• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - died - Page 2
Tag:

died

Pankaj tripathi brother in law died in road accident sister condition is critical
મનોરંજન

Pankaj tripathi: પંકજ ત્રિપાઠી પર તૂટ્યો દુઃખો નો પહાડ, માર્ગ અકસ્માતમાં થયું પરિવાર ના આ સદસ્ય નું નિધન, જાણો વિગત

by Zalak Parikh April 21, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Pankaj tripathi: પંકજ ત્રિપાઠી પર દુઃખો નો પહાડ તૂટ્યો છે. પંકજ ત્રિપાઠી ની બહેન અને જીજાજી નો માર્ગ અકસ્માત થયો છે. જેમાં તેના જીજાજી નું નિધન થયું છે અને અભિનેતા ની બહેન ને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ અભિનેતા ની બહેન ની હાલત પણ ગંભીર છે. અહેવાલો અનુસાર, પંકજ ત્રિપાઠી ની બહેન અને તેના પતિ કારમાં ગોપાલગંજ થી કોલકાતા જઈ રહ્યા હતા, ત્યારે ઝારખંડના ધનબાદના નિરસામાં માર્ગ અકસ્માત થયો હતો.  

આ સમાચાર પણ વાંચો: Salman khan: સલમાન ખાન ના ઘરે ગોળીબાર થવાથી અભિનેતા ના શિડ્યુલ માં નથી થયો કોઈ ફેરફાર, ભાઈજાન શરૂ કરશે આ મહિનાથી ફિલ્મ સિકંદર નું શૂટિંગ

પંકજ ત્રિપાઠી ના જીજાજી નું થયું નિધન 

મીડિયા રિપોર્ટ મુજબ પંકજ ત્રિપાઠીની બહેન અને જીજાજી સ્વીફ્ટ કારમાં ગોપાલગંજ થી કોલકાતા જઈ રહ્યા હતા. પંકજ ત્રિપાઠી જીજાજી મુન્ના તિવારી પોતે કાર ચલાવી રહ્યો હતો અને તેની પત્ની સરિતા પણ તેની સાથે બેઠી હતી.અને તેમની કાર એક ડિવાઈડર સાથે અથડાઈ હતી જ્યાં પંકજ ત્રિપાઠી ના જીજાજી નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું અને અભિનેતા ની બહેન ને ને નિરસા પાસે અકસ્માત નડ્યો હતો, જેમાં અભિનેતાના જીજાજી નું મૃત્યુ થયું હતું અને બહેનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)


મીડિયા રિપોર્ટ મુજબ પંકજ ત્રિપાઠી ની બહેન ને ધનબાદની SNMMC હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. રિપોર્ટ મુજબ પંકજ ત્રિપાઠી પણ ટૂંક સમયમાં ધનબાદ પહોંચશે તેવી માહિતી સામે આવી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

April 21, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Major accident due to lift collapse in Thane, 7 laborers died
રાજ્યMain PostTop Post

Thane Lift Collapse : થાણેમાં સર્જાઈ મોટી દુર્ઘટના, 40 માળની હાઈરાઈઝ બિલ્ડિંગની તૂટી પડી લિફ્ટ, આટલા લોકોના નિપજ્યા મોત..

by Akash Rajbhar September 11, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Thane Lift Collapse : મહારાષ્ટ્રના ઠાણે શહેરમાં રવિવારે સાંજે મોટી દુર્ઘટના(accident) સર્જાય હતી. અહીં એક બહુમાળી ઈમારતમાં લિફ્ટ પડવાથી સાત કામદારોના(labours) મોત થયા છે. થાણેના બાલકુમ ખાતે એક નિર્માણાધીન ઈમારતની લિફ્ટ તૂટી પડતાં મોટો અકસ્માત થયો હતો. જેમાં છ કામદારોના મોત થયા હતા, જ્યારે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે અન્ય એક કામદારનું સારવાર દરમિયાન મોત(died) થયું હતું.

આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે 11 સપ્ટેમ્બર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

બિલ્ડીંગની છત પર વોટરપ્રૂફિંગનું કામ

મીડિયા રિપોર્ટ્સ મુજબ થાણેના બાલકુમ વિસ્તારમાં આવેલી 40 માળની(high rise building) નિર્માણાધીન બિલ્ડીંગમાં લિફ્ટ તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં સાત કામદારોના મોત થયા હોવાના અહેવાલ છે. કેટલાક કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલમાં જ પૂર્ણ થયેલ આ બિલ્ડીંગની છત પર વોટરપ્રૂફિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. વોટરપ્રૂફિંગનું કામ પૂર્ણ કરીને કામદારો નીચે ઉતરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.

આ છે કારણ

પ્રાથમિક તપાસમાં દુર્ઘટનામાં લિફ્ટની રસ્સી તૂટવાનું કારણ સામે આવ્યું છે. દુર્ઘટનાના સમયે પીડિતો લિફ્ટમાંથી નીચે આવી રહ્યા હતા. હવે અધિકારીઓ આગળની તપાસ કરી રહ્યા છે. દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઘટનામાં મૃતક પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ટ્વિટ કરીને આ અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે.

September 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
youtuber devraj patel famous for dil se bura lagta hai bhai died in a road accident
મનોરંજન

‘દિલ સે બુરા લગતા હૈ ભાઈ’ માટે પ્રખ્યાત યુટ્યુબર દેવરાજ પટેલ નું માર્ગ અકસ્માતમાં થયું મૃત્યુ, તેનો છેલ્લો વીડિયો થયો વાયરલ

by Zalak Parikh June 27, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

યુટ્યુબર અને કોમેડિયન દેવરાજ પટેલે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. દેવરાજનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. અહેવાલો અનુસાર, દેવરાજ એક મિત્ર સાથે બાઇક પર હતો ત્યારે પાછળથી એક હાઇસ્પીડ ટ્રકે તેને ટક્કર મારતાં દેવરાજનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. દેવરાજના મૃત્યુ બાદ તેના જૂના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા છે. 

દેવરાજ પટેલ નો છેલ્લો વિડીયો થયો વાયરલ 

દેવરાજ પટેલનો છેલ્લો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ દેવરાજના છેલ્લા ઈન્સ્ટા વીડિયો પર શોક વ્યક્ત કરી રહ્યા છે અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ વીડિયોમાં દેવરાજ કહે છે, ‘હેલો મિત્રો, ભગવાને મારો ચહેરો એવો બનાવ્યો છે કે લોકો સમજે નહીં, ક્યૂટ કહો કે કટિયા… બાય.’ આ વીડિયોની સાથે દેવરાજે કેપ્શનમાં લખ્યું- ‘પણ હું ક્યૂટ છું, ને મિત્રો ‘ તમને જણાવી દઈએ કે, દેવરાજ આવા નાના સેલ્ફી વીડિયો બનાવતો હતો, જેને ચાહકોએ ખૂબ પસંદ કરતા હતા. દેવરાજનો વિડીયો ચાહકોને ખૂબ જ પસંદ આવ્યો હતો, જોકે આ કોમેડી વિડીયો જોયા બાદ દરેક જણ દુઃખી છે અને તેને મિસ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Devraj Patel (@imdevrajpatel)

સોશિયલ મીડિયા પર ફેમસ હતો દેવરાજ પટેલ 

દેવરાજના ઈન્સ્ટાગ્રામ પર 57 હજારથી વધુ ફોલોઅર્સ હતા, જ્યારે યુટ્યુબ પર તેમના 4 લાખ સબસ્ક્રાઈબર્સ હતા. આટલું જ નહીં દેવરાજે ભુવન બમ સાથે વેબ સિરીઝ ધીંદૌરામાં કામ કર્યું હતું. આ સિરીઝમાં પણ તેનો ડાયલોગ ‘ભાઈ દિલ સે બુરા લગતા હૈ’નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

June 27, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Cheetah Shasha Died From Namibia, Kidney Infection Had Happened Earlier
પ્રકૃતિ

નામિબિયાથી આવેલી માદા ચિત્તાએ દુનિયાને કહ્યું અલવિદા.. આ ગંભીર બીમારીએ લીધો ભોગ..

by Dr. Mayur Parikh March 27, 2023
written by Dr. Mayur Parikh
News Continuous Bureau | Mumbai

નામિબિયાના કુનો નેશનલ પાર્ક શિયોપુરથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં લાવવામાં આવેલી માદા ચિત્તા સાશાનું કિડની ફેલ થવાના કારણે મૃત્યુ થયું છે. મહત્વનું છે કે શાશા ઘણા દિવસોથી બીમાર ચાલી રહી હતી. સાશાના મૃત્યુથી ચિતા પ્રોજેક્ટને મોટો આંચકો લાગ્યો છે. શાશાના મોતથી કુનો પાર્ક સહિત વન વિભાગ આઘાતમાં છે.

આફ્રિકાથી ચિત્તાના બે જૂથ ભારતમાં આવ્યા હતા. ગત વર્ષે 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના જન્મદિવસના અવસર પર પ્રથમ બેચ નામીબિયાથી આવ્યો હતો. આ સમૂહમાં આઠ ચિત્તા હતા જે કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા. આ પછી, ગયા ફેબ્રુઆરી મહિનામાં, દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તાઓની બીજો બેચ ભારત આવ્યો. આ 12 ચિત્તાઓમાં સાત નર અને પાંચ માદાનો સમાવેશ થાય છે. તેઓને પણ કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા.

જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 70 વર્ષ પછી ભારતમાં ચિત્તાઓને ફરીથી વસાવવા માટે પ્રોજેક્ટ ચિતા હેઠળ તેમના જન્મદિવસ, 17 સપ્ટેમ્બરના રોજ નામીબિયાથી લાવવામાં આવેલા આઠ ચિત્તાઓને છોડ્યા હતા. આ ચિત્તાઓને પહેલા એકથી દોઢ મહિના માટે ક્વોરેન્ટાઈન એન્ક્લોઝરમાં રાખવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :   ફટાફટ પતાવી લેજો બેંકોના કામ, એપ્રિલમાં 15 દિવસ બ્રાન્ચ બંધ રહેશે, ચેક કરી લો તારીખ

નામીબિયાથી કુનો નેશનલ પાર્કમાં ચિત્તા દાખલ થયા પછી, ઉદ્યાન 80 થી વધુ જંગલી પ્રાણીઓનું ઘર બની ગયું છે. કુનો નેશનલ પાર્કમાં રીંછ, ચિતલ, હાયના, હરણથી લઈને અનેક વન્યજીવો સહિત હજારો વન્યજીવો છે. કુનો અભયારણ્યમાં વન્યજીવ ઉપરાંત પક્ષીઓ અને જળચર જીવોની ઘણી દુર્લભ પ્રજાતિઓ છે જે પ્રવાસીઓને આકર્ષે છે.

March 27, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
One person died due to holi baloon at Mumbai
મુંબઈTop Post

હોળીને કારણે મૃત્યુ? પાણીનો બલૂન માથામાં વાગવાથી કથિતપણે યુવકનું મોત, મુંબઈમાં એક કમનસીબ ઘટના.

by Dr. Mayur Parikh March 8, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં પાણીના ફુગ્ગાને કારણે એક યુવકનું મોત થયું છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર મૃતકનું નામ દિલીપ ધવંદે (ઉંમર 41) છે. ધવંદે એક શેર ટ્રેડિંગ કંપનીમાં કામ કરતો હતો. આ ઘટના સોમવારે રાત્રે વિલેપાર્લેના શિવાજીનગર સ્થિત સિદ્ધિવિનાયક સોસાયટીમાં બની હતી. સોમવારે રાત્રે 10.30 વાગ્યાના સુમારે દિલીપ ધવંદે તેના પરિવાર માટે પુરણપોળી લાવી રહ્યા હતા.

તે જ સમયે, બાળકો અને પુખ્ત વયના લોકોનું જૂથ એકબીજા પર પાણીના ફુગ્ગા ફેંકી રહ્યું હતું. તેઓ પસાર થતા લોકો પર પાણીના ફુગ્ગા પણ ફેંકી રહ્યા હતા. એક ફુગ્ગો ધવંદેના માથામાં વાગ્યો. બલૂન માથામાં અથડાતાં જ તે નીચે પડી ગયો હતો.

આ સમાચાર પણ વાંચો : Women’s Day 2023: મુંબઈના ‘આ’ રેલવે સ્ટેશન પર મહિલારાજ, તમામ બાબતો મહિલાઓના હાથમાં છે!

અચાનક બનેલી આ ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ ધવાડેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ધવંદેના મૃતદેહને કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. આ કિસ્સામાં, પોલીસે ઘટનાસ્થળે જઈને નિરીક્ષણ કર્યું અને અકસ્માત મૃત્યુ નોંધ્યું, એક અખબારી અહેવાલ મુજબ મૃતક દિલીપ ધગડે તેમના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. તેમના મોતથી વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ છે.

March 8, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
cricket died while playing cricket in surat
ખેલ વિશ્વ

સુરત- ક્રિકેટ રમતા રમતા યુવકનું મોત, અચાનક ચાલું મેચે મેદાનમાં થઈ ગયો હતો બેભાન

by Dr. Mayur Parikh February 7, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

સુરતના શેખપુર ગામના યુવકનું ક્રિકેટ રમતા અચાનક મોત નિપજ્યું છે. મેદાન પર જ યુવક અચાનક બેભાન થઈ ગયો હતો. નાની વયના લોકોના મોતની ઘટનાઓ સામે આવી રહી છે. અચાનક જ એનકેન કારણે મોતની ઘટનાઓ યુવાનોમાં પણ બની રહી છે. ફિટ હોવા છતાં પણ આ પ્રકારે હાર્ટ એટેક સહીતની ઘટનાઓ બની રહી છે પરંતુ સુરત જિલ્લાના કિશન પટેલનું મૃત્યુ પણ અચાનક મેદાનમાં બેભાન થઈ જવાથી થયું હતું.

સુરતના શેખપુર ગામનો કિશન ઓલપાડ તાલુકાના સેલૂટ ગામમાં મેચ હતી જ્યાં ગ્રાઉન્ડ પર કિશન ક્રિકેટ રમવા ગયો હતો હતો. આ દરમિયાન ચાલુ મેચ દરમિયાન કિશન બેભાન થઈને જમીન પર પડ્યો હતો. આ જોઈ ક્રિકેટ રમતા સૌ કોઈ એકઠા થઈ ગયા હતા અને કિશનને હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

કિશન પટેલ તેના મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો પરંતુ તેને ક્યાં ખબર હતી કે આ તેની આખરી મેચ હશે. યુવાનના મોતથી તેના ઘર પરીવાર અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સુરત જિલ્લામાં આ પ્રકારે અચાનક બેભાન થવાથી યુવકનું મોત થતા સૌ કોઈમાં ચિંતા પ્રસરી છે.

આ સમાચાર પણ વાંચો :   બદલાતી ઋતુમાં રોગોનો ખતરો વધી જાય છે, આ ઘરગથ્થુ ઉપાયો અપનાવીને મેળવી શકો છો રાહત.

આ પ્રકારે અગાઉ પણ યુવાનોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ઉપરાંત લગ્નમાં દાંડીયા રાસ અને ગરબા સમયે પણ પણ મધ્ય ગુજરાતમાં એક વ્યક્તિને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હતું. આમ આ પ્રકારે મૃત્યુના બનાવો મોટી ચિંતા સમાન છે. 

February 7, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
singer lisa marie presley died at the age of 54
મનોરંજનTop Post

પ્રખ્યાત અમેરિકન ગાયિકા લિસા મેરી પ્રેસ્લી નું 54 વર્ષની વયે થયું નિધન, પૉપ સિંગર માઇકલ જેક્સન સાથે હતો સંબંધ

by Dr. Mayur Parikh January 13, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

પ્રખ્યાત અમેરિકન ગાયિકા અને ગીતકાર લિસા મેરી પ્રેસ્લી ( singer lisa marie presley ) હવે નથી ( died  ) રહી. તેમણે 54 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લિસાને મેડિકલ ઈમરજન્સીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે લિસા મેરી પ્રેસ્લી સ્વર્ગસ્થ અમેરિકન અભિનેતા, ગાયક અને સંગીતકાર એલ્વિસ પ્રેસ્લીની પુત્રી હતી.

ગાયિકા ના નિધન થી શોક માં પરિવાર

જણાવી દઈએ કે લિસા એલ્વિસ પ્રેસ્લીની એકમાત્ર પુત્રી હતી. ગાયિકાના આકસ્મિક નિધન થી તેમનો પરિવાર ખૂબ જ શોકમાં છે. ચાહકોમાં પણ શોકની લહેર છે. લિસાના પરિવારે એક નિવેદન બહાર પાડીને આ દુઃખના સમયમાં તેમના સમર્થન અને પ્રાર્થના માટે દરેકનો આભાર માન્યો છે. આ સાથે અપીલ કરી છે કે આ મુશ્કેલ સમયમાં પરિવારની ગોપનીયતાનું ધ્યાન રાખવામાં આવે.

આ સમાચાર પણ વાંચો: અનુપમા પતિ અનુજ માટે છોડશે પુત્ર નો સાથ, આ મુસીબત ના સમય માં એકલો પડી ગયો વનરાજ ,શું અનુપમા વગર મુશ્કેલી નો સામનો કરી શકશે શાહ પરિવાર?

માઈકલ જેક્સન ની હતી પત્ની

તમને જણાવી દઈએ કે લિસા પ્રેસ્લીએ સ્વર્ગસ્થ પોપ સિંગર માઈકલ જેક્સન સાથે લગ્ન કર્યા હતા. જોકે, બાદમાં બંનેએ છૂટાછેડા લીધા હતા. બંનેના લગ્ન 1994 થી 1996 સુધી ચાલ્યા. એકવાર પ્રેસ્લીએ પણ ખુલાસો કર્યો હતો કે જ્યારે માઈકલ જેક્સન સાથે લગ્ન કર્યા હતા, ત્યારે તે બાળકો થવાથી ડરતી હતી. એક ટોક શો દરમિયાન લિસાએ કહ્યું હતું કે, ‘મારા પર બાળકો પેદા કરવાનું દબાણ હતું અને હું ઈચ્છતી પણ હતી. પરંતુ હું ભવિષ્ય વિશે વિચારતી હતી કે હું ક્યારેય જેક્સન સાથે બાળકો ને લઇ ને કસ્ટડીની લડાઈમાં ઉતરવા માંગતી નથી.

January 13, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Out for morning walk, Puducherry temple elephant collapses and dies
પ્રકૃતિ

પુડુચેરીના મનાકુલા વિનાયગર મંદિરની ‘દિવ્ય’ હાથીણીનું મૃત્યુ; હજારો લોકો અંતિમ સંસ્કારમાં જોડાયા.

by kalpana Verat December 1, 2022
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

લક્ષ્મી (Elephant) જ્યારે માત્ર દસ વર્ષની હતી ત્યારે પુડુચેરીના પ્રખ્યાત મનાકુલા વિનાયગર મંદિરમાં આવી હતી. ત્યારથી, 33 વર્ષીય હાથણી (died) ની મંદિરમાં આકર્ષક હાજરી છે. બુધવારે, લક્ષ્મી તેના બે મહાવત સાથે મંદિરની બહાર મોર્નિંગ વોક (morning walk)  માટે ગઈ હતી. અડધા રસ્તે તે સ્થિર થઇ ગઇ અને પછી જમીન પર ગબડી પડી. થોડી જ વારમાં તેનું ઘટનાસ્થળે મૃત્યુ થયું.

આ સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા. હજારો લોકો મંદિર (Temple) પાસે પહોંચ્યા અને હાથની ના દર્શન કર્યા. સરકારી નિયમ મુજબ હાથણી (elephant) નું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. ક્રેન થી હાથણીને ઊંચકવા માં આવી અને જે રીતે મનુષ્યના અંતિમ સંસ્કાર (Last rights) થાય તે રીતે તેના અંતિમ સંસ્કાર માટે તૈયારીઓ કરવામાં આવી. એક રથ બનાવવામાં આવ્યો. તેમજ ઢોલ નગારા સાથે તેના અંતિમ સંસ્કાર કારવામાં આવ્યા. આ અંતિમ સંસ્કારમાં હજારો લોકો સામેલ થયા અને અનેક લોકો રડી રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો: ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 બેઠક પર મતદાન શરૂ. અહીં જાણો એવી વિગત જે તમને આજના વોટીંગ વિશે ખબર હોવી જોઈએ.

અનેક નેતાઓએ આ હાથણીની મૃત્યુ (Death)  પર શોક પ્રગટ કર્યો અને પુડુચેરીના ગવર્નરે શોક સંદેશો બહાર પાડ્યો છે.

#પુડુચેરીના મનાકુલા વિનાયગર મંદિરની 'દિવ્ય' #હાથીણીનું મૃત્યુ; હજારો લોકો #અંતિમસંસ્કારમાં જોડાયા.#Puducherry #Elephant #death #lastrights #viralvideo pic.twitter.com/JR3CAgBOtF

— news continuous (@NewsContinuous) December 1, 2022

 

December 1, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા નું નિધન થયું.

by Dr. Mayur Parikh August 14, 2022
written by Dr. Mayur Parikh

શેરબજારના અગ્રણી રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા નું નિધન થયું છે. તેઓ 62 વર્ષના હતા. રાકેશ ઝુનઝુનવાલાએ મુંબઈની બ્રિન્ચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 

ઝુનઝુનવાલાના મૃત્યુનું કારણ મલ્ટિ-ઓર્ગન ફેલ્યોર હોવાનું કહેવાય છે. ડૉક્ટરોની ટીમ સતત તેને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ સફળ રહ્યા નહોતા. ગત સાંજે જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

 

August 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

કાળઝાળ ગરમીથી બચવા કિશોર પવઈ તળાવમાં પડ્યો, મળ્યું મોત.. પરિવારમાં શોકનો માહોલ

by Dr. Mayur Parikh May 11, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

મુંબઈના(Mumbai) પવઈ(Powai) વિસ્તારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. 

અહીં તળાવમાં ન્હાવા પડેલા કિશોરનું ડૂબી(Drwoned) જવાથી મોત નિપજ્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે ગરમીથી બચવા તે પવઈ તળાવમાં નહાવા પડ્યો હતો, પણ પાણીની ઊંડાઈનો(Water depth) તેને અંદાજ ન આવતાં ડૂબી ગયો.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડ્યા હતા અને તળાવમાંથી બહાર કાઢીને તેને તરત જ મુલુંડની એક હૉસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરે તેને તપાસીને મૃત જાહેર કર્યો.

મુલુંડ પોલીસે(Mulund police) ત્યાર બાદ તેના મૃતદેહને પોસ્ટમૉર્ટમ(Postmortem) માટે મોકલાવ્યો હતો અને તેના પરિવારને પણ જાણ કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  બાંદ્રા (ઈસ્ટ)ના એક નાળાએ કર્યા હીરાબજારના વેપારીઓને હેરાન પરેશાન, બેસ્ટની બસ સ્ટોપના અભાવે રીક્ષાવાળાની દાદાગરીથી ત્રસ્ત.. જાણો વિગતે.

May 11, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક