Tag: Delightful

  • Travel Destinations : જૂન મહિનામાં આ સ્થળોની મુલાકાત લો,ઓછા બજેટમાં પ્રવાસની મજા પડી જશે

    Travel Destinations : જૂન મહિનામાં આ સ્થળોની મુલાકાત લો,ઓછા બજેટમાં પ્રવાસની મજા પડી જશે

    News Continuous Bureau | Mumbai

    Travel Destinations : જૂન મહિનો શરુ થવાનો છે. આ મહિનામાં ભારતના મોટાભાગના રાજ્યો અને શહેરોમાં તાપમાન વધે છે. ગરમીનો આકરો અનુભવ થવા લાગે છે. બાળકોની શાળાઓ અને કોલેજો જૂનમાં બંધ હોય છે. આવી સ્થિતિમાં લોકો ઉનાળાની રજાઓમાં પરિવાર સાથે ફરવા જઈ શકે છે. જૂનના અંતિમ દિવસોમાં વરસાદની મોસમ શરૂ થાય છે. આવી સ્થિતિમાં, એવી જગ્યાએ ફરવા જાઓ, જ્યાં તાપમાન ઓછું હોય, સાથે જ વરસાદમાં ફરવું પણ સરળ હોય છે. બાળકો, પરિવાર, મિત્રો અથવા જીવનસાથી સાથે જૂન મહિનામાં અહીં શ્રેષ્ઠ પ્રવાસ સ્થળો છે.

    તમે બજેટ ટ્રિપ માટે જૂન મહિનામાં હિલ સ્ટેશન પર જઈ શકો છો ખાસ કરીને દાર્જિલિંગથી લઈને ઈન્દોરના પાણીના ધોધ સુધી, માઉન્ટ આબુથી હિમાચલ પ્રદેશના હિલ સ્ટેશનો સુધી, તમે જૂનમાં પ્રવાસ માટે જઈ શકો છો.

    જૂન-જુલાઈમાં દાર્જિલિંગની મુલાકાતલો

    જૂન મહિનામાં દાર્જિલિંગની મુલાકાત લઈ શકાય છે. અહીં ટાઈગર હિલ્સ, પીસ પેગોડા, બૌદ્ધ તીર્થ સ્થળ, પ્રખ્યાત મઠ, બતાસિયા લૂપ, ગોરખા યુદ્ધ સ્મારક વગેરે જેવા ઘણા સુંદર પર્યટન સ્થળો છે. તમે દાર્જિલિંગમાં ટોય ટ્રેનની મજા માણી શકો છો. ઓછા પૈસામાં, તમે દાર્જિલિંગ પ્રવાસમાં આરામથી રજાઓ ગાળી શકો છો.

    આ સમાચાર પણ વાંચો : Dark Neck Problem :ગરદનની કાળાશ ચહેરાના સૌંદ્રયને ઘટાડે છે,શું તમે પણ પરેશાન છો તો આ ઉપાય અજમાવો સમસ્યા દૂર કરો

    જૂનમાં ઈન્દોરનો ધોધ જોવો લાહ્વો મનાય છે.

    ઉનાળામાં ઈન્દોર જઈ શકાય છે. ઈન્દોરમાં ઘણા સુંદર ધોધ છે. ઉનાળામાં ઠંડક અનુભવવા માટે ઈન્દોરના ધોધની આસપાસ પિકનિક પર જઈ શકાય છે. મોહાડી વોટરફોલ ઈન્દોરના સૌથી પ્રસિદ્ધ ધોધમાંથી એક છે. આ જગ્યા ભીડથી દૂર છે. આ ઉપરાંત પાતાલપાણી ધોધ અને બામણીયા કુંડ ધોધની પણ મુલાકાત લઈ શકાય છે.

    જુનની ગરમીમાં હિમાચલ પ્રદેશના હિલ સ્ટેશનો પર પહોંચી જાવ

    જૂન મહિનામાં, તમે હિમાચલ પ્રદેશના હિલ સ્ટેશન પર રજાઓ ગાળવા જઈ શકો છો. કુદરતી સૌંદર્યની વચ્ચે રોમાંચક પ્રવાસ અને ઠંડી પવનમાં રજાની ઉજવણી કરી શકો છો. કસોલ, મનાલી, લેન્સડાઉન અને ધર્મશાલા સહિત ઘણા હિલ સ્ટેશનો છે, જેની મુલાકાત લેવા માટે ઓછા પૈસા ખર્ચ થશે અને સાહસિક પ્રવૃત્તિઓનો આનંદ પણ મળશે.

    જૂનનાની ગરમીમાં ઠંડક માટે માઉન્ટ આબુની મુલાકાત લો

    જો તમે ઉત્તર ભારતના હિલ સ્ટેશનોથી અલગ ક્યાંક ફરવા માંગો છો, તો તમે રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુની મુલાકાત લઈ શકો છો. માઉન્ટ આબુ ગ્રેનાઈટથી બનેલું એક શિખર છે, જ્યાંથી ચારે બાજુથી વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીનો નજારો જોવા મળે છે.