• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - disease
Tag:

disease

Fatty Liver જો તમને પણ હાથ પર આવા ફેરફાર દેખાય તો ના કરશો તેની અવગણના
સ્વાસ્થ્ય

Fatty Liver: જો તમને પણ હાથ પર આવા ફેરફાર દેખાય તો ના કરશો તેની અવગણના, હોઈ શકે છે ફેટી લિવરના પ્રારંભિક સંકેત

by Dr. Mayur Parikh September 15, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

Fatty Liver ફેટી લિવરનો અર્થ તમારા યકૃતમાં વધુ પડતી ચરબી જમા થવી છે. ઘણા લોકો આ સમસ્યાને સામાન્ય માને છે, પરંતુ તે સાચું નથી. આનાથી ભવિષ્યમાં તમને ગંભીર બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. ઘણીવાર આપણે બ્લડ પ્રેશર, વજન કે સુગર તપાસતા હોઈએ છીએ, પણ શરીરમાં થતા બીજા ફેરફારોને આપણે અવગણીએ છીએ. ચાલો, આગળ આપણે ફેટી લિવરના સામાન્ય લાગતા લક્ષણો કયા છે તે વિશે વિગતવાર જાણીએ.

હાથ પર દેખાતા ફેટી લિવરના સંકેત

નિષ્ણાતોના મતે, જ્યારે યકૃત પર દબાણ વધે છે, ત્યારે હોર્મોનલ ફેરફારો અને રક્ત પ્રવાહમાં અવરોધને કારણે તેની અસર હાથની ત્વચા પર જોઈ શકાય છે. આના કેટલાક લક્ષણો આ પ્રમાણે છે:
હથેળીઓ પર લાલિમા દેખાવી.
હાથમાં ખંજવાળ આવવી.
ત્વચા શુષ્ક અને પાતળી થવી, જે સરળતાથી ઘાયલ થઈ શકે છે.
હાથ પર નાની લાલ જાળી જેવી રક્તવાહિનીઓ દેખાવી.
કેટલાક દર્દીઓમાં આંગળીઓના ટેરવા પર સોજો અથવા વિકૃતિ પણ જોવા મળે છે. આ તમામ લક્ષણો શરૂઆતમાં નાના લાગી શકે છે, પરંતુ તે યકૃત યોગ્ય રીતે કાર્ય કરી રહ્યું નથી તેની મહત્વપૂર્ણ નિશાનીઓ છે.

આ સમાચાર પણ વાંચો : Garuda Purana: ગરુડ પુરાણ: ‘આ’ ત્રણ કામ ક્યારેય અધૂરા ન છોડવા, નહિંતર ભોગવવી પડે છે નરક જેવી યાતનાઓ

ફેટી લિવરના મુખ્ય કારણો

આજકાલ ફેટી લિવરના ઘણા કેસ નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ (NAFLD) સાથે જોડાયેલા છે. આ સ્થિતિ મુખ્યત્વે અયોગ્ય આહાર, જાડાપણું, ઇન્સ્યુલિન પ્રતિકાર અને ઉચ્ચ કોલેસ્ટ્રોલને કારણે થાય છે. આ કારણોસર યકૃતમાં ચરબીનો સંગ્રહ વધે છે અને તેની ફિલ્ટરિંગ અને હોર્મોન-નિયમન કરવાની ક્ષમતા ઘટી જાય છે. આનાથી ત્વચા, રક્તવાહિનીઓ અને એકંદરે આરોગ્યમાં નુકસાનકારક ફેરફારો થવા લાગે છે.

સમયસર લક્ષણો ઓળખી રોગને નિયંત્રણમાં રાખો

નિષ્ણાતોનું કહેવું છે કે, હાથ પર દેખાતા આવા લક્ષણો પર જો સમયસર ધ્યાન આપવામાં આવે તો ફેટી લિવરનો પ્રથમ તબક્કામાં જ શોધી શકાય છે. જેના કારણે યોગ્ય સારવાર અને જીવનશૈલીમાં ફેરફાર કરીને આ રોગને નિયંત્રણમાં લાવી શકાય છે અને ભવિષ્યમાં થનારી મોટી મુશ્કેલીઓથી બચી શકાય છે.

September 15, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Agriculture News The Agriculture Department has given important advice to protect groundnut crops from disease.
Agriculture

Agriculture News : ખેડૂતો માટે ખુશખબર: મગફળીના પાકને રોગથી બચાવવા ખેતીવાડી વિભાગે આપી મહત્વપૂર્ણ સલાહ.

by kalpana Verat July 26, 2025
written by kalpana Verat

  News Continuous Bureau | Mumbai

Agriculture News :

  • લીમડાનાં તાજા પાનનો અથવા લીંબોળીનાં અર્કના ૧ ટકાનાં દ્રાવણનો ૩૦, ૫૦ અને ૭૦ દિવસે છંટકાવ કરવાથી પાનનાં ટપકાંનું અને ગેરૂ રોગનું નિયંત્રણ કરી શકાય
  • મગફળીના ડોડવા અને દાણામાં ૮ ટકાથી ઓછો ભેજ રહે તે મુજબ સુકવીને ભેજમુક્ત જગ્યાએ સંગ્રહ કરવો

  જિલ્લા ખેતીવાડી અધિકારીએ મગફળીના ઊભા પાકમાં સંકલિત રોગ વ્યવસ્થાપન અંગે લેવાના પગલાં સૂચવ્યા છે. મગફળીમાં થડનો કોહવારો, ડોડવાનો સડો (સ્ટેમ રોટ)અને સફેદ ફૂગના નિયંત્રણ માટે ઉભા પાકમાં રોગિષ્ટ છોડ દેખાય કે તરત જ ઉપાડી ત્યાં બહારથી માટી લાવી ફુગ ઢંકાઈ જાય તે રીતે નાંખવી અને પગથી જમીન દબાવી દેવી.ટ્રાયકોડર્મા હારજીયાનમ આધારીત ૨.૫ કિલો પાવડરને ૨.૫ કિલો રેતીમાં ભેળવી વાવેતરના એક માસ બાદ થડ પાસે આપી, પિયત આપવું.

સફેદ ફૂગના નિયંત્રણ માટે મગફળીના વાવેતર બાદ સમાર મારવો અને પાળા ચડાવવા નહી. વધારે પડતી આંતરખેડ ન કરવી. ટપકાના રોગથી પાન ખરી પડે તો સફેદ ફુગને ખોરાક મળે છે અને આ રોગ વધે છે. ટપકાને કારણે પાક પાકતા પહેલા પાન ખરી ન પડે તે માટે જરૂરી દવાઓનો છંટકાવ કરવો.

થડનો કોહવારોઅને ડોડવાનો સડો (સ્ટેમ રોટ)ના નિયંત્રણ માટે જો ટ્રાયકોડર્મા કલ્ચર વાવણી સમયે ચાસમાં આપી શકાયેલ ન હોય તો વાવણી બાદ ૩૦ દિવસે પંપમાં ૫૦ ગ્રામ પ્રમાણે (પંપમાં નોઝલ કાઢી) છોડના મૂળની આસપાસ રેડી શકાય. લીમડાનાં તાજા પાનનો અથવા લીંબોળીનાં અર્કના ૧ ટકાનાં દ્રાવણનો ૩૦, ૫૦ અને ૭૦ દિવસે છંટકાવ કરવાથી પાનનાં ટપકાંનું અને ગેરૂ રોગનું નિયંત્રણ કરી શકાય છે.

મગફળીમાં અગ્રકાલિકાનો સુકારો રોગ થ્રીપ્સ મારફતે ફેલાતો હોવાથી શોષક પ્રકારની કીટનાશક દવાઓનો જરૂર મુજબ છંટકાવ કરવો.ઊભા પાકમાં મૂળનો સડો થતો અટકાવવા માટે જરૂર જણાયે પૂરતા પ્રમાણમાં પાણી આપવું.મગફળીમાં આફલારોટના વ્યવસ્થાપન માટે ઉભા પાકમાં આંતરખેડ અને નિંદામણ કરતી વખતે તેમજ મગફળી ઉપાડતી વખતે ડોડવાને ઇજા ન થાય તેની સાવચેતી રાખવી.

આ સમાચાર પણ વાંચો : Natural Farming : પ્રાકૃતિક કૃષિ… વાત જેના વગર દરેક રસોઈ અધુરી છે તેવા શાકભાજીના રાજા બટેટાની (ભાગ-૨)

આફલારૂટ રોગના નિયંત્રણ માટે કાપણીની અવસ્થાએ જો ભેજની ઉણપ હોય તો છેલ્લા ૨૦-૨૫ દિવસ હળવું પિયત આપવું. મગફળીના ડોડવા અને દાણામાં ૮ ટકાથી ઓછો ભેજ રહે તે મુજબ સુકવીને ભેજ મુક્ત જગ્યાએ સંગ્રહ કરવો.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જિ.ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરવા સુરત જિ.ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયુ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

July 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Anti-Dengue Month The month of July will be celebrated as 'Anti-Dengue Month' by the Central and State Governments.
રાજ્ય

Anti-Dengue Month : કેન્દ્ર – રાજ્ય સરકાર દ્વારા જુલાઇ માસને ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ તરીકે ઉજવાશે

by kalpana Verat June 30, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Anti-Dengue Month : રાજ્યની ૨૦ હજાર કરતાં વધુ આરોગ્યની ટીમો દ્વારા જૂન માસમાં ૧.૪૮ કરોડ કરતાં વધુ ઘરોની તપાસ
 
• આ તપાસમાં અંદાજે ૧.૭૫ લાખ ઘરોમાં મચ્છરના પોરા તેમજ ૫.૧૧ કરોડ કરતાં વધુ સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરાયો
• રાજ્યમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના નિર્મૂલન માટે આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી
• ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની કોઈ ખાસ દવા ઉપલબ્ધ ન હોવાથી ડૉક્ટરના માર્ગદર્શન વગર દવાઓ ન લેવા અનુરોધ
• ડેન્ગ્યુ ફેલાવતો એડીસ ઇજિપ્તી મચ્છર માત્ર દિવસ દરમિયાન કરડે છે
—–
સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં જુલાઇથી ઓકટોબર માસ દરમિયાન ડેન્ગ્યુના કેસોમાં ખૂબ વધારો જોવા મળે છે, જેથી દર વર્ષે કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે દેશભરમાં જુલાઇ માસ ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ તરીકે ઉજવવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા તા. ૧૬ મે, ૨૦૨૫ના રોજ ‘રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ’ “Check, Clean, Cover: Steps to defeat Dengue” ની થીમ સાથે સમગ્ર દેશમાં મનાવવામાં આવ્યો હતો. રાજ્યમાં મચ્છરની ઉત્પત્તિ અટકાવવા તેમજ ડેન્ગ્યુ અને તેનાથી થતા મૃત્યુ ઘટાડવામાં નાગરિકોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય તે માટે એક ઝુંબેશ સ્વરૂપે અલગ અલગ પ્રવૃતિઓ રાજ્ય, જિલ્લા, કોર્પોરેશન તેમજ શહેરી અને ગ્રામીણ કક્ષાએ હાથ ધરવામાં આવી રહી છે.

રાજ્યમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના નિર્મૂલનની કામગીરીને વધુ સઘન બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે. ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા તેમજ વાહકજન્ય રોગના અસરકારક નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા જૂન માસમાં રાજ્યના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં ‘હાઉસ ટુ હાઉસ’ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું.

આ સમાચાર પણ વાંચો : 

આ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં કુલ ૨૦ હજાર કરતાં વધુ આરોગ્ય ટીમો દ્વારા ૧.૪૮ કરોડ કરતાં વધુ ઘરોની પ્રત્યક્ષ તપાસ કરવામાં આવી હતી. જે પૈકી ૧.૭૫ લાખ જેટલા ઘરોમાં મચ્છરના પોરા જોવા મળ્યા હતા, જેનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો. વધુમાં ૫.૧૧ કરોડ કરતાં વધુ જગ્યાએ સંભવિત મચ્છર ઉત્પત્તિના સ્થાનો જણાતા તેમનો પણ નાશ કરવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન અંદાજે ૩.૬૩ લાખ કરતાં વધુ તાવના દર્દીઓ મળી આવતાં તેમના લોહીના નમૂના લઈને તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત મચ્છર ઉત્પત્તિ ન થાય તથા મચ્છરજન્ય રોગોથી કેવી રીતે બચવું તેના માટે પૂરતી સમજ નાગરિકોને આપવામાં આવી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યમાં જનજાગૃતિ કેળવી જનસમુદાયની સક્રિય ભાગીદારી થકી આ વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડેન્ગ્યુ એ અર્બોવાયરસથી થતો અને એડીસ ઇજિપ્તી મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. દિવસ દરમિયાન કરડતો આ મચ્છર એક ચમચી જેટલા સંગ્રહ થયેલ સ્વચ્છ પાણીમાં પણ ઇંડા મૂકી શકે છે. તેથી ફૂલદાની, કુંડા, પક્ષીકુંજ તથા પાણી સંગ્રહના તમામ પાત્રોની નિયમિત સફાઇ કરવી જોઈએ તેમજ પાણી સંગ્રહના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખવા જોઈએ. આ ઉપરાંત ઘર, અગાસી અને ઘરની આસપાસ પડી રહેલા નકામા ખાલી પાત્રો, ભંગાર, ટાયર, નાળિયેરની કાચલી વગેરેનો સત્વરે નાશ કરવો જોઈએ.

વધુમાં, મચ્છરોના ડંખથી બચવા આખી બાંયનાં કપડાં પહેરવાં તથા શરીરના ખુલ્લા ભાગ પર મચ્છર વિરોધી ક્રીમનો ઉપયોગ કરવો, સુતી વખતે જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરવો, બારી બારણામાં મચ્છરજાળી લગાવવી તેમજ સખત તાવ, આંખોના ડોળાની પાછળ દુખાવો, સ્નાયુ-સાંધાનો દુખાવો અને શરીર પર ચકામા કે ઓરી જેવા દાણા દેખાય તો તુરંત નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની કોઈ ખાસ દવા ઉપલબ્ધ નથી, જેથી ડૉક્ટરના માર્ગદર્શન વગર દવાઓ લેવી નહીં તેમજ આવા દર્દીએ સારવાર માટે એસ્પિરિન દવાનો ઉપયોગ કરવો નહીં. આ ઉપરાંત તાવ દરમિયાન પુષ્કળ પ્રવાહી લેવા તેમજ સંપૂર્ણ આરામ કરવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની યાદીમાં જણાવ્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

June 30, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
arjun kapoor is suffering from strange disease hashimoto
મનોરંજન

Arjun kapoor: સિંઘમ અગેન નો ડેંજર લંકા આ બીમારીથી છે પીડિત અર્જુન કપૂરે પોતે કર્યો ખુલાસો

by Zalak Parikh November 8, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Arjun kapoor: અર્જુન કપૂર હાલ તેની ફિલ્મ સિંઘમ અગેન ને લઈને ચર્ચામાં છે.આ ફિલ્મ માં તેને વિલન ની ભૂમિકા ભજવી છે.સિંઘમ અગેન માં લોકો અર્જુન ના ડેંજર લંકા ને ખુબ પસંદ કરી રહ્યા છે. અર્જુન કપૂર તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે. અર્જુન કપૂરે તાજેતર માં તેના અને મલાઈકા અરોરા વચ્ચેના બ્રેકઅપ ની જાહેરાત બધાની સામે કરી હતી. હવે અર્જુન કપૂરે તેની બીમારી ને લઈને મોટો ખુલાસો કર્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Abhishek and Aishwarya: ફરી એકવાર મોટા પડદા પર ચાલશે અભિષેક અને ઐશ્વર્યા નો જાદુ! આ ડાયરેક્ટર ની ફિલ્મ માં કરશે સાથે કામ!

અર્જુન કપૂર ની બીમારી 

એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન અર્જુન કપૂરે ખુલાસો કર્યો કે તે હાશિમોટો થાઇરોઇડિટિસ ઓટોઇમ્યુન રોગથી પીડિત છે.આ બીમારી તેના પર શારીરિક અને માનસિક રીતે ઊંડી અસર કરી રહી છે. અર્જુન કપૂરના કહેવા પ્રમાણે, આ બીમારીની સૌથી વધુ અસર તેની જીવનશૈલી પર પડી છે. તેનું એનર્જી લેવલ ધીરે ધીરે નીચે જાય છે.

 

View this post on Instagram

 

A post shared by The Hollywood Reporter India (@hollywoodreporterindia)


અર્જુન કપૂર એ વધુ માં જણાવ્યું કે એક એક્ટર હોવાને કારણે તેણે પોતાની ફિઝિકલ ફિટનેસ પર ઘણું ધ્યાન આપવાની જરૂર છે. તે પોતાની ફિટનેસ પર ધ્યાન આપે છે પરંતુ તેની બીમારીના કારણે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 8, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
anushka shetty bahubali devasena suffering from rare laughing disease
મનોરંજન

Anushka shetty: આ દુર્લભ બીમારી થી પીડિત છે બાહુબલી ની દેવસેના, અનુષ્કા શેટ્ટી ના રોગ વિશે જાણી તમને પણ લાગશે નવાઈ

by Zalak Parikh June 25, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Anushka shetty: અનુષ્કા શેટ્ટી સાઉથ ની સફળ અભિનેત્રી માની એક છે. પ્રભાસ ની ફિલ્મ બાહુબલી માં દેવસેના નું પાત્ર ભજવી અનુષ્કા રાતોરાત લોકપ્રિય થઇ હતી.અનુષ્કા શેટ્ટી એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેની દુર્લભ બીમારી વિશે ખુલાસો કર્યો હતો. અભિનેત્રી ના આ રોગ વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે. 

આ સમાચાર પણ વાંચો: Sonakshi-Zaheer wedding: શત્રુઘ્ન સિન્હા નો ખુલાસો, 23 જૂને નહીં થાય સોનાક્ષી અને ઝહીર લગ્ન, રિસેપ્શન પાર્ટી ની ડેટ કરી જાહેર

અનુષ્કા શેટ્ટી ની બીમારી 

અનુષ્કા શેટ્ટી એ એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપતા તેની દુર્લભ બીમારી વિશે ખુલાસો કરતા જણાવ્યું કે, ‘મને હસવાની બીમારી છે. તમને જાણીને નવાઈ લાગશે કે હસવું પણ એક રોગ હોઈ શકે છે. પરંતુ મારા કિસ્સામાં તે આવું છે. એકવાર હું હસવાનું શરૂ કરી દઉં તો મારા માટે 15-20 મિનિટ હસવાનું બંધ કરવું મુશ્કેલ બની જાય છે. કોમેડી સીન જોતી વખતે કે શૂટ કરતી વખતે હું હસતી હસતી ફ્લોર પર પટકાઈ જાઉં છું. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે આ કારણે શૂટિંગ રોકવું પડ્યું છે.’અનુષ્કાએ એમ પણ કહ્યું કે તેનું અનિયંત્રિત હાસ્ય શારીરિક અને ભાવનાત્મક રીતે થકવી નાખે છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaShetty (@anushkashettyofficial)


અનુષ્કા શેટ્ટી મુજબ તેને PBA નામની બીમારી છે. આ એક દુર્લભ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે અને તેની સીધી અસર મગજ પર પડે છે. આ સ્થિતિમાં વ્યક્તિ કાં તો બેકાબૂ બનીને હસવા લાગે છે અથવા તો રડવા લાગે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Immunity Boosting Drinks : Try These 2 Drinks To Boost Your Immunity This Winter
સ્વાસ્થ્ય

Immunity Boosting Drinks : રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઘરે જ બનાવો આ હેલ્ધી ડ્રિંક્સ, ઘણી બીમારીઓ થી રાખશે તમને દૂર..

by kalpana Verat January 29, 2024
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai 

 Immunity Boosting Drinks : કડકડતી ઠંડી બાદ બદલાતા હવામાને કારણે લોકોએ રાહત અનુભવી છે.  જો કે ઠંડી હજુ ગઈ નથી, પરંતુ દિવસ દરમિયાન તીવ્ર સૂર્યપ્રકાશ અને સવાર-સાંજ ઠંડા પવનોને કારણે આરોગ્યને લગતી અનેક સમસ્યાઓ સર્જાઈ શકે છે. આ સમયગાળા દરમિયાન રોગોનું જોખમ પણ વધી જાય છે. ખાસ કરીને એવા લોકો જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. આવી સ્થિતિમાં, રોગોથી દૂર રહેવાનો શ્રેષ્ઠ ઉપાય રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનો છે. અહીં બે રોગપ્રતિકારક શક્તિ બુસ્ટર ડ્રિંક્સ છે જે તમે ઝડપથી તૈયાર કરી શકો છો. જાણો કેવી રીતે.. 

શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે તમારી દિનચર્યામાં યોગ અને વ્યાયામ તેમજ આહારમાં પૂરતા પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ્સનો સમાવેશ કરવો જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે, તમારે તમારા દિવસની શરૂઆત લીલા શાકભાજી, તાજા ફળોના રસ અથવા સ્મૂધી અને હેલ્ધી ફૂડથી કરવી જોઈએ, જેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ તો વધશે જ સાથે તમે દિવસભર ઉર્જાવાન પણ અનુભવશો.

1) આદુ અને આમળામાંથી પીણું બનાવો

આ બનાવવા માટે તમારે જરૂર છે

– આદુના 2 મોટા ટુકડા

– 7 થી 8 આમળા

– 2 નંગ કાચી હળદર

– 3-4 લીંબુ

– કાળા મરી

– મધ

– પાણી

કેવી રીતે બનાવવું

-આ પીણું બનાવવા માટે સૌથી પહેલા આદુ, આમળા, હળદર અને લીંબુને ધોઈ લો.

-ત્યારબાદ આદુ અને હળદરની છાલ ઉતારી લો. અને તેને છીણી લો.

-ત્યારબાદ કાળા મરીને સારી રીતે વાટી લો.

-હવે એક વાસણમાં પાણી ગરમ કરો અને તેમાં કાળા મરીનો ભૂકો ઉમેરો.

-પછી તેમાં છીણેલી હળદર અને આદુ ઉમેરો.

-હવે તેને 20 મિનિટ સુધી ઉકળવા દો.

– આમળાને ઝીણા સમારી લો અને પછી થોડું પાણી ઉમેરીને બ્લેન્ડ કરો.

– બાદમાં આમળાને ગાળીને બાજુ પર રાખો.

-હવે પાણી ઉકળે એટલે ઠંડુ થવા દો.

-પછી આ હળદરના પાણીમાં લીંબુ ઉમેરો અને આમળાનો રસ પણ નાખો.

-તેને કન્ટેનરમાં ભરીને રેફ્રિજરેટરમાં રાખો.

-પીવા માટે આ રસને એક કપમાં કાઢીને તેમાં મધ મિક્સ કરીને પીવો.

આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે ૨૯ જાન્યુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

2) નારંગી અને આદુ સાથે શોટ બનાવો

આ બનાવવા માટે તમારે જરૂર છે…

2 નારંગી

2 લીંબુ

100 ગ્રામ તાજા આદુ

1/2 ચમચી પીસી હળદર

1/8 ચમચી કાળા મરી

2 કપ પાણી

કેવી રીતે બનાવવું

આ બનાવવા માટે નારંગી અને લીંબુને છોલીને તેના નાના-નાના ટુકડા કરી લો.

પછી આદુને સારી રીતે ધોઈ લો અને તેના ટુકડા કરી લો.

– બ્લેન્ડરમાં બધું ઉમેરો અને સ્મૂધ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો.

હવે તેને ચાળણી દ્વારા ગાળી લો અને એક મોટા બાઉલમાં મૂકો. રસને ગાળવા માટે ચમચીનો ઉપયોગ કરો.

– આ જ્યૂસને રેફ્રિજરેટરમાં રાખો અને રોજ પીવો.

– હંમેશા તાજા પીણાં તૈયાર કરવાનો પ્રયાસ કરો.

(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

January 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Surya Namaskar Benefits incredible benefits of performing Surya Namaskar daily
સ્વાસ્થ્ય

Surya Namaskar Benefits : બરફની જેમ ઓગળી જશે ચરબી, જાણો સૂર્ય નમસ્કારના જાદુઈ લાભ

by kalpana Verat January 18, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Surya Namaskar Benefits : આજકલનું ઝડપી જીવન અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીના કારણે લોકો અનેક ગંભીર રોગોનો શિકાર બની રહ્યા છે. આ જ કારણ છે કે આજે ડાયાબિટીસ, હાર્ટ એટેક, સ્થૂળતા, પથરી, ફેટી લીવર વગેરે જેવી ગંભીર અને જીવલેણ સ્થિતિ ખૂબ જ સામાન્ય બની ગઈ છે. એટલું જ નહીં યુવાનોની સાથે સાથે બાળકો પણ આવી બિમારીઓનો શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં સમયસર સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. હવે, પ્રશ્ન એ આવે છે કે આ રોગોના જોખમને ઘટાડવા અથવા તેના પર કાબુ મેળવવા શું કરવું જોઈએ?

દરમિયાન આ પ્રશ્નનો ખૂબ જ ફાયદાકારક અને સચોટ જવાબ ‘યોગ’ સાબિત થઈ શકે છે. ઘણા આરોગ્ય અહેવાલો સૂચવે છે કે નિયમિત યોગ ઘણા રોગોના જોખમને ઘટાડીને સ્વસ્થ જીવનને પ્રોત્સાહન આપે છે. આવી સ્થિતિમાં, તમે તમારા વ્યસ્ત શેડ્યૂલમાંથી માત્ર 20 થી 30 મિનિટનો સમય કાઢીને તમારી જાતને બનાવી શકો છો અને તમે તેની શરૂઆત પણ સૂર્ય નમસ્કારથી કરી શકો છો. યોગાસનોમાં સૂર્ય નમસ્કાર શ્રેષ્ઠ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે સૂર્ય નમસ્કાર કરવાની સાચી રીત કઈ છે અને તેનો અભ્યાસ તમારા માટે કેવી રીતે ફાયદાકારક બની શકે છે.

સૂર્ય નમસ્કારમાં વાસ્તવમાં 12 યોગ આસનોનો સમાવેશ થાય છે. સરળ ભાષામાં, તે 12 સ્ટેપ્સમાં કરવામાં આવે છે જે નીચે મુજબ છે-

પગલું 1- પ્રણામાસન

પગલું 2- હસ્તોત્તાનાસન

પગલું 3- હસ્તપદસન

પગલું 4- અશ્વ સંચલનાસન

પગલું 5-  દંડાસન

સ્ટેપ 6-  અષ્ટાંગ નમસ્કાર

પગલું 7- ભુજંગાસન

પગલું 8- અધો મુખ સ્વાનાસન

પગલું 9- અશ્વ સંચલનાસન

પગલું 10- હસ્તપદસન

પગલું 11-હસ્તોત્તાનાસન

પગલું 12- તાડાસન

આ સમાચાર પણ વાંચો : Black underarms Remedies : હવે કાળા અંડરઆર્મ્સથી નહીં આવે શરમ, આ ઘરેલુ ઉપાય અજમાવી મેળવો છુટકારો

સૂર્ય નમસ્કારના થશે આ ફાયદા 

  • સૂર્ય નમસ્કાર શરીરને સંપૂર્ણ રીતે ફિટ રાખવામાં મદદ કરે છે. ખાસ કરીને જેઓ સ્થૂળતાથી પીડિત છે અને અન્ય કોઈ કસરત અથવા પરેજી પર વધુ ધ્યાન આપી શકતા નથી, તેઓ દિવસમાં 20 થી 30 મિનિટનો સમય કાઢીને આ આસનોનો અભ્યાસ કરી શકે છે.
  • સ્થૂળતા માત્ર અકળામણ જ નહીં પરંતુ અનેક ગંભીર બીમારીઓનું કારણ પણ બને છે. આરોગ્ય નિષ્ણાતો વજનમાં વધારો થવાનું કારણ ટાઈપ 2 ડાયાબિટીસ, હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર, પિત્તાશયની બિમારી, ફેટી લિવર, હાઈ કોલેસ્ટ્રોલ વગેરે જેવી ઘણી ગંભીર સ્થિતિઓને આભારી છે. આવી સ્થિતિમાં, સૂર્ય નમસ્કાર કરવાથી વધતા વજનને કાબૂમાં રાખીને અનેક ગંભીર સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓનું જોખમ ઘટાડી શકાય છે.
  • સૂર્ય નમસ્કારનો નિયમિત અભ્યાસ કબજિયાત, અપચો અને પેટ સંબંધિત અન્ય સમસ્યાઓથી રાહત અપાવવામાં અસરકારક છે. તે પાચન તંત્રમાં રક્ત પરિભ્રમણને વધારે છે, જે આંતરડાના કાર્યમાં સુધારો કરે છે.
  • સૂર્ય નમસ્કારના અલગ-અલગ આસનો શરીરના અલગ-અલગ ભાગોને અસર કરે છે, જેનાથી ન માત્ર શરીરની લવચીકતા વધે છે, પરંતુ તે હાડકાંને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે.
  • દિનચર્યામાં સૂર્ય નમસ્કારનો સમાવેશ શરીરને વધુ ચપળ બનાવવામાં મદદ કરે છે, ખાસ કરીને જેઓ વારંવાર સુસ્તી અને થાકનો સામનો કરે છે, તેમના માટે તે ફાયદાકારક બની શકે છે.

(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

 

 

January 18, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
How dangerous is jelly belly cancer for the body
સ્વાસ્થ્ય

Jelly Belly Cancer : શરીર માટે કેટલું ખતરનાક છે જેલી બેલી કેન્સર? જાણો તેના લક્ષણો અને ઉપાય

by kalpana Verat November 21, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Jelly Belly Cancer : સૌથી ખતરનાક બીમારીઓમાંની એક છે કેન્સર, જેમાં ઘણી વખત દર્દીઓને બચાવવા પણ મુશ્કેલ બની જાય છે. જેલી બેલી કેન્સર પણ એક એવી જ બીમારી છે, જેના કેસ વિશ્વમાં સતત વધી રહ્યા છે. વિજ્ઞાનની ભાષામાં આ કેન્સરને સ્યુડો માયક્સોમા પેરીટોની કહેવામાં આવે છે. તે પેલ્વિક વિસ્તારમાં જેલી બની જાય છે. આ કેન્સર એટલું ખતરનાક છે કે તે ધીમે ધીમે આંતરડાને કબજે કરી લે છે. જો કે, કેન્સર તેના લક્ષણોને સમયસર ઓળખીને મટાડી શકાય છે.

જેલી બેલી કેન્સર

જેલી બેલી કેન્સરની શરૂઆત એપેન્ડિક્સના અંદરના ભાગે એક ગાંઠ તરીકે થાય છે. આ ગાંઠ ધીમે ધીમે વધે છે અને આસપાસના વિસ્તારને પણ અસર કરવાનું શરૂ કરી દે છે. તે મૂત્રાશયથી અંડાશય અને મોટા આંતરડા સુધી બધું જ પોતાના કબજે કરે છે. તેનું કારણ એ છે કે આ કેન્સર પ્રવાહી ફીણમાં હોય છે, જે ધીમે ધીમે ફેલાવા લાગે છે. જો આ કેન્સરમાં કાળજી લેવામાં ન આવે તો ટૂંક સમયમાં દર્દીનો જીવ પણ જઈ શકે છે.

માત્ર પેટમાં જ ફેલાય છે આ કેન્સર

કેટલાક નિષ્ણાતોના મતે આ ખતરનાક કેન્સર આખા શરીર (Full body) માં ફેલાતું નથી. તે પરિશિષ્ટથી શરૂ થાય છે અને આંતરડા અને પેલ્વિક વિસ્તારને અસર કરે છે, જેના કારણે વ્યક્તિને અપચો, પેટમાં દુખાવો જેવી સમસ્યા હોય છે. પેટમાં ગાંઠ હોવાથી ભૂખ પણ ઓછી લાગે છે. આવી સ્થિતિમાં, દર્દીને તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને પરિક્ષણ કરાવવું જરૂરી છે.

આ સમાચાર પણ વાંચો : Singham Again: તે પરાક્રમી છે, તે શક્તિશાળી છે…. સિંહની જેમ ગર્જના કરતો અજય દેવગન, કિલર લુક કર્યો જાહેર

જેલી બેલી કેન્સરના લક્ષણો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેલી બેલી કેન્સરના કેટલાક લક્ષણો શરૂઆતમાં જ દેખાવા લાગે છે. આમાં પેટના દુ:ખાવાથી માંડીને સોજો, શ્વાસની તકલીફ, પેટ ભરેલું રહેવું, ભૂખ ન લાગવી, અપચો અને કબજિયાત (Constipation) ની સમસ્યા થવા લાગે છે. ભૂલથી પણ આવા લક્ષણોને અવગણવા ન જોઈએ. તેની તાત્કાલિક સારવાર કરાવી જોઈએ.

(Disclaimer: પ્રિય વાચકો, આ લેખમાં દર્શાવેલ તમામ સલાહ અને સૂચનાઓ માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ના લેવી જોઈએ. આ લેખમાં આપેલ તમામ માહિતી અને સૂચનાઓ અલગ-અલગ માધ્યમ અને સામગ્રીથી એકત્ર કરવામાં આવી છે. અમે તેની પુષ્ટિ કે દાવો કરતા નથી. જો તમારી પાસે કોઈ પ્રશ્નો, સમસ્યા અથવા ચિંતાઓ હોય, તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.)

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

November 21, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Drink this amount of water daily to reduce cholesterol
સ્વાસ્થ્ય

cholesterol: કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે રોજ આટલી માત્રામાં પીવો પાણી! બીજા ઘણા ફાયદા પણ દેખાશે

by kalpana Verat November 9, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

cholesterol: પાણી સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે એ આપણે બધા જાણીએ છીએ. દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી ઘણી ગંભીર બીમારીઓથી દૂર રહી શકાય છે. તે જ સમયે, જો શરીરમાં પાણીની માત્રા ઘટી જાય છે, તો પછી ભલે ગમે તેટલી સારી જીવનશૈલી અને તંદુરસ્ત આહાર હોય, તે તમને સંપૂર્ણ રીતે સ્વસ્થ રાખી શકશે નહીં. એટલા માટે ડૉક્ટરો પણ દરરોજ યોગ્ય માત્રામાં પાણી પીવાની ભલામણ કરે છે. એટલું જ નહીં, હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે પાણી અમૃત સમાન છે.

જણાવી દઈએ કે હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. કારણ કે, શરીરમાં પાણીની ઉણપ હોય તો કોલેસ્ટ્રોલના હાઈ સ્તરને ઘટાડવામાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. તેથી, જો તમે કોલેસ્ટ્રોલની સમસ્યાથી પરેશાન છો, તો દરરોજ યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ.

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પાણીનું મહત્ત્વ

જણાવી દઈએ કે, શરીરમાં વધેલા ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવા માટે, દરરોજ પૂરતી માત્રામાં પાણી પીવું જરૂરી છે. જો કે, પાણી તમારા કોલેસ્ટ્રોલ લેવલ પર સીધી રીતે દવાની જેમ કામ કરતું નથી. કારણ કે કોલેસ્ટ્રોલ ચરબી પાણીમાં ઓગળતી નથી. પરંતુ પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી શરીરની આખી સિસ્ટમ યોગ્ય રીતે કામ કરે છે. જેના કારણે, શારીરિક પ્રવૃત્તિ, આરોગ્યપ્રદ આહાર અને દવાઓ વગેરે ઉચ્ચ કોલેસ્ટ્રોલ સ્તરને ઘટાડવામાં અસરકારક રીતે કામ કરે છે.

આ સમાચાર પણ વાંચો : Excessive Burping: દિવસમાં સતત આવે છે ઓડકાર તો તેને અવગણશો નહીં, હોઈ શકે છે ગંભીર બીમારી!

દરરોજ કેટલું પાણી પીવું?

આરોગ્ય નિષ્ણાતોના મતે, કોલેસ્ટ્રોલના દર્દીઓએ તેમના આહાર અને શારીરિક પ્રવૃત્તિ તેમ જ તેમના પાણીના સેવન પર ધ્યાન આપવું જોઈએ. આવી સ્થિતિમાં, ઉચ્ચ કોલેસ્ટ્રોલની મહિલા દર્દીઓ માટે દરરોજ 2.5 લિટર અને પુરુષો માટે 3 લિટર પાણી પીવું જરૂરી છે. જો તમે દરરોજ આટલું પાણી પીશો તો તે હાઈ કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરશે. બીજી તરફ, જો તમે આનાથી ઓછું પાણી પીતા હોવ તો કોલેસ્ટ્રોલને લગતી કેટલીક તકલીફો થઈ શકે છે.

November 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Excessive Burping: How to stop burping so much 
સ્વાસ્થ્ય

Excessive Burping: દિવસમાં સતત આવે છે ઓડકાર તો તેને અવગણશો નહીં, હોઈ શકે છે ગંભીર બીમારી!

by kalpana Verat November 9, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Excessive Burping: ખોરાક ખાધા પછી ઓડકાર આવવો એ એક સામાન્ય શારીરિક પ્રક્રિયા છે. પરંતુ, આખો દિવસ ઓડકાર આવે તો એ ગંભીર બીમારીના લક્ષણ હોઈ શકે છે. એનું કારણ આ ઓડકાર કોઈ જીવલેણ રોગની નિશાની હોઈ શકે છે. હાલમાં જ સામે આવેલી એક મહિલા દર્દી બાદ આ દાવો કરવામાં આવ્યો છે. મહિલાને દિવસભર લાંબા સમય સુધી ઓડકાર આવતો હતો.

કબજિયાત અને ઉબકા –

ઓડકારની સાથે કબજિયાત અને ઉબકા આવવાની સમસ્યા પણ શરૂ થાય છે. આ સ્થિતિ વધુ ખરાબ છે. આમાં, વ્યક્તિ માટે સૂવું, ઉઠવું અને બેસવું પણ મુશ્કેલ બની જાય છે. જ્યારે આ સમસ્યા વધી જાય છે તો તે કોલોન કેન્સરનું રૂપ લઈ શકે છે. આ રોગની જાણ છેલ્લા તબક્કામાં થાય છે. ત્યાં સુધી તેની સારવાર મેળવવી મુશ્કેલ બની જાય છે. આવી પરિસ્થિતિથી બચવા માટે ઓડકારને હળવાશથી ન લો. આ માટે કોઈ સારા ડૉક્ટરની સલાહ લો. તેની તપાસ કરાવવાની ખાતરી કરો.

કોલોન કેન્સરના લક્ષણો –

કોલોન કેન્સરના લક્ષણોમાં મુખ્યત્વે પેટમાં દુખાવો, ખેંચાણ, કબજિયાત અને વારંવાર ઓડકાર સાથે ગેસનો સમાવેશ થાય છે. આ સિવાય ઉબકા આવવા, સતત થાક લાગવો, શરીર ખૂબ જ તૂટી જવું, મળમાં રક્તસ્ત્રાવ, ગુદામાર્ગમાંથી રક્તસ્ત્રાવ, અચાનક વજન ઘટવું. આ બધા આંતરડાના કેન્સરના લક્ષણો છે. જો તમને આમાંના કોઈપણ લક્ષણો દેખાય, તો કૃપા કરીને ડૉક્ટરની સલાહ લો.

આ સમાચાર પણ વાંચો :  OnePlus : નવો સ્માર્ટફોન OnePlus 12 64MP પેરિસ્કોપ ઝૂમ કેમેરા સાથે થશે ઉપલબ્ધ! 9 નવેમ્બરે યોજાશે ખાસ ઇવેન્ટ

ઓડકારનો સીધો સંબંધ માત્ર આંતરડાના કેન્સર સાથે જ નથી પણ તે ગેસ, કબજિયાત, ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમનું કારણ પણ હોઈ શકે છે. તે પેટના અલ્સર, ઓડકાર અને ઝાડા જેવા રોગો પણ સૂચવે છે. આમાં, ખોરાક ખાધા પછી થોડીવારમાં દુખાવો શરૂ થાય છે, જે સરળતાથી બંધ થતો નથી. તે ધીમે ધીમે વધે છે. જો તમને આમાંના કોઈપણ લક્ષણો દેખાય, તો ડૉક્ટરનો સંપર્ક કરો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

November 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક