓન સાઅરે ભારતનો પ્રવાસ કર્યો હતો. તે પહેલાં સપ્ટેમ્બર 2025 માં નાણાં મંત્રી બેત્ઝાલેલ સ્મોત્રિચ ભારત આવ્યા હતા. પરિવહન મંત્રી મીરી રેગેવે ફેબ્રુઆરી 2024 માં ભારતનો પ્રવાસ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Crypto Market Crash: ક્રિપ્ટોકરન્સીમાં કોહરામ: રોકાણકારોની જંગી વેચવાલીથી બજાર તૂટ્યું, જાણો માર્કેટ ક્રેશ પાછળનું મોટું કારણ

આગામી મુલાકાતોની સંભાવના

વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે આવશે, એમ સૂત્રોએ જણાવ્યું છે. તેમની મુલાકાત બાદ સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કેટ્ઝ પણ ભારતમાં આવશે, અને ત્યારબાદ રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગની મુલાકાત 2026ના પ્રથમ છ મહિનામાં થવાની શક્યતા છે. આથી, આવનારા સમયમાં વિદેશ નીતિ, વેપાર, સંરક્ષણ સહકાર, કૃષિ ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રમાં ભારત અને ઇઝરાયલની ભાગીદારીને વૈશ્વિક નકશા પર એક અલગ દૃષ્ટિકોણથી જોવામાં આવશે.

November 22, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
India-US Agreement ભારત-અમેરિકા વચ્ચે ૧૦ વર્ષના સંરક્ષણ સહયોગના માળખા પર
વધુ સમાચાર

India-US Agreement: ભારત-અમેરિકા વચ્ચે ૧૦ વર્ષના સંરક્ષણ સહયોગના માળખા પર ઐતિહાસિક સમજૂતી, દ્વિપક્ષીય સંબંધો મજબૂત.

by aryan sawant October 31, 2025
written by aryan sawant

News Continuous Bureau | Mumbai

 India-US Agreement ભારત અને અમેરિકા વચ્ચે ૧૦ વર્ષની સંરક્ષણ સમજૂતી પર હસ્તાક્ષર થયા છે. બંને દેશોના સંબંધો માટે આને મહત્વપૂર્ણ સમજૂતી માનવામાં આવી રહી છે. અમેરિકાના યુદ્ધ મંત્રીએ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા પછી કહ્યું કે બંને દેશોના સંરક્ષણ સંબંધો આટલા મજબૂત ક્યારેય નહોતા. અમેરિકી યુદ્ધ મંત્રી પીટ હેગસેથે સોશિયલ મીડિયા પર શેર કરેલી એક પોસ્ટમાં જણાવ્યું કે તેમની ભારતની સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત થઈ અને એક સંરક્ષણ સમજૂતી પર હસ્તાક્ષર થયા. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે થયેલી આ સમજૂતી ક્ષેત્રીય સ્થિરતાને મજબૂત કરશે.

I just met with @rajnathsingh to sign a 10-year U.S.-India Defense Framework.

This advances our defense partnership, a cornerstone for regional stability and deterrence.

We’re enhancing our coordination, info sharing, and tech cooperation. Our defense ties have never been… pic.twitter.com/hPmkZdMDv2

— Secretary of War Pete Hegseth (@SecWar) October 31, 2025

ટેરિફના કારણે અગાઉની મુલાકાત રદ્દ થઈ હતી

રાજનાથ સિંહે આ પહેલા ઓગસ્ટમાં વોશિંગ્ટનમાં હેગસેથને મળવાની યોજના બનાવી હતી, પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય આયાત પર ટેરિફ બમણો કરીને ૫૦% કરી દીધો અને બંને દેશો વચ્ચેના સંબંધો દાયકાઓના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા, જેના પછી રાજનાથ સિંહની અમેરિકા યાત્રા રદ્દ કરવામાં આવી હતી. હવે આસિયાન દેશોના સંરક્ષણ મંત્રીઓના સંમેલનમાં ભાગ લેવા માટે રાજનાથ સિંહ કુઆલાલમ્પુર ગયા, જ્યાં તેમના અને અમેરિકી સંરક્ષણ મંત્રી વચ્ચે આ સમજૂતી પર હસ્તાક્ષર થયા.

આ સમાચાર પણ વાંચો : Amanjot Kaur: IND W vs AUS W સેમી ફાઇનલ: અમનજોત કૌરની ‘રિંકુ સિંહ મોમેન્ટ’, પાકિસ્તાન સામેની એ ઐતિહાસિક જીતની યાદ અપાવી

સંબંધો સુધારવાની કવાયત

ગયા અઠવાડિયે અમેરિકાએ રશિયાની બે ટોચની ક્રૂડ ઓઇલ નિકાસકાર કંપનીઓ પર પ્રતિબંધોની જાહેરાત કરી. જેના પછી ભારતીય રિફાઇનરીઓએ રશિયન તેલની આયાતમાં ઘટાડો કર્યો છે, જેના પછી બંને દેશ હવે સંબંધોના પુનર્નિર્માણની સંભાવના જોઈ રહ્યા છે. તાજેતરમાં દક્ષિણ કોરિયાના પ્રવાસ દરમિયાન ટ્રમ્પે પણ કહ્યું હતું કે તે ભારત સાથે એક વેપાર સમજૂતી કરવા માંગે છે. તાજેતરના વર્ષોમાં અમેરિકા અને ભારત વચ્ચે સારા સંબંધો રહ્યા છે, પરંતુ ટેરિફ વિવાદ અને રશિયાથી ક્રૂડ ઓઇલની ખરીદીને લઈને બંને દેશોના સંબંધોમાં થોડો ઘટાડો આવ્યો. ભારતે આ અંગે કહ્યું હતું કે તેને ખોટી રીતે નિશાન બનાવવામાં આવી રહ્યું છે, જ્યારે અમેરિકા અને તેના યુરોપીયન સહયોગીઓ પોતાના હિતો અનુસાર મોસ્કો સાથે વેપાર ચાલુ રાખી રહ્યા છે.

October 31, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
શ્રીલંકામાં પીએમ મોદીના ભવ્ય સ્વાગત, તોપોની સલામી; અનેક સમજૂતીઓ પર મોહર લાગી શકે છે
દેશTop Postઆંતરરાષ્ટ્રીય

PM Modi visit Sri Lanka: શ્રીલંકામાં પીએમ મોદીના ભવ્ય સ્વાગત, તોપોની સલામી; અનેક સમજૂતીઓ પર મોહર લાગી શકે છે

by Akash Rajbhar April 5, 2025
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

PM Modi visit Sri Lanka: પીએમ મોદી (PM Modi) શુક્રવારે સાંજે શ્રીલંકા (Sri Lanka) પહોંચ્યા હતા. એરપોર્ટ પર શ્રીલંકા સરકારના પાંચ મંત્રીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. યાત્રાના બીજા દિવસે આજે પીએમ મોદીને સ્વતંત્રતા ચૌક (Independence Square) પર ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.

એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

પીએમ મોદી શનિવારે સાંજે શ્રીલંકા (Sri Lanka) પહોંચ્યા હતા. એરપોર્ટ પર શ્રીલંકા સરકારના પાંચ મંત્રીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. યાત્રાના બીજા દિવસે આજે પીએમ મોદી શ્રીલંકાના વડાપ્રધાન હરિણી અમરસૂર્યા (Harini Amarasuriya) સાથે પણ મુલાકાત કરશે.

આ સમાચાર પણ વાંચો : Trump Tariffs: ટ્રમ્પના ટેરિફથી ડર્યા અમેરિકન નાગરિકો, લાગુ થવા પહેલા જ ખરીદી રહ્યા છે જરૂરી વસ્તુઓ

દ્વિપક્ષીય સમજૂતીઓની સંભાવના

કેન્દ્રિય સચિવાલયમાં રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે (Anura Kumara Dissanayake) સાથે પીએમ મોદી દ્વિપક્ષીય વાર્તા કરશે. મોદી-દિસાનાયકે (Modi-Dissanayake) વાર્તા પછી બંને પક્ષો વચ્ચે શ્રીલંકાના ઋણ પુનર્ગઠન (Debt Restructuring) સહિત અનેક દ્વિપક્ષીય સમજૂતીઓ થઈ શકે છે.

રક્ષા સહકારમાં પ્રગતિ

રક્ષા સહકાર (Defense Cooperation) પર સમજૂતી થવાથી ભારત-શ્રીલંકા રક્ષા સંબંધોમાં મોટી પ્રગતિ થશે. આ 35 વર્ષ પહેલા દ્વીપ રાષ્ટ્રમાંથી ભારતીય શાંતિ સેનાને પાછા બોલાવવાના કડવા અધ્યાયને પાછળ છોડી દેશે.

 

April 5, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
India-Malaysia Defense Cooperation The 13th meeting of the Malaysia-India Defense Cooperation Committee was held in Kuala Lumpur
આંતરરાષ્ટ્રીય

India-Malaysia Defense Cooperation: કુઆલાલમ્પુરમાં યોજાઇ મલેશિયા-ઇન્ડિયા ડિફેન્સ કોઓપરેશન કમિટીની 13મી બેઠક, બંને દેશોએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા..

by khushali ladva February 19, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

  • બંને દેશોએ સંરક્ષણ ઉદ્યોગ, દરિયાઈ સુરક્ષા, બહુપક્ષીય જોડાણ અને ઉભરતા ક્ષેત્રોમાં સહકાર વધારશે
 India-Malaysia Defense Cooperation: મલેશિયા-ઇન્ડિયા ડિફેન્સ કોઓપરેશન કમિટી (MIDCOM)ની 13મી બેઠક 19 ફેબ્રુઆરી, 2025ના રોજ કુઆલામ્લપુરમાં યોજાઇ હતી. આ બેઠકની સહ-અધ્યક્ષતા સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર સિંહ અને મલેશિયાના સંરક્ષણ મંત્રાલયના મહાસચિવ શ્રી લોકમાન હકીમ બિન અલીએ કરી હતી. બંને પક્ષોએ તાજેતરનાં વર્ષોમાં બંને સશસ્ત્ર દળો વચ્ચે નિયમિત જોડાણ સાથે વધતા દ્વિપક્ષીય સંરક્ષણ સહકાર પર ખુશી વ્યક્ત કરી હતી.

બંને પક્ષોએ દ્વિપક્ષીય સંરક્ષણ સંલગ્નતાઓ અને પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓને વધુ વિસ્તૃત કરવા માટે અસરકારક અને વ્યવહારિક પહેલો પર વિસ્તૃત ચર્ચા કરી હતી. બંને અધ્યક્ષોએ સાયબર સિક્યુરિટી અને એઆઈ જેવા ઉભરતા ક્ષેત્રોમાં સહકાર વધારવા માટેના પગલાઓની ઓળખ કરી. તેમણે વર્તમાન સહયોગ, ખાસ કરીને સંરક્ષણ ઉદ્યોગ, દરિયાઈ સુરક્ષા અને બહુપક્ષીય જોડાણોમાં વધુ મજબૂત બનાવવાના માર્ગોની ઓળખ કરી હતી. તેઓ બિન-રંપરાગત દરિયાઇ સુરક્ષાના જોખમોને પહોંચી વળવા સંયુક્ત ધ્યાન કેન્દ્રિત જૂથની રચના કરવા સંમત થયા હતા. બંને પક્ષોએ વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીનાં સંરક્ષણ આધારસ્તંભ હેઠળ નવી પહેલોનો સંપૂર્ણ અમલ કરવાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો, જેની કલ્પના ઓગસ્ટ, 2024માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને તેમનાં મલેશિયાનાં સમકક્ષ દાતો સેરી અનવર ઇબ્રાહિમની ભારત મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી. ભારત અને મલેશિયાએ સ્ટ્રેટેજિક અફેર્સ વર્કિંગ ગ્રુપની સ્થાપના પર અંતિમ ટર્મ્સ ઑફ રેફરન્સ (ToR)નું આદાન-પ્રદાન પણ કર્યું હતું. આ ફોરમ દ્વિપક્ષીય સંરક્ષણ સહકારનાં તમામ પાસાંઓને આગળ વધારવા માટે MIDCOM અને બંને પેટા સમિતિઓ વચ્ચે મધ્યસ્થી સ્વરૂપે કામ કરશે.

આ સમાચાર પણ વાંચો:  US Reciprocal Tariffs: ટ્રમ્પનું ટેરિફ યુદ્ધ… મિત્ર દેશ ભારત પર તેની કેટલી થશે અસર, કયા ઉદ્યોગો માટે ચિંતાનો વિષય? જાણો..

India-Malaysia Defense Cooperation: બંને પક્ષોએ MIDCOMનાં પરિણામ સ્વરૂપે Su-30 ફોરમની સ્થાપના પર અંતિમ ToRનું આદાન-પ્રદાન પણ કર્યું હતું. Su-30 ફોરમ Su-30 જાળવણીમાં કુશળતા અને શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન-પ્રદાન કરવામાં બંને હવાઈ દળો વચ્ચે ગાઢ સહકારને સક્ષમ બનાવશે. સંરક્ષણ સચિવે ભારતીય સંરક્ષણ ઉદ્યોગની ક્ષમતા પર પ્રકાશ પાડ્યો હતો, ખાસ કરીને મલેશિયાની કંપનીઓ અને સશસ્ત્ર દળો સાથે તેમની ક્ષમતા વધારવા અને આધુનિકીકરણમાં તેમની સાથે જોડાણ કરવાની સંભવિતતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે આસિયાન અને આસિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠક પ્લસની અધ્યક્ષતા સંભાળવા બદલ મલેશિયાને અભિનંદન આપ્યા હતાં તથા આ વર્ષે એડીએમએમ પ્લસ અને આસિયાન ડિફેન્સનાં વરિષ્ઠ અધિકારીઓની બેઠકો યોજવા માટે મલેશિયાનાં સંરક્ષણ મંત્રાલયને શુભેચ્છા પાઠવી હતી.

આ સમાચાર પણ વાંચો:  Rishi Sunak PM Modi Meeting: યુકેના ભૂતપૂર્વ પીએમ ઋષિ સુનક અને તેમના પરિવાર સાથે PM મોદીની મુલાકાત કરી, ભારત-યુકે સંબંધો પર કરી વિશેષ વાતચીત

India-Malaysia Defense Cooperation: ભારત આસિયાનની મધ્યસ્થતા અને એકતાને ટેકો આપે છે, જે ભારતનાં ઇન્ડોપેસિફિક વિઝનમાં મહત્ત્વપૂર્ણ પાસું છે. સંરક્ષણ સચિવે મજબૂત, એકીકૃત અને સમૃદ્ધ આસિયાનને પ્રોત્સાહન આપવા આસિયાનનાં અધ્યક્ષ તરીકેનાં મલેશિયાનાં પ્રયાસોને ભારતનાં સાથ-સહકારની પુનઃપુષ્ટિ કરી હતી, જે ઇન્ડો-પેસિફિક પ્રદેશની વિકસતી ગતિશીલતાને આકાર આપવામાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. ભારત મલેશિયાને ઈન્ડોપેસિફિક ક્ષેત્રમાં એક મહત્ત્વપૂર્ણ ભાગીદાર માને છે, કારણ કે મલેશિયા વિદેશ નીતિનાં ત્રણ મુખ્ય દ્રષ્ટિકોણ એટલે કે એક્ટ ઇસ્ટ પોલિસી, સાગર (સુરક્ષા અને વિકાસ ફોર ઓલ ઇન ધ રિજન) અને ઇન્ડો-પેસિફિક ઓશન ઇનિશિયેટિવનાં સંગમસ્થાને આવેલું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

February 19, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Army Staff General Upendra Dwivedi will visit these places on a tour of Japan from today to strengthen defense cooperation.
આંતરરાષ્ટ્રીયદેશ

General Upendra Dwivedi Japan: સંરક્ષણ સહયોગને મજબૂત કરવા આજથી સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી જાપાનના પ્રવાસે, લેશે આ સ્થળોની મુલાકાત.

by Hiral Meria October 14, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

General Upendra Dwivedi Japan: ચીફ ઓફ આર્મી સ્ટાફ (COAS) જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી 14થી 17 ઓક્ટોબર 2024 દરમિયાન જાપાનની મુલાકાતે છે. જે ભારત અને જાપાન વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે. 

14મી ઑક્ટોબર 2024ના રોજ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી જાપાનમાં ભારતીય રાજદૂત સિબી જ્યોર્જ સાથે વાર્તાલાપ કરશે અને ત્યારપછી ટોક્યોના ભારતીય દૂતાવાસમાં ભારત-જાપાન સંબંધો પર ચર્ચા કરશે.

15 ઑક્ટોબર 2024ના રોજ, સેના પ્રમુખ ઇચિગયામાં રક્ષા મંત્રાલય ખાતે જાપાનના (  Japan ) વરિષ્ઠ સૈન્ય નેતૃત્વ સાથે સંવાદમાં સામેલ થશે. આ બેઠકની યોજના જોઈન્ટ સેલ્ફ ડિફેન્સ ફોર્સના ચીફ ઓફ સ્ટાફ જનરલ યોશિદા યોશિહિદે, જાપાન ગ્રાઉન્ડ સેલ્ફ-ડિફેન્સ ફોર્સ (JGSDF)ના ચીફ ઓફ સ્ટાફ જનરલ મોરિશિતા યાસુનોરી, ટેક્નોલોજી અને લોજિસ્ટિક એજન્સી (ATLA)ના કમિશ્નર ઓફ એક્વિઝિશન શ્રી ઇશિકાવા તાકેશી સાથે બનાવી છે.આ ચર્ચાનો ઉદ્દેશ્ય ભારત અને જાપાન વચ્ચે મજબૂત સૈન્ય સહયોગને ( Defense cooperation ) પ્રોત્સાહન આપવાનો હશે. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી MoD, ઇચિગયા ખાતેના સ્મારક પર પણ શ્રદ્ધાંજલિ આપશે અને JGSDF દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. પ્રવાસ કાર્યક્રમમાં JGSDFના વરિષ્ઠ અધિકારીઓ સાથેની વાતચીત અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિફેન્સ સ્ટડીઝની મુલાકાતનો પણ સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો :  Food Safety Fortnight: ગુજરાતમાં તહેવારની સીઝનમાં ભેળસેળિયા બન્યા બેફામ, આ શહેરમાંથી ઝડપાયું 1.39 કરોડનું શંકાસ્પદ નકલી ઘી..

16મી ઓક્ટોબર 2024ના રોજ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ( General Upendra Dwivedi Japan ) , COAS, જાપાન ગ્રાઉન્ડ સેલ્ફ ડિફેન્સ ફોર્સના ચીફ ઓફ સ્ટાફ જનરલ મોરિશિતા યાસુનોરીની સાથે ફુજી સ્કૂલની મુલાકાત લેશે, જ્યાં તેઓ ફુજી શાળાના કમાન્ડિંગ જનરલ લેફ્ટનન્ટ જનરલ કોડામા યાસુયુકી સાથે વાતચીત કરશે. COASને શાળામાં એક બ્રીફિંગ આપવામાં આવશે અને તેઓ સાધનો અને સુવિધા પ્રદર્શનના સાક્ષી પણ બનશે.

17મી ઓક્ટોબર 2024ના રોજ, COAS હિરોશિમાની મુલાકાત લેશે, જ્યાં તેઓ હિરોશિમા પીસ પાર્ક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે અને પીસ પાર્કમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે.

જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની ( Upendra Dwivedi ) મુલાકાતનો ઉદ્દેશ્ય ભારત અને જાપાનની સેનાઓ વચ્ચે સૈન્ય સહયોગને મજબૂત બનાવવા ઉપરાંત બંને રાષ્ટ્રો ( India Japan ) વચ્ચે સહયોગના નવા રસ્તાઓ શોધવાનો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

October 14, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
The Defense Secretary will co-chair the fifth India-Philippines Joint Defense Cooperation Committee meeting in Manila.
દેશઆંતરરાષ્ટ્રીય

India-Philippines: આવતીકાલે યોજાશે પાંચમી ભારત-ફિલિપાઈન્સ સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની બેઠક, સંરક્ષણ સચિવ કરશે આ મિટિંગની સહ-અધ્યક્ષતા.

by Hiral Meria September 10, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

India-Philippines: સંરક્ષણ સચિવ શ્રી ગિરધર અરમાને ( Giridhar Aramane ) 11 સપ્ટેમ્બર, 2024 ના રોજ ભારત-ફિલિપાઈન્સ સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિ (JDCC)ની પાંચમી બેઠકની સહ-અધ્યક્ષતા કરવા માટે મનીલાની મુલાકાત લેશે. આ બેઠકની સહ-અધ્યક્ષતા ફિલિપાઈન્સના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અન્ડર સેક્રેટરી શ્રી ઈરીનો ક્રુઝ એસ્પિનો કરશે. 

આ યાત્રા દરમિયાન સંરક્ષણ સચિવ ( Defense Secretary) બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને ( Defense cooperation ) વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરશે. તેઓ ફિલિપાઈન્સ સરકારના અન્ય મહાનુભાવો સાથે પણ મુલાકાત કરશે.

ભારત અને ફિલિપાઈન્સ ( India-Philippines Joint Defense Cooperation Committee ) રાજદ્વારી સંબંધોના 75 વર્ષ અને ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીના 10 વર્ષની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આ મુલાકાત મહત્ત્વપૂર્ણ છે. બંને દેશો વચ્ચે મજબૂત અને બહુપક્ષીય સંબંધો છે જે સંરક્ષણ અને સુરક્ષા સહિત અનેક વ્યૂહાત્મક ક્ષેત્રોમાં વિસ્તર્યા છે. તેઓ સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતાના લક્ષ્યને હાંસલ કરવા માટે એકબીજાને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે.

આ સમાચાર પણ વાંચો:  PMAY: ગુજરાત પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલીકરણમાં અગ્રેસર, રાજ્યમાં PMAY હેઠળ આટલા લાખથી વધુ આવાસોનું કરવામાં આવ્યું નિર્માણ..

જેડીસીસીની સ્થાપના 2006માં બંને દેશો વચ્ચે સંરક્ષણ સહકાર પર હસ્તાક્ષર કરાયી સમજૂતીના મેમોરેન્ડમના દાયરામાં કરવામાં આવી છે. JDCC મીટિંગની ચોથી આવૃત્તિ માર્ચ 2023માં નવી દિલ્હીમાં સંયુક્ત સચિવ સ્તરે યોજાઈ હતી. પાંચમી આવૃત્તિ સહ-અધ્યક્ષની સચિવ-સ્તર સુધીની ઉન્નતિને દર્શાવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

September 10, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક