Tag: development plan

  • Mumbai Koliwada:મુંબઈના કોળીવાડાઓ વિશે મોટો નિર્ણય; વિસ્તારના વિકાસ માટે મંત્રી આશિષ શેલારે પ્રશાસનને 60 દિવસનું અલ્ટીમેટમ આપ્યો

    Mumbai Koliwada:મુંબઈના કોળીવાડાઓ વિશે મોટો નિર્ણય; વિસ્તારના વિકાસ માટે મંત્રી આશિષ શેલારે પ્રશાસનને 60 દિવસનું અલ્ટીમેટમ આપ્યો

    News Continuous Bureau | Mumbai

    મુંબઈના કોળીવાડાઓની સીમાંકનનો પ્રશ્ન ઘણા વર્ષોથી અટકેલો છે. ઘરની મરામત જેવા નાના કામોથી લઈને વિકાસ યોજનાઓ સુધી, કોળી સમુદાયના લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે એવું લાગી રહ્યું છે કે સરકારે આ બાબતે કડક પગલાં લીધા છે.

    મંત્રાલયમાં તાજેતરમાં એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં મુંબઈના કોળીવાડાઓ અને ગામડાઓના સીમાંકનની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. ઘણા કોળીવાડાઓનું સીમાંકન પૂર્ણ થઈ ગયું હોવા છતાં, ડેવલપમેન્ટ પ્લાન (ડીપી)માં તેનું માર્કિંગ ન થવાથી રહેવાસીઓને મુશ્કેલીઓ આવી રહી છે, તે વાત બેઠકમાં બહાર આવી. આ મુદ્દે સ્થાનિક ધારાસભ્ય મનીષા ચૌધરીએ ખાસ ધ્યાન દોર્યું અને સખત રજૂઆત કરી.

    આ સમાચાર પણ વાંચો : SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે

    અધિકારીઓએ માહિતી આપી કે સીમાંકન પ્રક્રિયા દરમિયાન કેટલીક નવી વસાહતો પણ મળી આવી છે. કેટલીક જગ્યાએ સીમા વિવાદ છે, તો કેટલીક જગ્યાએ આદિવાસી વસાહતોના કારણે મામલાઓ ગૂંચવાયા છે. તેમ છતાં, સરકારે આ બધી મુશ્કેલીઓનો ઉકેલ શોધીને તાત્કાલિક નિર્ણય લેવાનો સંકલ્પ દર્શાવ્યો છે.
    અંતે, મુંબઈ ઉપનગર જિલ્લાના પાલક મંત્રી એડવોકેટ આશિષ શેલારે મનપા કમિશનર અને વરિષ્ઠ અધિકારીઓને કડક આદેશ આપ્યો કે, “જે કોળીવાડાઓનું સીમાંકન થઈ ગયું છે, તેનું આગામી 60 દિવસમાં ડીપીમાં માર્કિંગ કરવામાં આવે.” આ બેઠકમાં પૂર્વ સાંસદ ગોપાલ શેટ્ટી, ધારાસભ્ય મનીષા ચૌધરી, અને મ્હાડા, એસઆરએ, તથા મનપાના અધિકારીઓ પણ હાજર હતા.

  • Dahod Smart City: દાહોદ શહેરને સ્માર્ટ સીટી તરીકે વિકસાવવાનો કાર્યક્રમ શરૂ, ભારત સરકારે કુલ આટલા કરોડની રિનોવેશન ફંડ રજુ કરશે

    Dahod Smart City: દાહોદ શહેરને સ્માર્ટ સીટી તરીકે વિકસાવવાનો કાર્યક્રમ શરૂ, ભારત સરકારે કુલ આટલા કરોડની રિનોવેશન ફંડ રજુ કરશે

    News Continuous Bureau | Mumbai

    Dahod Smart City: મધ્ય ગુજરાતના આદિવાસી ક્ષેત્રમાં વસેલું દાહોદ શહેર બદલાઈ રહ્યું છે. ભારતના જે શહેરોને સ્માર્ટ સીટી તરીકે વિકસિત કરવાનું ભારત સરકારે નક્કી કર્યું હતું, તેમાં દાહોદનો સમાવેશ થવાથી આ શહેરની માળખાગત સુવિધાઓમાં ધરમૂળથી ફેરફારઆવી રહ્યા છે. ચાલો, બનીએ આ શહેરના પરિવર્તનના સાક્ષી

     આદિવાસી ક્ષેત્રનું સૌથી મોટું શહેર દાહોદ હવે પરિવર્તનના પંથે છે.સ્માર્ટ સીટી હેઠળ આ શહેરનો કાયાકલ્પ થઈ રહ્યો છે. છાબ તળાવ તેનું ઉત્તમ ઉદાહરણ છે. રૂ.120 કરોડના ખર્ચે રિનોવેટ થયેલું છાબ તળાવ આજે નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

    સ્માર્ટ સીટી હેઠળ શહેરમાં ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ સ્થપાયું છે. આ હાઈટેક સેન્ટર પરથી 80 સ્થળો પર 387 સીસીટીવી કેમેરા થકી સઘન મોનીટરીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેથી શહેર વધુ સલામત બન્યું છે. અહીં સમૃદ્ધ આદિવાસી વારસાના જતન માટે આદિવાસી મ્યુઝિયમ પણ વિકસાવાઈ રહ્યું છે.સાથે જ રમત-ગમતપ્રેમીઓ માટે રમત-ગમત સંકુલ પણ આકાર પામી રહ્યું છે. આમ, અનેકવિધ પ્રોજેક્ટથી દાહોદ નવું રૂપ ધારણ કરી રહ્યું છે.

    આ સમાચાર પણ વાંચો:  Karate competition: જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં એકલવ્ય સ્કૂલના વિદ્યાર્થીઓએ શાળાનું ગૌરવ વધાર્યું, આટલા વિદ્યાર્થીઓને મળ્યું મેડલ

    Dahod Smart City: દાહોદ આજે શહેરી વિકાસના મોડલ તરીકે ઉભરી રહ્યું છે.(GFX IN) આવાસ,પરિવહન,ઉર્જા, નાગરિક સલામતી અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ જેવા શહેરી વિકાસના માપદંડોમાં તે નિરંતર ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યું છે. આમ, દાહોદનું શહેરી વિકાસનું આ મોડલ ‘વિકાસ ભી, વિરાસત ભી’ ના સૂત્રને સાચા અર્થમાં સાકાર કરે છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

  • વાહ ક્યા બાત હૈ- અંધેરીથી ગોરેગામ પહોંચી શકાશે મિનિટોમાં- BMC બનાવી રહી છે આ યોજના

    વાહ ક્યા બાત હૈ- અંધેરીથી ગોરેગામ પહોંચી શકાશે મિનિટોમાં- BMC બનાવી રહી છે આ યોજના

     News Continuous Bureau | Mumbai

    મુંબઈના પશ્ચિમ પરામાં(western suburbs) આવેલા અંધેરી અને ગોરેગાંવ (Andheri and Goregaon) વચ્ચેનું અંતર હવે મિનિટોમાં પાર પાડી શકાશે. મુંબઈ મહાનગરપાલિકાએ (BMC) 31 વર્ષ પહેલા બનાવેલી યોજના હવે અમલમાં મુકવાની છે. અંધેરી અને ગોરેગાંવ વચ્ચેની ખાડી ઉપર કેબલ સ્ટેન્ડ બ્રિજ(Cable Stand Bridge) બાંધવાનો પાલિકાએ નિર્ણય લીધો છે. તે માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આ પુલને કારણે અંધેરીથી ગોરેગાવ વચ્ચેનું અંતર 20થી 25 મિનિટથી ઘટી જશે એવો પાલિકાનો દાવો છે.

    અંધેરી-ગોરેગાવ વચ્ચે બાંધવામાં આવનારો કેબલ સ્ટેન્ડ બ્રિજ 500 મીટરનો હશે અને તે છ લાઈનનો હશે. આ પુલને કારણે નવા લિંક રોડ પરનો(New Link Road) ટ્રાફિક ઘટી જશે એવું માનવામાં આવે છે.

    પાલિકાના 1991ના ડેવલપમેન્ટ પ્લાન(Development Plan) મુજબ તે સમયે 36.6 મીટર પહોળા બ્રિજ બનાવવાની દરખાસ્ત આવી હતી. આ પ્રોજેક્ટ હેઠળ અંધેરી-લોખંડવાલાથી મિલ્લતનગર નર્સરી(Millatnagar Nursery) સુધીનો રોડ બનાવવાનો હતો. બાદમાં પાલિકાએ ગોરેગામમાં શહીદ ભગતસિંહ નગર(Shaheed Bhagat Singh Nagar) અને મૌલાના ઝિયાઉદ્દી બુખારી રોડ(Maulana Ziauddin Bukhari Road) અને બેસ્ટ કોલોની રોડના જંકશન(Junction of Best Colony Road) વચ્ચે મિસિંગ લિંક વિકસાવાની યોજના બનાવી હતી.

    આ સમાચાર પણ વાંચો: ધમ્માલ- મુંબઈમાં ગણેશોત્સવમાં સ્કૂલ- કોલેજોમાં આટલા દિવસની રજા જાહેર

    1991ના ડેવલપમેન્ટ પ્લાનની સાથે જ 2034ના ડેવલપમેન્ટ પ્લાનમાં આ રોડની દરખાસ્ત કરવામાં આવી હતી. હવે પાલિકા આ યોજના આગળ વધારી રહી છે, જેમાં કનેક્ટેડ બ્રિજ ન્યુ લિંક રોડ(Connected Bridge New Link Road) પર ટ્રાફિકનું ભારણ ઘટાડશે.

    ટેન્ડર મુજબ આ પુલ પાછળ પાલિકા લગભગ 418.35 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે. આ પુલ લગભગ ચાર વર્ષમાં બંધાઈને તૈયાર થશે.