• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - electric bus
Tag:

electric bus

BEST BESTના લોકાર્પણ પહેલાં જ વિવાદ પ્રસાદ લાડના સમર્થકોએ બેનર લગાવી ગુસ્સો વ્યક્ત કર્યો
રાજ્ય

BEST: BESTના લોકાર્પણ પહેલાં જ વિવાદ: પ્રસાદ લાડના સમર્થકોએ બેનર લગાવી ગુસ્સો વ્યક્ત કર્યો

by aryan sawant October 28, 2025
written by aryan sawant

News Continuous Bureau | Mumbai

BEST મુંબઈમાં આજે ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના હસ્તે 157 નવી એસી ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે સમારોહ પહેલાં જ BEST વહીવટીતંત્ર પર વિવાદનું વાવાઝોડું ઉભું થયું છે.આ કાર્યક્રમ માટે ભાજપ (BJP)ના નેતા પ્રસાદ લાડને આમંત્રણ ન મળવાથી તેમના સમર્થકોએ કોલાબા વિસ્તારમાં બેનર લગાવીને વિરોધ વ્યક્ત કર્યો છે. આ બેનર પરથી એવો સૂર વ્યક્ત થઈ રહ્યો છે કે, “જેમના પ્રયત્નોને કારણે BEST ને નવો અધ્યાય મળ્યો, તેમને જ કાર્યક્રમમાં અવગણવામાં આવ્યા”. આનાથી સરકારને ઘરનો ઠપકો મળ્યો હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.

મંત્રાલય નજીકથી હટાવવામાં આવ્યા બેનર

કોલાબા અને મંત્રાલય વિસ્તારમાં લગાવેલા આ બેનર BEST કર્મચારીઓ તરફથી સરકાર વિરુદ્ધ હોવાનું જણાયું હતું. મંત્રાલયની સામે ડૉ. બાબાસાહેબ આંબેડકરના પૂતળા નજીક લગાવેલા બેનરોને પોલીસએ હટાવી દીધા છે, પરંતુ આ ઘટનાને કારણે BEST વહીવટીતંત્રનો વહીવટ ચર્ચામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Fake voter list: ઉદ્ધવ જૂથનો સણસણતો આક્ષેપ: ‘ચૂંટણી રોકી દઈશું’ – વોટર લિસ્ટ પર ઉઠાવ્યા સવાલ

આજે સાંજે લોકાર્પણ સમારોહ

આ દરમિયાન, આજે સાંજે 4 વાગ્યે કોલાબા BEST ભવન ખાતે 157 ઇલેક્ટ્રિક એસી બસોનો લોકાર્પણ સમારોહ યોજાશે. મુંબઈગરાઓની સેવામાં સામેલ થનારી આ નવી બસો ટ્રાફિકને નવી ગતિ આપશે, પરંતુ સમારોહ પહેલાંનો આ “બેનર વિવાદ” BEST મેનેજમેન્ટ માટે માથાનો દુખાવો બની ગયો છે.

October 28, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Public interest decision of Chief Minister Shri Bhupendra Patel promoting green clean urban transport service in the state
રાજ્યTop Post

Green Clean Gujarat : ગુજરાતમાં ગ્રીન ક્લીન શહેરી પરિવહન સેવાને પ્રોત્સાહન આપતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો જનહિતકારી નિર્ણય

by Akash Rajbhar August 19, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

  • મ.ન.પા.માં CNG બસ સેવાના અનુદાન તરીકે કિલોમીટર દીઠ હવે રૂ. ૧૮ મળશે.
  • નગરપાલિકાઓને અનુદાન તરીકે કિલોમીટર દીઠ હવે રૂ. ૨૨ મળશે.
  • ઇ-બસના સંચાલન અનુદાનમાં પણ વૃદ્ધિ.

Green Clean Gujarat : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે(bhupendra patel) ગ્રીન ક્લીન ગુજરાતની નેમ સાથે રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓમા સંચાલિત શહેરી પરિવહન સેવાની CNG અને ઇ-બસો માટે આપવામાં આવતા અનુદાનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ(Narendra Modi) ગ્રીન ગ્રોથ માટે પર્યાવરણ પ્રિય ટ્રાન્સપોર્ટેશન(transportation) સુવિધાઓ અને બિન પરંપરાગત ઊર્જાના ઉપયોગને વેગ આપવા આહવાન કરેલું છે. ગુજરાતે વડાપ્રધાનશ્રીના આહવાનને ઝિલી લઈને મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત હાલ ૩ મહાનગરપાલિકાઓ અને ‘અ’ વર્ગની ૧૦ નગરપાલિકાઓના ૧૦૬૮ CNG અને ૩૮૨ ઇ-બસ(electric bus) શહેરી પરિવહન સેવામાં કાર્યરત કરેલી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે આ બસ સેવાઓ માટે જે તે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને PPP ધોરણે પરિવહન સેવાઓના સંચાલન અનુદાન પેટે આપવામાં આવતી રકમમાં વધારો કરવાનો અભિગમ અપનાવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Today’s Horoscope : આજે 19 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણય અનુસાર, મહાનગરપાલિકાઓને CNG બસના સંચાલન અન્વયે અગાઉ કિલોમીટર દીઠ અપાતા રૂ. ૧૨.૫૦ નાં સ્થાને હવે રૂ. ૧૮ આપવામાં આવશે. તેમજ વાયેબિલિટી ગેપ ફંડિંગ-ઘટ ના અગાઉ મહત્તમ ૫૦ ટકા મળતા હતા તેમાં ૧૦ ટકાનો વધારો કરીને હવે ૬૦ ટકા આપવામાં આવશે.

આ ઉપરાંત જે ‘અ’ વર્ગની નગરપાલિકાઓમાં હાલ CNG બસ સેવાનું શહેરી પરિવહન સેવામાં PPP ધોરણે સંચાલન થાય છે તેવી નગરપાલિકાઓને કિલોમીટર દીઠ રૂ. ૨૨ અનુદાન પેટે અપાશે તેમજ VGF ઘટ ના વધુમાં વધુ ૫૦ ટકા મળતા હતા તે વધારીને ૭૫ ટકા પ્રમાણે અપાશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઇલેક્ટ્રીક વાહનોનો પણ શહેરી પરિવહન સેવામાં વ્યાપ વધે તેવા આશયથી જે મહાનગરપાલિકાઓમાં ઇ-બસ સેવાઓ PPP ધોરણે હાલ કાર્યરત છે ત્યાં કિલોમીટર દીઠ રૂ. ૨૫ નાં સ્થાને હવે રૂ. ૩૦ અનુદાન આપવાનો નિર્ણય પણ કર્યો છે. એટલું જ નહીં, આવી ઇ-બસ સેવાઓના સંચાલનમાં ઘટ ની જે રકમ અગાઉ ૫૦ ટકા આપવામાં આવતી હતી તે હવે વધુમાં વધુ ૬૦ ટકા મળશે.

ગુજરાતમાં(Gujarat) ‘અ’ વર્ગની નગરપાલિકાઓમાં ઇ-બસની શહેરી પરિવહન સેવાઓ માટે પહેલીવાર કિલોમીટર દીઠ રૂ. ૪૦ અને ઘટ ની રકમના વધુમાં વધુ ૭૫ ટકા અનુદાન આપવાનો જનહિતકારી નિર્ણય પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્ય સરકારે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અંતર્ગત કૂલ ૨,૮૬૪ બસની કરેલી જોગવાઈઓ સામે ૬૬૨ ઇ-બસ અને ૧૦૯૭ CNG એમ કુલ ૧૭૫૯ બસોને મંજૂરી આપવામાં આવેલી છે. આવી મંજૂર થયેલ બસ સેવા પૈકી ૩૮૨ ઇ-બસ અને ૧૦૬૮ CNG બસ હાલ કાર્યરત છે.

August 19, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai: Second AC double-decker e-bus to ply on city roads from March 13
મુંબઈ

બેસ્ટ ઉપક્રમની બીજી એસી ડબલ ડેકર બસ આ તારીખથી મુંબઈના રસ્તાઓ પર ઉતરશે.. જાણો રૂટ અને અન્ય વિગતો..

by Dr. Mayur Parikh March 10, 2023
written by Dr. Mayur Parikh
News Continuous Bureau | Mumbai

મુંબઈકરોને છેલ્લા ઘણા દાયકાઓથી અવિરત બસ સેવા પૂરી પાડતી ‘બેસ્ટ’એ વધુ એક સેવા શરૂ કરી છે. બેસ્ટની ડબલ-ડેકર ઇલેક્ટ્રિક એસી બસ શરૂ થતાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બેસ્ટ પ્રવાસનું સૌથી સસ્તું સરકારી વાહન પણ માનવામાં આવે છે. આથી રોજ લાખો લોકો બસથી પ્રવાસ કરવાનું પસંદ કરે છે. હવે બેસ્ટ દ્વારા એસી ડબલ ડેકર બસ લાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે બેસ્ટ તેની બીજી એસી ડબલ-ડેકર ઇલેક્ટ્રિક બસ રજૂ કરવાનું આયોજન કરી રહ્યું

બેસ્ટ ઉપક્રમના જનરલ મેનેજર લોકેશ ચંદ્રાના જણાવ્યાનુસાર તેઓને બસ મળી ગઈ છે અને જે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલી રહી છે તે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. બસ આખા અઠવાડિયા દરમિયાન તેના નિયમિત રૂટ પર ચાલશે, પરંતુ સપ્તાહના અંતે હેરિટેજ રૂટ પર ચાલશે. પ્રારંભિક કરાર મુજબ, ફેબ્રુઆરીના અંત સુધીમાં વધુ ચાર બસો મુંબઈ પહોંચવાની હતી, પરંતુ કોઇ કારણોસર તે વિલંબિત થઈ.

આ સમાચાર પણ વાંચો : સતીશ કૌશિક પોતાની પાછળ પત્ની અને પુત્રી માટે છોડી ગયા આટલી સંપત્તિ, જાણો તેમની નેટવર્થ વિશે

ઉલ્લેખનીય છે કે ભારતની પ્રથમ એસી ઇલેક્ટ્રિક ડબલ-ડેકર બસ ગયા મહિને બેસ્ટ દ્વારા સેવામાં રજૂ કરવામાં આવી હતી, જે હાલમાં અઠવાડિયાના દિવસોમાં CSMT અને NCPA વચ્ચે અને સપ્તાહના અંતે હેરિટેજ રૂટ પર દોડે છે. બેસ્ટ આ વર્ષના અંત સુધીમાં આવી 900 બસો ખરીદવાની અને જૂન સુધીમાં વર્તમાન 45 નોન-એસી ડબલ-ડેકરને બદલવાની યોજના ધરાવે છે.

March 10, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
best will get more 60 ac bus mumbai
મુંબઈMain Post

મુંબઈ વાસીઓ દેશની પ્રથમ ઇલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસના પ્રેમમાં પડ્યા, પહેલા જ દિવસે આટલા હજાર પ્રવાસીઓએ કરી મુસાફરી. જાણો વિગત.

by Dr. Mayur Parikh February 22, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દેશની પ્રથમ ઇલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસ, જે મુંબઈનું ગૌરવ છે અને જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે, તે મંગળવારથી મુંબઈકરોની સેવામાં દાખલ થઈ ગઈ છે. પ્રથમ દિવસે જ આ ડબલ ડેકર બસને ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. એક હજારથી વધુ મુસાફરોએ ડબલ ડેકરમાં મુસાફરી કરી હતી.

આ ડબલ ડેકર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને NCPA વચ્ચે દોડે છે. આ બસ સોમવારથી શુક્રવાર બસ રૂટ નં. A-115 પર ચાલશે. બસ દરરોજ સવારે 8.45 કલાકે દર 30 મિનિટે ઉપડશે, જ્યારે શનિવાર અને રવિવારે તે હેરિટેજ ટૂર તરીકે મુસાફરોની સેવામાં રહેશે. હેરિટેજ ટૂર દ્વારા મુંબઈવાસીઓ પર્થ વિસ્તારના પ્રવાસન સ્થળોની મજા માણી શકશે.

90 મુસાફરોની ક્ષમતા ધરાવતી ઈ-ડબલ-ડેકર બસો રસ્તા પર ખાનગી વાહનોની સંખ્યામાં ઘટાડો કરશે. બસમાં સીટ બેલ્ટ, સ્પીકર જેવી તમામ સુવિધાઓ આપવામાં આવી છે. BEST મુંબઈના રસ્તાઓ પર પ્રદૂષણ ઘટાડવા માટે ઇલેક્ટ્રિક એર-કન્ડિશન્ડ ડબલ-ડેકર બસો શરૂ કરવાનું આયોજન કરી રહ્યું છે. આગામી બે વર્ષમાં મુંબઈમાં કુલ 900 એસી ડબલ ડેકર બસો દોડશે. પ્રથમ તબક્કામાં 200 ડબલ ડેકર બસોને કાફલામાં સામેલ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : UPI-PayNow: ભારતનું UPI સિંગાપોરના PayNow સાથે જોડાયુ, જાણો સામાન્ય લોકોને શું થશે ફાયદો..

ઉલ્લેખનીય છે કે બેસ્ટ પાસે 3,680 થી વધુ બસોનો કાફલો છે, જેમાં 2,440 સામાન્ય એસી અને નોન-એસી સીએનજી બસો, 396 ઇલેક્ટ્રિક એસી અને 25 હાઇબ્રિડ એસી બસોનો સમાવેશ થાય છે. બેસ્ટ અનુસાર, મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, નવી એસી અને નોન એસી બસોને સેવામાં સામેલ કરવામાં આવશે.

February 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Electric double decker AC buses will run for two days for heritage tour from CSMT to Nariman point
મુંબઈ

મુંબઈકરોની સેવામાં આવી ગઈ ઇલેક્ટ્રિક ડબલ ડેકર એસી બસ, આવતીકાલથી આ રૂટ પર પર દોડશે.. જાણો ભાડું અને અન્ય વિગતો 

by kalpana Verat February 20, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

મુંબઈકરોની મનપસંદ ડબલ ડેકર હવે નવા અત્યાધુનિક ઇલેક્ટ્રિક અવતારમાં મુસાફરોની સેવામાં આવી ગઈ છે. આ ડબલ ડેકર બસની સફર આવતા આવતીકાલથી જ શરૂ થશે. આ ડબલ ડેકર બેટરી પર ચાલશે અને સંપૂર્ણ એરકન્ડિશન્ડ હશે. 

મીડિયા રિપોર્ટ મુજબ આ પ્રથમ ડબલ-ડેકર ઇલેક્ટ્રિક એસી બસ મંગળવારથી મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને NCPA વચ્ચે દોડશે, જે પર્યાવરણને અનુકૂળ, સસ્તી અને કાર્યક્ષમ મુસાફરીનું સર્જન કરશે. આ માટે મુસાફરોએ પ્રથમ પાંચ કિલોમીટર માટે 6 રૂપિયા ચૂકવવા પડશે. બેસ્ટના કાફલામાં આ દેશની પ્રથમ ડબલ-ડેકર એસી બસ છે અને આ મહિનાના અંત સુધીમાં કાફલામાં વધુ 5 ડબલ-ડેકર ઉમેરવામાં આવશે.

ડબલ-ડેકર બસો એક સમયે મુંબઈનું ગૌરવ હતું, પરંતુ તેમની અપ્રચલિતતાને કારણે, બેસ્ટે તેના કાફલામાંથી ડબલ-ડેકર બસોને તબક્કાવાર દૂર કરી છે. બેસ્ટ ઉપક્રમના કાફલામાં હાલમાં 45 ડબલ-ડેકર બસો છે, જે ટૂંક સમયમાં સેવામાંથી દૂર કરવામાં આવશે. BEST ઉપક્રમે 900 વાતાનુકૂલિત ઈલેક્ટ્રિક ડબલ-ડેકર બસો લીઝ પર ખરીદવાનો નિર્ણય કર્યો છે જેથી મુંબઈવાસીઓ ફરીથી ડબલ-ડેકર બસોમાં મુસાફરીનો આનંદ માણી શકે. આ બસો લંડનની ડબલ ડેકર બસો જેવી છે. આ બસોનું નિર્માણ અશોક લેલેન્ડની પેટાકંપની સ્વિચ મોબિલિટી દ્વારા કરવામાં આવે છે.

બસની કુલ દોડવાની ક્ષમતા 180 કિમી છે. બસ 45 મિનિટના ચાર્જિંગમાં 100 કિમી સુધી દોડી શકે છે જ્યારે ફુલ ચાર્જ થવામાં 80 મિનિટનો સમય લાગે છે.

આ સમાચાર પણ વાંચો :  દહીંના ઉપયોગથી દૂર થશે વાળ સંબંધિત ઘણી સમસ્યાઓ, આ રીતે ઉપયોગ કરો

8 વર્ષની બેટરી વોરંટી

બસની બેટરી નિકલ, મેંગેનીઝ અને કોબાલ્ટની બનેલી છે અને તેની આઠ વર્ષની વોરંટી છે. મોબિલિટી મોનિટરની મદદથી બેટરી ટેમ્પરેચર ચેક કરી શકાય છે. જો આમાં કોઈ ખામી જણાય તો તરત જ તેની જાણકારી ડ્રાઈવરને આપી શકાય છે. આ મોબિલિટી મોનિટરની મદદથી બેટરીમાં આગ લાગવાથી અને દબાવવાથી થતા જોખમને તરત જ સમજી શકાશે અને આ રીતે સંભવિત જોખમો ટાળી શકાશે.

ફિટનેસ સર્ટિફિકેટ માટે સાત મહિના

બેસ્ટ ગયા વર્ષથી ડબલ-ડેકર એસી બસો રજૂ કરવાની પ્રક્રિયામાં છે અને ઓગસ્ટ 2022માં ઇલેક્ટ્રિક એસી ડબલ-ડેકર બસો રજૂ કરવામાં આવી હતી. પરંતુ પૂણેમાં ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ARI) તરફથી ફિટનેસ સર્ટિફિકેટ મેળવવામાં વિલંબ થયો હતો. આથી, પ્રથમ એર-કન્ડિશન્ડ ઇલેક્ટ્રિક ડબલ-ડેકર બસ 11 ફેબ્રુઆરીના રોજ કોલાબા આગાર ખાતે બેસ્ટ ઉપક્રમના કાફલામાં દાખલ થઈ. આરટીઓ વિભાગ પાસેથી મંજૂરી મેળવવામાં તેને એક સપ્તાહનો સમય લાગ્યો હતો. પરંતુ હવે આ ડબલ ડેકર એસી બસ મંગળવારથી દક્ષિણ મુંબઈના રસ્તાઓ પર દોડશે.

90 મુસાફરોની ક્ષમતા!

સુરક્ષા માટે બસમાં સીસીટીવીની સુવિધા આપવામાં આવી છે. એક બસની કિંમત લગભગ બે કરોડ રૂપિયા છે અને તે લગભગ 90 મુસાફરોને લઈ જઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : એર ઇન્ડિયા બાદ હવે ઈન્ડિગોનો સામે આવ્યો મેગા પ્લાન, 2030 સુધીમાં 500 એરક્રાફ્ટનો કરશે વધારો

February 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

વાહ- મુંબઈગરા પ્રવાસ થશે વધુ આરામદાયક- મુંબઈના રસ્તા પર દોડશે એસી ઈલેક્ટ્રિક ડબલડેકર બસ- જાણો કઈ સુવિધા હશે આ બસમાં

by Dr. Mayur Parikh June 20, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મુંબઈગરાની સેવામાં બહુ જલદી એરકંડિશન્ડ ઇલેક્ટ્રિક ડબલડેકર બસ(Air-conditioned electric double decker bus) દાખલ થવાની છે. ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં બેસ્ટના(BEST) કાફલામાં આ એર કન્ડિશન્ડ ઈ-ડબલ ડેકર બસ દાખલ થવાની છે.

સાત ઓગસ્ટના બેસ્ટ ઉપક્રમનો સ્થાપના દિવસ(Foundation Day) છે.આ  અવસર રૂપે બેસ્ટ ઉપક્રમ પોતાના કાફલામાં પહેલી ડબલડેકર એસી બસનો(Doubledecker AC bus) સમાવેશ કરવાની છે.

હાલ બેસ્ટની બસમાં પ્રતિદિન 31 લાખ લોકો પ્રવાસ કરે છે. બહુ જલદી તેમાં વધુ એકથી બે લાખ પ્રવાસીઓનો(Commuters) સમાવેશ થઈ જવાનો છે. ડબલ ડેકર બસમાં પ્રવાસીઓને સમાવવાની જગ્યા વધુ હોય છે. એક ડબલડેકર બસમાં લગભગ 78થી 90 લોકો પ્રવાસ કરી શકે છે.

તાજેતરમાં જ બેસ્ટ ઉપક્રમે 900 ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસનો કોન્ટ્રેક્ટ(Contract) મંજૂર થયો છે. પહેલા તબક્કામાં 225 ડબલ ડેકર બસ આ વર્ષના અંત સુધીમાં મળશે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ ટ્રાફિક પોલીસ પર પસ્તાળ પડી- લોકોએ હેલમેટ વગરના પોલીસકર્મીઓના ફોટો વાયરલ કર્યા તો પોલીસે લીધા આ પગલા-હવે લોકોએ આ માંગણી કરી-જાણો રસપ્રદ કિસ્સો

આ બસમાં આગળ અને પાછળ એમ બે જગ્યાએ ચઢ-ઉતર કરવા સીડી હશે, તેનાથી પ્રવાસીઓને ધક્કામુક્કીનો સામનો કરવો પડશે નહી. આ બસ જરા પણ અવાજ કરશે નહીં અને એસી બસ હોવાથી મુંબઈગરાનો પ્રવાસ ઠંડો રહેશે.

હાલ મુંબઈમાં 48 ડબલ ડેકર નોન એસી બસ 16 રૂટ પર દોડે છે. 
 

June 20, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

વાહ!! પર્યટકોને આ તારીખથી ડબલ ડેકર ઓપન બેસ્ટ બસમાં જોવા મળશે મુંબઈનો નજારો; જાણો વિગત

by Dr. Mayur Parikh February 11, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022  

શુક્રવાર.

મુંબઈનો દરિયા, ગેટ વે ઓફ ઈન્ડિયા, ચોપાટી જેવા પર્યટકો સ્થળોનો નજારો હવે મુંબઈગરા બેસ્ટની ખુલ્લી ડબલ ડેકર ઓપન બસમાંથી માણી શકશે

બેસ્ટ ઉપક્રમે શનિવારથી ડબલ ડેકર ઓપન બસ પર્યટકો માટે ચાલુ કરી રહી છે. મુંબઈમાં અનેક પર્યટન સ્થળ અને હેરિટેજ વાસ્તુ છે. પર્યટકો માટે બેસ્ટ ઉપક્રમે પહેલા જ “હોપ ઓન-હોપ ઓફ” સેવા ચાલુ કરી છે, જેમાં  એરકંડિશન ઈલેક્ટ્રિક બસ પર્યટકો મુંબઈના પર્યટન સ્થળોનો આનંદ માણી શકે છે. હવે બેસ્ટ ઉપક્રમે શનિવારથી ઓપન ડબલ ડેકર બસ ચાલુ કરી છે.

બેસ્ટની બસ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી જીજામાતા ઉદ્યાન-જુહુ ઉદ્યાન, જુહુ ચોપાટી, બાંદ્રા બેન્ડ સ્ટેન્ડ, શ્રી સિદ્ધિવિનાયક મંદિર, નેહરુ પ્લેનીટોરિયમ, ગિરગામ ચોપાટી, તારાપોરવાલા મત્સ્યાલય માર્ગથી ફરી છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય(નેશનલ મ્યુઝિયમ) થઈને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, પાલિકા મુખ્યાલયથી ગ્લોરિયા ચર્ચ(ભાયખલા)થી બાંદ્રા રીક્લેમેશન, બોલીવુડના કલાકારોના બંગલા, લિન્કિંગ રોડ, જુહુ રોડ, રાજીવ ગાંધી વરલી સી લિંક, વરલી પ્લેનેટોરિયમ, હાજીઅલી, પેડર રોડ, બાબુલનાથ મંદિર, વાનખેડે સ્ટેડિયમ જેવા સ્થળો જોઈ શકશે.

અરે વાહ, પહેલા જ દિવસે રાણીબાગની આટલા પર્યટકો લીધી મુલાકાત, મુંબઈ મનપાએ થઈ આટલી આવક; જાણો વિગત

બસની ટિકિટ પ્રતિ વ્યક્તિ માત્ર 250 રૂપિયા હશે. એક વખત ટિકિટ ખરીદયા બાદ પ્રવાસી દિવસભર જુદા જુદા સ્થળોએ ફરી શકશે. એક પર્યટન સ્થળ પર બસમાંથી ઉતરીને તે સ્થળની મુલાકાત લીધા બાદ એ જ ટિકિટ પર અન્ય બસમાં પણ પ્રવાસ કરી શકાશે.

February 11, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

વાહ! આટલા વર્ષમાં બેસ્ટના કાફલાની 100 ટકા ઈલેક્ટ્રિક બસ હશેઃ આટલી બસ ડબલડેકર હશે; જાણો વિગત

by Dr. Mayur Parikh October 5, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 5 ઓક્ટોબર,  2021

મંગળવાર.

પર્યાવરણના સંવર્ધન માટે મુંબઈ મહાનગરપાલિકાએ ઘણા મહત્તવના નિર્ણય લીધા છે. જેમાં 2027 સુધીમાં બેસ્ટ ઉપક્રમના કાફલામાં 100 ટકા  ઈલેક્ટ્રિક બસનો સમાવેશ કરવામાં આવવાનો છે. તે મુજબ 200 ડબલડેકરની તો 1,900 ઈલેક્ટ્રિક બસ લાવવામાં આવવાની હોવાનું રાજ્યના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ કહ્યું છે.

બદલાતા વાતાવરણની સાથે તેને અનુરૂપ થવું પડે છે. પર્યાવરણના સંરક્ષણ માટે મુંબઈ ક્લાઈમેટ એક્શન પ્લાન બનાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત મુંબઈની બીજી લાઈફલાઈન ગણાતી બેસ્ટની બસોનું રૂપાંતર ઈલેક્ટ્રિક બસમાં કરવાની આદિત્ય ઠાકરેએ જાહેરાત કરી હતી.

અરે વાહ, શું વાત છે! મુંબઈની બીએમસી શાળામાં પહેલા જ દિવસે આટલા હજાર વિદ્યાર્થીઓએ આપી હાજરી 

બેસ્ટ ઉપક્રમ પાસે હાલ 3242 બસ છે. તેમાંથી 1,000 બસ ભાડા પર લીધેલી છે.  બહુ જલદી બેસ્ટના કાફલાની બસને 10,000 સુધી લઈ જવાની યોજના બેસ્ટ પ્રશાસનની છે.

October 5, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક