• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - ed raid
Tag:

ed raid

Delhi Blast Case દિલ્હી બ્લાસ્ટ કેસ માં અલ-ફલાહ યુનિવર્સિટી પર ED ની
દેશ

Delhi Blast Case: દિલ્હી બ્લાસ્ટ કેસ માં અલ-ફલાહ યુનિવર્સિટી પર ED ની મોટી કાર્યવાહી, ચાર રાજ્યોમાં કુલ આટલા ઠેકાણાં પર દરોડા

by aryan sawant November 18, 2025
written by aryan sawant

News Continuous Bureau | Mumbai

Delhi Blast Case દિલ્હી બ્લાસ્ટ કેસના સંબંધમાં પ્રવર્તન નિદેશાલય દ્વારા આજે સવારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ED ની ટીમે હરિયાણાના ફરીદાબાદમાં આવેલી અલ-ફલાહ યુનિવર્સિટી, દિલ્હીની ઓખલા સ્થિત તેની ઓફિસ સહિત ચાર રાજ્યોમાં કુલ ૩૦ ઠેકાણાં પર એકસાથે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી યુનિવર્સિટીના ટ્રસ્ટીઓ અને તેમની સાથે સંકળાયેલા વ્યક્તિઓના પરિસરો પર કરવામાં આવી રહી છે. યુનિવર્સિટી સામે મની લોન્ડરિંગનો એક કેસ પણ નોંધાયેલો છે, જેના આધારે આ તપાસ ચાલી રહી છે.

મની લોન્ડરિંગ અને યુનિવર્સિટીનું કનેક્શન

ઇડીની ટીમો દિલ્હી, હરિયાણા, મધ્યપ્રદેશ સહિત ચાર રાજ્યોમાં અલ-ફલાહ યુનિવર્સિટી સાથે જોડાયેલા મામલામાં તપાસ કરી રહી છે. મહુમાં યુનિવર્સિટીના ચેરમેન જવાદ અહેમદના જૂના નિવાસસ્થાન, ફરીદાબાદમાં અલ-ફલાહના કેમ્પસ અને ઓખલામાં ટ્રસ્ટની ઓફિસ સહિત કુલ ૩૦ સ્થળો પર દરોડા ચાલુ છે. અત્યાર સુધીમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા આ મામલામાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેઓ કથિત રીતે આત્મઘાતી હુમલાખોર ડો. ઉમર નબીના નજીકના સહયોગીઓ હોવાનું માનવામાં આવે છે.

દિલ્હી બ્લાસ્ટમાં અલ-ફલાહ યુનિવર્સિટીની ભૂમિકા?

૧૦ નવેમ્બર ૨૦૨૫ ના રોજ દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક સફેદ હ્યુન્ડાઇ આઇ-20 કારમાં વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૧૩ લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. પોલીસ અને એનઆઇએની તપાસમાં સામે આવ્યું કે આ વિસ્ફોટ એક આતંકવાદી મોડ્યુલ સાથે જોડાયેલો હતો અને આ ઘટના સાથે સંકળાયેલા લોકો ડોક્ટર હતા. તપાસમાં જાણવા મળ્યું કે વિસ્ફોટ કરનાર આતંકી ઉમર પણ ડોક્ટર હતો અને તે અલ-ફલાહ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કામ કરતો હતો. જોકે, યુનિવર્સિટી દ્વારા આ આરોપોને સખત રીતે નકારવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Gujarat Fire: ગુજરાતમાં મોટો અગ્નિકાંડ! ચાલુ એમ્બ્યુલન્સમાં લાગી ભીષણ આગ, નવજાત શિશુ સહિત આટલા લોકો થયા જીવતા ભડથું

યુનિવર્સિટીનો ઇનકાર અને તપાસનું ફોકસ

પોલીસ અને ઇડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં, અલ-ફલાહ યુનિવર્સિટી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેમના કેમ્પસનો ઉપયોગ કોઈપણ આતંકવાદી પ્રવૃત્તિઓમાં કરવામાં આવ્યો નથી. તેમ છતાં, ડોક્ટર ઉમર નબી સાથેના તેના ભૂતકાળના જોડાણને કારણે, આ યુનિવર્સિટી અને તેના ટ્રસ્ટનું ફંડિંગ અને આર્થિક વ્યવહારો હાલમાં તપાસ એજન્સીઓના મુખ્ય ફોકસમાં છે. ઇડીની આ કાર્યવાહીથી યુનિવર્સિટીના ટ્રસ્ટીઓમાં ખળભળાટ મચી ગયો છે. મની લોન્ડરિંગના એંગલથી થઈ રહેલી આ તપાસમાં અનેક નવા રહસ્યો ખૂલવાની શક્યતા છે.

November 18, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Pornography case ED Raids Properties Of Raj Kundra, Others In Porn Racket Case Pornography case ED Raids Properties Of Raj Kundra, Others In Porn Racket Case
મનોરંજન

 Pornography case: પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી, કેન્દ્રીય તપાસ એજન્સી તેમના ઘર અને ઓફિસ પર પાડ્યા દરોડા..  

by kalpana Verat November 29, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Pornography case:

  • એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ બિઝનેસમેન રાજ કુન્દ્રાના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા છે.

  • પ્રાપ્ત માહિતી અનુસાર પોર્નોગ્રાફી કેસમાં ED માત્ર રાજ કુન્દ્રાના ઘરની જ નહીં પરંતુ અન્ય ઘણા લોકોના ઘરની પણ સર્ચ કરી રહી છે. 

  • જણાવી દઈએ કે, આ તપાસ મોબાઈલ એપ દ્વારા પોર્ન કન્ટેન્ટ બનાવવા અને તેના સર્ક્યુલેશન સાથે સંબંધિત છે.

  • રાજ કુન્દ્રાની જૂન 2021માં ‘અશ્લીલ’ ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. બે મહિના જેલમાં વિતાવ્યા બાદ તે હાલમાં સપ્ટેમ્બર 2021થી જામીન પર છે. 

આ સમાચાર પણ વાંચો : NIELIT દ્વારા પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય નંબર 1 શાહીબાગના વિદ્યાર્થીઓને વ્યાવસાયિક કૌશલ્યનું શિક્ષણ, આ ક્ષેત્રોનું આપવામાં આવ્યું જ્ઞાન.

STORY | ED raids Raj Kundra, others in pornographic content linked money laundering case

READ: https://t.co/HUVDFleqzS

(PTI File Photo) pic.twitter.com/xx9URGfJIs

— Press Trust of India (@PTI_News) November 29, 2024

 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
The enforcement directorate is conducting raids at multiple locations in Ranchi. Huge amount of cash recovered
રાજ્યMain PostTop Postદેશ

Enforcement Directorate : Raid ચૂંટણીના સમયે જ દરોડો, કરોડોની કેશ જમા. વિડીયો થયો વાયરલ.

by Hiral Meria May 6, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Enforcement Directorate : Raid ED એ ફેબ્રુઆરી 2023 માં ઝારખંડ ગ્રામીણ વિકાસ વિભાગના મુખ્ય ઇજનેર વીરેન્દ્ર કે. રામની કેટલીક યોજનાઓના અમલીકરણ માં કથિત અનિયમિતતા સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. આ સંદર્ભે દરોડાનો સિલસિલો સતત ચાલુ છે. રાંચી ખાતે રેડ પાડવામાં આવી હતી જ્યાં ગ્રામીણ વિકાસ મંત્રીના પીએસ ( Sanjiv Lal PS  ) ના ઘરેથી લગભગ ૨૦ થી ૩૦ કરોડ રૂપિયા રોકડા અને અનેક ઘરેણા મળી આવ્યા છે. 

#ચૂંટણીના સમયે જ #દરોડો, કરોડોની કેશ જમા. વિડીયો થયો #વાયરલ. #RANCHI #enforcementdirectorate #edraid #SanjivLal #ps #viralvideo #newscontinuous pic.twitter.com/gAIotc5aSF

— news continuous (@NewsContinuous) May 6, 2024

 Enforcement Directorate : Raid  મદદનીશ નો પગાર અમુક હજાર રૂપિયા અને ઘરમાં કરોડો રૂપિયા. વિડિયો વાયરલ

 એક તરફ મંત્રી સંત્રીઓના ઘરે રોકડ રકમ મળી રહી છે ત્યારે બીજી તરફ હવે તેમના કર્મચારીઓના ઘરેથી પણ કરોડો  રૂપિયા મળી રહ્યા છે.  રાંચી ( Ranchi ) ખાતે જે રેડ ( ED Raid ) પડી છે તેમાં ૨૦ થી ૩૦ કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે.  આનો વિડીયો વાયરલ ( Viral video ) થતા હોબાળો મચ્યો છે.  

આ સમાચાર પણ વાંચો : Lok Sabha Elections 2024: ચોતરફ પાણીથી ઘેરાયેલા આલિયાબેટના મતદારો માટે ચૂંટણી તંત્ર દ્વારા શિપિંગ કન્ટેનરમાં ઉભું કરાયું મતદાન મથક 

 ઉલ્લેખનીય છે કે વિપક્ષ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટને સરકારની કઠપૂતળી ગણાવે છે.  જ્યારે કે હવે કરોડો રૂપિયા મળે છે ત્યારે બધાની બોલતી બંધ થઈ ગઈ છે.
May 6, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ED's major action in teacher recruitment scam in West Bengal, assets worth 365 crore seized including property.
રાજ્યTop Post

West Bengal: પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, 365 કરોડની પ્રોપર્ટી સહિત સંપતિ જપ્ત..

by Bipin Mewada April 12, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai 

West Bengal: પશ્ચિમ બંગાળના શિક્ષક ભરતી કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( ED ) એ મોટી કાર્યવાહી કરી છે. ED એ શિક્ષક ભરતી કૌભાંડમાં રૂ. 230.6 કરોડની સંપત્તિ જપ્ત ( Assets Sized ) કરી છે. EDએ 230.6 કરોડ રૂપિયાની જમીન અને ફ્લેટ પણ જપ્ત કર્યા છે. ED દ્વારા જપ્ત કરાયેલી આ સંપત્તિના માલિકો શિક્ષક ભરતી કૌભાંડના આરોપી પ્રસન્ન કુમાર રોય, શાંતિ પ્રસાદ સિંહા અને અન્ય કેટલીક કંપનીઓના નામે નોંધાયેલા છે. EDએ પ્રસન્ના રોયના નામે પથ્થરઘાટામાં 96 કઠા, સુલતાનપુરમાં 117 કઠા, ન્યુ ટાઉનમાં 136 કઠા અને મહેશતલામાં 282 કઠાની મિલકતો જપ્ત કરી હતી. 

શાંતિ પ્રસાદ સિન્હાની કપશાટી વિસ્તારમાં જમીન અને પૂર્વા જદબપુરમાં ફ્લેટ જપ્ત કરવામાં આવ્યો છે. EDએ વાસ્તવમાં, PMLA હેઠળ રાજ્યમાં ધોરણ 9 થી 10 માં વર્ગ માટે શિક્ષકોની ભરતીમાં કૌભાંડ ( Teachers recruitment scam ) અંગે નોંધાયેલી બે અલગ-અલગ FIR પર તપાસ શરૂ કરી હતી. સીબીઆઈ તપાસમાં બહાર આવ્યું છે કે વિવિધ ગેરરીતિઓને પગલે 2081 શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. આ કેસમાં ED ( ED Raid ) આ કૌભાંડમાં પ્રસન્ના રોય અને શાંતિ પ્રસાદની ધરપકડ કરી ચૂકી છે.

  શિક્ષક કૌભાંડમાં 135 કરોડ રૂપિયાની રકમ જપ્ત કરી હતી…

પ્રસન્ના રોયે ( Prasanna Roy ) આ કૌભાંડમાં વચેટિયાની ભૂમિકા ભજવી હતી, એટલે કે તેમનું કામ ભરતીના નામે ઉમેદવારો પાસેથી વિગતો અને પૈસા વસૂલવાનું હતું, જ્યારે શાંતિ પ્રસાદ સિંહા પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગમાં તત્કાલીન સલાહકાર હતા. આ પહેલા EDએ શિક્ષક કૌભાંડમાં 135 કરોડ રૂપિયાની રકમ જપ્ત કરી હતી. આ રીતે પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડમાં EDએ અત્યાર સુધીમાં 365.60 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.

આ સમાચાર પણ વાંચો :  America: સૂર્યગ્રહણના ડરથી, અમેરિકન ઈન્ફ્લુએન્સરે પતિની છરીના ઘાથી હત્યા કરી, ચાલતી કારમાંથી બાળકોને ફેંકી દીધા અને પછી કર્યું આ કામ..

પશ્ચિમ બંગાળમાં, વર્ષ 2022 માં, EDએ મમતા બેનર્જીના નજીકના નેતા અને પશ્ચિમ બંગાળના કેબિનેટ મંત્રી પાર્થ ચેટરજીની શાળા સેવા આયોગ (SSC) ભરતીમાં છેતરપિંડી કરવાના કેસમાં ધરપકડ કરી હતી. ચેટરજીની ધરપકડ બાદ સીએ, બિઝનેસમેન અને આ કૌભાંડ સાથે સંકળાયેલા અન્ય લોકોની ઓફિસો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. કોલકાતા હાઈકોર્ટના આદેશ બાદ ED અને CBI બંને શિક્ષકોની ભરતી કૌભાંડની તપાસ કરી રહ્યા છે. ગયા વર્ષે EDએ પાર્થ ચેટરજીના નિવાસસ્થાન સહિત 14 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન EDને પાર્થ મુખર્જીની નજીકની અર્પિતા મુખર્જી વિશે માહિતી મળી હતી. આ પછી અર્પિતા મુખર્જીના ફ્લેટ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

April 12, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ED Raid ED action in Delhi-NCR, raids at many places including AAP's Goa in-charge Deepak Singla's house
દેશMain PostTop Post

ED Raid: દિલ્હી-NCRમાં EDની કાર્યવાહી, AAPના ગોવાના પ્રભારી દીપક સિંગલાના ઘર સહિત ઘણી જગ્યાએ દરોડા..

by Bipin Mewada March 27, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai 

ED Raid: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડમાં મની લોન્ડરિંગ કેસના સંબંધમાં આમ આદમી પાર્ટીના અન્ય નેતાના ઘરે દરોડા પાડ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ દીપક સિંગ્લા ( Deepak Singla ) બીજા AAP નેતા છે, જેમના ઘરે ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. 

દીપક સિંગલા પૂર્વ દિલ્હીની પ્રખ્યાત મીઠાઈની દુકાન સિંગલા સ્વીટ્સના ( Singla Sweets ) માલિક છે. દીપક સિંગલા આમ આદમી પાર્ટીના ગોવાના પ્રભારી છે. ED એ તપાસ કરી રહી છે કે શું એક્સાઈઝ કૌભાંડમાંથી ( excise scam ) મળેલી રકમ ગોવાની ચૂંટણીમાં ખર્ચવામાં આવી હતી. EDનો આરોપ છે કે ગોવા વિધાનસભા ચૂંટણીમાં ( Goa assembly elections ) કૌભાંડમાંથી મેળવેલા 45 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

#WATCH | The Enforcement Directorate is conducting raids at multiple locations in Delhi and NCR among places including the residence of AAP leader Deepak Singla: Sources pic.twitter.com/Q1pJ34Ms7r

— ANI (@ANI) March 27, 2024

 હવાલા દ્વારા 45 કરોડ રૂપિયા ગોવા મોકલવામાં આવ્યા હતા: ED

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે મોડી રાત્રે આવકવેરા વિભાગે AAP ધારાસભ્ય ગુલાબ સિંહ યાદવ અને તેમના કેટલાક નજીકના સંબંધીઓના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. શુક્રવારે મોડી રાતથી લઈને શનિવાર રાત સુધી અધિકારીઓએ મટિયાલા સીટના ધારાસભ્ય ગુલાબ સિંહના ઘર અને ઓફિસની તલાશી લીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણીમાં નાણાંની લેવડ-દેવડ અને કરચોરીની માહિતીના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  BJP candidate List : મહારાષ્ટ્રમાં ભાજપના 23 ઉમેદવારોની જાહેરાત, પાંચ વર્તમાન સાંસદોનું પતુ કપાયું.. જાણો કોને મળી ટિકિટ?

22 માર્ચે, EDએ દાવો કર્યો હતો કે મની ટ્રેઇલ મળી આવી છે. જેમાં દિલ્હી લિકર પોલિસી કેસમાં આમ આદમી પાર્ટીને 100 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી. AAPએ પંજાબ અને ગોવાની વિધાનસભા ચૂંટણીમાં આ પૈસાનો ઉપયોગ કર્યો હતો. એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું કે આ કૌભાંડમાં માત્ર રૂ. 100 કરોડની લાંચ જ નહીં પરંતુ લાંચ આપનારાઓ દ્વારા કમાયેલા નફા પર કમિશન પણ લેવામાં આવ્યું હતું, જે રૂ. 600 કરોડથી વધુ છે.

એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું કે દક્ષિણ જૂથમાંથી મળેલા 45 કરોડ રૂપિયા આમ આદમી પાર્ટીએ 2021-22ના ગોવા ચૂંટણી પ્રચારમાં વાપર્યા હતા. આ સાથે એજન્સીએ હવાલા તરફ ઈશારો કરીને કહ્યું કે આ પૈસા 4 માર્ગોથી ગોવા પહોંચ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

March 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ED Raid Big success to ED! 2.54 crore rupees seized including money hidden in the washing machine.
દેશ

ED Raid: EDને મોટી સફળતા! વોશિંગ મશીનમાં છુપાયેલા પૈસા સહિત 2.54 કરોડ રૂપિયા જપ્ત.. જાણો શું છે આ મામલો.. .

by Bipin Mewada March 27, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai 

ED Raid: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને મોટી સફળતા મળી છે. EDને વિશ્વસનીય માહિતી મળી હતી કે કેટલીક સંસ્થાઓ મોટા પાયે ભારતની બહાર વિદેશી ચલણ ( foreign currency ) મોકલવામાં સામેલ છે. જેના આધારે વિભાગની ટીમે કેટલીક કંપનીઓ પર દરોડા પાડીને મામલાની તપાસ શરૂ કરી હતી. સર્ચ દરમિયાન 2.54 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે, જેમાંથી કુલ રકમનો મોટો ભાગ વોશિંગ મશીનમાં છુપાવવામાં આવ્યો હતો.

આ દરોડા દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ, કુરુક્ષેત્ર અને કોલકાતામાં પાડવામાં આવ્યા હતા. ED ટીમે FEMA, 1999 ની જોગવાઈઓ હેઠળ મેસર્સ કેપ્રિકોર્ન શિપિંગ એન્ડ લોજિસ્ટિક્સ પ્રાઈવેટ લિમિટેડ અને તેના બંને ડિરેક્ટર્સની શોધખોળ હાથ ધરી હતી. આ સાથે, તેમની સંબંધિત સંસ્થાઓ મેસર્સ લક્ષ્મીટોન મેરીટાઇમ, મેસર્સ હિન્દુસ્તાન ઈન્ટરનેશનલ, મે. રાજનંદિની મેટલ્સ લિમિટેડ, મેસર્સ સ્ટુઅર્ટ એલોય્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, મેસર્સ ભાગ્યનગર લિમિટેડ, મેસર્સ વિનાયક સ્ટીલ્સ લિમિટેડ, મેસર્સ વશિષ્ઠ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડ અને તેમના ડિરેક્ટર-પાર્ટનર્સ પર પણ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું.

 રુ. 1800 કરોડ સિંગાપુર મોકલવામાં આવ્યા હતા…

EDને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે 1800 કરોડ રૂપિયાની શંકાસ્પદ રકમ મેસર્સ ગેલેક્સી શિપિંગ એન્ડ લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ અને સિંગાપોરની હોરિઝન શિપિંગ એન્ડ લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડને મોકલવામાં આવી હતી. આ બંને વિદેશી સંસ્થાઓનું સંચાલન એક જ આરોપી શખ્સ દ્વારા કરવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો :  LS Polls: શિવસેના-યુબીટીએ જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી, 16 નામોની જાહેરાત, જાણો કોને અને ક્યાંથી ટિકિટ આપવામાં આવી..

તપાસ દરમિયાન, એવું જાણવા મળ્યું હતું કે મેસર્સ કેપ્રિકોર્ન શિપિંગ એન્ડ લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ, મેસર્સ લક્ષ્મીટોન મેરીટાઇમ અને તેમના સહયોગીઓએ વિદેશી હૂંડિયામણ મોકલવામાં સામેલ છે. તેથી સિંગાપોર સ્થિત સંસ્થાઓને રૂ. 1,800 કરોડ મોકલ્યા હતા. આ માટે, મેસર્સ નેહા મેટલ્સ, મેસર્સ અમિત સ્ટીલ ટ્રેડર્સ, મેસર્સ ટ્રિપલ એમ મેટલ એન્ડ એલોય્સ, મેસર્સ એચએમએસ મેટલ્સ વગેરે જેવી નકલી શેલ કંપનીની મદદથી જટિલ વ્યવહારો દર્શાવવામાં આવ્યા હતા.

સર્ચ દરમિયાન 2.54 કરોડ રૂપિયા મળી આવ્યા હતા, જેના વિશે આરોપી કોઈ જવાબ આપી શક્યા ન હતા. આ રકમનો એક ભાગ વોશિંગ મશીનમાં ( washing machine ) છુપાવવામાં આવ્યો હતો, જેને જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, સર્ચ કાર્યવાહી દરમિયાન, વિવિધ ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો પણ મળી આવ્યા હતા, જેને જપ્ત કરવામાં આવ્યા છે. EDની ટીમે આ સાથે સંકળાયેલી સંસ્થાઓના 47 બેંક ખાતા પણ ફ્રીઝ કરી દીધા છે.

March 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ED Raid Allegation of ED raid at house of Lalu's close leader Subhash Yadav, giving land and flats..
રાજ્યMain PostTop Postરાજકારણ

ED Raid: લાલુના નજીકના નેતા સુભાષ યાદવના ઘરે EDના દરોડા, જમીન અને ફલેટો આપવાનો પણ આરોપ..

by Bipin Mewada March 9, 2024
written by Bipin Mewada

  News Continuous Bureau | Mumbai 

ED Raid: આજે EDની ટીમે પટનાના દાનાપુરમાં રાષ્ટ્રીય જનતા દળ ( RJD ) ના વડા લાલુ પ્રસાદ યાદવના ( Lalu Prasad Yadav ) નજીકના સહયોગી સુભાષ યાદવના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. જેમાં દરોડાની કાર્યવાહી હજુ પણ ચાલુ છે. કહેવાય છે કે સુભાષ યાદવ ( Subhash Yadav ) પર આ કાર્યવાહી રેત માફિયા સાથે જોડાયેલા કેસમાં ચાલી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડરિંગ કેસમાં ( money laundering case ) આ દરોડા પાડ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે EDની ટીમે બિહારમાં સુભાષ યાદવના લગભગ 6 સ્થળો પર દરોડા પાડ્યા છે. આમાંથી બે પટનાની બહારના દાનાપુરમાં બનેલા ઘરોનો પણ સમાવેશ છે.

#WATCH | Bihar | ED raid underway at the residence of Subhash Yadav – a close aide of RJD chief Lalu Prasad Yadav – in Danapur, Patna. Subhash Yadav is reportedly involved in the sand business.

Details awaited. pic.twitter.com/bXrawCtbeV

— ANI (@ANI) March 9, 2024

 રાષ્ટ્રીય જનતા દળની ટિકિટ પર વર્ષ 2019માં ઝારખંડની છત્ર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી…

ઉલ્લેખનીય છે કે, સુભાષ યાદવે રાષ્ટ્રીય જનતા દળની ટિકિટ પર વર્ષ 2019માં ઝારખંડની છત્ર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. જોકે તેઓ આ ચૂંટણી હારી ગયા હતા. તેમણે 3 માર્ચ, 2024ના રોજ પટનાના ગાંધી મેદાનમાં આયોજિત મહાગઠબંધનની ‘જન વિશ્વાસ મહારેલી’ માં પણ ભાગ લીધો હતો.

આ સમાચાર પણ વાંચો :  Nirav Modi: લંડન હાઈકોર્ટેએ આપ્યો નિરવ મોદીને મોટો ઝટકો, હવે બેંક ઓફ ઈન્ડિયાને ચુકવવા પડશે 66 કરોડ રુપિયા… દુબઈની કંપનીની થઈ શકે છે હરાજી…

એવું નથી કે સુભાષ યાદવ સામે આ પ્રકારની કાર્યવાહી પહેલીવાર કરવામાં આવી છે. આ પહેલા પણ આવકવેરા વિભાગે સુભાષ યાદવના ઘર પર પણ દરોડા પાડ્યા હતા. જેમાં 2018માં ઈન્કમટેક્સ ટીમે પટના, દિલ્હી અને ધનબાદમાં દરોડા પાડ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિહારમાં સુભાષ યાદવ વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે. તેની સામે લગભગ 14 કેસ નોંધાયેલા છે. આરોપ એવો પણ છે કે તેમણે રાજકીય લાભ લેવા માટે લાલુ યાદવ અને તેમના પરિવારને પ્લોટ અને ફ્લેટ પણ આપ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

March 9, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Big action by ED! 12,000 crore human hair trafficking racket exposed, this connection with China..
દેશઆંતરરાષ્ટ્રીય

Big Action By ED: ED દ્વારા મોટી કાર્યવાહી! 12,000 કરોડના માનવ વાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ, ચીન સાથે નીકળ્યું આ કનેકશન.

by Bipin Mewada March 6, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai 

Big Action By ED: દેશમાં એક ચોંકવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. જેમાં દેશમાંથી ચીનમાં ( China ) તસ્કરી કરાતા માનવ વાળની ​​દાણચોરીનું મોટું રેકેટ બહાર આવ્યું છે. અત્યાર સુધી આપણે સોના, ચાંદી અને હીરાની દાણચોરી વિશે જ સાંભળ્યું છે. પરંતુ હવે માનવ વાળ તસ્કરીના મોટા રેકેટનો ( Human hair smuggling ) પણ પર્દાફાશ થયો છે. EDએ આ મામલામાં મોટી કાર્યવાહી કરતા 11,793 કરોડ રૂપિયાના માનવ વાળ તસ્કરીના રેકેટનો ( smuggling racket ) પર્દાફાશ કર્યો છે. આમાં કથિત રીતે મની લોન્ડરીંગ હોવાનો મામલો સામે આવ્યો છે. 

મળતી માહિતી મુજબ, EDએ દરોડામાં ( ED raid ) 1.21 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ જપ્ત કરી હતી. આ સિવાય 100 થી વધુ બેંક ખાતાઓમાં 7.85 કરોડ રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા હતા. કથિત ગેરકાયદેસર સ્ત્રોતોમાંથી જનરેટ થતી રોકડ એકથી વધુ ખાતાઓ દ્વારા એકત્રિત અને રૂટ કરવામાં આવે છે. જેમાં અનેક આરોપીઓ અને શંકાસ્પદ કંપનીઓના બેંક ખાતા સામેલ છે, જે માનવ વાળ તસ્કરી સાથે જોડાયેલા છે. રૂ. 11,793 કરોડમાંથી રૂ. 2,491 કરોડ રોકડ ( 21%થી વધુ ) શંકાસ્પદ ખાતાઓમાં જમા કરવામાં આવ્યા હતા. આ કેસમાં અગાઉ EDએ ફેબ્રુઆરી 2022માં દેશભરમાં દરોડા પાડ્યા હતા. જેમાં મ્યાનમારમાંથી વાળ એક્સપોર્ટ રેકેટનો પર્દાફાશ થયો હતો.

 આ રેકેટનો વાર્ષિક ટર્નઓવર 8 હજાર કરોડ રૂપિયા છે..

મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યા પછી, ED એ 2021 માં હૈદરાબાદમાં ( Hyderabad ) સ્થિત નાયલા ફેમિલી એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ સામે કથિત રૂપે બેનામી ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ (I.E.C.) ઢોંગ અને બનાવટીનો ઉપયોગ કરવા બદલ કેસ નોંધ્યો હતો. જે બાદ હૈદરાબાદ એરપોર્ટ પરથી મ્યાનમાર, બાંગ્લાદેશ, વિયેતનામ અને ચીનમાં વાળની ​​દાણચોરી થઈ રહી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  Amit Shah Speech: અમિત શાહનો શરદ પવાર પર જોરદાર પ્રહાર, વંશવાદનો ઉલ્લેખ કરતા કહ્યું. મહારાષ્ટ્રે 50 વર્ષથી તમારો બોજ સહન કરી રહ્યું છે…

મિડીયા રિપોર્ટ મુજબ, હૈદરાબાદ એરપોર્ટથી જમીન માર્ગો અને મિઝોરમ મારફતે મ્યાનમાર, બાંગ્લાદેશ, વિયેતનામ અને ચીનમાં વાળની ​​દાણચોરી કરવામાં આવી હતી. નાયલાએ કથિત રીતે ખૂબ જ ઓછા ભાવે વાળની ​​નિકાસ કરવા માટે ઘણા શેલ (અનામી) યુનિટ બનાવ્યા હતા. મળતી માહિતી અનુસાર, ઉપલબ્ધ દસ્તાવેજો દર્શાવે છે કે, જ્યારે આ સંસ્થાઓ ટેક્સ અધિકારીઓ સામે મુશ્કેલીમાં મુકાય છે. તો જુનાઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ નાબૂદ કરવામાં આવે છે અને નવા IECs બનાવવામાં આવે છે.

મીડિયા રિપોર્ટમાં વધુમાં જણાવ્યા અનુસાર, આ રેકેટનો વાર્ષિક ટર્નઓવર 8 હજાર કરોડ રૂપિયા છે. જેમાં હૈદરાબાદ-મિઝોરમ-મ્યાનમારને ચીન ગેરકાયદેસર દારુગોળો સપ્લાય કરે છે.

March 6, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ED Raid ED searches on multiple locations of Hiranandani group in Mumbai
મુંબઈદેશ

ED Raid : મુંબઈમાં હીરાનંદાની ગ્રુપ પર ED ત્રાટકી, આ મામલે બિઝનેસ ગ્રુપના હેડક્વાર્ટર અને ઓફિસ પર પડ્યા દરોડા.

by kalpana Verat February 22, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

ED Raid : કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( ED ) એ ઉદ્યોગપતિ નિરંજન હિરાનંદાની ના ઘરે દરોડા પાડ્યા છે. FEMA ઉલ્લંઘનના સંદર્ભમાં આજે (22 ફેબ્રુઆરી, 2024) દરોડા પાડવામાં આવ્યા છે. EDની ટીમો મુંબઈ ( Mumbai ) અને થાણે સહિત મહારાષ્ટ્રમાં તેમના અનેક સ્થળોએ પહોંચી અને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ ફોરેન એક્સચેન્જ એક્ટના કથિત ઉલ્લંઘનના કેસમાં ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા  છે.  કરચોરીની શંકાના સંદર્ભમાં આઈટી વિભાગ વતી આ કાર્યવાહી કરવામાં આવી છે.

નિરંજન હિરાનંદાનીના પુત્ર દર્શન હિરાનંદાનીની થઇ હતી ધરપકડ 

નિરંજન હિરાનંદાનીના પુત્ર દર્શન હિરાનંદાની  તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ મહુઆ મોઇત્રાને સંડોવતા ‘તપાસ માટે રોકડ’ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે, એવું કહેવાય છે કે આ દરોડો મહુઆ મોઇત્રા કેસ સંદર્ભે નથી. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને ફરિયાદ કરી હતી કે મોઇત્રાએ સંસદમાં પ્રશ્નો પૂછવાના બદલામાં દર્શન હિરાનંદાની પાસેથી પૈસા અને મોંઘી ભેટ સ્વીકારી હતી.   

આ સમાચાર પણ વાંચો : Pakistan Election Results 2024: શું પાકિસ્તાનમાં થઈ શકે છે ફરી ચૂંટણી, પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ… જાણો વિગતે..

દર્શન હિરાનંદાનીએ પણ કોર્ટમાં સોગંદનામું આપ્યું હતું અને મહુઆ મોઇત્રાને ભેટ આપવા અને તેના સંસદીય પોર્ટલ પર પ્રશ્નો અપલોડ કર્યાનું સ્વીકાર્યું હતું. દર્શન હિરાનંદાની નિરંજન હિરાનંદાનીના પુત્ર છે અને હાલમાં હિરાનંદાની ગ્રુપના CEO છે. દર્શન હિરાનંદાની Yotta Data Services, H-Nergy, Tark Semiconductors અને Tez Platform ના ચેરમેન અને Nidar Group ના CEO પણ છે. હિરાનંદાની ગ્રૂપના પ્રોજેક્ટ્સમાં રહેણાંક ઇમારતો, ઑફિસ ઇમારતો, હોસ્પિટલો, શાળાઓ, બગીચાઓ, સમુદાય કેન્દ્રો, સ્પોર્ટ્સ ક્લબ્સ, બેંકો, શોપિંગ મોલ્સ, ફિલ્મ સ્ટુડિયો, બસ ગેરેજ, હોટેલ્સ, રેસ્ટોરાં, પબ અને સ્વિમિંગ પૂલનો સમાવેશ થાય છે. 

2022માં પણ આવકવેરા વિભાગના દરોડા –

જોકે હિરાનંદાની જૂથ સામે આ પ્રકારની કાર્યવાહી પહેલીવાર નથી થઈ. અગાઉ 2022 માં, આવકવેરા વિભાગે હિરાનંદાની જૂથના 25 સ્થળો પર દરોડા પાડ્યા હતા. હિરાનંદાની મુંબઈ, બેંગ્લોર અને ચેન્નાઈમાં ઓફિસ ધરાવે છે. કરચોરીના શંકાસ્પદ કેસમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

1978માં રિયલ એસ્ટેટ બિઝનેસ શરૂ કર્યો –

દર્શનના પિતા નિરંજન હિરાનંદાની અને સુરેન્દ્ર હિરાનંદાનીએ 1978માં રિયલ એસ્ટેટનો બિઝનેસ શરૂ કર્યો હતો. તેમની કંપનીનું મુખ્ય મથક મુંબઈમાં છે. બિઝનેસ ગ્રૂપ એ ભારતમાં સૌથી મોટા રિયલ એસ્ટેટ ડેવલપર જૂથોમાંનું એક છે. મુંબઈ ઉપરાંત, હિરાનંદાની ગ્રુપ પાસે ચેન્નાઈ, બેંગ્લોર અને હૈદરાબાદમાં પણ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ છે.

February 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ED's raid from Mumbai to Kolkata, from search operation in this place Rs. 30 crore seized..
મુંબઈરાજ્ય

ED Raid : મુંબઈથી કોલકત્તા સુધી ઈડીનો દરોડો, આટલી જગ્યાએ સર્ચ ઓપરેશનમાંથી રુ. 30 કરોડ કર્યા જપ્ત..

by Bipin Mewada February 13, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai 

ED Raid: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( ED ) એ બે અલગ-અલગ કેસમાં છેલ્લા 24 કલાકમાં મુંબઈ ( Mumbai ) અને કોલકાતામાં ( Kolkata ) અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. માહિતી અનુસાર, મની લોન્ડરિંગ કેસમાં EDએ મુંબઈના એક બિલ્ડર અને તેના અન્ય સહયોગીઓ સાથે સંકળાયેલા 22 સ્થળો પર દરોડા પાડ્યા છે અને 30 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. આ સિવાય તેની બેંક બેલેન્સ અને ફિક્સ ડિપોઝીટ પણ જપ્ત કરવામાં આવી છે. EDએ સોમવારે (12 ફેબ્રુઆરી) આ માહિતી આપી હતી. 

ED અનુસાર, મની લોન્ડરિંગ કેસમાં ( money laundering case ) બિલ્ડરની, તેના ભાગીદારો અને અન્ય સહયોગીઓના 22 સ્થળો પર ગયા અઠવાડિયે દરોડા પાડવામાં આવ્યા હતા. ફ્લેટના સંભવિત ખરીદદારો સાથે છેતરપિંડીના કેસમાં ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ ( PMLA ), 2002ની જોગવાઈઓ હેઠળ આ કાર્યવાહી કરી હતી. 7 ફેબ્રુઆરીના રોજ, ટીમે બિલ્ડરની સાથે જોડાયેલા મુંબઈ અને નવી મુંબઈમાં 22 સ્થળો પર સર્ચ કર્યું હતું.

 રાશન કૌભાંડની ( Ration scam ) તપાસના સંદર્ભમાં EDએ આજે અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે…

EDએ એક નિવેદનમાં કહ્યું હતું કે, તેણે આઈપીસી, 1860ની વિવિધ કલમો હેઠળ તલોજા પોલીસ સ્ટેશન અને ચેમ્બુર પોલીસ સ્ટેશન દ્વારા નોંધાયેલી બે એફઆઈઆરના આધારે આ તપાસ શરૂ કરી છે. આ એફઆઈઆરમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે બિલ્ડર અને અન્યો દ્વારા સંચાલિત કંપની સુપ્રીમ કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર પ્રાઈવેટ લિમિટેડએ નવી મુંબઈના તલોજામાં એક હાઉસિંગ પ્રોજેક્ટમાં ફ્લેટ ખરીદનારાઓ પાસેથી મોટી રકમ વસૂલ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Maharashtra: મહારાષ્ટ્રમાં ત્રણ પક્ષોની ગઠબંધન સરકારમાં મારા માટે એક પણ સીટ બચી નથીઃ રાજ્યસભાની ચૂંટણી પહેલા પંકજા મુંડેનું નિવેદન..

એક અહેવાલ મુજબ, EDની તપાસમાં સામે આવ્યું છે કે કંપનીએ નવી મુંબઈના તલોજામાં એક હાઉસિંગ પ્રોજેક્ટમાં 1700 થી વધુ ઘર ખરીદનારાઓ પાસેથી રૂ. 400 કરોડથી વધુની જંગી રકમ એકત્ર કરી હતી. મિડીયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ખરીદદારો પાસેથી મળેલી રકમ બિલ્ડર દ્વારા અંગત લાભ માટે અને પરિવારના સભ્યો સહિત વિવિધ નામે મિલકતો બનાવીને ઉચાપત કરવામાં આવી હતી.

તો બીજી તરફ, પશ્ચિમ બંગાળમાં કરોડો રૂપિયાના રાશન કૌભાંડની તપાસના સંદર્ભમાં EDએ આજેસવારે (13 ફેબ્રુઆરી) કોલકાતામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય દળોની સાથે આવેલી EDની ટીમોએ સોલ્ટ લેક, કૈખલી, મિર્ઝા ગાલિબ સ્ટ્રીટ, હાવડા અને કેટલાક અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા. તેમણે કહ્યું કે જે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે તેમાં ઉદ્યોગપતિઓ અને કૌભાંડમાં અગાઉ પકડાયેલા આરોપીઓની નજીકના લોકોનો સમાવેશ થાય છે.

February 13, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક