• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - diwali
Tag:

diwali

Deepika Padukone Shares First Photo of Daughter Dua, Sister Anisha Reveals Cute Nickname
મનોરંજન

Deepika Padukone: દીપિકા અને રણવીર એ તેમની દીકરી દુઆનો પ્રથમ લુક શેર કર્યો, તો બહેન અનિષાએ જાહેર કર્યું ભત્રીજી નું ક્યૂટ નિકનેમ

by Zalak Parikh October 23, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Deepika Padukone: બોલીવૂડની લોકપ્રિય જોડી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ  એ આ દિવાળીએ પોતાની દીકરી દુઆ પાદુકોણ સિંહ નો પ્રથમ લુક જાહેર કર્યો. દીપિકા અને દુઆ બંને લાલ રંગના પરંપરાગત સબ્યસાચી ડ્રેસમાં જોવા મળ્યા. દુઆની ક્યૂટનેસ અને સ્મિતે સોશિયલ મીડિયા પર લોકો ના દિલ જીતી લીધા.

આ સમાચાર પણ વાંચો : YRKKH Twist: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં અરમાન અને અભીરા ના થશે લગ્ન, આ બંને નું જીવન હરામ કરવા થશે આ પાત્ર ની એન્ટ્રી

અનિષા પાદુકોણે નિકનેમ જાહેર કર્યું 

દીપિકા પાદુકોણની બહેન અનિષા પાદુકોણ એ ઈન્સ્ટાગ્રામ પર દુઆ માટે લખ્યું: “મારા દિલ નો ટુકડો, મારી ટિંગૂ”. આ ક્યૂટ નિકનેમ તરત જ વાયરલ થઈ ગયું. ફેન્સે દુઆને “મિની દીપિકા” અને “નવી પારલે જી ગર્લ” કહીને પ્રેમ વ્યક્ત કર્યો.કેટલાક લોકો એ તેને રણવીર સિંહ ની કાર્બન કોપી પણ ગણાવી. તસવીરોમાં રણવીર ક્રીમ કલરના એથનિક વેરમાં, જ્યારે દીપિકા અને દુઆ લાલ રંગના ડ્રેસમાં શાહી અંદાજમાં જોવા મળ્યા હતા.’

 

View this post on Instagram

 

A post shared by दीपिका पादुकोण (@deepikapadukone)


દુઆનો જન્મ 8 સપ્ટેમ્બર 2024ના રોજ થયો હતો. ગયા વર્ષે દિવાળીએ દીપિકા-રણવીરે લખ્યું હતું: “દુઆ: જેનો અર્થ છે પ્રાર્થના. કારણ કે તે અમારી પ્રાર્થનાઓનો જવાબ છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 23, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Green Crackers દિવાળી પહેલા દિલ્હીને સુપ્રીમ કોર્ટની ભેટ, જાણો ગ્રીન ફટાકડા ને મંજૂરી આપવા
દેશવધુ સમાચાર

Green Crackers: દિવાળી પહેલા દિલ્હીને સુપ્રીમ કોર્ટની ભેટ, જાણો ગ્રીન ફટાકડા ને મંજૂરી આપવા પાછળનું કારણ

by samadhan gothal October 15, 2025
written by samadhan gothal

News Continuous Bureau | Mumbai
Green Crackers આ દિવાળીએ દિલ્હી-NCRમાં માત્ર ગ્રીન ફટાકડાનો જ ઉપયોગ થશે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે દિવાળીના બે દિવસ પહેલા અને દિવાળીના દિવસે એટલે કે 18 થી 21 ઓક્ટોબર સુધી માત્ર સવારે 6 થી 7 વાગ્યા અને રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ગ્રીન ફટાકડા ફોડી શકાશે. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય પર્યાવરણની સુરક્ષા અને લોકો ના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લીધો છે. કોર્ટે કહ્યું કે ફટાકડાના કારણે લોકોને ગંભીર નુકસાન થાય છે, તેથી ચિંતા અને ઉત્સવના અધિકારોમાં સંતુલન જાળવવું જરૂરી છે.

માત્ર NEERI પ્રમાણિત ગ્રીન ફટાકડાનો જ ઉપયોગ

સુપ્રીમ કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો છે કે માત્ર NEERI પ્રમાણિત ગ્રીન ફટાકડાના વેચાણ અને ઉપયોગની જ મંજૂરી હશે. આ ફટાકડા પર QR કોડ ફરજિયાત હશે અને અન્ય ફટાકડાને ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવશે નહીં. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અધિકારીઓને પેટ્રોલિંગ ટીમ ગઠિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જે એ સુનિશ્ચિત કરશે કે માત્ર પ્રમાણિત ગ્રીન ફટાકડાનું જ વેચાણ અને ઉપયોગ થાય. ઉલ્લંઘન કરનારાઓને નોટિસ આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Ravi Naik: ગોવાના પૂર્વ મુખ્યમંત્રી રવિ નાઈકનું નિધન, 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, PM એ આપી શ્રદ્ધાંજલિ.

ઉદ્યોગના અધિકારો વચ્ચે સંતુલન જરૂરી

કોર્ટે કહ્યું કે સામાન્ય વ્યક્તિઓ અને ઉદ્યોગના અધિકારો વચ્ચે સંતુલન બનાવવું જરૂરી છે અને આ વખતે દિવાળીમાં ફક્ત સુરક્ષિત અને પર્યાવરણ અનુકૂળ ગ્રીન ફટાકડાના ઉપયોગની જ મંજૂરી આપવામાં આવી રહી છે. છેલ્લા છ વર્ષોમાં ગ્રીન ફટાકડામાં સુધારો થયો છે. 2024 માં GNCTDએ ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો હતો, પરંતુ હવે દિલ્હી અને કેન્દ્ર સરકારે પ્રતિબંધમાં ઢીલ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

October 15, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gold Price દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ
વેપાર-વાણિજ્ય

Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ

by Dr. Mayur Parikh September 13, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

Gold Price સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ તોડી રહ્યા છે. બંનેની કિંમતો રોકેટની ઝડપે આગળ વધી રહી છે અને બજારમાં દરરોજ સોના અને ચાંદીના ભાવ વધી રહ્યા છે. આ સ્થિતિમાં, ગ્રાહકો મૂંઝવણમાં છે કે જે રીતે સોના અને ચાંદીની કિંમત વધી રહી છે, શું તે આ જ રીતે ઘટશે કે પછી વધતી જ રહેશે? સતત વધતી જતી કિંમતોને જોઈને ગ્રાહકો આશ્ચર્યચકિત થવાની સાથે-સાથે પરેશાન પણ છે.

ચાંદીમાં મોટો ઉછાળો, સોનાનો ભાવ પણ વધ્યો

શુક્રવારે એક જ દિવસમાં ચાંદી ₹3,900 વધીને ₹1,29,100 પ્રતિ કિલોગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ, જે ગુરુવારે ₹1,25,200 પ્રતિ કિલોગ્રામ પર હતી. તે જ સમયે, સોનું ₹600 મોંઘું થઈને ₹1,09,900ના સર્વકાલીન રેકોર્ડ સ્તરે પહોંચી ગયું. સોના અને ચાંદીના વધતા ભાવને જોતા લાગે છે કે આ બંને હવે મધ્યમવર્ગીય પરિવારોના બજેટની બહાર જઈ રહ્યા છે અને લોકોની ચિંતા વધી છે.

દિવાળી સુધીમાં ભાવ ક્યાં પહોંચશે?

બુલિયન વેપારીઓના મતે, જે રીતે સોના અને ચાંદીના ભાવમાં તેજી આવી છે, આવી પરિસ્થિતિ પહેલા ક્યારેય જોવા મળી નથી. દિવાળી પહેલા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધુ ઉછાળો આવશે, જેના કારણે દિવાળી સુધીમાં સોનાની કિંમત ₹1.20 લાખ પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત ₹1.50 લાખ પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. જોકે, આ સમયગાળા દરમિયાન ટ્રેડ ટેરિફ અથવા અન્ય કારણોસર ભાવમાં ઘટાડો થાય તો ₹2,000 થી ₹3,000નો તફાવત જોવા મળી શકે છે, પરંતુ સોના અને ચાંદીના ભાવમાં વધારો નિશ્ચિત છે.

આ સમાચાર પણ વાંચો : Vrindavan: વૃંદાવન જ નહીં, પાકિસ્તાન સુધી છે બાંકેબિહારીજીની સંપત્તિ,મંદિર પ્રબંધન કમિટી કરી રહી છે આ કામ

ભાવ ઘટવાની શક્યતા ઓછી

વેપારીઓ જણાવે છે કે સોના અને ચાંદીના ભાવ વધતા-ઘટતા રહે છે, પરંતુ જે રીતે હાલમાં ભાવ દૈનિક ધોરણે વધી રહ્યા છે, તેવું પહેલાં ક્યારેય જોવા મળ્યું નથી. પહેલાં ₹200 થી ₹300નો સામાન્ય વધારો જોવા મળતો હતો, પરંતુ હવે દરરોજ ₹1,000 થી ₹3,000 સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે, જેના કારણે બજાર પણ પ્રભાવિત થયું છે. આ જોતાં, નજીકના ભવિષ્યમાં સોના અને ચાંદીના ભાવ ઘટવાની શક્યતા બહુ ઓછી છે.

September 13, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ayodhya's Deepotsav 2025 to Set New Guinness World Record with Over 26 Lakh Diyas
દેશ

Ayodhya’s Deepotsav 2025: આ વખતે દિવાળી માં અયોધ્યા દીપોત્સવમાં બનશે નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, આટલા લાખથી વધુ દીવાઓથી ઝળહળશે રામનગરી

by Akash Rajbhar September 9, 2025
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

અયોધ્યા દીપોત્સવમાં આ વખતે નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવશે. 26 લાખથી વધુ દીવાઓથી સરયુ નદીનો કિનારો, રામ કી પૈડી અને અન્ય ઘાટ ઝળહળી ઉઠશે. આ માટે પર્યટન વિભાગ દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. રામનગરી અયોધ્યામાં એકવાર ફરી પોતાનો જ રેકોર્ડ તોડવાની તૈયારીઓ ચાલી રહી છે. પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહે જણાવ્યું કે વિભાગની તૈયારીઓ ઝડપથી ચાલી રહી છે. અયોધ્યામાં 2017થી ભવ્ય અને દિવ્ય દીપોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અને આ પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ ઉત્સાહભેર ઉજવણી થશે.

વિશ્વસ્તર પર અયોધ્યાની ઓળખ વધુ મજબૂત થશે

મંત્રીએ જણાવ્યું કે, દીપોત્સવ ફક્ત અયોધ્યાની સાંસ્કૃતિક ભવ્યતાને જ નહીં, પરંતુ વિશ્વ સ્તરે તેની ઓળખને વધુ મજબૂત કરશે. તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ બીજા દીપોત્સવને ભવ્યતા અને દિવ્યતાથી ઉજવવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રામ કી પૈડી સહિત અન્ય ઘાટ પર આ વખતે 26 લાખથી વધુ દીવાઓ પ્રગટાવીને નવો વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવશે. આ સાથે જ, સરયુ નદીના કિનારે અત્યાર સુધીની સૌથી મોટી આરતીનું આયોજન પણ કરવામાં આવશે, જેમાં 1100થી વધુ ધર્માચાર્યો, સંત-મહાત્માઓ અને નગરજનો ભાગ લેશે. આયોજનના ત્રણ દિવસ પહેલાંથી સ્થળ પર તૈયારીઓ શરૂ કરવામાં આવશે અને ગિનિસના ધોરણો મુજબ ડિઝાઇન વગેરેનું સંકલન કરવામાં આવશે.’

આ સમાચાર પણ વાંચો : Nepal Government: નેપાળ સરકારનો યુ-ટર્ન: વ્યાપક વિરોધ અને હિંસા બાદ સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવતા આપ્યું આવું કારણ

જવાબદારી કોણ નિભાવશે?

આ વર્લ્ડ રેકોર્ડ માટે વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકો સહયોગ કરશે. સ્વયંસેવકો ગિનિસ વર્લ્ડ રેકોર્ડના ધોરણો મુજબ દીવાઓની સજાવટ, દીવા પ્રગટાવવા, ગણતરી અને ચકાસણીની જવાબદારી નિભાવશે. દીપોત્સવ માટે પર્યટન વિભાગ, જિલ્લા પ્રશાસન, અવધ વિશ્વવિદ્યાલય અને અન્ય સંસ્થાઓ સાથે સતત સંકલન કરી રહ્યું છે. મુખ્ય સચિવ (પર્યટન અને સંસ્કૃતિ) મુકેશ કુમાર મેશરામે કહ્યું કે, દીપોત્સવ આપણી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાઓને દર્શાવે છે. આ વર્ષે અયોધ્યામાં આયોજિત દીપોત્સવને ગયા વર્ષોની સરખામણીમાં વધુ ભવ્ય બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

September 9, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Festival Special Trains તહેવારોની સિઝનમાં મુસાફરોની 'રેલ'ની 'રેલચેલ
દેશ

Festival Special Trains: તહેવારોની સિઝનમાં મુસાફરોની ‘રેલ’ની ‘રેલચેલ’; મધ્ય રેલવે દોડાવશે આટલી સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન, જાણો સંપૂર્ણ માહિતી

by Dr. Mayur Parikh September 8, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai
Festival Special Trains દિવાળી અને છઠ પૂજા જેવા તહેવારો દરમિયાન મુસાફરોની ભીડને નિયંત્રિત કરવા માટે, મધ્ય રેલવેએ કુલ 944 આરક્ષિત અને બિન-આરક્ષિત વિશેષ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેનો મુંબઈ, પુણે, કોલ્હાપુર અને નાગપુર જેવા મુખ્ય વિભાગોમાંથી કોલ્હાપુર અને સાવંતવાડી સહિત દક્ષિણ અને ઉત્તર ભારતના વિવિધ શહેરોમાં જશે. આ સુવિધાનો લાભ તિરુવનંતપુરમ, હઝરત નિઝામુદ્દીન, સાંગાનેર, ગોરખપુર, કલબુર્ગી અને દાનાપુર જેવા સ્થળોએ મુસાફરી કરતા મુસાફરોને મળશે. આ ટ્રેનોમાં એર-કન્ડિશન્ડ, સ્લીપર અને બિન-આરક્ષિત મિશ્ર કોચ હશે.

તહેવારોની સિઝનમાં મુસાફરોની સુવિધા માટેનું આયોજન

આ વર્ષે 18 ઓક્ટોબરે ધનતેરસ અને 22 ઓક્ટોબરથી છઠ પૂજા શરૂ થશે. રેલવેના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ, વર્ષના 300થી 320 દિવસોમાં ભારતના વિવિધ ભાગોમાંથી મોટી સંખ્યામાં લોકો કામ માટે મુંબઈ, પુણે અને નાગપુર જેવા શહેરોમાં આવે છે. તહેવારો દરમિયાન આ મુસાફરો તેમના વતન પાછા જાય છે, તેથી લગભગ 30 થી 40 દિવસના આ સમયગાળામાં વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગયા વર્ષે પણ ભારતીય રેલવેએ આ સમયગાળામાં કુલ 4,521 સેવાઓ ચલાવી હતી.

મુસાફરોની સલામતી માટે વિશેષ વ્યવસ્થા

મુસાફરોની સલામતી અને સગવડતા માટે રેલવે પ્રશાસન દ્વારા કેટલાક વિશેષ ઉપાયો કરવામાં આવ્યા છે. મુખ્ય સ્ટેશનો પર મુસાફરોને માર્ગદર્શન આપવા માટે ‘મે આઈ હેલ્પ યુ’ બૂથ સ્થાપિત કરવામાં આવશે. સ્ટેશનો પર ટિકિટ કાઉન્ટરોની સંખ્યા વધારવામાં આવશે. એલટીટી અને સીએસએમટી જેવા મુખ્ય સ્ટેશનો પર મુસાફરો માટે ‘હોલ્ડિંગ એરિયા’ બનાવવામાં આવશે. આ ઉપરાંત, વધારાના આરપીએફ કર્મચારીઓ અને ટિકિટ તપાસનીશોને પણ તૈનાત કરવામાં આવશે જેથી ભીડને નિયંત્રિત કરી શકાય.

આ સમાચાર પણ વાંચો : Apple: એપલ પ્રેમીઓ માટે સારા સમાચાર, આ તારીખે લોન્ચ થશે આઇફોન 17 સીરીઝ

26 સપ્ટેમ્બરથી 29 નવેમ્બર સુધી ચાલશે ટ્રેનો

મધ્ય રેલવેએ આ વર્ષની દિવાળી અને છઠ પૂજા માટે 26 સપ્ટેમ્બરથી 29 નવેમ્બર સુધી વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનો મુંબઈ સહિત ભારતના વિવિધ ભાગોમાં જશે. મહારાષ્ટ્રના લાતૂર, સાવંતવાડી રોડ, નાગપુર, પુણે, કોલ્હાપુર અને નાંદેડ જેવા સ્થળોએ જનારા મુસાફરો માટે પણ ઉત્સવ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. દક્ષિણ તરફ જનારા મુસાફરો માટે કરીમનગર, કોચુવેલી, કાઝીપેટ, બેંગલુરુ અને અન્ય સ્થળો માટે પણ વિશેષ ટ્રેનોનું આયોજન કરવામાં આવ્યું છે.

September 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
GST GST ના નવા દર લાગુ થતા આ વસ્તુઓ સસતી થશે. વાંચો આખુ લિસ્ટ
દેશ

GST: GST ના નવા દર લાગુ થતા આ વસ્તુઓ સસતી થશે. વાંચો આખુ લિસ્ટ

by Dr. Mayur Parikh August 22, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી આપેલા ભાષણમાં સંકેત આપ્યા બાદ મોદી સરકારે દિવાળીમાં સામાન્ય જનતા માટે ‘સસ્તાઈનો ધમાકો’ કરવાની તૈયારી શરૂ કરી છે. જીએસટી કાઉન્સિલના મંત્રી જૂથે ૧૨% ના ટેક્સ સ્લેબને ૫% અને ૨૮% ના ટેક્સ સ્લેબને ૧૮% પર લાવવાની ભલામણને મંજૂરી આપી છે. આ નિર્ણયથી ૧૨% અને ૨૮% ના ટેક્સ સ્લેબને રદ કરવામાં આવશે, જેના પરિણામે રોજિંદા વપરાશની અનેક વસ્તુઓ સસ્તી થશે.

કયા ટેક્સ સ્લેબ રદ થશે અને નવી કિંમતો

જીએસટી ટેક્સ માળખાના સરળીકરણ તરફ આ એક મોટું પગલું છે. હવે ૧૨% નો ટેક્સ સ્લેબ ૫% માં ભેળવી દેવામાં આવશે, જેનાથી નીચે મુજબની વસ્તુઓ સસ્તી થશે:
દૈનિક વપરાશની વસ્તુઓ: સાબુ, ટૂથપેસ્ટ, હેર ઓઈલ, દવાઓ, એન્ટિબાયોટિક્સ, પેઈનકિલર, સૂકા મેવા, સ્નેક્સ, પ્રોસેસ કરેલા ખાવાના પદાર્થો અને પ્રોસેસ કરેલા શાકભાજી.
ઈલેક્ટ્રોનિક્સ અને ઘરગથ્થુ વસ્તુઓ: કેટલાક મોબાઈલ, કેટલાક કમ્પ્યુટર્સ, સિલાઈ મશીન, પ્રેશર કુકર, ગીઝર, પાણીના ફિલ્ટર્સ, ઇલેક્ટ્રિક આયર્ન અને વેક્યુમ ક્લીનર.
અન્ય વસ્તુઓ: મોંઘા કપડા, જૂતા, સાયકલ, વાસણો, મોટા વાહનો, કૃષિ હથિયારો અને વેક્સિન.
૨૮% નો ટેક્સ સ્લેબ ઘટાડીને ૧૮% કરવામાં આવશે, જેનાથી નીચે મુજબની વસ્તુઓ પર ટેક્સ ઓછો થશે:
સિમેન્ટ, સૌંદર્ય પ્રસાધનો, ચોકલેટ, પ્રિન્ટર, એસી, ફ્રિજ, ટીવી, વોશિંગ મશીન, રબર ટાયર, ડીશવોશર, પ્રોટીન અને એલ્યુમિનિયમ ફોઈલ.

આ સુધારા પાછળનું કારણ: ટેક્સ માળખાનું સરળીકરણ

આ ટેક્સ સુધારાઓ પાછળ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ‘એક રાષ્ટ્ર, એક કર’ ના સપનાને સાકાર કરવાનો છે. જીએસટીના વિવિધ સ્લેબને ઘટાડીને એકસમાન કરવાથી વેપારીઓ અને ગ્રાહકો બંને માટે ટેક્સ પ્રણાલી વધુ સરળ બનશે. તેનાથી વસ્તુઓનું વર્ગીકરણ સરળ થશે અને તેના કારણે ઊભા થતા વિવાદોમાં પણ ઘટાડો થશે. આર્થિક રીતે, નીચા ટેક્સ દરથી ગ્રાહકોની ખરીદ શક્તિમાં વધારો થશે, જેનાથી બજારમાં માંગ વધશે અને અર્થતંત્રને વેગ મળશે. આ નિર્ણય સામાન્ય જનતા માટે સીધો લાભ લાવશે અને મોંઘવારીનું ભારણ ઘટાડવામાં મદદ કરશે.

આ સમાચાર પણ વાંચો : Online Gaming: ગેમિંગ બિલ મંજૂર થતા જ Dream11નો મોટો નિર્ણય; જાણો લોકોના પૈસાનું શું થશે

અમલીકરણ: દિવાળી સુધીમાં લાગુ થવાની શક્યતા

મંત્રી જૂથ દ્વારા કરવામાં આવેલી આ ભલામણોને જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં મૂકવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે આ મુદ્દા પર સહમતિ થયા બાદ જીએસટી કાઉન્સિલ આ નવા દરો લાગુ કરવાની તારીખ નક્કી કરશે. કેન્દ્ર સરકાર આ દરો દિવાળીના તહેવાર પહેલાં લાગુ થાય તે માટે પ્રયાસરત છે, જેથી નાગરિકોને તહેવારોના સમયમાં ખરીદી પર મોટી રાહત મળી શકે. જો આ નિર્ણય સમયસર લાગુ થશે તો તે સરકાર દ્વારા દેશની આર્થિક સ્થિતિ અને સામાન્ય નાગરિકોના કલ્યાણ માટે એક મોટો અને હકારાત્મક નિર્ણય સાબિત થશે.

August 22, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Silver Rate Silver rate increased price may hike till diwali
સોનું અને ચાંદી

Silver Rate : દિવસેને દિવસે રેકોર્ડ તોડી રહી છે ચાંદી, દિવાળી સુધીમાં ભાવ 1.30 લાખને પાર કરશે! જાણો શું છે કારણ..

by kalpana Verat June 11, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Silver Rate :ચાંદીની ચમક દિવસેને દિવસે વધી રહી છે. અને આ ચમક રોકાણકારોને ખુબ આકર્ષી રહી છે. સતત રેકોર્ડ તોડી રહેલા ચાંદીના ભાવ હવે નવા શિખરો તરફ આગળ વધી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે આ દિવાળી સુધીમાં ચાંદીના ભાવ પ્રતિ કિલો 1.30 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. આ અંદાજ માત્ર રોકાણકારો માટે જ નહીં પરંતુ સામાન્ય લોકો માટે પણ એક મોટો સંકેત છે.

Silver Rate :ચાંદીના ભાવ પ્રતિ કિલો 1.30 લાખ રૂપિયા સુધી પહોંચી જશે

 ચાંદીની ચમક રોકાણકારોને ખૂબ આકર્ષિત કરી રહી છે. નિષ્ણાતોના મતે, આગામી સમયમાં ચાંદીનો ભાવ રૂ. 1.25 લાખ થી રૂ. 1.30 લાખ સુધી પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. તેની પાછળનું સૌથી મોટું કારણ વૈશ્વિક બજારમાં ટેકનિકલ બ્રેકઆઉટ છે. તાજેતરમાં, આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી $૩૭ પ્રતિ ઔંસના સ્તરે પહોંચી ગઈ છે, જેને એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.

Silver Rate :ઔદ્યોગિક ક્ષેત્રોમાં ચાંદીનો ઉપયોગ વધ્યો

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે અમેરિકા અને ચીન વચ્ચે વેપાર તણાવમાં ઘટાડો થવાથી ઔદ્યોગિક માંગમાં વધારો થયો છે. લગભગ 53-56% ચાંદીનો ઉપયોગ ઔદ્યોગિક ક્ષેત્રોમાં થાય છે, ખાસ કરીને સ્વચ્છ ઉર્જા, ૫જી ટેકનોલોજી અને ઇલેક્ટ્રિક વાહનો (EV) જેવા ક્ષેત્રોમાં, જેના કારણે તેની માંગ સતત વધી રહી છે. હાલમાં, એક કિલો ચાંદીનો ભાવ રૂ. 1,09,100 છે.

Silver Rate :સોના કરતાં ચાંદીમાં વધુ રોકાણ

હાલમાં સોના-ચાંદીનો ગુણોત્તર 91 ની આસપાસ છે, જે દર્શાવે છે કે ચાંદી હજુ પણ સોના કરતાં રોકાણ માટે વધુ આકર્ષક છે. ઐતિહાસિક રીતે, આ ગુણોત્તર ભાગ્યે જ 90 થી ઉપર રહ્યો છે, અને જ્યારે પણ તે નીચે આવે છે, ત્યારે ચાંદીના ભાવમાં સામાન્ય રીતે વધારો જોવા મળે છે. સિલ્વર ઇન્સ્ટિટ્યૂટના તાજેતરના અહેવાલ મુજબ, આ સતત પાંચમું વર્ષ છે જ્યારે ચાંદી પુરવઠા ખાધમાં છે. પુરવઠામાં ઘટાડો અને માંગમાં વધારાએ આ ખાધને વધુ ઘેરી બનાવી છે, જેનાથી ચાંદીના ભાવને મજબૂત ટેકો મળ્યો છે.

આ સમાચાર પણ વાંચો : PM Modi Delegations: પીએમ મોદી ડેલિગેશનને મળ્યા, સાથે ડિનર કર્યું; સાંસદોએ મોદી સાથે પોતાના અનુભવો શેર કર્યા..

Silver Rate :દિવાળી સુધી ચાંદીના ભાવ વધશે

નિષ્ણાતોના મતે, વર્ષના અંત સુધીમાં, ખાસ કરીને દિવાળીની આસપાસ, ચાંદીના ભાવ રૂ. 1.30 લાખ પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. ચાંદીએ છેલ્લા 60 દિવસમાં લગભગ 24% વળતર આપ્યું છે, જે સોના અથવા અન્ય રોકાણ વિકલ્પો કરતાં ઘણું વધારે છે. આ ઉપરાંત, ઔદ્યોગિક માંગમાં વધારો, પુરવઠામાં ઘટાડો અને રોકાણકારોના રસમાં વધારો જેવા કારણોસર, ચાંદીમાં આ વધારો આગળ પણ ચાલુ રહેવાની શક્યતા છે.

 

June 11, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
KBC 16 amitabh bachan praised ips manoj kumar sharma
મનોરંજન

KBC 16: દિવાળી ના મનાવવા પાછળ નું કારણ જણાવતા IPS મનોજ કુમાર શર્મા એ કહ્યું એવું કે અમિતાભ બચ્ચને પણ તેની સામે જોડ્યા હાથ

by Zalak Parikh November 9, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

 KBC 16: કેબીસી 16 ના મંચ પર IPS મનોજ કુમાર શર્મા અને વિક્રાંત મેસી પહોંચ્યા હતા. આ શો માં મનોજ કુમાર શર્મા તેમની પત્ની શ્રદ્ધા અને માતા સાથે આવ્યો હતો. આ શો માં મનોજ કુમાર શર્મા એ ઘણા ખુલાસા કર્યા હતા.આ સાથે મનોજ કુમાર શર્મા એ દિવાળી ના મનાવવા પાછળ નું કારણ જણાવ્યું હતું. 

આ સમાચાર પણ વાંચો : Salman Khan death threat : લોરેન્સ બિશ્નોઈ ગેંગે ફરી સલમાન ખાનને ધમકી આપી, મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમને આવ્યો મેસેજ; પોલીસ થઇ દોડતી…

કેબીસી 16 ના મંચ પર મનોજ કુમાર શર્મા 

કેબીસી 16 નો એક પ્રોમો સામે આવ્યો છે જેમાં મનોજ કુમાર શર્મા ની માતા અમિતાભ બચ્ચન ને ફરિયાદ કરતી  છે તે મનોજ વિશે એમ કહી રહી છે કે તેઓ ક્યારેય પરિવાર સાથે ઘરમાં કોઈ તહેવાર ઉજવતા નથી. અમિતાભ બચ્ચને મનોજ કુમાર ને આનું કારણ પૂછ્યું જેના જવાબ માં તેમને કહ્યું, ‘સાહેબ મેં ક્યારેય દિવાળી ઉજવી નથી. એકવાર તમે યુનિફોર્મ પહેરી લો, પછી તમારો કોઈ ધર્મ, જાતિ કે ભાષા રહેતી નથી. તમારે તમારું આખું જીવન દેશને સમર્પિત કરવું પડશે. કોઈ નિશ્ચિત ડ્યુટી નથી, 12 કલાક, 24 કલાક, ક્યારેક અમે ત્રણ દિવસ ઘરે નથી જતા, સાહેબ પોલીસ દળમાં જોડાવાનો અર્થ ધર્મ, જાતિ અથવા ભાષાને બાજુ પર રાખવાનો છે કારણ કે તેમનું ધ્યાન સંપૂર્ણપણે રાષ્ટ્રની સેવા પર હોય છે.’

 

View this post on Instagram

 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)


મનોજ કુમાર શર્મા એ પોતાની વાત ને આગળ વધારતા કહ્યું, ‘પોલીસ અધિકારી પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે, ખાસ કરીને એવા સમયે જ્યારે સમગ્ર સમાજ ઉજવણી કરી રહ્યો હોય અને આનંદ કરી રહ્યો હોય, તે સુનિશ્ચિત કરે કે તેમની ખુશી ના બગાડે એવું કંઈ ન બને. તેઓ સામાજિક પરિવર્તન એજન્ટ છે જે સમાજમાં પરિવર્તન લાવે છે.’ મનોજ કુમાર શર્મા ની આ વાત સાંભળી અમિતાભ બચ્ચને  કહ્યું, સાહેબ, આજે ફક્ત તમને જ નહીં પરંતુ તમામ પોલીસકર્મીઓ ને હું હાથ જોડીને કહું છું કે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 9, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
us presidential elections 2024 former american president donald trump announcement
આંતરરાષ્ટ્રીયMain PostTop Post

US presidential elections 2024: ડોનાલ્ડ ટ્રમ્પ ની ત્રાડ, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. હું જીતીશ તો…

by Zalak Parikh November 1, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

US presidential elections 2024: દિવાળીના દિવસે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મોજુદા ચૂંટણીના ટોપ કન્ટેન્ડર ડોનાલ્ડ ટ્રમ્પે મોટો ધડાકો કર્યો છે. પોતાની દિવાળીની શુભેચ્છા પોસ્ટમાં તેમણે કહ્યું છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. આ ઉપરાંત બાંગ્લાદેશ માં લોકશાહીની સરકાર ઉખાડીને ફેંકી દેવામાં આવી છે. પોતાની વાત કરતા તેમણે વચન આપ્યું કે જો તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચુંટા છે તો તેઓ બાંગ્લાદેશના હિન્દુઓને ન્યાય અપાવશે. 

આ સમાચાર પણ વાંચો : Dengue Eggs Spread: ડેન્ગ્યુના મચ્છર મુશ્કેલ પરિસ્થિતિમાં, પાણી વગર પણ જીવી શકે છે…IITના વૈજ્ઞાનિકોએ સંશોધનમાં કર્યો ખુલાસો..

ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત 

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી આરોપ થઈ રહ્યા છે કે બાંગ્લાદેશની સરકાર પાડવા પાછળ હિલેરી ક્લિન્ટન અને બરાક ઓબામા ની પાર્ટી એટલે કે જે પાર્ટી થી કમલા હરીશ ચૂંટણી લડી રહ્યા છે તે પાર્ટીનો હાથ છે. આ ઉપરાંત બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે તેની પાછળ અમેરિકાનો દોરી સંચાર છે. બાંગ્લાદેશની ખરાબ પરિસ્થિતિને કારણે ભારત ની હાલત કફોડી થઈ છે. આવા સમયે ડોનાલ્ડ ટ્રમ્પે જે જાહેરાત કરી છે તેનાથી અમેરિકાના મોટાભાગના હિન્દુ વોટરો તેમના તરફી થાય તેવું લાગે છે.

 

November 1, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
November Bank Holidays list of bank holiday in november, bank will be closed for 13 days in this month
વેપાર-વાણિજ્ય

November Bank Holidays: તહેવારોની સીઝનમાં ભૂલી ન જતા… નવેમ્બર મહિનામાં 13 દિવસ બેંકો રહેશે બંધ… જુઓ બેંક હોલીડે યાદી..

by kalpana Verat October 28, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

November Bank Holidays: ઓક્ટોબર મહિનો પૂરો થઇ ગયો છે અને આજથી નવો મહિનો એટલે કે નવેમ્બર મહિનો શરૂ થઇ ગયો છે. આ મહિનામાં દિવાળીના કારણે બેંકોમાં લગભગ 15 દિવસની રજા છે. હવે ભારતીય રિઝર્વ બેંકે આવતા મહિના એટલે કે નવેમ્બર 2024ની રજાઓની યાદી જાહેર કરી છે. ઓક્ટોબરની જેમ નવેમ્બરમાં પણ ઘણી બેંક રજાઓ છે. હા, નવેમ્બરમાં કુલ 13 દિવસ બેંકો બંધ રહેશે. છઠ પૂજા સહિતની આ રજાઓમાં રવિવાર અને શનિવારે આવતી નિયમિત રજાઓનો પણ સમાવેશ થાય છે. ચાલો અમે તમને જણાવીએ કે નવેમ્બર મહિનામાં તમારા શહેરમાં સરકારી રજાઓ ક્યારે આવશે…

November Bank Holidays: રજાઓની યાદી.. 

1 નવેમ્બર- ​​દિવાળી અમાવસ્યા અને કન્નડ રાજ્યોત્સવ નિમિત્તે કર્ણાટક અને અગરતલામાં બેંકો બંધ રહેશે.

2 નવેમ્બર- ​​દિવાળી (બલી પ્રતિપદા)ના કારણે બેંકોમાં રજા રહેશે.

3 નવેમ્બર – ભાઈદૂજ રવિવાર હોવાને કારણે, દેશભરની બેંકોમાં કોઈ કામ થશે નહીં. એટલે કે મહિનાની શરૂઆતમાં જ બેંકમાં 3 દિવસની રજા રહેશે.

7 નવેમ્બર – છઠ પૂજાના પ્રસંગે સાંજે અર્ઘ્ય આપવામાં આવશે અને રાંચી અને પટનામાં બેંકો બંધ રહેશે. 

8 નવેમ્બર – વેંગલાને કારણે મેઘાલયમાં બેંકોમાં રજા રહેશે. છઠ પૂજા પર સવારે અર્ઘ્ય હશે અને રાંચી અને પટનામાં બેંકોમાં રજા રહેશે.

9 નવેમ્બર- ​​આ મહિનાનો બીજો શનિવાર છે જેના કારણે બેંકો બંધ રહેશે.

10 નવેમ્બર- ​​રવિવારના કારણે બેંકોમાં નિયમિત રજા રહેશે.

12 નવેમ્બર- ​​એગાસ બગવાલને કારણે દેહરાદૂનમાં બેંકોમાં રજા રહેશે.

15 નવેમ્બરના રોજ ગુરુ નાનક જયંતિ અને કાર્તિક પૂર્ણિમાના કારણે બેલાપુર, આઈઝોલ, ભુવનેશ્વર, જમ્મુ, નાગપુર, ચંદીગઢ, ભોપાલ, ઈટાનગર, દેહરાદૂન, જયપુર, તેલંગાણા, હૈદરાબાદ, કાનપુર, જયપુર, કોલકાતા, નવી દિલ્હી, રાંચી, મુંબઈ. કોહિમા, શિમલામાં શ્રીનગર, લખનૌમાં બેંકો બંધ રહેશે.

આ સમાચાર પણ વાંચો : 

17 નવેમ્બરને રવિવારે નિયમિત રજા રહેશે.

18 નવેમ્બરે કનકદાસ જયંતિના કારણે બેંગલુરુમાં રજા રહેશે.

23 નવેમ્બરે   ચોથો શનિવાર રજા રહેશે.

24 નવેમ્બર ના રવિવારના કારણે બેંકોમાં નિયમિત સરકારી રજા રહેશે.

આરબીઆઈએ રજાઓને ત્રણ કેટેગરીમાં વહેંચી

જણાવી દઈએ કે આરબીઆઈએ રજાઓને ત્રણ કેટેગરીમાં વહેંચી છે. તેમાં રીઅલ-ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ હોલીડે, બેંકોની એકાઉન્ટ્સ બંધ કરવાની રજા અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ રજાઓનો સમાવેશ થાય છે. મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ બેંકો બંધ રહે છે. 2015માં RBIએ ખાનગી અને PSU બેંકોને દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.

 

October 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક