- ભારતના પાડોશી દેશ નેપાળ અને ઉત્તરાખંડમાં ગત રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા છે.
- મીડિયા અહેવાલ અનુસાર, મધ્યરાત્રીના 1 અને 2 વાગ્યાની વચ્ચે નેપાળના બાગલુંગમાં 4.7 અને 5.3ની તીવ્રતાના બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
- નેપાળના નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (NEMRC) અનુસાર, નેપાળના બાગલુંગ જિલ્લામાં 4.7 અને 5.3ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા હતા.
- આ સિવાય ભારતના, ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મધ્યરાત્રીના 2:19 વાગ્યે 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
- જો કે, ભૂકંપના આ આંચકાઓ દરમિયાન કોઈ જાનહાનિ કે માલ મિલકતને નુકસાન પહોચ્યું હોવાના કોઈ અહેવાલ નથી.
Tag: earthquack
-

નેપાળ-ઉત્તરાખંડમાં અનુભવાયા ભૂકંપના જોરદાર આંચકા, મોડી રાતે લોકો ઘરોમાંથી બહાર દોડ્યા..
-

માત્ર 12 કલાકમાં ગુજરાતની બે વખત ધ્રુજી- આ બે અલગ અલગ જગ્યાએ અનુભવાયા ભૂકંપના આંચકા- લોકો દોડ્યા ઘરની બહાર
આજે ગુજરાતની બે ધરા ફરીવાર ધ્રુજી ઉઠી છે.
કચ્છ અને નવસારી જિલ્લામાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા છે.
ગત રાત્રિના ભચાઉના ધોળાવીરા ગામથી 26 કિલોમીટર દૂર 3.6ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. તો આજે નવસારીના વાંસદામાં ભૂકંપના આંચકાની તીવ્રતા 3.3 નોંધાઈ છે.
આ ભૂકંપનું કેન્દ્રબિંદુ વાંસદાથી 37 કિલોમીટર દૂર વલસાડ નજીક નોંધાયું છે.
આ પંથકમાં છેલ્લા બે મહિનામાં વારંવાર ભૂકંપના આંચકા આવતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
જો કે, હજુ સુધી કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.
-

અહીં આવ્યા ભૂકંપના ઝટકા
News Continuous Bureau | Mumbai
ફિલિપાઈન્સ(Philippines)માં આજે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે.
યુએસ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું કે રાજધાની મનિલામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.1 નોંધવામાં આવી છે.
યુએસજીએસનું કહેવું છે કે ભૂકંપના કેન્દ્રમાં આવેલી ઇમારતોની બારીઓ તૂટી ગઈ હતી. જો કે હજુ સુધી ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
ઉલ્લેખનીય છે કે, ગયા મહિને પણ ફિલિપાઈન્સમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
આ સમાચાર પણ વાંચો : 5G સ્પેક્ટ્રમની હરાજીએ પાડ્યો પૈસાનો વરસાદ- 1.5 લાખ કરોડની બોલી- હજી હરાજી ચાલુ છે- જાણો વિગત
-

કુદરત રૂઠી – વિશ્વના આ 4 દેશોમાં અનુભવાયા ભૂકંપના જોરદાર આંચકા- ઈરાનમાં આટલા લોકોના થયા મોત
News Continuous Bureau | Mumbai
દુનિયાના ચાર દેશોમાં શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ ઈરાન, કતર, ચીન અને સંયુક્ત અરબ અમીરાતમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો.
સંયુક્ત રાજ્ય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર, ઈરાનના દક્ષિણી ભાગમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 નોંધાઈ છે.
ઈરાનના દક્ષિણી ભાગમાં ભૂકંપના કારણે લગભગ 3 લોકોના મોત થયા છે અને 8 લોકો ઘાયલ થયા છે.
સંયુક્ત અરબ અમીરાતના દુબઈ શહેરમાં પણ ભૂકંપના આંચકા આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : ડ્રગ્સ પ્રકરણમાં જપ્ત કરેલા પાસપોર્ટને પાછો મેળવવા માટે બોલીવુડના આ અભિનેતાના પુત્રની સેશન્સ કોર્ટમાં અરજી-જાણો વિગત
-

ધરા ધ્રુજી ઉઠી.. આ રાજ્યમાં સવાર-સવારમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા
News Continuous Bureau | Mumbai
અરૂણાચલ પ્રદેશ(Arunachal pradesh)માં આજે વહેલી સવારે ભૂકંપ(earthquack)ના કારણે અફડાતફડીનો માહોલ સર્જાયો છે.
સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાતા લોકો ભયના માર્યા પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયા હતા.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 માપવામાં આવી છે.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના મતે ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉત્તર પાંગિનમાં બતાવવામાં આવ્યું છે.
જોકે, સદનસીબે ભૂકંપના કારણે કોઈ મોટું નુકસાન થયું હોય તેવી કોઈ જાણકારી હજુ સુધી સામે આવી નથી.
આ સમાચાર પણ વાંચો : OMG! આ મહિલા પાસે છે એક બે નહીં પણ 50 ઉંદરો, પોતાના બાળકોની જેમ રાખે છે તેમની સંભાળ.. જુઓ વિડીયો
-

કુદરત રૂઠી.. જાપાન બાદ હવે આ દેશમાં આવ્યો ભૂકંપ, રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા; જાણો વિગતે
News Continuous Bureau | Mumbai
જાપાન બાદ હવે ગુરુવારનાં રોજ વહેલી સવારે દક્ષિણ ઈરાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.
આ ભૂકંપની તીવ્રતા 6 રિક્ટર સ્કેલ પર માપવામાં આવી છે.
ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું.
જો કે ઈરાનમાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યાં.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં બુધવારે જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતાં. તેમની તીવ્રતા 7.1 માપવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો :
UGCએ આ નિયમોમાં કર્યો સુધારો, હવે 4 વર્ષના UG ડિગ્રી ધારકો પીએચડીમાં લઈ શકશે પ્રવેશ; જાણો વિગતે
-
લદાખથી જાપાન સુધી ધણધણી ઉઠી ધરા, સુનામીની અપાઈ ચેતવણી; જાણો કેટલી હતી ભૂકંપના આંચકાની તીવ્રતા
News Continuous Bureau | Mumbai
ભૂકંપના દેશ ગણાતા જાપાનની ધરા ફરી એક વખત પ્રચંડ ભૂકંપથી ધણધણી ઉઠી છે.
ઉત્તર જાપાનમાં ફુકુશિમાના કાંઠે બુધવાર સાંજે 7.3 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો જેના પગલે સુનામીની ચેતવણી આપવામાં આવી છે.
આ ઉપરાંત લદાખમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી હતી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ લદાખમાં મોડી સાંજે 7.05 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપ પછી ટોક્યોમાં 20 લાખ ઘરોમાં અંધારપટ છવાઇ ગયો હતો.
જોકે અત્યાર સુધી ભૂકંપને કારણે જાનમાલના નુકસાન અંગે કોઇ માહિતી મળી નથી.
આ સમાચાર પણ વાંચો : આઘાતજનક! શું જંગલના રાજાની વસ્તી ઘટી રહી છે? છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં આટલા સિંહના થયા મોત.. જાણો વિગતે
-

જમ્મુ-કાશ્મીરના આ ગામમાં વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ફેબ્રુઆરી 2022
બુધવાર
જમ્મુ કાશ્મીરમાં ભૂકંપઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે.
રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 માપવામાં આવી છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપ જમ્મુ-કાશ્મીરના પહેલગામથી 15 કિમી દૂર દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં સવારે લગભગ 5.43 વાગ્યે અનુભવાયો હતો.
જોકે, ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે જાન-માલને કોઈ ખતરો હોવાના અહેવાલ નથી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા 10 ફેબ્રુઆરીએ પણ જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપ આવ્યો હતો.
રાખી સાવંતે કંગના રનૌતને આપી ચેલેન્જ, તેના શો 'લોકઅપ' ને લઈ ને કહી આ વાત; જાણો વિગત
-

ઉત્તર ભારતમાં ધરા ધ્રુજી, ઉત્તરાખંડના આ જિલ્લામાં અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પરઆટલી હતી તીવ્રતા
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022
શનિવાર
ઉત્તરાખંડમાં આજે વહેલી સવારે ઉત્તરકાશી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
ભૂકંપ પૂર્વી ઉત્તરકાશીથી લગભગ 39 કિમી દૂર સવારે 5 વાગ્યે 3 મિનિટે આવ્યો
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 માપવામાં આવી છે.
જોકે, અત્યાર સુધી ભૂકંપથી કોઇ પ્રકારનાં જાનમાલનાં નુક્શાનની હાલમાં કોઇ માહિતી નથી.
મોડિફાઈડ મર્કલ્લી ઈન્ટેન્સિટી સ્કેલ મુજબ ભૂકંપની તીવ્રતા એટલી જોરદાર હતી કે તમામ લોકોએ તેનો અનુભવ કર્યો હતો.
-

અફઘાનિસ્તાનમાં ફરી ધરતી ધ્રુજી, રિક્ટર સ્કેલ પર આટલી તીવ્રતા નોંધાઈ; કાશ્મીરથી નોએડા સુધી અનુભવાયા આંચકા
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022
શનિવાર.
અફઘાનિસ્તાન અને તાઝિકિસ્તાનની સરહદે સ્થાનિકોએ આજે સવારે ભૂકંપના તેજ આંચકાનો અનુભવ કર્યો છે.
ભૂકંપ વિજ્ઞાન રાષ્ટ્રીય કેન્દ્ર દ્વારા મળતી જાણકારી પ્રમાણે રિક્ટર સ્કેલ પર તેની 5.7 જેટલી તીવ્રતા નોંધાઈ છે.
ભૂકંપ એટલો તીવ્ર હતો કે તેના આંચકા ભારતમાં કાશ્મીરથી લઈને રાજધાની દિલ્હીને અડીને આવેલા નોએડા સુધી અનુભવાયા છે.
અફઘાનિસ્તાન અને તાઝિકિસ્તાનમાં ભૂકંપના કારણે ભારે નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
જોકે હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.
ફરહાન અખ્તર-શિબાની દાંડેકરના લગ્ન ફેબ્રુઆરી ની આ તારીખે થશે, પિતા જાવેદ અખ્તરે કરી પુષ્ટિ; જાણો વિગત