Tag: Digital Life Certificate

  • Pension Court Ahmedabad: અમદાવાદમાં પેન્શનરો માટે આ તારીખે યોજાશે પેન્શન અદાલત, પોસ્ટલ પેન્શનને લગતા પ્રશ્નોનું થશે નિરાકરણ..

    Pension Court Ahmedabad: અમદાવાદમાં પેન્શનરો માટે આ તારીખે યોજાશે પેન્શન અદાલત, પોસ્ટલ પેન્શનને લગતા પ્રશ્નોનું થશે નિરાકરણ..

     News Continuous Bureau | Mumbai

    Pension Court Ahmedabad: પોસ્ટલ પેન્શનરને લગતા પ્રશ્નોનાં નિરાકરણ માટે પ્રવર ડાક અધિક્ષકની કચેરી, પહેલો માળ, નવરંગપુરા પ્રધાન ડાકઘર, નવરંગપુરા બસ સ્ટેન્ડ સામે, અમદાવાદ શહેર વિભાગ, અમદાવાદ-380009 ખાતે તારીખ 24-12-2024 ના રોજ 16.00 કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.  

    પેન્શન અદાલતમાં ( Pension Court ) પેન્શનરોને લગતા પ્રશ્નો/ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવશે.

    આવી ફરિયાદો 19-12-2024 સુધીમાં પ્રવર અધિક્ષક, પ્રવર ડાક અધિક્ષકની કચેરી, પહેલો માળ, નવરંગપુરા પ્રધાન ડાકઘર, નવરંગપુરા બસ સ્ટેન્ડ સામે, અમદાવાદ શહેર વિભાગ, અમદાવાદ ( Ahmedabad  ) – 380009ને મોકલવાની રહેશે. તારીખ 19-12-2024 બાદ આવેલી ફરિયાદો વિચારણામાં લેવામાં આવશે નહિ. ફરિયાદ સ્પષ્ટ, મુદ્દાસર અને એક જ વિષય પર હોવી જરૂરી છે. નીતિ વિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહિ.

    આ પેન્શન અદાલત અમદાવાદ ( Pension Court Ahmedabad ) શહેર વિભાગની પોસ્ટ ઓફિસને લગતી ફરિયાદો પુરતી મર્યાદીત રહેશે.

    આ સમાચાર પણ વાંચો :  Yuva Adan Pradan Karyakram: નહેરૂ યુવા કેન્દ્ર, સુરતે યોજી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ અંગે બેઠક, જમ્મુ કાશ્મીરના આ આતંકવાદ પ્રભાવિત જિલ્લાઓના યુવાઓ લેશે મુલાકાત..

    વધુમાં ભારતીય ડાક વિભાગ ( Indian Postal Department ) દ્વારા “ડિજિટલ લાઈફ સર્ટીફિકેટ” ની સેવા IPPBના સહકાર થી દરેક પેન્શનરોને ડિજિટલી “જીવન પ્રમાણપત્ર” ( Digital Life Certificate ) ઘર બેઠા મળે તેવી સુવિધા શરૂ કરેલ છે. આ સેવાની શરૂઆત થી પેન્સનરને તેમની મૂળ પેન્શન વિતરણ ઓફિસની રૂબરૂ જવાની જરૂર રહેશે નહીં.

    વધુમાં ભારતીય ડાક વિભાગ દ્વારા આધાર કાર્ડ માં સુધારા વધારા તથા નવા આધાર કાર્ડ બનાવવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Digital Life Certificate:  હવે પેન્શનધારકો ઘરે બેઠાં મેળવી શકશે જીવન પ્રમાણપત્ર, ડાક વિભાગની આ સુવિધાથી પેન્શનરોને કોઈ ટ્રેઝરી કે બેંકમાં જવાની નહીં પડે જરૂર.

    Digital Life Certificate: હવે પેન્શનધારકો ઘરે બેઠાં મેળવી શકશે જીવન પ્રમાણપત્ર, ડાક વિભાગની આ સુવિધાથી પેન્શનરોને કોઈ ટ્રેઝરી કે બેંકમાં જવાની નહીં પડે જરૂર.

     News Continuous Bureau | Mumbai

    Digital Life Certificate:  પેન્શનધારકો માટે રાહતના સમાચાર છે. જીવન પ્રમાણપત્ર મેળવવા માટે પેન્શનધારકોએ હવે કોઈ ટ્રેઝરી, બેંક કે અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. પરંતુ પેન્શનધારકો તેમની નજીકની પોસ્ટઓફિસના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવી શકશે.  

    પેન્શનધારકો પોસ્ટમેન અથવા પોસ્ટ ઈન્ફો મોબાઈલ એપ દ્વારા આ સુવિધા માટે અનુરોધ કરી શકે છે

     પેન્શનધારકોએ (  Pensioners ) દર વર્ષે સામાન્ય રીતે નવેમ્બર-ડિસેમ્બરમાં ટ્રેઝરી, બેંક અથવા સંબધિત વિભાગમાં જીવન પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. જેના માટે દૂર-દૂરના વિસ્તારમાં રહેતા પેન્શનરોને ટ્રેઝરીમાં જવા ઘણી વખત મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને મુસાફરીમાં પણ ખર્ચ થતો હોય છે. પરંતુ હવે ભારતીય ડાક વિભાગ ( Indian Postal Department ) દ્વારા તમામ વિભાગના પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ( Life Certificate ) પ્રદાન કરવાની સુવિધા અપાઇ રહી છે. આ માટે રૂપિયા ૭૦ની ફી નિર્ધારીત કરાઈ છે. આ પ્રમાણપત્ર આપમેળે સંબધિત વિભાગને ઓનલાઈન પહોંચી જશે અને પેન્શન મળવામાં કોઈ અડચણ નહીં થાય. 

    આ સમાચાર પણ વાંચો: Cotton Farmers Ahmedabad : કપાસના ખેડૂતોને અપીલ, CCIએ અમદાવાદ શાખા હેઠળ આટલા જિલ્લાઓમાં ખોલ્યા 30 ખરીદ કેન્દ્રો..

    પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે,”ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કે  ૨૦૨૦માં કેન્દ્રીય, રાજ્ય અને કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થાના પેન્શનધારકો માટે જીવન પ્રમાણપત્ર ( Digital Life Certificate ) શરૂ કરવા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટની ડોર સ્ટેપ સેવા શરૂ કરી હતી. જે પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ અને નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરના સમન્વયમાં છે. આ સુવિધાનો લાભ મેળવવા પેન્શનધારકો પોતાના વિસ્તારના પોસ્ટમેન ( Postman ) સાથે તેમજ  પોસ્ટ ઈન્ફો મોબાઈલ એપ દ્વારા ઓનલાઇન અનુરોધ કરી શકે છે. પોસ્ટ વિભાગની પહેલ પેન્શનધારકોને ઘણી સુવિધા આપશે તેમજ તેની સાથે પેન્શનધારક પોસ્ટમેનના માધ્યમથી ઘરે બેઠા પેન્શનની રકમ આધાર ઈનેબલ્ડ પેમેન્ટ સીસ્ટમ દ્વારા પોતાના બેંક ખાતામાં મેળવી શકશે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Mann Ki Baat PM Modi: ‘મન કી બાત’ના 116મા એપિસોડને PM મોદીએ કર્યું સંબોધિત, NCC , સ્વામી વિવેકાનંદની જયંતી સહીત આ મુદ્દાઓનો કર્યો ઉલ્લેખ. જાણો વિગતે.

    Mann Ki Baat PM Modi: ‘મન કી બાત’ના 116મા એપિસોડને PM મોદીએ કર્યું સંબોધિત, NCC , સ્વામી વિવેકાનંદની જયંતી સહીત આ મુદ્દાઓનો કર્યો ઉલ્લેખ. જાણો વિગતે.

    News Continuous Bureau | Mumbai

    Mann Ki Baat PM Modi: મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’ એટલે દેશના સામૂહિક પ્રયાસોની વાત, દેશની ઉપલબ્ધિઓ વિશે વાત, જન-જનના સામર્થ્યની વાત, ‘મન કી બાત’ એટલે દેશના યુવાં સપનાંઓ અને દેશના નાગરિકોની આકાંક્ષાઓની વાત. હું આખા મહિના દરમિયાન ‘મન કી બાત’ની પ્રતીક્ષા કરું છું, જેથી હું તમારી સાથે સીધો સંવાદ કરી શકું. કેટલા બધા સંદેશાઓ, કેટલા messages ! મારો પૂરો પ્રયાસ રહે છે કે વધુમાં વધુ સંદેશાઓ વાંચું, તમારાં સૂચનો પર મંથન કરું. 

    સાથીઓ, આજે ( Mann Ki Baat  ) ખૂબ જ ખાસ દિવસ છે – આજે NCC દિવસ છે. NCCનું નામ સામે આવતા જ, આપણને સ્કૂલ-કૉલેજના દિવસો યાદ આવી જાય છે. હું પોતે પણ NCCનો કેડેટ રહ્યો છું, આથી પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે તેનાથી મળેલો અનુભવ મારા માટે અણમોલ છે. ‘NCC’ યુવાનોમાં અનુશાસન, નેતૃત્વ અને સેવાની ભાવના ઉત્પન્ન કરે છે. તમે પોતાની આસપાસ જોયું હશે, જ્યારે પણ ક્યાંય કોઈ આપદા આવે છે, પછી તે પૂરની સ્થિતિ હોય, ક્યાંક ભૂકંપ આવ્યો હોય, કોઈ દુર્ઘટના થઈ હોય, ત્યાં મદદ કરવા માટે NCCના કેડેટ અવશ્ય ઉપસ્થિત થઈ જાય છે. આજે દેશમાં NCCને મજબૂત કરવા માટે સતત કામ થઈ રહ્યું છે. 2014માં લગભગ 14 લાખ યુવાનો NCC સાથે જોડાયેલા હતા. હવે 2024માં 20 લાખથી વધુ યુવાનો NCC સાથે જોડાયેલા છે. પહેલાંની સરખામણીએ પાંચ હજાર અને નવી શાળાઓ-કૉલેજોમાં હવે NCCની સુવિધા થઈ ગઈ છે અને સૌથી મોટી વાત, પહેલાં NCCમાં girls cadetsની સંખ્યા લગભગ 25% (ટકા)ની આસપાસ રહેતી હતી. હવે NCCમાં girls cadetsની સંખ્યા લગભગ 40% (ટકા) થઈ ગઈ છે.

    સીમા પર રહેનારા યુવાનોને વધુમાં વધુ NCC સાથે જોડવાનું અભિયાન પણ સતત ચાલુ છે. હું યુવાનોને આગ્રહ કરીશ કે વધુમાં વધુ સંખ્યામાં NCC સાથે જોડાવ. તમે જોશો કે તમે કોઈ પણ careerમાં જાવ NCCથી તમારા વ્યક્તિગત નિર્માણમાં ખૂબ જ મદદ મળશે.

    સાથીઓ, વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોનો રોલ ખૂબ જ મોટો છે. યુવા મન જ્યારે એકસંપ થઈને દેશની ભવિષ્યની યાત્રા માટે મંથન કરે છે, ચિંતન કરે છે, તો નિશ્ચિત રીતે તેમાંથી નક્કર માર્ગ મળે છે. તમે જાણો છો કે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જયંતી પર દેશ ‘યુવા દિવસ’ મનાવે છે. આગામી વર્ષે સ્વામી વિવેકાનંદજીની ( Swami Vivekananda ) 162મી જયંતી છે. આ વખતે તેને ખૂબ જ વિશેષ રીતે મનાવવામાં આવશે. આ અવસર પર 11-12 જાન્યુઆરીએ દિલ્લીના ભારત મંડપમમાં યુવા વિચારોનો મહા કુંભ આયોજિત થવા જઈ રહ્યો છે અને આ પહેલનું નામ છે ‘વિકસિત ભારત Young Leaders Dialogue‘ ( Viksit Bharat Young Leaders Dialogue ) . ભારતભરમાંથી કરોડો યુવાનો તેમાં ભાગ લેશે. ગામ, બ્લૉક, જિલ્લા, રાજ્ય અને ત્યાંથી નીકળીને પસંદ કરાયેલા આવા બે હજાર યુવાનો ભારત મંડપમમાં ‘વિકસિત ભારત Young Leaders Dialogues’ માટે એકત્ર થશે. તમને યાદ હશે, મેં લાલ કિલ્લાની પ્રાચીર પરથી એવા યુવાનોને રાજનીતિમાં આવવાનું આહ્વાન કર્યું છે, જેના પરિવારની કોઈ પણ વ્યક્તિ અને પૂરા પરિવારનું political background નથી, આવા એક લાખ યુવાનોને, નવા યુવાનોને, રાજનીતિ સાથે જોડવા માટે દેશમાં અનેક પ્રકારનાં વિશેષ અભિયાન ચલાવાશે. ‘વિકસિત ભારત Young Leaders Dialogue’ પણ આવો જ એક પ્રયાસ છે. તેમાં દેશ અને વિદેશથી experts આવશે. અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હસ્તીઓ પણ રહેશે. હું પણ તેમાં વધુમાં વધુ સમય ઉપસ્થિત રહીશ. યુવાનોને સીધા અમારી સામે પોતાના ideas રાખવાનો અવસર મળશે. દેશ આ ideasને આગળ લઈને કેવી રીતે જઈ શકે છે?

    આ સમાચાર પણ વાંચો : Odisha Parba 2024 PM Modi: ઓડિયા સમાજ ફાઈન્ડેશને આજે કર્યું ‘ઓડિશા પર્વ 2024’નું આયોજન, PM મોદી કરશે આ કાર્યક્રમને સંબોધિત.

    કેવી રીતે એક નક્કર roadmap બની શકે છે? તેની એક blueprint તૈયાર કરવામાં આવશે, તો તમે પણ તૈયાર થઈ જાવ, જે ભારતના ભવિષ્યનું નિર્માણ કરવાના છે, જે દેશની ભાવિ પેઢી છે, તેમના માટે આ ખૂબ જ મોટો અવસર આવી રહ્યો છે. આવો મળીને દેશ બનાવીએ, દેશને વિકસિત બનાવીએ.

    મારા ( Narendra Modi ) પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં, આપણે, ઘણી વાર એવા યુવાનોની ચર્ચા કરીએ છીએ, જે નિઃસ્વાર્થ ભાવથી સમાજ માટે કામ કરી રહ્યા છે. એવા કેટલાય યુવાનો છે જે લોકોની નાની-નાની સમસ્યાઓનું સમાધાન મેળવવામાં લાગેલા છે. આપણે આપણી આસપાસ જોઈશું તો કેટલાય એવા લોકો દેખાય છે, જેમને, કોઈ ને કોઈ પ્રકારની મદદ જોઈએ છે, કોઈ જાણકારી જોઈએ છે. મને એ જાણીને સારું લાગ્યું કે કેટલાક યુવાનોએ સમૂહ બનાવીને આ પ્રકારની વાતને પણ address કરી છે જેમ કે લખનઉના રહેવાસી વીરેન્દ્ર છે, તેઓ વૃદ્ધોને digital life certificateના કામમાં મદદ કરે છે. તમે જાણો છો કે નિયમો મુજબ, બધા pensionersને વર્ષમાં એક વાર life certificate જમા કરાવવાનું હોય છે. 2014 સુધી તેની પ્રક્રિયા એવી હતી કે તેને બૅંકોમાં જઈને વૃદ્ધે પોતે જમા કરાવવું પડતું હતું. તમે કલ્પના કરી શકો છો કે તેનાથી આપણા વૃદ્ધોને કેટલી અસુવિધા થતી હતી. હવે તે વ્યવસ્થા બદલાઈ ચૂકી છે. હવે digital life certificate આપવાથી ચીજો ખૂબ જ સરળ બની ગઈ છે, વૃદ્ધોને બૅંક નથી જવું પડતું. વૃદ્ધોને technologyના કારણે કોઈ તકલીફ ન પડે, તેમાં વીરેન્દ્ર જેવા યુવાનોની મોટી ભૂમિકા છે. તેઓ, પોતાના ક્ષેત્રના વૃદ્ધોને તેના વિશે જાગૃત કરતા રહે છે. એટલું જ નહીં, તેઓ વૃદ્ધોને tech savvy પણ બનાવી રહ્યા છે. આવા જ પ્રયાસોથી આજે digital life certificate મેળવનારાઓની સંખ્યા 80 લાખના આંકડાને પાર કરી ગઈ છે.

    તેમાંથી બે લાખથી વધુ એવા વૃદ્ધો છે, જેમની વય 80થી પણ વધુ છે. સાથીઓ, અનેક શહેરોમાં યુવાનો વૃદ્ધોને digital ક્રાંતિમાં ભાગીદાર બનાવવા માટે પણ આગળ આવી રહ્યા છે. ભોપાલના મહેશે પોતાની શેરીમાં અનેક વૃદ્ધોને mobileના માધ્યમથી payment કરવાનું શીખવ્યું છે. આ વૃદ્ધો પાસે smart phone તો હતો, પરંતુ, તેનો સાચો ઉપયોગ બતાવનાર કોઈ નહોતું. વૃદ્ધોને digital arrestના ભયથી બચાવવા માટે પણ યુવાનો આગળ આવ્યા છે. અમદાવાદના રાજીવ, લોકોને digital arrestના ભયથી ચેતવે છે. મેં ‘મન કી બાત’ના ગત episodeમાં digital arrestની ચર્ચા કરી હતી. આ પ્રકારના અપરાધના વધુમાં વધુ શિકાર વૃદ્ધો જ બને છે. આવામાં આપણી જવાબદારી છે કે આપણે તેમને જાગૃત બનાવીએ અને cyber fraudથી બચાવવામાં મદદ કરીએ. આપણે વારંવાર લોકોને સમજાવવું પડશે કે digital arrest નામથી સરકારમાં કોઈ પણ જોગવાઈ જ નથી – આ હળાહળ જૂઠાણું, લોકોને ફસાવવાનું એક ષડયંત્ર છે. મને આનંદ છે કે આપણા યુવા સાથીઓ આ કામમાં પૂરી સંવેદનશીલતાથી હિસ્સો લઈ રહ્યા છે અને બીજાને પણ પ્રેરિત કરી રહ્યા છે.

    મારા પ્રિય દેશવાસીઓ, આજ-કાલ બાળકોના ભણતર માટે અનેક પ્રકારના પ્રયોગ થઈ રહ્યા છે. પ્રયાસ એ જ છે કે આપણાં બાળકોમાં creativity વધુ વધે, પુસ્તકો માટે તેમનામાં પ્રેમ વધુ વધે – કહે પણ છે કે પુસ્તકો માનવનાં સૌથી સારા મિત્ર હોય છે, અને હવે આ મિત્રતાને મજબૂત કરવા માટે, libraryથી વધુ સારી જગ્યા બીજી કઈ હોઈ શકે? હું ચેન્નાઈનું એક ઉદાહરણ તમારી સાથે share કરવા માગું છું. ત્યાં બાળકો માટે એક એવી library તૈયાર કરવામાં આવી છે, જે creativity અને learningનું hub બની ચૂકી છે. તેને પ્રકૃત અરિવગમ્ના નામથી ઓળખવામાં આવે છે.

    આ libraryનો idea, technologyની દુનિયા સાથે જોડાયેલા શ્રીરામ ગોપાલનની દેણ છે. વિદેશમાં પોતાના કામ દરમિયાન તેઓ latest technologyની દુનિયા સાથે જોડાયેલા રહ્યા. પરંતુ તેઓ, બાળકોમાં ભણવા અને શીખવાની ટેવ વિકસાવવા વિશે પણ વિચારતા રહ્યા. ભારત પાછા ફરીને તેમણે પ્રકૃત અરિવગમ્ને તૈયાર કર્યું. તેમાં ત્રણ હજારથી વધુ પુસ્તકો છે, જેને વાંચવા માટે બાળકોમાં હોડ લાગી રહે છે. પુસ્તકો સિવાય તે libraryમાં થનારી અનેક પ્રકારની activities પણ બાળકોને આકર્ષતી રહે છે. story telling session હોય, art workshop હોય, memory training classes, robotics lesson કે પછી public speaking, અહીં, દરેક માટે કંઈ ને કંઈ અવશ્ય છે, જે તેમને પસંદ આવે છે.

    સાથીઓ, હૈદરાબાદમાં ‘Food For Thought Foundation’એ પણ અનેક શાનદાર libraries બનાવી છે. તેમનો પણ પ્રયાસ એ જ છે કે બાળકોને વધુમાં વધુ વિષયો પર મહત્ત્વની જાણકારી સાથે વાંચવા માટે પુસ્તકો મળે. બિહારમાં ગોપાલગંજની ‘Prayog Library’ની ચર્ચા તો આસપાસનાં અનેક શહેરોમાં થવા લાગી છે. આ libraryથી લગભગ 12 ગામોનાં યુવાનો પુસ્તકો વાંચવાની સુવિધા મળવા લાગી છે, સાથે જ તે, library ભણતરમાં મદદ કરનારી બીજી આવશ્યક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી રહી છે. કેટલીક libraries તો એવી છે, જે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં studentsને ઘણી કામ આવે છે. સમાજને સશક્ત બનાવવામાં આજે libraryનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ રહ્યો છે તે જોવું ખરેખર ખૂબ જ સુખદ છે. તમે પણ પુસ્તકો સાથે મિત્રતા વધારો, અને જુઓ, તમારા જીવનમાં કેવું પરિવર્તન આવે છે.

    આ સમાચાર પણ વાંચો : Anupam Kher IFFI 2024: ઇફ્ફી 2024માં પીઢ અભિનેતા અનુપમ ખેરનું ‘ધ પાવર ઓફ ફેઈલર’ સત્ર, તેમના માસ્ટર ક્લાસમાં વિદ્યાર્થીઓને નિષ્ફળતા પર કહી ‘આ’ વાત..

    મારા પ્રિય દેશવાસીઓ, પરમ દિવસની રાત્રે જ હું દક્ષિણ અમેરિકાના એક દેશ ગુયાનાથી પરત આવ્યો છું. ભારતથી હજારો કિલોમીટર દૂર, ગુયાનામાં પણ એક ‘mini ભારત’ વસે છે. આજથી લગભગ 180 વર્ષ પહેલાં, ગુયાનામાં ભારતના લોકોને, ખેતરમાં મજૂરી માટે, બીજાં કામો માટે, લઈ જવામાં આવ્યા હતા.

    આજે ગુયાનામાં ભારતીય મૂળના લોકો રાજકારણ, વેપાર, શિક્ષણ અને સંસ્કૃતિના દરેક ક્ષેત્રમાં ગુયાનાનું નેતૃત્વ કરી રહ્યા છે. ગુયાનાના રાષ્ટ્રપ્રમુખ ડૉ. ઇરફાન અલી પણ ભારતીય મૂળના છે, જે, પોતાના ભારતીય વારસા પર ગર્વ કરે છે. જ્યારે હું ગુયાનામાં હતો, ત્યારે, મારા મનમાં એક વિચાર આવ્યો હતો, જે હું ‘મન કી બાત’માં તમારી સાથે share કરી રહ્યો છું. ગુયાનાની જેમ દુનિયાના ડઝનોં દેશોમાં લાખોની સંખ્યામાં ભારતીય છે. દાયકાઓ પહેલાંની 200-300 વર્ષ પહેલાંની તેમના પૂર્વજોની પોતાની વાતો છે. શું તમે એવી વાતોને શોધી શકો કે ભારતીય પ્રવાસીઓએ કેવી રીતે અલગ-અલગ દેશોમાં પોતાની ઓળખ બનાવી ! કેવી રીતે તેમણે ત્યાંની સ્વતંત્રતાની લડાઈમાં ભાગ લીધો ! કેવી રીતે તેમણે પોતાના ભારતીય વારસાને જીવંત રાખ્યો?  હું ઇચ્છું છું કે તમે એવી સાચી વાતો શોધો, અને મારી સાથે share કરો તમે આ વાતોને Namo App પર કે MyGov પર #IndianDiasporaStoriesની સાથે પણ share કરી શકો છો.

    સાથીઓ, તમને ઓમાનમાં ચાલી રહેલો એક extraordinary project પણ ખૂબ જ રસપ્રદ લાગશે. અનેક ભારતીય પરિવાર અનેક સદીઓથી ઓમાનમાં રહી રહ્યા છે. તેમાંથી મોટા ભાગના ગુજરાતના કચ્છથી જઈને વસ્યા છે. આ લોકોએ વેપારમાં મહત્ત્વપૂર્ણ link તૈયાર કરી હતી. આજે પણ તેમની પાસે ઓમાની નાગરિકતા છે, પરંતુ ભારતીયતા તેમની રગેરગમાં વસેલી છે. ઓમાનમાં ભારતીય દૂતાવાસ અને National Archives Of Indiaના સહયોગથી એક teamએ આ પરિવારોની historyને preserve કરવાનું કામ શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં હજારો documents એકત્ર કરવામાં આવ્યા છે.

    તેમાં diary, account book, ledgers, letters અને telegram પણ સમાવિષ્ટ છે. તેમાંથી કેટલાક દસ્તાવેજ તો ઈ. સ. 1838ના પણ છે. આ દસ્તાવેજો, ભાવનાઓથી ભરેલા છે. વર્ષો પહેલાં, જ્યારે તેઓ ઓમાન પહોંચ્યા હતા, તો તેમણે કયા પ્રકારનું જીવન જીવ્યું, કેવી રીતે સુખ-દુ:ખનો સામનો કર્યો, અને, ઓમાનના લોકો સાથે તેમના સંબંધો કેવી રીતે આગળ વધ્યા- આ સર્વ, આ દસ્તાવેજોનો હિસ્સો છે. ‘Oral History Project’ પણ આ missionનો એક મહત્ત્વપૂર્ણ આધાર છે. તે missionમાં ત્યાંના વરિષ્ઠ લોકોએ પોતાના અનુભવને વહેંચ્યો છે. લોકોએ ત્યાં પોતાની રહેણીકરણી સાથે જોડાયેલી વાતોને વિસ્તારથી જણાવી છે.

    સાથીઓ, આવો જ એક ‘Oral History Project’ ભારતમાં પણ થઈ રહ્યો છે. આ project હેઠળ ઇતિહાસપ્રેમી દેશના વિભાજનના કાળખંડમાં પીડિતોના અનુભવોનો સંગ્રહ કરી રહ્યા છે. હવે દેશમાં એવા લોકોની સંખ્યા બહુ ઓછી બચી છે, જેમણે, વિભાજનની વિભીષિકાને જોઈ છે. આવામાં આ પ્રયાસ ઓર વધુ મહત્ત્વપૂર્ણ બની ગયો છે.

    સાથીઓ, જે દેશ, જે સ્થાન, પોતાના ઇતિહાસને સાચવીને રાખે છે, તેનું ભવિષ્ય પણ સુરક્ષિત રહે છે. આ વિચાર સાથે એક પ્રયાસ થયો છે જેમાં ગામોના ઇતિહાસને સાચવીને રાખનારી એક directory બનાવવામાં આવી છે. સમુદ્રી યાત્રાના ભારતના પુરાતન સામર્થ્ય સાથે જોડાયેલા પ્રમાણોને સાચવીને રાખવાનું પણ અભિયાન દેશમાં ચાલી રહ્યું છે. આ કડીમાં, લોથલમાં, એક બહુ મોટું Museum પણ બનાવવામાં આવી રહ્યું છે, તેના સિવાય, તમારા ધ્યાનમાં કોઈ manuscript હોય, કોઈ ઐતિહાસિક દસ્તાવેજ હોય, કોઈ હસ્તલિખિત પ્રતિ હોય તો તેને પણ તમે National Archives Of Indiaની મદદથી સાચવી શકો છો.

    સાથીઓ, મને Slovakiaમાં થઈ રહેલા આવા જ એક પ્રયાસ વિશે ખબર પડી છે જે આપણી સંસ્કૃતિને સંરક્ષિત કરવા અને તેને આગળ વધારવા સાથે જોડાયેલો છે. ત્યાં પહેલી વાર Slovak languageમાં આપણાં ઉપનિષદોનો અનુવાદ કરાયો છે. આ પ્રયાસોથી ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક પ્રભાવની પણ ખબર પડે છે. આપણા બધા માટે એ ગર્વની વાત છે કે દુનિયાભરમાં એવા કરોડો લોકો છે, જેમના હૃદયમાં, ભારત વસે છે.

    મારા પ્રિય દેશવાસીઓ, હવે હું તમારી સાથે દેશની એક એવી ઉપલબ્ધિ વહેંચવા માગું છું જેને સાંભળીને તમને પ્રસન્નતા પણ થશે અને ગૌરવ પણ થશે, અને જો તમે તે નથી કર્યું, તો કદાચ પસ્તાવો પણ થશે. કેટલાક મહિના પહેલાં, આપણે ‘એક પેડ માં કે નામ’ અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનમાં દેશભરના લોકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો. મને એ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આ અભિયાને સો કરોડ વૃક્ષ રોપવાનો મહત્વનો પડાવ પાર કરી લીધો છે. સો કરોડ વૃક્ષ, તે પણ માત્ર પાંચ મહિનાઓમાં – આ આપણા દેશવાસીઓના અથક પ્રયાસોથી જ સંભવ થયું છે. તેની સાથે જોડાયેલી એક બીજી વાત જાણીને તમને ગર્વ થશે. ‘એક પેડ માં કે નામ’ અભિયાન હવે દુનિયાના બીજા દેશોમાં પણ ફેલાઈ રહ્યું છે. જ્યારે હું ગુયાનામાં હતો, તો ત્યાં પણ, આ અભિયાનનો સાક્ષી બન્યો. ત્યાં મારી સાથે ગુયાનાના રાષ્ટ્રપ્રમુખ ડૉ. ઇરફાન અલી, તેમની પત્નીનાં માતાજી, અને પરિવારના બાકી સભ્યો, ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સમ્મિલિત થયાં.

    સાથીઓ, દેશના અલગ-અલગ હિસ્સાઓમાં આ અભિયાન સતત ચાલી રહ્યું છે. મધ્ય પ્રદેશના ઇંદોરમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ, વૃક્ષ લગાવવાનો વિક્રમ થયો છે – અહીં 24 કલાકમાં 12 લાખથી વધુ વૃક્ષ રોપવામાં આવ્યા.

    આ અભિયાનના કારણે ઇંદોરના Revati Hillsનો ઉજ્જડ વિસ્તાર, હવે, green zoneમાં ફેરવાઈ જશે. રાજસ્થાનના જેસલમેરમાં આ અભિયાન દ્વારા એક અનોખો વિક્રમ બન્યો – અહીં મહિલાઓની એક ટીમે એક કલાકમાં 25 હજાર વૃક્ષો લગાવ્યાં. માતાઓએ માના નામે વૃક્ષ લગાવ્યું અને બીજાઓને પણ પ્રેરિત કર્યા. અહીં એક જ જગ્યા પર પાંચ હજારથી વધુ લોકોએ મળીને વૃક્ષો લગાવ્યાં – તે પણ પોતાની રીતે એક વિક્રમ છે. ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ અનેક સામાજિક સંસ્થાઓ સ્થાનિક આવશ્યકતાઓના હિસાબથી વૃક્ષ લગાવી રહી છે. તેમનો પ્રયાસ છે કે જ્યાં વૃક્ષો રોપવામાં આવે ત્યાં પર્યાવરણને અનુકૂળ પૂરી Eco System Develop થાય. તેથી આ સંસ્થાઓ ક્યાંક ઔષધીય છોડ રોપી રહી છે, તો ક્યાંક, પક્ષીઓનો માળો બનાવવા માટે વૃક્ષ લગાવી રહી છે. બિહારમાં ‘JEEViKA Self Help Group’ની મહિલાઓ ૭૫ લાખ વૃક્ષો લગાવવાનું અભિયાન ચલાવી રહી છે. આ મહિલાઓનું focus ફળવાળાં વૃક્ષો પર છે, જેનાથી આવનારા સમયમાં આવક પણ મેળવી શકાશે.

    સાથીઓ, આ અભિયાન સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિ પોતાની માતાના નામે વૃક્ષ રોપી શકે છે. જો માતા જીવિત હોય તો તેમને સાથે લઈ જઈને તમે વૃક્ષ રોપી શકો છો, નહીં તો તેમની તસવીર સાથમાં લઈને તમે આ અભિયાનનો હિસ્સો બની શકો છો. વૃક્ષ સાથે તમે તમારી selfie પણ mygov.in પર પૉસ્ટ કરી શકો છો. માતા, આપણા બધા માટે જે કરે છે, તેનું ઋણ આપણે ક્યારેય ચૂકવી ન શકીએ, પરંતુ  એક વૃક્ષ માના નામે લગાવીને આપણે તેમની ઉપસ્થિતિને હંમેશ માટે જીવિત કરી શકીએ છીએ.

    મારા પ્રિય દેશવાસીઓ, તમે બધા લોકોએ બાળપણમાં ચકલી કે Sparrowને પોતાના ઘરની છત પર, વૃક્ષ પર ચીં ચીં કરતાં અવશ્ય જોઈ હશે.

    ચકલીને તમિલ અને મળયાળમમાં કુરુવી, તેલુગુમાં પિચ્ચુકા અને કન્નડમાં ગુબ્બીના નામે ઓળખવામાં આવે છે. દરેક ભાષા, સંસ્કૃતિમાં ચકલી અંગે કિસ્સા-વાર્તાઓ સંભળાવવામાં આવે છે.

    આપણી આસપાસ Biodiversity ને જાળવી રાખવામાં ચકલીનું એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોગદાન હોય છે, પરંતુ આજે શહેરોમાં જવલ્લે જ ચકલી જોવામાં આવે છે. વધતા શહેરીકરણના કારણે ચકલી આપણાથી દૂર ચાલી ગઈ છે. આજની પેઢીનાં ઘણાં એવાં બાળકો છે, જેમણે ચકલીને માત્ર તસવીરો કે વિડિયોમાં જોઈ છે. આવાં બાળકોના જીવનમાં આવા પ્રિય પક્ષીના પુનરાગમન માટે કેટલાક અનોખા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ચેન્નાઈના કુડુગલ ટ્રસ્ટે ચકલીની સંખ્યા વધારવા માટે સ્કૂલનાં બાળકોને પોતાના અભિયાનમાં સમાવિષ્ટ કર્યા છે. સંસ્થાના લોકો સ્કૂલમાં જઈને બાળકોને સમજાવે છે કે ચકલી રોજિંદા જીવનમાં કેટલી મહત્ત્વપૂર્ણ છે. આ સંસ્થાઓ બાળકોને ચકલીઓનો માળો બનાવવાની training આપે છે. તેના માટે સંસ્થાના લોકોએ બાળકોને લાકડાનું એક નાનું ઘર બનાવવાનું શીખવ્યું. તેમાં ચકલીના રહેવા, ખાવાની વ્યવસ્થા કરી. તે એવાં ઘર હોય છે, જેને કોઈ પણ ઈમારતની બહારની દીવાલ પર કે વૃક્ષ પર લગાવી શકાય છે. બાળકોએ આ અભિયાનમાં ઉત્સાહ સાથે હિસ્સો લીધો અને ચકલી માટે મોટી સંખ્યામાં માળા બનાવવાનું શરૂ કરી દીધું. છેલ્લાં ચાર વર્ષમાં સંસ્થાએ ચકલી માટે એવા દસ હજાર માળા તૈયાર કર્યા છે. કૂડુગલ ટ્રસ્ટની આ પહેલથી આસપાસના વિસ્તારોમાં ચકલીની વસતિ વધવાની શરૂ થઈ ગઈ છે. તમે પણ તમારી આસપાસ આવા પ્રયાસ કરશો તો નિશ્ચિત રીતે ચકલી ફરીથી આપણા જીવનનો હિસ્સો બની જશે.

    સાથીઓ, કર્ણાટકના મૈસુરૂની એક સંસ્થાએ બાળકો માટે ‘Early Bird’ નામનું અભિયાન શરૂ કર્યું છે. આ સંસ્થા બાળકોને પક્ષીઓ વિશે જણાવવા માટે ખાસ પ્રકારની library ચલાવે છે. એટલું જ નહીં, બાળકોમાં પ્રકૃતિ પ્રત્યે જવાબદારીનો ભાવ ઉત્પન્ન કરવા માટે ‘Nature Education Kit’ તૈયાર કરવામાં આવી છે. આવી Kitમાં બાળકો માટે Story Book, Games, Activity Sheets અને jig-saw puzzles છે. આ સંસ્થા શહેરનાં બાળકોને ગામડાંઓમાં લઈને જાય છે અને તેમને પક્ષીઓ વિશે માહિતી આપે છે. આ સંસ્થાના પ્રયાસોના કારણે બાળકો પક્ષીઓની અનેક પ્રજાતિઓને ઓળખવા લાગ્યાં છે. ‘મન કી બાત’ના શ્રોતા પણ આ પ્રકારના પ્રયાસથી બાળકોમાં પોતાની આસપાસની પ્રકૃતિને જોવા, સમજવાનો અલગ દૃષ્ટિકોણ વિકસિત કરી શકે છે.

    મારા પ્રિય દેશવાસીઓ, તમે જોયું હશે, જેવું કોઈ કહે છે કે ‘સરકારી કાર્યાલય’ તો તમારા મનમાં ફાઇલોના ઢગલાની તસવીર બની જાય છે. તમે ફિલ્મોમાં આવું જ કંઈક જોયું હશે. સરકારી કાર્યાલયોમાં આ ફાઇલોના ઢગલા પર કેટલીય મજાકો બનતી રહે છે, અનેક વાર્તાઓ પણ લખાઈ ચૂકી છે. વર્ષોના વર્ષો સુધી આ ફાઇલો officeમાં પડી રહેવાથી તેમાં ધૂળ ભરાઈ જતી હતી, ત્યાં ગંદકી થવા લાગતી હતી – આવી દાયકાઓ જૂની ફાઇલો અને Scrapને હટાવવા માટે એક વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું. તમને એ જાણીને આનંદ થશે કે સરકારી વિભાગોમાં આ અભિયાનનાં અદ્ભુત પરિણામ સામે આવ્યાં છે. સાફ-સફાઈથી કાર્યાલયોમાં ઘણી જગ્યા ખાલી થઈ ગઈ છે. તેનાથી કાર્યાલયમાં કામ કરનારાઓમાં એક ownershipનો ભાવ પણ આવ્યો છે. પોતાની કામ કરવાની જગ્યાને સ્વચ્છ રાખવાની ગંભીરતા પણ તેમનામાં આવી છે.

    આ સમાચાર પણ વાંચો :  Maharashtra Election 2024: થઇ ગયું સાબિત…કોણ છે અસલી શિવસેના અને અસલી એનસીપી, જનતા આપી દીધો જવાબ

    સાથીઓ, તમે ઘણી વાર વડીલોને એવું કહેતા સાંભળ્યા હશે કે જ્યાં સ્વચ્છતા હોય છે, ત્યાં લક્ષ્મીજીનો વાસ હોય છે. આપણે ત્યાં ‘કચરાથી કંચન’નો વિચાર ખૂબ જ જૂનો છે. દેશના અનેક હિસ્સામાં ‘યુવાનો’ બેકાર સમજવામાં આવતી ચીજોને લઈને કચરામાંથી કંચન બનાવી રહ્યા છે. અનેક પ્રકારનાં innovation કરી રહ્યાં છે. તેમાંથી તેઓ પૈસા કમાઈ રહ્યા છે, રોજગારનાં સાધનો વિકસિત કરી રહ્યા છે. આ યુવાનો પોતાના પ્રયાસોથી sustainable lifestyleને પણ ઉત્તેજન આપી રહ્યા છે. મુંબઈની બે દીકરીઓનો આ પ્રયાસ ખરેખર ખૂબ જ પ્રેરક છે. અક્ષરા અને પ્રકૃતિ નામની આ બે દીકરીઓ, કતરણથી ફેશનનો સામાન બનાવી રહી છે. તમે પણ જાણો છો કે કાપડના કતરણ-સિલાઈ દરમિયાન જે કાપડ બચે છે તેને બેકાર સમજીને ફેંકી દેવામાં આવે છે. અક્ષરા અને પ્રકૃતિની team તે જ કાપડના કચરાને Fashion Productમાં બદલી નાખે છે. કતરણથી બનેલી ટોપીઓ, bag ચપોચપ વેચાઈ પણ રહી છે.

    સાથીઓ, સાફ-સફાઈથી લઈને ઉત્તર પ્રદેશના કાનપુરમાં પણ સારી પહેલ થઈ રહી છે. અહીં કેટલાક લોકો રોજ સવારે Morning Walk પર નીકળે છે અને ગંગાના ઘાટો પર ફેલાયેલા Plastic અને અન્ય કચરાને ઉપાડી લે છે. તેને સમૂહને ‘Kanpur Ploggers Group’ નામ આપવામાં આવ્યું છે. આ અભિયાનની શરૂઆત કેટલાક મિત્રોએ મળીને કરી હતી. ધીરેધીરે તે જન ભાગીદારીનું મોટું અભિયાન બની ગયું. શહેરના અનેક લોકો તેની સાથે જોડાઈ ગયા છે. તેના સભ્યો, હવે, દુકાનો અને ઘરોમાંથી પણ કચરો ઉઠાવવા લાગ્યા છે. આ કચરામાંથી Recycle Plantમાં tree guard તૈયાર કરવામાં આવે છે, એટલે કે આ groupના લોકો કચરામાંથી બનેલા tree guardની મદદથી છોડની સુરક્ષા પણ કરે છે.

    સાથીઓ, નાના-નાના પ્રયાસોથી કેવી મોટી સફળતા મળે છે, તેનું એક ઉદાહરણ આસામની ઇતિશા પણ છે. ઇતિશાનો અભ્યાસ દિલ્લી અને પૂણેમાં થયો છે. ઇતિશા corporate દુનિયાની ચમકદમકને છોડીને અરુણાચલની સાંગતી ઘાટીને સાફ બનાવવામાં લાગી છે. પર્યટકોના કારણે ત્યાં ઘણો plastic waste જમા થવા લાગ્યો હતો. ત્યાંની નદી જે ક્યારેક સ્વચ્છ હતી, તે plastic wasteના કારણે પ્રદૂષિત થઈ ગઈ હતી. તેને સ્વચ્છ કરવા માટે ઇતિશા સ્થાનિક લોકો સાથે મળીને કામ કરી રહી છે. તેના groupના લોકો, ત્યાં આવનાર touristને જાગૃત કરે છે અને plastic wasteને collect કરવા માટે પૂરી ખીણમાં વાંસથી બનેલી કચરાપેટીઓ લગાવે છે.

    સાથીઓ, આવા પ્રયાસોથી ભારતના સ્વચ્છતા અભિયાનને ગતિ મળે છે. આ નિરંતર ચાલનારું અભિયાન છે. તમારી આસપાસ પણ આવું જરૂર થતું જ હશે. તમે મને આવા પ્રયાસો વિશે જરૂર લખતા રહો.

    સાથીઓ, ‘મન કી બાત’ના આ episodeમાં અત્યારે આટલું જ. મને તો આખો મહિનો, તમારી પ્રતિક્રિયાઓ, પત્રો અને સૂચનોની ખૂબ જ પ્રતીક્ષા રહે છે. દર મહિને આવતા તમારા સંદેશા મને વધુ સારું કામ કરવાની પ્રેરણા આપે છે. આગામી મહિને આપણે ફરી મળીશું, ‘મન કી બાત’ના એક વધુ અંકમાં – દેશ અને દેશવાસીઓની નવી ઉપલબ્ધિઓ સાથે, ત્યાં સુધી, તમને બધા દેશવાસીઓને મારી ખૂબ બધી શુભકામનાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ.

     

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Krishna Kumar Yadav Rajkot : પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે રાજકોટ પોસ્ટલ સેવાઓની પ્રગતિની કરી સમીક્ષા, આ લક્ષ્યો પર મૂક્યો ભાર.

    Krishna Kumar Yadav Rajkot : પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે રાજકોટ પોસ્ટલ સેવાઓની પ્રગતિની કરી સમીક્ષા, આ લક્ષ્યો પર મૂક્યો ભાર.

    News Continuous Bureau | Mumbai

    Krishna Kumar Yadav Rajkot :  ભારતીય ડાક વિભાગે માહિતી ક્રાંતિના આધુનિક યુગમાં તેની મહેનત અને નવીન ટેકનોલોજીથી વિશ્વની સૌથી મોટી ડાક વ્યવસ્થાની પ્રાસંગિકતા અને વિશ્વસનીયતા જાળવી રાખી છે. બદલાતા સમયમાં પોસ્ટ ઓફિસો પણ નાણાકીય સમાવેશ, ડિજિટલ ઈન્ડિયા અને અંત્યોદયમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. ડાક વિભાગના વ્યાપક નેટવર્ક, વિશ્વસનીયતા, સાર્વત્રિક સુલભતા અને સરળ સંચારને કારણે તમામ કલ્યાણકારી યોજનાઓ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી રહી છે. ઉપરોક્ત નિવેદન સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્ર, રાજકોટના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે રાજકોટમાં વિવિધ મંડળના ડાક અધિક્ષકો અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના મેનેજરોની કામગીરીની સમીક્ષા બેઠકની અધ્યક્ષતામાં વ્યક્ત કર્યું.  

    પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ( Krishna Kumar Yadav ) જણાવ્યું કે હવે સંદેશાના વિવિધ માધ્યમો ઉપરાંત બેંકિંગ, વીમા વગેરે જેવી સેવાઓ પણ પોસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહી છે. આજે પણ લોકોના જીવન સાથે સંકળાયેલી અનેક મહત્વની બાબતો પોસ્ટ ઓફિસ સાથે જોડાયેલી છે. આજે પત્રો, મની ઓર્ડર, પાર્સલ, મેગેઝીન, દવાઓ, મંદિરનો પ્રસાદ, ગંગાજળ, આધાર કાર્ડ, પાસપોર્ટ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, મતદાર આઈડી કાર્ડ, બેંક ચેકબુક અને એટીએમ કાર્ડ વગેરે જેવા તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો માત્ર પોસ્ટ ઓફિસ દ્વારા લોકો સુધી પહોંચે છે. ‘ડાકિયા ડાક લાયા’ થી ‘ડાકિયા બેંક લાયા’ સુધીની ‘અહર્નિશં સેવામહે’ની સફરમાં ડાક કર્મચારીઓની ભૂમિકામાં સતત મહત્વપૂર્ણ ફેરફારો થઈ રહ્યા છે. ડાકઘર નિર્યાત કેન્દ્રો દ્વારા ઓડીઓપી, જીઆઈ, એમએસએમઈના ઉત્પાદનો વિદેશોમાં પહોંચી ‘વોકલ ફૉર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ની સંકલ્પનાને મજબૂતી આપી રહ્યા છે. પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની ( Digital Life Certificate ) સુવિધા આપવામાં આવી રહી છે. માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજીની ક્રાંતિના આ યુગમાં, પોસ્ટ ઓફિસ હજી પણ તેની પરિવર્તનકારી છબી સાથે નવા પરિમાણોનું સર્જન કરી રહી છે.

    પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ( Krishna Kumar Yadav Rajkot ) રાજકોટ પરિક્ષેત્રમાં પોસ્ટલ સેવાઓની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી. આ પરિક્ષેત્રમાં હાલ અંદાજે 45.5 લાખ બચત ખાતા, 9.65 લાખ આઈપીપીબી  ખાતા, 3.97 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા, 39 હજાર મહિલા સન્માન બચતપત્ર ખાતાઓ કાર્યરત છે. 426 ગામોને ‘સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ’, 740 ગામોને ‘સંપૂર્ણ વીમા ગ્રામ’ અને 16 ગામોને ‘ફાઇવ સ્ટાર વિલેજ’ પણ બનાવવામાં આવ્યા છે. આ નાણાંકીય વર્ષમાં 43 હજારથી વધુ લોકોએ પાસપોર્ટ સેવા કેન્દ્ર દ્વારા પાસપોર્ટ બનાવ્યા છે. 1.55 લાખથી વધુ લોકોએ પોસ્ટ ઓફિસ દ્વારા આધાર સેવાઓનો લાભ લીધો, જ્યારે 1.64 લાખ લોકોએ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા CELC હેઠળ તેનો લાભ લીધો. ઘરે બેઠા આધાર અનેબ્લડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા 43 હજારથી વધુ લોકોએ 20.5 કરોડ રૂપિયા ચૂકવણું પ્રાપ્ત કર્યું.

    આ સમાચાર પણ વાંચો :  PM Modi Nigeria: PM મોદી લેશે નાઇજિરિયાની મુલાકાત, તેમની યાત્રા વિશે લોકોના ઉત્સાહની પ્રશંસા કરતા કહી આ વાત..

    પોસ્ટમાસ્ટર (   Rajkot Postal Services ) જનરલ કૃષ્ણ કુમાર યાદવે નાણાંકીય વર્ષના બાકીના મહિનાઓમાં વ્યાપક ઝુંબેશ હાથ ધરીને વિવિધ સેવાઓમાં ફાળવવામાં આવેલા લક્ષ્યોને હાંસલ કરવા પર ભાર મૂક્યો. સાથે જ, સામાન્ય લોકોને વિવિધ સેવાઓ સાથે જોડવા, ફરિયાદોનો ઝડપી નિકાલ અને ગ્રાહકો પ્રત્યે સંવેદનશીલતા પર ભાર મૂકવામાં આવ્યો.

    આ પ્રસંગે રાજકોટ મંડલના પ્રવર ડાક અધિક્ષક એસ. કે. બુનકર, સહાયક નિર્દેશક આર. આર. વિરડા, જે. કે. હિંગોરાની, કે. એસ. ઠક્કર, સિનિયર પોસ્ટમાસ્ટર અભિજીત સિંહ, ભાવનગર મંડલના ડાક અધિક્ષક ડી. એચ. તપસ્વી, ગોંડલ મંડલના ડાક અધિક્ષક કે. એસ. શુક્લા, જૂનાગઢ મંડલના ડાક અધિક્ષક એ. એચ. ચાવડા, પોરબંદર મંડલના ડાક અધિક્ષક આર. જે. પટેલ, સુરેન્દ્રનગર મંડલના ડાક અધિક્ષક એસ. આર. મિસ્ત્રી, લેખાધિકારી જુગલ કિશોર, આઈપીપીબીના ચીફ મેનેજર રાજીવ કુમાર સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

     

  • Digital Life Certificate:  રાજકોટમાં ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ શિબિર.. હવે ઘરે બેઠા બનશે પેન્શનધારકોનું જીવન પ્રમાણપત્ર, જાણો કઈ રીતે?

    Digital Life Certificate: રાજકોટમાં ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ શિબિર.. હવે ઘરે બેઠા બનશે પેન્શનધારકોનું જીવન પ્રમાણપત્ર, જાણો કઈ રીતે?

    News Continuous Bureau | Mumbai

    Digital Life Certificate: હવે પેન્શનધારકો ને જીવન પ્રમાણપત્ર રજૂ કરવા માટે કોઈ ટ્રેઝરી, બેંક અથવા અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. પેન્શનધારકો તેમના નજીકના ડાકઘરના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવી શકે છે. આ માટે માત્ર 70/- રૂપિયા ફી નિર્ધારિત કરવામાં આવી છે. આ પ્રમાણપત્ર આપમેળે સંબંધિત વિભાગને ઓનલાઈન પહોંચી જશે. આથી પેંશન મળવામાં કોઈ અડચણ  નહીં થાય. ઉપરોક્ત માહિતી રાજકોટ હેડ પોસ્ટઓફિસમાં આયોજિત ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ શિબિરમાં સૌરાષ્ટ્ર અને કચ્છ પરીક્ષેત્ર, રાજકોટના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે આપી. આ અવસર પર રાજકોટ મંડળ ના પ્રવર અધિક્ષક ડાકઘર એસ કે બુનકર, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક ના વરિષ્ઠ મેનેજર સંદીપ મૌર્ય અને સિનિયર પોસ્ટમાસ્ટર રાજકોટ અભિજીત સિંહ પણઉપસ્થિત રહ્યા.

    A digital life certificate will be created through the postman at home , service by india post
    A digital life certificate will be created through the postman at home , service by india post

    પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક ( India Post Payments Bank ) ના માધ્યમ થી કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ વિભાગોના પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ( Digital Life Certificate ) પ્રદાન કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ઝુંબેશ 3.0 મોટા પાયે 30મી નવેમ્બર સુધી ચાલશે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે 2020માં કેન્દ્ર, રાજ્ય અને કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થાના પેન્શનધારકો માટે જીવન પ્રમાણ જનરેટ કરવા માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની ( DLC Campaign 3.0 ) ડોરસ્ટેપ સેવા શરૂ કરી હતી, જે પેંશન અને પેંશનરોના કલ્યાણ વિભાગ અને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરના સમન્વયમાં છે. આ પહેલનો ઉદ્દેશ ફેસ ઑથેન્ટિકેશન (ચેહરા પુષ્ટિ) ટેકનિક અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ઑથેન્ટિકેશનની ડિજિટલ પ્રક્રિયાનો ઉપયોગ વધારવાનો છે, જેથી બધા પેંશનરો, ખાસ કરીને દૂરદૂરના વિસ્તારોમાં રહેતા લોકોને અનુકૂળ સેવાઓ મળી શકે.

    A digital life certificate will be created through the postman at home , service by india post
    A digital life certificate will be created through the postman at home , service by india post

    આ સમાચાર પણ વાંચો :  PM Modi Jawaharlal Nehru: PM મોદીએ ​​પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુને જન્મજયંતિ પર કર્યા યાદ, આપી શ્રદ્ધાંજલિ.

    પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ( Krishna Kumar Yadav ) જણાવ્યું કે, પેન્શનધારકો આ સુવિધાનો લાભ મેળવવા માટે પોતાના વિસ્તારના પોસ્ટમેન સાથે તેમજ પોસ્ટ ઇન્ફો મોબાઇલ એપ (https://ccc.cept.gov.in/ServiceRequest/request.aspx) દ્વારા ઓનલાઈન અનુરોધ કરી શકે છે. આ માટે, પેંશનરને ( pensioner ) આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક અથવા પોસ્ટઓફીસ બચત ખાતા નંબર અને પીપીઓ નંબર આપવો પડશે. પ્રમાણપત્ર જનરેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી, પેંશનરને તેમના મોબાઇલ નંબર પર એક પુષ્ટિકરણ એસ.એમ.એસ. પ્રાપ્ત થશે અને પ્રમાણપત્રને https://jeevanpramaan.gov.in/ppouser/login પર આગામી દિવસ પછી ઓનલાઇન જોઈ શકાશે.

    A digital life certificate will be created through the postman at home , service by india post
    A digital life certificate will be created through the postman at home , service by india post

    નોંધનીય છે કે પેન્શનધારકોએ દર વર્ષે સામાન્ય રીતે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ટ્રેઝરી, બેંક અથવા સંબંધિત વિભાગમાં જીવન પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે.આ માટે, દૂરદૂરના વિસ્તારોમાં રહેતા પેંશનરોને ટ્રેઝરીમાં જવામાં ઘણી વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને મુસાફરીમાં પણ ઘણો ખર્ચ થતો હોય છે. આવી સ્થિતિમાં, પોસ્ટ વિભાગની આ પહેલ પેન્શનધારકોને ઘણી સુવિધા આપશે. તે સાથે જ, પેન્શનધારક પોસ્ટમેનના માધ્યમથી ઘરે બેઠા પેંશનની રકમ આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા પોતાના બેંક ખાતાથી મેળવી શકે છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Digital Life Certificate: પોસ્ટ વિભાગે પેન્શનરો માટે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રદાન કરવા માટે કરી ‘આ’ વિશેષ વ્યવસ્થા, વરિષ્ઠ નાગરિકો માટે થશે ઉપયોગી.

    Digital Life Certificate: પોસ્ટ વિભાગે પેન્શનરો માટે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રદાન કરવા માટે કરી ‘આ’ વિશેષ વ્યવસ્થા, વરિષ્ઠ નાગરિકો માટે થશે ઉપયોગી.

    News Continuous Bureau | Mumbai

    Digital Life Certificate: પોસ્ટ વિભાગે કેન્દ્ર સરકાર, વિવિધ રાજ્ય સરકારો અને EPFOના તમામ પેન્શનરો માટે ડોરસ્ટેપ સર્વિસ ઑફ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રદાન કરવા માટે વિશેષ વ્યવસ્થા કરી છે. પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ દ્વારા 01.11.2024 થી 30.11.2024 દરમિયાન હાથ ધરવામાં આવતા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ઝુંબેશ 3.0ના ભાગરૂપે, પેન્શનરો પોસ્ટમેનને તેમની મુલાકાત લેવા અને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનાવવાનો વ્યવહાર પૂર્ણ કરવા વિનંતી કરી શકે છે, જે આના પર આધારિત છે. આધાર સક્ષમ બાયોમેટ્રિક પ્રમાણીકરણ. આ વર્ષથી, વર્તમાન ફિંગર પ્રિન્ટ ઓથેન્ટિકેશન ઉપરાંત ફેશિયલ રેકગ્નિશન ફીચર પણ રજૂ કરવામાં આવ્યું છે. આ ખાસ કરીને પેન્શનરોમાંના સુપર વરિષ્ઠ નાગરિકો માટે ઉપયોગી થશે. આ ડોરસ્ટેપ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પોસ્ટમેન દ્વારા તેમના મોબાઇલ ફોનમાં ઇન્સ્ટોલ કરેલી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક એપ ( India Post Payments Bank App ) દ્વારા હાથ ધરવામાં આવે છે. ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પેન્શનરો દ્વારા નજીકની પોસ્ટ ( India Post ) ઓફિસ દ્વારા પણ મેળવી શકાય છે. 

    રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ( RBI ) પણ આ અંગે એડવાઈઝરી જારી કરી છે. પેન્શનરોએ નજીકની પોસ્ટ ઓફિસ અથવા પોસ્ટમેનનો સંપર્ક કરવા વિનંતી છે. ગુજરાત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં રહેતા પેન્શનરો ( Pensioners ) પણ DLC ( Digital Life Certificate ) ટ્રાન્ઝેક્શન કરવા માટે પોસ્ટમેનની ડોરસ્ટેપ વિઝિટની વિનંતી કરવા માટે વોટ્સએપ નંબર 8511760606 પર તેમના વિસ્તારના પિનકોડ સાથે તેમની વિનંતી મોકલી શકે છે.

    આ સમાચાર પણ વાંચો :  Jharkhand IT Raid : ઝારખંડમાં મતદાન પહેલા આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી, CMના અંગત સચિવના ઘરે પાડ્યા દરોડા..

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • DLC Campaign 3.0: વડોદરામાં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) ઝુંબેશ 3.0 માટે શિબિરોનું થયું આયોજન, આ બેન્કોએ પેન્શનરો માટે યોજ્યા કેમ્પ.

    DLC Campaign 3.0: વડોદરામાં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) ઝુંબેશ 3.0 માટે શિબિરોનું થયું આયોજન, આ બેન્કોએ પેન્શનરો માટે યોજ્યા કેમ્પ.

    News Continuous Bureau | Mumbai

    DLC Campaign 3.0: પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ, કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય, ભારત સરકાર દ્વારા, કેન્દ્ર સરકારના પેન્શનરો માટે નવેમ્બર 1 થી 30, 2024 દરમિયાન દેશવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ( DLC ) ડ્રાઇવ 3.0નું આયોજન થઈ રહ્યું છે. આ અભિયાનમાં, “સમગ્ર સરકાર” અભિગમ અપનાવીને, બહુવિધ હિસ્સેદારોના સહયોગથી દેશભરના 800 શહેરો/જિલ્લાઓમાં શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 

    આ શ્રેણીમાં, બેન્ક ઓફ બરોડા દ્વારા વડોદરા ( Vadodara ) શહેરના અનેક સ્થળોએ શિબિર ( Digital Life Certificate ) યોજાઈ જેમકે અલકાપુરી, ન્યૂ સમા, દિવાળીપુરા, વડસર અને કારેલીબાગ. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક દ્વારા આ શિબિર રાવપુરામાં યોજાઈ. પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગના અન્ડર સેક્રેટરી મધુ મનકોટિયાએ 08.11.2024ના રોજ આ શિબિરોની મુલાકાત લીધી, પેન્શનરોના જીવન પ્રમાણપત્રો બનાવ્યા અને તેમને વિવિધ ડિજિટલ પદ્ધતિઓ જેવી કે ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી વગેરે વિશે માહિતી પૂરી પાડી. આમાં તેમને UIDAI, બેંક ઓફ બરોડા અને IPPBના અધિકારીઓએ મદદ કરી હતી. આ અભિયાનમાં પેન્શનર્સ ( Pensioners ) વેલફેર એસોસિએશનોએ પણ ભાગ લીધો હતો. આ શિબિરોનો બહોળો પ્રચાર કરવામાં આવ્યો હતો અને આ અભિયાનને સફળ બનાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા.

    Camps for Digital Life Certificate (DLC) Campaign 3.0 held at various locations in Vadodara city
    Camps for Digital Life Certificate (DLC) Campaign 3.0 held at various locations in Vadodara city

    કેન્દ્ર સરકારના ( Central Government ) પેન્શનરો માટે વધુ ‘સુવિધાજનક જીવન’ સુનિશ્ચિત કરવા માટે, નવેમ્બર 2021માં, ડિજિટલ લાઇફ પ્રમાણપત્ર સબમિટ કરવા માટે ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી શરૂ કરવામાં આવી હતી. ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી એવી ટેક્નોલોજી છે જેમાં કોઈપણ એન્ડ્રોઈડ આધારિત સ્માર્ટ ફોન પરથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરી શકાય છે. આ ટેક્નોલોજી સાથે, બાહ્ય બાયોમેટ્રિક ઉપકરણોની જરૂરિયાત ખતમ થઈ ગઈ છે અને જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની પ્રક્રિયા સુલભ અને સરળ બની ગઈ છે.

    Camps for Digital Life Certificate (DLC) Campaign 3.0 held at various locations in Vadodara city
    Camps for Digital Life Certificate (DLC) Campaign 3.0 held at various locations in Vadodara city

    આ સમાચાર પણ વાંચો : Gujarat Semiconductor: દેશમાં સેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ આટલા લાખ કરોડનું કરશે રોકાણ.

    વર્ષ 2022માં વિભાગ દ્વારા આયોજિત ઝુંબેશમાં, 1.41 કરોડથી વધુ DLC જનરેટ કરવામાં આવ્યા હતા, જેમાંથી કેન્દ્ર સરકારના પેન્શનરોના 42 લાખથી વધુ DLC ( DLC Campaign 3.0 ) જનરેટ થયા હતા. નવેમ્બર, 2023માં 100 શહેરોમાં આયોજિત ઝુંબેશ દ્વારા કુલ 1.47 કરોડ DLC જનરેટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 45 લાખ કેન્દ્ર સરકારના પેન્શનરો દ્વારા જનરેટ કરવામાં આવ્યા હતા.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • DLC Campaign 3.0: અમદાવાદમાં પેન્શનરો માટે યોજાઈ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) ઝુંબેશ 3.0 માટે શિબિરો, આ સ્થળોએ કરવામાં આવ્યું કેમ્પનું આયોજન.

    DLC Campaign 3.0: અમદાવાદમાં પેન્શનરો માટે યોજાઈ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) ઝુંબેશ 3.0 માટે શિબિરો, આ સ્થળોએ કરવામાં આવ્યું કેમ્પનું આયોજન.

    News Continuous Bureau | Mumbai

    DLC Campaign 3.0:  પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ, કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય, ભારત સરકાર દ્વારા, કેન્દ્ર સરકારના પેન્શનરો માટે નવેમ્બર 1 થી 30, 2024 દરમિયાન દેશવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) ડ્રાઇવ 3.0નું આયોજન થઈ રહ્યું છે. આ અભિયાનમાં, “સમગ્ર સરકાર” અભિગમ અપનાવીને, બહુવિધ હિસ્સેદારોના સહયોગથી દેશભરના 800 શહેરો/જિલ્લાઓમાં શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 

    કેન્દ્ર સરકારના ( Central Government ) પેન્શનરો માટે વધુ ‘સુવિધાજનક જીવન’ સુનિશ્ચિત કરવા માટે, નવેમ્બર 2021માં, ડિજિટલ લાઇફ પ્રમાણપત્ર સબમિટ કરવા માટે ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી શરૂ કરવામાં આવી હતી. ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી એવી ટેક્નોલોજી છે જેમાં કોઈપણ એન્ડ્રોઈડ આધારિત સ્માર્ટ ફોન પરથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ( Digital Life Certificate ) સબમિટ કરી શકાય છે. આ ટેક્નોલોજી સાથે, બાહ્ય બાયોમેટ્રિક ઉપકરણોની જરૂરિયાત ખતમ થઈ ગઈ છે અને જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની પ્રક્રિયા સુલભ અને સરળ બની ગઈ છે.

    વર્ષ 2022માં વિભાગ દ્વારા આયોજિત ઝુંબેશમાં, 1.41 કરોડથી વધુ DLC જનરેટ કરવામાં આવ્યા હતા, જેમાંથી કેન્દ્ર સરકારના પેન્શનરોના 42 લાખથી વધુ DLC જનરેટ થયા હતા. નવેમ્બર, 2023માં 100 શહેરોમાં આયોજિત ઝુંબેશ દ્વારા કુલ 1.47 કરોડ DLC જનરેટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 45 લાખ કેન્દ્ર સરકારના પેન્શનરો ( Pensioners ) દ્વારા જનરેટ કરવામાં આવ્યા હતા.

    Camps for Digital Life Certificate (DLC) Campaign 3.0 held for pensioners in Ahmedabad
    Camps for Digital Life Certificate (DLC) Campaign 3.0 held for pensioners in Ahmedabad

     

    આ જ શ્રેણીમાં બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા અમદાવાદ ( Ahmedabad ) શહેરમાં નારોલ, સાઉથ બોપલ, ઘાટલોડિયા, નરોડા અને ચાંદખેડા જેવા અનેક સ્થળોએ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા જીપીઓ લાલ દરવાજા, નવરંગપુરા પોસ્ટ ઓફિસ અને માણેકબાગ પોસ્ટ ઓફિસ. ખાતે પણ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગના અન્ડર સેક્રેટરી મધુ મનકોટિયાએ 07.11.2024ના રોજ આ શિબિરોની મુલાકાત લીધી, પેન્શનરોના ( Pension ) જીવન પ્રમાણપત્રો બનાવ્યા અને તેમને વિવિધ ડિજિટલ પદ્ધતિઓ જેવી કે ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી વગેરે વિશે માહિતી પૂરી પાડી. આમાં તેમને UIDAI, બેંક ઓફ મહારાષ્ટ્ર અને IPPBના અધિકારીઓએ મદદ કરી હતી. આ અભિયાનમાં પેન્શનર્સ વેલફેર એસોસિએશનોએ પણ ભાગ લીધો હતો. આ શિબિરોનો બહોળો પ્રચાર કરવામાં આવ્યો હતો અને આ અભિયાનને સફળ બનાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા.

    Camps for Digital Life Certificate (DLC) Campaign 3.0 held for pensioners in Ahmedabad
    Camps for Digital Life Certificate (DLC) Campaign 3.0 held for pensioners in Ahmedabad

    આ સમાચાર પણ વાંચો :  India-Afghanistan Relations: તાલિબાન સાથે પહેલીવાર ભારતના દૂતની મુલાકાત, અફઘાનિસ્તાનને આ પોર્ટનો ઉપયોગ કરવાની ઓફર કરી

    આ વર્ષે, બેંકો, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, પેન્શનર્સ વેલ્ફેર એસોસિએશન, UIDAI, MeitY, સંરક્ષણ મંત્રાલય, રેલવે મંત્રાલય અને દૂરસંચાર વિભાગના સહયોગથી આયોજિત અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે તમામ પેન્શનરો, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ પેન્શનરો, તેમના જીવન પ્રમાણપત્ર સરળતાથી સબમિટ કરી શકે છે. દેશભરમાં વિવિધ શહેરોમાં અનેક સ્થળોએ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને બેંક શાખાઓના કર્મચારીઓ પેન્શનધારકોને તેમના સ્માર્ટ ફોનમાંથી DLC જમા કરાવવામાં મદદ કરી રહ્યા છે. ઉપરાંત, ઘર/હોસ્પિટલમાં જઈને જીવન પ્રમાણપત્રો ડિજિટલ રીતે સબમિટ કરવાની વૃદ્ધાવસ્થા/વિકલાંગ/બીમાર પેન્શનરોને સુવિધા પૂરી પાડવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

    ઝુંબેશનો સોશિયલ મીડિયા અને બેનરો દ્વારા પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને મહત્તમ સહભાગિતા સુનિશ્ચિત કરવા માટે DLC પોર્ટલ દ્વારા વિભાગ દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • DLC Campaign 3.0: વડોદરામાં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) ઝુંબેશ માટે શિબિરનું આયોજન, પેન્શનરો માટે આ સ્થળોએ યોજાશે કેમ્પ.

    DLC Campaign 3.0: વડોદરામાં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) ઝુંબેશ માટે શિબિરનું આયોજન, પેન્શનરો માટે આ સ્થળોએ યોજાશે કેમ્પ.

    News Continuous Bureau | Mumbai

    DLC Campaign 3.0: પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ, કર્મચારી મંત્રાલય, જાહેર ફરિયાદ અને પેન્શન, ભારત સરકાર, કેન્દ્ર સરકારના પેન્શનરો માટે ડિજિટલ લાઇફ પ્રમાણપત્ર સબમિટ કરવા માટે ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે નવેમ્બર, 2024માં રાષ્ટ્રવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) ઝુંબેશ 3.0નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી એક એવી ટેક્નોલોજી છે જેના દ્વારા પેન્શનર્સ કોઈપણ એન્ડ્રોઈડ સ્માર્ટફોનથી તેમનું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે.  

    અગાઉ, પેન્શનરોએ તેમના જીવન પ્રમાણપત્રો ( Digital Life Certificate ) સબમિટ કરવા માટે પેન્શન વિતરણ અધિકારીઓનો વ્યક્તિગત રીતે સંપર્ક કરવો પડતો હતો, જેના કારણે પેન્શનરો, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને ઘણી અસુવિધા થતી હતી, કારણ કે તેમને લાંબા સમય સુધી લાંબી કતારોમાં રાહ જોવી પડતી હતી. પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે વર્ષ 2014માં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (જીવન પ્રમાણ) અને નવેમ્બર, 2021માં ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી શરૂ કરી હતી. આ પ્રગતિએ અન્ય બાહ્ય બાયોમેટ્રિક ઉપકરણોની જરૂરિયાતને દૂર કરી અને જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની પ્રક્રિયાને સરળ બનાવી.

    વિભાગે વર્ષ 2022માં દેશભરના 37 શહેરોમાં રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ( DLC Campaign 3.0 ) હાથ ધરી હતી, જેમાં 1.41 કરોડથી વધુ DLC જનરેટ થયા હતા. 100 શહેરોને આવરી લેતા, નવેમ્બર, 2023માં યોજાયેલા DLC ઝુંબેશ 2.0માં અંદાજે 1.47 કરોડ DLC જનરેટ થયા હતા.

    આ વર્ષે, DLC ઝુંબેશ 3.0 (1 થી 30 નવેમ્બર, 2024 દરમિયાન)માં, દેશભરના 800 શહેરો/જિલ્લાઓમાં શિબિરોનું આયોજન કરવામાં આવશે. તમામ બેંકો, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, પેન્શનર્સ વેલ્ફેર એસોસિએશન, UIDAI, METI, સંરક્ષણ મંત્રાલય, રેલ્વે મંત્રાલય અને ટેલિકોમ્યુનિકેશન વિભાગ આ અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવશે. પેન્શનરોને તેમના જીવન પ્રમાણને ડિજિટલ રીતે સબમિટ કરવામાં મદદ કરવા માટે દેશના વિવિધ શહેરોમાં વિવિધ સ્થળોએ શિબિરોનું આયોજન કરવામાં આવશે, અને વૃદ્ધો અને વિકલાંગ પેન્શનરોના ઘરે જઈને તેમને તેમના DLC સબમિટ કરવામાં મદદ કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. આ ઝુંબેશનો સોશિયલ મીડિયા પર પણ પ્રચાર કરવામાં આવશે, જેનું ડીએલસી પોર્ટલ ( DLC Portal ) દ્વારા વિભાગ દ્વારા દેખરેખ રાખવામાં આવશે.

    આ સમાચાર પણ વાંચો :  Gujarat Police Surendranagar: દારૂબંધી સામેની લડાઈમાં ગુજરાત પોલીસના આ બહાદુર અધિકારીએ ગુમાવ્યો જીવ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપી શ્રદ્ધાંજલિ.

    આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય વયોવૃદ્ધ પેન્શનરો અથવા દૂરના વિસ્તારોમાં રહેતા લોકો સુધી પહોંચવાનો છે જેથી તેઓ પણ આ ટેક્નોલોજીથી માહિતગાર થઈ શકે અને તેનો લાભ મેળવી શકે.

    વર્ષ 2024માં વડોદરા ( Vadodara ) , ગુજરાતમાં શિબિર આયોજિત કરવામાં આવી રહી છે. આ શિબિર બેન્ક ઓફ બરોડા દ્વારા વડોદરા શહેરના અનેક સ્થળોએ આયોજિત કરવામાં આવી રહી છે જેમકે અલકાપુરી, ન્યૂ સમા, દિવાળીપુરા, વડસર અને કારેલીબાગ. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક દ્વારા આ શિબિર રાવપુરામાં લગાવવામાં આવી રહી છે. પેન્શન ( Pensioners ) અને પેન્શનર્સ કલ્યાણ વિભાગના અન્ડર સેક્રેટરી શ્રીમતી મધુ માનકોટિયા, 07.11.2024 ના રોજ પેન્શનરોને જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માટે ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી વિશે માર્ગદર્શન આપવા માટે આ શિબિરોની મુલાકાત લેશે. UIDAI આ શિબિરોમાં પેન્શનરોના ( Pension ) આધાર રેકોર્ડને અપડેટ કરવામાં અને DLC જનરેશનમાં ટેકનિકલ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં મદદ કરશે

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • DLC Campaign 3.0: પેન્શનરો માટે હાથ ધરાઈ રાષ્ટ્રવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) ઝુંબેશ 3.0, અમદાવાદના આ સ્થળોએ શિબિરોનું આયોજન.

    DLC Campaign 3.0: પેન્શનરો માટે હાથ ધરાઈ રાષ્ટ્રવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) ઝુંબેશ 3.0, અમદાવાદના આ સ્થળોએ શિબિરોનું આયોજન.

    News Continuous Bureau | Mumbai

    DLC Campaign 3.0: પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ, કર્મચારી મંત્રાલય, જાહેર ફરિયાદ અને પેન્શન, ભારત સરકાર, કેન્દ્ર સરકારના પેન્શનરો માટે ડિજિટલ લાઇફ પ્રમાણપત્ર સબમિટ કરવા માટે ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે નવેમ્બર, 2024માં રાષ્ટ્રવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) ઝુંબેશ 3.0 આયોજન કરવામાં આવી રહ્યું છે. ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી એક એવી ટેક્નોલોજી છે જેના દ્વારા પેન્શનર્સ કોઈપણ એન્ડ્રોઈડ સ્માર્ટફોનથી તેમનું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે.  

    અગાઉ, પેન્શનરોએ તેમના જીવન પ્રમાણપત્રો સબમિટ કરવા માટે પેન્શન વિતરણ અધિકારીઓનો વ્યક્તિગત રીતે સંપર્ક કરવો પડતો હતો, જેના કારણે પેન્શનરો, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને ઘણી અસુવિધા થતી હતી, કારણ કે તેમને લાંબા સમય સુધી લાંબી કતારોમાં રાહ જોવી પડતી હતી. પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે વર્ષ 2014માં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ( Digital Life Certificate ) અને નવેમ્બર, 2021માં ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી શરૂ કરી હતી. આ પ્રગતિએ અન્ય બાહ્ય બાયોમેટ્રિક ઉપકરણોની જરૂરિયાતને દૂર કરી અને જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની પ્રક્રિયાને સરળ બનાવી.

    વિભાગે વર્ષ 2022માં દેશભરના 37 શહેરોમાં રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ( DLC Campaign 3.0 ) હાથ ધરી હતી, જેમાં 1.41 કરોડથી વધુ DLC જનરેટ થયા હતા. 100 શહેરોને આવરી લેતા, નવેમ્બર, 2023માં યોજાયેલા DLC ઝુંબેશ 2.0માં અંદાજે 1.47 કરોડ DLC જનરેટ થયા હતા.

    આ વર્ષે, DLC ઝુંબેશ 3.0 (1 થી 30 નવેમ્બર, 2024 દરમિયાન)માં, દેશભરના 800 શહેરો/જિલ્લાઓમાં શિબિરોનું આયોજન કરવામાં આવશે. તમામ બેંકો, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, પેન્શનર્સ વેલ્ફેર એસોસિએશન, UIDAI, METI, સંરક્ષણ મંત્રાલય, રેલ્વે મંત્રાલય અને ટેલિકોમ્યુનિકેશન વિભાગ આ અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવશે. પેન્શનરોને ( Pensioners ) તેમના જીવન પ્રમાણને ડિજિટલ રીતે સબમિટ કરવામાં મદદ કરવા માટે દેશના વિવિધ શહેરોમાં વિવિધ સ્થળોએ શિબિરોનું આયોજન કરવામાં આવશે, અને વૃદ્ધો અને વિકલાંગ પેન્શનરોના ઘરે જઈને તેમને તેમના DLC સબમિટ કરવામાં મદદ કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. આ ઝુંબેશનો સોશિયલ મીડિયા પર પણ પ્રચાર કરવામાં આવશે, જેનું ડીએલસી પોર્ટલ દ્વારા વિભાગ દ્વારા દેખરેખ રાખવામાં આવશે.

    આ સમાચાર પણ વાંચો:  Hit-and-run case: કારચાલકની દાદાગીરી! કાર સવારે ટ્રાફિક પોલીસકર્મીઓને મારી ટક્કર, બોનેટ પર લટકાવી કેટલાય મીટર સુધી ઢસડ્યા; જુઓ વિડીયો..

    આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય વયોવૃદ્ધ પેન્શનરો અથવા દૂરના વિસ્તારોમાં રહેતા લોકો સુધી પહોંચવાનો છે જેથી તેઓ પણ આ ટેક્નોલોજીથી માહિતગાર થઈ શકે અને તેનો લાભ મેળવી શકે.

    વર્ષ 2024માં ગુજરાતના અમદાવાદમાં ( Ahmedabad ) કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા અમદાવાદ શહેરમાં નરોડા, નારોલ, સાઉથબોપલ, ઘાટલોડિયા અને ચાંદખેડા જેવા અનેક સ્થળોએ આ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા જીપીઓ લાલ દરવાજા, નવરંગપુરા પો.સ્ટે અને માણેકબાગ પો.સ્ટે. ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પેન્શન ( Pension ) અને પેન્શનર્સ કલ્યાણ વિભાગના અન્ડર સેક્રેટરી શ્રીમતી મધુ માનકોટિયા, 07.11.2024 ના રોજ પેન્શનરોને જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માટે ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી વિશે માર્ગદર્શન આપવા માટે આ શિબિરોની મુલાકાત લેશે. UIDAI આ શિબિરોમાં પેન્શનરોના આધાર રેકોર્ડને અપડેટ કરવામાં અને DLC જનરેશનમાં ટેકનિકલ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં મદદ કરશે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.