• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - drugs - Page 7
Tag:

drugs

રાજ્ય

અમદાવાદ એરપોર્ટ NCBની મોટી કાર્યવાહી! અધધ આટલા કરોડના કરોડના કોકેઇન સાથે આફ્રિકન નાગરિકને ઝડપી પાડ્યો ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh September 3, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 03 સપ્ટેમ્બર, 2021 

શુક્રવાર

ગુજરાતમાં નશીલા પદાર્થની હેરાફેરી કરવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે ગેરકાયદેસર ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો છે.

પ્રાપ્ત જાણકારી મુજબ અમદાવાદ એરપોર્ટ પરથી અંદાજીત 6 કરોડના કોકેઈન ડ્રગ્સ સાથે એક શખ્સને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ઝડપી પાડ્યો છે. 

આફ્રિકન નાગરિક આ કોકેઈન ડ્રગ્સ દુબઈની ફ્લાઈટમાં લાવ્યો હતો જે બાદ ક્યાં પહોંચાડવાનો હતો તે મામલે એનસીબીએ કાર્યવાહી હાથ ધરી છે. 

આ પહેલા પણ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ અમદાવાદ એરપોર્ટ પરથી 4.2 કિલો કોકેઇન સાથે એક વિદેશી નાગરિકની ધરપકડ કરી હતી.

 મહત્વનું છે કે આ કોકેઇનની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર ભાવ પ્રમાણે કરોડ રૂપિયા જેટલી હોય છે ત્યારે હવે 6 કરોડના કોકેઈ સાથે આફ્રિકન નાગરિક ઝડપાતા NCBએ વધુ તપાસ હાથ ધરી છે. 

ત્રીજી લહેરના ભણકારા! બેંગલુરુની ક્રિશ્ચયન નર્સિંગ કોલેજમાં કોરોનાનો કહેર, એક સાથે આટલા વિદ્યાર્થીઓનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ; જાણો વિગતે

September 3, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ખેલ વિશ્વ

આ ઑલિમ્પિક્સ વિજેતા ખેલાડી પાસેથી મળ્યું ૧૦ અબજ રૂપિયાનું ડ્રગ્સ; ૨૫ વર્ષની સજા થઈ, જાણો વિગત

by Dr. Mayur Parikh July 30, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 જુલાઈ, ૨૦૨૧

શુક્રવાર

એક ઑલિમ્પિક મેડલ વિજેતા ખેલાડી પાસેથી લગભગ 10 અબજ રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું છે. ડ્રગ્સ રાખવા બદલ તેને 25 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેની સાથે તેના ભાઈની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ખેલાડીનું નામ નાથન બગલે છે. આ મૂળ ઑસ્ટ્રેલિયાનો રહેવાસી છે અને તેણે બે વાર ઑલિમ્પિક્સમાં રજત પદક જીત્યો છે. ત્રણ વર્ષ પહેલાં, નાથન લગભગ 10 અબજની કિંમતનું કોકેન વેચતો પકડાયો હતો.

વર્ષ 2019માં તેના ભાઈ ડ્રૂએ એક ભાગીદાર સાથે મળીને એક બોટમાંથી 650 કિલો કોકેન ઉપાડ્યું હતું. ડ્રૂ અને તેના સાથીની ઑસ્ટ્રેલિયન નેવી પોલીસે ધરપકડ કરી હતી. કોકેન છુપાવેલી બોટનો પીછો કરતી વખતે પોલીસને નાથન મળ્યો હતો. આ મામલો ઑસ્ટ્રેલિયાની સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. નાથન અને ડ્રુ વતી કોર્ટમાં દલીલ થઈ હતી કે તેઓ આ વિશે કંઈ જ જાણતા નથી. જોકે કોર્ટે તેમની દલીલ ફગાવી દીધી હતી.

રાજ્યના ૪૦ ટકા વિદ્યાર્થીઓનો CETની પરીક્ષાઆપવાનો ઇનકાર; ૨૬ ટકા વિદ્યાર્થીઓ હજી અસમંજસમાં, સર્વેમાં સામે આવ્યો વિદ્યાર્થીઓનો મત, જાણો વિગત

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ મુજબ ભૂતપૂર્વ ઑલિમ્પિક ઍથ્લેટ ડ્રગ્સની હેરફેરમાં સામેલ હતો અને આ નાણાકીય વ્યવહારમાં મોટો નફો મેળવવાનો હતો. નાથનને 25 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. વર્ષ 2007માં પણ નાથનની કારમાંથી 800 ડ્રગ્સની ગોળીઓ સહિત ગાંજો અને રોકડ રકમ પણ મળી આવી હતી. આ પ્રકરણમાં તેની વિરુદ્ધ 2009માં ખટલો ચલાવવામાં આવ્યો હતો.

July 30, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મલાડમાં ચાલતા આ ગોરખધંધાનો પર્દાફાશ; બેકરી દ્વારા ચાલતું હતું ડ્રગ્સનું રેકેટ, જાણો વિગત

by Dr. Mayur Parikh June 14, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૪ જૂન ૨૦૨૧

સોમવાર

મલાડની એક બેકરીમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)એ પાડેલા દરોડામાં એક મોટો ઘટસ્ફોટ થયો છે. આ દરોડા દરમિયાન એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ બેકરી કેક અને પેસ્ટ્રીમાં ડ્રગ વેચતી હતી. આ પહેલી વખત બન્યું છે કે જ્યારે કોઈ બેકરી દ્વારા આવા ડ્રગનું રેકેટ ચલાવવામાં આવતું હોય છે. NCBએ આ કેસમાં એક મહિલા સહિત ત્રણ શખ્સની ધરપકડ કરી છે.

હવે આ પ્રકરણમાં ત્રણેયની પૂછપરછ ચાલી રહી છે. NCB મુંબઈના અધિકારીએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે “બ્રાઉની વીડ કેકના માધ્યમથી ડ્રગ્સને યુવાનો સહિત હાઈ પ્રોફાઇલ લોકો સુધી પહોંચાડવામાં આવે છે.”NCBને આ અંગે તેના ગુપ્ત આધારભૂત સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે મલાડની એક બેકરી કોઈને શંકા ન જાય એ રીતે કેક, પેસ્ટ્રી અને બ્રાઉનીની અંદર નશીલા પદાર્થોની ડિલિવરી કરે છે. આ બેકરી હાઈ પ્રોફાઇલ લોકો સુધી છૂપી રીતે ડ્રગ્સ પહોંચાડતી હતી.

આને કહેવાય ઇન્ટરનેટનો સદુપયોગ : કુર્લાની ગુજરાતી શાળાનો આ વિદ્યાર્થી જાણે છે જાપાનીઝ; ઑનલાઇન શીખે છે વિવિધ સોફ્ટવેર, જાણો વિગત
 

અધિકારીએ આ મીડિયા હાઉસ સાથે વાત કરતાં ઉમેર્યું હતું કે “યુવાનોએ નશા માટે એક નવી રીત અપનાવી છે. કેકમાં બ્રાઉની વીડ ભેળવીને તેને બેક કરાય છે જેને યુવાનો બ્રાઉની વીડ પોટ કેક તરીકે ખાઈ રહ્યા છે.”

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં આ પ્રથમ કેસ છે જ્યાં વીડ(એડિબલ વીડ) કેકમાં વાપરવામાં આવી રહ્યો છે. NCBએ બેકરીમાંથી ૮૩૦ ગ્રામ બ્રાઉની વીડ અને ૧૬૦ ગ્રામ મારીજુઆના ડ્રગ્સ પણ જપ્ત કર્યું છે. આ કેસમાં ત્રણ જણની NDPS (નાર્કોટિક્સ ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રેપિક સબસ્ટેન્સીસ) ઍક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

June 14, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈ શહેરમાં ડ્રગ્સનો પગપેસારો : નાનાં બાળકો મારફત ચાલે છે રૅકેટ; જાણો વિગત

by Dr. Mayur Parikh June 3, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 3 જૂન ૨૦૨૧

ગુરુવાર

બાળકો દ્વારા ડ્રગ્સની દાણચોરી કરવા બદલ સોહિલ શેખની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. NCBએ મંગળવારે મોડી રાત્રે અંધેરી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો અને સોહિલની ધરપકડ કરી હતી.NCBએ તેની પાસેથી ૧૬૦ ગ્રામ MD કબજે કર્યું છે, પરંતુ તેનો અન્ય સાથી ફિરોઝ ફરાર થઈ ગયો છે.

NCB છેલ્લા કેટલાક દિવસોમાં મુંબઈમાં ડ્રગના અડ્ડા પર ત્રાટક્યું છે. આ કાર્યવાહીના પરિણામરૂપે, પેડલર્સ હવે બાળકોને ડ્રગની હેરાફેરી માટે વાપરી રહ્યા છે. NCBને બાતમી મળી હતી કે અંધેરી વિસ્તારમાં કેટલાક પેડલર્સ બાળકો દ્વારા ડ્રગ્સની દાણચોરી કરી રહ્યા છે. આ માહિતી બાદ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની ટીમે અંધેરી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો અને સોહિલની ધરપકડ કરી હતી. સોહિલ બાળકોનો ઉપયોગ ડ્રગની હેરાફેરી માટે કરતો હતો. NCBનાં સૂત્રોએ બાતમી આપી હતી કે તેનાં30-40 બાળકો ડ્રગ હેરાફેરી માટે કામ કરે છે.

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીનાં પડઘમ : કૉન્ગ્રેસે ચૂંટણી આયોગ પાસે શું માગણી કરી?

ઑપરેશન દરમિયાન સોહિલનો સાથી ફિરોઝ નાસી છૂટ્યો હતો અને NCB તેની શોધ રહી છે. ફિરોઝ કેટલીક વખત ડ્રગની હેરાફેરીના બદલામાં બાળકોને પૈસા આપે છે અને કેટલીક વખત કેટલાંક બાળકોને ડ્રગ આપે છે. NCBએ સોહિલ વિરુદ્ધ ડ્રગ્સની હેરાફેરીનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે.

June 3, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

એન્ટી નાર્કોટિકસ સેલ વિભાગ ની મોટી કાર્યવાહી.  મલાડ માં આટલા લાખ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું.

by Dr. Mayur Parikh February 22, 2021
written by Dr. Mayur Parikh

મુંબઈના એન્ટી નાર્કોટિકસ સેલે ના બાંદ્રા યુનિટે મલાડ વિસ્તારમાં મોટી કાર્યવાહી ને અંજામ આપ્યો છે.

અહીંથી ત્રણ ડ્રગ્સ પેડલર્સ ને પકડી પાડવામાં આવ્યા છે જેમની પાસેથી ત્રણ કિલો ચરસ મળ્યું છે.

આ ચરસ ની બજાર કિંમત 60 લાખ રૂપિયા થાય છે. તમામ લોકોની ધરપકડ કરીને વધુ પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે.

February 22, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈ માં હજારો કિલો નો ગાંજો પકડાયો. બે આરોપીની ધરપકડ

by Dr. Mayur Parikh February 13, 2021
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

13 ફેબ્રુઆરી 2021

પોલીસે ૧૮૦૦ કિલો ગાંજો મુંબઈ શહેર માંથી જપ્ત કર્યો છે. આ ગાંજા ની બજાર કિંમત કુલ સાડા ત્રણ કરોડ રૂપિયા થાય છે. મુંબઈ પોલીસને જાણકારી પ્રાપ્ત થઇ હતી કે નાળિયેર ની અંદર છુપાવીને ગાંજાને ટ્રાન્સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. આ માહિતીને આધારે પોલીસે ઓપરેશન શરૂ કર્યું અને વિક્રોલી વિસ્તારમાં એક ટ્રેપ લગાડ્યું. આ ટ્રેન હેઠળ બે આરોપીઓ પકડાઈ ગયા અને ૧૮૦૦ કિલો ગાંજો જપ્ત થયો.

આટલા બધા કિલો નું માદક દ્રવ્ય પકડાવવું એ મુંબઈ શહેર માટે મોટી ઘટના છે. તપાસથી જાણકારી મળી છે કે છેલ્લા પાંચ વર્ષથી આ રીતે ગાંજાનો વેપાર ચાલી રહ્યો હતો.

પોલીસ વધુ તપાસ કરી રહી છે

February 13, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ચોંકાવનાર ખુલાસો. હૈદરાબાદ માં કેમીકલ માં પીએચડી કરનાર વ્યક્તિ ડ્રગ્સ બનાવતો હતો. જાણો વિગત…

by Dr. Mayur Parikh December 22, 2020
written by Dr. Mayur Parikh

 

મુંબઈ ના ડ્રગ્સ રેકેટ ની લીંક હૈદરાબાદ પહોંચી છે. 

અહીં એક ગુપ્ત લેબોરેટ્રી માં 45 વર્ષીય પીએચ. ડી. ભણેલ વ્યક્તિ પોતે ડ્રગ્સ બનાવતો હતો

આ વ્યક્તિ પાસે થી 219.5 કીલો નો ડ્રગ્સ બનાવવા માટે નો કાચો માલ મળી આવ્યો છે.

આ પીએચડી સ્કોલર એ કેમેસ્ટ્રી માં પીએચ. ડી કર્યું હતું. 

પોલિસે તેની ધરપકડ કરી ને વધુ તપાસ આદરી છે.

 

December 22, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

એઈ.. ખબરદાર. અફીણ વિશે કંઈ. અગડમ-બગડમ બોલ્યા છો તો… હવે તે માદક પદાર્થ નહીં પણ દવા છે. યુનાઈટેડ નેશને મંજુરી આપી. જાણો વિગત…

by Dr. Mayur Parikh December 4, 2020
written by Dr. Mayur Parikh

December 4, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

એક ઉંદરે ભિખારીને બનાવ્યો કરોડપતિ… આખી ઘટના વાંચશો તો તમે પણ દંગ રહી જશો..

by Dr. Mayur Parikh September 4, 2020
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

04 સપ્ટેમ્બર 2020

તાજેતરમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. ઉંદર એ સસ્તન પ્રાણી છે. તે સામાન્ય રીતે બધા દેશોમાં જોવા મળે છે, ખાસ કરીને ગરમ દેશોમાં. તે અનાજ, કાપડ, સુટકેસ વગેરે સામાન કતરીને ખૂબ નુકસાન પહોંચાડે છે. આમ તો તેનો ઉપયોગ નવાં નવાં રોગની સારવાર, દવા શોધવા માટે વૈજ્નિકો કરે છે. આ ઉપરાંત સેના દ્વારા ભૂગર્ભ ટનલ અને લેન્ડ માઇન્સ શોધવા માટે પણ ઉંદરનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈએ પોતાની ગરીબી દૂર કરવા માટે ઉંદરની આ ક્ષમતાનો ઉપયોગ કર્યો હોય!?  

આ આખી ઘટના ઉત્તર બ્રાઝિલના અરગ્યુએનાની જેલમાંથી બહાર આવી છે. જેલના અધિકારીઓ ઘણા સમયથી પરેશાન હતા કે જેલમાં કોકેન અને ગાંજા જેવા માદક પદાર્થો  કેવી રીતે પહોંચી રહયાં છે.! તપાસ કરતાં જાણવા મળ્યું કે એક ઉંદર જેલની અંદર માદક પદાર્થોની તસ્કરી કરે છે. ઉંદરને આ કાર્ય માટે વિશેષ તાલીમ આપવામાં આવી હતી અને તેની પુંછડી પર નશોનું પેકેટ દોરાથી બાંધીને જેલની અંદર મોકલી દેવામાં આવે છે. તપાસ બાદ અધિકારીઓએને જેલની અંદરથી ગાંજાના 30 પેકેટ અને 20 થી વધુ પેકેટો કોકેઇન મળી આવ્યું હતું. આની પાછળ એક સ્થાનિક નાગરિકનો હાથ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. અહીં નો નોંધપાત્ર વાત એ છે ઉંદર પાળનાર આ વ્યક્તિ એક સમયે ભિખારી હતો અને રસ્તાઓ પર ભીખ માંગતો હતો. જે ગરીબીથી એટલો પરેશાન હતો કે તેણે ઉંદરોને તાલીમ આપીને પોતાનું કાર્ય શરૂ કર્યું. ત્યારબાદ તેણે પોતાની એક ગેંગ બનાવી અને માફિયાઓના ઉચ્ચ પદ પર પહોંચ્યો હતો અને આમ તે અબજોપતિ બની ગયો હતો. પરંતુ તેણે ખોટી કામગીરી માટે પોતાની ક્ષમતાનો ઉપયોગ કર્યો. જેના કારણે જેલના સળિયા પાછળ પહોંચી ગયો….

September 4, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મુંબઈ માં ૧૦૦૦ કરોડ રૂપિયા નું ૧૯૧ કિલો ડ્રગ્સ પકડાયું, આયુર્વેદિક દવાના નામે અફઘાનિસ્તાનથી આવ્યું હતું…

by Dr. Mayur Parikh August 10, 2020
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

10 ઓગસ્ટ 2020

મુંબઇમાં ડ્રગ્સનો ખુબ મોટો જથ્થો પકડાયો છે. કહેવાય છે કે આંતરરાષ્ટ્રીય બજારમા પકડાયેલા આ 191 કિલો હેરોઇનની કિંમત એક હજાર કરોડ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે "નવી મુંબઈના નાહવા સેવા બંદરે પકડાયેલી હેરોઇનનો જથ્થો અન્ય માલ સામાનની સાથે અફઘાનિસ્તાન થઈને મુંબઇ બંદરે પહોંચયો હતો." ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (DRI) અને કસ્ટમ્સ વિભાગે સંયુક્ત કામગીરીમાં આ માલ કબજે કર્યો છે. આ સંધારને હજુ સુધી 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સની માનીએ તો, તસ્કરોએ પ્લાસ્ટિકના લાંબા પાઈપોમાં આ ડ્રગ્સ છુપાડયું હતું. પાઇપ એવી રીતે કાપીને ગોઠવવામાં આવ્યાં હતાં કે તે વાંસના ટુકડાઓ હોય એવો ભાસ થતો હતો. તસ્કરોએ તેને આયુર્વેદિક દવા તરીકે જાહેર કર્યું હતું. આ કેસમાં દવાની આયાત માટેના દસ્તાવેજો તૈયાર કરતાં, કસ્ટમ હાઉસના બે એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય કેટલાક વધુ લોકોની ધરપકડ થવાની સંભાવના ચર્ચાઈ રહી છે. એક અંગ્રેજી અખબારના જણાવ્યા અનુસાર દિલ્હીથી એક ડ્રગ્સ ફાઇનાન્સરની ધરપકડ કરવામાં આવી છે. જેને મુંબઇ લાવવાની તૈયારી થયી રહી છે..

આ કેસ સંબંધે મહેસૂલ વિભાગે જણાવ્યું હતું કે " ધરપકડ કરાયેલા 2 લોકોને મુંબઈની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને 14 દિવસના ન્યાયિક હીરાસતમાં મોકલવામાં આવ્યા છે. આ બધી દવાઓ એક જ જગ્યાએ ના મૂકતાં ઘણા બધાં કન્ટેનરમાં છુપાવવામાં આવ્યાં હતાં. સાથે કન્ટેનરના માલિકની પણ સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

August 10, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક