• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - disney plus hotstar
Tag:

disney plus hotstar

jiohotstar streaming platform launched on valentines day
મનોરંજન

Jio hotstar: વેલેન્ટાઈન ડે ના દિવસે લોન્ચ થયું જિયો હોટસ્ટાર, જાણો જિયો સિનેમા અને ડિઝની પ્લસ હોટસ્ટાર ના મર્જર થી દર્શકોને શું ખાસ મળશે

by Zalak Parikh February 14, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Jio hotstar: આજે સવારે એટલે કે વેલેન્ટાઈન ડે ના દિવસે જિયો હોટસ્ટાર ને લોન્ચ કરવામાં આવ્યું છે. આ માટે જિયો સિનેમા અને ડિઝની પ્લસ હોટસ્ટાર એ હાથ મિલાવ્યા છે.હવે દર્શકો ને વધુ એક ઓટિટિ પ્લેટફોર્મ મળ્યું છે. આ પ્લેટફોર્મ રમતગમત, મનોરંજન અને વધુ માટે ભારતના બે અગ્રણી પ્લેટફોર્મ, જિયો સિનેમા અને ડિઝની પ્લસ હોટસ્ટારને એકસાથે લાવીને બનાવવામાં આવ્યું છે

આ સમાચાર પણ વાંચો:  Ekta kapoor new show: એકતા કપૂર ના શો માં થઇ શિવાંગી જોશી ની એન્ટ્રી, ઓનસ્ક્રીન જમાઈ સાથે જામશે સાસુ ની જોડી

જિયો હોટસ્ટાર ની ખાસિયત 

જિયો હોટસ્ટાર પ્લેટફોર્મ તેમની સામગ્રીને મર્જ કરી રહ્યા છે અને તેમના સબ્સ્ક્રાઇબર્સને એકસાથે લાવી રહ્યા છે. ટૂંક સમયમાં જૂના સબ્સ્ક્રિપ્શન પ્લાનને નવા પ્લાનથી બદલવામાં આવશે.જિયો સિનેમા અને ડિઝની પ્લસ હોટસ્ટાર સબ્સ્ક્રાઇબર્સ સરળતાથી તેમનું જિયો હોટસ્ટાર સબ્સ્ક્રિપ્શન બદલી અને સેટઅપ કરી શકશે.જિયો હોટસ્ટાર ડિઝની, એનબીસી યુનિવર્સલ પીકોક, વોર્નર બ્રધર્સ ડિસ્કવરી, એચબીઓ અને પેરામાઉન્ટ તરફથી શ્રેષ્ઠ હોલીવુડ કન્ટેન્ટ ઓફર કરશે. જિયો હોટસ્ટારે સ્પાર્ક્સ નામની એક નવી પહેલ પણ શરૂ કરી છે. આ પ્લેટફોર્મ પર IPL, WPL અને ICC ઇવેન્ટ્સ જેવી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ્સ પણ યોજાશે. દર્શકો પ્રીમિયર લીગ, વિમ્બલ્ડન અને પ્રો કબડ્ડી અને ISL જેવી સ્થાનિક લીગ પણ જોઈ શકશે.

When two worlds come together, the extraordinary takes shape. #JioHotstar #InfinitePossibilities pic.twitter.com/1eW3qGUPsG

— JioHotstar (@JioHotstar) February 14, 2025


 

જિયો હોટસ્ટાર 10 ભાષાઓમાં 1.4 અબજ ભારતીયો માટે તૈયાર કરાયેલ વિશાળ અને વૈવિધ્યસભર સામગ્રી શ્રેણી સાથે મનોરંજનને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે તૈયાર છે. વૈશ્વિક સ્તરે પ્રિય ટીવી શો, રિયાલિટી મનોરંજનથી લઈને બ્લોકબસ્ટર ફિલ્મો, એનિમે અને આંતરરાષ્ટ્રીય પ્રીમિયર સુધી, જિયો હોટસ્ટાર દર્શકો માટે નવી સામગ્રી લાવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

February 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Munjya ott release know when and where to watch sharvari wagh film
મનોરંજન

Munjya ott release: થિયેટર બાદ ઓટીટી પર ડરાવવા આવી રહી છે મુંજયા, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો શર્વરી વાઘ ની ફિલ્મ

by Zalak Parikh July 15, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Munjya ott release: મુંજયા ફિલ્મ લોકોને ખુબ પસંદ આવી રહી છે.આ ફિલ્મ એ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી છે. લો બજેટ ની આ ફિલ્મ માં શર્વરી વાઘ અને મોના સિંહ મુખ્ય ભૂમિકામાં છે. થિયેટર બાદ હવે હવે લોકો આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ની રાહ જોઈ રહ્યા છે તેવામાં આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને એક અપડેટ સામે આવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો: Nita ambani: રાધા કૃષ્ણ ના ચિત્ર સાથે નીતા અંબાણી એ દીકરા અનંત ના લગ્ન માં લગાવી હતી યુનિક મહેંદી, જાણો તેમાં શું હતું ખાસ

મુંજયા ની ઓટીટી રિલીઝ 

મુંજયા ના નિર્દેશક આદિત્ય સરપોતદારે એક ન્યૂઝ પોર્ટલ ને આપેલા ઈન્ટરવ્યુમાં ‘ ફિલ્મ ની ઓટિટિ ની રિલીઝની વિગતો શેર કરતા કહ્યું કે, ‘આ ફિલ્મ ઓગસ્ટ પછી અમુક સમય પછી ઓટીટી પર  રિલીઝ થવાની છે. આ સાથે તેમને જણાવ્યું કે,’મુંજ્યા’નું ડિજિટલ પ્રીમિયર ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર થશે. આના પર થી એક વાત સ્પષ્ટ છે કે આ ફિલ્મ ઓગસ્ટના અંત અથવા સપ્ટેમ્બર ની શરૂઆતમાં સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ થવાની અપેક્ષા છે. જોકે, ફિલ્મની સત્તાવાર રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.

 

View this post on Instagram

 

A post shared by Zee Music Company (@zeemusiccompany)


મુંજયા ફિલ્મ માં શર્વરી વાઘ અને મોના સિંહ ઉપરાંત અભય વર્મા, સત્યરાજ અને અન્ય ઘણા લોકો મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રૂ. 100 કરોડની ક્લબમાં પ્રવેશ કરીને બ્લોકબસ્ટર બની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
T20 World Cup Ind vs Pak Where and how to watch India Pakistan T20 World Match on mobile and TV for free.
ક્રિકેટTop Postખેલ વિશ્વ

T20 World Cup Ind vs Pak : મોબાઇલ અને ટીવી પર ભારત પાકિસ્તાન T20 વર્લ્ડ મેચ ક્યાં અને કેવી રીતે મફતમાં જોવી?.. જાણો વિગતે..

by Hiral Meria June 9, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

T20 World Cup Ind vs Pak :  T20 વર્લ્ડ કપ 2024માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે 19મી મેચ રમાશે. બંને વચ્ચેની આ શાનદાર મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.  પરંતુ તે પહેલા ઘણા લોકોના મનમાં એ સવાલ ઉઠતો જ હશે કે તેઓ આ મેચ લાઈવ ( Live Match ) ક્યાંથી જોઈ શકશે? તો અહીં જાણો કેે, તમે ભારત-પાકિસ્તાન મેચ ‘ફ્રી’ કેવી રીતે લાઈવ જોઈ શકશો.  

T20 વર્લ્ડ કપ 2024માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. 

T20 World Cup Ind vs Pak : ભારતીય સમય અનુસાર આ મેચ ભારતમાં રાત્રે 8 વાગ્યે શરૂ થશે…

ભારત અને પાકિસ્તાન વચ્ચે ન્યૂયોર્કમાં રમાનાર મેચ આજે સવારે 10:30 વાગ્યે શરૂ થશે. જોકે, ભારતીય સમય અનુસાર આ મેચ ભારતમાં રાત્રે 8 વાગ્યે શરૂ થશે. ભારતમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી T20 વર્લ્ડ કપ 2024 મેચનું જીવંત પ્રસારણ ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ( Star Sports Network ) પર કરવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો:  Rail traffic: રાજકોટ મંડળમાં ડબલ ટ્રેકના કાર્યને કારણે રેલ યાતાયાત પ્રભાવિત થશે.

તેમજ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ( Live streaming ) ડિઝની પ્લસ હોટસ્ટાર ( Disney Plus Hotstar ) પર ‘ફ્રી’ હશે. જો કે, માત્ર મોબાઈલ યુઝર્સ જ ફ્રી લાઈવ સ્ટ્રીમિંગનો આનંદ લઈ શકશે. 

ઉલ્લેખનીય છે કે, T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો પોતાની બીજી મેચ રમવા માટે આમને-સામને થશે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે રમી હતી, જેમાં તેણે 8 વિકેટે જીત મેળવી હતી. બીજી તરફ, પાકિસ્તાને ટૂર્નામેન્ટમાં તેની પ્રથમ મેચ યજમાન અમેરિકા સામે રમી હતી. આ મેચમાં પાકિસ્તાનને સુપર ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે પહેલી મેચ હારી ગયેલી પાકિસ્તાનની ટીમ ભારત ( Team India ) સામે કેવું પ્રદર્શન કરે છે. નોંધનીય વાત એ છે કે અત્યાર સુધી પાકિસ્તાન ( Pakistan ) T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સામે માત્ર 1 મેચ જીતવામાં સફળ રહ્યું છે. 

June 9, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
salaar hindi version stream on disney plus hotstar
મનોરંજન

Salaar: થિયેટર બાદ ઓટીટી પર ધૂમ મચાવવા હિન્દી માં આવી રહી છે સાલાર, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો પ્રભાસ ની ફિલ્મ

by Zalak Parikh February 10, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Salaar: પ્રભાસ ની બ્લોકબસ્ટર ફિલ્મ સાલાર એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. થિયેટ્રિ ની જેમજ સાલાર ઓટિટિ પર પણ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર સાઉથ ની ભાષા માં રિલીઝ કરવામાં આવી છે. પરંતુ આ ફિલ્મ ને હિન્દી માં ઓટીટી પર રિલીઝ કરવામાં નથી આવી. હવે જે લોકો સાલાર ના હિન્દી વરઝ્ન ની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે સારા સમાચાર છે. હવે સાલાર ના નિર્માતાઓએ ફિલ્મ ના હિન્દી વરઝ્ન ને લઈને મોટી જાહેરાત કરી છે. 

આ સમાચાર પણ વાંચો : Sushmita sen: સુષ્મિતા સેન ને તેની હાઈટ ને કારણે હિલ પહેરવાની કરવામાં આવી હતી મનાઈ, પછી આ રીતે સલમાન ખાને આપ્યો અભિનેત્રી નો સાથ

સાલાર ના નિર્માતા એ કરી હિન્દી વરઝ્ન ની જાહેરાત 

સાલાર ના મેકર્સ દ્વારા ફિલ્મ ના હિન્દી ઓટીટી રિલીઝની જાહેરાત કરવામાં આવી છે.નિર્માતાઓએ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ ડિઝની પ્લસ હોટ સ્ટાર પર સ્ટ્રીમ કરવાની જાહેરાત કરી છે. ચાહકો આ ફિલ્મ 16 ફેબ્રુઆરીથી ડિઝની પ્લસ હોટ સ્ટાર પર હિન્દીમાં જોઈ શકશે.

 

View this post on Instagram

 

A post shared by Disney+ Hotstar (@disneyplushotstar)


 

તમને જણાવી દઈએ કે અગાઉ આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને અંગ્રેજી ભાષાઓમાં રિલીઝ થઈ ચૂકી છે. હવે દર્શકો હિન્દી માં પણ આ ફિલ્મ ને જોઈ શકશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

February 10, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
aarya 3 antim vaar trailer release
મનોરંજન

Aarya 3: આર્યા 3 નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, ઘાયલ સિંહણ ના રૂપમાં જોવા મળી સુષ્મિતા સેન, જાણો ક્યારે સ્ટ્રીમ થશે સિરીઝ

by Zalak Parikh January 24, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Aarya 3: સુષ્મિતા સેને ડિઝની પ્લસ હોટસ્ટાર ની વેબ સિરીઝ આર્યા થી ઓટિટિ ડેબ્યુ કર્યું હતું. આ સિરીઝ માં સુષ્મિતા સેન ના દમદાર અભિનયે લોકો નું દિલ જીતી લીધું હતું. આ સિરીઝ સુપરહિટ સાબિત થઇ હતી. ત્યારબાદ નિર્માતા તેનો બીજી ભાગ આર્યા 2 લઈને આવ્યા જેને પણ દર્શકો નો ખુબ પ્રેમ મળ્યો. હવે નિર્માતા આર્યા ની ત્રીજી સીઝન આર્યા 3 લઈને આવ્યા છે. ત્રીજી સિઝન ઘણી વિસ્ફોટક બનવાની છે. દર્શકોને આમાં ભરપૂર એક્શન જોવા મળશે. આ સિરીઝ ફેબ્રુઆરી માં રિલીઝ થશે.

આ સમાચાર પણ વાંચો :  Akshara singh: ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ એ લીધા જગતગુરુ રામભદ્રાચાર્યજી ના આશીર્વાદ, સંભળાવ્યું શ્રી રામ નું ભજન, જુઓ વિડીયો

આર્યા 3 નું ટ્રેલર 

‘આર્યા 3 ના ટ્રેલરમાં, સુષ્મિતા સેન તેનો ભૂતકાળ યાદ કરી રહી છે. દરમિયાન, તે અસંખ્ય લોકોની હત્યા પણ કરી રહી છે. આર્યા એક પછી એક તેના દુશ્મનોને ખતમ કરી રહી છે. પરંતુ હવે સિંહણ ઘાયલ છે, તેના બાળકોની નફરતથી કંટાળીને પોતાનો જીવ લેવા તૈયાર છે. પરંતુ દૌલત (સિકંદર ખેર) તેને સાચો રસ્તો બતાવે છે. હવે આર્યા દૌલત ની વાત માની ને તેના બાળકોનો પ્રેમ અને વિશ્વાસ પાછો મેળવવાનો પ્રયત્ન કરશે અથવા ચારે બાજુથી ઘેરાઈને પોતાનો જીવ લેશે. આ જોવા માટે આર્યા 3 સિરીઝ જોવી પડશે.

Ek aakhri baar, Sherni karegi ek antim vaar. #HotstarSpecials #Aarya Season 3 – Antim Vaar – streaming from Feb 9th.#AaryaS3OnHotstar pic.twitter.com/aijC0G6sGU

— Disney+ Hotstar (@DisneyPlusHS) January 23, 2024


 

આ ટ્રેલરને ડિઝની પ્લસ હોટ સ્ટાર એ તેના સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.આ સાથે તેને કેપ્શન આપ્યું  છે, ‘એક છેલ્લી વાર, સિંહણ એક છેલ્લો ફટકો મારશે.’ 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gautam Adani to compete directly with Mukesh Ambani to buy Disney Hotstar
વેપાર-વાણિજ્ય

Disney Hotstar: તો શું ડિઝની Hotstarને ખરીદશે ગૌતમ અદાણી? મુકેશ અંબાણી સાથે કરશે સીધી સ્પર્ધા!

by Hiral Meria October 15, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Disney Hotstar: વીડિયો સ્ટ્રીમિંગ એપ્સના ક્ષેત્રમાં JioCinemaએ જોરદાર સફળતા મેળવી છે, જેના કારણે Disney Plus Hotstarને ભારે પડકાર મળી રહ્યો છે. આવી સ્થિતિમાં કંપની પોતાનો ભારતીય બિઝનેસ વેચવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટની માનીએ તો, Disney Plus Hotstarને દિગ્ગજ બિઝનેસમેન ગૌતમ અદાણી ( Gautam Adani ) ખરીદવાની તૈયારી કરી રહ્યા છે.

એક ખાનગી મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ડિઝની પ્લસ હોટસ્ટાર છેલ્લા કેટલાક દિવસોથી ગૌતમ અદાણી સાથે વાતચીત કરી રહી છે. આ સિવાય સન ટીવી નેટવર્કના માલિક કલાનિતિ મારન સાથે પણ આ અંગે વાતચીત ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે ડિઝની પ્લસ હોટસ્ટાર સંભવિત ભાગીદારો પર વિચાર કરી રહી છે અને બિઝનેસ વેચી શકે છે. રિપોર્ટ છે કે, છેલ્લા ઘણા સમયથી ડિઝની પ્લસ હોટસ્ટારના સબસ્ક્રાઈબર્સ ઘટી રહ્યા છે. આવી સ્થિતિમાં કંપની ભારતથી બહાર નીકળવા માંગે છે.

jioCinema એ બગાડી રમત

સ્પોર્ટ્સ ઈવેન્ટ્સના વીડિયો સ્ટ્રીમિંગ માટે ડિઝની પ્લસ હોટસ્ટાર એ એક મોટું અને ખાસ પ્લેટફોર્મ હતું, જેના કારણે કંપનીને ઘણો નફો થતો હતો, પરંતુ ગયા વર્ષે જિયોએ ફિફા વર્લ્ડ કપ અને ક્રિકેટ મેચનું ફ્રી સ્ટ્રીમિંગ કરીને ડિઝની પ્લસ હોટસ્ટારની આખી ગેમને બગાડી નાખી હતી. જો કે, ફરી એકવાર ડિઝની પ્લસ હોટસ્ટારે એશિયા કપ અને ક્રિકેટ વર્લ્ડ કપના રાઈટ્સ મેળવીને બિઝનેસ બચાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેમ છતાં કંપની સામે ઘણો પડકાર છે.

આ સમાચાર પણ વાંચો : Gold Silver: ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધના કારણે સોના-ચાંદીમાં વધઘટનો ટ્રેન્ડ, જાણો કયાં પહોંચ્યા ભાવ?

જિયો સિનેમાની મુશ્કેલીઓ વધી શકે છે

અહેવાલ છે કે જો ગૌતમ અદાણી અથવા કલાનિધિ મારન ડિઝની પ્લસ હોટસ્ટારની માલિકી મેળવે છે, તો તે JioCinema સાથે સીધી સ્પર્ધા કરશે. આવી સ્થિતિમાં મુકેશ અંબાણીની ( Mukesh Ambani ) મુશ્કેલીઓ વધી શકે છે, પરંતુ સામાન્ય વપરાશકર્તાઓને આનો ફાયદો મળી શકે છે, કારણ કે બંને કંપનીઓ દ્વારા સસ્તા સબસ્ક્રિપ્શન ઓફર કરવામાં આવી શકે છે.

October 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
sushmita sen announces web series aarya 3 release date
મનોરંજન

Sushmita sen on aarya 3: ‘સિંહણ પાછી આવી રહી છે’, સુષ્મિતા સેને અલગ અંદાજ માં જાહેર કરી તેની વેબ સિરીઝ ‘આર્યા 3’ ની રિલીઝ ડેટ

by Zalak Parikh October 7, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Sushmita sen on aarya 3: બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ ના કારણે ચર્ચામાં છે. સુષ્મિતા સેનની ‘આર્યા 3’ વર્ષ 2023ની સૌથી વધુ રાહ જોવાતી વેબ સિરીઝમાંથી એક છે. ચાહકો આ સિરીઝના ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સુષ્મિતા સેને ‘આર્યા 3’ની રિલીઝ ડેટ જાહેર કરી છે.અભિનેત્રી એ એક વિડીયો શેર કરી ને આ જાહેરાત કરી છે.

 

સુષ્મિતા સેને જાહેર કરી આર્યા 3 ની રિલીઝ ડેટ 

બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેને થોડા સમય પહેલા કહ્યું હતું કે તેની ફેમસ વેબ સિરીઝ ‘આર્યા’ની ત્રીજી સીઝન પૂરી થઈ ગઈ છે. હવે પ્રેક્ષકોની રાહનો અંત લાવતા, સુષ્મિતા સેને તાજેતરમાં જ’ ‘આર્યા 3′ ની સત્તાવાર રિલીઝનો સંકેત સોશિયલ મીડિયા પર તેના ચાહકો અને મિત્રો સાથે શેર કર્યો. વિડીયો શેર કરતા સુષ્મિતા સેને કેપ્શનમાં લખ્યું, ‘સિંહણના પાછા ફરવાનો સમય આવી ગયો છે.’ 

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47)


સુષ્મિતા સેન દ્વારા આ પોસ્ટ શેર કરતાની સાથે જ તેના પ્રશંસકો અને સહ કલાકારોએ તેના આગામી પ્રોજેક્ટ પર પ્રેમ વરસાવવાનું શરૂ કર્યું. જો કેટલાક અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ‘આર્યા’ સિઝન 3 સત્તાવાર રીતે ડિઝની+હોટસ્ટાર પર 3 નવેમ્બર, 2023થી સ્ટ્રીમ થશે. આ સીરીઝમાં સુષ્મિતા ઉપરાંત નમિત દાસ, મનીષ ચૌધરી, સિકંદર ખેર, વિનોદ રાવત લીડ રોલમાં જોવા મળશે.

આ  સમાચાર પણ વાંચો : Amitabh bachchan: B.Sc લઈને પસ્તાયા હતા અમિતાભ બચ્ચન, કોલેજ માં આ વિષય માં થયા હતા ફેલ, બિગ બી એ કેબીસી ના મંચ પર શેર કર્યો કિસ્સો

 

October 7, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
koffee with karan 8 will begin on october 26 karan johar announced about show
મનોરંજન

koffee with karan 8: બી ટાઉન ના સેલેબ્સ ના અંગત જીવન અંગે જાણવા માટે થઇ જાઓ તૈયાર, ‘કોફી વિથ કરણ 8’ સાથે કમબેક કરી રહ્યો છે કરણ જોહર, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો આ શો

by Zalak Parikh October 5, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

koffee with karan 8:કરણ જોહર નો ચેટ શો ‘કોફી વિથ કરણ’ અવારનવાર હેડલાઇન્સમાં રહે છે.લોકો ઘણા સમયથી શો કોફી વિથ કરણની નવી સીઝનની રાહ જોઈ રહ્યા હતા.આ શો દ્વારા ચાહકોને તેમના ફેવરિટ સ્ટાર્સના અંગત જીવન સાથે જોડાયેલી ખાસ માહિતી મળે છે. ચાહકોને હવે તેમના મનપસંદ બોલિવૂડ સેલેબ્સ ના જીવન સાથે જોડાયેલી વાતો જાણવા માટે વધુ રાહ નહીં જોવી પડે, આખરે કરણ જોહરે કોફી વિથ કરણ ની સીઝન 8 ની તારીખ જાહેર કરી છે. 

 કરણ જોહરે કોફી વિથ કરણ ની કરી જાહેરાત 

કરણ જોહરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ફની વીડિયો શેર કરીને આ માહિતી આપી છે. આ સાથે તેણે ચેટ શોની આઠમી સિઝન એટલે કે ‘કોફી વિથ કરણ 8’ની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે.આ ક્લિપમાં તે ‘કોફી વિથ કરણ 8’ની જાહેરાત કરતો જોવા મળે છે. વીડિયોના કેપ્શનમાં, હોસ્ટે લખ્યું, ‘બહાર આવ્યું, મારો પોતાનો અંતરાત્મા પણ મને ટ્રોલ કરવા માંગે છે, પરંતુ તે શું વિચારે છે તે વિશે વાંધો નહીં, હું હજી પણ ‘કોફી વિથ કરણ’ની સીઝન 8 બનાવી રહ્યો છું.’ કરણની પોસ્ટ સ્પષ્ટપણે દર્શાવે છે કે આઠમી સીઝન 26 ઓક્ટોબરથી OTT પ્લેટફોર્મ Disney+ Hotstar પર પ્રસારિત કરવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Karan Johar (@karanjohar)


‘કોફી વિથ કરણ 8‘ના ટીઝરમાં કરણ જોહર સંકેત આપતો જોવા મળી રહ્યો છે કે આ વખતે શોમાં કંઈક અલગ જ હશે. આઠમી સિઝનમાં એરપોર્ટ લુક, લગ્ન, સોશિયલ મીડિયા અને નેપોટિઝમ સિવાયના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. આ સાથે કરણે એવો સંકેત પણ આપ્યો છે કે આ વખતે તે મનોરંજન જગત સિવાય અન્ય ઈન્ડસ્ટ્રીના ચમકતા સ્ટાર્સને પણ શોમાં આમંત્રિત કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Ramayan: નીતીશ તિવારી ની ‘રામાયણ’ માં માતા સીતા ના રોલ માં સાઉથ ની આ અભિનેત્રી ની થઇ એન્ટ્રી, જાણો ક્યારથી શરૂ થશે શૂટિંગ

October 5, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Asia Cup 2023: All information about Asia Cup 2023... What time, where to watch the matches in one click
ક્રિકેટ

Asia Cup 2023: એશિયા કપનું સંપૂર્ણ શેડ્યૂલ, ફોર્મેટ, સ્થળ અને મેચનો સમય, મેચ ક્યાં જોવી વગેરે એક ક્લિકમાં. જાણો સંપૂર્ણ વિગતો…

by Zalak Parikh August 30, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Asia Cup 2023: એશિયા કપ (Asia Cup) થોડા કલાકોમાં શરૂ થશે. એશિયા કપ ટુર્નામેન્ટને વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માટે રંગીન રિહર્સલ માનવામાં આવે છે. તે જ સમયે, રમત જગત આ ટૂર્નામેન્ટમાં ઘણા મહિનાઓ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ નિહાળી શકશે. પરંતુ આ એશિયા કપ ટૂર્નામેન્ટની તમામ મેચો ક્યાં, કયા સમયે શરૂ થશે અને ક્યાં એક ક્લિકથી લાઈવ જોઈ શકાશે તે બરાબર જોઈ શકાશે. જોકે આ એશિયા ટૂર્નામેન્ટમાં છ ટીમો છે, પરંતુ તેનું ફોર્મેટ કેવું હશે? એશિયા કપનો સુપર-4 રાઉન્ડ બરાબર શું છે અને તે પછી ટુર્નામેન્ટમાં શું જોવા મળશે. આ તમામ બાબતોની માહિતી હવે માત્ર એક ક્લિક પર મળી શકશે.

 

જાણો ભારતની મેચ ક્યારે અને ક્યાં યોજાશે…

એશિયા કપમાં ભારત (INdia) ની પ્રથમ મેચ પરંપરાગત હરીફ પાકિસ્તાન (Pakistan) સામે થશે. આ મેચ 2 સપ્ટેમ્બરે શ્રીલંકાના પાલેક્કલમાં રમાશે. મેચ બપોરે 3:00 વાગ્યે શરૂ થશે. આ ટૂર્નામેન્ટમાં ભારતની બીજી મેચ નેપાળ (Nepal) સામે થશે. ભારત અને નેપાળ વચ્ચે 4 સપ્ટેમ્બરે પાલેક્કલમાં મેચ રમાશે. આ ટુર્નામેન્ટમાં ભારતની તમામ મેચો શ્રીલંકા (Srilanka) માં રમાશે અને ભારતીય ટીમ પાકિસ્તાનમાં રમવા જશે નહીં.

એશિયા કપની મેચો કેટલા વાગ્યે શરૂ થશે?

એશિયા કપની મેચો માટે અમ્પાયર બપોરે 1.30 વાગ્યે નિરીક્ષણ કરશે. ત્યાર બાદ બંને ટીમના ખેલાડીઓ મેદાનમાં આવીને સરન કરી શકે છે. જો વરસાદ ન હોય અથવા વરસાદને કારણે મેદાન ભીનું ન હોય તો ટોસ બપોરે 2.30 વાગ્યે થશે. ટોસ બાદ બંને ટીમના કેપ્ટન પોતાની ટીમની જાહેરાત કરશે. ત્યાર બાદ બંને ટીમના ખેલાડીઓ મેચની તૈયારીઓ શરૂ કરી દેશે. ટોસ બાદ બંને ટીમો પ્રવેશ કરશે. ટોસના અડધા કલાક પછી એટલે કે બપોરે 3:00 વાગ્યે એશિયા કપની મેચો શરૂ થશે.

એશિયા કપની મેચો લાઈવ ક્યાં જોવા મળશે, જાણો…

એશિયા કપની મેચો ટીવી અને એપ પર પણ ઉપલબ્ધ રહેશે. એશિયા કપની તમામ મેચો આ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર જોવા મળશે. આ તમામ મેચોનું સ્ટાર સ્પોર્ટ્સ પર બપોરે 2.00 વાગ્યાથી જીવંત પ્રસારણ કરવામાં આવશે. ઉપરાંત, આ મેચો Disney+ Hotstar પર લાઈવ જોવા મળશે. જેથી ચાહકો હવે સ્ટાર સ્પોર્ટ્સ અને હોટસ્ટાર પર એશિયા કપની મજા માણી શકશે. એશિયા કપની મેચો પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાશે. પરંતુ ભારતની તમામ મેચો શ્રીલંકામાં રમાશે.

આ સમાચાર પણ વાંચો : Indian Squad for World Cup 2023: આ ભારતીય ટીમ વર્લ્ડ કપમાં રમશે… આ દિવસે થશે ટીમની જાહેરાત.. જાણો કોને કોને મળશે સ્થાન ને ક્યો ખેલાડી થશે આઉટ…

ભારતીય ટીમમાં કોને મળી તક…

એશિયા કપ માટેની ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ ઐયર, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને પ્રખ્યાત કૃષ્ણા. સંજુ સેમસન (રિઝર્વ પ્લેયર)

કોચ રાહુલ દ્રવિડે માહિતી આપી છે કે કેએલ રાહુલ આ ટૂર્નામેન્ટમાં બે મેચ રમી શકશે નહીં.

 એશિયા કપને રિહર્સલ તરીકે ગણવામાં આવે છે.

એશિયા કપ ટુર્નામેન્ટને વર્લ્ડ કપ 2023 માટે રિહર્સલ તરીકે ગણવામાં આવી રહી છે. કારણ કે એશિયા કપ ODI ફોર્મેટમાં રમાવા જઈ રહ્યો છે. તેથી વર્લ્ડ કપ પહેલા આ ટૂર્નામેન્ટ એશિયન દેશો માટે સારું રિહર્સલ બની શકે છે. તેથી હવે આ ટૂર્નામેન્ટમાં કઈ ટીમ કેવું પ્રદર્શન કરે છે. તેના પર સૌનું ધ્યાન રહેશે. સાથે જ ભારતીય ટીમના ખેલાડીઓ કેવું પ્રદર્શન કરે છે તેના પર સૌનું ધ્યાન રહેશે.

એશિયા કપમાં સુપર-4 શું છે?

એશિયા કપમાં કુલ છ ટીમો ભાગ લેશે. આ છ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાં ત્રણ ટીમો હશે. સુપર 4માં 10 સપ્ટેમ્બરે બીજી મોટી લડાઈ થઈ શકે છે. ગ્રુપ Aમાં ટોચની 2 ટીમો કોલંબોમાં ટકરાશે. એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરીથી લડાઈ થવાની સંભાવના છે. બીજી તરફ, 12 સપ્ટેમ્બરે, ગ્રુપ A રનર્સ-અપનો સામનો કોલંબોમાં ગ્રુપ Bના ટોપર્સ અને 15 સપ્ટેમ્બરે ગ્રુપ Bના રનર્સ-અપ સાથે થશે. એશિયા કપ પ્રશંસકો માટે તહેવાર બની રહેશે. કારણ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ઘણા દિવસો પછી જોવા મળશે.

August 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
james cameron avatar the way of water release to ott platform disney plus hotstar
મનોરંજન

આ OTT પ્લેટફોર્મ પર હિન્દીમાં રિલીઝ થઈ રહી છે જેમ્સ કેમેરોનની ફિલ્મ ‘અવતાર 2’

by Zalak Parikh May 17, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

જેમ્સ કેમેરોનની ફિલ્મ ‘અવતાર 2’ 16 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. 2009માં રિલીઝ થયેલી ફ્રેન્ચાઈઝીની પ્રથમ મૂવી તરીકે અદભૂત વિઝ્યુઅલ ઈફેક્ટ્સથી ભરેલી Na’Viની જાદુઈ દુનિયાને જોવાની દર્શકોને ફરી એક વાર તક મળી.આવી સ્થિતિમાં ચાહકો તેના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મના બીજા ભાગે તેની રિલીઝ પછી બોક્સ ઓફિસ પર ઘણા નવા રેકોર્ડ બનાવ્યા અને ફિલ્મને થિયેટરોમાં સારો પ્રતિસાદ મળ્યો. આ ફિલ્મ વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. ફિલ્મને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.હવે જે લોકો આ ફિલ્મને થિયેટરમાં જોઈ શક્યા નથી તેઓ હવે તેને બહુ જલ્દી OTT પર જોઈ શકશે. હા, હવે OTT પર આ ફિલ્મ જોવાની ચાહકોની રાહનો અંત આવવાનો છે. નિર્માતાઓએ જાહેરાત કરી છે કે ખૂબ જ ટૂંક સમયમાં આ ફિલ્મ OTT પર રિલીઝ થવાની છે.

 

આ ઓટિટિ પર રિલીઝ થશે અવતાર-2

‘અવતારઃ ધ વે ઓફ વોટર’ આવતા મહિને 7 જૂને ‘ડિઝની પ્લસ હોટસ્ટાર’ પર રિલીઝ થઈ રહી છે. આ માહિતી આપતા પ્લેટફોર્મે કહ્યું કે અંગ્રેજી સિવાય આ ફિલ્મ તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને હિન્દીમાં સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ હશે. આ ફિલ્મ અગાઉ રેન્ટલ પ્લાન હેઠળ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે. માર્ચમાં, ફિલ્મના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી એક લિંક શેર કરવામાં આવી હતી, જ્યાં ફિલ્મ જોઈ શકાય છે. પ્રાઇમ વિડિયો અને ગૂગલ એપ પર મૂવી જોવાના વિકલ્પો પણ હતા. જો કે આ પ્લેટફોર્મ પર ફિલ્મ જોવા માટે લગભગ 850 રૂપિયા ખર્ચવા પડતા હતા, પરંતુ હવે ડિઝનીના સબસ્ક્રાઇબર્સ આ ફિલ્મને ફ્રીમાં જોઈ શકશે.તમને જણાવી દઈએ કે આ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ ડિસેમ્બર 2024માં રીલિઝ થવા જઈ રહી છે. જ્યાં ‘ધ વે ઓફ વોટર’ સમાપ્ત થાય છે ત્યાંથી તેની વાર્તા શરૂ થશે.

 

May 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક