Aaradhya bachchan: આરાધ્યા બચ્ચન એ બચ્ચન પરિવાર માંથી આવે છે. આરાધ્યા અભિષેક અને ઐશ્વર્યા ની દીકરી છે.આરાધ્યા મુંબઈ ની ધીરુભાઈ અંબાણી સ્કૂલ માં ભણે છે. શું તમને ખબર છે આરાધ્યા ની સ્કૂલ ફી પેટે અભિષેક અને ઐશ્વર્યા કેટલા રૂપિયા નો ખર્ચ કરે છે.
આરાધ્યા બચ્ચન 13 વર્ષ ની છે.આરાધ્યા બચ્ચન મુંબઈની ટોપ સ્કૂલ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. આ સ્કૂલ માં આરાધ્યા નર્સરી થી ભણી રહી છે. હાલ આરાધ્યા 8 માં ધોરણ માં છે. મીડિયા રિપોર્ટ મુજબ અભિષેક અને ઐશ્વર્યા આરાધ્યા ની સ્કૂલ ફી પેટે દર મહિને 4.5 લાખ ચૂકવે છે. તાજેતર માં જ આરાધ્યા તેની નાની અને માતા ઐશ્વર્યા અને પિતા અભિષેક સાથે તેના સ્કૂલ ફંક્શન માં જોવા મળી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલની નર્સરીથી ધોરણ 7 સુધીની એક મહિનાની ફી લગભગ 1.70 લાખ રૂપિયા છે. આ શાળામાં આરાધ્યા સિવાય શાહરૂખ ખાન, કરીના કપૂર, શાહિદ કપૂર અને રિતેશ દેશમુખ જેવા ઘણા સ્ટાર્સના બાળકો અભ્યાસ કરે છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલની સ્થાપના 2003 માં રિલાયન્સ ગ્રુપ દ્વારા તેના સ્થાપક, ધીરુભાઈ અંબાણીની સ્મૃતિમાં કરવામાં આવી હતી. 20 વર્ષની અંદર, આ શાળા ભારતની શ્રેષ્ઠ શાળાઓમાંની એક બની ગઈ છે. આ શાળાનું મિશન વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ, શ્રેષ્ઠ વ્યક્તિઓ બનાવવાનું છે.
શાળાનું ફી માળખું બોર્ડ અને વર્ગ પ્રમાણે છે…
ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ સાત માળની છે. શાળાએ વિદ્યાર્થીઓને ઘણી સુવિધાઓ પૂરી પાડી છે. જેમ કે ખૂબ જ વિશિષ્ટ ફર્નિચર, દરેક વર્ગખંડમાં મલ્ટીમીડિયા પ્રોજેક્ટર, બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેક્શન, લોકર વગેરે. એટલું જ નહીં, અહીં બાસ્કેટબોલ કોર્ટ, ટેનિસ, લર્નિંગ સેન્ટર, યોગા રૂમ, પર્ફોર્મિંગ આર્ટસ સેન્ટર જેવી સુવિધાઓ પણ છે.
શાળાનું ફી માળખું બોર્ડ અને વર્ગ પ્રમાણે છે. અહીં, તમે જે વર્ગ અને બોર્ડમાં ઉમેદવારને પ્રવેશ મેળવશો તે મુજબ, તમારે તમારા ખિસ્સા પર બોજ નાખવો પડશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફીનું માળખું કંઈક આ પ્રકારનું છે. ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલી છે. આ શાળાની સ્થાપના 2003માં થઈ હતી. આ લક્ઝરી સ્કૂલને બનાવવામાં દસ મહિનાનો સમય લાગ્યો હતો. આ શાળાના નિર્માણમાં 20 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ શાળામાં દરેક સુવિધા ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓએ શાળાએ આવતી વખતે લંચ બોક્સ લાવવાની પણ જરૂર નથી.
અહીં રમતગમતની પણ ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે જેમાં બાળકો તેમની રુચિ અનુસાર પ્રવેશ મેળવી શકે છે. તીરંદાજીથી લઈને હેન્ડબોલ અને શૂટિંગથી લઈને યોગ સુધી, કોઈપણ રમતનું નામ આપો, તે તમને અહીં મળશે. શિક્ષણ સુવિધાઓ વિશે વાત કરીએ તો, પુસ્તકાલય, ડિજિટલ લાઇબ્રેરી, કાઉન્સેલિંગ, ટેસ્ટ સેન્ટર, સ્ટુડન્ટ એક્સચેન્જ જેવા ઘણા કાર્યક્રમો અહીં આપવામાં આવે છે. એસ ક્લાસરૂમથી લઈને ટ્રાન્સપોર્ટ સુવિધા સુધી બધું જ અહીં ઉપલબ્ધ છે.
Aishwarya rai bachchan: તાજેતરમાં ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ નો એન્યુઅલ ડે યોજાયો હતો જેમાં ઘણા બોલિવૂડ સેલેબ્રીટી ના બાળકો એ સ્ટેજ પર પરમોન્સ આપ્યું હતું. એક તરફ સ્ટાર કિડ્સે તેમના વાર્ષિક ફંક્શનમાં પોતાના ધમાકેદાર પરફોર્મન્સથી બધાને પ્રભાવિત કર્યા હતા,તો બીજી તરફ તેમના પેરેન્ટ્સ ના ડાન્સે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. અંબાણી સ્કૂલના વાર્ષિક સમારોહમાં ઐશ્વર્યા રાય બચ્ચન-અભિષેક બચ્ચન, અમિતાભ બચ્ચન, કરણ જોહર, શાહરૂખ ખાન અને તેમની પુત્રી સુહાના ખાન સહિત ઘણા સ્ટાર્સ એકસાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
ઐશ્વર્યા એ પતિ અને સસરા સાથે કર્યો ડાન્સ
ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના વાર્ષિક ફંક્શનના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સ તેમના બાળકો નું પરફોર્મન્સ જોવા આ ઇવેન્ટ માં આવ્યા હતા. ઇવેન્ટ પૂરો થયા બાદ શાહરુખ ખાન ની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ નું ગીત ‘દીવાનગી દિવાનગી’ વગાડવામાં આવ્યું હતું , જેના પર તમામ સ્ટાર્સ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયોમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, કરણ જોહર, શાહરુખ ખાન, સુહાના ખાન અને અગસ્ત્ય નંદા સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
Aaradhya bachchan and Abram khan: તાજેતરમાં ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ નું એન્યુઅલ ડે ઈવેન્ટનું આયોજન થયું હતું જેમાં ઘણા બોલિવૂડ સેલેબ્રિટી ના બાળકો પરફોર્મ કરતા જોવા મળ્યા હતા. જેમાં અભિષેક અને ઐશ્વર્યા ની દીકરી આરાધ્યા બચ્ચને તેના અભિનય થી લોકો ના દિલ જીત્યા હતા. તો બીજી તરફ શાહરૂખ ખાનના પુત્ર અબરામેં પિતા નો સિગ્નેચર પોઝ કોપી કરીને વાહવાહી મેળવી હતી. આ ઇવેન્ટ ના ઘણા વિડીયો વર્લ થયા હતા. હવે આ એવકણત નો વધુ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ઐશ્વર્યા ની દીકરી આરાધ્યા શાહરુખ ખાન ના દીકરા અબરામ ને પ્રેમ થી ગળે લગાડતી જોવા મળે છે.
આરાધ્યા બચ્ચન નો વિડીયો થયો વાયરલ
સોશિયલ મીડિઅય પર વાયરલ થઇ રહેલા આ વિડીયો માં જોઈ શકાય છે કે સ્કૂલ ના ઇવેન્ટ બાદ બધા બાળકો સ્ટેજ પર ડાન્સ કરી રહ્યા છે. આ ડાન્સ દરમિયાન ઐશ્વર્યા ની દીકરી આરાધ્યા શાહરુખ ખાન ના નાના દીકરા અબરામ ને પ્રેમ થી ગળે લગાડતી જોવા મળે છે.વિડીયો માં આરાધ્યા એક મોટી બહેન ની જેમ અબરામ પર પ્રેમ વરસાવતી જોવા મળી હતી. લોકો ને આ બંને નું આવું પ્રેમાળ બોન્ડ ખુબ પસંદ આવી રહ્યું છે.
આ વિડીયો જોતા લોકો ને શાહરુખ ખાન અને ઐશ્વર્યા રાય ની ફિલ્મ ‘જોશ’ યાદ આવી ગઈ જેમાં બંને એ જોડકા ભાઈ બહેન ની ભૂમિકા ભજવી હતી.લોકો આ વિડીયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.
Abram khan: અબરામ ખાન લાઈમલાઈટ માં ઓછો રહે છે. અબરામ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે ગઈકાલે સ્કૂલ નું એન્યુઅલ ડે ફંક્શન હતું જેમાં અબરામે પરફોર્મ કર્યું હતું. અબરામ ખાનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે એક્ટિંગ કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન અબરામે પિતા શાહરૂખ ખાનના સિગ્નેચર પોઝ ને ક્રિએટ કર્યો હતો.
અબરામે ક્રિએટ કર્યો પિતા શાહરુખ ખાન નો સિગ્નેચર પોઝ
સોશિયલ મીડિયા પર અબરામ નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના એન્યુઅલ ડે ફંક્શન નો છે, અબરામે એન્યુઅલ ડે ફંક્શનમાં સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું. આ દરમિયાન એક જગ્યાએ તે તેના પિતા શાહરૂખની જેમ ખુલ્લા હાથે પોઝ આપતો જોવા મળ્યો હતો.
Aaradhya bachchan: આરાધ્યા બચ્ચન ઐશ્વર્યા અને અભિષેક ની પુત્રી છે તે ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ માં ભણે છે. ગઈકાલે સ્કૂલ નો એન્યુઅલ ડે હતો જેમાં અભિષેક ઐશ્વર્યા ની દીકરી આરાધ્યા એ ભાગ લીધો હતો. આરાધ્યા ના ઘણા વિડીયો વાયરલ થતા હોય છે જેમાં તેને તેની હૅરસ્ટાઈલ ને લઈને ટ્રોલ કરવામાં આવતી હોય છે પરંતુ આ વખતે આરાધ્યા નો વિડીયો જોઈ લોકો તેને ટ્રોલ નહીં પરંતુ તેના અભિનય ના વખાણ કરી રહ્યા છે. તેમજ તેની સરખામણી તેની માતા ઐશ્વર્યા ના અભિનય સાથે પણ કરી રહ્યા છે.
આરાધ્યા બચ્ચન નું સ્ટેજ પરફોર્મન્સ
આરાધ્યા બચ્ચન ના વાયરલ થયેલા વિડીયો માં જોઈ શકાય છે કે આરાધ્યા સ્ટેજ પર પરફોર્મ કરે છે આ એક પ્લે છે જેમાં તે તેનો અભિનય અને ડાન્સ મૂવ્સ કરતી જોવા મળે છે. આરાધ્યા બચ્ચનની જોરદાર એક્ટિંગ જોઈને ઐશ્વર્યા પણ ખૂબ જ ખુશ જોવા મળી રહી છે અને તે પોતે પણ પોતાની દીકરીનો વીડિયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઐશ્વર્યા સાથે અગસ્ત્ય નંદા અને વૃંદા રાય પણ આરાધ્યાને જોઈને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા પર આરાધ્યા ના અભિનય નો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આરાધ્યા ની એક્ટિંગ જોઈ લોકો ને તેને સુપરસ્ટાર કહી રહ્યા છે ઘણા તેની સરખામણી ઐશ્વર્યા ના અભિનય સાથે કરી રહ્યા છે તો ઘણા કહી રહ્યા છે કે અભિનય માં તે તેના દાદા અમિતાભ બચ્ચન નો વારસો જાળવી રાખશે.
Aishwarya rai and Abhishek bachchan: અભિષેક અને ઐશ્વર્યા બચ્ચન તેમના અંગત જીવન ને લઈને ચર્ચામાં છે. હાલમાંજ એવા સમાચાર આવ્યા હતા કે ઐશ્વર્યા રાય બચ્ચને અભિષેક બચ્ચન નું ઘર જલસા છોડી દીધું છે. અને તે તેની માતા વૃંદા રાય સાથે રહી રહી છે. પરંતુ આ સમાચાર પર ઐશ્વર્યા અને અભિષેકે પાણી ફેરવ્યું હતું.ગઈકાલે કપલ એકસાથે આરાધ્યા બચ્ચન ના એન્યુઅલ ડે ના કાર્યક્રમ દરમિયાન સ્પોટ થયું હતું. અભિષેક ઐશ્વર્યા સાથે અમિતાભ બચ્ચન, અગસ્ત્ય નંદા અને વૃંદા રાય પર જોવા મળ્યા હતા. બચ્ચન પરિવાર ને સાથે જોતા એવું લાગતું હતું કે બંને વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું છે.
ફરી સાથે જોવા મળ્યો બચ્ચન પરિવાર
બચ્ચન પરિવાર ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલ ના એન્યુઅલ ડે ના કાર્યક્રમ માં હાજરી આપવા પહોંચ્યો હતો. આ કાર્યક્રમ ના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. વાયરલ થયેલા વિડીયો માં જોઈ શકાય છે કે ઐશ્વર્યા રાય તેની માતા વૃંદા રાય સાથે છે અને ત્યાં અભિષેક પણ આવે છે ને ઐશ્વર્યા ની માતા ને પ્રેમ થી મળે છે. આ દરમિયાન ઐશ્વર્યા પણ અગસ્ત્ય નંદા પર પ્રેમ વરસાવતી જોવા મળી હતી. અમિતાભ બચ્ચન પણ ઐશ્વર્યા ની માતા વૃંદા રાય ને પ્રણામ કરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ પૂરો પરિવાર અંદર જતો જોવા મળ્યો હતો.
તમને જણાવી દઈએ કે અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન 20 એપ્રિલ 2007ના રોજ થયા હતા. બંનેએ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓએ 16 નવેમ્બર, 2011 ના રોજ તેમની પુત્રી આરાધ્યાનું સ્વાગત કર્યું.
શ્રીમતી નીતા અંબાણીના ( Nita Ambani ) દૂરંદેશી નેતૃત્વ હેઠળ વર્ષ 2003માં સ્થપાયેલી DAISની શ્રેષ્ઠતાની સફરને આગળ વધારવા માટે NMAJS તૈયાર છે. દિલથી શિક્ષક અને અસાધારણ ધગશ તથા પ્રતિબદ્ધતા ધરાવતા શિક્ષણશાસ્ત્રી એવા સંસ્થાના સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણી માત્ર 20 વર્ષમાં DAISને વિશ્વની શ્રેષ્ઠ શાળાઓની શ્રેણીમાં લઈ ગયા છે. આજે DAIS ભારતની પ્રથમ નંબરની આંતરરાષ્ટ્રીય શાળા છે અને વિશ્વની ટોચની 20 ઇન્ટરનેશનલ બોર્ડ સાથે સંકળાયેલી શાળાઓમાં સ્થાન પામે છે.
Launch of Nita Mukesh Ambani Junior School with an aim to set new benchmarks in the field of education and training
આ પ્રસંગે બોલતા સંસ્થાના સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, “અમે હંમેશા ઈચ્છતા હતા કે DAIS એક એવી શાળા બને જ્યાં અધ્યાપનમાં ખુશી અને અધ્યયનમાં આનંદ મળે. ભૂતકાળમાં નજર કરીએ તો વિનમ્રતા સાથે એ અહેસાસ થાય છે કે માત્ર બે દાયકામાં હજારો બાળકો અને તેમના પરિવારોના જીવનમાં પરિવર્તન લાવી શક્યા છીએ. અને તે કૃતજ્ઞતા અને આશાવાદની ભાવના સાથે અમે ભવિષ્ય તરફ દૃષ્ટિ કરી રહ્યા છીએ કારણ કે શ્રેષ્ઠતાની આ પરંપરાના માર્ગે ભાવિનું નિર્માણ કરવા માટે નવી પેઢી મજબૂત પ્રતિબદ્ધતા સાથે નેતૃત્વ લઈ રહી છે. મને આ નવું શિક્ષણ મંદિર – NMAJS – મુંબઈ શહેર અને સમગ્ર રાષ્ટ્રને સમર્પિત કરવાનું ગૌરવ છે.”
વાઇસચેરપર્સન અને ભવિષ્યને લક્ષ્યમાં રાખીને તૈયાર કરવામાં આવેલી આ શાળાના વિઝન અને વિકાસ માટે મહત્વની ભૂમિકા ભજવનારા સુશ્રી ઇશા અંબાણીએ જણાવ્યું હતું કે, મારા માતા અને મારા આદર્શે મન, હૃદય અને આત્માથી ભારતીયતા સાથે DAISની આંતરરાષ્ટ્રીય શાળા તરીકે કલ્પના કરી હતી, અને તેણે આજે ભારતમાં શિક્ષણ ક્ષેત્રે અકલ્પનીય રીતે પરિવર્તન કર્યું છે. અમે NMAJSનું નિર્માણ DAISના પાયાના સિધ્ધાંતો અને અનોખી તાકાત સાથે બાળકોને 21મી સદીના કૌશલ્યથી સુસજ્જ બનાવવાના ધ્યેયને હાંસલ કરવા સાથે કર્યું છે.
Launch of Nita Mukesh Ambani Junior School with an aim to set new benchmarks in the field of education and training
નવી NMAJSની વાસ્તુપૂજા પરિવાર, મિત્રો, શુભેચ્છકો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરીમાં શ્રીમતી નીતા અંબાણીના જન્મદિવસના શુભ પ્રસંગે કરવામાં આવ્યું હતું.
NMAJS કેમ્પસની ડિઝાઈન વિશ્વ વિખ્યાત આર્કિટેક્ટ્સ પર્કિન્સ એન્ડ વિલ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તેનું નિર્માણ અનેક અત્યાધુનિક કેમ્પસ બનાવવાનો ટ્રેક રેકોર્ડ ધરાવતી સંસ્થા લેઈટન દ્વારા કરવામાં આવ્યું છે. NMAJS એક સંપૂર્ણ આંતરરાષ્ટ્રીય શાળા હશે, જે આઇબી પ્રાયમરી યર્સ પ્રોગ્રામ (પી.વાય.પી.) અને મિડલ યર પ્રોગ્રામ (એમ.વાય.પી.) અભ્યાસક્રમ ઓફર કરે છે
રિલાયન્સ ના ચેરમેન(Reliance Chairman) મુકેશ અંબાણી(Mukesh Ambani) એક ઈન્ટરનેશનલ સ્કૂલ(International School) ચલાવે છે, જેમાં સેલિબ્રિટીના બાળકો(Celebrity children) ભણે છે. સ્કૂલની ફી(School fees) ચોંકી જવાય એવી છે. સામાન્ય માણસો માટે તેમના ગજા બહારની આ સ્કૂલ છે. છતાં વાલીઓ પોતાના બાળકોને દાખલ કરાવવા માટે અહીં લાંબી કતારો લગાવે છે.
મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલને(Dhirubhai Ambani International School) બિઝનેસમેન મુકેશ અંબાણીએ(Businessman Mukesh Ambani) તેમના સ્વર્ગીય પિતાની સ્મૃતિમાં ખોલી હતી. આ સ્કૂલમાં મોટાભાગે સેલિબ્રિટીઝના બાળકો ભણવા આવે છે. આ સ્કૂલમાં સચિન તેંડુલકર(Sachin Tendulkar), શાહરૂખ ખાનથી(Shah Rukh Khan) લઈને શ્રીદેવી (Sridevi) સુધીના બાળકો ભણ્યા છે. આ શાળાના અધ્યક્ષ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી છે. નીતા અંબાણીની(Nita Ambani) બહેન આ શાળામાં શિક્ષિકા છે.