Tag: eastern expressway

  • Mumbai Horse cart race : વહેલી સવારે ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર યોજાઈ ઘોડાગાડીની રેસ, વિડીયો વાયરલ થતા પોલીસ થઇ દોડતી; જુઓ વિડીયો…

    News Continuous Bureau | Mumbai

    Mumbai Horse cart race :  મુંબઈના ઘાટકોપર વિસ્તારમાંથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બે ઘોડાગાડી વચ્ચે રેસ થઈ રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક લોકો વહેલી સવારે મુંબઈની સડકો રોડ પર ગેરકાયદેસર હોર્સ કાર્ટ રેસ કરતા જોવા મળે છે. આ ઘોડાગાડાની રેસમાં ઘણા લોકો ટુ વ્હીલર સાથે ઘોડાગાડી ની પાછળ જતા જોવા મળે છે. આ વીડિયો ઘાટકોપર અને મુલુંડ વચ્ચેના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેનો જણાવવામાં આવી રહ્યો છે. 

     Mumbai Horse cart race : જુઓ વિડીયો 

    Mumbai Horse cart race : ઘણા યુવા  ઇવેન્ટમાં જોડાયા 

    મળતા અહેવાલો મુજબ રેસની શરૂઆત ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર અદાણી બિલ્ડીંગ પાસે, ઘાટકોપર ઈસ્ટમાં પોલીસ પેટ્રોલ પંપની નજીક થઈ હતી. ઘોડા ગાડીઓ ઉપરાંત, ઘણા યુવા સહભાગીઓ મોટરસાયકલ અને કાર સાથે ઇવેન્ટમાં જોડાયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો.  આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો, જેમાં એક વ્યક્તિએ મુંબઈ પોલીસને ટેગ કરી હતી અને ટિપ્પણી કરી હતી કે જ્યારે ઘોડાની રેસ ચાલી રહી હતી ત્યારે પોલીસ “ઊંઘી રહી હતી”.

    Mumbai Horse cart race : પોલીસે કરી આ કાર્યવાહી

    વિડીયો વાયરલ થતા પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. પોલીસે આ વીડિયોના આધારે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર ગેરકાયદે ઘોડાગાડી રેસનું આયોજન અને તેમાં ભાગ લેનાર વ્યક્તિઓ વિરુદ્ધ પંતનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પંતનગર પોલીસે નોંધાવેલી ફરિયાદ મુજબ, મંગળવારે સવારે 3:00 થી 4:00 AM વચ્ચે રેસ થઈ હતી. આરોપીઓએ ઘાટકોપર પશ્ચિમના ફાતિમા ક્રિશ્ચિયન કોમ્યુનિટી હોલમાં ગેરકાયદેસર ઘોડાગાડી રેસનું આયોજન કર્યું હતું.

    આ સમાચાર પણ વાંચો:   ખેડૂતોને મોટી રાહત, સરકારે અધધ આટલા લાખ રૂપિયા સુધીની લોન માફીની કરી જાહેરાત; પ્રોપર્ટી ગીરવે રાખ્યા વિના જ મળશે લોન.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

  • હાશ… મુંબઈના આ મહત્વપૂર્ણ રૂટ પર રિપેરીંગ કામ પુરું થતા હવે વાહનવ્યહાર આસાન બનશે.. જાણો વિગતે

    હાશ… મુંબઈના આ મહત્વપૂર્ણ રૂટ પર રિપેરીંગ કામ પુરું થતા હવે વાહનવ્યહાર આસાન બનશે.. જાણો વિગતે

     News Continuous Bureau | Mumbai

    મુંબઈના(Mumbai) પૂર્વ ઉપનગર(Eastern Suburbs) અને પશ્ર્ચિમ ઉપનગરને(Western suburbs) જોડનારા જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડ (JVLR) પર લગભગ અઠવાડિયા સુધી ટ્રાફિક ભયાનક સમસ્યા રહી હતી. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC) દ્વારા ઈસ્ટર્ન એક્સપ્રેસ વે(Eastern Expressway) પરના JVLR બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું, જે છેવટે પૂર્ણ થતા રવિવારથી બ્રિજ વાહનવ્યવહાર(Transportation) માટે ખુલ્લો મુકવામાં આવતા વાહનચાલકોની હાલાકીનો અંત આવ્યો હતો.

    JVLR ફ્લાયઓવર પૂર્વ-પશ્ચિમ ઉપનગરોને જોડવા માટે મહત્વપૂર્ણ છે. MSRDC દ્વારા ક્ષતિગ્રસ્ત સાંધાને કારણે પુલ સમારાકામ માટે  13 થી 24 મે ફ્લાયઓવર બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે આ ફ્લાયઓવર મહત્વનો હોવાથી તેમ જ વાહનોની સંખ્યાની સામે અહીં રસ્તો ઘણો નાનો હોવાથી ઈસ્ટર્ન ફ્રી વે પર વિક્રોલી પાસે ટ્રાફિક મોટી ટ્રાફિક જામ(Traffic jam) સર્જાઈ હતી.

    આ સમાચાર પણ વાંચો :   મુંબઈ કોંગ્રેસનો આ મંત્રી લાલુ પ્રસાદ યાદવના રસ્તે ચાલ્યો. મળી શકે છે બિહારથી રાજ્યસભાની ટિકિટ.. કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ… જાણો વિગતે

    ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર, કાંજુર માર્ગથી(Kanjur Marg) ઘાટકોપર અને JVLR થી પવઈ સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. વાહનચાલકોના કલાકો ટ્રાફિકમાં જતા હતા. અડધા કલાકની મુસાફરીમાં બે થી ત્રણ કલાકનો સમય લાગતો હતો. ઓફિસ કે ગંતવ્ય સ્થાને પહોંચવામાં વિલંબને લઈને નાગરિકોએ સોશિયલ મીડિયા(Social media) પર પણ મોટા પ્રમાણમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો.

    MSRDCએ જોકે 21 મે, શનિવાર સુધીમાં પુલનું કામ પૂર્ણ કરી દીધું હતું. નિર્ધારિત સમય કરતાં બે દિવસ વહેલા રવિવારે બ્રિજ ટ્રાફિક માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તેથી લોકોને થોડી રાહત થઈ હતી. પુલનું કામ ઝડપથી પૂર્ણ કરવા માટે વધારાનો સ્ટાફ અને મશીનરીની મદદ લેવામાં આવી હોવાનો દાવો પ્રશાસને કર્યો હતો.
     

  • થાણેવાસીઓને ટ્રાફિકની સમસ્યાથી મળશે છુટકારો, MMRDA એ લીધો આ મોટો આ નિર્ણય.. જાણો વિગતે

    થાણેવાસીઓને ટ્રાફિકની સમસ્યાથી મળશે છુટકારો, MMRDA એ લીધો આ મોટો આ નિર્ણય.. જાણો વિગતે

    News Continuous Bureau | Mumbai

    મુંબઈ-આગ્રા હાઈવે(Mumbai-Agra Highway) પર મુંબઈથી મુંબઈ તરફ આવતા-જતા વાહનોને(Vehicles) કારણે થાણેના(Thane) આંતરિક ભાગમાં થતી ટ્રાફિકની સમસ્યામાંથી(Traffic problems) થાણેકરોને છુટકારો મળે એવી શક્યતા છે. થાણેના આનંદનગરથી સાકેત સુધીનો 6.30 કિમી લાંબો એલિવેટેડ રોડ ઈસ્ટર્ન એક્સપ્રેસ વે(Eastern Expressway) પર બનાવવાની યોજના છે, જેથી કરીને મુંબઈથી નાસિક જતા વાહનોને શહેરમાંથી પસાર થવું ન પડે. મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) દ્વારા ટૂંક સમયમાં તેના પ્રોજેક્ટ રિપોર્ટ(Project Report) અને કન્સલ્ટન્ટની(Consultant) નિમણૂક કરવામાં આવવાની છે. 

    હાલમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર મુંબઈથી થાણે તરફ આવતા વાહનો શહેરના રસ્તા પરથી આનંદનગર થઈને નાસિક(Nasik) તરફ જાય છે. ઘોડબંદર રોડ(Ghodbandar Road) તરફ જતા વાહનો પણ ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પરથી પસાર થાય  છે. આ રસ્તા થાણેમાંથી પસાર થતા હોવાથી ચિક્કાર ટ્રાફિક હોય છે.

    આ સમાચાર પણ વાંચો :  સપા નેતા આઝમ ખાનને સુપ્રીમ કોર્ટ તરફથી મળી મોટી રાહત, કોર્ટે આ કેસમાં આપ્યા વચગાળાના જામીન.

    મુંબઈથી નાગપુર(nagpur) સમૃદ્ધિ હાઈવે આવતા વર્ષે ટ્રાફિક માટે ખોલવામાં આવશે. આ રોડ થાણે માંથી પસાર થતો હોવાથી મુંબઈ જતા વાહનોને થાણે માંથી પસાર થવું પડશે. તેમ જ થાણેમાં ગાયમુખથી સાકેત પાસે કોસ્ટલ રોડનું(Coastal Road) કામ પણ શરૂ થવાનું છે. જ્યારે આ રોડ પૂર્ણ થશે ત્યારે ગુજરાતમાંથી(Gujarat) આવતા વાહનો પણ થાણે પહોંચશે. તેથી ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામની(Traffic Jam) મોટી સમસ્યા સર્જાશે.

    ભવિષ્યમાં આ સમસ્યાના નિરાકરણ માટે આનંદનગરથી સાકેત સુધી એલિવેટેડ થ્રી લેન રોડ બનાવવામાં આવશે. તેના પર અંદાજે 1600 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની ધારણા છે. MMRDA એ પ્રોજેક્ટનો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવા અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ માટે કન્સલ્ટન્ટની નિમણૂક માટે ટેન્ડરો આમંત્રિત કર્યા છે.

    આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર : જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં સર્વે રિપોર્ટ કોર્ટમાં રજૂ, સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી ટળી, વારાણસી કોર્ટને અપાયા આ આદેશ.. 

    MMRDAએ ચેમ્બુર(Chembur) નજીકના છેડાનગરથી થાણેના આનંદનગર સુધી ઈસ્ટર્ન ફ્રીવેને(Eastern Freeway) લંબાવવાની યોજના બનાવી છે. જો એવું થયું તો દક્ષિણ મુંબઈથી(South Mumbai) નીકળતા વાહનો ઈસ્ટ ફ્રીવેથી વગર રોકાયે થાણે પહોંચી શકશે. ઉપરાંત, આનંદનગરથી સાકેત એલિવેટેડ રોડના નિર્માણ બાદ વાહનો રોકાયા વિના દક્ષિણ મુંબઈથી સીધા સાકેત પહોંચી શકશે.