Tag: dirty secret

  • પ્રિયંકા ચોપરાએ ખોલ્યા બોલિવૂડના ‘ડર્ટી સિક્રેટ્સ’, કહ્યું કેવી રીતે થાય છે હિરોઈન સાથે ખરાબ વર્તન

    પ્રિયંકા ચોપરાએ ખોલ્યા બોલિવૂડના ‘ડર્ટી સિક્રેટ્સ’, કહ્યું કેવી રીતે થાય છે હિરોઈન સાથે ખરાબ વર્તન

    News Continuous Bureau | Mumbai

    ગ્લોબલ આઈકન બની ચૂકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા ( priyanka chopra ) પણ દેશ અને ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી જોવા મળે છે. પ્રિયંકાનું નામ તાજેતરમાં ટોપ 100 ગ્લોબલ આઇકોનની યાદીમાં સામેલ થયું છે. આ સિવાય તેને BBC ટોપ 100 વુમન ઓફ ધ યરમાં પણ સ્થાન મળ્યું છે. આ સન્માન લેતા પ્રિયંકાએ ( bollywood ) બોલિવૂડમાં ( dirty secret ) પોતાના અનુભવો વિશે વાત કરી. આ દરમિયાન તેણે જે કહ્યું તે સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. પ્રિયંકાએ કહ્યું કે બોલિવૂડમાં પગારની અસમાનતાના મામલે ( industry ) હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ( body shamed ) મહિલાઓ સાથે કેટલો ભેદભાવ કરવામાં આવે છે.

     પ્રિયંકા એ જણાવી બોલિવૂડ ની હકીકત

    પ્રિયંકા ચોપરાએ કહ્યું કે તેને બોલિવૂડમાં ઓછી ફી આપવામાં આવી હતી. એક મીડિયા હાઉસ ને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે અભિનેત્રીને હીરોની ફીના માત્ર 10 ટકા જ મળતા હતા. તેણે કહ્યું કે બોલિવૂડમાં ઘણા દાયકાઓથી આવું થઈ રહ્યું છે. તેણે કહ્યું- ‘ફીના મામલામાં બોલિવૂડમાં મારી સાથે ક્યારેય સમાન વર્તન કરવામાં આવ્યું નથી. મને મેલ-કોસ્ટરની ફીનો દસમો ભાગ જ મળતો. અહીં ફીમાં આટલો મોટો તફાવત છે. ઘણી સ્ત્રીઓએ આ સહન કરવું પડે છે.પ્રિયંકાએ આગળ કહ્યું- ‘મારી પેઢીની મહિલા કલાકારોએ નિર્માતાઓ પાસેથી સમાન વેતન માટે પોતાનો અવાજ ઉઠાવ્યો હશે. અમે અમારો અવાજ ઉઠાવીએ છીએ પરંતુ અમને આ અધિકાર મળતો નથી’. અભિનેત્રીએ જણાવ્યું કે તેને ‘બ્લેક કેટ’ કહીને બોલાવવામાં આવતી હતી. ઘણા તેને ‘ડસ્કી’ કહેતા. પ્રિયંકા કહે છે કે ‘અમે બધા ત્યાં બ્રાઉન હતા, તો ડસ્કીનો અર્થ શું હતો’. મને લાગતું હતું કે હું એટલી સુંદર નથી. મને લાગતું હતું કે આના કારણે મારે વધુ મહેનત કરવી પડશે. જ્યારે હું મારા સહ-અભિનેતાઓ કરતાં વધુ પ્રતિભાશાળી હતી જેમની ત્વચા થોડી ગોરી હતી’.

    કોંગ્રેસનો અત્યાર સુધીનો શરમજનક દેખાવ, સાંજે ભાજપ કાર્યાલય ખાતે પીએમ કરશે સંબોધન

     પ્રિયંકા ની ફિલ્મી કરિયર

    ફિલ્મ ‘ફેશન’ માટે નેશનલ એવોર્ડ જીતનારી પ્રિયંકા ચોપરાએ અત્યાર સુધી પોતાના કરિયરમાં ‘બરફી’, ‘સાત ખૂન માફ’ અને ‘ઐતરાઝ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આવનારા સમયમાં પ્રિયંકા ‘સિટાડેલ’માં જોવા મળશે. આ સિવાય પ્રિયંકા બોલિવૂડ પ્રોજેક્ટ ‘જી લે ઝરા’માં પણ કામ કરી રહી છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાની સાથે કેટરીના કૈફ અને આલિયા ભટ્ટની જોડી જોવા મળશે.