• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - e commerce - Page 2
Tag:

e commerce

વેપાર-વાણિજ્ય

આખરે ઈ-કોમર્સ પ્રત્યે ભારત સરકાર કડક થઇ. ઈ-કોમર્સ કંપનીઓ માટે BISની નવી ગાઈડલાઈન આવી. પરંતુ શું ગ્રાહકોની મૂંઝવણ બંધ થશે?

by kalpana Verat November 23, 2022
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

ઈ-કોમર્સ કંપની ( E-Commerce ) ઓ દ્વારા રિવ્યુના નામે ગ્રાહકો (Customers) ને ગેરમાર્ગે દોરતા અટકાવવા માટે કેન્દ્ર સરકાર નવો કાયદો લાવી રહી છે. આ મુજબ, હવે ઓનલાઈન બિઝનેસ (Online Business) કરતી કંપનીઓ માટે તેમના ક્યા રિવ્યુની ચૂકવણી કરવામાં આવી છે તેની માહિતી આપવી ફરજિયાત રહેશે. સરકાર દ્વારા ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવા માટે આવો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

ઘણી કંપનીઓ તેમના ઉત્પાદનો વેચવા માટે ઉત્પાદનો પર નકલી સમીક્ષાઓ અથવા પેઇડ સમીક્ષાઓનો ઉપયોગ કરે છે. ઘણી વખત આવી સમીક્ષા માટે કર્મચારી અથવા એજન્સીની નિમણૂક કરવામાં આવે છે જે સમીક્ષા લખે છે. હવે સરકારે આવી સમીક્ષાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (Bureau of Indian Standards) દ્વારા બનાવવામાં આવેલ સ્ટાન્ડર્ડ 25 નવેમ્બરથી લાગુ થશે, જેનું પાલન કરવા માટે કંપનીઓ સ્વતંત્ર છે. પરંતુ, જો ગ્રાહકોની ખોટી દિશા ચાલુ રહેશે, તો સરકાર તેને ફરજિયાત બનાવી શકે છે.

આ સમાચાર પણ વાંચો:  બિસ્કીટ ખાઈને જ જીવે છે આ છોકરી, અજીબ રોગને કારણે સુકાઈ ગઈ છે!

ઉપભોક્તા બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે માહિતી આપી હતી કે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ એક નવું ધોરણ ‘IS 19000:2022’ સેટ કર્યું છે, જે ઓનલાઈન ગ્રાહક સમીક્ષાઓ સાથે કામ કરે છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ આમાં આવે છે. નવા ધોરણો તમામ ઈ-કોમર્સ કંપનીઓને લાગુ પડશે અને તે સપ્લાયર્સ, ઉત્પાદનો અને સેવાઓને પણ લાગુ પડશે. આ સંદર્ભે, BIS આગામી પંદર દિવસમાં પ્રમાણપત્ર પ્રક્રિયા લાવશે.

November 23, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

Ambraneએ લોન્ચ કરી લો કોસ્ટ કોલિંગ ઘડિયાળ- બેટરી 25 દિવસ સુધી ચાલશે

by Dr. Mayur Parikh October 14, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

એસેસરીઝ ઉત્પાદક(Accessories Manufacturer) એમ્બ્રેને(Ambrane) ભારતમાં તેની નવી સ્માર્ટવોચ Ambrane Wise Eon Pro લોન્ચ કરી છે. આ ઘડિયાળ(Watch) 2 હજારથી ઓછી કિંમતમાં રજૂ કરવામાં આવી છે. ઘડિયાળમાં બ્લૂટૂથ કૉલિંગ(Bluetooth calling) સાથે બ્રાઇટ ડિસ્પ્લે સપોર્ટેડ(Bright display supported) છે. ઘડિયાળ સાથે 100+ ઘડિયાળના ચહેરા અને 100+ સ્પોર્ટ્સ મોડ્સ (Sports modes) માટે સપોર્ટ છે.

Ambrane વાઈસ Eon Proની કિંમત

Wise Eon Proને ચાર કલર ઓપ્શન રેડ, બ્લુ, ગ્રીન અને બ્લેકમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ઘડિયાળની(watch Price) કિંમત 5,999 રૂપિયા છે, પરંતુ ખાસ લૉન્ચ ઑફર હેઠળ, ઘડિયાળને 1,799 રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે. Ambrane Wise Eon Proને કંપનીની વેબસાઈટ(Website) અને મુખ્ય ઈ-કોમર્સ પ્લેટફોર્મ(E-commerce platform) પરથી આજથી એટલે કે 13મી ઓક્ટોબરથી ખરીદી શકાય છે.

Ambrane Wise Eon Proની વિશિષ્ટતાઓ

આ સ્માર્ટવોચ 1.85-ઇંચની મોટી ડિસ્પ્લે ધરાવે છે, જે LucidDisplayTM ડિસ્પ્લે અને 240×280 રિઝોલ્યુશન સપોર્ટ સાથે આવે છે. ડિસ્પ્લે સાથે 550 નિટ્સની બ્રાઇટનેસ ઉપલબ્ધ છે. કંપનીનો દાવો છે કે ઘડિયાળમાં 25 % બ્રાઈટ ડિસ્પ્લે અને હાઈ વિઝિબિલિટી છે. ઘડિયાળને સ્ક્રેચ-રેઝિસ્ટન્ટ 2.5D ગ્લાસ પણ મળે છે. ઘડિયાળ ઇન્ટરેક્ટિવ ડાયલ્સ, લાઇવ વૉચ ફેસ, કસ્ટમાઇઝ કરી શકાય તેવા વિજેટ્સ અને વ્યક્તિગતકરણ માટે સપોર્ટ સાથે બ્લૂટૂથ કૉલિંગ સાથે આવે છે.

આ સમાચાર પણ વાંચો : Redmi Writing Pad ભારતમાં થયું લોન્ચ- કિંમત માત્ર 599 રૂપિયા- જાણો ખાસિયત 

Ambrane Wise Eon Proને બ્લડ ઓક્સિજન (SpO2), સ્લીપ, હાર્ટ રેટ અને સ્ત્રી સ્વાસ્થ્ય ટ્રેકિંગ(Heart rate and women's health tracking) જેવા સેન્સર મળે છે. ઘડિયાળ 100થી વધુ ઘડિયાળના ચહેરા અને દોડવા, ચાલવા જેવા 100 થી વધુ સ્પોર્ટ્સ મોડને સપોર્ટ કરે છે.

ઘડિયાળ સાથે 280mAh બેટરી ઉપલબ્ધ છે. બેટરી વિશે, કંપની દાવો કરે છે કે ઘડિયાળને એકવાર ફુલ ચાર્જ કરવા પર 10 દિવસની બેટરી લાઇફ અને 25 દિવસનો સ્ટેન્ડબાય ટાઇમ(Standby time) મળે છે. કનેક્ટિવિટી માટે ઘડિયાળમાં બ્લૂટૂથ v5.0 માટે સપોર્ટ છે. વોટર રેઝિસ્ટન્ટ માટે વોચમાં IP68 રેટિંગ પણ છે.

 

October 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

ઓનલાઇન ફૂડ ડિલિવરી કરતી કંપનીઓને કેન્દ્ર સરકારે આપ્યો આ આદેશ- તેનાથી ગ્રાહકોને થશે રાહત

by Dr. Mayur Parikh June 14, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ઓનલાઈન ફૂડ ડિલીવરી(Online food delivery) કરતી કંપનીઓ સામે હવે કેન્દ્ર સરકારે(Central Government) આંખ લાલ કરી છે અને ગ્રાહકોની ફરિયાદ(Consumer complaints) પ્રત્યે વધુ સંવેદનશીલ બનીને કંપનીઓને ગ્રાહકોની ફરિયાદ પ્રત્યે તાત્કાલિક પગલા લેવાનો આદેશ આપ્યો છે.

સ્વિગી(Swiggy) અને ઝોમેટો(Zomato) જેવી ઓનલાઈન ફૂડ ડિલીવરી બિઝનેસ ઓપરેટરોને(business operators) કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે કે ગ્રાહક ફરિયાદ નિવારણ યંત્રણામાં કેવી રીતે સુધારો લાવશે તે દર્શાવતી યોજના તેઓ 15 દિવસની અંદર સરકારને સુપરત કરે. આવી કંપનીઓ વિરુદ્ધ ગ્રાહકોની ફરિયાદો વધી રહી હોવાથી સરકારે કંપનીઓને આવો આદેશ આપ્યો હોવાનું કહેવાય છે.

ગ્રાહકોની બાબતોના વિભાગે ઈ-કોમર્સ(E-commerce) ફૂડ બિઝનેસ ઓપરેટર્સને આદેશ આપ્યો છે કે એમણે ગ્રાહકોને ઓર્ડરની(customers Order) રકમમાં સામેલ કરાયેલા તમામ ચાર્જિસની વિગત (બ્રેકઅપ) પારદર્શક રીતે દર્શાવવા, જેમ કે ડિલિવરી ચાર્જિસ(Delivery charges), પેકેજિંગ ચાર્જિસ(Packaging charges), કરવેરા(Taxation), વધારેલી કિંમત વગેરે.

આ સમાચાર પણ વાંચો : રાહતભર્યા સમાચાર – મે મહિનામાં છૂટક મોંઘવારીમાં આવ્યો મોટો ઘટાડો- સરકારે જાહેર કર્યા આંકડા

એ સિવાય ગ્રાહક ફરિયાદ નિવારણ યંત્રણામાં કંપનીઓ કેટલો સુધારો કરી શકે એમ છે એ દર્શાવતી યોજના તેઓ 15 દિવસની અંદર આ વિભાગને સુપરત કરવાની રહેશે.. ગ્રાહકોની બાબતોના વિભાગના સેક્રેટરી રોહિતકુમાર સિંહના વડપણ હેઠળ મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
 

June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

વિદેશી નહીં સ્વદેશી બનોઃ ભારતીય બનાવટના ઉત્પાદનોની ખરીદીની આ સંસ્થાએ કરી અપીલ..જાણો વિગત..

by Dr. Mayur Parikh November 1, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 1 નવેમ્બર, 2021.

સોમવાર.

દેશભરમાં ઈ-કોમર્સ ઓનલાઈન કંપનીઓએ ભારતીય બજારો પર કબજો કરી લીધો છે. જેને પગલે સ્થાનિક વેપારીઓને માથે હાથ દઈને રોવાનો વખત આવ્યો છે. ત્યારે દીવાળીના તહેવારમાં ઓનલાઈન નહીં પણ સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરવાની અપીલ ફેડરેશન ઓફ એસોસિયેશન ઓફ મહારાષ્ટ્ર(FAM) કરી છે.

FAMના ડાયરેકટર જનરલ આશિષ મહેતાએ જણાવ્યું હતું કે દીવાળીનો તહેવાર આવી ગયો છે. લોકોની ખરીદી હજી પણ ચાલી રહી છે. ઈ-કોમર્સ કંપની ઓનલાઈનમાં ભરખમ ડિસ્કાઉન્ટની ઓફર આપીને ગ્રાહકોને લલચાવતી હોય છે. એ એક પ્રકારની છેતરપીડી હોય છે. ઓનલાઈન કંપનીઓ ગ્રાહકોને જ નહીં પણ દેશને પણ આર્થિક રીતે નુકસાન કરી રહી છે. તેથી ઓનલાઈન ખરીદી કરી વિદેશી કંપનીઓને ફાયદો કરાવવો નહીં.

દીવાળીમાં વિદેશી માલના બહિષ્કારની અપીલને પગલે ચીનને થયું આટલા કરોડનું નુકસાનઃ વેપારી સંસ્થા CAITનો દાવો

ગ્રાહકોને દીવાળીના તહેવારમા સ્થાનિક દુકાનદારો અને સ્ટ્રીટ વેન્ડરો પાસેથી જ ખરીદી કરવી. પહેલાથી કોરોનાને પગલે વેપારીઓ ભારે સહન કરી ચૂકયા છે. તેથી  ગ્રાહકો ભારતીય વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડરો પાસેથી ખરીદી કરશે તો તેમને મદદ થશે એવી અપીલ પણ ફામે કરી હતી. 

 

November 1, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

ઈ-કોમર્સ કંપની એમેઝોનની નિતી સામે વેપારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરી આ માંગણી.. જાણો વિગત.

by Dr. Mayur Parikh October 21, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 21 ઓક્ટોબર, 2021.

ગુરુવાર.

દેશમાં વિદેશી કંપની અમેઝોન સહિત અન્ય ઈ-કોમર્સ કંપનીઓના ચાલી રહેલા ગેરવ્યહાર, ખોટી પોલિસી દ્વારા નાના વેપારીઓ નુકસાન કરવામાં આવી રહ્યું છે. તેની સામે છેલ્લા પાંચ વર્ષથી સરકારના જુદા જુદા ખાતાઓ  અને પ્રધાનોને પણ ફરિયાદ કરીને થાકેલા વેપારીઓએ હવે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શરણે ગયા છે. એમેઝોનની ભારતમાં ચાલી રહેલી ગેરરીતી સામે અમેરિકા સેનેટ અવાજ ઉઠાવી રહ્યા છે. પંરતુ બદનસીબે ભારત સરકાર અને અધિકારીઓ મૌન સેવીને બેઠા છે. તેથી આ મુદ્દા પર હવે વડા પ્રધાને સીધો હસ્તક્ષેપ કરવાની આવશ્યકતા હોવાનું કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે (CAIT) કહ્યું છે. 

CAITના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે કહ્યું હતું કે વિદેશી કંપનીઓના ગેરવ્યહાર બાબતે છેલ્લા પાંચ વર્ષથી અમે ફરિયાદ કરી રહ્યા છે. પરંતુ વિદેશી કંપનીઓ સામે સરકાર, સાસંદો અને સરકારી અધિકારીઓનું મૌન રહસ્મયી છે. અમેરિકન કંપનીઓ દ્વારા રીતસરનો આ આર્થિક આંતકવાદ ફેલાવવામાં આવી રહ્યો છે. દેશના નાના વેપારીઓના ઉત્પાદનની નકલ કરીને તેઓ ઓછા ભાવે વેચી રહ્યા છે. આ રીતે નાના વેપારીઓના અસ્તિત્વ સામે વધુ જોખમ ઊભું થયું છે. તેથી હવે આ મુદ્દા પર વડાપ્રધાનનો હસ્તક્ષેપ આવશ્યક થઈ ગયો છે. તેથી CAIT દ્વારા વડાપ્રધાનને પત્ર લખીને તમામ ફરિયાદો ફરી કરવામાં આવી છે. 

મોટા સમાચાર :પિતા ચંકી પાંડે સાથે NCB ઓફિસ પહોંચી અનન્યા પાંડે, આ અંગે થશે પૂછપરછ

CAIT દિવાળી બાદ 15 નવેમ્બરથી દેશના તમામ રાજયોમાં આના વિરુદ્ધ પ્રદર્શન કરવાની છે. જેમાં તમામ રાજયોમાં ભારતમાં  વ્યાપાર ક્રાંતિ રથયાત્રા કાઢવાની છે. તેનો પ્રારંભ લખનૌથી કરવામાં આવશે. આ રથ તમામ જિલ્લાઓમાં ફરીને વેપારીઓ અને અન્ય લોકોને એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી વિદેશી ઈ-કોમર્સ કંપનીને મુદ્દે લોકોમાં અવેરનેસ લાવવાનું કામ કરશે.

October 21, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

તહેવારોમાં વિદેશી ઈ-કૉમર્સ કંપનીઓ બજાર પર કબજો જમાવીને દેશના આર્થિક વિકાસને ઊધઈની માફક કોતરી રહી છે : વેપારીઓએ ઠાલવી વ્યથા, જાણો વિગત

by Dr. Mayur Parikh October 8, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 ઑક્ટોબર, 2021 

શુક્રવાર

વિદેશી ઈ-કૉમર્સ કંપનીઓ માટે ધારાધોરણને અમલમાં મૂકવામાં સરકાર વિલંબ કરી રહી છે. મનફાવે એ રીતે ડિસ્કાઉન્ટના નામે ગ્રાહકોને જ નહીં, પણ દેશને પણ આર્થિક રીતે ઊધઈની માફક કોતરી રહી છે. વિદેશી ઈ-કૉમર્સ કંપનીઓએ દેશના વેપાર પર અત્યાર સુધી 30 ટકા કબજો જમાવી લીધો છે. ધીમે ધીમે 50 ટકા બજારને કબજે કરી લેશે. જે રીતે સદીઓ પહેલાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વેપારના નામ પર દેશને ગુલામ બનાવ્યો હતો, એ મુજબ ઈ-કૉમર્સ કંપનીઓ દેશને આર્થિક રીતે ગુલામ બનાવી રહી હોવાની ફરિયાદ સાથે વેપારીઓએ પોતાની નારાજગી  સરકારના ઉદાસીન વલણ પ્રત્યે ઠાલવી છે.

કૉન્ફડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે તહેવારોની મોસમ છે. ત્યારે ઈ-કૉમર્સ કંપનીઓ બજારમાં પોતાનું વર્ચસ્વ વધારી રહી છે. એનાથી દેશના હોલસેલ જ નહીં પણ રીટેલ સાથે જોડાયેલા વેપારીઓ માટે પણ નુકસાનકારક છે. સરકારે જો સમયસર પગલાં નહીં લીધાં તો બહુ જલદી એનું દુષ્પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે. આ વિદેશી કંપનીઓને કારણે દેશના લાખો દુકાનદાર અને કર્મચારીઓની રોજગારી છીનવાઈ ગઈ છે.

મેલેરિયા સામે લડતી વિશ્વની પ્રથમ રસીને WHOની મંજુરી, હવે દર વર્ષે બચશે આટલા લાખ લોકોના જીવ; જાણો વિગતે

દેશને આર્થિક રીતે ગુલામ બનાવી રહી હોવાનું બોલતાં શંકર ઠક્કરે કહ્યું હતું કે આ વિદેશી કંપનીઓએ દેશનો 30ટકાથી વધુ બિઝનેસ પર કબજો જમાવી લીધો છે. ધીમે ધીમે એ 50 ટકા થઈ જશે.  દેશના વેપારીઓ તેમને કારણે ભોગવી રહ્યા છે. બજારમાં આ લોકોના કબજાને કારણે તેઓ પોતાના હિસાબે બજાર ચલાવશે. ઈ-કૉમર્સ કંપનીઓ માટેના કાયદા-કાનૂન અમલમાં લાવવા માટે સરકારી અધિકારીઓ ઠાગાઠૈયા કરી રહ્યા છે.  

CAITના મહાનગર મહામંત્રી તરુણ જૈને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર હજી પણ જાગી નહીં તો જે રીતે દેશને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વેપારને નામે ગુલામ બનાવ્યો હતો. એ પ્રમાણે આ વિદેશી કંપનીઓ દેશને ફરી આર્થિક ગુલામ બનાવી દેશે. દેશને આ લોકો બરબાદ કરી નાખશે.

October 8, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Central Government: Government restricts import of laptop, computers, tablets
વેપાર-વાણિજ્ય

જો 10 નવેમ્બર 2021 સુધી આ કાયદો અમલમાં નહીં મૂક્યો તો દેશભરના લાખો વેપારીઓ 15 નવેમ્બર બાદ લેશે આ પગલું; જાણો વિગત.

by Dr. Mayur Parikh October 4, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 4 ઓક્ટોબર,  2021 
રવિવાર. 
વિદેશી ઈ-કોમર્સ કંપનીઓની દાદાગીરી, કરચોરી તથા તેમના દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવા બાબતે કેન્દ્ર સરકારને સતત ફરિયાદ કરવામાં આવી રહી છે. તેથી જો 10 નવેમ્બર 2021 સુધી ઓનલાઈન કંપની માટેનો પ્રસ્તાવિત કાયદો લાગુ કરવામાં આવતો નથી તો દેશભરમાં રાષ્ટ્રીય અભિયાન છેડવામાં આવશે, જે અંતર્ગત એક ડિજિટલ રથ  ‘ભારત વ્યાપાર ક્રાંતિ રથ' ના રૂપમાં દેશના તમામ રાજ્યો, જિલ્લા, શહેરો અને ગામમાં તેને ચલાવીને લોકોને  ઓનલાઈન ઈ-કોમર્સ કંપનીઓના જૂઠનો પરદા ફાસ કરવામાં આવશે એવી  ચેતવણી કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ આપી છે.
દેશના 28 રાજ્યોના  CAIT સાથે સંકળાયેલા 152 વેપારી નેતાઓની સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર એમ બે દિવસ વારાણસીમાં રાષ્ટ્રીય ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. જેમાં સર્વ સંમત્તિથી પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. CAITના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે, "આ બે દિવસમાં અનેક મુદ્દા પર ચર્ચા થઈ હતી, જેમ કે વિદેશી કોમર્સ કંપનીઓ દેશના નિયમો અને કાયદાનો ભંગ કરી રહી છે, છતાં સરકાર દ્વારા હજી સુધી તેમની વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તેથી સરકાર પર અત્યાર સુધી કોઈ દબાણ આવ્યું ન હોવાનું માની શકાય.  સરકારને દેશના વેપારીઓના બદલે વિદેશી કંપનીઓની ચિંતા છે.  મોટી કંપનીઓ 2015થી ઈ-કોમર્સ નિયમ અને પોલિસીનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહી છે. જીએસટી કરની ચોરી કરે છે.

બાર વર્ષથી વધુનાં બાળકો માટે જે વેક્સિન આવી રહી છે એની આ કિંમત છે, પરંતુ હજી કશું ફાઇનલ નહીં

CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી.ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો હાલ છે. તેથી તહેવારોને ધ્યાનમાં રાખીને 10 નવેમ્બર પહેલા સરકાર જો ઓનલાઈન કંપની માટેનો પ્રસ્તાવિત કાયદો અમલમાં મૂકતી નથી, તો વેપારીઓને મજબૂરીમાં દેશભરમાં રાષ્ટ્રીય અભિયાન શરૂ કરવું પડશે.  તેની શરૂઆત ઉત્તર પ્રદેશથી થશે. જેમાં ભારત વ્યાપાર ક્રાંતિ રથના રૂપમાં  દેશભરમાં ડિજિટલ રથ કાઢવામાં આવશે. આ રથ દેશના તમામ રાજયો, જિલ્લા, શહેરો અને ગામમાં ફરશે. આ રથ વિદેશી ઓનલાઈન કંપનીઓ કેવી રીતે ગ્રાહકોને મૂર્ખ બનાવી રહી છે. કેવી રીતે કરચોરી કરીને સરકારને અને દેશને નુકસાન કરે છે. વિદેશી કંપનીઓ ફરી દેશના વેપાર અને લઘુઉદ્યોગને ગુલામ બનાવી રહી છે. તે બાબતે લોકોમાં જાગૃતિ લાવવામાં આવશે.
આ દરમિયાન CAIT ઈ-કોમર્સ પર હલ્લા બોલ અભિયાન પણ ચાલુ કરવાની છે. જે 15 ઓક્ટોબરથી 10 નવેમ્બર સુધી દેશભરમાં ચાલશે.

October 4, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

વિદેશી ઈ-કૉમર્સ કંપની સામે CBI તપાસની માગણી માટે દેશભરમાં વેપારીઓ લેશે આજે આ પગલું, CAITએ કરી એમેઝોનના ખાતાની ફોરેન્સિંગ ઑડિટની માગણી; જાણો વિગત

by Dr. Mayur Parikh September 23, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021

ગુરુવાર

 

વિદેશી ઈ-કૉમર્સ કંપની દ્વારા દેશમાં કાયદાનું સતત ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે તેમ જ ઈ-કૉમર્સ કંપની એમેઝોને ભારતમાં પોતાના વકીલો મારફત સરકારી વકીલને લાંચ આપી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તેથી દેશભરના વેપારીઓનું નેતૃત્વ કરતી કૉન્ફડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા વિદેશી કંપનીઓ વિરુદ્ધની પોતાની લડત વધુ આકરી બનાવવાની ચીમકી આપી છે. જે હેઠળ CAIT સાથે સંકળાયેલા વેપારી સંગઠનો આજે દેશના 500થી વધુ જિલ્લાઓમાં કલેક્ટરોને મેમોરેન્ડમ આપવાના છે. જેમાં વિદેશી ઈ-કૉમર્સ કંપની સામે CBI તપાસની માગણી કરવામાં આવવાની છે તથા કન્ઝ્યુમર પ્રોટેક્શન ઍક્ટ અંતર્ગત પ્રસ્તાવિત ઈ-કૉમર્સના નિયમોને તુરંત અમલમાં લાવવાની માગણી કરવામાં આવશે. આજના આ કાર્યક્રમમાં દેશભરનાં 20,000થી વધુ વેપારી સંગઠનો જોડવાનાં છે. CAITના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે આજે મુંબઈ શહેર અને ઉપનગરના કલેક્ટરને તથા થાણે અને રાયગઢના કલેક્ટરને અમે મેમોરેન્ડમ આપીને અમારી માગણી તેમના સમક્ષ મૂકવાના છીએ.

ગજબ કહેવાય! ઈ-કોમર્સ કંપની એમેઝોને ભારતમાં વકીલો પાછળ આટલા કરોડ રૂપિયાનો કર્યો ખર્ચ, CAIT કરી CBI પાસે તપાસની માગણી; જાણો વિગત

CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલના જણાવ્યા મુજબ એમેઝોનના વકીલો દ્વારા સરકારી કર્મચારીને લાંચ આપવાની ચોંકવાનારી વિગત બહાર આવી છે. તેથી ગયા વર્ષે એમેઝોને સરકારી ખાતામાં પોતાના જમા કરેલા નાણાકીય દસ્તાવેજોની ફોરેન્સિંગ ઑડિટ કરવું જોઈએ. જેથી કરીને ખરેખર આ કંપનીઓ દ્વારા સરકારી અધિકારીઓને લાંચ આપવામાં આવી હતી કે નહીં તે જાણી શકાશે. એમેઝોનના કારભારને જોતાં ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટ, સીસીઆઇ, સેબી તથા મિનિસ્ટ્રી ઑફ કૉર્પોરેટ અફેર્સે એકસાથે એની તપાસ કરવી જોઈએ એવી માગણી CAIT દ્વારા કરવામાં આવી છે.

 

September 23, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

ચાલાક ડ્રેગન ચીનને વધુ એક ઝટકો! એમેઝોને આટલી બધી ચાઈનિઝ બ્રાન્ડ્સ પર કાયમ માટે મૂક્યો પ્રતિબંધ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh September 20, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021

સોમવાર

દિગ્ગજ ઇ-કોમર્સ પ્લેટફોર્મ અમેઝોને  ચીનને 404 વોટનો ઝટકો આપ્યો છે. 

એમેઝોને 600 ચીની બ્રાન્ડ્સને તેની સાઇટ પરથી કાયમ માટે પ્રતિબંધિત કરી દીધી છે. 

એક અહેવાલ મુજબ, આ બ્રાન્ડને કાયમી પ્રતિબંધનો સામનો કરવો પડ્યો છે કારણ કે આ લોકોએ એમેઝોનની સમીક્ષા નીતિ સાથે ચેડા કર્યા હતા અને તે કંપનીને સ્વીકાર્ય નહોતું. 

ઉલ્લેખનીય છે કે એમેઝોન તેની યોજનાઓ અને નિયમો વિશે ખૂબ જ કડક છે અને જો કોઈ બ્રાન્ડ આ નિયમોની વિરુદ્ધ કામ કરે છે, તો એમેઝોન તેને સજા કરવામાં પાછું પડતું નથી. 

મુંબઈના નાગરિકો દૂષિત પાણીથી હેરાન છે અને પાલિકાનો દાવો છે કે એક ટકાથી ઓછું પાણી દૂષિત

September 20, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

જોરદાર વેચાણયુદ્ધ શરૂ થયું, ઈ-રિટેલર્સ દ્વારા સસ્તું વેચાણ ચાલુ

by Dr. Mayur Parikh July 7, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 7 જુલાઈ 2021

બુધવાર.

મહારાષ્ટ્ર સરકારે લાદેલા લૉકડાઉનના નિયમોનો સૌથી વધુ ફાયદો ઈ-કૉમર્સ કંપનીઓને થઈ રહ્યો છે. મુંબઈ સહિત રાજ્યમાં સાંજના ફક્ત 4 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી છે. એની સામે ઑનલાઇન વેચાણ કરનારી કંપનીઓને કોઈ સમયમર્યાદા નથી. એથી તેમનો ધંધો પુરબહારમાં ચાલી રહ્યો છે. પહેલાંથી લૉકાડઉન એમાં પાછું ઈ-કૉમર્સ કંપનીઓના જંગી ડિસ્કાઉન્ટને કારણે વેપારીવર્ગને ધંધો કરવો મુશ્કેલ થઈ ગયો હોવાની નારાજગી ફરી વેપારી આલમે વ્યક્ત કરી છે. સાંજના ચાર વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી છે એટલે નોકરિયાત વર્ગ ઑફિસથી ઘરે પાછો ફરતાં સમયે ખરીદી કરી શકતો નથી. તે ઑનલાઇન ખરીદી પ્રત્યે ઝુકે છે. એટલું ઓછું હોય એન ઑનલાઇન વ્યવસાય કરનારી મોટી મોટી ઈ-કૉમર્સ કંપનીઓ ગ્રાહકોને જંગી ડિસ્કાઉન્ટ ઑફર કરી રહી છે.  એથી ગ્રાહકો વધુ લલચાઈ રહ્યા છે. એનું સીધું નુકસાન શૉપિંગ મૉલ જેવા સંગઠિત અને સ્ટોર્સ તથા દુકાનદાર જેવા અસંગઠિત રિટેલરોને થઈ રહ્યું છે. 

કેન્દ્ર સરકારે ઈ-કૉમર્સ કંપનીઓ માટે નીતિ ઘડી છે. એમા ઈ-રિટેલર્સને ફ્લૅશ સેલ યોજવા પર પ્રતિબંધ તથા જંગી ડિસ્કાઉન્ટ આપવા પર પ્રતિબંધ મૂક્વામાં આવ્યો છે. આ પ્રતિબંધો સામે જોકે ઈ-કૉમર્સ કંપનીઓએ વિરોધ કર્યો છે. સરકારનો આ નિયમ અમલમાં આવે એ પહેલાં જોકે  ઈ-કૉમર્સ કંપનીઓ જંગી ડિસ્કાઉન્ટ જાહેર કરી દીધાં છે. એટલે કે સરકારના લૉકડાઉનના આકરા પ્રતિબંધો ઈ-કૉમર્સ કંપનીઓને ફાયદારૂપ બની ગયા છે.

જીએસટીની આવકમાં મોટું ગાબડું. કલેક્શન ૧ લાખ કરોડથી ઓછું થયું. જાણો કેટલો જીએસટી ભેગો થયો

તહેવારો નજીક આવી ગયા છે. એમાં લૉકડાઉનમાં કોઈ રાહત આપવામાં આવી નથી. જે રિટેલ દુકાનદારો માટે નુકસાનકારક છે, પણ એનો ફાયદો  ઈ-કૉમર્સ કંપનીઓને મળી રહ્યો છે. તેમના જંગી ડિસ્કાઉન્ટને કારણે લોકો મોટા પ્રમાણમા ઑનલાઇન ખરીદી કરી રહ્યા છે, ત્યારે મુંબઈ સહિત રાજ્યના વેપારી વર્ગે ફરી એક વખત મહારાષ્ટ્ર સરકારને ઈ-કૉમર્સ કંપની સામે ટકી રહેવા માટે રાહત આપવાની માગણી કરી છે.

July 7, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક