Tag: die

  • Delhi Fire : દ્વારકાના એક ફ્લેટમાં ભીષણ આગ લાગી, જીવ બચાવવા પિતાએ બે બાળકો સાથે લગાવી છલાંગ,મળ્યું મોત

    Delhi Fire : દ્વારકાના એક ફ્લેટમાં ભીષણ આગ લાગી, જીવ બચાવવા પિતાએ બે બાળકો સાથે લગાવી છલાંગ,મળ્યું મોત

    News Continuous Bureau | Mumbai

    Delhi Fire :દિલ્હીના દ્વારકામાં એક એપાર્ટમેન્ટમાં  આગ  12 ફાટી નીકળી છે. ઘટનાની માહિતી મળતા જ ફાયર ફાયટરના વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ ઉપરાંત ક્રેનનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. કેટલાક લોકોએ કૂદવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સમાચાર મુજબ, દ્વારકા એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં થયેલી આ આગની ઘટનામાં 2 બાળકો સહિત 3 લોકોના મોત થયા છે.

     

    Delhi Fire : 7મા માળે આવેલા ફ્લેટમાં આગ લાગી હતી

    મીડિયા રિપોર્ટ મુજબ આ આગ દ્વારકા સેક્ટર 13, MRV સ્કૂલના સબાદ એપાર્ટમેન્ટ પાસે લાગી હતી. હાલમાં, 12 ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા છે, આગ ઓલવવાનું કામ ચાલી રહ્યું છે. ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે હાજર છે. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. તપાસ હજુ ચાલુ છે. હાલમાં, વહીવટીતંત્રે નજીકના ફ્લેટ ખાલી કરાવી લીધા છે.

    આ સમાચાર પણ વાંચો :  Modi Govt 11 Years: મોદી સરકારના 11 વર્ષ, ધરતીથી આકાશ સુધી બદલાવનો દાયકોઃ અર્થતંત્રમાં થયો મોટો બુસ્ટ

    જણાવી દઈએ કે દ્વારકામાં સ્થિત ‘શબ્દ એપાર્ટમેન્ટ’માં આગ લાગી હતી, જે MRV સ્કૂલ પાસે સ્થિત છે. આવી ઘટનાથી સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જે બિલ્ડિંગમાં આગ લાગી હતી ત્યાં રહેતા તમામ લોકોએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે એપાર્ટમેન્ટ સમિતિના લોકોને આ અંગે જાણ કરવામાં આવી હતી, ત્યારે તેમના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ સમગ્ર મામલામાં બેદરકારી દાખવવામાં આવી હતી.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Saif ali khan: સૈફ અલી ખાન ને લોહી લુહાણ જોઈ નાના તૈમુર એ પિતા ને પૂછ્યો હતો આવો પ્રશ્ન

    Saif ali khan: સૈફ અલી ખાન ને લોહી લુહાણ જોઈ નાના તૈમુર એ પિતા ને પૂછ્યો હતો આવો પ્રશ્ન

    News Continuous Bureau | Mumbai

    Saif ali khan: સૈફ અલી ખાન પર તેના બાંદ્રા સ્થિત ઘરમાં એક ચોર એ છરી વડે હુમલો કર્યો હતો. હવે હુમલા ના 25 દિવસ બાદ સૈફ અલી ખાને આ વિશે ખુલી ને વાત કરી છે. તાજેતર માં સૈફ અલી ખાને એક મીડિયા હાઉસ ને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને તે રાત્રે શું બન્યું તે અને હુમલા પછી તેના પરિવારની સ્થિતિ વિશે વાત કરી હતી. 

    આ સમાચાર પણ વાંચો: Bhoot bangla: અક્ષય કુમાર અને તબ્બુ આવશે આમને સામને, ભૂત બંગલા ને લઈને મેકર્સે બનાવી આવી યોજના

    તૈમુર એ પૂછ્યો હતો સૈફ અલી ખાન ને પ્રશ્ન 

    સૈફ અલી ખાને એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને જણાવ્યું હતું કે, ‘મેં કહ્યું, મને દુખાવો થાય છે. મારી પીઠમાં કંઈક થઇ રહ્યું છે. તેણી (કરિના કપૂર) એ કહ્યું કે તું હોસ્પિટલ જા અને હું બાળકો સાથે મારી બહેન (કરિશ્મા) ના ઘરે જઈશ. તે સતત ફોન કરી રહી હતી, પણ કોઈ ફોન ઉપાડતું નહોતું. પછી અમે એકબીજા સામે જોયું અને મેં કહ્યું- હું ઠીક છું. હું મરવાનો નથી. પછી તૈમૂરે મને પણ પૂછ્યું – ‘શું તું મરી જવાનો છે?’ મેં કહ્યું – ના’

     

    View this post on Instagram

     

    A post shared by Bombay Times (@bombaytimes)


    સૈફ અલી ખાને વધુ માં કહ્યું, ‘તે સમયે મારા મનમાં વિચાર આવ્યો કે ભગવાન ના કરે, પણ જો કંઈક થાય તો શું થશે. હું ઈચ્છું છું કે તે(તૈમુર) મારી સાથે રહે. અને તે પણ મારી સાથે રહેવા માંગતો હતો. હું, તૈમૂર અને હરી, રિક્ષામાં અમે હોસ્પિટલ ગયા.’

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Bikaner Firing Range Accident: રાજસ્થાનના બિકાનેરમાં મોટી દુર્ઘટના, દારૂગોળો લોડ કરતી વખતે ચાર્જરમાં થયો વિસ્ફોટ; આટલા જવાનોએ ગુમાવ્યો જીવ..

    Bikaner Firing Range Accident: રાજસ્થાનના બિકાનેરમાં મોટી દુર્ઘટના, દારૂગોળો લોડ કરતી વખતે ચાર્જરમાં થયો વિસ્ફોટ; આટલા જવાનોએ ગુમાવ્યો જીવ..

     News Continuous Bureau | Mumbai

    Bikaner Firing Range Accident: રાજસ્થાનના બિકાનેરમાં મહાજન ફાયરિંગ રેન્જમાં એક મોટો અકસ્માત થયો છે. અહેવાલો અનુસાર, આજે બીકાનેરમાં મહાજન ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં તાલીમ અભ્યાસ દરમિયાન ટેન્કમાં દારૂગોળો લોડ કરતી વખતે એક અકસ્માતમાં બે સૈન્ય સૈનિકોના મૃત્યુ થયા છે. આ ઘટનામાં એક જવાન ઘાયલ થવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘાયલ સૈનિકને સારવાર માટે હેલિકોપ્ટર દ્વારા ચંદીગઢ લઈ જવામાં આવ્યો છે, જ્યારે અકસ્માતમાં જીવ ગુમાવનારા સૈનિકોના પાર્થિવ દેહને સુરતગઢ મિલિટરી સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. મહાજન ફાયરિંગ રેન્જમાં 4 દિવસમાં આ બીજો મોટો અકસ્માત છે.

    Bikaner Firing Range Accident: જુઓ વીડિયો 

     

    Bikaner Firing Range Accident: ‘દારૂગોળો લોડ કરતી વખતે ચાર્જરમાં વિસ્ફોટ થયો’

    આ ઘટના વિશે માહિતી આપતા સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ અમિતાભ શર્માએ જણાવ્યું કે જ્યારે સૈનિકો ટેન્કમાં દારૂગોળો ભરી રહ્યા હતા ત્યારે ચાર્જર ફાટ્યું.  આ ઘટનામાં બે સૈનિકોના મોત થયા અને અન્ય એક ઘાયલ થયો.વિસ્ફોટની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. લુંકરનસર (બીકાનેર) સીઓ નરેન્દ્ર કુમાર પુનિયાએ કહ્યું, ‘3 સૈનિક ટેન્ક સાથે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આ દરમિયાન ચાર્જરમાં બ્લાસ્ટ થવાને કારણે બે જવાનોના મોત થયા છે. આ દરમિયાન ઘાયલ સૈનિકને હેલિકોપ્ટર દ્વારા ચંદીગઢ લઈ જવામાં આવ્યો છે.

    આ સમાચાર પણ વાંચો : Amit Shah Ambedkar remarks: આંબેડકર પર નિવેદન મુદ્દે અમિત શાહની પ્રેસ કોન્ફરન્સ, કોંગ્રેસના આરોપ પર કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ..

    Bikaner Firing Range Accident:  છેલ્લા 4 દિવસમાં આ બીજી મોટી દુર્ઘટના

    જણાવી દઈએ કે મહાજન ફાયરિંગ રેન્જમાં છેલ્લા 4 દિવસમાં આ બીજી મોટી દુર્ઘટના છે. આ પહેલા રવિવારે ગનર ચંદ્ર પ્રકાશ પટેલનું અકસ્માતમાં મોત થયું હતું. પટેલ તાલીમ દરમિયાન ગન બેટરીમાં ડિટેચમેન્ટ કમાન્ડર તરીકે ફરજ પર હતો. તે તોપને ટોઇંગ વાહન સાથે જોડી રહ્યો હતો ત્યારે તોપ પાછળની તરફ આવી અને તે ઘાયલ થયો. સંરક્ષણ પ્રવક્તાએ કહ્યું હતું કે સૈનિકને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા ફિલ્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

     

  • Pushpa 2: પુષ્પા 2 એ લીધો વધુ એક વ્યક્તિનો ભોગ, અલ્લુ અર્જુન ની ફિલ્મ જોવા માટે યુવકે કર્યું એવું કામ કે ગુમાવ્યો પોતાનો જીવ

    News Continuous Bureau | Mumbai

    Pushpa 2: પુષ્પા 2 થિયેટર માં રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ ને લઈને લોકો માં જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. પુષ્પા 2 વધુ એક વખત ચર્ચામાં આવી છે. પુષ્પા 2 ના પ્રીમિયર માં એક મહિલા નું નિધન થયું હતું હવે વધુ એક યુવક નો જીવ પુષ્પા 2 ના કારણે ગયો છે. તો ચાલો જાણીયે શું છે સમગ્ર મામલો

    આ સમાચાર પણ વાંચો : Naga and Shobhita wedding: તેલુગુ રીતિ રિવાજ મુજબ લગ્ન ના બંધન માં બંધાયા નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલા, અભિનેતા નાગાર્જુને શેર કરી તસવીરો

    પુષ્પા 2 જોવા માટે યુવકે ઉતાવળે ક્રોસ કરી રેલવે ટ્રેક 

    મીડિયા રિપોર્ટ મુજબ ‘પુષ્પા 2’ જોવા જઈ રહેલા 19 વર્ષના એક યુવક નું રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે મોત થયું હતું. છોકરો ઉતાવળમાં ક્રોસિંગ ક્રોસ કરી રહ્યો હતો.’પુષ્પા 2′ ના શો માટે લેટ થતો હતો  જેના માટે તેણે ઉતાવળમાં રેલવે ટ્રેક ક્રોસ કર્યો તેણે ટ્રેન આવતી જોઈ ન હતી અને રેલવે ટ્રેક પર અકસ્માત થયો હતો.

     

    View this post on Instagram

     

    A post shared by Allu Arjun (@alluarjunonline)


    પોલીસના જણાવ્યા અનુસાર મૃતકનું નામ પ્રવીણ છે. તે મૂળ આંધ્રપ્રદેશના શ્રીકાકુલમના રહેવાસી હતો. હાલમાં તે નોકરી માટે બશેટ્ટીહલ્લીમાં રહેતો હતો. પ્રવીણ ‘પુષ્પા 2’ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો. તેણે મિત્રો સાથે ફિલ્મ જોવાની યોજના બનાવી. પ્રવીણ બશેટ્ટીહલ્લીના વૈભવ થિયેટરમાં સવારે 10 વાગ્યાનો શો જોવા જઈ રહ્યો હતો. પ્રવીણને ટ્રેક પર આવતી ટ્રેન ન દેખાતાં તે ટ્રેક ક્રોસ કરવા લાગ્યો હતો. આ ઘટનામાં પ્રવીણનું મોત થયું હતું. અકસ્માત બાદ પ્રવીણના બંને મિત્રો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસ મૃતક યુવકના મિત્રોને શોધી રહી છે. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

  • Kalki 2898 ad: કલ્કી 2898 એડી ના બીજા ભાગ માં શું થશે તેનું મહાભારત ના કૃષ્ણ એ લગાવ્યું અનુમાન, પ્રભાસ ના પાત્ર ને લઈને નીતીશ ભારદ્વાજ એ કહી આવી વાત

    Kalki 2898 ad: કલ્કી 2898 એડી ના બીજા ભાગ માં શું થશે તેનું મહાભારત ના કૃષ્ણ એ લગાવ્યું અનુમાન, પ્રભાસ ના પાત્ર ને લઈને નીતીશ ભારદ્વાજ એ કહી આવી વાત

    News Continuous Bureau | Mumbai

    Kalki 2898 ad: કલ્કિ 2898 એડી હાલ બોક્સ ઓફિસ પર ધૂમ .મચાવી રહી છે. પ્રભાસ, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, કમલ હસન અભિનીત આ ફિલ્મ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. હવે લોકો  ફિલ્મ ના બીજા ભાગ ની રાહ જોઈ રહ્યા છે આવી સ્થિતિમાં મહાભારત ના કૃષ્ણ એટલેકે અભિનેતા નીતીશ ભારદ્વાજે તેના બીજા ભાગમાં શું હશે તેનું અનુમાન લગાવ્યું છે. 

    આ સમાચાર પણ વાંચો: Anupama leap: શું અનુપમા માં આવશે વધુ એક લિપ? અનુ ના વિરહ માં અનુજ ની થશે આવી હાલત, સિરિયલ ના નવા પ્રોમો એ વધાર્યો દર્શકો નો ઉત્સાહ

    કલ્કિ 2898 એડી ના ભીજા ભાગ ને લઈને નીતીશ ભારદ્વાજે કહી આવી વાત 

    એક મીડિયા હાઉસ સાથે વાતચીત દરમિયાન મહાભારત ના કૃષ્ણ એટલે કે અભિનેતા નીતીશ ભારદ્વાજે કલ્કિ 2898 એડી ફિલ્મ વિશે કહ્યું કે, ‘અશ્વિને ડાયસ્ટોપિયન ભવિષ્યમાં મહાભારતના પાત્રોના ચતુરાઈપૂર્વક સમાવેશને પ્રકાશિત કર્યો, જે ભગવાન વિષ્ણુના 10મા અવતાર કલ્કિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.હિન્દી ફિલ્મ નિર્માતાઓએ દક્ષિણમાંથી શીખવું જોઈએ કારણ કે તેઓ આપણા શાસ્ત્રો અને મહાકાવ્યોમાં એટલા જડાયેલા છે કે તેમના પ્રેરણાત્મક સંસ્કરણો પણ અધિકૃત લાગે છે. કલ્કીમાં મેડ મેક્સ ફિલ્મો જેવા ઘણા સીન છે. તેમ છતાં, તે અલગ છે કારણ કે સેટ અને પ્રોડક્શન ડિઝાઇન મારા માટે વાર્તા કરતાં ઓછી મહત્વની હતી.અશ્વિને બંને બાબતોને સારી રીતે મિક્સ કરી છે.’

     

    View this post on Instagram

     

    A post shared by News18.com (@cnnnews18)


    આ ઉપરાંત નીતીશ ભરદ્વાજે કલ્કિ 2898 એડી ના બીજા ભાગ માં શું હશે તેનું અનુમાન લગાવતા જણાવ્યું કે, ‘અશ્વત્થામા (અમિતાભ બચ્ચન) અને કૃષ્ણએ તેને મુક્તિનો માર્ગ બતાવ્યો હોવા છતાં પ્રભાસનું પાત્ર ખલનાયક દ્વારા સ્વીકારવાની તેની ઇચ્છામાં મૃત્યુ પામશે. સાથે જ તેણે મજાકમાં કહ્યું કે નાગ અશ્વિને ભાગ 2 માં કૃષ્ણનો ચહેરો છુપાવવાની જરૂર નથી, હું તેના માટે ઉપલબ્ધ છું.’

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Ghatkopar Hoarding Collapse: ઘાટકોપર હોર્ડિંગ અકસ્માતમાં વધુ એક ઘાયલ વ્યક્તિનું મોત, મૃત્યુઆંક વધીને 17 થયો..

    Ghatkopar Hoarding Collapse: ઘાટકોપર હોર્ડિંગ અકસ્માતમાં વધુ એક ઘાયલ વ્યક્તિનું મોત, મૃત્યુઆંક વધીને 17 થયો..

    News Continuous Bureau | Mumbai 

    Ghatkopar Hoarding Collapse: ગત 13 મે 2024 ના રોજ મુંબઈના ઘાટકોપરમાં વિસ્તારમાં હોર્ડિંગ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક હવે 17 પર પહોંચી ગયો છે. આ દુર્ઘટનામાં ઘણા નિર્દોષ લોકોના જીવ ગયા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વહીવટીતંત્રે SITની રચના કરી છે. મુંબઈ ( Mumbai news ) ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર લક્ષમી ગૌતમે આ અંગે આદેશ જારી કર્યા છે.

     Ghatkopar Hoarding Collapse: ભીંડેની ઓફિસમાંથી દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે

    તપાસ દરમિયાન ભાવેશ ભીંડેની ઓફિસમાંથી દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા હતા અને વધુ તપાસ ચાલી રહી છે. આ કેસ માટે રચાયેલી SIT ( SIT Team ) ટીમમાં કુલ 6 અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચના રૂમ-7ના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર મહેશ તાવડે, ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન વિભાગના ડેપ્યુટી પોલીસ કમિશનર વિશાલ ઠાકુરની દેખરેખ હેઠળ ટીમનું નેતૃત્વ કરશે. પોલીસ ઈન્સ્પેક્ટર આત્માજી સાવંત આ કેસના તપાસ અધિકારી છે. દરમિયાન, આ કેસમાં ભાવેશ ભીંડેની ( Ghatkopar Hoarding tragedy ) આર્થિક બાજુની તપાસ કરવામાં આવી રહી છે અને તેની મંજૂરી કોણે આપી તે અંગે પણ તપાસ ચાલી રહી છે. પોલીસે કહ્યું છે કે ભીંડેની ઓફિસમાંથી દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે અને તપાસ ચાલુ છે.

    આ સમાચાર પણ વાંચો: ઘાટકોપરમાં હોર્ડિંગ તૂટી પડવાના આટલા કલાક પછી આખરે રેસ્ક્યુ કામ પૂર્ણ, મૃતકોનો આંકડો વધીને હવે થયો 16.. જાણો વિગતે..

    Ghatkopar Hoarding Collapse: મૃત્યુઆંક હવે 17 થયો છે

    પ્રાથમિક તબક્કે આ દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ વધુ બે ઘાયલોના મોત થયા હતા. તો હવે મૃતકોમાં વધુ એક સંખ્યા વધી છે. જેના કારણે મૃત્યુઆંક હવે 17 પર પહોંચી ગયો છે. એક અહેવાલ સામે આવ્યો છે કે પરેલની KEM હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા રિક્ષાચાલકનું અવસાન થયું છે. આ અકસ્માતના ચાર દર્દીઓ હજુ પણ KEM હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

  • Ghatkopar Hoarding Collapse:  મુંબઈ હોર્ડિંગ અકસ્માતમાં કાર્તિક આર્યનના મામા અને મામીનું થયું મોત, 56 કલાક પછી મળ્યો મૃતદેહ..

    Ghatkopar Hoarding Collapse: મુંબઈ હોર્ડિંગ અકસ્માતમાં કાર્તિક આર્યનના મામા અને મામીનું થયું મોત, 56 કલાક પછી મળ્યો મૃતદેહ..

    News Continuous Bureau | Mumbai

    Ghatkopar Hoarding Collapse: સોમવારે ઘાટકોપર છેડાનગરમાં પડેલા વિશાળ ગેરકાયદે હોર્ડિંગની દુર્ઘટના અંગે નવા અપડેટ્સ બહાર આવ્યા છે. આ મામલામાં બુધવારે સ્થળ પરથી બે મૃતદેહ મળી આવ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા આ બંને કાર્તિક આર્યનના મામા અને મામી હોવાનું બહાર આવ્યું છે. મહત્વનું છે કે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે અને 74 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.  

    Ghatkopar Hoarding Collapse:  બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનના મામા-મામી

    મીડિયા રિપોર્ટ અનુસાર, કાર્તિક આર્યનનો પરિવાર હાલમાં શોકમાં છે. કાર્તિક આર્યનના મામા-મામી  એ 16 લોકોમાં હતા જેઓ હોર્ડિંગ પડી જતાં દુઃખદ રીતે મૃત્યુ પામ્યા હતા. બુધવારે તેમના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતદેહ ની ઓળખ કરતી વખતે જાણવા મળ્યું કે તે એર ટ્રાફિક કંટ્રોલના જનરલ મેનેજર મનોજ ચાન્સોરિયા (60) અને તેની પત્ની અનિતા (59) છે. બંને બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનના મામા-મામી છે.

    Ghatkopar Hoarding Collapse: કાટમાળ નીચે દટાઈ ગયા

    અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચાન્સોરિયા દંપતી સોમવારે મુંબઈથી જબલપુર જઈ રહ્યા હતા.  કહેવામાં આવી રહ્યું છે ઘાટકોપર પહોંચ્યા બાદ મનોજ તેમની કારમાં પેટ્રોલ ભરવા પેટ્રોલ પંપ પર આવ્યા હતા. તે જ સમયે, હોર્ડિંગ તૂટી પડ્યું અને તે અને તેની પત્ની કાટમાળ નીચે દટાઈ ગયા.  જ્યારે તેનો સંપર્ક થઈ શક્યો નહી, ત્યારે બધાએ વિચાર્યું કે તે ઈન્દોરને બદલે જબલપુર ગયા હશે, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહી એટલે તેમનો એકમાત્ર પુત્ર જે અમેરિકામાં રહે છે તેણે તેના મિત્રોની મદદથી MIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવ્યા બાદ તેણે તેના પિતાના ફોનનું લોકેશન શોધી કાઢ્યું અને તે ચોંકી ગયો. પિતાનું સ્થાન ઘાટકોપર એ પેટ્રોલ પંપ હતું જ્યાં અકસ્માત થયો હતો. 

    આ સમાચાર પણ વાંચો :  Ghatkopar Hoarding collapse : મુંબઈ હોર્ડિંગ અકસ્માતમાં ઈંદોર એરપોર્ટના ભૂતપૂર્વ ડિરેક્ટરનું થયું મૃત્યુ, અમેરિકામાં બેઠેલા પુત્ર એ શોધી કાઢ્યું લોકેશન

    Ghatkopar Hoarding Collapse: હોર્ડિંગ પેટ્રોલ પંપ પર પડી ગયું 

    ઉલ્લેખનીય છે કે આ ઘટના ઘાટકોપર વિસ્તારમાં ગત 13 મેના રોજ બની હતી. આ હોર્ડિંગ પેટ્રોલ પંપ પર પડી ગયું હતું. આ સમયે પેટ્રોલ પંપ પર ઉભેલા 100 લોકો વરસાદ અને તોફાનથી બચવા માટે આ હોર્ડિંગ ઉભા રહ્યા અને નીચે દટાઈ ગયા હતા. તપાસમાં સામે આવ્યું છે કે હોર્ડિંગ્સ ગેરકાયદેસર છે અને 15 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલ છે. તેનું વજન 250 ટનથી વધુ હશે. આ મામલામાં પોલીસે મુખ્ય આરોપી ભાવેશ ભીંડે અને અન્યની રાજસ્થાનથી ધરપકડ કરી છે.

  • સિક્કિમમાં મોટી દુર્ઘટના, આર્મીની ટ્રક ઊંડી ખીણમાં પડી. આટલા જવાનો થયા શહીદ…

    સિક્કિમમાં મોટી દુર્ઘટના, આર્મીની ટ્રક ઊંડી ખીણમાં પડી. આટલા જવાનો થયા શહીદ…

    News Continuous Bureau | Mumbai

    • ઉત્તર સિક્કિમના ( Sikkim  ) વિસ્તારમાં સેનાના વાહનને ( vehicle  ) ગંભીર અકસ્માત ( accident ) નડ્યો છે.
    • આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 16 જવાન શહીદ ( Indian Army jawans die ) થયા છે. જ્યારે જવાન ગંભીર રીતે 4 ઘાયલ થયા છે.
    • આ દર્દનાક અકસ્માત નોર્થ સિક્કિમના ગેમામાં થયો છે, સેનાના ત્રણ વાહનોમાંથી એક ઊંડી ખીણમાં પડી જતાં ( vehicle falls into gorge ) આ અકસ્માત થયો હતો.
    • તંત્રે અકસ્માતના સ્થળે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી છે.
    • ઘાયલોને ઉત્તર બંગાળની લશ્કરી હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા છે.
    • રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ માર્ગ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે.

    આ સમાચાર પણ વાંચો: મનસે પ્રમુખ રાજ ઠાકરે મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળ્યા, બંને દિગજ્જો વચ્ચે અહીં બંધ બારણે થઇ બેઠક, રાજકીય ચર્ચાનું બજાર ગરમ ..

  • Covid – 19 News : આગામી 90 દિવસમાં વિશ્વની 10% વસ્તી કોવિડથી સંક્રમિત થઈ શકે છે, લાખોમાં મૃત્યુ: નિષ્ણાત

    Covid – 19 News : આગામી 90 દિવસમાં વિશ્વની 10% વસ્તી કોવિડથી સંક્રમિત થઈ શકે છે, લાખોમાં મૃત્યુ: નિષ્ણાત

    News Continuous Bureau | Mumbai

    આવા સમયે, રોગચાળાના નિષ્ણાત અને આરોગ્ય અર્થશાસ્ત્રી એરિક ફેઇગલ-ડિંગે કહ્યું છે કે ચીન અને બાકીનું વિશ્વ આગામી 3 મહિનામાં ફરીથી રોગચાળાના મોજામાં સપડાઈ જશે. જેમાં લાખો લોકોના મૃત્યુ થવાની સંભાવના છે. રોગચાળાના નિષ્ણાતે તેમના નિવેદનમાં આંકડા મૂક્યા છે અને દાવો કર્યો છે કે ચીનમાં હાલના ઉછાળાનો અભ્યાસ કરીએ તો, પૂર્વ એશિયાઈ દેશની 60% વસ્તી અને પૃથ્વીની ઓછામાં ઓછી 10% વસ્તી જીવલેણ વાયરસથી ( Corona ) સંક્રમિત થશે.

    નોંધનીય છે કે જ્યારે ભારતમાં તાજેતરમાં કોવિડ કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો નથી, ત્યારે ખતરો હજુ પણ છે, કારણ કે દેશમાં શૂન્ય કોવિડ કેસ પણ નોંધાયા નથી. મંગળવારે અપડેટ કરાયેલ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર ભારતમાં 112 નવા કોરોનાવાયરસ ચેપ નોંધાયા છે, જ્યારે સક્રિય કેસ ઘટીને 3,490 થયા છે.

    વોલ સ્ટ્રીટ જર્નલે અહેવાલ આપ્યો છે કે કોવિડ -19 દર્દીઓ માટે બેઇજિંગના નિયુક્ત સ્મશાનગૃહમાંથી એક તાજેતરના દિવસોમાં મૃતદેહોથી છલકાઇ ગયો છે કારણ કે ચીનની રાજધાનીમાં વાયરસ ફેલાયો છે.

    આ સમાચાર પણ વાંચો: Covid – 19, Corona News : કોવિડ-19નો પ્રકોપ વધ્યો, ભારતે ઉઠાવ્યું આ મોટું પગલું

    ચીનમાં સ્થિતિ

    ચીનના નેશનલ હેલ્થ કમિશન અનુસાર, મેઇનલેન્ડમાં 1,995 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે.

    રવિવાર સુધીમાં, રાષ્ટ્રીય આરોગ્ય આયોગને 31 પ્રાંતીય-સ્તરના પ્રદેશોમાં 380,453 પુષ્ટિ થયેલા કેસો અને 5,237 મૃત્યુના અહેવાલો પ્રાપ્ત થયા હતા. બેઇજિંગમાં હોસ્પિટલો, ફ્યુનરલ પાર્લર અને સંબંધિત ફ્યુનરલ ઈન્ડસ્ટ્રી ચેઈનના સર્વેક્ષણ દ્વારા – મૃત્યુમાં તીવ્ર વધારાને અનેક લોકો મૃત્યુ પામ્યા છે.

    રોગચાળાના નિષ્ણાતના જણાવ્યા અનુસાર, બેઇજિંગમાં અંતિમ સંસ્કાર નોનસ્ટોપ છે. મોર્ગો ઓવરલોડ છે.

  • શું સમર બાદ હવે  અનુપમા માંથી કપાશે અનુજનું પત્તુ- ગૌરવ ખન્નાએ જણાવી હકીકત

    શું સમર બાદ હવે અનુપમા માંથી કપાશે અનુજનું પત્તુ- ગૌરવ ખન્નાએ જણાવી હકીકત

    News Continuous Bureau | Mumbai

    ટીવીની નંબર વન સિરિયલ 'અનુપમા'નો લેટેસ્ટ પ્રોમો(ANupama latest promo) જોઈને અનુ-અનુજના ફેન્સ પરેશાન છે. વાસ્તવમાં, અનુપમાના પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે અનુ, અનુજ સાથે તેના જીવન વિશે વાત કરી રહી છે અને ત્યારબાદ અનુજની તસવીર દિવાલ પરથી પડી છે. જેના પરથી જાણવા મળે છે કે અનુજનું પાત્ર સિરિયલમાં ખતમ થવા જઈ રહ્યું છે. આ દ્રશ્યે દર્શકોને મુશ્કેલીમાં મુકી દીધા છે. કારણ કે આ શોનો સૌથી મનમોહક ભાગ અનુજ-અનુજની લવસ્ટોરી (lovestory)છે અને જો આ લવસ્ટોરીનો અંત આવશે તો ચાહકોની અનુપમા એકલી પડી જશે.જો કે, કેટલાક સમયથી એવા અહેવાલો આવ્યા હતા કે કદાચ 'અનુપમા'માં ગૌરવ ખન્નાનો(Gaurav Khanna) ટ્રેક સમાપ્ત થવાનો છે અને તે શો છોડી શકે છે. હવે અભિનેતાએ પોતે આ અંગે મૌન તોડ્યું છે.

    એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂમાં ગૌરવ ખન્નાએ આ વિશે કહ્યું હતું  , "હાલ માટે હું એટલું જ કહી શકું છું કે હું ‘અનુપમા’ અને સ્ટાર પ્લસ (star plus)માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છું. મને રાજન શાહીના (Rajan Shahi)વિઝનમાં પૂરો વિશ્વાસ છે. મને ખબર નથી કે ટ્રેક પર આગળ શું  થવાનું છે. તેથી, હું ઇચ્છું છું કે દર્શકો તેને જુએ અને થોડો સમય રાહ જુઓ."ગૌરવે એક હિંટ આપી હતી કે તે આ શો સાથે જોડાયેલો છે, પરંતુ તેણે પ્રોમોમાં દર્શાવવામાં આવેલા સસ્પેન્સ વિશે કશું કહ્યું નથી. આ સાથે અનુપમા સિરિયલના મેકર્સે પણ કહ્યું છે કે અનુજનું પાત્ર મરવાનું નથી. ગૌરવ ખન્ના ઘણા વર્ષોથી ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. તે 'મેરી ડોલી તેરે અંગના', 'યે પ્યાર ના હોગા કમ', 'CID' જેવા શોમાં જોવા મળી ચૂકી છે.

    આ સમાચાર પણ વાંચો : કાર્તિક આર્યને કરણ જાેહર અને સારા સામે લીધો બદલો-અભિનેત્રી ના ભૂતપૂર્વ નિવેદન પર અભિનેતા એ આપ્યો વળતો જવાબ

    તમને જણાવી દઈએ કે આ શો વર્ષ 2020માં લોન્ચ થયો હતો અને શરૂઆતથી જ દર્શકોનો ફેવરિટ બની ગયો હતો. શોના ચાહકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. અનુપમાના(Anupama) જીવનમાં અનુજની એન્ટ્રી થઈ ત્યારથી જ દર્શકોને શોનો ટ્રેક વધુ પસંદ આવવા લાગ્યો.ચાહકોને જણાવી દઈએ કે આ શો બંગાળી નાટક (Bengali drama)શ્રીમોઈની રીમેક છે, જેની વાર્તા પર આધારિત અનુજ અને અનુપમાની પ્રેમ કહાની આ રીતે આગળ વધવાની છે અને અનુજ ક્યાંય જવાનો નથી. અનુજ હાલમાં શોની વાર્તાના મુખ્ય પાત્રોમાંનો એક છે, શોમાંથી તેનું વિદાય વાર્તાને હચમચાવી શકે છે. જોકે, શોમાં મોટા ટ્વિસ્ટ આવવાના છે. પરંતુ તેના માટે ચાહકોએ રાહ જોવી પડશે.