• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - divorce - Page 8
Tag:

divorce

Shoaib Malik to marry Ayesha Omar after divorcing Sania Mirza
ખેલ વિશ્વ

સાનિયા મિર્ઝા-શોએબ મલિક ‘તલાક’: શું આયેશા ઓમર પાકિસ્તાની ક્રિકેટર સાથે લગ્ન કરવાનું વિચારી રહી છે? અભિનેત્રીએ આ જવાબ આપ્યો.

by kalpana Verat December 1, 2022
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના છૂટાછેડાની અફવાઓ વચ્ચે, દંપતીએ તેમના આગામી રિયાલિટી શોની જાહેરાત કરી અને ચાહકોને મૂંઝવણમાં મૂક્યા. 

જો કે આ દંપતી તેમના અલગ થવાની અફવાઓ વિશે  સંપૂર્ણ રીતે ચૂપ છે. પરંતુ એવી ચર્ચા છે કે પાકિસ્તાની અભિનેત્રી અને યુટ્યુબર આયેશા ઓમર સાનિયા-શોએબના લગ્નજીવનની વિલન છે. 

હવે, નેટીઝન્સે આયેશાને હોમબ્રેકર હોવા બદલ ક્રૂરતાપૂર્વક ટ્રોલ કરી. એક યુઝરે લખ્યું ‘બિગડ દિયા એક ઓરત કા ઘર’ તો બીજાએ લખ્યું, ‘ક્યૂ સાનિયા મિર્ઝા કા ઘર ખરબ કરને પર તુલી હૈ તુ… જાકે કિસી કે સે નિકાહ કર… તુજ બુઢિયા કો કે કોઈ નહીં મિલા શાદી શુદા. શોએબ હી મિલા તુઝે.’ અન્ય એકે લખ્યું, ‘તમે વાસ્તવિક અને રીલ લાઈફમાં એક જ પાત્ર ભજવી રહ્યા છો’.

આ સમાચાર પણ વાંચો:  BMC Election : મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની પુનર્રચના ફરી એકવાર અટકી. બોમ્બે હાઇકોર્ટમાં શિવસેના ની અરજી પર આ થયું….

ત્યારે આ સમગ્ર મુદ્દે આયશાએ પોતાનું મૌન તોડ્યું છે. તેણે પોતાના જવાબમાં કહ્યું છે કે તે શોએબ અને સાનિયાની  સારી મિત્ર છે. પરંતુ આ સિવાય અન્ય કોઈ પણ પ્રશ્નનો તેણે ઉત્તર આપ્યો નથી.

 

December 1, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ખેલ વિશ્વ

સાનિયા મિર્ઝાએ શોએબ મલિકથી લીધા છૂટાછેડા! આ કારણે અમે જાહેરાત નથી કરી રહ્યા….

by kalpana Verat November 28, 2022
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા (Sania Mirza) એ 12 એપ્રિલ 2010ના રોજ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક (Shoaib Malik) સાથે લગ્ન કર્યા હતા. જે પછી 30 ઓક્ટોબર 2018ના રોજ, આ સુંદર કપલના જીવનમાં એક સુંદર બાળકનો પ્રવેશ થયો. તેમના જીવનમાં બધુ જ સારી રીતે ચાલી રહ્યું હતું, પરંતુ થોડા સમય પછી તેમના અલગ થવાના (Divorce) સમાચાર મીડિયામાં આવવા લાગ્યા.

સાનિયાએ હાર્ટબ્રેક સંબંધિત એક પોસ્ટ શેર કરી છે

સાનિયા મિર્ઝા (Sania Mirza) એ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા વારંવાર તેના જીવનની સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો છે. 8 નવેમ્બરના રોજ સાનિયાએ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં એક ક્વોટ શેર કર્યો જેમાં હાર્ટબ્રેક (heart Break)  વિશે વાત કરવામાં આવી હતી. થોડા સમય પછી તેણે તે સ્ટોરી કાઢી નાખી. કેપ્શનમાંમાં લખવામાં આવ્યું હતું કે તૂટેલા દિલ ક્યાં જાય છે?

નજીકના મિત્રએ જણાવ્યું કે છૂટાછેડા થઈ ગયા છે

ઈનસાઈડ સ્પોર્ટના અહેવાલ મુજબ સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે સત્તાવાર રીતે છૂટાછેડા લઈ લીધા છે. તે અહેવાલ મુજબ સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના એક નજીકના મિત્રએ જણાવ્યું છે કે કેટલીક કાયદાકીય સમસ્યાઓના કારણે બંને તેમના છૂટાછેડાના (Divorce)  સમાચાર દુનિયાની સામે નથી રાખી રહ્યા.

આ સમાચાર પણ વાંચો:  આ કંપનીએ લોન્ચ કરી ઇલેક્ટ્રિક પિકઅપ ટ્રક, જાણો શું છે રેન્જ, ફીચર્સ અને કિંમત

સાનિયા અને શોએબ આ શો સાથે કરી રહ્યા છે

છૂટાછેડાની અફવાઓ વચ્ચે, 25 નવેમ્બર, 2022 ના રોજ, સાનિયા મિર્ઝાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર  પોતાના પ્રેમ વિશે વાત કરતી એક કવિતા શેર કરી. વાર્તામાં લખ્યું હતું કે જે દિવસે તમે અંદરથી ખૂબ ભારે અનુભવો છો, તે દિવસે તમારી જાતને એક બ્રેક આપો. તમને જણાવી દઈએ કે આ અફવાઓ વચ્ચે શોએબ મલિક અને સાનિયા મિર્ઝા એકસાથે ‘ધ મિર્ઝા મલિક શો’ નામનો શો હોસ્ટ કરવા જઈ રહ્યા છે. આ એક રિયાલિટી શો છે જે ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ, UrduFlix પર રિલીઝ થવા જઈ રહ્યો છે.

 

November 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

હમ દો હમારે દો માં જ આ કપલ હતું ખુશ- પછી સૈફ-અમૃતાને જાણે કોની નજર લાગી અને અલગ થઈ ગયા…

by Dr. Mayur Parikh September 18, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

અમૃતા સિંહ અને સૈફ અલી ખાન બંને માટે ‘મેડ ફોર ઈચ અધર’(made for each other) કહેવું ખોટું નહોતું.. પણ પછી બંને વચ્ચે એવું શું બન્યું કે ખબર જ ના પડી કે બન્ને વચ્ચે શું થયું કે પછી આ સંબંધ તૂટી ગયો. સૈફ અને અમૃતાએ 1991માં લગ્ન(marriage) કર્યા હતા પરંતુ બંને 2004માં અલગ થઈ ગયા હતા. બંનેનો આ પ્રેમ સંબંધ 14 વર્ષ પણ ટકી શક્યો નહીં.

'હમ દો હમારે દો'માં પરિવાર ખુશ હતો.1991 માં લગ્ન પછી, 1995માં અમૃતાએ એક પુત્રીને જન્મ આપ્યો, જેનું નામ બંનેએ સારા અલી ખાન(Sara Ali Khan) રાખ્યું. ત્યારે તેમના જીવનમાં એક અલગ જ પ્રકાશ ફરી વળ્યો હતો. પરંતુ તેમનો પરિવાર 2001માં પૂર્ણ થયો જ્યારે દિકરા ઈબ્રાહિમ અલી ખાનનો(Ibrahim Ali Khan) જન્મ થયો. એટલે કે હમ દો હમારી દોમાં સૈફ અને અમૃતા ખુશીથી જીવન વિતાવી રહ્યા હતા પરંતુ આ ખુશી લાંબો સમય ટકી શકી નહીં. ઈબ્રાહિમના જન્મના થોડા સમય બાદ તેમની વચ્ચે મતભેદના સમાચાર આવવા લાગ્યા. જેના કારણે આજે પણ અનેક કારણો ગણાય છે. આખરે 2004માં બંને અલગ થઈ ગયા.

આ સમાચાર પણ વાંચો : 14 વર્ષ પછી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ચાહકો નો ઇન્તઝાર થશે ખતમ- શોમાં નવા તારક મહેતા બાદ થશે આ પાત્ર ની એન્ટ્રી-પોપટલાલે કર્યો ખુલાસો 

અમૃતાએ છૂટાછેડા(divorce) માટે 5 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.જ્યારે અમૃતા સિંહ અને સૈફ અલી ખાનના છૂટાછેડા થયા ત્યારે ભરણપોષણ(elemoney) તરીકે 5 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. તે સમયે સૈફ માટે તે રકમ ચૂકવવી મુશ્કેલ હતી. આથી અઢી કરોડ રૂપિયા એકસાથે આપ્યા બાદ બાકીના અઢી કરોડ રૂપિયા હપ્તામાં આપ્યા. તે સમયે અમૃતા અને સૈફના સંબંધો એટલા ખરાબ તબક્કામાં પહોંચી ગયા હતા કે બાળકોની કસ્ટડી મળ્યા બાદ અમૃતાએ સૈફ સાથે બાળકોને મળવાનું પણ બંધ કરી દીધું હતું. આ વિશે વાત કરતા સૈફ એક ઈન્ટરવ્યુમાં ઈમોશનલ(emotional) પણ થઈ ગયો હતો.

September 18, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

શું તમને ખબર છે- વિશ્વના આ દેશમાં કોફી ન પિવડાવવા પર મળે છે તલાક-જાણો તલાકના અજીબ કાયદાઓ

by Dr. Mayur Parikh August 29, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

બે વ્યક્તિઓ વચ્ચેની એવી સમજૂતી જેમાં તેઓ એકબીજાથી છુટા પડી જાય છે. છૂટાછેડા(Divorce) લેવાના અનેક કારણો હોય છે. પરસ્પર સમજણનો(Mutual understanding) અભાવ, સાથીનો દગો આપવું કે પછી કોઈ શારીરિક અથવા તો સામાજિક સમસ્યા(A physical or social problem). પરંતુ તમે એવું માની શકો કે, એક કોફીના(coffee) કારણે છૂટાછેડા થઈ શકે છે? જી હા, આ વાત એકદમ સાચી છે. અને દુનિયાના એક દેશમાં આવો કાયદો પણ છે. આ દેશ છે પોતાના જડ અને અજીબો ગરીબ નિયમો માટે જાણીતો દેશ સાઉદી અરેબિયા(Saudi Arabia.). જ્યાં કૉફી ન આપવી એ છૂટાછેડા માટેનો આધાર બની શકે છે. નિયમ એવો છે કે, જાે પત્નીને તેનો પતિ સવારમાં સારી કૉફી આપવામાં નિષ્ફળ રહે તો પત્ની પતિથી તલાક માંગી શકે છે અને તેને મંજૂર પણ કરવામાં આવે છે. એટલે કે જો પત્ની કોફીની શોખીન હોય તો તેને રોજ સવારે સારી કૉફી મળવી જરૂરી છે. 

દુનિયામાં છૂટાછેડા માટે અનેક આવા અજીબોગરીબ કાયદાઓ છે. જેમાં એક છે ચીનનો(China) હત્યાને લગતો કાયદો. ચીનના એક બહુ જૂના કાયદા અનુસાર જાે સ્ત્રીને લાગે છે કે, તેનો પતિ તેને દગો દઈ રહ્યો છે(betraying), તો પત્ની તેની હત્યા કરી શકે છે. જો કે, આ કાયદાની ખાસ વાત એ છે કે, પત્નીએ કોઈ હથિયાર વિના એટલે કે પોતાના હાથથી જ પતિની હત્યા કરવાની રહે છે. 

કહેવાય છે કે,પુરુષો ભૂલકણા હોય છે. અને આ એક ભૂલવાની ભૂલ તેમને ભારે પડી શકે છે, જો તેઓ સમોએ દેશમાં હોય તો. આ દેશમાં તલાકથી બચવા માટે પતિઓએ તારીખો ખાસ યાદ રાખવી પડશે. એમાં પણ ખાસ તો પત્નીનો જન્મદિવસ. સમોઆના એક કાયદા પ્રમાણે તો પતિ પોતાની પત્નીને જન્મદિવસની શુભેચ્છા(Happy Birthday Wish)આપતા ભૂલી જાય તો પત્ની તેને તલાક આપી શકે છે. 

આ સમાચાર પણ વાંચો:  લ્યો કરો વાત- દુનિયાના આ સૌથી અમીર વ્યક્તિની માતા સુવે છે કોઈ રાજગાદી પર નહીં પણ ગેરેજમાં સુવે છે- અબજોપતિની માતાએ કર્યો ખુલાસો

મોટા ભાગના દેશોમાં છૂટાછેડા લેવા કાનૂની છે. પરંતુ કેટલા દેશો એવા છે જ્યાં છૂટાછેડા લેવા ગુનો હોય શકે છે. ફિલિપિન્સમાં(Philippines) છૂટાછેડા લેવા ગુના છે. એટલે જ કેટલાક લોકો વિદેશમાં જઈને છૂટાછેડા લે છે. જો કે આ છૂટાછેડા ફિલિપિન્સમાં માન્ય નથી ગણાતા. જોકે ભારત આ મામલે ઘણું જ આગળ અને મુક્ત વિચારસરણી ધરાવતો દેશ છે. આ દેશમાં પુરુષ અને સ્ત્રીને સમાન અધિકારી મળે છે અને છૂટાછેડા લેવા માટે બંનેની સહમતિ જરૂરી છે. અહીં તો છૂટાછેડા પહેલા યુગલને એક તક પણ આપવામાં આવે છે. સાથે જ ભારત એવા ગણતરીના દેશોમાંથી છે જ્યાં ત્રિપલ તલાકને કાયદાકીય છૂટાછેડા તરીકે માન્યતા નથી આપવામાં આવી. એટલે કે ભારતના છૂટાછેડાના કાયદા દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં ઘણા સારા છે.

August 29, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

સુષ્મિતા સેન ના ભાઈ સાથે થયો દગો-પત્ની ચારુ અસોપા એ પતિ થી છુપાવી આટલી મોટી વાત-જાણો વિગત

by Dr. Mayur Parikh July 1, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

ટીવી અભિનેત્રી અને સુષ્મિતા સેનની ભાભી ચારુ આસોપાએ (Charu Asopa)આખરે તેમના સંબંધો પર મૌન તોડ્યું છે. ચારુ અસોપા અને રાજીવ સેનનું અંગત જીવન (private life)હંમેશા સમાચારોમાં રહે છે. તેમના અલગ થવાના સમાચાર ઘણા દિવસોથી સોશિયલ મીડિયા(social media) પર ચર્ચામાં છે. દરમિયાન, ચારુની યુટ્યુબ ચેનલ પર તેના પતિ રાજીવની ગેરહાજરી લોકોના મનમાં વધુ પ્રશ્નો ઉભા કરી રહી હતી. હાલમાં જ ચારુ અસોપાએ એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે રાજીવ સેનથી અલગ(separate) થવા માંગે છે.

ચારુ આસોપાએ પોતાના અને રાજીવના સંબંધો (Rajeev sen)વિશે વાત કરતા કહ્યું કે બધા જાણે છે કે જ્યારથી અમે લગ્ન કર્યા છે ત્યારથી અમારા લગ્નજીવનમાં(married life) સમસ્યા છે. પરંતુ હું રાજીવને તક આપતી રહી. પહેલા તે મારા માટે હતું અને પછી અમારી પુત્રી જીઆના માટે. પણ આવી તકો આપતાં ત્રણ વર્ષ વીતી ગયાં ત્યારે મને કંઈ ખબર જ ન પડી. અમારા સંબંધોમાં વિશ્વાસનો(trust) મુદ્દો છે જે હવે હું સંભાળી શકતી નથી.ચારુ આસોપાએ વધુમાં જણાવ્યું હતું કે તેણે રાજીવ સેનને માત્ર એક સાદી નોટિસ(notice) મોકલી હતી અને તેને મૈત્રીપૂર્ણ રીતે અલગ થવાનું કહ્યું હતું. ચારુએ કહ્યું કે અમારા સંબંધોમાં કંઈ બાકી નથી. હું અલગ થવા માંગુ છું કારણ કે હું નથી ઈચ્છતી કે મારી દીકરી આવા વાતાવરણમાં ઉછરે.તે જ સમયે, રાજીવ સેને તેના પ્રથમ લગ્ન વિશે છુપાવવાનો આરોપ લગાવ્યો છે.રાજીવ કહે છે કે 'તેના પહેલા લગ્ન વિશે કોઈને ખબર ન હતી. તે મારા માટે આઘાતની જેમ સામે આવ્યો અને તેણે મને ખરાબ રીતે હચમચાવી દીધો. લગ્નના ત્રણ વર્ષ સુધી મને કોઈ ખ્યાલ નહોતો. હું સમજું છું કે તે તેનો ભૂતકાળ હતો, પરંતુ તેણે ઓછામાં ઓછું મને કહેવું જોઈતું હતું અને મેં તેને સન્માન સાથે સ્વીકાર્યું હોત.' 

આ સમાચાર પણ વાંચો : કાર્તિક આર્યને પહેલીવાર રણબીર કપૂર સાથે મિલાવ્યો હાથ- બોલિવૂડના આ દિગ્ગ્જ ડિરેક્ટર ની આગામી ફિલ્મ માં આવી શકે છે નજર

તમને જણાવી દઈએ કે ચારુ આસોપાએ ઘણી ટીવી સીરિયલ્સમાં(TV serials) કામ કર્યું છે અને તે ટીવી જગતની પ્રખ્યાત અભિનેત્રી છે. સોશિયલ મીડિયા પર ચારુની ફેન ફોલોઈંગ(fan following) પણ લાખોમાં છે.

July 1, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

લગ્ને લગ્ને કુંવારા જેવા 91 વર્ષના રૂપર્ટ મર્ડોક હવે ફરી તલાક લેશે- સૌથી મોંઘા છૂટાછેડા હશે

by Dr. Mayur Parikh June 24, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

ઓસ્ટ્રેલિયન-અમેરિકન ઉધોગપતિ(Australian-American businessman)અને મીડિયા ટાયકૂન તરીકે વિશ્વભરમાં જાણીતા રૂપર્ટ મર્ડોક(Rupert Murdoch) ફરી એકવાર છૂટાછેડા(divorce) લેવા જઈ રહ્યા છે. છ વર્ષ પહેલા મર્ડોકે ચોથી વખત લગ્ન કર્યા હતા. 

'ધ ન્યૂયોર્ક ટાઈમ્સ'માં છપાયેલા સમાચાર અનુસાર, 91 વર્ષીય મીડિયા ટાયકૂન રુપર્ટ મર્ડોકે(Rupert Murdoch) અભિનેત્રી પત્ની જેરી હોલ(Jerry Hall)થી અલગ થવાનો નિર્ણય લીધો છે. યુગલે તેમના 6 વર્ષ જૂના લગ્નજીવન(Married life)ને સમાપ્ત કરવા જઈ રહ્યા છે અને ટૂંક સમયમાં છૂટાછેડા માટે અરજી કરશે. તેની અસર દુનિયાભરમાં ફેલાયેલા રૃપર્ટ મર્ડોકના ન્યૂઝ પેપર બિઝનેસ(Newspaper business) પર પણ પડે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : હોસ્પીટલમાં દાખલ સોનિયા ગાંધીને હવે આ તારીખે ઈડી સમક્ષ હાજર થવાનું ફરમાન- જાણો વિગતે

રુપર્ટ મર્ડોકના આ ચોથા લગ્ન(4th Marriage) હતા. તેમના પ્રથમ લગ્ન પેટ્રિશિયા બુકર(Patricia Booker) સાથે થયા હતા, જે 1956 થી 1967 સુધી ચાલ્યા હતા. મર્ડોકના બીજા લગ્ન અન્ના મારિયા ટોર્વ(Anna Maria Torv) સાથે હતા, જે 1967 થી 1999 સુધી ચાલ્યા હતા. મીડિયા ટાયકૂન 1999માં વેન્ડી ડેંગ(Wendy Deng) સાથે ત્રીજી વખત લગ્ન કર્યા હતા, જે 2013 સુધી ચાલ્યા હતા. રુપર્ટ મર્ડોકે 2016માં 65 વર્ષીય જેરી હોલ(Jerry Hall) સાથે લગ્ન કર્યા જેણે 'બેટમેન' અને 'ધ ગ્રેજ્યુએટ' જેવી હોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે.

છૂટાછેડા(divorce)માં પતિએ પત્નીને વળતર ચૂકવવું પડે છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે 14 અબજની સંપત્તિના માલિક રૂપર્ટ મર્ડોકને જેરી હોલને મોટી રકમ ચૂકવવી પડી શકે છે. જો કે હજુ સુધી તેના વિશે વધુ માહિતી સામે આવી નથી. તમને જણાવી દઈએ કે એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસ(Jeff Bezoz)ના છૂટાછેડા અત્યાર સુધીના સૌથી મોંઘા રહ્યા છે. મેકેન્ઝી બેઝોસ સાથે છૂટાછેડા માટે તેણે $38 બિલિયન અથવા લગભગ 2.6 લાખ કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા હતા.

June 24, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

વિલ સ્મિથના સંબંધો પર ભારે પડી ઓસ્કરની થપ્પડ, શું પત્ની જેડા પિંકેટને છૂટાછેડા પર આટલા મિલિયન ડોલર ચૂકવવા પડશે?

by Dr. Mayur Parikh April 23, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

હોલીવુડમાંથી (hollywood) એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. તમને બધાને તાજેતરનો થપ્પડનો કિસ્સો યાદ તો યાદ જ હશે કે કેવી રીતે વિલ સ્મિથે ઓસ્કાર 2022 (oscar 2022) ના હોસ્ટ ક્રિસ રોકને (kris rock) થપ્પડ મારી હતી. હવે સમાચાર એવા સામે આવી રહ્યા છે કે થપ્પડ કાંડ બાદ વિલ સ્મિથ (Will smith) અને પત્ની જેડા (Jada Pinkett) વચ્ચે તણાવનું વાતાવરણ છે.

ઇન્ટરનેશનલ સિનેમાના કોરિડોરમાં એવી ચર્ચા છે કે જેડા પિંકેટ (Jada Pinkett) થપ્પડના કૌભાંડને કારણે વિલ સ્મિથ સાથે વાત નથી કરી રહી. બંને વચ્ચે ભાગ્યે જ કોઈ વાતચીત થાય છે. એક ઈન્ટરનેશનલ  મીડિયા (international media) માં પ્રકાશિત થયેલા અનુસાર, બંને એક ઘરમાં રહે છે પરંતુ વાતચીત બંધ છે. બંને વચ્ચે તણાવ ઘણો વધી રહ્યો છે. આ કિસ્સામાં, મામલો છૂટાછેડા (divorce) માટે કોર્ટમાં (court) પહોંચી શકે છે.તમને જણાવી દઈએ કે આ પહેલા પણ જેડા  પિંકેટ (Jada Pinkett)અને વિલ સ્મિથ (Will smith) અલગ થઈ ચૂક્યા છે. લગ્ન પછી પિંકેટ નું અફેર બીજે ચાલ્યું હતું. પરંતુ પાછળથી તેણીને સમજાયું કે તે સ્મિથ વિના જીવી શકશે નહીં અને તે પાછી આવી હતી.

આ સમાચાર પણ વાંચો : પાન મસાલાની જાહેરાત પર ટ્રોલ થયેલા અક્ષય કુમારે ચાહકોની માંગી માફી, કરી આ મોટી જાહેરાત

એક ઈન્ટરનેશનલ મેગેઝીન અનુસાર, ઓસ્કરમાં (Oscar 2022) થપ્પડ કાંડ ના કારણે કપલ વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. જોકે, પહેલા પણ તેમની વચ્ચે બધુ બરાબર નહોતું. પરંતુ હવે સ્થિતિ વણસી ગઈ છે. જો બંને અલગ થાય છે, તો સ્મિથને સૌથી વધુ નુકસાન થશે. કેલિફોર્નિયાના (California) કાયદા અનુસાર, છૂટાછેડાની (divorce) સ્થિતિમાં, પતિએ તેની અડધી મિલકત પત્નીને આપવી પડે છે.જો વિલ અને તેની પત્ની અલગ થવાનું નક્કી કરે, તો અભિનેતાને આર્થિક રીતે નુકસાન થઈ શકે છે. તમને જણાવી દઈએ કે વિલ સ્મિથ 350 મિલિયનની (350 milian dolar) પ્રોપર્ટીના માલિક છે. આવી સ્થિતિ માં વીલ ની અડધી સંપત્તિ તેની પત્ની જેડા ને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો આવું થાય છે તો તે શોબિઝમાં સૌથી ખરાબ છૂટાછેડા હશે. આ પહેલા એન્જેલિના જોલી (Anjelina joly) અને બ્રાડ પિટના (Bred pit) છૂટાછેડા ચર્ચામાં હતા. જે સૌથી લાંબા ચાલ્યા હતા .

April 23, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

અનુપમા-અનુજના લગ્ન પહેલા વનરાજને લાગવાનો છે મોટો ઝટકો, શાહ પરિવાર ને પોતાના ઈશારાઓ પર નચાવશે રાખી દવે; જાણો અનુપમા માં આવનાર નવા ટ્વિસ્ટ વિશે

by Dr. Mayur Parikh April 8, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

અનુપમાની વાર્તામાં ઘણું બધું ચાલી રહ્યું છે અને આવનારા એપિસોડમાં આપણને ઘણા રસપ્રદ વળાંકો જોવા મળશે. અગાઉ એવું જોવામાં આવ્યું હતું કે અનુપમા આ વખતે શાહ હાઉસમાં કોઈ બેરોજગાર સભ્યની પરવા કરતી નથી અને તેથી તે કામ પર જાય છે. આમ અનુપમા તેની ડાન્સ એકેડમીમાં પહોંચે છે જ્યાં અનુજ તેની રાહ જોઈ રહ્યો હોય છે. લગ્ન પહેલા અનુજ અને અનુપમાનો રોમાંસ ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યો છે. અનુજ એકેડમીમાં અનુપમાને ગજરો આપે છે. અનુપમા શરમાઈ જાય છે.  અનુપમા અને અનુજની આ પ્રેમભરી પળો એક સાથે ખૂબ જ સુંદર લાગી રહી છે.

બીજી બાજુ વનરાજ ખૂબ જ નિરાશ થઈ રહ્યો છે અને આગળ શું કરવું તે સમજાતું નથી. બિચારો વનરાજ સંપૂર્ણપણે ભાંગી ગયો છે અને તેનું ભાવનાત્મક ભંગાણ સામે આવશે. વનરાજની નિરાશા ઓસરવાની નથી કારણ કે તેને હમણાં જ બીજો આંચકો લાગવાનો  છે. વનરાજને આ ફટકો કાવ્યા સિવાય બીજું કોઈ નહીં આપે. હવે કાવ્યા પણ વનરાજને છોડીને આગળ વધવા જઈ રહી છે. તમે સાંભળીને ચોંકી ગયા હશો પરંતુ સત્ય એ છે કે કાવ્યા હવે વનરાજથી છૂટાછેડા લેવા જઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : આલિયા ભટ્ટ-રણબીર કપૂરના લગ્નના સમાચાર વચ્ચે સોશિયલ મીડિયા પર થયો મીમ્સ નો વરસાદ; જુઓ રસપ્રદ વીડિયો અને પોસ્ટ

લોકપ્રિય શો અનુપમા શોના આગામી ટ્રેકમાં તમે કાવ્યાના કેટલાક મોટા દ્રશ્યો જોવાના છો. કાવ્યાને તેના ભવિષ્યની ચિંતા હોવાથી તેણે રાખીની મદદ લેવાનું નક્કી કરે છે. કાવ્યા રડશે કે તેની મદદ કરવાવાળું કોઈ નથી અને રાખીને બધો ડ્રામા ખબર પડી જશે. બીજી બાજુ, તોશુ પણ રાખીની મદદ માંગે છે જેનાથી કિંજલ એકદમ ચોંકી જાય છે. કિંજલ એ જોઈને નારાજ થઈ જાય છે કે તોશુમાં કોઈ આત્મસન્માન નથી અને તે ફરીથી રાખી પાસે મદદ માટે પૂછે છે. કિંજલને ચિંતા છે કે રાખીને સત્ય ખબર પડી ગઈ છે અને હવે તે આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવશે. હકીકતમાં એવું જ થવાનું છે.હવે આગામી ટ્રેકમાં રાખી દવે કાવ્યાને મળશે અને બંને વચ્ચે મોટી ડીલ થવાની છે. રાખી કાવ્યાને નોકરીની ઓફર કરે છે અને નોકરી લીધા પછી વનરાજને છૂટાછેડા આપવાનું કહે છે. રાખીએ કાવ્યાને આગળ વધવાની અને શાહ હાઉસની બહાર જવાની સલાહ આપી. હવે આગામી ટ્રેકમાં વધુ શું ડ્રામા થશે તે જોવું રસપ્રદ રહેશે.

April 8, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

શોકિંગ! ભાજપના પ્રેમમાં મહિલાનું ઘર ભાંગ્યુ, ભાજપને મત આપતા પતિએ ઘરમાંથી કાઢી મૂકી. છૂટાછેડાની ધમકી આપી હોવાની મહિલાએ પોલીસને કરી ફરિયાદ જાણો વિગતે

by Dr. Mayur Parikh March 22, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વોટ આપવો એક મુસ્લિમ મહિલાને ભારે પડ્યું છે. ભાજપના પ્રેમમાં બરેલીની આ મહિલાનું ઘર ભાંગી ગયું હોવાનો ગણણગાટ થઈ રહ્યો છે. તેના પતિએ તેને ઘરમાંથી કાઢી મૂકી છે અને હવે ત્રણ વખત તલાક બોલીને છૂટાછેડા આપવાની ધમકી આપી રહ્યો છે એવી ફરિયાદ તેણે પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

પીડિત મહિલાએ  એક વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા. તેણે પોલીસને કરેલી ફરિયાદ બાદ પોલીસે તેના પતિ અને સાસરિયા વિરુદ્ધ કેસ નોંધી તપાસ ચાલુ કરી છે. આ બનાવની નોંધ રાષ્ટ્રીય મહિલા આયોગે પણ લીધી છે અને મહિલાના પતિ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવા માટે કહ્યુ છે. તેમ જ તેનો રિપોર્ટ સાત દિવસમાં આપવા કહ્યું છે.

 આ સમાચાર પણ વાંચો :  RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડી, તેમની કિડની માત્ર 13 ટકા કરી રહી છે કામ. આ હોસ્પિટલમાં કરાયા રેફર.. જાણો વિગતે

પીડિત મહિલા ઉઝમા બરેલીના એઝાઝનગર ગૌંટિયાની રહેવાસી છે. તેણે વર્ષ પહેલા તસ્લીમ અંસારી સાથે નિકાહ કર્યા હતા. વિધાનસભાની 14 ફેબ્રુઆરીના ચૂંટણી હતી, તેના બે દિવસ પહેલા તેના પતિના મામાએ આવીને તેને સમાજવાદી પાર્ટીના ઉમેદવારને વોટ આપવા કહ્યું હતું, છતાં તેણે ભાજપને વોટ આપ્યો હતો.  ભાજપે મુસ્લિમ મહીલાઓને ટ્રીપલ તલાકથી બચાવી હોવાથી તેણે ભાજપને વોટો આપ્યો હોવાનું કહેતા  પતિએ તેને ધમકાવીને ઘરની બહાર કાઢી મૂકી હોવાની ઉઝમાએ પોલીસમાં ફરિયાદ કરી છે. પતિ તેને ત્રણ વખત તલાક બોલીને છૂટાછેડા આપવાની ધમકી આપી રહ્યો હોવાનું પણ ઉઝમાએ કહ્યું હતું.

March 22, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

રાખી સાવંતે પતિ રિતેશથી અલગ થવાની કરી જાહેરાત, ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરી આપી આ માહિતી; જાણો વિગત

by Dr. Mayur Parikh February 15, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 15 ફેબ્રુઆરી 2022

મંગળવાર

અભિનેત્રી રાખી સાવંતે જાહેરાત કરી છે કે તે પતિ રિતેશ સિંહથી અલગ થઈ રહી છે. બંને જાન્યુઆરીમાં સમાપ્ત થયેલા બિગ બોસ 15માં સાથે જોવા મળ્યા હતા. શો પછી બંનેએ સ્વીકાર્યું કે તેઓએ ક્યારેય કાયદેસર રીતે લગ્ન કર્યા નથી. રાખીએ આ શોમાં જ રિતેશનો પહેલીવાર પરિચય કરાવ્યો હતો.રાખી સાવંતે લખ્યું, “પ્રિય ચાહકો અને શુભેચ્છકો, માત્ર એટલું જ કહેવા માંગતી હતી કે રિતેશ અને મેં અલગ થવાનો નિર્ણય લીધો છે. બિગ બોસ શો પછી ઘણું બધું થયું છે અને હું કેટલીક બાબતોથી અજાણ હતી જે મારા નિયંત્રણની બહાર હતી. અમે અમારા મતભેદોને દૂર કરવા અને વસ્તુઓને કાર્યશીલ બનાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ મને લાગે છે કે અમે બંને સૌહાર્દપૂર્ણ રીતે આગળ વધીએ અને અમે બંને અલગ અલગ અમારા  જીવનનો આનંદ માણીએ તે શ્રેષ્ઠ છે. ,

તેણે વધુમાં ઉમેર્યું હતું કે, "હું ખરેખર દુઃખી છું કે તે વેલેન્ટાઈન ડે પહેલા થવાનું હતું પરંતુ નિર્ણય લેવો પડ્યો. હું રિતેશને જીવનની તમામ શુભકામનાઓ પાઠવું છું પરંતુ મારા માટે જીવનના આ તબક્કે મારે મારા કામ અને મારા જીવન  પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. અને મારી જાતને ખુશ અને સ્વસ્થ રાખવી પડશે. હંમેશા મને સમજવા અને ટેકો આપવા બદલ આભાર!" રાખી સાવંતે થોડાં વર્ષ પહેલાં લગ્નની જાહેરાત કરી હતી. તેણે રિતેશને દુનિયાનો પરિચય કરાવવા બિગ બોસ 15 પસંદ કર્યો.રાખી સાવંતે કહ્યું કે જ્યારે તેણે કહ્યું કે તે પરિણીત છે તો કોઈએ તેના પર વિશ્વાસ કર્યો નહીં. ત્યારબાદ રિતેશ ને  તેણી એ  ભારત આવવા અને રિસેપ્શન આપવાની ઓફર કરી જ્યાં તેણી સત્તાવાર રીતે તેનો પરિચય કરાવી શકે. જોકે, આ દરમિયાન તેને એક રિયાલિટી શોની ઓફર થઈ હતી. તેણે કહ્યું, "આ ત્યારે જ છે જ્યારે મેં બિગ બોસ 15 પર મારા લગ્નની જાહેરાત કરવાનું નક્કી કર્યું. આ શો પણ એટલો લોકપ્રિય છે અને આખી દુનિયામાં જોવામાં આવે છે, જે મારા માટે દુનિયાને જણાવવાનું સરળ બનાવે છે."

સોનમ કપૂરના પતિ આનંદ આહુજા પર લાગ્યો છેતરપિંડી નો ગંભીર આરોપ; જાણો શું છે સમગ્ર મામલો

ડિસેમ્બરમાં એક મીડિયા હાઉસ  સાથે વાત કરતા રિતેશે દાવો કર્યો હતો કે, "મારી પ્રથમ પત્ની વિશે, તે હવે ત્યાં નથી, પરંતુ તે 2017થી મને હેરાન કરી રહી છે. તે મને ફસાવી રહી છે અને તમામ પ્રકારના આરોપો લગાવી રહી છે. હું વિગતવાર પ્રેસ કોન્ફરન્સ કરીશ. અને તેના સત્યનો પર્દાફાશ કરીશ.ત્યારબાદ હું ઈચ્છું છું કે લોકો નક્કી કરે કે કોણ સાચુ છે અને કોણ ખોટું છે.આ મહિલાના કારણે મને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે.તેણે મારી સાથે જે કંઈ કર્યું છે તે, હું તેના વિશે બધું કહીશ. "

February 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક