• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - demand
Tag:

demand

Pakistani Soldiers Once Demanded Madhuri Dixit in Exchange for Kashmir!
મનોરંજન

India Pakistan War: “માધુરી દીક્ષિત આપો તો કાશ્મીર છોડીએ!” પાકિસ્તાની સૈનિકો ની અજીબ માંગ ફરી બની ચર્ચાનો વિષય,જાણો વિગતે

by Zalak Parikh May 8, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

India Pakistan War: કારગિલ યુદ્ધ  દરમિયાન એક ઘટના એવી બની હતી જે આજે પણ લોકોના ચહેરા પર હાસ્ય લાવી દે છે. પાકિસ્તાની સૈનિકોએ ભારતીય સૈનિકો ને કહ્યું હતું કે જો તેઓ બોલીવૂડ  અભિનેત્રી માધુરી દીક્ષિત ને આપી દે તો તેઓ કાશ્મીર છોડવા તૈયાર છે. આ વાત ત્યારે વધુ ચર્ચામાં આવી જ્યારે કેપ્ટન વિક્રમ બત્રા ના ભાઈએ એક ટોક શો માં આ ઘટના જાહેર કરી હતી

આ સમાચાર પણ વાંચો: Sonu Nigam: બેંગલુરુ કોન્સર્ટ વિવાદ વચ્ચે સોનુ નિગમ એ માંગી માફી, સોશિયલ મીડિયા પોસ્ટ માં કહી આવી વાત

કેવી હતી માધુરી દીક્ષિતની પ્રતિક્રિયા?

જ્યારે આ વાત માધુરી દીક્ષિત સુધી પહોંચી ત્યારે તે “રેન્ડેવૂ વિથ સિમિ ગેરેવાલ” શોમાં આ ઘટના સાંભળી હસી પડી હતી. તેણે કહ્યું કે આ સાંભળી હું થોડું ગભરાઈ ગઈ હતી અને મને સમજાતું નહોતું કે શું કહું. આ ઘટના આજે પણ સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થાય છે અને લોકો માટે હાસ્ય અને આશ્ચર્યનો વિષય બની રહે છે.

 

View this post on Instagram

 

A post shared by FILMY (@filmynewj)


22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા હતા. તેના જવાબમાં ભારતીય સેનાએ એર સ્ટ્રાઈક  કરીને 9 આતંકી ઠેકાણા ને નષ્ટ કર્યા હતા. આ ઓપરેશનમાં લશ્કર-એ-તોયબા  ના બે મોટા આતંકી અબ્દુલ મલિક અને મુદ્દસ્સીર ઠાર થયા હતા. આ કાર્યવાહીથી દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

May 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ahmedabad News Ahmedabad Government School In Demand In Admission
અમદાવાદ

Ahmedabad News: સરકારી સ્કૂલ ચલે હમ : અમદાવાદની આ સરકારી શાળામાં પ્રવેશ માટે પડાપડી, વાલીઓની લાગી લાંબી કતાર

by kalpana Verat April 22, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai   

Ahmedabad News: 

  • સરકારી સ્કૂલ ચલે હમ : થલતેજ વિસ્તારમાં આવેલી સરકારી ‘થલતેજ અનુપમ શાળા – ૨’માં વાલીઓની એડમિશન માટે પડાપડી – વર્ષ ૨૦૨૫-૨૦૨૬ના એડમિશન માટે વેઇટિંગ લિસ્ટ બહાર પાડ્યું
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાત ઝોનની અંદાજિત ૨૫થી વધુ સરકારી શાળાઓમાં વર્ષ ૨૦૨૫-૨૦૨૬ના એડમિશન માટે વાલીઓનો ધસારો
  • અમદાવાદ શહેરમાં છેલ્લાં ૧૧ વર્ષમાં કુલ ૬૦ હજારથી વધુ વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાઇનાન્સ શાળા છોડી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો

અહેવાલ : ગોપાલ મહેતા, પ્રાદેશિક માહિતી કચેરી- અમદાવાદ

‘સરકારી સ્કૂલોમાં એડિશમન માટેની લાઇન અને વેઇટિંગ લિસ્ટ…’’ કદાચ આ શબ્દો તમારા કાને પડતા તમે એક સેકેન્ડ માટે તો આશ્વર્યચકિત થઇ જશો અને જરૂરથી કહેશો કે, અરે ના હોય ! આવું તો માત્ર પ્રાઇવેટ સ્કૂલમાં જોવા મળે, સરકારી સ્કૂલોમાં થોડું આવું હોય ! પણ આ વાત એટલી જ સત્ય છે કે, હવે સરકારી સ્કૂલોમાં એડમિશન માટેની લાઇનો પણ લાગી રહી છે અને કેટલીક સરકારી સ્કૂલો દ્વારા વેઇટિંગ લિસ્ટ પણ બહાર પાડવામાં આવી રહ્યું છે. જેનું તાજું ઉદાહરણ થલતેજ વિસ્તારમાં આવેલી સરકારી થલતેજ અનુપમ શાળા – ૨ એ પૂરું પાડ્યું છે. રાજ્યમાં સરકારી શાળાઓમાં વધેલી શૈક્ષણિક સુવિધાઓ અને અન્ય માળખાગત સુવિધાઓની સાથે ટેક્નોલોજીના સમન્વયથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાય છે, તેને પગલે સરકારી શાળાઓ સ્માર્ટ સ્કૂલમાં પરિર્વિતત થઇ રહી છે. આ બાબતોને ધ્યામાં રાખીને આ વર્ષે થલતેજ અનુપમ શાળા – ૨માં વિદ્યાર્થીઓના એડમિશનને લઇને વાલીઓની લાંબી લાઇનો તો જોવા મળી, સાથો-સાથ આ વર્ષે સ્કૂલ દ્વારા વેઇટિંગ લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે.

Ahmedabad News Ahmedabad Government School In Demand In Admission

 

આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાત ઝોનની અંદાજિત ૨૫થી વધુ સરકારી શાળાઓમાં જોવા મળી રહી છે. જેમાં ઘાટલોડિયા, સાબરમતી, થલતેજ, જોધપુર, એલિસબ્રિજ, નારણપુરા, અસારવા, બાપુનગર, નરોડા, અમરાઇવાડી, મણિનગર, વટવા, બહેરામપુરા, નિકોલ, વસ્ત્રાલ, દાણીલિમડા, દરિયાપુર, મોટેરા, ઠક્કરબાપાનગર વિસ્તારની સરકારી સ્કૂલોનો સમાવેશ થાય છે.

આ વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માટે નામાંકન સર્વે મુજબ બાળકોની સંખ્યાની વાત કરીએ તો, બાળવાટિકામાં પ્રવેશપાત્રની બાળકોની સંખ્યા ૮૨૫૫ તેમજ ધોરણ ૧માં પ્રવેશપાત્ર બાળકોની સંખ્યા ૧૫૦૧ છે, આમ કુલ ૯૭૫૬ પ્રવેશપાત્ર બાળકોની સંખ્યા છે.

Ahmedabad News Ahmedabad Government School In Demand In Admission

 

રાજ્ય સરકાર બાળકોને બાળમંદિરથી લઇને ઉચ્ચ શિક્ષણ સુધી શિક્ષાની દિશા આપવા માટે રાજ્ય સરકારે શિક્ષણનું સુદ્રઢ માળખુ વધુ સારી રીતે વિકસિત કરીને નવા આયામો સાથે લાખો બાળકોને તેમના સર્વાંગી વિકાસ માટે શિક્ષિત કરી રહી છે. સમયની સાથે કદમ મિલાવીને આજની જરૂરિયાત પ્રમાણે શિક્ષણ વ્યવસ્થા સરકારી સ્કૂલોમાં કરવામાં આવી છે. રાજ્ય સરકારે શહેરથી લઇને ગ્રામિણ વિસ્તારોમાં સ્માર્ટ એજ્યુકેશન પર ભાર મૂકયો છે, ક્વોલિફાઇડ શિક્ષકો સાથે ગુણવત્તાસભર શિક્ષણ વ્યવસ્થાના કારણે વાલીઓને સરકારી શાળાઓની શિક્ષણ વ્યવસ્થા પર વિશ્વાસ વધ્યો છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ સુધારવા માટે જે પ્રકારની કામગીરી થઇ રહી છે તેના પરિણામે એવું ફળ મળ્યું છે કે સેલ્ફ ફાઇનાન્સ શાળા છોડીને હવે વાલીઓ તેમનાં બાળકોને સરકારી શાળામાં મૂકતા થયા છે. થલતેજ અનુપમ(સ્માર્ટ) પ્રાથમિક શાળા નંબરમાં ખાનગી શાળામાંથી પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની સંખ્યાની વાત કરીએ તો, વર્ષ ૨૦૨૨-૨૩માં ૪૪, વર્ષ ૨૦૨૩-૨૪માં ૭૯ અને વર્ષ ૨૦૨૪-૨૫માં ૬૨ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

અમદાવાદ શહેરના છેલ્લાં ૧૧ વર્ષના આંકડા જોઇએ તો, કુલ ૫૫,૬૦૫ વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડી સરકારી પ્રાથમિક શાળામાં એડમિશન લીધું છે. જેમાં વર્ષ ૨૦૧૪-૨૦૧૫માં કુલ ૪૩૯૭ વિદ્યાર્થીઓ, ૨૦૧૫-૨૦૧૬માં ૫૪૮૧ વિદ્યાર્થીઓ, ૨૦૧૬-૨૦૧૭માં ૫૦૦૫ વિદ્યાર્થીઓ, ૨૦૧૭-૨૦૧૮માં ૫૨૧૯ વિદ્યાર્થીઓ, ૨૦૧૮-૨૦૧૯માં ૫૭૯૧ વિદ્યાર્થીઓ, ૨૦૧૯-૨૦૨૦માં ૫૨૭૨ વિદ્યાર્થીઓ, ૨૦૨૦-૨૦૨૧માં ૩૩૩૪ વિદ્યાર્થીઓ, ૨૦૨૧-૨૦૨૨માં ૬૨૮૯ વિદ્યાર્થીઓ, ૨૦૨૨-૨૦૨૩માં ૯૫૦૦ વિદ્યાર્થીઓ, ૨૦૨૩-૨૦૨૪માં ૫૩૧૫ તેમજ ૨૦૨૪-૨૦૨૫માં ૪૩૯૯ જેટલા વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાઇનાન્સ શાળા છોડી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  LPG Gas Cylinder : હવે તમારા ઘરે નહીં પહોંચે ગેસ સિલિન્ડર, એલપીજી ડિસ્ટ્રીબ્યુટર્સ ઉતરી શકે છે હડતાળ પર, જાણો કારણ

આ અંગે વાત કરતા અમદાવાદ શાસનાધિકારી ડૉ. એલ.ડી. દેસાઈ કહ્યું કે, ‘રાજ્ય સરકારની શિક્ષણલક્ષી યોજનાઓ જેમકે નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી પુરસ્કૃત સ્કોલરશીપ યોજનાઓ, રાજ્ય સરકાર દ્વારા ભરતી કરવામાં આવતા ઉચ્ચ લાયકાત ઘરાવતા તાલીમબદ્ધ શિક્ષકો, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગતની શાળાઓ, સ્માર્ટ શાળા, અદ્યતન કમ્પ્યૂટર લેબ, સાયન્સ લેબ, સ્કિલ ડેવલોપમેન્ટ અંતર્ગત પ્રોગ્રામ તેમજ માળખાકીય સુવિધામાં વધારો આ બધા પરિબળોને કારણે વાલીઓને દૃઢ વિશ્વાસ થયો છે કે તેમના બાળકને ખાનગી શાળાઓ કરતાં પણ અનેકગણું ગુણવત્તાલક્ષી શિક્ષણ મળી રહ્યું છે. એટલું જ નહીં, કોર્પોરેશનની સરકારી શાળાઓમાં તેમનાં બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય પણ તેઓ જોઇ રહ્યા છે.

Ahmedabad News: Ahmedabad Government School In Demand In Admission

તેમણે વધુમાં કહ્યું કે, સરકારી નીતિઓને કારણે પણ વાલીઓ સરકારી સ્કૂલ્સ તરફ વિચારતા થયા છે. રાજ્ય સરકારની શિક્ષણ વિષયક યોજનાઓ તેમજ બાળકોને મળતા લાભો વિશે વાલીઓને જાગૃત કરવામાં આવે છે. આ બધા પરિણામોને કારણે વાલીઓ સરકારી સ્કૂલમાં પણ ખાનગી સ્કૂલ કરતા શ્રેષ્ઠ શિક્ષણ મળે છે તે જાણ્યા, અનુભવ્યા અને મુલાકાત લીધા બાદ તેમનાં બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાંથી ઉઠાવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવે છે. એટલું જ નહીં, નવા શૈક્ષણિક સત્ર માટે પણ શિક્ષકોને એડમિશન માટેની જવાબદારી સોંપવામાં આવી છે. આ શિક્ષકો દરેક વિસ્તારમાં જઈ વાલીઓને મળી સરકારી સ્કૂલ્સમાં એડમિશન લેવાના ફાયદા અંગે જણાવી રહ્યા છે. આ વર્ષે ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ સુધી એડમિશન પ્રોસેસ ચાલું રહેવાને કારણે આ વર્ષના આંકડામાં હજુ પણ વધારો થઇ શકે એમ છે.

જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેન શ્રી ડૉ.સુજય મહેતાએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જ્યારે બે-અઢી દાયકા અગાઉ મુખ્યમંત્રી તરીકે ગુજરાતની કમાન સંભાળી ત્યારથી રાજ્યમાં શિક્ષણની નવતર પરિભાષા વિકસી હતી. કોઇ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે શાળા પ્રવેશોત્સવની વિચારધારા અત્યંત ઉપયોગી પુરવાર થઇ છે. એટલું જ નહીં, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૫ અંતર્ગત મહત્તમ આયોમોનો સમાવેશ કરવાનો પ્રયાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડની શાળાઓમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત શાળાઓની એકેડમિક સ્ટ્રેન્થ વધવી, માળખાકીય સુવિધાઓમાં વધારો થવો, રેસિડેન્શિયલ સ્કૂલ, સ્માર્ટ સ્કૂલ, આધુનિક પ્રયોગશાળાઓ, વિદ્યાર્થીઓને સ્કિલ ડેવલોપમેન્ટ અંગેના અભ્યાસક્રમો અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટી સક્રિય બનાવાથી પણ ઘણો ફાયદો થયો છે. આ સિવાય સરકારી શાળાઓમાં રમતગમતના મેદાન, હાઈટેક ટિચિંગ ક્લાસ, સ્વચ્છતા તથા ક્વોલિફાઈડ શિક્ષકો હોવાથી ખાનગી સ્કૂલ્સ સામે સ્પર્ધા શરૂ થઈ છે.

તેમણે વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હાલની ૨૧૪ શાળાઓમાં નાની-મોટી માળખાકિય સુવિધા યુક્ત કામગીરી ચાલી રહી છે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત શાળાઓનું નવિનીકરણનું કામ ચાલી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ શાળાઓનું નિર્માણ થયું છે. એટલું જ નહીં, અંદાજિત ૧૮ જગ્યાઓ પર નવી સ્કૂલોનું નિર્માણ પણ થઇ રહ્યું છે. ભિક્ષા નહીં શિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત રોડ પર ભિક્ષાવૃતિ કરનાર વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ ચાલી રહ્યું છે.

આમ, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કોર્પોરેશન અને સ્કૂલ બોર્ડના ઉપક્રમે આ પ્રકારની માળખાકિય સુવિધાયુક્ત શિક્ષણ, ટેક્નોલોજીયુક્ત શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સમયની સાથે ખભે થી ખભો મિલાવીને જરૂરી તમામ પ્રકારની શૈક્ષણિક અને સહ-અભ્યાસિક પ્રવૃતિ કરવાનું કામ પણ ચાલી રહ્યું છે. આ તમામ બાબતોને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિશ્વાસ સરકારી શાળાઓ પ્રત્યે વધ્યો છે. આગામી સમયમાં જે વિશ્વાસ વાલીઓ અને વિદ્યાર્થીઓએ મૂક્યો છે તેને પૂર્ણ કરવામાં સ્કૂલ બોર્ડ કટિબદ્ધ અને પ્રતિબદ્ધ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

April 22, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gold rate Gold Price to Hit 1 Lakh, Breaks Single-Day Record
Main PostTop Postવેપાર-વાણિજ્ય

Gold rate : સોનાનો ભાવ આસમાને, તોડ્યો એક દિવસમાં સૌથી વધુ તેજીનો રેકોર્ડ

by kalpana Verat April 12, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 Gold rate : ભારતની રાજધાની દિલ્હીમાં સોનાની કિંમતો આસમાને પહોંચી ગઈ છે. આજેના વેપારમાં ગોલ્ડ રેટમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલતા ટ્રેડ વોરના કારણે ગોલ્ડ રેટમાં વધારો જોવા મળી રહ્યો છે. જાણકારોના જણાવ્યા અનુસાર, આવતા દિવસોમાં સોનાના ભાવમાં વધુ તેજી જોવા મળી શકે છે. જેનો સીધો અર્થ એ છે કે ટૂંક સમયમાં જ દિલ્હીમાં ગોલ્ડ પ્રાઈસ 1 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. સાથે જ દેશના વાયદા બજારમાં પણ ગોલ્ડ રેટમાં તેજી જોવા મળી છે. 7 એપ્રિલ પછીથી વાયદા બજારમાં સોનાના રેટમાં 6,800 રૂપિયાથી વધુનો વધારો થયો છે. ચાલો જાણીએ કે દેશની રાજધાની દિલ્હીમાં ગોલ્ડ પ્રાઈસ કેટલો થયો છે.

 Gold rate : દિલ્હીમાં રેકોર્ડ લેવલ પર સોનું

 લોકલ જ્વેલર્સ અને રિટેલર્સની ભારે માંગના કારણે શુક્રવારે દેશની રાજધાની દિલ્હીના સર્રાફા બજારમાં ગોલ્ડ રેટ 6,250 રૂપિયા ઉછળીને 96,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. અખિલ ભારતીય સર્રાફા સંઘે આ વાતની જાણકારી આપી છે. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરના વધવાથી મજબૂત સિક્યોર ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન તરીકે માંગ વધવાથી આંતરરાષ્ટ્રીય બજારોમાં ગોલ્ડ રેટ અત્યાર સુધીના ઓલ ટાઈમ લેવલ પર પહોંચ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  Gold Rate Today : સોનામાં આગ ઝરતી તેજી, એક જ દિવસમાં 3 હજાર રૂપિયાનો થયો વધારો.. જાણો લેટેસ્ટ ભાવ

 Gold rate : ઘરેલુ કિંમતોમાં વધારો

 બુધવારે 99.9 ટકા શુદ્ધતા ધરાવતી સોનાની કિંમત 90,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી. 4 દિવસની ભારે ઘટાડા પછી 99.5 ટકા શુદ્ધતા ધરાવતી ગોલ્ડ રેટમાં 6,250 રૂપિયાનો વધારો થયો છે અને તે 96,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઓલ ટાઈમ હાઈ લેવલને પણ પાર કરી ગયો છે. ગયા દિવસે તે 89,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.

 

April 12, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Bank Employees Strike Bank strike next week Date, which banks and services will be affected
વેપાર-વાણિજ્ય

Bank Employees Strike: ઝટપટ પતાવી દેજો બેંકના કામ! સળંગ ચાર દિવસ બેંકો રહેશે બંધ; આ માંગ સાથે કર્મચારીઓ ઉતરશે દેશવ્યાપી હડતાળ પર..

by kalpana Verat March 19, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Bank Employees Strike:જો તમારે કોઈ બેંકિંગનું કામ હોય, તો તે જલ્દી પૂર્ણ કરી લેજો. નહિતર તે કાર્યમાં મોટો વિલંબ થઈ શકે છે. કારણ કે આગામી દિવસોમાં બેંક એક બે દિવસ નહીં પણ ચાર દિવસ બંધ રહેશે. તેથી, બેંક ખાતાધારકોને  બેંક સંબંધિત કાર્ય માં અવરોધ આવી શકે છે. બેંક કર્મચારીઓએ તેમની મુખ્ય માંગણીઓ માટે હડતાળનું એલાન આપ્યું છે. તેથી, તે સમયગાળા દરમિયાન બેંકો બંધ રહેશે.

Bank Employees Strike:આ સમયગાળા દરમિયાન બેંક બંધ રહેશે.

22 માર્ચથી 25 માર્ચ સુધી બેંક બંધ રહી શકે છે. 22 માર્ચે ચોથો શનિવાર હોવાથી બેંકમાં રજા રહેશે. તો 23 માર્ચના રોજ રવિવાર છે. ઉપરાંત, બેંક કર્મચારીઓ 24 અને 25 માર્ચે બે દિવસની હડતાળ પર જશે. તેથી, આ બેંક સંબંધિત પ્રવૃત્તિઓને અસર કરશે.

Bank Employees Strike:યુનિયનની મુખ્ય માંગણીઓ શું છે?

બેંક યુનિયનના જણાવ્યા અનુસાર, તેમની કેટલીક માંગણીઓ સરકારે પેન્ડિંગ રાખી છે. આના કારણે હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. તેમની માંગણીઓમાં રિઝર્વ બેંક મુજબ બેંકોમાં 5 દિવસનો સપ્તાહ લાગુ કરવો, સરકારી બેંકોના ખાનગીકરણનો વિરોધ, બેંકોમાં ખાલી જગ્યાઓ વહેલી તકે ભરવી જેવી બાબતોનો સમાવેશ થાય છે.  માંગમાં એ પણ શામેલ છે કે સરકારે બેંકોમાં 51 ટકાથી ઓછો હિસ્સો ન લેવો જોઈએ. આ હડતાળને 9 બેંક યુનિયનો દ્વારા ટેકો આપવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો: Amazon fired Employees: એમેઝોનમાં ફરીથી મોટી છટણી, હજારો કર્મચારી ઘરભેગા.

યુનિયનના સભ્યોએ ગ્રાહકોને અપીલ કરતા કહ્યું છે કે બેંક બંધ થવાથી ગ્રાહકોને અસુવિધા થશે. જોકે, અમે તેમને અપીલ કરીએ છીએ કે ગ્રાહકો આ હડતાળમાં સહયોગ આપે.

Bank Employees Strike :આ સુવિધા કાર્યરત થશે.

જણાવી દઈએ કે આ હડતાળ દરમિયાન UPI, મોબાઇલ બેંકિંગ, ઇન્ટરનેટ બેંકિંગ અને ATM જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. જોકે, બેંક શાખા સંબંધિત પ્રવૃત્તિઓ શક્ય બનશે નહીં. તેથી, ગ્રાહકોએ આગામી થોડા દિવસોમાં તેમનું કામ પૂર્ણ કરી લેવું જોઈએ, નહીં તો મોટો વિલંબ થઈ શકે છે.

 

 

March 19, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
anupama fans demanded to makers to bring back anuj kapadia
મનોરંજન

Anupama makers trolled: અનુપમા અને રાજન શાહી ફરી આવ્યા ટ્રોલર્સ ના નિશાન પર, લોકો શો ને લઈને કરી રહ્યા છે આવી માંગણી

by Zalak Parikh January 21, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Anupama makers trolled: અનુપમા ઘણા સમય થી લોકો નું મનોરંજન કરી રહી છે.આ સિરિયલ માં લોકો ને અનુજ અને અનુપમા ની વાર્તા ખુબ પસંદ આવી હતી. રાજન શાહીની હિટ સિરિયલ અનુપમા ઘણી વખત ટ્રોલ્સના નિશાન પર આવી છે. શોની વાર્તા દરરોજ બદલાતી રહે છે.જ્યારથી આ સિરિયલની વાર્તા માં 15 વર્ષ નો લિપ આવ્યો છે ત્યારથી અનુજ કાપડિયા શોમાંથી ગાયબ છે. આ સિવાય લોકોને સિરિયલમાં નવા ટ્વિસ્ટ બહુ પસંદ નથી આવી રહ્યા જેને લઈને ચાહકો એ અનુપમા અને રાજન શાહી ને ટ્રોલ કરતા માંગણી મૂકી છે. 

આ સમાચાર પણ વાંચો: Saif Ali Khan stabbing case: સૈફ અલી ખાન હુમલા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, મુંબઈથી 1,095 કિમી દૂરથી શંકાસ્પદને ઝડપયો; પૂછપરછ ચાલુ

અનુપમા અને રાજન શાહી સામે લોકો એ મૂકી માંગણી 

સોશિયલ મીડિયા પર દર્શકો કહે છે કે અનુજ કાપડિયાએ સિરિયલમાં પાછા ફરવું જોઈએ. દર્શકો આ સિરિયલમાં અનુજ અને અનુપમાનીપ્રેમકથા ફરી એકવાર જોવા માંગે છે. આ કારણોસર, ચાહકો દરેક પોસ્ટ પર BRING BACK ANUJ લખી રહ્યા છે.

Pure magic!💫♥️

The chemistry between #MaAn is unbeatable every move they make is full of love and elegance.

Please bring them back!
Missing them terribly 😭

WE MAAN YOU #RupaliGanguly #GauravKhanna #GauRup @StarPlus #Anupamaa #AnujKapadia @TheRupali 🧿@iamgauravkhanna pic.twitter.com/jX1xuECuKY

— ℳ𝒶𝒶𝓃🦢 (@beaizyer) January 20, 2025


એક ચાહકે લખ્યું, ‘અનુજ.. આ શ્વાસ છે, અનુ.. આ પ્રેમ છે, અનુજ.. તું મને કેટલો પ્રેમ કરે છે?’ સ્ટાર પ્લસ, માનને પાછું લાવો. અનુજ કાપડિયાને પાછા લાવો.

Anu: breathes

Anuj: 🥰🥰🥰

Anu: how much do you love me?

Anuj: —-this—much 🤗

STARPLUS BRING BACK MAAN

BRING BACK ANUJ#Anupamaa #AnujKapadia#MaAn #GauRup #RupaliGanguly #GauravKhanna

VC:vid rights owned by starplus pic.twitter.com/kNlLJHxfSZ

— Annalise (@AnnaliseMaAn) January 20, 2025


આ સિવાય કેટલાક ચાહકોએ નવા ટ્રેક માટે નિર્માતાઓની ટીકા કરી છે. કેટલાક લોકોને પ્રેમ અને રાહીની પ્રેમકથા બિલકુલ પસંદ નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 21, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Auto Taxi Fare Hike City's auto, taxi unions demand Rs 2-3 fare hike
મુંબઈ

Auto Taxi Fare Hike : મહાયુતિ આવી, મોંઘવારી લાવી! ઓટો-ટેક્સી ચાલકોએ ભાડામાં વધારો કરવાની માંગ કરી; મિનિમમ ભાડું  આટલા રૂપિયા કરવાની ડિમાન્ડ…

by kalpana Verat December 28, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Auto Taxi Fare Hike : મુંબઈ શહેરમાં મહાનગર ગેસ લિમિટેડે એક મહિનામાં બીજી વખત CNGના દરમાં એક રૂપિયાનો વધારો કર્યો છે. MGLએ એક મહિનામાં બીજી વખત CNGના દરમાં વધારો કર્યો છે. આ પહેલા 24 નવેમ્બરે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. બીજી તરફ સીએનજીના ભાવ વધારાથી નારાજ  રિક્ષાચાલકો ભાડામાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે સીએનજીના ભાવ વધી રહ્યા છે, પરંતુ ભાડું યથાવત્ છે. જેના કારણે તેમનો નફો ઘટી રહ્યો છે અને તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. 

Auto Taxi Fare Hike : ભાડામાં 3 રૂપિયાનો વધારો કરવાની માંગ

મુંબઈમાં મોટા ભાગની રિક્ષા, ટૅક્સી અને બસ CNGથી ચાલે છે. ભાવમાં થયેલા આ વધારાની સાથે જ ઑટો યુનિયને મિનિમમ ભાડું 23 રૂપિયાથી વધારીને 26 રૂપિયા કરી આપવાની માગણી ફરી ઉચ્ચારી છે. તેથી આ વાહનોને સીએનજી માટે વધુ ચૂકવણી કરવી પડશે અને તેનો બોજ મુંબઈકરોએ ઉઠાવવો પડશે.  મહત્વનું છે કે ગઈકાલે ફરી એકવાર સીએનજીના ભાવમાં પ્રતિ કિલો એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જેના કારણે મુંબઈમાં પ્રતિ કિલો સીએનજી માટે 77 રૂપિયાને બદલે 78 રૂપિયા ચૂકવવા પડશે. ભાવ વધારા અંગે મહાનગર ગેસ લિમિટેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે MGL વધારાના બજાર ભાવે કુદરતી ગેસની આયાત કરી રહી છે. ગેસના ભાવમાં પ્રતિ કિલો એક રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. 

આ સમાચાર પણ વાંચો : NCP Candidate List: અજિત પવારની પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આ 11 બેઠકો પર ઉમેદવારો ઉભા કર્યા.. જાણો

 Auto Taxi Fare Hike : 10 લાખથી વધુ વાહનો CNG ઈંધણ પર

જણાવી દઈએ કે મુંબઈ શહેર સહિત સમગ્ર MMRમાં 10 લાખથી વધુ વાહનો CNG ઈંધણ પર ચાલે છે. જોકે, હવે સીએનજીના ભાવમાં વધારો થતાં જાહેર વાહનોના રિક્ષાચાલકોના યુનિયનોએ ભાડામાં રૂ.3નો વધારો કરવાની માંગ કરી છે. જો આ માંગણી સ્વીકારવામાં આવશે તો રિક્ષાનું લઘુત્તમ ભાડું 23 રૂપિયાથી વધીને 26 રૂપિયા થઈ જશે. આ સાથે રિક્ષા બાદ હવે ટેક્સી અને અન્ય વાહનોનું ભાડું પણ વધી શકે છે, આથી તેનો બોજો મુંબઈકરોના ખિસ્સા પર પડે તેવી શક્યતા છે.

December 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
akshara singh received death threat demanded rs 50 lakh in two days
મનોરંજન

Akshara singh death threat: શાહરુખ-સલમાન બાદ હવે ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ ને મળી મારી નાખવાની ધમકી, કરી અધધ આટલા લાખ ની ખંડણી ની માંગ

by Zalak Parikh November 13, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Akshara singh death threat: ભોજપુરી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અક્ષરા સિંહ ને મારી નાખવાની ધમકી મળી છે. અક્ષરા ને અજાણ્યા નંબર પરથી ધમકી આપતો કોલ આવ્યો હતો. ફોન કરનારે કથિત રીતે તેની સાથે ગેરવર્તણૂક કરી હતી અને 50 લાખ રૂપિયાની ખંડણી પણ માંગી હતી. ધમકીભર્યો કોલ આવ્યા બાદ અક્ષરા એ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.

આ સમાચાર પણ વાંચો : Rupali ganguly: રૂપાલી ની સાવકી દીકરી ઈશા વર્મા એ તેના પિતા પર અશ્વિન પર લગાવ્યા ગંભીર આરોપ,ભાવુક વિડીયો શેર કરી કહી આવી વાત

અક્ષરા સિંહ ને મળી ધમકી 

પોલીસ ને નોંધાવેલી ફરિયાદ માં અભિનેત્રી એ જણાવ્યું કે, 11મી નવેમ્બરની મોડી રાત્રે 12.20 કે 12.21ની આસપાસ બે અલગ-અલગ નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન ઉપાડતા જ લોકોએ તેની સાથે દુર્વ્યવહાર શરૂ કરી દીધો હતો. આ સિવાય અક્ષરા ને ફોન પર ધમકી આપવામાં આવી હતી અને કહ્યું હતું કે જો બે દિવસમાં 50 લાખની ખંડણી નહીં ચૂકવવામાં આવે તો તેની હત્યા કરી દેવામાં આવશે.

Bhojpuri Actress Akshara Singh Receives Death Threats and Extortion Demands https://t.co/KNrOgZ3pyR#BhojpuriActressAksharaSingh #AksharaSingh #DeathThreatstoAksharaSingh #Patna

— Illustrated Daily News (@I_DailyNews) November 13, 2024


પોલીસ સ્ટેશનના વડા ના જણાવ્યા અનુસાર તેમને અક્ષરા સિંહે ખંડણી અને હત્યાની ધમકીની ફરિયાદ કરતી અરજી દાખલ કરી છે. પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં ફોન કરનારને પકડી લેવામાં આવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 13, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Auto, Taxi Unions Demand Fare Hike
મુંબઈ

Mumbai : મુંબઈગરાઓ માટે મોટા સમાચાર! ટેક્સી, રિક્ષાની મુસાફરી થશે મોંઘી, સંગઠને કરી ભાવ વધારાની માંગ..

by kalpana Verat July 11, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Mumbai : લોકસભા ચૂંટણીના પરિણામો  ( Loksabha election result ) જાહેર થયા પહેલા વિવિધ વસ્તુઓના દરમાં ઘટાડો થયો હોવાના અહેવાલો આવ્યા હતા અને પરિણામ જાહેર થયા બાદ આ સ્થિતિ બદલાઈ ગઈ હતી. ટૂંકમાં હવે ભાવ વધારાના સમાચારો આવવા લાગ્યા છે. થોડા દિવસો પહેલા કેન્દ્ર સરકારે CNGના ભાવમાં પ્રતિ કિલો 1.5 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આ સમયે ડોમેસ્ટીક પાઈપલાઈન ગેસના ભાવ વધારાની પણ જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ હવે મુંબઈ શહેરમાં મુસાફરી મોંઘી થવાના સંકેત સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

Mumbai : રિક્ષા ટેક્સી એસોસિએશને  ભાડા વધારાની માંગ ઉઠાવી

પ્રાપ્ત માહિતી અનુસાર સીએનજીના ભાવમાં વધારા બાદ રિક્ષા એસોસિએશને પણ ભાડા વધારા ( Fare Hike ) ની માંગ ( demand ) ઉઠાવી છે. રિક્ષાચાલકોએ માગણી કરી છે કે બેઝિક ભાડું રૂ. 23થી વધારીને રૂ. 25 અને રનિંગ ભાડું રૂ. 15.33થી વધારીને રૂ. 16.99 કરવામાં આવે.  દરમિયાન ટેક્સી ડ્રાઈવર્સ એસોસિએશને પણ બેઝિક ભાડું 28 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કરવાની માંગ ઉઠાવી છે. 

આ સમાચાર પણ વાંચો: Mumbai Coastal Road: કોસ્ટલ રોડનો મહત્વનો તબક્કો આજથી ખુલ્લો, મુંબઈવાસીઓ આ સમય દરમિયાન જ કરી શકશે મુસાફરી..

આ અંગે વિગતવાર ચર્ચા કર્યા પછી જ નિર્ણય લેવામાં આવશે. ઓટોરિક્ષા અને ટેક્સી યુનિયન દ્વારા નિર્ણય લીધા બાદ આ નિર્ણય અંગેની દરખાસ્ત પરિવહન વિભાગને મોકલવામાં આવશે.

Mumbai : બે વર્ષ પહેલા કરાયો હતો ભાડામાં વધારો 

MMRTA વતી 2022માં રિક્ષા અને ટેક્સીના ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. ઑક્ટોબર 2022ના રોજ રિક્ષાનું ભાડું 21 રૂપિયાથી વધારીને 23 રૂપિયા જ્યારે ટેક્સીનું ભાડું 25 રૂપિયાથી વધારીને 28 રૂપિયા કરવામાં આવ્યું હતું.  હવે બે વર્ષ પછી આ વૃદ્ધિમાં કેટલો તફાવત છે તે જોવું અગત્યનું રહેશે

July 11, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
- Lok Sabha Election TMC MPs protest at EC office; demand removal of chiefs of central agencies
દેશMain PostTop Post

 Lok Sabha Election : ED, CBI ચીફને હટાવો… ચૂંટણી પંચની બહાર જોરદાર હંગામો, હડતાળ પર બેઠેલા TMCના 10 સાંસદોની અટકાયત..

by kalpana Verat April 8, 2024
written by kalpana Verat

  News Continuous Bureau | Mumbai 

Lok Sabha Election : લોકસભા ચૂંટણી 2024માં આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચને સતત ફરિયાદો આવી રહી છે. દરમિયાન, તૃણમૂલ કોંગ્રેસ (TMC) નું એક પ્રતિનિધિમંડળ આજે ચૂંટણી પંચ પાસે પહોંચ્યું છે. ટીએમસીએ ચૂંટણી પંચ પાસે ઇડી, સીબીઆઇ, એનઆઇએ અને ઇન્કમ ટેક્સના વડાઓને હટાવવાની માંગ કરી છે. TMC MP Protest Delhi: કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી TMC વચ્ચે છેલ્લા કેટલાક મહિનામાં ઘણો વિવાદ ચાલી રહ્યો છે.

પોલીસ એક્શનમાં આવી

સાથે જ ટીએમસીના પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચની બહાર 24 કલાક વિરોધ કરવાની જાહેરાત કરી હતી. જો કે તેઓ ધરણા પર બેસતાની સાથે જ પોલીસ ટીમ એક્શનમાં આવી હતી અને તમામ દેખાવકારોને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ ટીએમસી નેતા ડોલા સેને કહ્યું કે ભાજપ આ કેન્દ્રીય તપાસ એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચે તપાસ એજન્સીઓના વડાઓને હટાવીને અન્ય પક્ષો માટે સમાન તકો ઊભી કરવી જોઈએ.

ભાજપ ચૂંટણી પહેલા નેતાઓની કરવા માંગે છે ધરપકડ

NIA તપાસને લઈને જે રીતે રાજનીતિ થઈ રહી છે તેની સામે ટીએમસીનું પ્રતિનિધિમંડળ કેન્દ્રીય ચૂંટણી પંચમાં ફરિયાદ કરવા પહોંચ્યું છે. ટીએમસી નેતાઓનું કહેવું છે કે ભાજપ ચૂંટણી પહેલા અમારા નેતાઓની ધરપકડ કરવા માંગે છે. સાથે જ ડોલા સેને કહ્યું કે કેન્દ્રીય તપાસ એજન્સીઓના ચીફને બદલવા જોઈએ. આ ઉપરાંત ટીએમસીના પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચ પાસે માંગ કરી છે કે પશ્ચિમ બંગાળ સરકારને જલપાઈગુડીમાં તોફાન પીડિતોની મદદ કરવાની મંજૂરી આપવામાં આવે. જેથી તેમના તૂટેલા મકાનો ફરી બનાવી શકાય અને અન્ય મદદ પણ કરી શકાય.

આ સમાચાર પણ વાંચો : ECI: ચૂંટણી પંચે સામાન્ય ચૂંટણી 2024માં ભાગીદારી વધારવા માટે સોશિયલ મીડિયાની શક્તિનો લાભ લીધો

‘ભાજપ અને NIA વચ્ચે સાંઠગાંઠ છે’

દરમિયાન ટીએમસીના નેતા સાકેત ગોખલેએ પ્રશ્ન કર્યો હતો કે શું કેન્દ્રએ NIAના નવા ડાયરેક્ટર જનરલની નિમણૂક પહેલા ચૂંટણી પંચની મંજૂરી લીધી હતી અને આ નિમણૂકની તપાસની માંગ કરી હતી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે લોકસભા ચૂંટણી દરમિયાન કેન્દ્રીય એજન્સીઓ સાથે ભાજપનું ‘સાંઠબંધ’ ગાઢ બની રહ્યું છે.

તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય ગોખલેએ ‘X’ પર એક પોસ્ટમાં આરોપ મૂક્યો હતો કે ભાજપના નેતા જિતેન્દ્ર તિવારીએ 26 માર્ચે NIAના પોલીસ અધિક્ષક ડીઆર સિંહને મળ્યા હતા અને તે જ દિવસે સદાનંદ દાતેને એજન્સીના નવા વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
 

April 8, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
will aishwarya sharma to play daya bhabhi role in TMKOC fans demand to makers
મનોરંજન

Aishwarya sharma: શું તારક મહેતા માં દયા ભાભી બનીને આવશે બિગ બોસ 17 ની આ સ્પર્ધક? ફેન્સે મેકર્સ ને કરી મોટી માંગ

by Zalak Parikh January 19, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Aishwarya sharma: ટીવી અભિનેત્રી ઐશ્વર્યા શર્મા હાલ લાઈમલાઈટ મેળવી રહી છે. ઐશ્વર્યા શર્મા બિગ બોસ 17 માં જોવા મળી હતી આ શો માં તે તેના પતિ નીલ ભટ્ટ સાથે જોવા મળી હતી. આ શો દ્વારા ઐશ્વર્યા એ તેના ચાહકો ને ધ્યાન ખેંચ્યું હતું. હવે તે બિગ બોસ ના ઘરમાંથી બહાર આવી ગઈ છે પરંતુ તેમછતાં તેના ચાહકો તેને ફરી પડદા પર જોવા માંગે છે. ચાહકો એ માંગ કરી રહ્યા છે કે ઐશ્વર્યા શર્મા એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં દયા ભાભી ની ભૂમિકા ભજવવી જોઈએ. જેના કારણે સોશિયલ મીડિયા પર મેકર્સ પાસે માંગ શરૂ થઈ ગઈ છે. 

 

દયા ભાભી ના રોલ માં ઐશ્વર્યા શર્મા ને જોવા માંગે છે ચાહકો 

બિગ બોસ 17 માં ઐશ્વર્યા શર્મા તેના પતિ નીલ ભટ્ટ સાથે પહોંચી હતી. જોકે હવે બંને શો માંથી બહાર આવી ગયા છે. આ દરમિયાન ઐશ્વર્યા શર્મા એ તેના પતિ નીલ ભટ્ટ સાથે એક વિડીયો શેર કર્યો હતો જેમાં તે દયા ભાભી ની મિમિક્રી કરતી જોવા મળી હતી. અભિનેત્રીની આ પ્રતિભા જોઈને ઈન્ટરનેટ પર ખળભળાટ મચી ગયો છે. યુઝર્સ ઐશ્વર્યાને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયા ભાભી ના રોલમાં જોવા માંગે છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે શોના મેકર્સ પાસે ઐશ્વર્યાને દયા ભાભી ના પાત્રમાં કાસ્ટ કરવાની માંગ કરી છે.

Next Daya Ben for #TMKOC !!
•
•
•
•
~ Cutest couple ever 🌟

•• Retweet if you want her as Daya Ben🔁••#NeilBhatt #NeilArmy @neilbhatt4 #BB17 #BigBoss17 #AishwaryaSharma @AishSharma812 pic.twitter.com/CLZJYFNZjy

— 𝐓𝐞𝐚𝐦 𝐍𝐞𝐢𝐥 𝐁𝐡𝐚𝐭𝐭 ✨ (@TeamNeilBhattFC) January 16, 2024


તમને જણાવી દઈએ કે, તારક મહેતા માં છેલ્લા કેટલાય સમય થી દયા ભાભી ગાયબ છે મેકર્સ નવી દયા ભાભી ની શોધમાં છે. આવી સ્થિતિ માં ઐશ્વર્યા દ્વારા દયા ભાભી ની મિમિક્રી કરતા લોકો મેકર્સ પાસે નવી દયા ભાભી ની માંગ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં થશે અભીર ની એન્ટ્રી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો આ અભિનેતા ભજવી શકે છે અક્ષરા ના પુત્ર ની ભૂમિકા

January 19, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક