Tag: devottee

  • હર- હર શંભુ, કેદાર ધામની ટોચ પર સજાવાશે સુવર્ણ કળશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના આટલાં શિવભક્તોએ વ્યક્ત કરી આ ઈચ્છા

    હર- હર શંભુ, કેદાર ધામની ટોચ પર સજાવાશે સુવર્ણ કળશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના આટલાં શિવભક્તોએ વ્યક્ત કરી આ ઈચ્છા

    News Continuous Bureau | Mumbai

    કેદારનાથ મંદિર ઉત્તર ભારતમાં પવિત્ર યાત્રાધામો માંનું એક છે, જે સમુદ્ર સપાટીથી 3584 મીટરની ઉંચાઈ પર મંદાકિની નદીના કિનારે આવેલું છે. કેદારનાથ મંદિર ઉત્તરાખંડમાં ચારધામ અને પંચ કેદારનો એક ભાગ છે અને ભારતમાં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. અહીં લાખો ભક્તો દર્શનાથે આવે છે. ભક્તોએ કેદારનાથ ધામમાં ભોલે બાબાના મંદિરની ટોચ પર સોનાથી જડાયેલું કળશ મૂકવા માટે શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિનો સંપર્ક કર્યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના ત્રણ શિવભક્તોએ 5 થી 7 કિલો વજનના કળશને મંદિરની ટોચ પર મૂકવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ કળશ જૂના કળશ ની પ્રતિકૃતિ હશે. મંદિર સમિતિ ટૂંક સમયમાં આ લોકો સાથે વાતચીત કરશે અને તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરશે.

    ત્રણ શિવભક્તોએ વ્યક્ત કરી ઈચ્છા 

    ભોલેનાથના ભક્તોની કેદારનાથ ધામ પ્રત્યે ઊંડી આસ્થા છે. ધામના ગર્ભગૃહની દિવાલો પર પુરાતત્વ વિભાગ અને સરકારની પરવાનગીથી મંદિર સમિતિ દ્વારા સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો હતો. મુંબઈના એક હીરાના વેપારીએ ગર્ભગૃહની દિવાલોને સોનાનો ઢોળ ચડાવવા માટે દાન આપ્યું હતું. હવે મહારાષ્ટ્ર અને ગુજરાતના ત્રણ શિવભક્તોએ મંદિરના શિખર પર સોનાનો ઢોળ ચડાવેલો કળશ મૂકવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કેદારનાથ મંદિરની ટોચ પર ત્રિકોણાકાર સોનાનો ઢોળ ચડાવેલો કળશ મૂકવામાં આવશે.

    શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજયનું કહેવું છે કે 28 વર્ષના લાંબા અંતરાલ બાદ મંદિરમાં એક નવો ત્રિકોણાકાર સોનાથી જડાયેલો કળશ સ્થાપિત કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે સમિતિના પદાધિકારીઓએ પ્રથમ તબક્કામાં આ શિવભક્તો સાથે વાતચીત કરી છે. હવે મંદિર સમિતિ તેના સ્તરેથી નક્કી કરશે કે આ ત્રણ દાતાઓમાંથી કોનો સહકાર લેવામાં આવશે. ત્રણેય દાતાઓએ જે રીતે સોનાથી જડિત કલશ રજૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે તે જોતા ત્રણેયના સહયોગથી ભવ્ય કલશની સ્થાપના થઈ શકે છે.

    આ સમાચાર પણ વાંચો :  ઉદ્ધવ ઠાકરેઃ ઉદ્ધવ ઠાકરે ફરી પક્ષના વડા બનશે! ઠાકરે શિવસેના જૂથની બેઠકમાં ફરીથી ચૂંટણી થવાની સંભાવના છે

    આ શિવભક્તો સાથે અંતિમ રાઉન્ડની વાતચીત બાદ મંદિર સમિતિ દ્વારા તમામ જરૂરી ઔપચારિકતાઓ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ દાતાઓના સહયોગથી આ ભવ્ય સોનાનો ઢોળ ચડાવેલ કળશ મંદિરના શિખર પર સ્થાપિત કરવામાં આવશે. આ માટે પંચાંગ ગણતરી દ્વારા દિવસ અને શુભ સમય નક્કી કરવામાં આવશે.

     ઓમની આકૃતિ સ્થાપિત

    નોંધનીય છે કે એક દિવસ પહેલા કેદારનાથ ધામમાં મંદિરથી લગભગ 250 મીટર પહેલા ગોલ પ્લાઝામાં ઓમની આકૃતિ સ્થાપિત કરવા માટે સફળ અજમાયશ પણ કરવામાં આવી છે. ગોલ પ્લાઝામાં 60 ક્વિન્ટલ વજનની ઓમની ભવ્ય કાંસાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવનાર છે. ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી આ કાર્યમાં રોકાયેલ છે અને ટૂંક સમયમાં તેની કાયમી સ્થાપના કરવામાં આવશે.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હેઠળ, કેદારનાથને સુરક્ષિત કરવા તેમજ તેને ભવ્ય દેખાવ આપવા માટે કેદારઘાટીમાં કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મંદિર સંકુલના વિસ્તરણની સાથે સાથે પ્રથમ તબક્કાના કામોના ભાગરૂપે મંદિર રોડ અને રાઉન્ડ પ્લાઝાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હવે બીજા તબક્કામાં આ રાઉન્ડ પ્લાઝા પર ઓમની આકૃતિ લગાવવામાં આવી રહી છે. 60 કિલો વજન ધરાવતું બ્રોન્ઝ ઓમ આકૃતિ ગુજરાતના બરોડામાં બનાવવામાં આવી છે.

    ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, લોનીવીએ હાઈડ્રા મશીનની મદદથી ટોલ પ્લાઝામાં ઓમની આકૃતિ સ્થાપિત કરવા માટે સફળ ટ્રાયલ કર્યું છે. કાર્યદળ સંસ્થાના EE વિનય કુમારના જણાવ્યા અનુસાર, ઓમના આકારને સંપૂર્ણ રીતે સુરક્ષિત કરવા માટે ચારેય બાજુથી કોપર વેલ્ડીંગ કરવામાં આવશે. આકૃતિના મધ્ય ભાગની સાથે, કિનારીઓને પણ સુરક્ષિત કરવામાં આવશે જેથી કરીને તેને હિમવર્ષાથી નુકસાન ન થાય. એક અઠવાડિયામાં આ ઓમની આકૃતિ કાયમ માટે સ્થાપિત થઈ જશે.

    જિલ્લા મેજિસ્ટ્રેટ રુદ્રપ્રયાગ મયુર દીક્ષિતના જણાવ્યા અનુસાર, કેદારનાથ ધામમાં મંદિરની 250 મીટર પહેલા ગોલ પ્લાઝામાં કાંસ્ય ઓમની આકૃતિ સ્થાપિત કરવાથી તેની ભવ્યતામાં વધુ વધારો થશે. ઓમની આકૃતિ સ્થાપિત કરવા માટે ડીડીએમએ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    આ સમાચાર પણ વાંચો : મોદી કેબિનેટમાં અચાનક જ મોટા ફેરબદલ, કિરેન રિજિજુ પાસેથી ખેંચી લેવાયું કાયદા મંત્રાલય. હવે આ નેતા સંભાળશે જવાબદારી

  • ગણેશ ભક્તોએ લાલબાગના રાજાના ચરણોમાં દિલ ખોલીને કર્યું દાન- માત્ર ચાર દિવસમાં આવ્યું અધધ આટલા કરોડ રૂપિયાનું દાન

    ગણેશ ભક્તોએ લાલબાગના રાજાના ચરણોમાં દિલ ખોલીને કર્યું દાન- માત્ર ચાર દિવસમાં આવ્યું અધધ આટલા કરોડ રૂપિયાનું દાન

    News Continuous Bureau | Mumbai

    મુંબઈ(Mumbai) માં કોરોના મહામારી(covid pandemic) ને લીધે બે વર્ષ બાદ ફરી જોશભેર ગણેશોત્સવ(Ganesha Festival) ઉજવાઈ રહ્યો છે. 

    આ વર્ષે કોઈ કોરોના પ્રતિબંધ ના હોઈ મુંબઈના પ્રસિદ્ધ લાલબાગના રાજા(Lalbaugcha raja) ના દર્શનાર્થે ભાવિકોની ભીડ ઉમટી રહી છે.

    અહીં માત્ર ચાર દિવસમાં જ રાજાને ચરણે દોઢ કરોડનું દાન આવ્યું છે. જેમાં રોકડ રકમ સહિત સોના, ચાંદીનો પણ સમાવેશ છે.  

    ગત ચાર દિવસમાં જમા થયેલ દાન(Donation) ની રકમ જોતાં આ વર્ષે સરેરાશ ચારથી પાંચ કરોડ રુપિયાનું દાન જમા થવાનો અંદાજ વર્તાવાઈ રહ્યો છે. 

    ઉલેખનીય છે કે 2019માં ભક્તોએ બાપ્પાના ચરણે 4 કિલો સોનું, 80 કિલો ચાંદી અને 6 કરોડ રૂપિયા કેશ ધર્યાં હતાં.

    આ સમાચાર પણ વાંચો :  આજે લાલબાગ અને પવઈ જવાનો છો- તો ફૂરસદમાં ઘરેથી નીકળજો. નહીં તો ફસાઈ જશો ચક્કા જામ માં- જાણો વિગત

  • જય સોમનાથ- પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભાવિકોનું ઉમટ્યું ઘોડાપુર- અધધ આટલા લાખથી વધુ શિવ ભક્તોએ પ્રત્યક્ષ શીશ ઝુકાવ્યું

    જય સોમનાથ- પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભાવિકોનું ઉમટ્યું ઘોડાપુર- અધધ આટલા લાખથી વધુ શિવ ભક્તોએ પ્રત્યક્ષ શીશ ઝુકાવ્યું

    News Continuous Bureau | Mumbai

    શિવ(Lord Shiva)ની ભક્તિના પવિત્ર ગણાતા એવા સમગ્ર શ્રાવણ માસ(Shravan Maas) દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ(Somnath Mahadev)ને શીશ ઝુકાવવા ભાવિકો(Devottee) નો ભારે ઘસારો જોવા મળ્યો હતો. જ્યારે શ્રાવણ માસમાં આવતા ચાર સોમવાર(Somvar), જન્માષ્ટમી(Janmashtmi), અગિયારસ, માસિક શિવરાત્રી, અમાસ સહિતના પર્વોના દિવસોની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી થઈ હતી. 

    શિવની ભક્તિ માટે ઉત્તમ ગણાતા સમગ્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવને ૧૦ લાખથી વધુ શિવ ભક્તોએ શીશ ઝુકાવી ધન્યતા પ્રાપ્ત કરી હતી. આ માસમાં ખાસ કરીને શ્રાવણના સોમવારએ યોજાતી પાલખીયાત્રા(Palkhiyatra), માસિક શિવરાત્રિ પર્વે યોજાતા પ્રહર જ્યોત પુજન, મહાપૂજા, મહાઆરતીમાં યાત્રીકોની સવિશેષ હાજરી નોંધાઈ હતી.

    સમગ્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવને શિવ ભક્તો દ્વારા ૩૯૦ ધ્વજા ચડાવવામાં આવેલ, ૫૧૦ ભાવિકોએ સોમેશ્વર મહાપૂજન કરેલ, ૮૪ સવાલક્ષ બિલ્વપૂજા, ૬૮૬૫ રૂદ્રાભિષેક, ૨,૪૯૩ બ્રાહ્મણ ભોજન સહિતની પુજાવિધિ સાથે ૪૫૯૫ મહામૃત્યુંજય મંત્રજાપ કરી શિવ ભક્તોએ ધન્યતા પ્રાપ્તિ કરી હતી. શ્રાવણ માસમાં સોમનાથ યજ્ઞશાળા ખાતે વિશ્વકલ્યાણ માટે ખાસ આયોજન કરાયેલ મહામૃત્યુજય યજ્ઞ અંગે શ્રદ્ધાળુઓમાં વિશેષ આકર્ષણ જોવા મળ્યું હતું. જેના કારણે સમગ્ર માસમાં ૧૬,૦૮૮ યાત્રીકોએ મહામૃત્યુંજય યજ્ઞમાં આહુતિ અર્પણ કરી હતી. આમ પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવને ૩,૩૭,૮૪૮ યજ્ઞઆહુતિ અર્પણ કરવામાં આવી હતી.

    આ સમાચાર પણ વાંચો : યાત્રીગણ કૃપયા ધ્યાન દે- રવિવારે  WRમાં આ બે સ્ટેશનો વચ્ચે રહેશે પાંચ કલાકનો જમ્બો બ્લોક-જાણો વિગત

    સોમનાથ મહાદેવના દર્શને આવનાર કોઈપણ ભક્ત ભૂખ્યું ન જાય એ ધ્યેય વાક્ય બનાવીને સોમનાથ ટ્રસ્ટે વધુમાં વધુ ભક્તોને ભોજન પ્રસાદનો લાભ આપ્યો છે. જેમાં સોમનાથ ટ્રસ્ટના નિઃશુલ્ક ભોજનાલયમાં ૯૦ હજારથી વધુ ભક્તોએ ભોજનપ્રસાદ આરોગી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત વિવિધ સામાજીક સંસ્થાઓ, ભક્તો દ્વારા શ્રાવણ માસમાં હજારો યાત્રીઓને પ્રસાદી રૂપે ફલાહાર કરાવેલ હતું. 

    શ્રાવણ માસમાં યાત્રિકો દ્વારા સોમનાથ મહાદેવને ભક્તો દ્વારા પુજાવિધિ,ડોનેશન સ્વરૂપે કેશ, ઇ-પેમેન્ટ ,કાર્ડ સ્વાઇપના માધ્યમથી રૂ.૨.૩૭ કરોડની રકમ અર્પણ કરવામાં આવેલ અને રૂ.૩૦.૨૩ લાખના મૂલ્યના ધાર્મિક પૂજાવિધિ માટે ઉપયોગમાં લઈ શકે તેવા સોમનાથ મહાદેવના ચાંદીના સીક્કા યાત્રીકોએ સ્મૃતિ ચિહ્ન તરીકે ખરીદ કર્યા હતા. સોમનાથ મહદેવની પ્રસાદી સ્વજનો માટે સાથે લઈ જવા માટે શ્રાવણ માસમાં મંદિર ટ્રસ્ટ દ્વારા વધુ પ્રસાદ કાઉન્ટર શરૂ કરાયા હતા. જેનો લાભ લઇ યાત્રીઓ રૂ. ૩.૨૩ કરોડનો પ્રસાદ સાથે લઇ ગયેલ હતા. મંદિરની પ્રસાદ, પુજાવિધી, ડોનેશન,ચાંદિના સીક્કા સહિતની કુલ આવક રૂ. ૫.૯૦ કરોડ જેટલી ટ્રસ્ટને થયેલ છે. 

    શ્રાવણમાં ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, સાંસદ પ્રકાશ જાવડેકર, વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્ય, રાજ્યના મંત્રીઓમાં જીતુભાઇ વાઘાણી, પુર્ણેશભાઇ મોદી, કુબેરભાઇ ડીંડોર, નરેશભાઇ પટેલ, મનિષાબેન વકીલ ઉપરાંત કર્ણાટકના પુર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના મહાનુભાવો સોમનાથ આવી મહાદેવના દર્શન કર્યા હતા. 

    આ સમાચાર પણ વાંચો : ઐતિહાસિક કર્ણાક બંદર બ્રિજ તોડવાનું શરૂ- કાટમાળ નો ઢગલો ભેગો થયો- બ્રીજ ઇતિહાસજમા થશે- જુઓ ફોટોગ્રાફ અને વિડિયો

    શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શન કરોડો લોકો ઘરબેઠા કરી શકે તે માટે સોશ્યલ મીડીયાનું માધ્યમ મહત્વનું બન્યું હતું. જેમાં જુદી જુદી સોશિયલ મીડિયા સાઇટો ઉપર ટ્રસ્ટના ઓફીશ્યલ પેજ ઉપરથી ૪૫ દેશમાં વસતા ૧૨.૭૫ કરોડથી વધુ શિવ ભક્તોએ સોમનાથ મહાદેવના નિત્યદર્શન, પૂજા, આરતી, જીવંત પ્રસારણ સહિતનો લાભ લીધો હતો. જેમાં ખાસ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિશેષ ત્રિરંગા લાઇટીંગની થીમ પર બનાવવામાં આવેલ એક રીલને ફેસબુક ઉપર એક કરોડથી વધુ રીચ મળી હતી. શ્રાવણ માસ દરમ્યાન ફેસબુક પર ૭ કરોડ, યુટ્યુબ પર ૨.૮૦ કરોડ, ઇન્સ્ટાગ્રામ પર ૧.૯૪ કરોડ, ટ્‌વીટર પર ૯ લાખ, કુ એપ પર ૨.૭૧ લાખ, સહિતના મળી કુલ ૧૨.૭૫ કરોડ દેશ-વિદેશમાં વસતા ભક્તોએ સોમનાથ મહાદેવના ઓનલાઇન દર્શન-આરતી-પુજામાં જોડાઇ ધન્યતા પ્રાપ્ત કરી હતી.

    શ્રાવણ માસમાં દેશ-વિદેશમાં વસતા ૨,૧૨૬ શિવભક્તોએ ઓનલાઈન પુજા નોંધાવી હતી. આ તમામને ઝુમ એપ થકી ઓનલાઇન પૂજાનો ઇ-સંકલ્પ કરાવી હજારો કિમી દૂર બેસીને પણ સોમનાથના સાનિધ્યનો અનુભવ કર્યો હતો. શ્રાવણ દરમ્યાન ટ્રસ્ટીગણના માર્ગદર્શન હેઠળ સેક્રેટરી યોગેન્દ્રભાઇ દેસાઇના નેતૃત્વમાં ટ્રસ્ટના અધિકારી-કર્મચારીઓ દ્વારા સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

    આ સમાચાર પણ વાંચો : અમેરિકામાં પીએમ મોદી- ગૌતમ અદાણી અને આંધ્રના CM સામે નોંધાયો કેસ-. કોર્ટે ત્રણેય દિગ્ગજોને જારી કર્યા સમન્સ- જાણો શું સમગ્ર મામલો