• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - drugs - Page 4
Tag:

drugs

રાજ્ય

ગુજરાત ATSનું ઓપરેશન ગિયર બોક્સ- કોલકાતામાંથી અધધ આટલા કરોડનું 4 કિલો હેરોઇન કર્યું જપ્ત 

by Dr. Mayur Parikh September 10, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ગુજરાત(Gujarat)એટીએસ(ATS) અને ડીઆરઆઈ(DRI)એ સંયુક્ત રીતે કોલકાતામાં એક ઓપરેશન પૂરું પાડ્યું છે.

ગુજરાત એટીએસ અને ડી.આર.આઈ. એ કોલકાતા પોર્ટ(Kolkata port) ટ્રસ્ટના પોર્ટ પરથી સ્ક્રેપના કન્ટેનર(scrap container)માં લવાયેલું 200 કરોડનું 40 કિલો હેરોઇન પકડ્યું છે.

આ હેરોઈન કન્ટેનરમાં રાખવામાં આવેલા 12 ગિયર બોક્સ(Gear box)માં છુપાવવામાં આવ્યું હતું. કુલ 72 પેકેટ હેરોઈન જપ્ત કરવામાં આવ્યા છે.

DRIએ NDPS એક્ટ 1985ની જોગવાઇઓ હેઠળ ફરિયાદ નોંધી જપ્તીની કાર્યવાહી શરૂ કરી છે. 

આ સમાચાર પણ વાંચો : ગણપતિ બાપ્પા મોરિયા- અગલે બરસ તુ જલ્દી આ- મુંબઈમાં લાલબાગચા રાજાને અપાઈ વિદાય- ઉમટી ભક્તોની ભીડ- જુઓ વિડીયો 

September 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

ટિકટોક સ્ટાર અને ભાજપ નેતા સોનાલી ફોગટનાં મોત પહેલાનાં CCTV ફૂટેજ આવ્યા સામે-સો મીડિયા સ્ટારની આવી હતી હાલત- જુઓ વિડીયો

by Dr. Mayur Parikh August 26, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

હરિયાણાની(Haryana) ભાજપ નેતા(BJP leader) અને સોશિયલ મીડિયા સ્ટાર(Social Media Star) સોનાલી ફોગાટના(Sonali Phogat) મૃત્યુ અંગે ગોવા પોલીસ (Goa Police) તરફથી ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે. સોનાલી ફોગાટને લિક્વિડને મિક્સ કરી ડ્રગ્સ (Drugs) પીવડાવવામાં આવ્યું હતું. સોનાલીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ (Postmortem report) બાદ ગોવા પોલીસ દ્વારા આ ખુલાસા કરાયા છે.

દરમિયાન ડ્રગ્સના નશામાં લથડિયા ખાતા સોનાલી ફોગાટના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) સામે આવ્યા છે. આ ફૂટેજ સવારે 4:27 વાગ્યાના છે. ગોવા પોલીસે હોટલના 200 થી 300 સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા છે જેમાં આ ભાગ મળ્યો છે. આ ફૂટેજમાં સોનાલી ટોપ અને હાફ પેન્ટ પહેરેલી જોવા મળી રહી છે. તેમને હોટલના કોરિડોરથી રૂમમાં લઈ જવામાં આવી રહ્યા છે.

This is CCTV footage allegedly of Sonali Phogat with Sudhir Sangwan of August 22 She can barely walk Drunk or God knows what they drugs they gave her #SonaliDeathMystery#SonaliPhogat pic.twitter.com/gj5JDCW4bL

— Rosy (@rose_k01) August 26, 2022

આ સમાચાર પણ વાંચો : સુપર ફ્લોપ છતાંય આમિર ખાનની ફિલ્મે અધધધ આટલા કરોડ કમાયા- તોડ્યા આ રેકોર્ડ્સ

ફૂટેજમાં જોવા મળે છે કે તે પોતાના પગ પણ બરાબર રાખી શકતી નથી અને લથડિયાં ખાઈને ચાલી રહી છે. એક વ્યક્તિ તેમને ખભાના ટેકાથી લઈ જઈ રહ્યો છે. આ ફૂટેજ પરથી પહેલી નજરે એવું લાગે છે કે તે ખૂબ જ નશામાં છે અને તેની સાથે જબરદસ્તી પણ કરવામાં આવી છે. જો કે ઉંડી તપાસ બાદ જ સત્ય હકીકત જાણવા મળશે.

August 26, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈ એન્ટી નાર્કોટિક્સનું દિલધડક ઓપરેશન- ગુજરાતના ભરૂચથી અધધ કિંમતનું ડ્રગ્સ કર્યું જપ્ત- સાતની અરેસ્ટ

by Dr. Mayur Parikh August 17, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

માર્ચ મહિનામાં મુંબઈ(Mumbai)ના ગોવંડી(Govandi)માં શિવાજી નગરમાં ડ્રગ્સ વેચનારા આરોપીની ધરપકડ બાદ ચાલી રહેલી પૂછપરછમાં છેડો છેક ગુજરાત(Gujarat) સુધીપહોંચ્યો હતો અને તપાસને અંતે મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલ(Mumbai Anti Narcotics Cell) ના વરલી યુનિટે(Worli Unite) આંતરરાષ્ટ્રીય બજાર(International Market)માં અધધ ગણાય એ કિંમતનો ડ્રગ્સનો મોટો જથ્થો ગુજરાતના ભરૂચ(Bharuch) જિલ્લામાં એક કંપનીમાં રેડ (Raid) પાડીને જપ્ત કર્યો છે. જપ્ત કરેલા માલની કિંમત 1,056 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.

મુંબઈ શહેર(Mumbai city)માં નાર્કોટિક્સ, ડ્રગ ઉત્પાદકો અને ગેરકાયદેસર રીતે ડ્રગ્સ ખરીદતી આંતર-રાજ્ય ગેંગનો પર્દાફાશ કરીને કેટલાક સભ્યોની ધરપકડ સાથે કરોડો રૂપિયાના ડ્રગ્સ(Drugs)ને ઝડપી પાડ્યું છે. એન્ટી નાર્કોટિક્સ સેલ વરલી યુનિટ મુંબઈએ  13 ઓગસ્ટ, 2022ના  ભરૂચના અંકલેશ્વર(Ankleshwar)માં એક કંપનીમાં રેડ પાડી હતી અને આરોપી પાસેથી 513 કિલોથી વધુ એમડી (મેફેડ્રોન) ડ્રગ્સ જપ્ત કર્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત 1026 કરોડ રૂપિયાથી વધુ છે. આ સાથે જ એમડી (મેફેડ્રોન) ડ્રગ્સની તૈયારીમાં વપરાતો 812 કિલોથી વધુ સફેદ પાવડર(White powder) પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે 397 કિલોથી વધુ મેકેડ્રોન તૈયાર કરવાની પ્રક્રિયામાં વપરાતો તપખીરી રંગના ખડા જપ્ત કર્યા છે.

આ સમાચાર પણ વાંચો :  ટ્રિપલ તલાક બાદ હવે મુસ્લિમ મહિલાઓનો આ તલાક સામે પણ વિરોધ- સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી અરજી

આ અગાઉ પોલીસે આ કેસમાં કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં છ પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. સાત આરોપીઓમાંથી પાંચ આરોપીઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે, જ્યારે અન્ય બે આરોપીઓને વધુ પૂછપરછ માટે પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.

હકીકતમાં આ કેસની તપાસ છેક માર્ચ 2022થી ચાલી રહી હતી. એન્ટી નાર્કોટિક્સ સેલ, વરલી યુનિટને મળેલી ટીપ મુજબ ડ્રગ્સની ખરીદી વેચાણ થવાનું હતું. એ ટીપને આધારે 29 માર્ચ, 2022ના ગોંવડીમા શિવાજી નગર, ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ(Ghatkopar-Mankhurd Link Road) પર માતા રમાબાઈ આંબેડેકર મનોરંજન મેદાનમાં રેડ પાડીને તેમને એક આપી પાસેથી 250 ગ્રામ અને બીજા આપી પાસેતી 2 કિલો 760 ગ્રામ વજનનું મેકડ્રોન સહિત અન્ય વસ્તુઓ મળી આવી હતી. વધુ તપાસ કરતા અન્ય બે આરોપી હાથ લાગતા તેમણે આપેલી માહીતીને આધારે પાંચમા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પાંચમા આરોપી પાસેથી 701 કિલોથી વધુ વજનનું મેકડ્રોન મળી આવ્યું હતું, જેની કિંમત 1403 કરોડ રૂપિયાની હતી.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ- આ બીજેપી નેતાનો મોટો દાવો- કહ્યું- ટૂંક સમયમાં NCPના એક મોટા નેતા થશે જેલ ભેગા

આ તપાસ ચાલી રહી હતી એ દરમિયાન પાંચમા આરોપીએ ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર તાલુકાની એક કંપનીમાં મેકડ્રોન આ ડ્રગ્સ બનાવવામાં આવતો હોવાનું કહ્યું હતું. તપાસ બાદ અંતે 13 ઓગસ્ટના એન્ટી નાર્કોટિક્સ ની વરલી યુનિટે અંકલેશ્વરના પાનોલીમાં જી.આઈ.ડી.સી.માં  કેમિકલ બનાવતા કારખાનામાં રેડ પાડી હતી. અહીંથી એક આરોપીની ધરપકડ કરીને  કારખાનામાંથી કુલ 513 કિલો કરતાં વધુ વજનનો એમડી(મેકડ્રોન) જેની કિંમત લગભગ 1026 કરોડ રૂપિયા છે, તે ડ્રગ્સ અને  મેકડ્રોન તૈયાર કરવાની પ્રક્રિયામાં વપરાતો લગભગ 81 કિલો કરતા વધુ વજનનો સફેદ પાવડર  અને 397 કિલો કરતા વધુ વજનનો તપકીરી રંગનું રસાયણ જપ્ત કર્યું હતું.

સાત આરોપીઓ પાસેથી કુલ મળીને 1218 કિલોથી વધુ એમડી (મેફેડ્રોન) ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ સાત આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 2435 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત એમડી (મેફેડ્રોન) ડ્રગ્સ બનાવવામાં ઉપયોગી અનેક પ્રકારના રસાયણો પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં 20 લિટર બ્રોમિન (બ્રોમિન 2જી સ્ટેજ), મોનો મિથાઈલમાઈન 20 લીટર, એબ્રોમિન 485 એમએલ અને ક્લોરોફોર્મ (રિકવર ક્લોરોફોર્મ 20 લીટર) જપ્ત કરવામાં આવ્યું છે.

આરોપીઓમાં 1) શમશુલ્લા ઓબેદુલ્હા ખાન ઉંમર 38 વર્ષ, 2) આયુબ ઇઝહર અહમદ શેખ, ઉંમર 33 વર્ષ., 3) રેશ્મા સંજયકુમાર ચંદન, ઉંમર 49 વર્ષ., 4) રિયાઝ અબ્દુલ સત્તાર મેમણ, ઉંમર 43 વર્ષ., 5) પ્રેમપ્રકાશ પારસનાથ ગાય, ઉંમર 52 વર્ષ., 6) કિરણ પવાર અને ગુજરાતથી પકડાયેલા 7) ગિરિરાજ દીક્ષિતનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો :  શેરબજારમાં બુલ રન- સેંસેક્સ ફરી 60 હજારના સ્તરને કરી ગયો પાર- તો નિફ્ટી પણ

મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસકર, આસિસ્ટન્ટ પોલીસ કમિશનર(ક્રાઈમ) ડો.સુહાસ વારકે, એડિશનલ પોલીસ કમિશનર(ક્રાઈમ) વિરેશ પ્રભુ, ડેપ્યુટી પોલીસ કમિશનર દત્તા નલાવડે, આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સાવળારામ આગવણે એન્ટી, નાર્કોટિક્સ સેલ, મુંબઈના માર્ગદર્શન હેઠળ  એન્ટી નાર્કોટિક્સ યુનિટ વરલી યુનિટના પ્રભારી પોલીસ ઈન્સપેકટર સંદીપ કાળે, આઝાદ મેદાન યુનિટના પ્રભારી રાજેન્દ્ર દહીફળે, વરલી યુનિટના  આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેકટર સંતોષ સાળુંકે, બાંદ્રા યુનિટના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સપેકટર સુરેશ ભોયે, વરલી યુનિટ આસિસ્ટન્ટ પોલીસ ઈન્સપેકટર અમોલ કદમ, પોલીસ સબ ઈન્સેપેકટર રવિન્દ્ર સાવંત, પોલીસ સબ ઈન્સ્પેકટર શૈલેશ દેસાઈ, સહાયક ફોજદાર સુરેશ સાળુંકે, પોલીસ હવાલદાર સુધીર સાળુંખે, પોલીસ નામદાર રાજુ તડવી, પોલીસ નામદાર હરીશ રાઠોડ, પોલીસ નામદાર રાજદિપ દળવી, પોસીસ નામદાર પ્રિતમ ઢોરે, પોલીસ નામદાર નિતીન જાદવ, પોલીસ નામદાર હણમંત યેડગે, પોલિસ સિપાઈ મહેશ ગાયકવાડ,  પોલીસ સિપાઈ આકાશ શેલાર, મહિલા પોલીસ સિપાઈ અનુરાધા ટેકાળે, ફોજદાર ચાલક રાજેન્દ્ર કદમ, પોલીસ હવાલદાર ચાલક હનુમંત જાધવે પાર પાડી હતી. ગુનાની વધુ તપાસ વરિષ્ઠના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ પોલીસ ઈન્સેપકટર અમોલ કદમ કરી રહ્યા છે

 

August 17, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ડ્રગ્સનું હબ બની રહ્યું છે ગુજરાત- આ જિલ્લામાંથી ઝડપાઇ ડ્રગ્સની ફેક્ટરી- અધધ આટલા કિલો ડ્રગ્સનો જથ્થો કર્યો જપ્ત

by Dr. Mayur Parikh August 17, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ગુજરાતમાં(Gujarat) એક બાદ એક અલગ-અલગ સ્થળેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાવવાનો(seize drugs) સિલસિલો યથાવત છે. 

વડોદરાના(Vadodara) સાવલી તાલુકાના(Savali District) મોક્સી ગામે નેક્ટર કેમ(Nectar cam) નામની કેમિકલ કંપનીમાં(chemical company) ગુજરાત એટીએસની ટીમે(ATS team) દરોડો પાડીને એમડી ડ્રગ્સનો(MD Drugs) 225 જથ્થો ઝડપી પાડયો છે 

આ ડ્રગ્સની કિમત આંતર રાષ્ટ્રીય બજારમાં આશરે 1,125 કરોડ થાય છે. 

 હાલ પોલીસે આ મામલામાં કયા મોટા માથા સંડોવાયેલા છે, ડ્રગ્સનો કાચો માલ ક્યાંથી આવતો હતો, તેને બનાવીને ક્યાં મોકલવામાં આવતો હતો, સહિતના મુદ્દે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

  આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રમાં મોટો રેલ અકસ્માત- પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે થઈ ટક્કર- દુર્ઘટનામાં આટલા મુસાફરો થયા ઇજાગ્રસ્ત

August 17, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

નવી મુંબઈની ક્રાઈમ બ્રાન્ચ ટીમને મોટી સફળતા- અધધ આટલા કરોડનું 72 કિલો હેરોઈન કર્યું જપ્ત- જાણો વિગતે

by Dr. Mayur Parikh July 16, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

નવી મુંબઈ(Navi Mumbai) ક્રાઈમ બ્રાન્ચ(Crime branch)ની ટીમને ડ્રગ્સ(Drugs)ના જંગી કન્સાઈન્મેન્ટને પકડવામાં સફળતા મળી છે.

નવી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે દુબઈ(Dubai)થી ન્હાવા શેવા બંદર(Nhava Sheva Port) પર દાણચોરીથી લાવવામાં આવેલું 72.518 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. 

આ હેરોઈનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 362.5 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે 

આ અંગે આયાત- નિકાસકારો અને પાર્સલ મોકલનાર સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. 

નવી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આ જથ્થો પકડયો ત્યારે શરુઆતમાં તે મોર્ફિન હોવાનું મનાતું હતું. પરંતુ બાદમાં ૧૬૮ પેકેટમાં રહેલો ૭૩ કિલો જથ્થો હેરોઈનનો છે તેવી પુષ્ટિ કરવામાં આવી હતી. 

આ સમાચાર પણ વાંચો : આ વસ્તુઓ પર લાદવામાં આવેલા 5 ટકા  GSTના વિરોધમાં વેપારીઓનું આંદોલન- આજે ભારત બંધ- આ દિવસથી GST અમલમાં આવશે

July 16, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

લ્યો કરો વાત- આ દેશે ગાંજો પીવા માટે અને ઉગાડવા માટે આપી દીધી મંજૂરી-બન્યો એશિયાનો પહેલો દેશ

by Dr. Mayur Parikh June 10, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

થાઈલેન્ડ(Thailand) એશિયાનો(Asia) એવો પહેલો દેશ બની ગયો છે જેણે ગાંજો(marijuana) પીવો અને ઘરમાં તેની ખેતીને(Farming) કાયદાકીય મંજૂરી(Legal approval) આપી દીધી છે. 

થાઈલેન્ડના લોકો હવે માત્ર ગાંજો પી શકશે નહીં પરંતુ તેને શાકભાજી(Vegetables) તરીકે ઉગાડી શકશે. 

થાઈ સરકારે(Thai government) તેની પ્રતિબંધિત દવાઓની સૂચિમાંથી ગાંજાને દૂર કરી દીધું છે.  

જોકે શોખથી ગાંજો પીવા માટે હજી પણ પ્રતિબંધ છે.

એટલું જ નહીં સરકારે વેચવાના ગાંજાના ટીએચસી લેવલ(THC level) ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. જેનો હેતુ લોકોને ગાંજો ફૂંકીને નશો કરતા રોકવા અને તેનો ઉપયોગ ફક્ત દર્દથી રાહત મેળવવા માટે છે. 

થાઈલેન્ડના સ્વાસ્થ્ય મંત્રી(Minister of Health) અનુતિન ચાર્નવિરાકૂલે(Anutin Charnvirakule) આ અંગે જાહેરાત કરી.

આ સમાચાર પણ વાંચો : લો બોલો- ઉદ્ઘાટન દરમિયાન જ બ્રિજ તૂટી પડ્યો- પત્નીની સાથે નાળામાં પડ્યા નેતાજી- જુઓ વિડીયો  

June 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મોટા સમાચાર – ગુજરાત ATS અને DRIએ 90 કિલો હીરોઇન કબ્જે કર્યું.

by Dr. Mayur Parikh April 30, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ગુજરાત(gujarat) ATS અને DRI એ કરેલી સંયુક્ત કાર્યવાહીમાં એક મોટી સફળતા હાથ લાગી છે. પીપાવાવના પોર્ટ(Pipavav Port) પર એક કન્ટેનરમાં 90 કિલો ડ્રગ્સ મળી આવ્યું છે. જેની કિંમત આશરે 450 કરોડ થાય છે.

હાલ આ તપાસ DRI દ્વારા કરવામાં આવી રહી છે અને આ ડ્રગ(Drug) કોણે અને ક્યાં થી મંગાવ્યું હતું તે અંગે તપાસ ચાલી રહી છે.

 હવે તપાસ બાદ મોટો ખુલાસાઓ સામે આવી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રના મંત્રીઓ ટ્રાફિક ના કાયદા તોડવામાં અવ્વલ. ઉપમુખ્યમંત્રીથી માંડીને તમામ પાર્ટીના નેતાઓ દંડાયા. જાણો દરેકની દંડની રકમ. 

April 30, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

ઉત્તર મુંબઈ ડ્રગ્સનો અડ્ડો. બોરીવલી અને માલવણીમાંથી કરોડોનું ડ્રગ્સ પકડાયું. જાણો વિગતે

by Dr. Mayur Parikh April 25, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai  

ઉત્તર મુંબઈ (North Mumbai ) ડ્રગ્સનો(Drugs) અડ્ડો બની રહ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં બોરીવલી (Borivali)સહિત માલવણીમાંથી(Malavani) કરોડો રૂપિયાનું કિંમતી ડ્રગ્સનો જથ્થો(drugs stock) પકડી પાડવામાં પોલીસને(Police) સફળતા મળી છે.

માલવણી(Malavani) વિસ્તારમાં પોલીસે બે દિવસ પહેલા નાઇજીરિયન(Nigeria) પાસેથી એક કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવાનો બનાવ હજી તો તાજો હતો, ત્યાં તો શનિવારે રાતે ફરી એક વખત ૧.૬૯ કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે બેની ધરપકડ(Arrest) કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. 

માલવણી પોલીસે(Malavani police) મળેલી માહિતીને આધારે શનિવારે રાતે જનકલ્યાણનગર ખાતે છટકું ગોઠવીને બે શકમંદને તાબામાં લીધા હતા. પ્રમોદ કાલીચરણ શર્મા(Pramod Kalicharan Sharma) અને મોહંમદ ઇસ્માઇલ અઝરૂ ખાન નામના બંને શકમંદની ઝડતી લેવામાં આવતાં તેમની પાસેથી હેરોઇન(Heroin) અને મેફેડ્રોન ડ્રગ્સ(Mephedrone drugs) મળી આવ્યું હતું. બંને શકમંદની બાદમાં ધરપકડ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  કોરોના નહીં પરંતુ આ રોગ વિશે જાણકારી છુપાવી તો જવું પડશે જેલ. જાણો મુંબઈનો નવો કાયદો..

આ દરમિયાન બોરીવલી(વેસ્ટ)માં એમ.એચ.બી.(MHB) પોલીસે પણ કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ 23 વર્ષની એક મહિલા પાસેથી જપ્ત કર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ મહિલાનું નામ મુસ્કાન દીપક કનોજિયા છે, તેની પાસેની બેગમાંથી રૂ. ૫૧.૭૫ લાખની કિંમતનું હેરોઇન મળી આવ્યું હતું. 

એમએચબી પોલીસ સ્ટેશનનો સ્ટાફ શનિવારે બોરીવલી પશ્ચિમમાં પેટ્રોલિંગ(Petroling) કરી રહ્યો હતો ત્યારે સ્કૂલ નજીક ઉભેલી મહિલા પર તેમની નજર પડી હતી. તેની હિલચાલ શંકાસ્પદ જણાતાં તેને તાબામાં લેવામાં આવી હતી. મહિલાની બેગની તલાશી લેવામાં આવતાં તેમાંથી ૩૪૫ ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું. મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી મહિલાએ આ ડ્રગ્સ ક્યાંથી મેળવ્યું હતું અને તે કોને વેચવા માટે આવી હતી, તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

April 25, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ગુજરાતના દરિયાકાંઠેથી ફરી એકવાર ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો, મુદ્રા પોર્ટ બાદ હવે આ પોર્ટ પરથી 250 કિલો ડ્રગ્સ ઝડપાયું, આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત છે અધધ આટલા કરોડ રૂપિયા

by Dr. Mayur Parikh April 21, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

ગુજરાતમાં(Gujarat) ફરી એક વાર ડ્રગ્સનો(Drugs) મોટો જથ્થો કંડલા પોર્ટ(Kandla Port) પરથી ઝડપાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કંડલા પોર્ટ પરથી 250 કિલો જેટલું હેરોઈન(Heroin) ઝડપાયું છે.

આ ડ્રગ્સની(drugs) આંતરરાષ્ટ્રીય બજારમાં(International market) કિંમત 2500 કરોડ રૂપિયા જેટલી થાય છે.

ગુજરાત ATS અને DRIની સંયુક્ત કામગીરીમાં હેરોઈન ભરેલું કન્ટેનર(Container) ઝડપી પાડવામાં આવ્યું છે. 

પ્રાથમિક અહેવાલ અનુસાર, આ હેરોઈન અફઘાનિસ્તાનમાંથી(Afghanistan) આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.

હાલ  આ ડ્રગ્સ ક્યાં અને કોણે મોકલ્યું હતુ તે અંગેની તપાસ ચાલી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનની સ્પીડને લાગી બ્રેક, વડા પ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ અટવાયો. જાણો વિગતે

April 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

બોલિવૂડ અભિનેતા સંજય દત્ત છોકરીઓને ઈમ્પ્રેસ કરવા માટે કરતો હતો આ કામ, ઇન્ટરવ્યૂ માં જાહેર કર્યા તેના અંગત જીવનના કેટલાક રહસ્યો

by Dr. Mayur Parikh April 18, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર સંજય દત્તનું (Sanjay Dutt) જીવન ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં સંજય દત્તે (Sanjay Dutt) એ સમય યાદ કર્યો જ્યારે લોકો તેને 'ચરસી' કહીને બોલાવતા હતા. આ તે સમય હતો જ્યારે તે પુનર્વસન કેન્દ્રમાંથી પાછો ફર્યો હતો. સંજય દત્ત  (Sanjay Dutt) આ દિવસોમાં તેની ફિલ્મ KGF2ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. યશ, રવિના ટંડન, પ્રકાશ રાજ, માલવિકા અવિનાશ, જ્હોન કોકેન અને સરસ અભિનીત આ ફિલ્મ તાજેતરમાં બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે અને બોક્સ ઓફિસ (box office) પર જબરદસ્ત કલેક્શન કરી રહી છે.

સંજય દત્ત (Sanjay Dutt) હંમેશા તેની ડ્રગ્સની (drugs) લતને લઈને ખુલીને વાત કરે છે. હવે સંજય દત્તે કહ્યું છે કે જ્યારે તે ડ્રગ્સ લેતો હતો ત્યારે તેને લાગતું હતું કે લોકો તેને કૂલ ગણશે. એક ઈન્ટરવ્યુમાં (interview) સંજય દત્તે કહ્યું કે, 'હું ખૂબ જ શરમાળ હતો, ખાસ કરીને છોકરીઓને જોઈને હું ખૂબ શરમાતો હતો. તેથી મેં છોકરીઓની સામે કૂલ દેખાવા માટે ડ્રગ્સ (drugs) લેવાનું શરૂ કર્યું. જ્યારે તમે આ કરો છો, ત્યારે છોકરીઓને તમે કૂલ લાગો છો અને તમે તેમની સાથે વાત કરવાનું શરૂ કરો છો’.અભિનેતા એ વધુ માં કહ્યું, 'મારા જીવનના 10 વર્ષ મેં એક રૂમમાં અથવા તો એમ કહો કે એક બાથરૂમમાં વિતાવ્યા છે, મને શૂટિંગમાં (shooting)કોઈ રસ નહોતો. પરંતુ તે જીવન છે, અને તે રીતે બધું બદલાઈ ગયું. જ્યારે હું પુનર્વસન માંથી પાછો આવ્યો ત્યારે લોકો મને ચરસી(charsi) કહેતા. અને મને લાગ્યું કે આ ખોટું છે. રસ્તા પર ચાલતી વખતે લોકો મને આમ કહેતા. મને લાગ્યું કે કંઈક કરવું જોઈએ..'

આ સમાચાર પણ વાંચો : ના તાજ ના આર કે હાઉસ પરંતુ આ જગ્યા એ કરશે રણબીર- આલિયા ગેટ ટુ ગેધર પાર્ટી, જામશે સ્ટાર્સનો મેળાવડો

સંજય દત્તે કહ્યું કે આ પછી તેણે વર્કઆઉટ (workout) કરવાનું શરૂ કર્યું. સંજુ  (Sanjay Dutt) આ ઈમેજને તોડવા માંગતો હતો અને પછી ધીરે ધીરે તે વ્યક્તિ બની ગયો જેને લોકો કહેતા હતા – વાહ શું બોડી છે. સંજય દત્તની (Sanjay Dutt) ફિલ્મ KGF2નું નિર્દેશન પ્રશાંત નીલ દ્વારા કરવામાં આવ્યું છે અને આ ફિલ્મ ગુરુવારે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિન્દી ભાષામાં રિલીઝ થઈ હતી. સંજય દત્ત ટૂંક સમયમાં ફિલ્મ પૃથ્વીરાજમાં (Prithviraj) જોવા મળશે. આ ફિલ્મમાં તેના સિવાય અક્ષય કુમાર  (Akshay Kumar)અને માનુષી છિલ્લર (Manushi Chhillar) મહત્વની ભૂમિકા માં છે.

April 18, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક