Tag: ecir

  • Oxygen Plant Scam : ઓક્સિજન પ્લાન્ટ કૌભાંડ કેસમાં આવ્યો નવો વળાંક.. હવે આ એજન્સી કરશે તપાસ: ECIRનો અહેવાલ.. જાણો શું છે આ સમગ્ર મુ્દ્દો.. .

    Oxygen Plant Scam : ઓક્સિજન પ્લાન્ટ કૌભાંડ કેસમાં આવ્યો નવો વળાંક.. હવે આ એજન્સી કરશે તપાસ: ECIRનો અહેવાલ.. જાણો શું છે આ સમગ્ર મુ્દ્દો.. .

    News Continuous Bureau | Mumbai

    Oxygen Plant Scam : ED એ કોવિડ સમયગાળા દરમિયાન મુંબઈમાં થયેલા કથિત ઓક્સિજન પ્લાન્ટ કૌભાંડના સંબંધમાં ECIR નોંધ્યું છે . મુંબઈ પોલીસની ( Mumbai Police ) ઈકોનોમિક ઓફેન્સ વિંગ ( EOW ) એ ઓક્સિજન પ્લાન્ટ કેસમાં FIR નોંધી છે અને આ મામલાની તપાસ કરી રહી છે. હવે ED પણ આ કેસની તપાસ કરવા જઈ રહી છે.

    આદિત્ય ઠાકરેના નજીકના માનવામાં આવતા વેપારી રોમિન છેડાની ( Romin Chheda ) મુંબઈ પોલીસે કથિત ઓક્સિજન પ્લાન્ટ કૌભાંડના સંબંધમાં ધરપકડ કરી છે અને તે હાલમાં જેલમાં છે. છેડા અને તેમની કંપની પર પાત્રતા વગર કોન્ટ્રાક્ટ મેળવવાનો આરોપ છે. આ કેસમાં BMCને રૂ. 6 કરોડનું નુકસાન થયું હતું અને કથિત છેતરપિંડી થઈ હતી. આરોપ છે કે BMCના ઘણા અધિકારીઓએ છેડાને આ કોન્ટ્રાક્ટ મેળવવામાં મદદ કરી હતી.

    મુંબઈની આર્થિક ગુના શાખાએ થોડા દિવસો પહેલા ઓક્સિજન પ્લાન્ટ કૌભાંડના સંબંધમાં નાગપાડા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો હતો. આ કેસ નોંધાયા બાદ પોલીસે તપાસ કરતાં રોમિન છેડાની અટકાયત કરવામાં આવી હતી.

     કોન્ટ્રાક્ટ કોઈપણ અનુભવ વિના અને નિયમોનું પાલન કર્યા વિના આપવામાં આવ્યો…

    પોલીસ તપાસમાં આ તમામ કેસમાં ગેરરીતિ હોવાનું તારણ બહાર આવતાં પોલીસે રોમીનની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. મુંબઈ ઈકોનોમિક ક્રાઈમ બ્રાન્ચ આ મામલાની સંપૂર્ણ તપાસ કરી રહી છે અને છેડાની કંપની મારફતે કેટલીક શેલ કંપનીઓમાં પણ નાણાં ટ્રાન્સફર થયા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તેની પણ તપાસ શરૂ કરી છે.

    આ સમાચાર પણ વાંચો :  India vs Australia: ભારતે વર્લ્ડકપનો બદલો લીધો.. T20 સિરીઝ જીતી ભારતે રચ્યો ઇતિહાસ,… પાકિસ્તાનનો આ મામલે તોડયો રેકોર્ડ..

    મુંબઈ પોલીસે ‘એફઆઈઆર’માં આપેલી માહિતી મુજબ મુંબઈ મહાનગરપાલિકાના વી. એન. દેસાઈ હોસ્પિટલ, BDBA હોસ્પિટલ, GTB, કસ્તુરબા, નાયર, કૂપર, ભાભા, KEM અને સાયન હોસ્પિટલને 30 દિવસની અંદર ઓક્સિજન જનરેશન પ્લાન્ટ સ્થાપવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જે રોમિન છેડા સાથે સંકળાયેલ હાઇવે કન્સ્ટ્રક્શન કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

    હાઇવે કન્સ્ટ્રક્શન કંપની એ ઉત્તર પ્રદેશ સ્થિત કંપની છે. આ કરાર કોઈપણ અનુભવ વિના અને નિયમોનું પાલન કર્યા વિના આપવામાં આવ્યો હતો. ઉપરાંત, ઓક્સિજન પ્લાન્ટને 30 દિવસના સમયગાળા કરતાં વધુ વિલંબ સાથે નગરપાલિકાને સોંપવામાં આવ્યો હતો એટલે કે ઓક્ટોબર 2021 અથવા તે પછી. તેમ છતાં પાલિકાના કેટલાક અધિકારીઓએ છેડા સાથે મળીને આ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો, પરંતુ પ્લાન્ટના બાંધકામમાં વિલંબ થતાં દંડની રકમ પણ ઓછી કરી દીધી હતી. જેના કારણે પાલિકાને રૂ.6 કરોડનું નુકસાન થયું હતું. તેમજ ઓક્સિજનના અભાવે ઘણા નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા હતા.

  • PMLA અંગેના નિર્ણય મામલે આ બે પાસાઓ પર ફેરવિચારણા માટે સુપ્રીમ કોર્ટ તૈયાર- કેન્દ્રને પાઠવી નોટિસ

    PMLA અંગેના નિર્ણય મામલે આ બે પાસાઓ પર ફેરવિચારણા માટે સુપ્રીમ કોર્ટ તૈયાર- કેન્દ્રને પાઠવી નોટિસ

    News Continuous Bureau | Mumbai

    સુપ્રીમ કોર્ટે(Supreme Court) ગત 27 જુલાઈના પીએમએલએના(PMLA) નિર્ણય મામલે 2 પાસાઓમાં પુનર્વિચારણા(Aspects Reconsidered) માટે સહમતી દર્શાવી છે. 

    પહેલું તો ECIRની કોપી આપવી જરૂરી નહીં તે અને બીજું દોષ સિદ્ધ થઈ જાય ત્યાં સુધી નિર્દોષ હોવાની અવધારણાને નકારવી. 

    સાથે જ સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને(Central Govt) નોટિસ પાઠવી છે. 

    ઉલ્લેખનીય સહ કે કોર્ટે અગાઉ મની લોન્ડરિંગ એક્ટને(Money Laundering Act) સમર્થન આપ્યું હતું અને EDની ધરપકડ અને જામીન માટેના કડક નિયમોને પણ સમર્થન આપ્યું હતું.

    આ સમાચાર પણ વાંચો : બિલ્કિસ બાનો કેસ- દોષિતોને છોડી મૂકવા અંગે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ફટકારી નોટિસ- હવે આ દિવસે થશે સુનાવણી 

  • ઇડી એટલે કે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ધરપકડો ચાલુ જ રહેશે-હવે મળ્યું સુપ્રીમ કોર્ટનું સમર્થન

    ઇડી એટલે કે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ધરપકડો ચાલુ જ રહેશે-હવે મળ્યું સુપ્રીમ કોર્ટનું સમર્થન

     

    News Continuous Bureau | Mumbai

    દેશની સર્વોચ્ચ અદાલતે(Supreme Court) મની લોન્ડરિંગના(Money Laundering) વિભિન્ન કેસમાં પૂછપરછનો સામનો કરી રહેલા નેતાઓને ઝટકો આપ્યો છે. સાથે જ કોર્ટે મની લોન્ડરિંગ હેઠળ ED ની ધરપકડના(Arrest) અધિકારને યોગ્ય ઠેરવ્યો છે. કોર્ટે કહ્યું કે ED ની ધરપકડની પ્રક્રિયા મનમાની નથી.

     પ્રાપ્ત જાણકારી મુજબ વિવિધ આરોપીઓ(Accused) દ્વારા સુપ્રીમ કોર્ટમાં લગભગ ૨૫૦ જેટલી અરજીઓ દાખલ થઈ હતી જેના પર સુનાવણી બાદ કોર્ટે આ આદેશ આપ્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે ઈડી અધિકારીઓ માટે મની લોન્ડરિંગના કેસમાં કોઈ અપરાધીને અટકાયતમાં લેવાનો સમય ધરપકડા આધારને જણાવવું જરૂરી નથી.  સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં ઈડીની તપાસ(ED investigation), ધરપકડ અને સંપત્તિને એટેચ(Attach property ) કરવાનો અધિકાર યથાવત રાખ્યો છે. આ સાથે જ કોર્ટે કહ્યું કે તપાસ દરમિયાન ઈડી, SFIO, DRI ના અધિકારીઓ (પોલીસ ઓફિસર નહીં) સામે નોંધાયેલા નિવેદનો પણ કાયદેસર પુરાવા છે. આ સાથે જ કોર્ટે કહ્યું કે આરોપીને ઈઝ્રૈંઇ (ફરિયાદની કોપી) આપવી પણ જરૂરી નથી. આરોપીને જણાવી દેવામાં આવે કે તેને કા આરોપ હેઠળ ધરપકડ કરાઈ રહ્યા છે તે જણાવવું પૂરતું છે. 

    આ સમાચાર પણ વાંચો : ભારતનો પાસપોર્ટ મજબૂત- 60 દેશોમાં જવા માટે અગાઉથી વિઝા નહીં લેવા પડે

    કાર્તિ ચિદમ્બરમ(Karti Chidambaram), અનિલ દેશમુખની(Anil deshmukh) અરજી સહિત કુલ ૨૪૨ અરજીઓ પર આ ચુકાદો આવ્યો છે. કોર્ટે કહ્યું કે  ECIR હેઠળ ધરપકડનો ઈડીનો હક યથાવત રહેશે. ધરપકડની પ્રક્રિયા મનમાની નથી. જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને સીટી રવિ કુમારની સ્પેશિયલ બેન્ચે આ ચુકાદો આપ્યો. 

    જસ્ટિસ ખાનવિલકરે(Justice Khanwilkar) ચુકાદો આપતા કહ્યું કે સવાલ એ હતો કે કેટલાક સંશોધન કરાયા છે, તે થઈ શકે તેમ ન હતા. સંસદ(parliament) દ્વારા સંશોધન કરી શકાતા હતા કે નહીં, આ સવાલ અમે ૭ જજાેની પેનલ માટે ખુલ્લો છોડ્યો છે. કોર્ટે કહ્યું કે કલમ ૩ હેઠળ ગુનો ગેરકાયદેસર લાભ પર આધારિત છે. ૨૦૦૨ કાયદા હેઠળ અધિકારી કોઈના ઉપર ત્યાં સુધી કેસ ન ચલાવી શકે જ્યાં સુધી એવી ફરિયાદ કોઈ સક્ષમ મંચ સમક્ષ પ્રસ્તુત ન કરવામાં આવે. કલમ ૫ બંધારણીય રીતે માન્ય છે. આ એક સંતુલનકારી કાર્યપ્રદાન કરે છે અને દેખાડે છે કે અપરાધની આવકની ભાળ કેવી રીતે મેળવી શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઈડીના અધિકારીઓ માટે મની લોન્ડરિંગ મામલામાં કોઈ આરોપીને અટકાયતમાં લેવાનો સમય ધરપકડના આધારનો ખુલાસો કરવો જરૂરી નથી. કોર્ટે તમામ ટ્રાન્સફર અરજીઓને પછી સંબંધિત હાઈકોર્ટને મોકલી આપી. જે લોકોને વચગાળાની રાહત છે તે ચાર અઠવાડિયા સુધી રહેશે. જ્યાં સુધી ખાનગી પક્ષકાર કોર્ટ પાસેથી રાહત પાછી ખેંચવાની માંગણી ન કરે ત્યાં સુધી.