• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - died - Page 3
Tag:

died

રાજ્ય

વિચિત્ર બનાવ. કર્ણાટકમાં બાળક આઈસ્ક્રીમ બોક્સમાં સંતાઈ જતા ૨ બાળકીનું મોત.

by Dr. Mayur Parikh April 30, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

કર્ણાટકમાં(Karnataka) એક દુખદ ઘટના સામે આવી છે. અહીં બે માસૂમ બાળકીઓએ(young girls) પોતાનો જીવ ગુમાવ્યો. માહિતી મળી છે કે આ બે બાળકીઓ હાઈડ એન્ડ સીક(hide and seek) એટલે કે સંતાકૂકડીની રમત રમી રહી હતી. આ બાળકીઓ રમવામાં વ્યસ્ત હતી. તે દરમિયાન જ તેમની સાથે આ અકસ્માત થયો હતો. અહેવાલો અનુસાર આ ઘટના મૈસુરના(Mysuru)નંજનગુડ પોલીસ સ્ટેશન(Nanjangud Police Station) વિસ્તારમાં બની છે. મૃત્યુ પામેલી બંને બહેનોના નામ કાવ્યા નાયક અને ભાગ્યા નાયક છે. તેમાંથી કાવ્યા ૫ વર્ષની હતી. જ્યારે ભાગ્યા ૧૧ વર્ષની હતી. આ અકસ્માત(Accident) ૨૭ એપ્રિલ બુધવારે સવારે થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બંને છોકરીઓ તેમના ઘરની નજીક પડોશી બાળકો સાથે સંતાકૂકડીની રમત રમી રહી હતી. બાળકો રમતમાં વ્યસ્ત હતા. તે દરમિયાન જ ભાગ્યના ઘર પાસે આઈસ્ક્રીમની એક લારી પણ ઉભી હતી. આ આઈસક્રીમની લારી(Icecream freezer) છેલ્લા ૬ મહિનાથી એજ સ્થળે ઉભી રહી છે. અને તેનો ઉપયોગ પણ કરવામાં આવતો નહતો. રમત દરમિયાન બંને બાળકીઓ એક જ કાર્ટમાં આઈસ્ક્રીમના બોક્સમાં સંતાઈ ગઈ હતી. તેમને લાગ્યું કે તેમાં છુપાઈને કોઈ તેમને શોધી શકશે નહીં. અન્ય કોઈ બાળકે તેને આ બોક્સમાં પ્રવેશતા જોયા ન હતા. રમત દરમિયાન આ બોક્સ જ તેમના મૃત્યુનું કારણ બન્યું. પોલીસના જણાવ્યા અનુસાર, આઈસ્ક્રીમ બોક્સમાં પહેલાથી જ ઝેરી હવા હોઈ શકે છે. કારણ કે તે લાંબા સમયથી ઉપયોગમાં લેવામાં આવી નથી. આ સિવાય કદાચ તેનું ઢાંકણું પણ હવાના દબાણને કારણે એકદમ ફીટ બંધ થઈ ગયું હતું. બાળકીઓ આમાંથી બહાર નીકળી શકી ન હતી અને ગૂંગળામણને(Suffocation) કારણે બંને બાળકીઓના મોત નિપજ્યા છે. આ મામલે હાલ તપાસ ચાલી રહી છે.

April 30, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

બલૂચ લિબરેશન આર્મીએ કરાંચીમાં કર્યો આત્મઘાતી વિસ્ફોટ. 3 ચીની નાગરિકોના મોત. વિડીયો થયો વાયરવ. જુઓ અહીં…

by Dr. Mayur Parikh April 27, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કરાંચી યુનિવર્સિટી(Karachi University) ખાતે એક પેસેન્જર(passenger) વાન નજીક મોટો વિસ્ફોટ(Blast) થતા ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે. 

પાકિસ્તાની(Pakistan) મીડિયા રિપોર્ટની ખબર અનુસાર, વિસ્ફોટમાં કુલ બે ઘાયલ થયા છે. મરનાર લોકોમાં 3 ચીની નાગરિકો છે.

આ દુર્ઘટના બાદ પાકિસ્તાનમાં એક વિડીયો વાયરલ(Viral video) થયો છે જેમાં જોવા મળી રહ્યું છે કે એક મહિલા આત્મઘાતી હુમલો કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : તાલિબાને ફરી પોત પ્રકાશ્યું. હવે વિદ્યાર્થીઓ માટે નવો આદેશ જાહેર કર્યો. શાળામાં જતા યુવક અને યુવતીઓએ આ કરવું પડશે. 

 

 

CCTV footage of the suicide bomber who detonates explosives when the Chinese Institute vehicles arrived. Police confirms the killing of 3 Chinese and 1 Pakistani in this #BLA attack.
BLA has significantly up their attacks in #Pakistan in recent times.#KarachiUniversity https://t.co/BbNxoeXZJ1 pic.twitter.com/MDkYGZpbbL

— Bashir Ahmad Gwakh (@bashirgwakh) April 26, 2022

April 27, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

ફિલ્મજગતના આ દિગ્ગજ ફિલ્મ ડિરેક્ટરનું 84 વર્ષની ઉંમરે થયું નિધન, ચેન્નઈમાં લીધા અંતિમ શ્વાસ..

by Dr. Mayur Parikh April 20, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

સિનેમા જગતના દિગ્ગજ ફિલ્મ ડિરેક્ટર(Film director) તાતિનેની રામા રાવનું(Tatineni Rama Rao) 84 વર્ષની ઉંમરે નિધન થયું છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ મંગળવારે રાતે ટી રામા રાવે અંતિમ શ્વાસ લીધા છે.  

તેઓ ઘણાં સમયથી સ્વાસ્થ્ય સંબંધિત(Health problems) સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. એવામાં તેમને ચેન્નઈની(Chennai) એક ખાનગી હૉસ્પિટલમાં(private hospital )દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. 

ટી રામારાવે પોતાના કરિઅરમાં ઘણું કામ કર્યું. તેમણે હિન્દી(Hindi) અને તેલુગુમાં(telugu) પણ ફિલ્મો બનાવી છે.

આ સમાચાર પણ વાંચો :  કપૂર પરિવાર પછી આ અભિનેતાના ઘરમાં ગુંજશે શહેનાઈ, જોવા મળશે ક્રિકેટ અને બોલિવૂડ નો સંગમ

April 20, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

લો બોલો, પીએમ મોદીના મહત્વાકાંક્ષી પરિયોજનાઓમાંથી એક કેવડિયા જંગલ સફારીમાં 53 દેશી-વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓના થયા મોત, સરકારે આપ્યું કારણ

by Dr. Mayur Parikh March 19, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

ગુજરાતના કેવડિયા ખાતે સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારી પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે. જાહેર જનતા માટે 18 ફેબ્રુઆરી 2020ના રોજ જંગલ સફારી પાર્ક ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ સફારી પાર્કમાં વિદેશથી વિવિધ રાજ્યો અને વિદેશમાંથી લાવવામાં આવેલા કેટલાય પ્રાણીઓ આકર્ષણનું કેન્દ્ર છે. જોકે જંગલ સફારીમાં 163 પ્રાણીઓ અને પક્ષીઓ પૈકીના 53ના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, કેવડિયા જંગલ સફારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારની સૌથી વધારે મહત્વાકાંક્ષી પરિયોજનાઓમાંથી એક છે.

વિધાનસભાના વર્તમાન સત્રમાં દાણીલીમડા મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછેલા પ્રશ્નના જવાબમાં ગુજરાત સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, 163 પ્રાણીઓ અને પક્ષીઓમાંથી 53ના મોત થયા જે વિદેશો અને ભારતના વિભિન્ન રાજ્યોમાંથી લાવવામાં આવ્યા હતા. 

આ સમાચાર પણ વાંચો :  આખરે જેલમાં બેઠેલા મંત્રી નવાબ મલિક પાસેથી બધા જ વિભાગો છીનવી લેવામાં આવ્યા. જાણો કોને કયો વિભાગ વહેંચી દેવાયો… જાણો વિગતે

પ્રાપ્ત જાણકારી મુજબ મૃત્યુ પામેલા 53 પ્રાણીઓ અને પક્ષીઓમાંથી 8 વિદેશથી લાવવામાં આવ્યા હતા, જ્યારે 45 ભારતના વિવિધ રાજ્યોમાંથી લાવવામાં આવ્યા હતા. મંત્રીએ લેખિત જવાબ આપતાં જણાવ્યું કે, વિદેશથી લવાયેલા મોટાભાગના પશુઓ અને પક્ષીઓના મોત વાહિકાતંત્ર અને શ્વસનતંત્ર નિષ્ફળ જતાં થયા છે. મૃત્યુના અન્ય કારણોમાં હાયપોવોલેમિક શૉક, એસ્ફેક્સિયા, મલ્ટી-ઓર્ગન ફેઈલ્યોર, પેટમાં ગંભીર દુઃખાવો, ન્યૂમોનિયા અને હૃદય બંધ થઈ જવું શામેલ છે. 

વિદેશ અને વિવિધ રાજ્યોમાંથી લાવવામાં આવેલા પ્રાણીઓમાં ખિસકોલી વાંદરાઓ, મર્મોસેટ્સ, ગ્રીન ઇગુઆના, રિંગટેલ, રેડ ઇગુઆના, કૈપુચિન  વાંદરા, મગર, બ્લેક પેન્થર્સ, કેરોલિના બતક, અલ્પાકા, લામા, દીવારબી, જિરાફ, ઝેબ્રાસ, વાઇલ્ડેક્સી અને વાઇલ્ડબીઝનો સમાવેશ થાય છે.  

આ ઉપરાંત ધારાસભ્ય શૈલેષ પરમારે કુલ ખર્ચ અને અત્યાર સુધીની કુલ કમાણી વિશે પણ પૂછ્યું હતું. જેના જવાબમાં રાજ્ય સરકારે કહ્યું કે, વર્ષ 2019, 2020 અને 2021 એમ 3 વર્ષમાં વિદેશો અને ભારતના વિભિન્ન રાજ્યોમાંથી જાનવરો અને પક્ષીઓને લાવવા માટે આશરે 5.47 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા.

આ સમાચાર પણ વાંચો :  વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસે ત્રીજા મોરચા સાથે જોડાવાના આપ્યા સંકેત… આ પાર્ટીઓ સાથે ગઠબંધન કરી જુનિયર પાર્ટનર બનવા માટે પાર્ટી તૈયાર; જાણો વિગતે
 

March 19, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

યુક્રેન યુદ્ધમાં પુતિનની સેનાને અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો પડ્યો, રશિયાના મેજર જનરલનું મોત; જાણો વિગતે

by Dr. Mayur Parikh March 3, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 03, માર્ચ 2022,  

ગુરુવાર. 

યુક્રેન સામે છેલ્લા આઠ દિવસથી યુદ્ધ લડી રહેલા રશિયાને પહેલી મોટી ખુવારી વેઠવાનો વારો આવ્યો હોવાનો મોટો દાવો કરાયો છે.

યુક્રેની અને બેલારુસના મીડિયાએ દાવો કર્યો છે કે રશિયાના મેજર જનરલ આંદ્રેઈ સુખોવત્સ્કીનું આઠમાં દિવસના હુમલામાં મોત થયું છે. 

સાથે જ યુક્રેન વતી રશિયાને ભારે નુકસાન પહોંચાડવાનો પણ દાવો કરાયો છે. 

રશિયાને વેઠવી પડેલી જાનમાલની આ પહેલી મોટી ખુવારી થઈ હોવાનું કહેવાય છે.

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે 'મહામંથન', આજે ક્વોડ લીડર્સની મીટિંગમાં પીએમ મોદી આપશે હાજરી, આ મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા

March 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

માઇક્રોસોફ્ટના CEO સત્યા નડેલાના દીકરાનું માત્ર 26 વર્ષની વયે નિધન, આ ગંભીર બીમારી છે કારણભૂત; ટેક જગતમાં શોકનું મોજું

by Dr. Mayur Parikh March 1, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,    

મુંબઈ, 01, માર્ચ 2022,

મંગળવાર,

માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલાના પુત્ર ઝૈન નડેલાનું નિધન થઈ ગયું છે. 

ઝૈન નડેલા 26 વર્ષનો હતો અને તેને જન્મથી જ સેરેબ્રલ પાલ્સી નામની બીમારી હતી.

તેની સારવાર ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં ચાલી રહી હતી.

માઈક્રોસોફ્ટે તેના એક્ઝિક્યુટિવ સ્ટાફને ઈમેલ દ્વારા આ અંગે જાણકારી આપી છે. 

આ સંદેશમાં એક્ઝિક્યુટિવ્સને નડેલાના પરિવાર માટે પ્રાર્થના કરવાનું કહેવામાં આવ્યું છે.

સરકાર સામે વેપારીઓનું આકરું વલણ. દેશભરમાં આ તારીખથી રાષ્ટ્રવ્યાપી આંદોલન, 40,000થી વધુ વેપારી સંગઠનો જોડાશે; જાણો વિગત

March 1, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

“ભીમે “ લીધી જગતની વિદાયઃ અભિનેતા પ્રવીણ કુમાર સોબતીનું નિધન

by Dr. Mayur Parikh February 8, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 ફેબ્રુઆરી 2022

મંગળવાર.

મહાભારતમાં મહાકીય ભીમની ભૂમિકાને ભજવીને જાણીતા થઈ ગયેલા અભિનેતા પ્રવીણ કુમાર સોબતીનું 74 વર્ષની વયે અવસાન થયું હતું. લાંબા સમયથી તેઓ બીમાર હોવાનું કહેવાય છે.

દૂરદર્શન પર 1989માં આવેલી 'મહાભારત' સિરિયલના એક એક પાત્રએ લોકોના માનીતા બની ગયા હતા. મહાભારત સિરિયલમાં પ્રવીણ કુમારે ભીમનું પાત્ર ભજવ્યું હતું. 

લતા દીદી નો આ વિડીયો અત્યારે થયો વાયરલ. કહેવાય છે કે લતા દીદી નો હોસ્પિટલ ખાતે નો આ છેલ્લો વિડીયો છે. વિડીયો જોઈને લોકો થયા છે ભાવુક.. જુઓ વિડિયો…

પ્રવીણ કુમાર આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત એથ્લેટ હતા. તેણે બે ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. તેમણે એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં ઘણા ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા હતા. 1967માં તેમને અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. 
પ્રવીણ કુમારે 50 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. જો કે, મહાભારતમાં ભીમની ભૂમિકાને કારણે તે ઘર-ઘરમાં પહોંચી ગઈ હતી. 

February 8, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈ 1993ના બોમ્બ બ્લાસ્ટના વોન્ટેડ આરોપીનું આ દેશમાં થયું મૃત્યુ; જાણો વિગત

by Dr. Mayur Parikh January 17, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,17 જાન્યુઆરી 2022

સોમવાર.

મુંબઈમાં 1993ની  સાલમાં થયેલા બોમ્બ ધડાકાએ પૂરા દેશને હચમચાવી નાખ્યો હતો. અત્યાર સુધીનો તે દેશનો સૌથી મોટો બોમ્બ વિસ્ફોટ હતો. આ હુમલામાં 257 નિર્દોષ લોકો માર્યા ગયા અને 700 થી વધુ ઘાયલ થયા હતા.  આ બોમ્બ બ્લાસ્ટના મોસ્ટ વોન્ટેડ આરોપી સલીમ ગાઝીનું મૃત્યુ થયું હોવાનો અહેવાલ સામે આવ્યા છે. 

ANI ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, સલીમ ગાઝીનું શનિવારે પાકિસ્તાનના કરાચીમાં નિધન થયું હતું. મુંબઈ પોલીસના સૂત્રોને ટાંકીને આ સમાચાર આપ્યા હતા.

1993ની સાલના બોમ્બ ધડાકાનો મોસ્ટ વોન્ટેડ આરોપી સલીમ ગાઝી દાઉદ ગેંગનો સભ્ય હતો. સલીમ ગાઝી છોટા શકીલની નજીકનો માણસ ગણાતો હતો.

અહેવાલો અનુસાર, સલીમ ગાઝી છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતો. તેને હાઈ બ્લડ પ્રેશર સહિત અન્ય બીમારીઓ હતી.  સલીમ ગાઝીનું શનિવારે કરાચીમાં હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. 

વાહ!!! વિસ્ટાડોમ કોચ બન્યા પ્રવાસીઓના માનીતા, ત્રણ મહિનામાં જ સેન્ટ્રલ રેલવેને થઈ આટલા કરોડની આવક; જુઓ તસવીરો, જાણો વિગત.

January 17, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

આઘાતજનક!! દુનિયાભરમાં સૌથી વધુ બચ્ચાને જન્મ આપનારી વાઘણનું થયું મૃત્યુ; જાણો વિગત

by Dr. Mayur Parikh January 17, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,17 જાન્યુઆરી 2022 

 સોમવાર.

મધ્યપ્રદેશના સિવની જિલ્લાના પેંચ ટાઈગર રિઝર્વમાં શનિવારે એક 16 વર્ષની વાઘણ(T-15)તેના અંતિમ શ્વાસ લીધા હતા. તેના નામે દુનિયામાં સૌથી વધુ બચ્ચાઓને જન્મ આપવાનો રેકોર્ડ બનાવ્યો છે. વાઘણે તેના આયુષ્યમાં 29 બચ્ચાને જન્મ આપ્યો હતો

મધ્યપ્રદેશ રાજ્યને સૌથી વધુ વાઘની વસતી સાથે પ્રખ્યાત બનાવવામાં T-15 વાઘણનો મહત્વનો ફાળો હતો.  તેનો જન્મ સપ્ટેમ્બર 2005 માં થયો હતો. જ્યારે તે માત્ર અઢી વર્ષની હતી ત્યારે તેણે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો.  પરંતુ 24 કલાકમાં જ તેમના મોત થયા હતા. 2008 થી 2013 ની વચ્ચે તેણે 18 બચ્ચાઓને  જન્મ આપ્યો હતો, જેમાંથી 14 બચી ગયા હતા. 2015માં તેણે વધુ ચાર બચ્ચાને  જન્મ આપ્યો હતો. તેણે અત્યાર સુધીમાં આઠ વખત 29બચ્ચાને જન્મ આપ્યો છે. 

11 માર્ચ, 2008ના રોજ, ભારતીય વન્યજીવન સંસ્થા, દેહરાદૂનના નિષ્ણાતોએ વાઘ પર રેડિયો કોલર મૂક્યો. ત્યારથી તે કોલર ટાઇગર તરીકે ઓળખાય છે. પર્યટકોને સૌથી વધુ તે જ જોવા મળતી હતી. આ વાઘણ પર ડોક્યુમેન્ટ્રી ટાઇગર સ્પાય ઇન ધ જંગલ પણ બનાવવામાં આવી છે. તે પેંચની રાણી તરીકે પણ જાણીતી હતી.

સ્વાસ્થ્ય જાણકારી: એલોવેરા જ્યુસ રોજ કરો તમારા રોજિંદા આહાર માં, શરીરને થશે આ ફાયદા; જાણો વિગત

કોલર ટાઇગર છેલ્લા કેટલાક અઠવાડિયાથી નબળી જણાતી હતી. પેંચ ટાઈગર પ્રોજેક્ટમાં તેની દેખભાળ કરવામાં આવી રહી હતી. તેને કોઈ બીમારી કે ઈજા થઈ ન હતી. છતા શનિવારે સીતાઘાટ નજીક ભુરાદત્ત નદી પાસે સૂર્યાસ્ત સમયે તેણે અંતિમ શ્વાસ લીધા હતા.

January 17, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Madhya pradesh: The country's tigers are being targeted by poachers; a major threat to Tadoba, Pench
દેશ

શોકિંગ! 2021ની સાલમાં આટલા વાધના થયા મોત, દસ વર્ષમાં સૌથી વધુ મોત; જાણો વિગત

by Dr. Mayur Parikh December 31, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,31 ડિસેમ્બર 2021  

શુક્રવાર.  

એક તરફ દેશમાં વાઘના સંવર્ધનના પ્રયાસ ચાલી રહ્યા છે. તો બીજી તરફ દિવસેને દિવસે વાઘની સંખ્યામાં ઘટાડો થતો હોવાથી પ્રાણીપ્રેમીઓ ચિંતામા છે. 2021માં દેશભરમાં 126 વાઘના મૃત્યુ નોંધાયા છે. છેલ્લા 10 વર્ષમાં આ આંકડો સૌથી ઊંચો રહ્યો છે. 

નેશનલ ટાયગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) એ જાહેર કરેલા આંકડા મુજબ આ વર્ષે 29 ડિસેમ્બર સુધી વાઘની સંખ્યા માં લાક્ષણિક ઘટાડો જોવા મળ્યો છે. 2018ની ગણના મુજબ ભારતમાં 2,967 વાઘ છે. NTCA 2012થી વાઘના મૃત્યુના આંકડા જાહેર કરે છે. 2021માં વાઘનો મૃત્યુનો આંકડો છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ જણાયો છે

નવા વર્ષથી થશે આ ફેરફાર : ૧૫ થી ૧૮ વર્ષના બાળકો રસી માટે નોંધણી શરૂ થશે

2016માં આ સંખ્યા લગભગ 121 હતી. જેમાં મધ્ય પ્રદેશમા 526 વાધની સંખ્યા છે, તેમાંથી 42 વાઘના મોત થયા હતા. મહારાષ્ટ્રમાં 312 વાઘ છે, તેમાંથી 26ના મોત થયા હતા. કર્ણાટકમાં 524 વાઘ છે, તેમાં 15

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક