• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Dr Sourabh Pardhi
Tag:

Dr Sourabh Pardhi

A press conference was held under the chairmanship of District Collector Dr. Saurabh Pardhi regarding the work done in Surat city under the Land Grabbing Act.
સુરત

Surat Land Grabbing Act: લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત સુરત શહેરમાં થયેલી કામગીરી સંદર્ભે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

by Hiral Meria August 2, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai 

Surat Land Grabbing Act: લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત શહેર-જિલ્લામાં થયેલી કામગીરી સંદર્ભે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના ( Dr Sourabh Pardhi  ) અધ્યક્ષસ્થાને તેમજ પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌત અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિતેશ જોઈસરની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ ( Press conference ) યોજાઈ હતી.  

           જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ જણાવ્યું હતું કે, નિર્દોષ લોકોની જમીન, મકાન, દુકાન પચાવી પાડનારા લેન્ડગ્રેબરો ( land grabbers ) તથા તેની સાથે સંકળાયેલા ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૦માં લેન્ડગ્રેબીંગ એક્ટ  પસાર કર્યો હતો. જેમાં ઓછામાં ઓછી ૧૦ વર્ષની સજાની જોગવાઈ છે. તદ્દઉપરાંત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ( Gujarat High Court )  તાજેતરમાં દાખલ થયેલી એસ.સી.એ. નં.૨૯૯૫/૨૦૨૧ તા.૯/૫/૨૦૨૪ના રોજ ચુકાદો આવ્યા બાદ આ કાયદાની અસરકારતા વધી છે, તેમજ આવી અસામાજિક પ્રવૃત્તિઓ પર રોક લાગી છે. 

             જિલ્લા વહીવટીતંત્ર દ્વારા થયેલી કામગીરીની વિગતો આપતા કલેકટરશ્રીએ જણાવ્યું કે, લેન્ડગ્રેબીંગ ( Land Grabbing ) એક્ટ સમિતિની ત્રણ બેઠકોમાં ૨૪૪ અરજીઓ મળી હતી. જે પૈકી શહેરમાં ૧૭ અને ગ્રામ્યમાં ૯ અરજીઓમાં ગેરકાયદેસર કબ્જાધારકો વિરૂધ્ધ એફ.આઈ.આર. દાખલ કરાઈ છે. જ્યારે જે-તે જમીન મિલકતોમાં ગેરકાયદે કબ્જો જમાવનારાઓને આ કાયદાનો ડર અને ગંભીરતા સમજાતા સિટીમાં ૨૩ તથા ગ્રામ્યમાં ૨૦ કબ્જાધારકો(લેન્ડગ્રેબરો)એ જમીન/ફ્લેટ/દુકાન/મકાનોનો કબ્જો પરત સોંપી દીધો છે, જે મિલકતોની કિંમત આશરે રૂ.૧૨૦ કરોડ થાય છે, જ્યારે ૨૬ FIR કરવામાં આવી છે, જે મિલકતોની ( Properties ) કિંમત રૂ.૩૦ કરોડ થાય છે. જ્યારે ૧૬૩ અરજીઓ આ કાયદામાં સુસંગત ન હોવાથી અરજીઓ દફતરે કરી છે. આમ, કુલ ૨૩૨ અરજીઓનો સુખદ નિકાલ થયો છે. જ્યારે ૧૨ અરજીઓ(કેસો)માં સમિતિ દ્વારા પુનઃતપાસના આદેશો અપાયા છે એમ જણાવી જમીન મિલકત પચાવી પાડનારા તત્વો સામે જિલ્લા વહીવટી તંત્ર સખ્ત હોવાનું સ્પષ્ટપણે કહ્યું હતું. 

            ભૂમાફિયાઓ વિરુદ્ધ પોલીસ ( Surat Police ) ફરિયાદ નોંધવા પીડિત નાગરિકો આગળ આવે એમ પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, શહેરમાં કુલ ૧૭ ગુના દાખલ કર્યા છે. આ ૧૭ ગુનાઓમાં કુલ-૨૯ આરોપીઓ પૈકી ૨૩ આરોપીઓની ધરપકડ કરી છે. તમામ ગુનાઓની તપાસ એ.સી.પી. તથા પ્રાંત અધિકારી કક્ષાના અધિકારીઓ કરી રહ્યા છે. આ ગુનાઓમાં લેન્ડગ્રેબરોએ ૫ જમીન, ૫ ફલેટ, ૩ દુકાન, બે પ્લોટ, બે મકાન જેવી મિલકતો પચાવી પાડી હતી, જેમાં આ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરીને ધરપકડ સુધીના પગલાઓ લેવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો  :  PM Narendra Modi: પ્રધાનમંત્રી 3 ઓગસ્ટે કૃષિ અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

             સુરત વહીવટી તંત્ર દર મહિને બે વાર લેન્ડ ગ્રેબિંગ કાયદા અંતર્ગત બનેલી સમિતિ બેઠક યોજે છે. અવારનવાર જમીન પચાવી પાડવાની ટેવ ધરાવનારા અસામાજિક તત્વો સામે ઇ.ડી., ઈન્કમટેક્સની પણ તપાસ કરાવવાની દિશામાં પોલીસતંત્ર આગળ વધી રહ્યું છે એમ શ્રી ગહલૌતે જણાવ્યું હતું. 

              જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિતેષ જોઈસર દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં ગ્રામ્ય વિસ્તારમાં ૮ એફ.આઇ.આર. દાખલ કરી છે. જિલ્લાની અંદાજિત રૂ.૭ કરોડની મિલકતો પરત સોંપવાની નિયમોનુસારની કાર્યવાહી શરૂ છે. આ કાયદા હેઠળ ઓછામાં ઓછી દસ વર્ષની સજાનું પ્રાવધાન છે. કાયદાનો ડર જોતા અને પોલીસની સખ્ત કાયવાહીના કારણે અસામાજિક તત્વો કોઈ પણ નિર્દોષ આમ નાગરિકોની જમીન મિલકત પચાવી પાડતા પહેલા વિચાર કરશે. 

            પ્રેસ કોન્ફરન્સમાં નિવાસી અધિક કલેકટરશ્રી વિજય રબારી, પ્રાંત અધિકારી વી.જે. ભંડારી સહિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

August 2, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
meeting was held under the chairmanship of Surat Collector Dr. Saurabh Pardhi to plan the school entrance festival-girl education festival.
સુરત

Surat: શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવના આયોજન અર્થે સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

by Hiral Meria June 25, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Surat: શિક્ષણના અમૃતપાન વિના એક પણ બાળક વંચિત ન રહે તેવા આશયથી શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવ ( School Praveshotsav 2024 ) -કન્યા કેળવણીના ( Kanya Kelavani Mahotsav ) ૨૧મા તબક્કાનો પ્રારંભ આગામી તા.૨૬, ૨૭ અને ૨૮મી જૂનના રોજ સમગ્ર રાજ્ય સહિત સુરત શહેર-જિલ્લામાં થનાર છે. જેના આયોજન અર્થે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી.

                      બેઠકમાં કલેકટરશ્રીએ ( Dr. Sourabh Pardhi ) ત્રણ દિવસ દરમિયાન મંત્રીશ્રીઓ, સેક્રેટરીઓ તથા જિલ્લાના અધિકારીઓને રૂટની ફાળવણી કરવા અને લાઈઝન અધિકારીઓની નિમણુંક કરવા જણાવ્યું હતું. જિલ્લાની ૯૩૭ પ્રાથમિક શાળાઓ અને ૧૫૬ માધ્યમિક શાળાઓમાં મંત્રીશ્રીઓ, પદાધિકારીઓ સહિત ૧૦૦ અધિકારીઓ ગામડે ગામડે ફરીને શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાવશે. જેમાં આંગણવાડીઓમાં ૨૦૧૭, બાલવાટિકાઓમાં ૯૫૭૭ અને ધો.૧માં ૧૭૯૧, ધો.૯માં ૧૫૨૮૫ તથા ધો.૧૧માં ૯૧૭૬ મળી કુલ ૩૭,૮૪૬ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જયારે ધો.૧ ની ૧૦૩૭ દીકરીઓ તથા ધો.૮ પાસ ૯૩૩ દીકરીઓને પાકી મુદ્દતે વિદ્યાલક્ષ્મી બોન્ડ એનાયત કરાશે.

આ સમાચાર પણ વાંચો :  Bhandara Eknath Shinde: ભંડારામાં CM શિંદેના કાર્યક્રમ દરમિયાન મોટી દુર્ઘટના ટળી, આ કારણે પત્રકારોની હોડી પાણીમાં ડૂબી; જીવ તાળવે ચોંટ્યો..

                   આ પ્રવેશોત્સવમાં ગૃહરાજયમંત્રીશ્રી હર્ષ સંઘવી ( Harsh Sanghvi ) અને વન, પર્યાવરણ રાજયમંત્રીશ્રી મુકેશભાઇ પટેલ તથા ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ તથા જિલ્લાના પદાધિકારી-અધિકારીઓ ત્રણ દિવસ શહેર તથા જિલ્લાની શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાવશે. મુખ્યમંત્રીશ્રીના ( Bhupendra Patel ) અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે આયોજિત શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવની બેઠકનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.

              બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમાર તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.એમ.પટેલ તથા માહિતી ખાતાના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

June 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
District Magistrate Dr. regarding regulation of places of public pleasure in Surat district. Saurabh Parghi's 'Primary Declaration'
સુરત

Surat : સુરત જિલ્લાના જાહેર આનંદ-પ્રમોદના સ્થળોને નિયમન કરવા અંગેનું જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. સૌરભ પારઘીનું ‘પ્રાથમિક જાહેરનામું’

by Hiral Meria June 11, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai

Surat : જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારઘી ( Dr. Sourabh Pardhi ) દ્વારા (સુરત શહેર પોલીસ કમિશનરની હકુમત સિવાય) સમગ્ર સુરત જિલ્લા માટે સરકસ, થીયેટર (સિનેમા સિવાય), સંગીતગૃહ, ઓડીટોરીયમ હોલ, કસરત શાળા હેલ્થ કબ, તરણકુંડ, ગૅમીંગ ઝોન, મેરેજ હોલ, પાર્ટી પ્લોટ અથવા નૃત્યગૃહ, વોટર પાર્ક કે એમ્યુઝમેન્ટ પાર્ક સહિતના જાહેર આનંદ-પ્રમોદના સ્થળોને ( Public Places ) નિયમન કરવા અંગે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામાનો મુસદ્દો ગુજરાત સરકારના ( Gujarat Govt ) અસાધારણ રાજ્યપત્ર(ગેઝેટમાં)માં પ્રસિધ્ધ થયાની તારીખથી ૩૦ દિવસની અંદર કોઈપણ વ્યક્તિ તરફથી સુચનો તેમજ વાંધાઓ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ( District Magistrate )  સુરતની કચેરી તરફ લેખિત મોકલી આપવામાં આવશે તો તે અંગે યોગ્ય વિચારણા કરી પછી કાયમી જાહેરનામું બહાર પાડવામાં આવશે. 

જે અનુસાર, 

(૧)  નીચેના નિયમોમાં ‘સ્થળ’ શબ્દનો અર્થ કોઈપણ મકાન, કોઈપણ જમીન કે વાડો  થાય છે. જેમાં પૈસા ચુકવવાથી કે દાખલ કર્યા બાદ પૈસા એકઠા કરવાના આશયથી મનોરંજન મેળવવા માટે પ્રજાને દાખલ કરવામાં આવે.

(૧)(અ) ‘મેળા’ શબ્દનો અર્થ સંગીત, નાટક, નૃત્ય, અથવા આનંદ પ્રમોદના મિકેનિકલ સાધનો (રાઈડસ) રમુજ અને અન્ય જાહેર મનોરંજનનાં કાર્યક્રમો પ્રદર્શિત કરવા માટે બે કે તેથી વધુ વ્યક્તિઓનું જૂથ થાય છે.

(૧)(બ) ‘તમાશા’ શબ્દનો અર્થ પશુઓની કે કોઈ સાધનની મદદથી મનોરંજન આપવાના હેતુથી એક કે વધુ વ્યક્તિઓ દ્વારા ગોઠવાયેલ કાર્યક્રમ થાય છે. 

(૨) કોઈ સ્થળનો માલિક, ભાડુઆત કે કબજો ધરાવતી વ્યક્તિ તે સ્થળને જાહેર આનંદ પ્રમોદ અંગેનો પરવાનો ધારણ કર્યા વગર પ્રજા માટે ખુલ્લા મુકી શકાશે નહીં. 

(3) સ્થળ પરવાનો આપનાર અધિકારી જિલ્લા મેજીસ્ટ્રેટ અથવા તો તેમના તરફથી આ કામ માટે અધિકૃત કરેલ અધિકારી રહેશે.

(૪) માંદગીને લીધે કે અન્ય કારણસર જે વિસ્તાર માટે તેને સત્તા સોંપવામાં આવી છે, તેવા પરવાના આપનાર અધિકારીની ગેરહાજરી કિસ્સામાં પરવાના આપનાર અધિકારી ખાસ કે સામાન્ય આદેશ દ્વારા પોતાની સત્તાનો ઉપયોગ કરવા માટે અન્ય અધિકારીની આ માટે નિમણુંક કરે તે અધિકારી આવી સત્તાનો ઉપયોગ કરશે.

(૫) સરકારના પ્રવર્તમાન બાંધકામ કાયદા અને નિયમો મુજબ ટેન્ટ કે અન્ય કામચલાઉ બાંધકામના કિસ્સામાં જિલ્લા મેજીસ્ટ્રેટની હકુમત હેઠળના સમગ્ર સુરત જિલ્લામાં કોઈપણ ભાગમાં આવા બાંધકામને ઉપયોગમાં લેવા માટે આવા બાંધકામની વ્યવસ્થા પોતે મંજુરી આપ્યા મુજબ કરવાની શરતે પરવાના આપનાર અધિકારી વ્યાપક પરવાનો આપશે. પરવાનો આપનાર અધિકારી પરવાનો આપતા પહેલા ટેન્ટ કે કામચલાઉ બાંધકામ જાહેર આનંદ-પ્રમોદના સ્થળ તરીકે બધી રીતે યોગ્ય છે તેવું જાહેર બાંધકામ ખાતાના પેટા વિભાગીય અધિકારીની સહીવાળું પ્રમાણપત્ર માંગી શકશે. પરવાનો આપનાર અધિકારી, પોતાને જરૂરી જણાય તો આવા પ્રમાણપત્ર પર સંબંધિત વિભાગના કાર્યપાલક ઈજનેરની પ્રતિ સહી માંગી શકશે.

આ સમાચાર   પણ વાંચો :  Apple WWDC 2024: AI ની દુનિયામાં હવે iPhoneની એન્ટ્રી, Apple iOS 18 માં આવ્યું નવુ અપડેટ, આ જોરદાર AI ફીચર્સ જોવા મળશે..

(૬) (૧) પરવાના માટે કે પરવાનો તાજો કરવા માટે જાહેર બાંધકામ ખાતાની તપાસ માટેની ફી સહિતની પરવાનો આપવાની ફી નીચે પ્રમાણે રહેશે.

(અ) મુખ્યત્વે જાહેર આનંદ-પ્રમોદના સ્થળ તરીકે ઉપયોગમાં લેવાના કાયમી/કામચલાઉ બાંધકામ કે અન્ય આનંદ-પ્રમોદના મકાનની બેઠકોની સંખ્યા સરકાર દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવે તે મુજબ દરો/ફી રહેશે.

(૬) (૨) મુખ્યત્વે જાહેર આનંદ-પ્રમોદના સ્થળ તરીકે ઉપયોગમાં લેવાતા મકાન માટે (અ) જ્યારે પરવાનો આપનાર અધિકારી તે જાહેર બાંધકામ ખાતાનું પ્રમાણપત્ર મેળવવું જરૂરી હોય છે. ત્યારે સરકાર દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવે તે મુજબ દરો ફ્રી રહેશે.

(૬) (3) મેળા કે તમાશા માટે કામચલાઉ ઉપયોગમાં લેવાતા સ્થળ માટે સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવે તે મુજબ દરો ફ્રી રહેશે.

(૬) (૪) આ નિયમોના પેટા નિયમ(૧) (અ) અને (૩) માં દર્શાવેલ સ્થળ માટે પરવાનો આપેલ વર્ષનાં ડિસેમ્બરની ૩૧માં દિવસથી વધુ નહી તેટલા સમયનો પરવાનો આપી શકાશે કે નવો કરી આપવાનો રહેશે. આ નિયમોના પેટા નિયમ (૧)(બ) (૨) અને (૪) માં દર્શાવેલ સ્થળ માટે પરવાના આપેલ ત્રિમાસથી વધુ નહી એવા સમય માટે પરવાનો આપી શકાશે.

(૭)પરવાનો આપનાર અધિકારી માંગે તેવી અન્ય માહિતી ઉપરાંત સ્થળ માટેની પરવાનો માટેની દરેક અરજીમાં(અ) સ્થળના જવાબદાર વ્યવસ્થાપકનું નામ અને સરનામું (બ) સ્થળ પર વિજળીની ગોઠવણ હોય તો તેના હવાલામાં લાયકાત ધરાવતા ઇલેક્ટ્રિશિયનનું નામ અને સરનામાનો સમાવેશ કરવાનો રહેશે. તથા ઇલેક્ટ્રિશિયનના ‘ના વાંધા પ્રમાણપત્ર’નો સમાવેશ પણ કરવાનો રહેશે. તથા સક્ષમ સતાધિકારી દ્વારા આપવામાં આવેલ ફાયર સેફટી અંગેનું ‘ના વાંધા પ્રમાણપત્ર’, ફાયર સેફટી લે-આઉટ પ્લાન, ફાયર સેફટી અંગેના સાઈન બોર્ડ, બિલ્ડીંગ ડેવલપમેન્ટ પરમિશન, બિલ્ડીંગ યુટીલાઈઝેશન પરમિશન, હંગામી સ્ટ્રકચરના કેસમાં સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી અંગેનું પ્રમાણપત્ર, ઇલેક્ટ્રિકલ ટેસ્ટ સર્ટીફિકેટ, લીફટના ઉપયોગ માટેનું લાયસન્સ તથા વ્યકિત કેપેસીટી, એન્ટ્રી/એક્ઝિટ માર્કિંગ, ઈમરજન્સી કોન્ટેક્ટ નંબર/વિગત, ફાયર સેફટી પ્રમાણપત્ર, સી.સી.ટી.વી કેમેરા ચાલુ હાલતમાં હોવાની વિગત સહિતના પ્રમાણપત્રની વિગત તે ઈસ્યુ કરનાર ઓથોરીટી, હુકમ નંબર તથા તારીખ, વેલીડીટી, રીમાર્ક્સ સાહિતનું સાઈન બોર્ડ લોકો સરળતાથી જોઈ શકે તેવી રીતે લગાવવાનું રહેશે.    

(૮) (૧) આ નિયમમાં દર્શાવ્યા મુજબ સ્થળ, સ્થળનું સ્થાન કે અન્ય આનંદ પ્રમોદની જગ્યા માટેનું પ્રમાણપત્ર મેળવેલ ન હોય તો તે માટે પરવાનો આપવામાં આવશે નહીં.

(૨) કોઈ વ્યક્તિ જાહેર આનંદ-પ્રમોદ ના સ્થળ તરીકે ઉપયોગમાં લેવા માટે ટેન્ટ કે મકાન બાંધવા કે કામચલાઉ રીતે ઉભું કરવા તેવા હેતુ માટે ઉપયોગમાં લેવા માટે ફેરફારીત કરવા ઇચ્છિત હોય તો પોતાના તેવા ઈરાદાની જાણ પરવાના આપનાર અધિકારીને કરવાની રહેશે.

(3) આવી જાણ મળ્યા બાદ પરવાના અધિકારીને જરૂરી જણાય તો તેને યોગ્ય જણાય તે રીતે પ્રજાના વાંધાઓ મેળવવા માટે જાહેરાત કરશે.

(૪) નિયમ-૧૧ હેઠળ પરવાનો આપવાની ના પાડવાના પોતાના અધિકારને બાધ ન આવે તે રીતે જે કોઈ વાંધાઓ આવેલા હોય તે વિચાર્યા બાદ પેટા-નિયમ(ર) માં દર્શાવેલ સ્થળને જાહેર આનંદ-પ્રમોદના સ્થળ કે જગ્યા તરીકે ઉપયોગમાં લેવાનું પ્રમાણપત્ર આપશે અથવા આવું પ્રમાણપત્ર આપવાની ના પાડશે.

(૯) (અ) લાયસન્સ કે લાયકાત ધરાવતા આર્કિટેકટ અને/અથવા ઈજનેર સ્વીકારેલ ધોરણ મુજબની ડીઝાઈન હોવાનું પ્રમાણપત્ર આપે નહીં ત્યાં સુધી અને જાહેર બાંધકામ ખાતાના કાર્યપાલક ઈજનેર કે જેણે નિયમ ૨૧ અને ૨૨ મુજબની જરૂરીયાતોની જોગવાઈ જોઈને સામાન્ય માન્યતા આપેલી ન હોય ત્યા સુધી મુખ્યત્વે જાહેર આનંદ પ્રમોદના ઉપયોગમાં લેવા માટેના સ્થળ માટે કોઈ નવું બાંધકામ કાયમી થિયેટર તરીકે કે મકાન તરીકે બાંધવાની મંજુરી આપી શકાશે નહીં. આનંદ-પ્રમોદના સ્થળ તરીકે ઉપયોગમાં લેવાતા ચાલુ મકાનમાં સુધારા વધારા કે ફેરફાર કરવાના કિસ્સામાં પ્લાન કે લાયસન્સ કે લાયકાત ધરાવતા આર્ક્ટિકટનું પ્રમાણપત્ર

આપવાનું તેમજ જાહેર બાંધકામ ખાતાના કાર્યપાલક ઈજનેરની મંજુરી હોવાનું જરૂરી છે. (બ) કાયમી થિયેટર મકાન માટે પરવાનો મેળવવાની અરજી કર્યાના એક માસ અગાઉ અરજદારે સ્વીકાર્ય ધોરણનું મજબુત બાંધકામ હોવાના આર્કિટેકટ અને/અથવા ઈજનેર કે જેણે ડીઝાઈન તૈયાર કરેલું હોય કે તેની દેખરેખ રાખી હોય તેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય સંબંધકની કાર્યપાલક ઈજનેર ત્યારબાદ નિયમ ૧૧ અને ૨૨ ની જોગવાઈઓનું પાલન થયેલી હોવાની શરતે સામાન્ય મંજુરી આપશે.

આ સમાચાર   પણ વાંચો :  Canada: કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓનું આકર્ષણ કેમ ઘટી રહ્યું છે? આ વર્ષે કેમ નોંધણી ઘટી? જાણો વિગતે..

(૧૦) સ્થળ માટેનું લાયસન્સ ફોર્મ સુધારા વધારા અને ફેરફારો સહિત આ સાથેના પરિશિષ્ટ-અ મુજબનું રહેશે અને તે તબદિલી યુક્ત રહેશે નહી. જે વ્યક્તિને આપવામાં આવેલ હોય તે મૃત્યુ પામે કે માનસિક રીતે અશક્ત બને અથવા અન્ય રીતે અશક્ત બને તો લાયસન્સ ધરાવનાર વ્યક્તિ નવા લાયસન્સ મેળવવાની અરજી ન કરે ત્યાં સુધીના સમય દરમ્યાન ધંધો ચાલુ રાખવાની જરૂરિયાતના સમય દરમ્યાન કોઇ દંડ પાત્ર નહીં ઠરે.

(૧૧) જે સ્થળ આનંદ-પ્રમોદ માટે ઉપયોગમાં લેવાનું છે તે કોઈ રહેણાંક કે પસાર થનારને અડચણ રૂપ, અગવડભર્યું, જોખમી ભયરૂપ બને તેવી શક્યતા હોય તો તેવા કિસ્સામાં લાયસન્સ મંજુર કરનાર અધિકારી લાયસન્સ નામંજુર કરી શકશે.

(૧૨) સ્થળ માટેનું લાયસન્સ ધરાવનાર અથવા થોડી વ્યક્તિઓ અથવા કેટલીક વ્યક્તિઓમાંની થોડી વ્યક્તિઓ જેને લાયસન્સ ધરાવનારે વ્યવસ્થાપક કે વ્યવસ્થાપકો તરીકે નિયુક્ત કરેલ હોય અને જેમના નામ કે નામો તે રીતે લાયસન્સમાં દાખલ કરાયા હોય તેમણે આવી મજા માટે ખુલ્લા મુકાયેલ સ્થળો પર પુરા સમય માટે હાજર રહેવું પડશે.

(૧૩) લાયસન્સ આપનાર અધિકારીએ લાયસન્સમાં સૂચના આપી હોય તો કોઈ વ્યક્તિ ધુમ્રપાન કરી શકશે નહીં અને સ્થળ માટેનું લાયસન્સ ધારણ કરનાર કે તેનો વ્યવસ્થાપક સ્ટેજ પર ભજવાતા અભિનય (સિવાય કે તે અભિનયનો એક ભાગ હોય) અથવા પરવાનો ધરાવતી તેવી જગ્યામાં ધુમ્રપાનની છુટછાટ આપી શકશે નહીં. 

(૧) કાર્યક્રમ કે પ્રદર્શન દરમ્યાન કે મધ્યાંતર દરમ્યાન કોઇ વ્યક્તિને અથવા (અ) પરવાનો ધરાવતા સ્થળમાં ફેરી કરવાની કે (બ) પરવાનો ધરાવતા સ્થળમાં પ્રેક્ષકોને ખાદ્ય ચીજવસ્તુઓ કે પીણાં વેચવાની કે પુરા પાડવા અંગે સરકાર દ્વારા ખાદ્ય ચીજવસ્તુ કે પીણાના વેચાણના જે દર નક્કી કરવામાં આવેલ હોય તેનાથી વધારે દર/ભાવ લઈ શકાશે નહીં. (ખાદ્ય ચીજવસ્તુ કે પીણા વેચવાનો પરવાનો મેળવેલ હોવો જોઈએ) (ક) પરવાનો ધરાવતા સ્થળમાં પ્રેક્ષકોને કોઇપણ ચીજવસ્તુઓની વહેંચણી કે વેચાણ કરવાની છુટ આપી શકાશે નહીં.

(૧૪) થુંકવા માટે રખાયેલ થૂંકદાની સિવાય આવા સ્થળ પરની કોઈ જગ્યાએ કોઇપણ સમયે કોઇ વ્યક્તિ ફેંકી શકશે નહીં

(૧૫) આ નિયમ હેઠળના સ્થળ માટેનું લાયસન્સ ધરાવનારે સ્થળના કોઈપણ ભાગમાં દાખલ કરવા માટે લાયસન્સમાં નિયત કરેલી વ્યક્તિઓની સંખ્યાથી વધુ સંખ્યાને દાખલ કરી શકાશે નહીં. તેમજ જે તે જગ્યાનો પરવાનો ધરાવતી જગ્યાની બહાર સાઈન વાળું મોટુ ડિસપ્લે બોર્ડ લગાવવાનું રહેશે. જેમાં કેટલા લોકો દાખલ થવાની કેપેસીટી અને કેટલા લોકો અંદર છે તે  મુજબના મોટા ડિસપ્લે સાઈન બોર્ડ લગાવવાના રહેશે અને નિયત સંખ્યા કરતા વધુ લોકો દાખલ ન થઈ શકે તે માટે ખાસ તકેદારી રાખવાની રહેશે. સંખ્યાની મર્યાદા વધતી નથી. તેની ખાતરી કરવા માટે તેમજ કોઇપણ જિલ્લા મેજીસ્ટ્રેટે નીમેલી કોઈ વ્યક્તિ સહેલાયથી ચેકીંગ કરી શકે તે માટે લાયસન્સ ધરાવનાર કાર્યક્રમનો ક્રમાંક, અનુક્રમ નંબર અને તારીખ દર્શાવતી ટીકીટો વહેંચશે. આવા દરેક કાર્યક્રમ બાદ ટીકીટ બુકો પર છેલ્લા કાઉન્ટર ફાઇલ પર “બંધ” નો માર્કા કરવાનો રહેશે.

(૧૬) લાયસન્સ આપનાર અધિકારીની અગાઉથી પરવાનગી મેળવ્યા વગર સ્થળ માટેના લાયસન્સ ધરાવનાર સ્થળના કોઇપણ ભાગમાં કાર્યક્રમ કે પ્રદર્શન દરમ્યાન ઓપન લાઇટો ઉપયોગમાં લઇ શકશે નહીં.

(૧૭) આ નિયમો હેઠળ મંજુર કરાયેલ કોઇપણ લાયસન્સ કોઇપણ સમયે રદ કરવાની, મોકુફ કરવાની સત્તા લાયસન્સ મંજુર કરનાર અધિકારીને છે અને આવા સ્થળોનો કાયમી, હંગામી કે અન્ય રીતે હવાલો ધરાવનાર વ્યક્તિને તે વિસ્તારના રહીશો કે પસાર થતા લોકોને પડતા અવરોધ, અગવડતા, ઘોંઘાટ, જોખમભર્યા કે નુકશાન દૂર કરવાના આશયથી અથવા જાહેર સલામતી જાળવવાના અને આવા સ્થળે અવરોધ નિવારવાના આશયથી સુચના આપી તેનો

અમલ કરાવશે અને આ નિયમો હેઠળ સ્થળ માટેના દરે લાયસન્સ ધરાવનાર આવી કોઇપણ સુચનાઓનો તુરત જ અમલ કરશે.

(૧૮) નીચે જણાવેલ અધિકારીઓને થિયેટરો અને જાહેર આનંદ- પ્રમોદના અન્ય સ્થળોએ જવાની છુટ રહેશે. (૧) આ નિયમ હેઠળ અને ખાસ કરીને નિયમ-૩૪ ના કોઇપણ ક્લોઝ હેઠળ કાર્યક્રમ અપાતો નથી તેની ખાતરી કરવા માટે જેને ફરજ બજાવવાની છે તે લાયસન્સ આપનાર અધિકારી કે તેણે અધિકૃત કરેલ અધિકારી, (૨) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કે લાયસન્સ આપનાર અધિકારીના સામાન્ય કે ખાસ આદેશથી જેણે હાજર રહેવાનું જણાવેલ હોય તો તે અધિકારી, (3) આ નિયમો હેઠળ મકાનની થિયેટર કે જાહેર આનંદ-પ્રમોદ સ્થળ તરીકેની યોગ્યતા અથવા તેમાના નિયુક્ત જોડાણો કે સાધનો જોગવાઇ માટે જાહેર બાંધકામ ખાતામાં કાર્યપાલક ઈજનેર કે પેટા વિભાગીય અધિકારી કે ઇલેક્ટ્રીક ઈન્સ્પેક્ટર કે તેનો મદદનીશ.

(૧૯) સ્થળનું લાયસન્સ ધરાવનાર, નિયમ-૨પની જોગવાઇ સિવાય લાયસન્સ આપનાર અધિકારી પાસેથી કાર્યક્રમ ભજવવાનું લાયસન્સ મેળવેલ ન હોય તેવી કોઇપણ વ્યક્તિને આજ સ્થળે સ્ટેજ પર નાટક ભજવવા, નૃત્ય ગાવાના કે સંગીતના કે અન્ય જાહેર કાર્યક્રમો પ્રદર્શિત કરવા માટે મંજુરી આપી શકશે નહીં.

(૨૦) દાખલ થવા અને બહાર નીકળવા માટેના, હવા ઉજાસ માટેની વ્યવસ્થા બને આગ સામેની સાવચેતી માટેની નીચેના નિયમ માની શરતોને અમલ થાય તો જ લાયસન્સ આપી શકશે.

(૨૧) (અ) ૫૦૦થી ઓછી કેપેસિટી વાળા કિસ્સામાં સ્ટેજથી અને પરવાના વાળી જગ્યાના એક જ રસ્તે જાહેર માર્ગ પર ન આવે તે રીતે બે અલગ અલગ બહાર જવાના રસ્તા અને ૫૦૦થી વધુ કેપેસિટી વાળા કિસ્સામાં દરેક ૨૫૦ વ્યકિત દીઠ એક અને તેથી વધારાની ઓછી સંખ્યા માટે એક બહાર જવાનો રસ્તો મુકવાનો રહેશે. આવા દરેક એક મીટરની પહોળાઇ જ્યારે ઉઘાડી હોય ત્યારે બારણા વચ્ચેની પહોળાઈ ૫ ફુટથી ઓછી ન હોવી જોઇએ. સિવાય કે આવા નિયમો અમલમાં આવે ત્યાર પહેલાં બંધાયેલા સ્થળોના કિસ્સામાં સલામતીની જરૂરીયાત માટે પોતાના મંતવ્ય મુજબ એક્ઝિટ માટેની અન્ય વ્યવસ્થા લાયસન્સ આપનાર અધિકારી સ્વીકારી શકશે.

(બ) પરવાના વાળી જગ્યાના કોઈ પણ ભાગમાં બેઠકની બાજુમાં અને કેન્દ્રમાં અથવા ગેંગવે ૪ ફુટથી ઓછી પહોળાઇનો ન હોવો જોઇએ અને બેઠક વ્યવસ્થાની લીટીએ માપતા કોઇપણ બેઠક પેસેજ કે ગેંગવેથી ૧૦ કે તેથી વધુ ફૂટના અંતરે હોવી ન જોઇએ.

(ક) જાહેર ઉપયોગ માટેના બારણા અને કોરીડોરો ઓછામાં ઓછા ફુટ અને ૬ ઇંચના પહોળા હોવા જોઇએ, બધા બારણા બહારથી ઉઘડતા જોઇએ અને દિવાલની બહાર પડે તેમ રહેવા જોઇએ

(ડ) પ્રજાના ઉપયોગ માટેના બધાજ બારણાં બંધ રાખવા પરંતુ સ્ટોપર મારવું નહી અને આવા દરેક બારણે કટોકટીમાં બારણું ઉઘાડી નાંખવાની ફરજ સોંપાયેલી હોય એવા એટેન્ડન્ટ મુકવું,

(ઈ) તરણખા ઉપર ઉડે નહીં તે માટે દરેક દિવાલે લોખંડ કે ટીનની આડક હોવી જરૂરી છે. લટકતા દિવાને લોખંડના સળિયાનો કે ઓછામાં ઓછો પાંચ ફુટ લાંબા વાયરનો ટેકો રાખવો જરૂરી છે. દિવાલના બધાજ દિવાઓ ઓછામાં ઓછા ૧૦ ઇંચ લાંબા મીટર બ્રેકર પર રાખવાના રહેશે. દિવાઓ જમીનથી સાત ફૂટથી ઓછા અંતરે રહેશે નહીં. અને દિવા પર મીટર પ્રોટેક્ટર સહિત સીલિંગથી બે ફૂટ થી ઓછા અંતરે હોવા જોઈએ નહીં.

(ચ) સ્થળમાં કે સ્થળની નજીકમાં ૧૫૦ ડીગ્રીથી ઓછું ફલેશ પોઇન્ટ ધરાવતું ખનીજ તેલ કે કેરોસીનનો ઉપયોગ તેમજ ખુલ્લી બત્તીઓ અને ટોર્ચ (મશાલ)નો ઉપયોગ કરવાની મનાઈ છે..

આ સમાચાર   પણ વાંચો :  Lalbaugcha Raja 2024: લાલબાગચા રાજા’નો દરબાર ભરાશે, ગણપતિ બાપ્પાનું પાદ્ય પૂજન થયું; જુઓ તસવીરો.

(છ) થીયેટરમાં ગેસ બત્તી રાખવામાં આવે ત્યારે ગેસ અને મીટરની અલગ અને વિભિન્ન વ્યવસ્થા હોવી જોઇએ. (અ) સ્ટેજ (બ) ઓડીટોરીયમ અને (B) સીડી, કોરીડોર અને એક્ઝિટ બધી ગેસ પાઇપો લોખંડ કે બ્રાસની હોવી જોઈએ.

(જ) ફાયર એન્ડ સેફટી અધિકારી દ્વારા જણાવાયેલી હોય તેટલી સંખ્યામાં દરેક સ્થળે આગની ડોલો રાખવાની રહેશે. અને નિયમીત રીતે બદલવાની રહેશે. ઓછામાં ઓછી અઠવાડિયામાં(બે વખત) આવા પાણીમાં મચ્છરોની ઉત્પત્તિ નિવારવા માટે થોડો ચુનો ઉમેરવાનો રહેશે. ધુળ કે સુકી રેતીની ડોલો પણ પુરી પાડવાની રહેશે અને આવી ચીજો તરફ પ્રજાનું ધ્યાન પડે તે હેતુથી વાંચી શકાય તે રીતે બોર્ડો ચીતરી તેની ઉપર મુકવાના રહેશે. તેમજ પરવાના વાળી જગ્યામાં ફાયર એલાર્મ, બીમ ડીટેક્ટર, સ્મોક ડીટેક્ટર, સ્પ્રિન્કલર, MCP (Manual Call Point) વિગેરે ઉપરાંત ફાયર એક્યુગ્રેસર તેમજ ફાયર સેફટીના પુરતા પ્રમાણમાં સાધનો પણ રાખવાના રહેશે. તેમજ ફાયર સેફટી અધિકારીશ્રીનું ‘ના વાંધા પ્રમાણપત્ર’ મેળવવાનું રહેશે.

(ઝ) સીડી, લોબી, કોરીડોર, કે પેસેજ કે જે બેઠકોની હાર વચ્ચે આવતી ન હોય અને જેનો ઉપયોગ એક્ઝિટ તરીકે થતો હોય તેની પહોળાઇ પાંચ ફુટથી ઓછી હોવી જોઇએ નહીં અને આવા પસેજ કે ગેંગ માર્ગથી કોરિડોરની દિવાલોમાં જમીનથી પાંચ ફુટની અંદર રીસેસ કે પ્રોજેકશનો હોવા જોઈએ.

(ટ) પબ્લિકના ઉપયોગ માટેના બધાંજ એકઝીટ અને બારણાઓ પર જમીનથી ઓછામાં ઓછા છ ફુટ ઉપર સાત ઇંચ લંબાઇમાં કાળી સપાટીમાં સ્થાનિક ભાષામાં નોટીસ લગાવવાની રહેશે.

(ઠ) જે બારણામાંથી બહાર નીકળાતું ન હોય તેવા બધાજ બારણાઓ પર જે તે વિસ્તારમાં સમજી શકાય તેવી ભાષામાં નો એકઝીટ શબ્દો લખવાના રહેશે.

(દ) જે શહેરમાં ટેલીફોન વ્યવસ્થા છે ત્યાં આવા સ્થળો નજીકના ફાયર બ્રીગેટ નજીકથી ટેલીફોન દ્વારા જોડાયેલા હોવા જોઇએ

(ધ) દરેક વખતે આવા સ્થળો ચોખ્ખા તથા સેનેટરી વ્યવસ્થા ધરાવતા હોવા જોઇએ. જમીન તથા દિવાલો ઓછામાં ઓછા દર મહીને એક વાર ત્રણ ફુટની ઉંચાઈ સુધી તીવ્ર જંતુનાશક દવાથી ધોવી જોઈએ. જાહેર પ્રજાના ઉપયોગ માટે લાયસન્સ આપનાર અધિકારીને સંતોષ થાય તેટલી પુરતી સંખ્યામાં યોગ્ય સ્થળોએ થૂંકદાનીઓ રાખવી જોઇએ. થૂંકદાનીમાં તીવ્ર જંતુનાશક દવાનો સમાવેશ કરવો જોઈએ અને અવાર નવાર ખાલી કરવી પડશે આવા સ્થળોના અગત્યના વિભાગમાં આવી થુંકદાનીઓ ઉપયોગ કરવાની નોટીસો લગાડવી જરૂરી બનશે.

(ન) આ નિયમો અમલમાં આવ્યા પછી જાહેર આનંદ-પ્રમો ના ઉપયોગમાં લેવા માટે બંધાયેલા આવા દરેક મકાનમાં હવા ઉજાસની બારીઓ/રસ્તાઓ/ગેલેરીઓ અને સીડીઓ શકય હોય ત્યાં સુધી આગ ન લાગે તેવી સાધન સામગ્રીથી બાંધવાની રહેશે.

(૫) અગ્નિ સહિત સાધનસામગ્રીથી બોક્સના પીર્ટીશન બાંધવાના રહેશે.

(ફ) ચઢવાની સીડીના ચઢાણનું પ્રમાણ ૨ થી ૩ ઇંચ કરતાં મોટું ૧૨ ઇંચના કદમાં રાખયા દેવાશે નહીં. 

(બ) બારી બારણાનો વિસ્તાર કુલ ફલોર વિસ્તારના ૨૦ ટકાથી ઓછો હોવો જોઇએ નહીં. અને બારીઓ જાહેર બાંધકામ ખાતાનો અધિકારી સૂચના આપે તે રીતે તેટલા વિસ્તારની તેટલી સંખ્યામાં અને તેવી જગ્યાએ રાખવાની રહેશે. સ્થળો પર વિજળી જોડાણો હોય તો યાંત્રિક સાધનો જેવાં કે પંખા ૫૦૦ ક્યુબીક ફુટ જેટલી કે તેથી વધુ હવા ફેંકે તેવા હોવા જોઇએ. જ્યાં આવા સાધનો વપરાયા હોય ત્યાં આરોગ્ય ખાતાના અધિકારીના સંપર્ક સાથે જાહેર બાંધકામ

ખાતાના અધિકારી આ ક્લોઝમાંથી બારી અને બારણાંના કુલ વિસ્તારની શરતમાં છૂટછાટ મુકી શકશે.

 

(૨૨) દરેક કાયમી સ્થળ પ્રોસેનિયમ દિવાલની ટોચ પર કે જાહેર બાંધકામ ખાતાના સંબંધિત અધિકારી મંજુર રાખે તેવા અન્ય સ્થળે હંમેશા પાણી ભરી રાખેલ સીસ્ટર્ન (આવા સ્થળમાં અગ્નિ સેવા સાથે જોડાયેલ) રાખવાના રહેશે. આવા દરેક સીસ્ટર્નની શક્તિ આવા સ્થળોમાં સમાવવાની દરેક ૧૦ વ્યક્તિ દીઠ ઓછામાં ઓછા ૨૫૦ ગેલન પાણી સમાવી શકાય તેટલી હોવી જોઇએ. આ સીસ્ટમમાં પાણીની ઉંડાઇ જાણી શકાય તેવા નિર્દેશકો બહાર લગાડવાના રહેશે. અને પાણી હંમેશા શુધ્ધ અને કચરા વિનાનું હોવું જોઇએ. અને સીર્સ્ટન વર્ષમાં એક વખત તો સાફ કરવાનું રહેશે. કામ ચલાઉ થીયેટરો (ટેન્ટ, પેન્ડલ અને તેવા સ્થળો) માં પાણીનો પુરવઠો રાખવાની વ્યવસ્થા કરવાની રહેશે.

(૨૩) એસીટીલીન વાયુ ઉત્પાદકો બીલ્ડીંગ કે ઓડીટોરીયમ માટેના બાંધકામની બહાર રાખવાના રહેશે. 

(૨૪) હવે પછી જિલ્લા મેજીસ્ટ્રેટથી દ્વારા જાહેર કરાય તે બધાંજ વિસ્તારમાં પુરતી સંખ્યામાં નાળચાવાળી નળી (હાઇકન્ટ) નાંખવાની રહેશે. આ નળીઓની સંખ્યા ચીફ ઓફિસર ન હોય ત્યાં સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી નક્કી કરશે આવી દરેક નળીઓનો વ્યાસ ૧/૨ ઇંચથી ઓછો ન હોવો જોઇએ. અને આવા દરેકનો હાઈફન્ટ માટે ૫૦ ફીટ ઓછા ન હોય તેવો હોજ પુરો પાડવાનો રહેશે. જાહેરાતના સમયે આવા સ્થળો માટે લાયસન્સ અપાયેલ ના હોય તેવા કિસ્સામાં આ જોગવાઇઓનો અમલ કરવા માટે અધિકારીઓ ઓછામાં ઓછા ૬ મહિના અને વધુમાં વધુ બે વર્ષનો સમય નક્કી કરશે.

(૧) ચેપી રોગ ચાલતો હોય ત્યારે લાયસન્સ આપનાર અધિકારી સુધરાઇના જાહેર આરોગ્ય ખાતાના મદદનીશ નિયામક જિલ્લા આરોગ્ય અધિકારીનો સંપર્ક સાધવો અને જો સલાહ મળી તો ખાસ નોટીસ દ્વારા (અ) નિયમ-૧ના કલોઝ (બ)માં દર્શાવેલી જગ્યાના દરમાં ઘટાડો (બ) સ્થળમાં અવાર નવાર દવાનો છંટકાવ (ક) નોટીસમા દર્શાવેલા સારા હવા ઉજાસ માટેના પગલાં ભરવાનું સૂચવશો.

(૨) આવી સૂચનાઓનો અમલ ના થાય ત્યાં સુધી આવા સ્થળો માટેનું લાયસન્સ અમલમાં કે ચાલુ રહેશે નહીં.

(૨૫) (૧) આ નિયમો હેઠળ નીચે કાર્યક્રમ માટે લાયસન્સની જરૂરિયાત રહેશે નહીં.

(અ) ડ્રામેટીક પરર્ફોમ્સ એક્ટ-૧૮૭૬ હેઠળ જિલ્લાના ભાગમાં નાટકના કાર્યક્રમ માટેનું લાયમન્સ અમલમાં હોય તેવા કિસ્સામાં સિવાય કે નિયમ ૩૪ના પેટા નિયમ (૧) હેઠળ અને તે જ નિયમ ૩૪ના પેટા નિયમ (૨)ના જોગાવાઇખોના અમલની અપેક્ષાએ કોઇ નાટક કે પ્રદર્શન પ્રદર્શિત કરવા માટેના લાયસન્સની ના પાડી શકે કે આપેલ લાયસન્સ પાછું લઈ શકે તેવા કારણોસર લાયસન્સ આપનાર અધિકારી આવી કાર્યક્રમ કે પ્રદર્શન કોઇ પણ સમયે અટકાવી શકે.

(૨) કોઇપણ વ્યક્તિ આ નિયમના પેટા નિયમ (૧) હેઠળ અટકાવાયેલ કાર્યક્રમ બજવવામાં મદદરૂપ થઈ શકશે નહીં કે તેમાં ભાગ લઇ શકશે નહીં.

(૨૬) નિયમ-૨૫ હેઠળ લાયસન્સની જરૂર ન હોય તેવા નાટ્ય કાર્યક્રમ આપવા માટે વ્યવસ્થાપક કે વ્યકિત લાયસન્સ આપનાર અધિકારી કે કોઇ પણ સબ ઇન્સ્પેકટરથી ઉપરના કક્ષાનો પોલીસ અધિકારી કે જેને આ માટે લાયસન્સ આપનાર અધિકારીએ ખાસ કે સામાન્ય આદેશ દ્વારા સત્તા આપેલી હોય તે કાર્યક્રમ કે પ્રદર્શનના કોઇ પણ દિવસે નાટકની નકલ સહિત ડ્રામેટીક પરફોમન્સ એકટ-૧૮૭૬ હેઠળનું અમલમાં હોય તે લાયસન્સ તપાસવા માંગે ત્યારે રજુ કરવાનું રહેશે.

(૨૭) નિયમ-૨૫ની જોગવાઇઓ સિવાય કોઇ પણ વ્યક્તિ સ્ટેજ પરના નાટક, નૃત્ય, ગાયન અથવા

સંગીત કે અન્ય કોઇ પ્રદર્શન કે કોઇ રૂપાંતર કે રકમ જેમાં પૈસા લઇને પ્રજાને દાખલ કરવામાં

આવે છે તેમાં ભાગ લઈ શકશે નહીં. સિવાય કે તેણે કાર્યક્રમ આપવાનું લાયસન્સ મેળવેલ હોય

તેમજ કોઈ વ્યકિત જે સ્થળ માટે કાર્યક્રમ આપવાનું લાયસન્સ અપાયેલ ન હોય તેવા સ્થળ

પર લાયસન્સ મેળવ્યા વગર આવા જાહેર કાર્યક્રમ રાખી શકશે નહીં. કાર્યક્રમ આપવાનું લાયસન્સ આ સાથે બીડેલ પરિશિષ્ટ-બ પ્રમાણે તેમાં જરૂરી ફેરફારો અને વધારા કરવાની રહેશે

District Magistrate Dr. regarding regulation of places of public pleasure in Surat district. Saurabh Parghi's 'Primary Declaration'

District Magistrate Dr. regarding regulation of places of public pleasure in Surat district. Saurabh Parghi’s ‘Primary Declaration’

(૨૮) આનંદ-પ્રમોદના નિયમો હેઠળ કાર્યક્રમ આપવા માટેનું લાયસન્સ ધરાવતા કોઇપણ વ્યક્તિએ રાતના ૧૧ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી કે અન્ય સમય જે લાયસન્સ આપનાર અધિકારી ખાસ આદેશ દ્વારા જણાવે તે દરમ્યાન કાર્યક્રમ આપવાના અનુસંધાને સ્થળની નજીક કે બહાર સંગીત વગાડી શકશે કે લગાડવા લઇ શકશે નહીં.

નામદાર સુપ્રીમકોર્ટના વખતો વખતના ચુકાદાના નિર્દેશો તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પર્યાવરણ ભવનના નં.ગુપ્રનિબોડ/ નોઈસ /યુનિટ-૪/ જન-પીએન-૫ /૫૧૨૫૨/ તા.૧૪/૦૫/૨૦૧૦થી ઘોંઘાટ ઉત્તપન્ન કરતા અને નિપજાવતા શ્રોતોના નિયંત્રણ અને નિયમન માટે ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા પર્યાવરણ (સુરક્ષા) અધિનિયમ-૧૯૮૬ ની કલમ-૬ તથા ૨૫ હેઠળ ધ્વનિ પ્રદુષણ (નિયમન અને નિયંત્રણા નિયમો-૨૦૦૦નું તા.૧૪-ફેબ્રુઆરી-૨૦૦૦નું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. જેમાં તા.૧૧/૧/૨૦૧૦ ના રોજ થયેલ નિયમોના સુધારા મુજબ તથા ધ્વનિ પ્રદુષણ નિયમો-૨૦૦૦ અન્વયે ધ્વનિની માત્રાના જે ધોરણો નક્કી કરવામાં આવેલા છે તે મુજબ તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તેમજ સાઉન્ડ લીમીટર લગાવવાના રહેશે. સ્પષ્ટતા:- સ્પષ્ટતાના નિયમ માટે સંગીતમાં ગ્રામોફોન, ફોનોગ્રામ, રેડીયો, એમ્પ્લીફાયર, રેડીયો, ગ્રામોફોન એન્ડ ટીમ ટોમ, સીમ્બોલ તેમજ અન્ય માપનોના સમાવેશ થાય છે.

૨૯) (૧) સદર મુકામે બજાવવાના કાર્યક્રમ માટે લાયસન્સ આપનાર અધિકારી જિલ્લા મેજીસ્ટ્રેટ અથવા તો તેમના તરફથી નિયમ કરેલ અધિકારી રહેશે.

(૨) દરેક કિસ્સામાં કાર્યક્રમ ભજવવા માટેના લાયસન્સ અધિકારી જિલ્લા મેજીસ્ટ્રેટના તાબા હેઠળ રહેશે કે જે કાર્યક્રમ ભજવવા અંગેની બધી સત્તા ભોગવશે.

(૩૦) માંદગીના કિસ્સામાં જે વિસ્તાર માટે સત્તા અપાયેલી છે. ત્યાંથી ગેરહાજરી અથવા અન્ય જરૂરી અને યોગ્ય કારણે લાયસન્સ આપનાર અધિકારી પોતાની ફરજ બજાવી શકે તેમ ન હોય તેવા કિસ્સામાં લાયસન્સ આપનાર અધિકારીની સત્તા અને ફરજો આ સંબંધી જિલ્લા મેજીસ્ટ્રેટ ખાસ કે સામાન્ય આદેશથી નીમે તે અધિકારી ભોગવશે.

(૩૧) સ્ટેજ, નાટક, નૃત્ય, ગીતો, સંગીત કે અન્ય રમતોના કાર્યક્રમોનું આયોજન કોઇ પણ સ્થળ માટે વ્યક્તિઓના જુથ દ્વારા કરાયેલ હોય ત્યારે આવા વ્યકિતઓને અરજી કરવાની રહેશે. આવા જૂથના કોઇ પણ સભ્યો દ્વારા નિયમનો ભંગ કરાવેલ હોય ત્યારે આવી વ્યવસ્થાપક તેવી ભંગ કરેલી ગણાશે.

(૩૨) કાર્યક્રમ ભજવવાના લાયસન્સમાં (૧) કાર્યક્રમની દરેક આઇટમનું શિર્ષક, અને (૨) આવી

આઇટમોનું સામાન્ય વર્ણન દા.ત. નાટકના ગીતોનો સમાવેશ થશે. 

(33) આનંદ-પ્રમોદના કોઈ એક જ કે પોતાના તાબા હેઠળના વિસ્તારના બધા જ સ્થળે કાર્યક્રમ ભજવવા પોતાના માટે લાયસન્સ આપનાર અધિકારી સરકારના નીતિનિયમો મુજબ પોતાની મનસૂબી મુજબ લાયસન્સ આપી શકશે.

(૩૪) આ નિયમો હેઠળ કાર્યક્રમ ભજવવા માટેની અરજી કરનાર દરેક વ્યકિત સિવાય કે લાયસન્સ આપનાર અધિકારીને આ નિયમની જવાબદારીમાંથી છૂટ આપી હોય દરેક સ્ટેજ નાટકની નકલ ભજવવાના સમયથી પાંચ દિવસ અગાઉ રજુ કરશે.

(૩૫) (૧) લાયસન્સ આપનાર અધિકારી અરજીમાં દર્શાવેલ કોઇ પણ એક કે બધી આઇટમો ભજવવા માટે આપેલ લાયસન્સ રદ કરી શકશે. કે પાછું ખેંચી શકશે. જો તેને જણાશે કે,

(ક) આઇટમો ખરાબ અને બિભત્સ છે.

(ખ) કોઇપણ વ્યક્તિ વર્ગની ધાર્મિક લાગણીઓ ઘવાઈ તેમ છે.

(ગ) રાજદ્રોહી હોવાનું કે રાજકીય અસંતોષ પેદા થાય તેમ છે.

(ઘ) જુદા જુદા વર્ગો વચ્ચે દુશ્મનાવટ પેદા કરે તેમ છે.

(ચ) શાંતિમાં વિક્ષેપ પહોંચાડે તેમ છે.

District Magistrate Dr. regarding regulation of places of public pleasure in Surat district. Saurabh Parghi's 'Primary Declaration'

District Magistrate Dr. regarding regulation of places of public pleasure in Surat district. Saurabh Parghi’s ‘Primary Declaration’

(છ) ઉપર (ક)(ખ)(ગ) (પ)અને (૫) માં સમાવેશ થયેલો ન હોય તેવા કોઇપણ કારણસર વાંધાજનક જણાય તેમ છે.

(૨) લાયસન્સીંગ અધિકારી પોતાના ના પાડતા કે લાયસન્સ પાછા ખેંચતા આદેશમાં કારણોનો સમાવેશ કરશે અને (જ) હેઠળના પાડેલ હોય તો જે કારણસર વાંધાજનક જણાયેલ હોય તે

કારણોનો સમાવેશ પોતાના આદેશમાં કરશે.

(૩૬) પરર્ફોમન્સ લાયસન્સ જે વર્ષમાં મંજુર કરવામાં આવેલ હોય, તે વર્ષની ૩૧મી ડીસેમ્બરથી વધારે સમય માટે આપી શકાશે નહીં.

(૩૭) કાર્યક્રમ ભજવવાનું લાયસન્સ ધરાવનાર વ્યકિત કાર્યક્રમ કે પ્રદર્શન દરમ્યાન સ્ટેજ પર નીચે મુજબની કોઇ પરવાનગી આપશે નહીં.

(ક) ભાષાકીય અપવિત્રતા કે અયોગ્યતા

(ખ) વસ્ત્રો નૃત્યો કે ચાળાની અયોગ્યતા

(ગ) કોઇ પણ વ્યક્તિનું ગુનાહીત વ્યકિતત્વ કે રજુઆત

(ઘ) રાજદ્રોહી કે રાજકીય અસંતોષ વ્યકિત કરતો કોઈ પણ ગણતરી પૂર્વક લાગણી ધવાય તેવી બાબત.

(ચ) હુલ્લડ પેદા કરે કે શાંતિ જોખમાઇ કે જુદા જુદા વર્ગો વચ્ચે ભેદભાવ ભરી લાગણી પેદા થાય તે વ્યકિત તે વ્યક્તિના જુથની ધાર્મિક લાગણી ધવાય તેવી બાબત

(છ) જંગલી પશુઓ સાથેનું ભય પેદા થાય તેવું પ્રદર્શન.

(૪) પબ્લીક માટે જોખમ, નુકશાન કે ભય પેદા થાય તેવા કોઇ પણ કાર્યક્રમ

(૩૮) (અ) મેળાનો કોઇ પણ વ્યવસ્થાપક દસ વર્ષની ઉંમર નીચેના છોકરા કે છોકરીને મેળામાં કલાકાર તરીકે રાખી શકશે નહીં.

(૩૯) (અ) લાયસન્સ આપનાર અધિકારી કાર્યક્રમ પર હાજર હોય અને કોઇ પણ સમયે તેને જણાય કે કાર્યક્રમ વાંધા યુક્ત છે તો લાયસન્સ બંધ કરશે. કે કાર્યક્રમમાં ફેરફાર કરવાનું જણાવી શકશે.

(બ) સબ ઇન્સ્પેકટરથી નીચેની કક્ષાએ ન હોય તેવા પોલીસ અધિકારી કે જેને ખાસ કે સામાન્ય આદેશ દ્વારા લાયસન્સ આપનાર અધિકારીએ કાર્યક્રમમાં હાજરી આપવાનું જણાવ્યું હોય તેને કાર્યક્રમ વાંધા જનક જણાય તો તે મુદા પરની પોલીસ અધિકારીની રજુઆત અંગેની લાયસન્સ અધિકારીના નિયમની અપેક્ષાએ લાયસન્સ ધરાવનાર વ્યકિત કાર્યક્રમ બંધ કરશે કે ફેરફાર કરશે.

(૪૦) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીની ખાસ મંજુરી મેળવ્યા સિવાય કોઇ પણ વ્યકિત મધરાતના (૧૨) પછી કાર્યક્રમ ચાલુ રાખી શકશે નહીં.

(૪૧) દરેક એવી વ્યકિત કે જેની પાસે પરર્ફોમન્સ અથવા તો પ્રિમાયસીસ લાયસન્સ છે તે એ જગ્યા ઉપર શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સંપુર્ણપણે જવાબદાર રહેશે. સાથે જ આનંદ પ્રમોદની આ જગ્યા ઉપર જાહેર વ્યવસ્થા તેમજ ટ્રાફિક વ્યવસ્થાની જવાબદારી પણ એની જ રહેશે. એણે લાયસન્સ અધિકારીની સૂચના મુજબ જરૂરી પોલીસ બંદોબસ્ત એની જરૂરી ફી ભરીને મેળવવાનો રહેશે.

(૪૨) સ્થળ માટેનું કાર્યક્રમ કે તેનો ભાગ ભજવવા માટેનું દરેક લાયસન્સ ધરાવનાર આ નિયમના કોઇપણ ભંગ કરે તો તે લાયસન્સ આપનાર અધિકારી દ્વારા રદ થઇ શકશે.

આ સમાચાર   પણ વાંચો :  Apple WWDC 2024: AI ની દુનિયામાં હવે iPhoneની એન્ટ્રી, Apple iOS 18 માં આવ્યું નવુ અપડેટ, આ જોરદાર AI ફીચર્સ જોવા મળશે..

(૪૩) પોતાની સત્તા હેઠળ યોગ્ય કારણસર આ નિયમોના કોઈ પણ નિયમના અમલમાં લાયસન્સ આપનાર અધિકારી છૂટછાટ આપી શકશે.

(૪૪) સદર નિયમો હેઠળ લાયસન્સ આપવાના અધિકાર જેને અપાયેલ હોય તે લાયસન્સ અધિકારીના કોઇ પણ આદેશ પર જિલ્લા મેજીસ્ટ્રેટ રીવીઝન કરી શકશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ગણાશે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 11, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
A meeting of the Child Labor Task Force Committee was held under the chairmanship of Surat District Collector Dr. Saurabh Pardhi.
સુરત

Surat : સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીની અધ્યક્ષતામાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ

by Hiral Meria May 31, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai 

Surat :  સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની ( Child Labor Task Force Committee ) બેઠક યોજાઈ હતી. જેમાં માર્ચ માસમાં બાળમજૂરી નાબૂદી અભિયાન હેઠળ કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.  

             બેઠકમાં કલેકટરશ્રીએ ( Dr Sourabh Pardhi ) બાળમજૂરીમાંથી રેસ્કયુ કરવામાં આવેલા બાળશ્રમિકોનું પુનર્વસન થાય તેમજ બાળમજુરી અંગે વધુમાં વધુ જાગૃતિ ( child labour awareness ) કેળવાય તે માટે સૌને સાથે મળી કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો. જોખમી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા બાળશ્રમિકોને રેસ્ક્યુ કરવા પર ભાર મૂકી બાળકો, તરૂણોનું ભવિષ્ય અંધકારમય ન બને એ માટે બાળમજૂરી કરાવતા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવો મત વ્યક્ત કર્યો હતો. 

               બેઠકમાં મદદનીશ શ્રમ આયુક્ત એચ. એસ ગામીતે વિગતો આપતા જણાવ્યું કે, માર્ચ મહિનામાં ટાસ્કફોર્સ દ્વારા હોટેલ-રેસ્ટોરન્ટ, કરખાનાઓમાં બે રેડ કરાઈ હતી, જેમાં એક બાળશ્રમિક ( child labour ) અને ૩ તરૂણ શ્રમિકો માલૂમ પડ્યા હતા. જેમના પુનર્વસનની કામગીરી કરવામાં આવી છે. આ બાળકો બિહારના હોવાથી બિહારમાં રહેતા તેમના માતાપિતાને સુરત બોલાવી બાળકો સાથે માતાપિતાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં બાળક ફરી વાર બલમજૂરીના દલદલમાં ન ફસાય એ માટે સમજણ આપવામાં આવી છે એમ મદદનીશ શ્રમ આયુકત શ્રી ગામીતે જણાવ્યું હતું.

આ સમાચાર  પણ વાંચો: RBI : RBI બ્રિટનમાંથી 100 ટનથી વધુ સોનું ભારતમાં પાછું લાવ્યા! 1991 પછી પહેલીવાર આવું દેશમાં બન્યું..

         બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી જિજ્ઞેશ ચૌધરી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

May 31, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક