Tag: delhi airport

  • મુંબઈથી ઔરંગાબાદ અને ત્યારબાદ અચાનક દિલ્હી-મુખ્યમંત્રી એકનાથ શિંદે સંજય રાઉતની ધરપકડ પછી અમિત શાહને મળ્યા-જાણો વિગત અહીં

    મુંબઈથી ઔરંગાબાદ અને ત્યારબાદ અચાનક દિલ્હી-મુખ્યમંત્રી એકનાથ શિંદે સંજય રાઉતની ધરપકડ પછી અમિત શાહને મળ્યા-જાણો વિગત અહીં

    News Continuous Bureau | Mumbai

    મહારાષ્ટ્રના(Maharashtra) પૂરગ્રસ્ત વિસ્તારોનું(of flood prone areas) મુલાકાત લેવાનું CM એકનાથ શિંદેએ(Eknath Shinde) શરૂ કર્યું છે. આ જ ક્રમમાં તેઓ શનિવારે ઔરંગાબાદ(Aurangabad) ગયા ત્યારે અચાનક દિલ્હીથી(Delhi) તેડું આવતા મુખ્યમંત્રી અધવચ્ચેથી પ્રવાસ છોડીને દિલ્હી પહોંચી ગયા હતા. આ પછી તેઓ દિલ્હીના એરપોર્ટની(Delhi Airport) વીઆઇપી લોજમાં(VIP lodge) કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ(Union Home Minister Amit Shah) સાથે મુલાકાત કરી  મીડિયા રિપોર્ટ મુજબ આ બેઠક લગભગ 45 મિનિટ ચાલી હતી. ત્યારબાદ તેઓ તરત જ  મહારાષ્ટ્ર પરત ફર્યા હતા. અને રવિવારે સવારે સંજય રાઉતની(Sanjay Raut) સામે તપાસ એજન્સી ઈડીએ(ED) કાર્યવાહી શરૂ કરી હતી. આથી શિંદે દિલ્હીમાં મહારાષ્ટ્રના પ્રધાન મંડળની વિસ્તરણ(Expansion of Cabinet) તેમ જ શિવસેના નેતા સંજય રાઉતની ઈડીની કાર્યવાહી બાબતે વાતચીત થઈ હોય એવી ચર્ચાએ રાજકીય વર્તુળોમાં જોર પકડ્યું છે.

    આ સમાચાર પણ વાંચો : સંજય રાઉત થયા જેલભેગા- ઉદ્ધવ ઠાકરેએ નેતાના ઘરે પહોંચ્યા- પરિવારજનો સાથે કરી મુલાકાત- જુઓ ફોટોગ્રાફ્સ

    આ બધા વચ્ચે નવાઈની વાત એ છે કે મુખ્યમંત્રી પદે એકનાથ શિંદે શપથ લીધા બાદ એક મહિનામાં શનિવારે રાતે છઠ્ઠી વખત દિલ્હીની મુલાકાતે ગયા હતા. જોકે આ વખતે તેઓ દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-4ના વીઆઇપી ઝોનમાં(VIP zone) મળ્યા હતા. બન્ને વચ્ચે 45 મિનિટ ચર્ચા થઈ હતી. આ પછી શિંદે મહારાષ્ટ્રમાં પરત ફર્યા અને ઔરંગાબાદના પ્રવાસને આગળ શિંદે શરૂ કર્યો હતો.

    ઉલ્લેખનીય છે કે રાજ્યમાં શિંદે-ફડણવીસ સરકારને(Shinde-Fadnavis government) એક મહિનો પૂરો થયો હોવા છતાં કેબિનેટનું હજુ વિસ્તરણ થયું નથી. જો કે, છેલ્લા એક મહિનામાં શિંદે-ફડણવીસ સરકારે કેબિનેટની બેઠકમાં ખેડૂતોથી લઈને વિદ્યાર્થીઓ સુધીના લગભગ તમામ ક્ષેત્રો માટે નિર્ણયો લીધા છે.

  • દિલ્હી-NCRમાં વાવાઝોડાં સાથે ભારે વરસાદ, હવાઇ સેવા ખોરવાઈ.. આટલી ફ્લાઈટને કરાઈ ડાયવર્ટ..  

    દિલ્હી-NCRમાં વાવાઝોડાં સાથે ભારે વરસાદ, હવાઇ સેવા ખોરવાઈ.. આટલી ફ્લાઈટને કરાઈ ડાયવર્ટ..  

     News Continuous Bureau | Mumbai

    રાજધાની દિલ્હી(Delhi) અને NCRમાં આજે હવામાન(weather)નો મિજાજ બદલાયો છે. જેના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. જો કે, દિલ્હીમાં જોરદાર વાવાઝોડા સાથે વરસાદ(rain)ને કારણે રાજધાનીના ઘણા ભાગોમાં ભારે નુકસાન થયું છે. ભારે પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. જેના કારણે અનેક મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર થંભી ગયો છે. તે જ સમયે, દિલ્હી-એનસીઆર(Delhi-NCR)માં હવામાનમાં બદલાવને કારણે, ઘણી ફ્લાઇટ્સ(flights) જયપુર અને અન્ય એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી છે.  

    દિલ્હી એરપોર્ટ(Delhi airport)ની વેબસાઇટ અનુસાર ખરાબ હવામાન અને સંબંધિત કારણોસર સવારની ફ્લાઈટમાં મુસાફરી કરતા સેંકડો મુસાફરોને અસર થઈ છે. દિલ્હી(Delhi)થી ઉપડતી ફ્લાઈટ્સ રી શેડ્યૂલ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તોફાન અને ભારે વરસાદને કારણે દિલ્હીની લગભગ 19 ફ્લાઈટને જયપુર, લખનઉ, ઈન્દોર, અમૃતસર અને મુંબઈ તરફ ડાયવર્ટ(flight divert) કરવામાં આવી છે, જ્યારે બે ફ્લાઈટ્સ રદ્દ(flight cancel) કરવામાં આવી છે.

    આ સમાચાર પણ વાંચો :  ના હોય! કોવિડ મહામારીએ દર 30 કલાકે એક નવો અબજોપતિ બનાવ્યો… ઓક્ઝમનો ચોંકાવનારો અહેવાલ… જાણો વિગતે.

    દિલ્હી એરપોર્ટે ટ્વીટ કરીને કહ્યું કે, મુસાફરોને તેમની ફ્લાઇટ સંબંધિત અપડેટ્સ માટે સંબંધિત એરલાઇન્સ સાથે સંપર્કમાં રહેવા વિનંતી કરવામાં આવે છે. સાથે જ એરપોર્ટ ઓથોરિટી(Airport authority)એ મુસાફરોને એરપોર્ટ પર આવતા પહેલા સંબંધિત એરલાઈન્સ(airlines) પાસેથી તેમની ફ્લાઈટ(flight)ની માહિતી મેળવવા જણાવ્યું છે, જેથી મુસાફરો(passenger)ને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

  • પ્રથમ ગ્રાસે મક્ષિકા! ફ્લાઈટ શરુ થયાના પહેલા જ દિવસે ટળી મોટી દુર્ઘટના, દિલ્હી એરપોર્ટ પર પ્રવાસીઓ માંડ બચ્યા, જુઓ તસવીરો જાણો વિગતે.. 

    પ્રથમ ગ્રાસે મક્ષિકા! ફ્લાઈટ શરુ થયાના પહેલા જ દિવસે ટળી મોટી દુર્ઘટના, દિલ્હી એરપોર્ટ પર પ્રવાસીઓ માંડ બચ્યા, જુઓ તસવીરો જાણો વિગતે.. 

    News Continuous Bureau | Mumbai

    આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થયાના પહેલા જ દિવસે અપશુકન થયા છે. સરકારે કોરોનાની ત્રીજી લહેર ઓસરતાં  27 માર્ચથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે. તેથી આજથી એટલે 28 માર્ચથી તમામ પ્રકારની ફ્લાઈટ શરૂ થઈ રહી છે. પરંતુ તે પહેલા જ એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે.

    દિલ્હી એરપોર્ટ પર વધુ એક વાર મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. પ્રાપ્ત જાણકારી મુજબ પુશઅપ દરમિયાન સ્પાઈસજેટ નું એક વિમાન વીજળીના થાંભલા સાથે ટકરાયું હતું. જોકે રાહતની વાત છે કે તેનાથી કોઈ મોટું નુકસાન થયું નથી. અથડામણને કારણે ફ્લાઇટના એક ભાગને નુકસાન થયું હતું. જ્યારે વીજળીનો થાંભલો પણ સાવ નીચેની તરફ વળી ગયો હતો.

    તાલિબાનનું અજીબોગરીબ ફરમાન. હવે મહિલાઓ અને પુરુષો એક સાથે નહીં જઇ શકે અમ્યુઝમેન્ટ પાર્કમાં, નક્કી કરાયા આ નવા નિયમો… જાણો વિગતે

    કહેવામાં આવી રહ્યું છે કે સ્પાઈસજેટના વિમાનને જ્યારે ટર્મિનલ પરથી રનવે પર લઈ જવાઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. વિમાન એટલી જોરથી થાંભલા સાથે ટકરાયું કે તેમાં બેઠેલા પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા પરંતુ સદનસીબે આ દુર્ઘટનામાં કોઈને ઊની આંચ આવી નથી.તમામ પ્રવાસીઓ સલામત છે. આ ઘટના બાદ તમામ પ્રવાસીઓને બીજા વિમાનમાં શિફ્ટ કરી દેવાયા હતા.  ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે આશરે બે વર્ષ બાદ આજથી દેશ અને વિદેશમાં તમામ ફ્લાઈટ હમેંશ મુજબ શરુ થઈ છે.   આ પહેલા પણ અનેક વાર દિલ્હી એરપોર્ટ પર આવી દુર્ઘટના થઈ છે. 

     

  • દિલ્હી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સરકારે તાબડતોબ લીધા આ પગલા ; જાણો વિગતે 

    દિલ્હી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સરકારે તાબડતોબ લીધા આ પગલા ; જાણો વિગતે 

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ,9 ઓગસ્ટ 2021

    સોમવાર 

    મુંબઈ બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. 

    તે માટે અલકાયદાના નામથી ઇમેલ આવ્યો છે, જેમાં થોડા દિવસમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. 

    જોકે આ ધમકીને કારણે સરકાર પણ હવે એલર્ટ મોડમાં આવી ગઈ છે. 

    દિલ્હી એરપોર્ટ પર બ્લાસ્ટની ધમકીને લઈને સરકાર દ્વારા મોટા ભાગના દેશના દરેક એરપોર્ટ પર એલર્ટ જાહેર કરી દીધું છે. 

    સાથે જ એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

    ટોક્યો ઓલિમ્પિક: હવે ઓલિમ્પિક મેડલ વિજેતાઓનો સન્માન સમારંભ હોટેલ અશોકા ખાતે યોજાશે, આ કારણે બદલ્યો નિર્ણય