Tag: electricity

  • World Environment Day : વેસ્ટ કચરામાંથી વીજળી બનાવતો રાજ્યનો સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ,  આ પ્લાન્ટ વાર્ષિક અંદાજે ૬,૫૦,૦૦૦ કિ.ગ્રા જેટલાં કાર્બન ડાયોક્સાઈડને હવામાં ભળતો અટકાવશે

    World Environment Day : વેસ્ટ કચરામાંથી વીજળી બનાવતો રાજ્યનો સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ, આ પ્લાન્ટ વાર્ષિક અંદાજે ૬,૫૦,૦૦૦ કિ.ગ્રા જેટલાં કાર્બન ડાયોક્સાઈડને હવામાં ભળતો અટકાવશે

    News Continuous Bureau | Mumbai

    World Environment Day : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર શહેરમાંથી એકત્રિત કરાતા ઘન કચરાના નિકાલની સમસ્યા હળવી કરવાની નેમ છે. આ ઘન કચરાના નિકાલની સમસ્યાને ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે દૈનિક ૧૦૦૦ મે.ટન કચરાને પ્રોસેસ કરી શકે તેવો ગુજરાતનો સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે.

    World Environment Day : દૈનિક ૧૦૦૦ મેટ્રિક ટન કેપેસિટીનાં કચરામાંથી વીજળી બનાવતો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની વિશેષતા

    દૈનિક ૧૦૦૦ મેટ્રિક ટન કેપેસિટીનાં કચરામાંથી વીજળી બનાવતો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની વિશેષતા એ છે કે, આ પ્લાન્ટમાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટને આર.ડી.એફ. બેઝડ ઇનસિનરેશન ટેકનૉલોજીની મદદથી બોઈલરમાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટને ઇનસિનરેટ કરી ૬૫ TPH સ્ટીમ જનરેટ થાય છે. આ સ્ટીમ વડે ૧૫ MW (મેગાવોટ) પ્રતિ કલાકનાં કેપેસિટીનાં ટર્બાઇન મારફતે પ્રતિ કલાક લેખે ૧૫ મેગા વોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે. આ પ્લાન્ટને કારણે દૈનિક ૩૬૦ મેગાવોટ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થઈ રહી છે.એટલું જ નહીં, ૧૫ મેગાવોટ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ કાર્યરત કરવાથી વાર્ષિક અંદાજે ૬,૫૦,૦૦૦ કિ.ગ્રા જેટલાં કાર્બન ડાયોક્સાઈડ (CO2)ને હવામાં ભળતો અટકાવવામાં આવી રહ્યો છે.

    આ પ્લાન્ટ થકી દૈનિક ૧૦૦૦ મેટ્રીક ટન જેટલો ઘન કચરો ખુલ્લામાં નહિ રહેવાનાં કારણે વાર્ષિક ૧,૫૦,૦૦૦ કિ.ગ્રા જેટલાં મિથેન ગેસનું પણ હવામાં ભળવાનું રોકી શકાશે, જેને કારણે ગ્રીન હાઉસ ગેસ એમિશન ઓછું થશે. આ ઉપરાંત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં સુઅરેજ વોટરનો ઉપયોગ કરવામાં આવતો હોઇ દૈનિક ૩૦ લાખ લીટર જેટલાં ચોખ્ખા પાણીનો ઉપયોગ પણ રોકી શકાશે. જ્યારે આવા ટ્રિટેડ પાણીનો ઉપયોગ કરવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વાર્ષિક રૂ.૫૦ લાખની આવક પણ થશે. આમ,સદર પ્લાન્ટ સર્ક્યુલર ઈકોનોમીનો ખરા અર્થમાં ભાગ બનશે.

    આ સમાચાર પણ વાંચો : Ahmedabad Metro : અમદાવાદમાં આઇપીએલની ૯ મેચ દરમિયાન મેટ્રોમાં ૧૫ લાખથી વધુ લોકોએ મુસાફરી કરી

    આમ, અમદાવાદ શહેર માટેનો આ પ્લાન્ટ લેટેસ્ટ ટેકનૉલોજી ધરાવતો અને સરકારના પ્રદૂષણ નિયંત્રણોના વિવિધ ધારા-ધોરણોની પુર્તતા કરતો હોય પર્યાવરણીય રીતે સુરક્ષિત છે. આ પ્લાન્ટ થકી હાલમાં એકત્ર કરવામાં આવતા કચરાને પ્રોસેસિંગ કરવું વધુ સરળ બન્યું છે.

    World Environment Day : બોક્સ – પીરાણા ડમ્પસાઇટના બાયોમાઇનિંગ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજિત ૧૨૫ લાખ મેટ્રિક ટન જેટલો લીગસી વેસ્ટ પ્રોસેસ કરાયો

    પિરાણા ડમ્પસાઈટ બાયોમાઈનિંગ પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો, આ ડમ્પસાઈટ પર ૩ સાઈટ જેમ કે અજમેરી ડમ્પ (નારોલ -સરખેજ હાઈવે તરફ), હાઈડમ્પ (એક્સેલ પ્રોસેસિંગ પ્લાન્ટની બાજુ પરનો ડમ્પ), એક્સેલ ડમ્પ (એક્સેલ પ્લાન્ટની પાછળ બાજુ પરનો ડમ્પ) પર મળીને અંદાજિત કુલ ૧૨૫ લાખ મેટ્રિક ટનથી વધુ ઘન કચરાનું પ્રમાણ હતું. આ ડમ્પ સાઇટની કુલ ૮૪ એકર જમીન ઉપર કચરાનાં આ મોટાં ઢગલાઓ વર્ષો અગાઉથી થવા પામેલ હતા. પિરાણા ખાતે આવેલા પ્રથમ બંને ઢગલાઓ ડિસેમ્બર ૨૦૨૩માં સંપૂર્ણ ખાલી કરી આશરે ૪૫ એકર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. આ ઉપરાંત પીરાણા ડમ્પ સાઇટની બાયોમાઇનિંગની કામગીરી અંતર્ગત અત્યારસુધીમાં અંદાજિત ૧૨૫ લાખ મેટ્રિક ટન જેટલો લીગસી વેસ્ટ પ્રોસેસ કરવામાં આવ્યો છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • PM Surya Ghar Muft Bijli Yojana: ‘ગ્રીન ગુજરાત’ને વાસ્તવિકતામાં ફેરવવા ગુજરાત આગળ, સરકારની આ યોજના થકી સુરતના લાભાર્થીઓ  મેળવી રહ્યાં છે વિનામુલ્યે વીજળી

    PM Surya Ghar Muft Bijli Yojana: ‘ગ્રીન ગુજરાત’ને વાસ્તવિકતામાં ફેરવવા ગુજરાત આગળ, સરકારની આ યોજના થકી સુરતના લાભાર્થીઓ મેળવી રહ્યાં છે વિનામુલ્યે વીજળી

    News Continuous Bureau | Mumbai

    PM Surya Ghar Muft Bijli Yojana: ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહેલું આપણું વિશ્વ તીવ્ર ઊર્જા અછત અનુભવી રહ્યું છે. ઉપરાંત પ્રદુષણની વૈશ્વિક સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. વિશ્વના દેશો પુન:પ્રાપ્ય ઊર્જાના ઉપયોગ પર ગંભીર બન્યા છે. આ સમસ્યાને પહોંચી વળવા વીજ ઉત્પાદન, વીજ પ્રવહન અને વીજ વિતરણ વ્યવસ્થાને સુદૃઢ કરવાના ગુજરાત સરકારના મક્કમ નિર્ધાર સાથે નક્કર રોડમેપ દ્વારા ‘ગ્રીન ગુજરાત’ના પર્યાવરણલક્ષી લક્ષ્યાંકને વાસ્તવિકતા બનાવવા તરફ ગુજરાત સરકાર આગળ વધી રહ્યું છે. ત્યારે રાજ્યના રહેણાંક હેતુના વીજ ગ્રાહકોમાં સોલાર એનર્જીના વપરાશને વધારવાના હેતુથી સોલાર રૂફ ટોપનો વ્યાપ વધારવા માટે કેન્દ્ર અને ગુજરાત  સરકાર દ્વારા પી.એમ.સુર્ય ,ઘર મફત વિજળી યોજના અમલી બનાવી છે. આ યોજના હેઠળ સુરત જિલ્લાના માંડવી તાલુકા મથકે રહેતા સુનિલભાઇ ઝેડ.પાટીલે પી.એમ.સુર્ય ઘર યોજના (સોલાર રૂફ ટોપ) અંતર્ગત સૌર ઉર્જાના ઉપયોગની અનોખી પહેલ કરી પોતાના ઘરનું વીજબીલ શૂન્ય કર્યું છે. 

                        માંડવી ( Surat ) તાલુકામાં પીએન પાર્ક સોસાયટીના બંગલાની અગાસી પર પર્યાવરણ પ્રત્યે જાગૃત પાટીલ પરિવારે ૪ કિલોવોટની ક્ષમતા ધરાવતી સોલાર રૂફ ટોપ પેનલ લગાવી કુદરતી સૌર ઉર્જાનો યથાર્થ ઉપયોગ કર્યો છે.

                      વીજબીલની ચિંતા કરવી પડતી નથી એમ ખુશી વ્યક્ત કરતાં સુનિલભાઇ કહે છે કે, સોલાર લગાવવામાં ફાયદો જ ફાયદો છે. વનટાઈમ ઈન્સ્ટોલમેન્ટમાં લાઈફ ટાઈમ વીજળી મળી રહે છે. મારા ઘરમાં ૨૦૨૦ના વર્ષમાં ૪ કિલો વોટની સોલાર પેનલ લગાવી છે. જેમાં કુલ ખર્ચે ૧.૬૧ લાખ થયો જેમાં રૂા.૪૦,૦૦૦ની સબસીડી સરકાર ( Gujarat Government ) દ્વારા આપવામાં આવી છે. જેથી અમારા ઘરના રૂમ, ટીવી, ફ્રીજ, એ.સી.ના અને અન્ય જરૂરિયાત વપરાશનું વીજબીલ શૂન્ય થયું છે. અમારા ઘરના વાર્ષિક ૨૫૦૦ યુનિટના વપરાશ સામે બિનપરંપરાગત સૌર ઉર્જાના ( Solar Energy ) માધ્યમ થકી અમે અંદાજીત ૩૫૦૦ યુનિટ વીજળી પ્રાપ્ત કરી રહ્યા છીએ. હવે અમારે વીજબીલને લઈને ચિંતા કરવી પડતી નથી. સોલાર પેનલ લગાવાથી ફાયદો છે સાથે પ્રદુષણમુક્ત સૌર ઊર્જાના ઉપયોગથી પર્યાવરણના જતનમાં યોગદાન આપવાનું ગર્વ છે એમ તેમણે ઉમેર્યું હતું.

              વધુમાં તેઓ જણાવે છે કે, સોલાર પાવર ( PM Surya Ghar Muft Bijli Yojana ) જનરેટ થયા પછી બિલ તો નથી જ આવતું ઉપરથી વધારાના ઉત્પાદિત થતા યુનિટને વેચાણ કરીને કમાણી પણ કરી શકાય છે.  તેમણે પોતે પોતાના ઘરમાં સોલાર રૂફ ટોપ સિસ્ટમ દ્વારા બચત થતી મૂડીની ગણતરી કરી કહ્યું કે, પહેલા ઘરનું ૨ મહિનાનું થઈને લગભગ રૂ.૨૫૦૦નું બિલ આવતું હતું. જે આજે શુન્ય થયું છે. પરંતુ ઉપરથી રૂ.૧૫ થી ૨૦ હજારની ક્રેડિટરૂપે આવક થઈ છે. આમ, સબસીડી સાથેની સોલાર સિસ્ટમ તમે નખાવો તો તમે તેનો ખર્ચ આરામથી ૪ થી ૫ વર્ષમાં કાઢી શકશો.

    આ સમાચાર પણ વાંચો :  Diwali Special Train: પશ્ચિમ રેલવેએ મુસાફરોને આપી ખુશ ખબર!! હવે અમદાવાદ-બરૌની વચ્ચે ચલાવશે આ દિવાળી સ્પેશિયલ ટ્રેન.

    PM Surya Ghar Muft Bijli Yojana :  ઋતુ પ્રમાણે યુનિટના ઉત્પાદનમાં ફેરફાર

    તેઓ જણાવે છે કે, ઉનાળામાં દિવસની લંબાઈ વધારે હોય અને ગરમી પણ વધારે હોય જેથી સોલાર દ્વારા વધારે વીજળી ઉત્પન્ન થાય છે. ૪ કિલોવોટમાં લગભગ દિવસના ૨૦ યુનિટ આસપાસ વીજળી ( Electricity ) ઉત્પન્ન થાય છે. શિયાળામાં દિવસ ટૂંકો હોવાથી ૧૦ થી ૧૫ યુનિટ વચ્ચે વિજળી ઉત્પન્ન થાય છે અને ચોમાસામાં વાદળછાયા વાતાવરણના કારણે ૭ થી ૮ યુનિટ વીજળી ઉત્પન્ન થાય છે.

    PM Surya Ghar Muft Bijli Yojana: સિસ્ટમ સરખી રીતે કાર્ય કરે તે માટે રાખવી પડતી ફક્ત એક જ કાળજીઃ

    સોલાર સિસ્ટમ અપલોડ કર્યા પછી કાળજી એક જ રાખવાની છે કે દર અઠવાડીએ તેને વ્યવસ્થિત પાણીથી સાફ કરવી આવશ્યક છે. અત્યારે તો સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવો તેની સાથે જ મીની ફુવારા પણ પેનલ પર લગાવી શકાય છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Gujarat Farmers: ગુજરાત સરકારનો ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય, આ જિલ્લામાં પાકોને બચાવવા ખેતીવાડીના દરેક ગ્રુપને અપાશે ૧૦ કલાક વીજળી.

    Gujarat Farmers: ગુજરાત સરકારનો ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય, આ જિલ્લામાં પાકોને બચાવવા ખેતીવાડીના દરેક ગ્રુપને અપાશે ૧૦ કલાક વીજળી.

    News Continuous Bureau | Mumbai

    Gujarat Farmers:  ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ એ જણાવ્યું છે કે, કિસાનોના હિતને વરૈલી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ વાળી રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને કચ્છ જીલ્લામાં ખેડૂતોના મગફળી તેમજ અન્ય ઉભા પાકોને બચાવવા ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને ૧૦ કલાક વીજળી આપવાનો ખેડૂત હિત લક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે. 

    ઉર્જા મંત્રી શ્રી એ ઉમેર્યું કે,સામાન્ય રીતે રાજયમાં ( Gujarat Government )  ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને એક અઠવાડિયે દિવસે અને બીજા અઠવાડિયે રાત્રેની રોટે શન પદ્ધતિથી દરરોજ નિયમિત સમયસર ૮ કલાક વીજળી આપવાનો કાર્યક્રમ અમલમાં છે, અને તે રીતે નિર્ધારીત નીતિ મુજબ ખેડૂતોને કૃષિ વિષયક વીજળી ( માટે સામાન્ય પરિસ્થિતીમાં પ્રતિ દિન સરેરાશ ૮ કલાક વીજળી રોટેશનથી આપવામાં આવતી હોય છે. જોકે સૌર ઉત્પાદનને અનુલક્ષીને હાલમાં ખેતીવાડી ક્ષેત્રે લગભગ ૭૫% થી વધુ સપ્લાય દિવસ દરમ્યાન આપવામાં આવે છે. રાજ્યના ( Gujarat  ) આશરે ૨૦.૧૦ લાખ ખેતીવાડી ગ્રાહકો પૈકી આશરે ૧૬.૦૧ લાખ ગ્રાહકો ને દિવસ દરમ્યાન (એટલે કે સવારે ૫ કલાકે  થી રાત્રે ૯ કલાકમાં) ખેતી વિષયક વીજળી પૂરી પાડવામાં આવે છે.

    તેમણે ઉમેર્યું કે, વરસાદ ખેંચાતો હોય અથવા ઉભા પાકને બચાવવું જરૂરી જણાય તેવા વિવિધ સંજોગોમાં તેમજ ઋતુ પ્રમાણે ના  ડાંગર, જીરું જેવા પાક ને બચાવવા માટે જરૂરિયાત પ્રમાણે કૃષિ વીજગ્રાહકોને પ્રતિ દિન સરેરાશ ૮ કલાક ઉપરાંત વધારાના કલાકો માટે વીજપુરવઠો પુરો પાડવામાં આવે છે. 

    હાલમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર ( Saurashtra ) અને કચ્છ ( Kutch ) વિસ્તારના પીજીવીસીએલના વિજ વિતરણ ક્ષેત્ર  હેઠળ આવતા જામ જોધપુર, લાલપુર, માણાવદર, વંથલી, મેંદરડા, કેશોદ, માંગરોલ, માળીયા હટીના તાલુકામાં તેમજ કચ્છ જીલ્લામાં મગફળી તેમજ અન્ય પાકોને બચાવવાના હેતુથી  ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને ૧૦ કલાક વીજળી આપવા અમલવારી કરવાની સુચના ડિસ્કોમને આપી દેવામાં આવી છે જેનાથી ખેડૂતોના મહામૂલા ઉભા પાકને જીવતદાન મળ્યું છે.

    આ સમાચાર પણ વાંચો : Mumbai heavy rain: ઘાટકોપરમાં બુધવારે સાંજે પડેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ પર વહી નદી, ઘરોમાં ભરાયા પાણી; જુઓ વિડીયો

    મંત્રી શ્રી દેસાઈ એ ઉમેર્યું કે, તા.૨૭.૦૮. ૨૦૨૪ ના રોજ  પીજીવી સીએલની મહત્તમ વીજમાંગ ૩૧૪૭ મેગાવોટ અને વીજ વપરાશ ૫૫ મીલીયન યુનીટસ હતો, જે હાલમાં તા. ૨૩.૦૯.૨૦૨૪ ના રોજ વધીને અનુક્રમે ૯૦૩૫ મેગાવોટ અને ૧૫૪ મીલીયન યુનીટસ નોંધાયેલ છે. જે દર્શાવે છે કે પીજીવીસીએલની વીજમાંગમાં ઘણો વધારો થયેલ છે. એજ રીતે પીજીવીસીએલની ખેતીવાડી ક્ષેત્રની મહત્તમ વીજમાંગ ૧૮૭ મેગાવોટ અને વીજ વપરાશ ૦૩ મીલીયન યુનીટસ હતો,જે હાલમાં તા. ૨૩.૦૯. ૨૦૨૪ ના રોજ વધીને અનુક્રમે ૫૮૨૦ મેગાવોટ અને ૫૫ મીલીયન યુનીટસ નોંધાયેલ છે. જે પીજીવીસીએલની ખેતીવાડી ક્ષેત્રની વીજમાંગમાં થયેલ વધારો દર્શાવે છે. 

    તા. ૨૭.૦૮.૨૦૨૪ ના રોજ રાજ્યની મહત્તમ વીજમાંગ ૧૨૧૫૭ મેગાવોટ અને વીજ ( Electricity ) વપરાશ ૨૬૯ મીલીયન યુનીટસ હતો, જે હાલમાં તા. ૨૩.૦૯.૨૦૨૪ ના રોજ વધીને અનુક્રમે ૨૪૨૦૫ મેગાવોટ અને ૪૯૩ મીલીયન યુનીટસ નોંધાયેલ છે. જે રાજ્યની વીજમાંગમાં થયેલ નોંધપાત્ર વધારો દર્શાવે છે. 

    ઉભા પાક્ને બચાવવા જરૂરી જણાય ત્યારે મોંઘા ભાવના ગેસ એક્મો માંથી, કેન્દ્રીય ક્ષેત્રના જનરેટીંગ સ્ટેશન, એક્સચેન્જ અને રીઅલ ટાઇમ માર્કેટમાંથી મોંઘા ભાવે વીજળીની ખરીદી કરીને પણ  ખેતીવાડી ક્ષેત્રે ૧૦ કલાક વીજળી પૂરી પાડવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યુ છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Motion Sensor Lights: આ મોશન ડિટેક્ટર ખાસ LED લાઇટો 20 થી 30 ટકા વીજળી બચાવી શકે છે,  સેંસર દ્વારા આપોઆપ ચાલુ/બંધ થઈ શકે છે..

    Motion Sensor Lights: આ મોશન ડિટેક્ટર ખાસ LED લાઇટો 20 થી 30 ટકા વીજળી બચાવી શકે છે, સેંસર દ્વારા આપોઆપ ચાલુ/બંધ થઈ શકે છે..

    News Continuous Bureau | Mumbai

    Motion Sensor Lights: દેશમાં વીજળીના દરો હાલ આસમાને પહોંચતા આ દિવસોમાં વીજળીની બચત ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. આપણે બધા જાણીએ છીએ કે LED લાઇટ્સ CFL અને બલ્બ કરતાં ઓછી વીજળી વાપરે છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલીક LED લાઇટ તમારા ઘરની 20 થી 30% વીજળી બચાવી શકે છે? 

    ડિમર હોય તેવી એલઇડી ( LED lights ) લાઇટ્સઃ આ લાઇટ્સમાં પ્રકાશ ઓછો કે વધારે કરી શકાય છે, જેથી તમે તમારી જરૂરિયાત મુજબ વીજળી બચાવી શકો.

    સ્માર્ટ એલઇડી લાઇટ્સ (  Smart LED lights ) : આને સ્માર્ટફોન અથવા વૉઇસ કમાન્ડ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. તમે તેમને અમુક સમયે બંધ અથવા ચાલુ કરવા માટે પ્રોગ્રામ કરી શકો છો.

    સોલર એલઇડી લાઇટ્સ ( Solar LED lights ) : આ લાઇટ્સ સૂર્યપ્રકાશથી ચાર્જ થાય છે, તેથી તમારે વીજળીનું બિલ ચૂકવવું પડતું નથી.

     Motion Sensor Lights: જૂના બલ્બને LED લાઇટથી બદલો..

    આ વિશિષ્ટ એલઇડી લાઇટ્સ ઉપરાંત, તમે તમારા ઘરમાં વીજળી (  Electricity ) બચાવી શકો તેવી અન્ય રીતો છે: જ્યારે તમે રૂમમાં ન હોવ ત્યારે લાઇટ બંધ કરો. જૂના બલ્બને LED લાઇટથી બદલો. એવા ઉપકરણોનો ઉપયોગ કરો જે ઓછી ઊર્જા વાપરે છે. તમારા ઘરમાં કુદરતી પ્રકાશનો ઉપયોગ કરો. આ નાના ફેરફારો કરીને તમે તમારા વીજળીના વપરાશ અને વીજળીના બિલને નોંધપાત્ર રીતે ઘટાડી શકો છો.

    આ સમાચાર પણ વાંચો :  CAA: નાગરિકતા (સંશોધન) નિયમો, 2024ના નોટિફિકેશન પછી નાગરિકતા પ્રમાણપત્રોનો પ્રથમ સેટ બહાર પાડવામાં આવ્યો

    LED લાઈટની કિંમતઃ આ સ્માર્ટ મોશન ડિટેક્ટરની કિંમત 800 રૂપિયા છે પરંતુ ઓનલાઈન પ્લેટફોર્મ પર તે 569 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ સીલિંગ ડિટેક્ટર છે. તમે તેને બેડરૂમ, લોબી, હૉલવે, એન્ટ્રીવે અથવા ગમે ત્યાં ઇન્સ્ટોલ કરી શકો છો. આ મોશન ડિટેક્ટર ઘરમાં કોઈપણ અંતરે કામ કરે છે. તેની રેન્જમાં કોઈ હિલચાલ થાય કે તરત જ લાઇટ ચાલુ થાય છે અને જ્યારે હલનચલન બંધ થાય છે ત્યારે તે બંધ થઈ જાય છે. આ સેન્સર દિવસ દરમિયાન લાઇટ ચાલુ કરતું નથી, પરંતુ દિવસ દરમિયાન જ્યારે અંધારું થાય છે ત્યારે લાઇટ ચાલુ કરે છે.

    મોશન ડિટેક્ટર લાઇટમાં સૌથી મોંઘો સોદો સેન્સર લાઇટનો છે. જેની કિંમત 2,499 રૂપિયા છે પરંતુ ઓનલાઈન પ્લેટફોર્મ પર તે 599 રૂપિયામાં ઓફર પર ઉપલબ્ધ છે. તેના પર 76% છૂટ છે. આ લાઈટ ઘરના કોઈપણ રૂમ કે લોબીમાં લગાવી શકાય છે અને ગતિ પ્રમાણે લાઈટ ચાલુ અને બંધ થાય છે. તેમાં 180 ડિગ્રી સુધી સ્પીડ ડિટેક્ટર અને 12 મીટરના અંતર સુધી મોશન ડિટેક્શનની સુવિધા ઉપલબ્ધ છે.

  • Lok Sabha Election: આજે મતદાન માટે DGVCL સહિત ગુજરાતની તમામ વીજકંપનીઓ ઉદ્યોગ એકમોને તા. ૬ થી ૧૨મી મે ના સપ્તાહ દરમિયાન સાપ્તાહિક રજાના દિવસે પણ વીજળી આપશે

    Lok Sabha Election: આજે મતદાન માટે DGVCL સહિત ગુજરાતની તમામ વીજકંપનીઓ ઉદ્યોગ એકમોને તા. ૬ થી ૧૨મી મે ના સપ્તાહ દરમિયાન સાપ્તાહિક રજાના દિવસે પણ વીજળી આપશે

    News Continuous Bureau | Mumbai

    Lok Sabha Election:  તા.૭મીએ લોકસભા ચૂંટણી, નિયત વિધાનસભાઓની પેટાચૂંટણીઓમાં ( by-elections ) રાજ્યભરના મતદારો અચૂક મતદાન ( Voting )  કરી શકે એ માટે ઔદ્યોગિક એકમો, કારખાનાઓ, વ્યાપારી એકમો, ઉદ્યોગગૃહો ચૂંટણી પંચની ગાઈડલાઈન્સ મુજબ કામદારોને ફરજિયાત સવેતન રજા આપશે, ત્યારે લોકશાહીના આ પર્વમાં રાજ્યના તમામ મતદારો/નાગરિકો ઉત્સાહભેર ભાગ લઈ શકે તથા મતદાનના દિવસે વધુ ને વધુ લોકો તેમનો કિંમતી મત આપી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થઈ શકે તેવા ઉમદા હેતુથી રાજ્યના ઊર્જા વિભાગની તમામ વીજ કંપનીઓ ( Electricity companies ) દ્વારા તા.૦૬/૦૫/૨૦૨૪ થી ૧૨/૦૫/૨૦૨૪ દરમિયાન ઔદ્યોગિક ગ્રાહકો/એકમો દ્વારા જે તે દિવસે સાપ્તાહિક રજા પાળવામાં આવે છે તે દિવસે પણ વીજ પૂરવઠો ચાલુ રહેશે, જેથી તેઓ સાતત્યપૂર્ણ વીજ વપરાશ કરી શકશે. 

    આ સમાચાર પણ વાંચો :Loksabha Election 2024 : Narendra Modi વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં જાય ત્યાં જય-જયકાર, આજે વોટીંગ કરવા ગયા અને તે પણ ભગવા કપડાં પહેરીને. જુઓ વિડિયો, સાંભળો વોટીંગ પછી શું કહ્યું.

    આમ, તા.૭મીએ મતદાન માટે DGVCL સહિત રાજ્યની તમામ વીજકંપનીઓ ઉદ્યોગ એકમોને તા. ૬ થી ૧૨મી મે ના સપ્તાહ દરમિયાન સાપ્તાહિક રજાના દિવસે પણ વીજળી ( Electricity ) આપશે એમ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ.ની યાદીમાં જણાવાયું છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Fan Speed: શું ઉનાળામાં પંખાની સ્પીડ ઘટી જાય છે? કેવી રીતે વધારી શકો છો પંખાની સ્પીડ.

    Fan Speed: શું ઉનાળામાં પંખાની સ્પીડ ઘટી જાય છે? કેવી રીતે વધારી શકો છો પંખાની સ્પીડ.

    News Continuous Bureau | Mumbai

    Fan Speed: ઉનાળાની ઋતુની શરૂઆતમાં જ ગરમીએ હાહાકાર મચાવી દીધો છે. તેથી લોકોએ ઘરમાં કુલર અને એર કંડિશનરનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. જો કે, કેટલાક લોકો આ ગરમીમાં પણ પંખો ચાલુ રાખીને જ સૂઈ છે. તેથી ઘણા લોકો ફરિયાદ કરે છે કે ઉનાળામાં પંખાની ગતિ ધીમી પડી જાય છે. જો તમે પણ આ જ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો ચાલો જાણીએ તેની પાછળનું કારણ અને તેના ઉપાય શું શું છે.

    ઉનાળામાં ( summer ) પંખાની સ્પીડ ઓછી થવાના ઘણા કારણો હોય શકે છે. પરંતુ ઘણી વખત આ અંગે જરૂરી જાણકારી ન હોવાને કારણે આપણે ઇલેક્ટ્રિશિયનને બોલાવીએ છીએ અને તેના કારણે આપણને ઘણો ખર્ચ થઈ જાય છે. પરંતુ જો તમે તમારા પંખાની સમસ્યા જાતે ઠીક કરી શકો છો, તો તે તમારા પૈસા અને પ્રરિશ્રમ બંને બચાવશે. ચાલો જાણીએ શું છે સ્પીડ ઓછી થવાના મુખ્ય કારણો..

     Fan Speed  : ઉનાળામાં વીજળીનો વધુ વપરાશ થવાને કારણે વોલ્ટેજ ઘટી જાય છે…

    ઉનાળામાં પંખાની સ્પીડ કેમ ઘટી જાય છે તે જાણવું ખુબ જરૂરી છે. જેમાં પ્રથમ કારણ તો લો વોલ્ટેજ છે. ઉનાળામાં વીજળીનો (  electricity ) વધુ વપરાશ થવાને કારણે વોલ્ટેજ ઘટી જાય છે અને તેથી તમારા ઘરના પંખાની સ્પીડ પણ ઘટી જાય છે.

    આ સમાચાર પણ વાંચો :  Lok Sabha Election: ચૂંટણીમાં મતદાન કરતી વખતે તમારી આંગળી પર જે શાહી લગાવાય છે તે ક્યાંથી આવે છે

    તેમજ જો તમારા પંખાનું કન્ડેન્સર ( fan condenser ) નબળું હોય, તો પણ પંખાની સ્પીડ ઘટી જાય છે. જો વોલ્ટેજ સારું છે અને તેમ છતાં પંખાની ઝડપ ઓછી છે, તો તમારે તમારા પંખાના કન્ડેન્સરને બદલીને તપાસ કરવી જોઈએ.

    પંખાની સ્પીડ વધારવા માટે તમારે તમારા પંખાના કન્ડેન્સરને બદલવું જોઈએ. આ માટે કોઈ મિકેનિકની જરૂર નથી, કારણ કે તમે પણ કન્ડેન્સરને જાતે બદલી શકો છો. તમે જૂનું કન્ડેન્સર ( condenser  ) બતાવીને બજારમાંથી નવું કન્ડેન્સર ખરીદી શકો છો અને ઘરની મુખ્ય સ્વીચ બંધ કર્યા પછી પંખામાં કન્ડેન્સર ઇન્સ્ટોલ કરી શકો છો. આ પછી તમારો પંખો પાછો સ્પીડથી શરૂ ફરવા માંડશે.

    દરમિયાન, જો તમારા ઘરનો વોલ્ટેજ વારંવાર ઘટી જાય છે, તો તમારે મુખ્ય સપ્લાયર સ્થાન પર સ્ટેબિલાઇઝર ઇન્સ્ટોલ કરવાની જરૂર છે. સ્ટેબિલાઇઝર વોલ્ટેજને નિયંત્રિત કરે છે અને તેથી તમારા ઘરનો પંખો પણ સ્પીડમાં ચાલે છે, જે તમને ગરમીથી બચાવે છે. જો આ બે પદ્ધતિઓથી તમારા પંખાની સ્પીડમાં વધારો થતો નથી, તો તમારે મિકેનિકને બોલાવીને તેનું સમારકામ કરાવવું જોઈએ.

    (Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

  • Adani Green Energy: ઉજ્જડ વિસ્તારમાં  પેરિસ કરતાં 5 ગણો મોટો… પાકિસ્તાનની બાજુમાં બનેલો આ રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ.. જાણો કેટલા ગીગાવોટની ક્ષમતા ધરાવે છે..

    Adani Green Energy: ઉજ્જડ વિસ્તારમાં પેરિસ કરતાં 5 ગણો મોટો… પાકિસ્તાનની બાજુમાં બનેલો આ રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ.. જાણો કેટલા ગીગાવોટની ક્ષમતા ધરાવે છે..

    News Continuous Bureau | Mumbai 

    Adani Green Energy: ભારતના બીજા સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંના એક ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ ( Adani Group )  ગ્રીન એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તેની મહત્વાકાંક્ષી ગ્રીન એનર્જી યોજનાઓને પરિપૂર્ણ કરવા માટે, અદાણી ગ્રુપે ઉજ્જડ જમીન પર વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પ્લાન્ટ બનાવ્યો છે, જેનું કદ પેરિસ શહેર કરતાં પાંચ ગણું મોટું છે. એટલું જ નહીં, આ પ્લાન્ટ તેની સંપૂર્ણ ક્ષમતા પર એટલી વીજળી ઉત્પન્ન કરશે, જે ઘણા દેશોની જરૂરિયાતો કરતાં વધુ હશે. 

    આ પ્લાન્ટ ગૌતમ અદાણીની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ પાકિસ્તાનની સરહદ નજીક ગુજરાતના ખાવડામાં ( khavda ) બનાવવામાં આવ્યો છે. આ પ્લાન્ટમાં સૌર ઉર્જા અને પવન ઉર્જામાંથી ગ્રીન એનર્જી જનરેટ કરવામાં આવશે. આ આખો પ્લાન્ટ 538 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે, જે ફ્રાન્સની રાજધાની પેરિસ કરતા લગભગ 5 ગણો છે.

    હાલમાં આ પ્લાન્ટની ક્ષમતા 2 હજાર મેગા વોટ એટલે કે 2 ગીગા વોટ વીજળી ઉત્પન્ન કરવાની છે…

    હાલમાં આ પ્લાન્ટની ( Green Energy Plant ) ક્ષમતા 2 હજાર મેગા વોટ એટલે કે 2 ગીગા વોટ વીજળી ( electricity ) ઉત્પન્ન કરવાની છે. મિડીયા અહેવાલમાં, અદાણી ગ્રીન એનર્જીના મેનેજિંગ ડિરેક્ટરને ટાંકવામાં આવ્યું છે કે કંપની નાણાકીય વર્ષ 2024-25માં 4 ગીગા વોટની ક્ષમતાને વધુ વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે.

    આ સમાચાર પણ વાંચો :  Afghanistan: તાલિબાને બદલ્યું વલણ, હિંદુઓ અને શીખો પાસેથી છીનવેલી જમીન પરત કરવાનો લીધો નિર્ણય..

    જ્યારે આ પ્લાન્ટ સંપૂર્ણપણે તૈયાર થઈ જશે અને સંપૂર્ણ ક્ષમતા પર કામ કરશે, ત્યારે તે 30 ગીગા વોટ સ્વચ્છ વીજળીનું ઉત્પાદન કરશે. જેમાંથી 26 ગીગા વોટ સોલારમાંથી અને 4 ગીગા વોટ પવન ઉર્જામાંથી ઉત્પન્ન થશે. કંપનીનું કહેવું છે કે ખાવડા પ્લાન્ટ તેની ટોચ પર 81 અબજ યુનિટ વીજળીનું ઉત્પાદન કરશે, જે બેલ્જિયમ, ચિલી અને સ્વિટ્ઝર્લેન્ડ જેવા દેશોના સમગ્ર વપરાશ કરતાં વધુ છે.

    અદાણી ગ્રુપે વર્ષ 2022માં આ પ્લાન્ટ પર કામ શરૂ કર્યું હતું. જ્યાં પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે તે જગ્યા એટલી નિર્જન છે કે માનવ વસાહત ત્યાંથી 80 કિલોમીટર દૂર છે. જો કે, અદાણી ગ્રુપ પ્લાન્ટની સાથે આ જગ્યા પર કામ કરતા લોકો માટે વસાહતો અને અન્ય પાયાની સુવિધાઓ બનાવવાની યોજના ધરાવે છે. કંપની ત્યાં 8 હજાર કામદારો માટે ઘર બનાવી રહી છે. કંપની કોલોનીમાં મોબાઈલ ફોન રિપેર શોપ જેવી સુવિધાઓ પણ તૈયાર કરશે. કામદારોને પીવાનું પાણી પૂરું પાડવા માટે ડિસેલિનેશન પ્લાન્ટ પણ લગાવવામાં આવી રહ્યા છે, કારણ કે તે જગ્યાએ 700 મીટર નીચેથી આવતા ભૂગર્ભ જળ પણ ખારું છે.

    અદાણીનો આ પ્લાન્ટ પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 1 કિલોમીટર દૂર છે. પ્લાન્ટ અને બોર્ડર વચ્ચેના વિસ્તાર પર BSF દ્વારા નજર રાખવામાં આવે છે. ખાવડાની ભૌગોલિક પરિસ્થિતિ તેને ખૂબ જ મુશ્કેલ બનાવે છે. તે વિસ્તારમાં વર્ષના ચાર-પાંચ મહિના ધૂળની ડમરીઓ આવે છે. આ ઉપરાંત જમીન એવી છે કે તે વરસાદનું પાણી પણ શોષી શકતી નથી. જો કે, તે વિસ્તારમાં સૌર કિરણોત્સર્ગ લદ્દાખ પછી સૌથી વધુ છે, જે સૌર ઉર્જા ઉત્પાદન માટે સારી સ્થિતિ છે. આ ઉપરાંત, 8 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ફૂંકાતા જોરદાર પવન પણ આ સ્થળને પવન ઉર્જા ઉત્પાદન માટે આદર્શ બનાવે છે.

     

  • PM Modi Rally in Rudrapur: પીએમ મોદીનું ઉત્તરાખંડથી મોટું એલાન, ત્રીજા કાર્યકાળમાં દરેક ઘરને મળશે મફત વીજ પુરવઠો..

    PM Modi Rally in Rudrapur: પીએમ મોદીનું ઉત્તરાખંડથી મોટું એલાન, ત્રીજા કાર્યકાળમાં દરેક ઘરને મળશે મફત વીજ પુરવઠો..

    News Continuous Bureau | Mumbai 

    PM Modi Rally in Rudrapur: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે, લોકસભા ચૂંટણીમાં ( Lok Sabha elections ) ભાજપ ફરીથી પૂર્ણ બહુમત મેળશે અને દેશમાં ફરી લોકોના વિશ્વાસની જીત થશે . આ દરમિયાન તેમણે કહ્યું કે અમારો હેતુ ત્રીજી ટર્મમાં હવે મફત વીજળી આપવાનો છે. 

    લોકસભા ચૂંટણીને લઈને ઉત્તરાખંડના ( Uttarakhand ) રુદ્રપુરમાં રેલી કરતી વખતે પીએમ મોદીએ કહ્યું, “મોદીની ગેરંટી ઉત્તરાખંડમાં દરેક ઘરમાં સુવિધા લાવી છે અને લોકોનું આત્મસન્માન વધાર્યું છે.” હવે ત્રીજી ટર્મમાં તમારો પુત્ર વધુ એક મોટું કામ કરવા જઈ રહ્યો છે. તમને 24 કલાક વીજળી ( Electricity )  મળે, વીજળીનું બિલ શૂન્ય થાય અને વીજળીથી પૈસા પણ મળે. આ માટે મોદીએ ‘PM સૂર્ય ઘર મફત વીજળી યોજના’ શરૂ કરી છે.

     10 વર્ષમાં જે વિકાસ થયો તે તો માત્ર ટ્રેલર હતું..

    પીએમ મોદીએ ( Narendra Modi ) સંબોધન કરતા વધુમાં કહ્યું હતું કે, 10 વર્ષમાં જે વિકાસ થયો તે તો માત્ર ટ્રેલર હતું. હજુ ઘણું કરવાનું બાકી છે. અત્યારે આપણે દેશને ખૂબ આગળ લઈ જવાનો છે. ત્યાં સુધી ન તો રોકાયશું કે ન તો થાકીશું. મોદી મોજ કરવા માટે નથી જન્મ્યો, મોદી મહેનત કરવા માટે જન્મ્યો છે. મોદી તમારા માટે સખત મહેનત કરવા માટે જન્મ્યો છે.

    આ સમાચાર પણ વાંચો :  Lok Sabha Election 2024: ચૂંટણી પંચનો મોટો નિર્ણય, પશ્ચિમ બંગાળમાં જ્યાં વાવાઝોડાએ તબાહી મચાવી છે, ત્યાં વોટર કાર્ડ વગર પણ કરી શકાશે મતદાન.

    પીએમ મોદીએ ( BJP ) આગળ કહ્યું હતું કે, અમે ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવવાની ખાતરી આપી છે. ત્રીજી સૌથી મોટી આર્થિક તાકાતનો અર્થ એ છે કે લોકોની આવક વધશે, નોકરીની તકો વધશે અને ગામડાઓ અને શહેરોમાં સુવિધાઓ વધશે.

    વાસ્તવમાં, રૂદ્રપુર નૈનીતાલ-ઉધમ સિંહ નગર મતવિસ્તારમાં આવે છે. કેન્દ્રીય સંરક્ષણ અને પર્યટન રાજ્ય મંત્રી અજય ભટ્ટ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે અને તેમણે 2019ની ચૂંટણીમાં ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતને હરાવ્યા હતા. રાજ્યની તમામ પાંચ લોકસભા બેઠકો માટે પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થવાનું છે.

     

  • Mumbai: દક્ષિણ મુંબઈમાં સતત બીજા દિવસ અનેક વિસ્તારોમાં રહ્યો પાવર કટ,  કલાકો સુધી અંધારપટ છવાયું..

    Mumbai: દક્ષિણ મુંબઈમાં સતત બીજા દિવસ અનેક વિસ્તારોમાં રહ્યો પાવર કટ, કલાકો સુધી અંધારપટ છવાયું..

    News Continuous Bureau | Mumbai

    Mumbai: દેશની આર્થિક રાજધાની કલાકો સુધી અંધારામાં રહી હતી. મુંબઈના ઘણા વિસ્તારોમાં કલાકો સુધી વીજ પુરવઠો ( power supply ) બંધ રહ્યો હતો. દક્ષિણ મુંબઈથી મધ્ય મુંબઈ સુધીના ઘણા વિસ્તારો કલાકો સુધી અંધકારમાં ડૂબી ગયા હતા. સરકારી કચેરીઓ અને હોસ્પિટલો પર પણ તેની નોંધપાત્ર અસર જોવા મળી હતી. મળતી માહિતી મુજબ, કેબલ ડિફોલ્ટના કારણે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. લગભગ 6:30 વાગ્યાની આસપાસ વીજળીની સમસ્યા શરૂ થઈ હતી. 

    જેના કારણે દક્ષિણ મુંબઈના અનેક વિસ્તારો અને હોસ્પિટલોમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારોમાં બેસ્ટ અને ટાટા દ્વારા વીજળી ( Electricity ) પૂરી પાડવામાં આવે છે. પાવર કટની અસર મુંબઈની ઘણી મોટી હોસ્પિટલોમાં જોવા મળી હતી. વીજ પુરવઠો બંધ થવાની અસર મુંબઈ કમિશનરની ઓફિસમાં પણ જોવા મળી હતી. જીટી હોસ્પિટલ, બોમ્બે હોસ્પિટલ, કામા હોસ્પિટલ અને બીએમસી હેડ ક્વાર્ટરમાં પણ વીજ પુરવઠો બંધ થયો હતો.

     બોમ્બે હોસ્પિટલમાં પાવર કટની સમસ્યા અડધા કલાકમાં ઉકેલાઈ ગઈ હતી..

    જોકે બોમ્બે હોસ્પિટલમાં ( Bombay Hospital ) પાવર કટની સમસ્યા અડધા કલાકમાં ઉકેલાઈ ગઈ હતી, પરંતુ અન્ય સ્થળોએ તેને પુનઃસ્થાપિત કરવામાં કલાકોનો સમય લાગ્યો હતો. પરંતુ થોડા સમય પછી અન્ય તમામ હોસ્પિટલોમાં પણ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે રિસીવિંગ સ્ટેશનના કેબલમાં ટેક્નિકલ ખામીના કારણે આ પાવર ફેલિયર ( Power failure ) થયો હતો. મળતી માહિતી મુજબ, કેબલ ટ્રીપની સમસ્યાને કારણે સૌથી મોટા માર્કેટ ક્રાફર્ડ માર્કેટમાં પણ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

    આ સમાચાર પણ વાંચો : Delhi Excise Policy: આમ આદમી પાર્ટીના વધુ એક નેતા સામે EDની કાર્યવાહી, કૈલાશ ગેહલોતને સમન્સ પાઠવ્યું..

    દરમિયાન, દક્ષિણ મુંબઈના રહેણાંક વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી હતી. એટલું જ નહીં દાદરથી પ્રભાદેવી સુધીના અનેક વિસ્તારો અંધકારમાં ડૂબી ગયા હતા. લગભગ અઢી કલાક સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જો કે, બેસ્ટનું 33 KV ફીડર સાંજે 7 વાગ્યે ટ્રીપ થયું હતું. આ મામલામાં સાંજે 6.52 વાગ્યાથી વીજ સમસ્યા ઉભી થવા લાગી હતી અને 9.15 વાગ્યા સુધીમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત થયો હતો.

    નોંધનીય છે કે, ગુરુવારે રાત્રે પણ વીજ પુરવઠો ખોરવાઈ જવાને કારણે દક્ષિણ મુંબઈના ઘણા વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો. જેમાં મહાપાલિકા માર્ગ, મરીન લાઇન્સ અને ક્રોફર્ડ માર્કેટ જેવા વિસ્તારોમાં રાત્રે લગભગ 8:35 કલાકે વીજ પુરવઠો બંધ થયો હતો.

  • Muft Bijli Yojana : એક કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર સ્થાપિત કરવા માટે મુફ્ત બિજલી યોજનાને મંજૂરી આપી

    Muft Bijli Yojana : એક કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર સ્થાપિત કરવા માટે મુફ્ત બિજલી યોજનાને મંજૂરી આપી

    News Continuous Bureau | Mumbai 

    Muft Bijli Yojana : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી (PM Modi ) ની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ( Cabinet ) મંજૂરી ( Approve ) આપી દીધી છે. પીએમ-સૂર્ય ઘરઃ મુફ્ત બિજલી યોજના રૂફટોપ સોલાર સ્થાપિત કરવા અને એક કરોડ ઘરો માટે દર મહિને 300 યુનિટ સુધી નિઃશુલ્ક વીજળી ( Electricity ) પ્રદાન કરવા માટે રૂ. 75,021 કરોડનો કુલ ખર્ચ થશે. પ્રધાનમંત્રીએ 13 ફેબ્રુઆરી, 2024ના રોજ આ યોજના શરૂ કરી હતી.

    આ યોજનાની મુખ્ય મુખ્ય બાબતો નીચે મુજબ છેઃ

    રેસિડેન્શિયલ રૂફટોપ સોલાર માટે સેન્ટ્રલ ફાઇનાન્સિયલ આસિસ્ટન્સ (સીએફએ)

    આ યોજના 2 કિલોવોટ સિસ્ટમ માટે સિસ્ટમ ખર્ચના 60 ટકા અને 2થી 3 કિલોવોટની ક્ષમતા ધરાવતી સિસ્ટમ માટે વધારાના સિસ્ટમ ખર્ચના 40 ટકાનું સીએફએ પ્રદાન કરે છે. સીએફએ ૩ કિલોવોટ પર મર્યાદિત કરવામાં આવશે. હાલના બેન્ચમાર્ક ભાવે, આનો અર્થ એ થશે કે 1 કિલોવોટ સિસ્ટમ માટે 30,000 રૂપિયા સબસિડી, 2 કેડબલ્યુ સિસ્ટમ માટે 60,000 રૂપિયા અને 3 કિલોવોટ સિસ્ટમ્સ માટે 78,000 રૂપિયા અથવા તેથી વધુ.
    ઘરો રાષ્ટ્રીય પોર્ટલ દ્વારા સબસિડી ( subsidy ) માટે અરજી કરશે અને રૂફટોપ સોલર સ્થાપિત કરવા માટે યોગ્ય વિક્રેતાની પસંદગી કરી શકશે. રાષ્ટ્રીય પોર્ટલ કુટુંબોને તેમની નિર્ણય લેવાની પ્રક્રિયામાં ઉચિત સિસ્ટમનાં કદ, બેનિફિટ્સ કેલ્ક્યુલેટર, વિક્રેતાનાં રેટિંગ વગેરે જેવી પ્રસ્તુત માહિતી પ્રદાન કરીને સહાયતા કરશે.
    કુટુંબો 3 કિલોવોટ સુધી રહેણાંક આરટીએસ સિસ્ટમ સ્થાપિત કરવા માટે અત્યારે આશરે 7 ટકાની કોલેટરલ-ફ્રી ઓછા વ્યાજની લોન પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી શકશે.

    આ સમાચાર પણ વાંચો : NBS scheme : મંત્રીમંડળે ખાતરો પર ખરીફ સિઝન, 2024 માટે પોષકતત્વો આધારિત સબસિડી દરોને મંજૂરી આપી

    આ યોજનાની અન્ય વિશેષતાઓ

    દેશના દરેક જિલ્લામાં એક મોડેલ સોલાર વિલેજ વિકસાવવામાં આવશે, જે ગ્રામીણ વિસ્તારોમાં રૂફટોપ સોલારને અપનાવવા માટે રોલ મોડેલ તરીકે કામ કરશે.
    શહેરી સ્થાનિક એકમો અને પંચાયતી રાજ સંસ્થાઓને પણ તેમના વિસ્તારોમાં આરટીએસ ઇન્સ્ટોલેશનને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહનોનો લાભ મળશે.
    આ યોજના પુનઃપ્રાપ્ય ઊર્જા સેવા કંપની (રેસ્કો) આધારિત મોડેલો માટે ચુકવણી સુરક્ષા માટે એક ઘટક પ્રદાન કરે છે તેમજ આરટીએસમાં નવીન પ્રોજેક્ટ્સ માટે ભંડોળ પૂરું પાડે છે.

    પરિણામ અને અસર

    આ યોજના મારફતે, કુટુંબો વીજળીનાં બિલ ની બચત કરી શકશે તેમજ ડિસ્કોમ કંપનીઓને વધારાની વીજળીનાં વેચાણ મારફતે વધારાની આવક પણ મેળવી શકશે. ૩ કિલોવોટની સિસ્ટમ ઘર માટે સરેરાશ મહિને સરેરાશ ૩૦૦ યુનિટથી વધુ જનરેટ કરી શકશે.

    પ્રસ્તાવિત યોજનાને પરિણામે રહેણાંક ક્ષેત્રમાં રૂફટોપ સોલાર મારફતે 30 ગીગાવોટ સૌર ઊર્જાનો ઉમેરો થશે, જે 1000 બીયુ વીજળીનું ઉત્પાદન કરશે અને તેના પરિણામે 720 મિલિયન ટન સીઓ ઘટશે.2 રૂફટોપ સિસ્ટમ્સના 25 વર્ષના જીવનકાળ દરમિયાન સમાન ઉત્સર્જન.

    એક અંદાજ મુજબ આ યોજનાથી મેન્યુફેક્ચરિંગ, લોજિસ્ટિક્સ, સપ્લાય ચેઇન, સેલ્સ, ઇન્સ્ટોલેશન, ઓએન્ડએમ અને અન્ય સેવાઓમાં લગભગ 17 લાખ સીધી રોજગારીનું સર્જન થશે.

    પ્રધાનમંત્રી-સૂર્ય ઘરનો લાભ લઈ રહ્યા છીએ: મુફ્ત બિજલી યોજના

    રસ ધરાવતા ઘરોમાંથી જાગૃતિ લાવવા અને એપ્લિકેશન ઉત્પન્ન કરવા માટે સરકારે આ યોજનાની શરૂઆત કર્યા પછી એક વિશાળ અભિયાન શરૂ કર્યું છે. આ યોજના હેઠળ લાભ મેળવવા માટે ઘરો https://pmsuryaghar.gov.in પર પોતાને નોંધણી કરાવી શકે છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.