• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - education minister
Tag:

education minister

રાજ્ય

આ રાજ્યના શિક્ષણ મંત્રીની પુત્રવધૂએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, કારણ અંકબંધ, પોલીસે હાથ ધરી તપાસ.. 

by Dr. Mayur Parikh May 11, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

મધ્યપ્રદેશના(MP) શિક્ષણ મંત્રી(Education minister) ઈન્દર સિંહ પરમારના(Inder Singh Parmar) ઘરેથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ મધ્યપ્રદેશના શાળા શિક્ષણ મંત્રી ઈન્દર સિંહ પરમારની પુત્રવધૂ(Daughter in law) સવિતા પરમારે(Savita parmar) ગળેફાંસો ખાઈ લીધો છે. 

સવિતા પરમારના આ પગલાં પાછળ પારિવારિક વિવાદ(Family dispute) હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ ઘટના કાલાપીપલ તહસીલના પોંચનેર ગામમાં સાંજે 7 વાગ્યે બની હતી. 

જોકે, આ મામલે મંત્રીના પરિવારમાંથી કોઈ પણ બોલવાનું ટાળી રહ્યું છે, તેમજ મંત્રી ઈન્દરસિંહ પરમારનો ફોન પણ બંધ હોવાનું કહેવાય છે.

હાલ આ મામલાની તપાસ ચાલી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  દુકાનોના નામના પાટિયાના લઈને આ પ્રધાને આપી ચેતવણી, કહ્યું- મુદતમાં નામ બદલો નહીં તો કાર્યવાહી માટે તૈયાર રહેજો.. જાણો વિગતે.

May 11, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ગુજરાત બાદ હવે આ રાજ્યમાં ધોરણ 9થી 12ના તમામ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે ‘શ્રીમદ ભગવદ્ ગીતા’.. જાણો વિગતે

by Dr. Mayur Parikh April 5, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

ગુજરાત હવે હિમાચલ પ્રદેશની શાળાઓના પાઠ્યક્રમમાં પણ ભગવદ્દ ગીતાને જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

હિમાચલ પ્રદેશનાં શિક્ષા મંત્રીએ આ વિશે જણાવ્યું કે, ક્લાસ 9 થી 12 ના બધાં જ છાત્રને શ્રીમદ્ ભગવદ્ ગીતા એક વિષયનાં રૂપમાં છાત્રોને ભણાવવામાં આવશે.

સાથે જ તેમણે કહ્યું કે, શ્રીમદ્ ભગવદ્ ગીતાને બે ભાષાઓ હિન્દી અને સંસ્કૃતમાં ભણાવવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે અગાઉ ભાજપ શાસિત ગુજરાત રાજ્યના શાળાના અભ્યાસક્રમમાં ભગવદ ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો છે..

આ સમાચાર પણ વાંચો :  મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનના પરિવારની કરોડોની સંપત્તિ કરી જપ્ત; જાણો વિગતે

April 5, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

ભારતના આ પાડોશી દેશમાં વધ્યુ રાજકીય સંકટ, પ્રધાનમંત્રીના દીકરા સહિત આખી કેબિનેટે અડધી રાત્રે આપ્યું રાજીનામું; જાણો વિગતે

by Dr. Mayur Parikh April 4, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

શ્રીલંકા હાલ અત્યાર સુધીના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. 

દરમિયાન, રવિવારે મોડી રાત્રે શ્રીલંકા સરકારના સમગ્ર કેબિનેટે તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું છે. 

દેશના શિક્ષણ પ્રધાન અને ગૃહના નેતા દિનેશ ગુણવર્દનેએ કહ્યું કે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે અને પીએમ મહિન્દા રાજપક્ષે સિવાય તમામ 26 મંત્રીઓએ શ્રીલંકાના વડાપ્રધાનને તેમના રાજીનામા સોંપી દીધા છે.

જોકે, તેમણે કેબિનેટના આ સામૂહિક રાજીનામાનું કોઈ કારણ આપ્યું નથી. 

આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને આ સમસ્યામાંથી બહાર કાઢવા માટે સર્વપક્ષીય રખેવાળ સરકારની રચનાની માંગ જોર પકડવા લાગી છે.

આ સમાચાર પણ વાંચો :  શ્રીલંકામાં સ્થિતિ વધુ વણસી, ઈમરજન્સી-લોકડાઉન બાદ હવે સરકારે આના પર પણ મુક્યો પ્રતિબંધ; જાણો વિગતે

April 4, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

સાર્વજનિક સ્થળે તલવાર હાથમાં લેનારા મહાવિકાસ આઘાડીના આ બે પ્રધાન સામે પોલીસમાં નોંધાયો ગુનો.. જાણો વિગતે

by Dr. Mayur Parikh March 29, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મહાવિકાસ આઘાડીના બે પ્રધાનની મુશ્કેલીમાં વધારો થયો છે. એક સાર્વજનિક કાર્યક્રમ દરમિયાન જાહેરમાં તેઓએ તલવાર ઊંચકી હોવાની ફરિયાદને આધારે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

મુંબઈ પાલકપ્રધાન અસલમ શેખ અને એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. શનિવારે 26 માર્ચના કોંગ્રેસના અલ્પસંખ્યક વિભાગે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એ દરમિયાન અસલમ શેખ અને વર્ષા ગાયકવાડ અને કોંગ્રેસના અલ્પસંખ્યક વિભાગના પ્રમુખે સ્ટેજ પર હાથમાં તલવાર ઉગામી હતી. તેથી તેમની સામે ફરિયાદ નોંધવામાં આવે એવી ભાજપે સોશિયલ મિડિયાના માધ્યમથી માગણી કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  રસ્તા પર ટ્રાફિક હશે કે પછી પાણી ભરાયા હશે કે ખાડા પડી ગયા હશે, મુંબઈગરાને તમામ જોખમોની માહિતી મળશે મોબાઈલમાં… જાણો વિગતે

અસ્લમ શેખે આ બાબતે જોકે સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે તેઓએ જાહેરમાં તલવાર લઈને નાચ્યા નહોતા. એક લઘુમતી સમુદાયનો કાર્યક્રમ હતો. સમાજના અમુક લોકો દ્વારા હાથમાં તેમના તલવાર આપવામાં આવી હતી.

March 29, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ખાનગી સ્કૂલોએ બાઉન્સરો રાખ્યા તો આવી બનશે. મહારાષ્ટ્ર સરકારે આપ્યો આ આદેશ…. જાણો વિગતે

by Dr. Mayur Parikh March 19, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

ખાનગી સ્કૂલોમાં બાઉન્સરો રાખવા સામે મહારાષ્ટ્ર સરકારે આંખ લાલ  કરી છે. તાજેતરમાં મુંબઈ, પુણે અને રાયગઢમાં સ્કૂલમાં બાઉન્સરો દ્વારા વાલીઓને ધક્કે ચઢાવવાનો બનાવ બન્યો હતો, તેની નોંધ લઈને મહારાષ્ટ્ર વિધાન પરિષદે રાજ્યના શાળા શિક્ષણ ખાતાને આવી સ્કૂલોને બાઉન્સરો રાખવા પર મનાઈ ફરમાવાનો આદેશ આપ્યો છે.

ખાનગી શાળાઓ ભલે પોતાની સિક્યોરીટી રાખે પણ સ્કૂલના મેનેજમેન્ટ કે પછી પ્રિન્સીપાલ સમક્ષ પોતાની ફરિયાદ રજૂ કરવા ઈચ્છતા વાલીઓને રોકવા તેઓ બાઉન્સરો નીમી શકે નહીં એવો આદેશ મહારાષ્ટ્ર વિધાન પરિષદે આપ્યો છે અને તેનું પાલન તમામ ખાનગી શાળાઓ કરે તે માટે રાજ્યના શાળા શિક્ષણ ખાતાને તેને લગતો આદેશ બહાર પાડવાની સૂચના પણ વિધાન પરિષદે આપી છે.  

એટલું જ નહીં પણ વાલીઓની ફી, વિદ્યાર્થીઓ માટેની સવલતો અને એમની સાથે રખાતી કિન્નાખોરી જેવી ફરિયાદો પર ઝડપથી પગલાં લેવાય તે  માટે એક સિસ્ટમ ગોઠવવાની સૂચના પણ વિધાન પરિષદે આપી છે.

આ સમાચાર પણ વાંચો : હવે ઓવૈસીની એ.આઈ.એમ.આઈ.એમ. અને શિવસેનાનું ગઠબંધન થશે? આ નેતાએ કહી મોટી વાત.

તાજેતરમાં જ પુણેની સ્કૂલમાં વાલીઓએ ફી ઘટાડવાની માગણી સાથે સ્કૂલના પ્રિન્સીપાલને મળવાનો આગ્રહ કરતા બાઉન્સરો તેમને મળતા રોકવા માટે ફાયબરથી લાકડીથી તેમને માર્યા હોવાનો બનાવ બન્યો હતો. આ  પ્રકરણમાં પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. 

આ પ્રકરણ બાદ શાળાના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડ અને એમના અધિકારીઓની બેઠક પણ થઈ હતી, જેમાં પ્રાઈવેટ બાઉન્સરો મારપીટ પર ઉતર્યા તો તે માટે સ્કૂલ પ્રશાસનને જવાબદાર ગણવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

March 19, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

બાળકોને પાસે આ ડોક્યુમેન્ટ નહીં હોય તો પણ હવે સ્કૂલમાં મળશે પ્રવેશ, શાળા શિક્ષણ મંત્રીએ વિધાનસભામાં ઘોષણા કરી ઘોષણા ; જાણો વિગતે

by Dr. Mayur Parikh March 16, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રની શાળાઓમાં પ્રવેશ માટે બાળકો માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત નથી. 

આધાર કાર્ડને ન હોવાને કારણે કોઈ બાળકને શિક્ષણથી વંચિત રાખી શકાય નહીં. 

આ જાહેરાત શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે વિધાન પરિષદમાં કરી હતી.

સાથે તેમણે એમ પણ કહ્યું કે સરકારે એવો કોઈ આદેશ જારી કર્યો નથી કે શાળાઓમાં પ્રવેશ માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે. 

આધાર કાર્ડને માત્ર ડેટા કલેક્શન માટે ફરજિયાત કરવામાં આવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : હોળી માટે ઝાડ કાપ્યા તો આવી બનશે, બીએમસી આપી આ ચેતવણી… જાણો વિગતે

March 16, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

હાશ!! દસમા અને બારમાના વિદ્યાર્થીઓને મળશે પરીક્ષામાં આના માર્કસ; જાણો વિગત

by Dr. Mayur Parikh February 22, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 22 ફેબ્રુઆરી 2022,  

મંગળવાર,

SSC અને HSC બોર્ડના વિદ્યાર્થીઓને રમતગમતની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો તેને આધારે વધારાના માર્કસ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને તેની માહિતી આપી હતી.
શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે કે કોવિડ-19ને કારણે સર્જાયેલી અસામાન્ય પરિસ્થિતિને કારણે શાળાના બાળકોનું નિયમિત શિક્ષણ ખોરવાઈ ન જાય તે માટે શાળા શિક્ષણ વિભાગે વિવિધ પગલાં લીધા છે. 

કોરોના નિયંત્રણમાં હોવાથી 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ નિયમિત સ્વરૂપે લેવામાં આવી રહી છે.
માધ્યમિક શાળાઓમાં ધોરણ 10ની  પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને તેમણે ધોરણ સાત અને આઠમાં ધોરણમાં રમતગમતની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો, તેને ધ્યાનમાં રાખવામાં આવશે. તેમના સહભાગને આધારે તેમને વર્ષ 2021-22 માટે રમતગમતના વધારાના ગુણ આપવામાં આવશે. તો 12 ધોરણના વિદ્યાર્થીઓને ધોરણ નવમાં અને દસમામાં વર્ષ 2021-22માં રમતગમતની સ્પર્ધાઓમાં લીધેલા સહભાગને ધ્યાનમાં લઈને વધારાના રમતગમતના ગુણ આપવામાં આવશે એવું  વર્ષા ગાયકવાડે કહ્યું હતું. જોકે શિક્ષણ પ્રધાન ખાસ  સ્પષ્ટતા કરી હતી કે આ છૂટ ફક્ત વર્ષ 2021-22ની પરીક્ષાઓ માટે જ આપવામાં આવી રહી છે.

તો શું મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આગામી દિવસમાં 100 ટકા નિયંત્રણો હળવા થશે? અનલોકને લઈને શું કહ્યું રાજ્યના આરોગ્ય પ્રધાને.. જાણો વિગતે

શૈક્ષણિક નિયમ મુજબ આ વર્ષે બોર્ડની ઓફલાઈન પરીક્ષા લેવામાં આવવાની છે. જેમાં 12મા ધોરણની પરીક્ષા 20મી ફેબ્રુઆરીની વચ્ચે અને 10મા ધોરણની પરીક્ષા 1લી માર્ચની વચ્ચે શરૂ થાય છે. જો કે, ચાલુ વર્ષે સામાન્ય કરતાં લગભગ બે અઠવાડિયા મોડી પરીક્ષા યોજાઈ રહી છે.

ધોરણ બારમાની લેખિત પરીક્ષા 4 માર્ચ, 2022 થી 30 માર્ચ, 2022 દરમિયાન લેવામાં આવશે. શ્રેણી, ડેમોનસ્ટ્રેશન, ઓરલ પરીક્ષા, આંતરિક મૂલ્યાંકન 14મી ફેબ્રુઆરી 2022 થી 3જી માર્ચ 2022 વચ્ચે યોજાશે. ધોરણ દસમાની  લેખિત પરીક્ષા 15મી માર્ચ 2022 થી 4 એપ્રિલ 2022 દરમિયાન લેવામાં આવશે. શ્રેણી, ડેમોનસ્ટ્રેશન, ઓરલ  પરીક્ષા, આંતરિક મૂલ્યાંકન 25મી ફેબ્રુઆરીથી 14મી માર્ચ દરમિયાન યોજાશે.

February 22, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

દસમા અને બારમાના બોર્ડની પરીક્ષાને લઈને મહારાષ્ટ્રના એજ્યુકેશન મિનિસ્ટરે કહી દીધી મોટી વાત. જાણો વિગત

by Dr. Mayur Parikh January 31, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,31 જાન્યુઆરી 2022

 સોમવાર.

મહારાષ્ટ્રમાં SSC  અને HSC બોર્ડની પરીક્ષાનો સમય નજીક આવી રહ્યો છે. ત્યારે પરીક્ષા તેના નિયત સમય મુજબ થશે કે નહીં તેની ચિંતા વિદ્યાર્થીઓની સાથે જ વાલીઓને સતાવી રહી છે ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે રવિવારે કહ્યું હતું કે કોરોનાની પરિસ્થિતિનો અભ્યાસ કર્યા બાદ 10મા અને 12માની પરીક્ષાઓનો  નિર્ણય લેવામાં આવશે. 

મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં છે. છતાં આગામી દિવસોમાં કોરોનાની પરિસ્થિતનો અહેવાલ લીધા બાદ જ સરકાર કોઈ નિર્ણય લેવા માંગતી હોવાનું કહેવાય છે. એટલે 10મી અને 12ની પરીક્ષાઓ ઓફલાઈન લેવા બાબતે 15 ફેબ્રુઆરી સુધીમાં નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે.

રવિવારે વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે કે બોર્ડ, SERTC, શિક્ષક સંઘ, શિક્ષક નિષ્ણાતો અને સ્કૂલના પ્રિન્સીપાલ સાથે ચર્ચા કરીને પછી જ નિર્ણય લેવામાં આવશે. હાલ જોકે પરીક્ષાઓ સમયસર અને તે પણ ઑફલાઇન જ થશે એવું માનવામાં આવે છે. 

મહારાષ્ટ્ર મહાપાલિકાઓની ચૂંટણી આડે ઓબીસી નું વિઘ્ન? પાલિકાઓ પર નીમાશે પ્રશાસક; જાણો વિગત,

આગામી શૈક્ષણિક વર્ષ સમયસર શરૂ થાય તે માટે રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે. જેથી હવે પરીક્ષા અને અન્ય બાબતોને ધ્યાનમાં લીધા બાદ જ નિર્ણય લેવામાં આવશે એવી સ્પષ્ટતા પણ વર્ષા ગાયકવાડે કરી હતી. આવતા શૈક્ષણિક વર્ષમાં 11માની પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન પદ્ધિતએ કરવાની પણ તેમણે જાહેરાત કરી હતી.

બોર્ડ દ્વારા દસમા અને બારમાની બોર્ડની  લેખિત પરીક્ષા અને સંબંધિત ફેરફારો માટે સરકારને રજૂ કરવામાં આવેલી દરખાસ્ત પર બે દિવસમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. શિક્ષણ રાજ્યમંત્રી બચ્ચુ કડુએ 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓ મોકૂફ રાખવાની સૂચના આપ્યા બાદ શિક્ષણ વિભાગ દ્વારા સમીક્ષા હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ બોર્ડ દ્વારા રજુ કરાયેલ દરખાસ્તમાં સમયપત્રક મુજબ પરીક્ષા લેવાનો આગ્રહ રાખવામાં આવ્યો હોવાનું બોર્ડના ચેરમેન શરદ ગોસાવીએ મીડિયાને જણાવ્યું હતું.

January 31, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

સ્કૂલનો ઘંટો ફરી વાગશે! મહારાષ્ટ્રમાં આ તારીખથી સ્કૂલો ફરી ખુલશે, એજ્યુકેશન મિનિસ્ટરે કરી જાહેરાત; જાણો વિગત

by Dr. Mayur Parikh January 20, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,20 જાન્યુઆરી 2022

 ગુરુવાર.

કોરોનાના વધતા કહેર વચ્ચે મહારાષ્ટ્રમાં સ્કૂલો બંધ કરવામાં આવી હતી. તેથી ફરી સ્કૂલ, કોલેજ ક્યારે ચાલુ થશે તેની વાલીઓ જ નહી પણ વિદ્યાર્થીઓ પણ રાહ જોઈ રહ્યા હતા. છેવટે સોમવાર 24 જાન્યુઆરી 2022થી સ્કૂલ ફરી ચાલુ કરવાનો નિર્ણય સરકારે લીધો છે.

સોમવારથી સ્કૂલ ચાલુ કરવાનો પ્રસ્તાવ શિક્ષણ વિભાગે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સમક્ષ રાખ્યો હતો. આજે રાજયની મંત્રી મંડળની બેઠકમાં સ્કૂલ ફરી ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની માહિતી શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે આપી હતી.

ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ઝટકો, આ ધારાસભ્ય છેડો ફાડયો, સોનિયા ગાંધીને પત્ર લખી આપ્યુ રાજીનામુ

વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે, 24 તારીખથી સ્કૂલ ફરી ખુલશે. જોકે સ્કૂલ ચાલુ કરવા બાબતે સ્થાનિક સ્તરે કલેકટર, મહાપાલિકા કમિશનર, તહેસીલદાર રાજ્ય સરકારે આપેલી ગાઈડલાઈન મુજબ નિર્ણય લેશે. સંબંધિત વિસ્તારમાં કોરોનાની પરિસ્થિતિને આધારે સ્કૂલનો નિર્ણય સ્થાનિક પ્રશાસન લેશે.

અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલે હજી બુધવારે જ કહ્યું હતું કે મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં આવી રહી છે.  આગામી અઠવાડિયા સુધી કોરોનાના કેસ પ્રતિદિન 1000ની આસપાસ આવશે એટલે 27 જાન્યુઆરી સુધીમાં સ્કૂલ ખોલવાની યોજના છે.

January 20, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મહારાષ્ટ્રમાં શિક્ષણપ્રધાનનું ઘૂમજાવ, સ્કૂલ ખોલવાનો નિર્ણય હવે લેશે નોડલ ઑફિસર; જાણો વિગત

by Dr. Mayur Parikh August 13, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 13 ઑગસ્ટ, 2021

શુક્રવાર

મહારાષ્ટ્રનાં શિક્ષણપ્રધાન વર્ષા ગાયકવાડે મોટા પાયા પર રાજ્યમાં 17 ઑગસ્ટથી સ્કૂલ ખુલ્લી મૂકવામાં આવશે એવી જાહેરાત કરી હતી, પરંતુ તેમની જાહેરાતના 24 કલાકમાં જ તેમણે પોતાનો નિર્ણય બદલી નાખવો પડ્યો હતો. કોરોનાની ત્રીજી લહેરનું સૌથી વધુ  જોખમ બાળકોને  હોવાની નિષ્ણાતોએ ચેતવણી આપી છે. એથી સ્કૂલ  ખુલ્લી મૂકવા સામે રાજ્યની ટાસ્ક ફોર્સે વિરોધ કર્યો હતો. સ્કૂલ ખોલવાના નિર્ણયને લઈ સરકારને થૂંકેલું ગળવું પડ્યું છે.

રાજ્યમાં સ્કૂલો ખોલવાને મુદ્દે સરકારના આ નિર્ણયથી વાલીઓને થઈ રાહત; જાણો વિગત

ગ્રામીણ વિસ્તારમાં 8થી 12મા ધોરણની સ્કૂલ તો પહેલાંથી ચાલી રહી છે. બાકીના ધોરણની સ્કૂલ 17 ઑગસ્ટથી શરૂ કરવાની વર્ષા ગાયકવાડે જાહેરાત કરી હતી. જોકે ટાસ્ક ફોર્સના વિરોધ બાદ હવે તેમણે સ્કૂલ ખોલવાનો નિર્ણય જિલ્લા સ્તરના અધિકારીઓને માથે થોપી દીધો છે. તેમણે કહ્યું હતું કે બાળકોની સુરક્ષા અને આરોગ્ય જ અમારું પ્રાધાન્ય રહેશે. ટાસ્ક ફોર્સ અને સરકાર ચર્ચા કરશે ત્યાર બાદ સ્કૂલ ખોલવાને લઈને અંતિમ નિર્ણય લેવાશે. છતાં સ્થાનિક સ્તરે પાંચમાથી સાતમા ધોરણના વર્ગ ચાલુ કરવાનો નિર્ણય હવે નગરપાલિકા, નગરપંચાયત અને મહાપાલિકા તેમના વિસ્તારમાં રહેલી દર્દીની સંખ્યા અને અન્ય શરતોને આધારે જ કરશે. 

August 13, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક