Tag: electricity

  • બાપરે.. મુંબઈમાં બેસ્ટએ 672 ગ્રાહકોની વીજળી ચોરી પકડી.. દંડની રકમ જલ્દી ચૂકવી દેજો નહી તો થશે આ સજા…

    બાપરે.. મુંબઈમાં બેસ્ટએ 672 ગ્રાહકોની વીજળી ચોરી પકડી.. દંડની રકમ જલ્દી ચૂકવી દેજો નહી તો થશે આ સજા…

    ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

    મુંબઈ

    22 ડિસેમ્બર 2020 

    બૃહદ મુંબઈ વીજ પુરવઠો અને પરિવહન (બેસ્ટ) અન્ડરટેકિંગમાં જાન્યુઆરીથી નવેમ્બર 2020 ની વચ્ચે વીજ ચોરી અને મીટર ચેડાં કરવા બદલ 250.28 લાખ રૂપિયાની રકમ વસૂલી છે. 

    બેસ્ટ દ્વારા પૂરા પાડવામાં આવેલા આંકડા મુજબ, ચોરી અને મીટર સાથે ચેડાં ના કેસોમાં છેલ્લા એક વર્ષમાં 50 ટકાનો ઘટાડો થયો છે. ગયાં વર્ષે 2019 માં, બેસ્ટમાં જાન્યુઆરીથી નવેમ્બરની વચ્ચે વીજ ચોરીના 1,291 કેસ નોંધાયા હતા, જ્યારે 2020 માં અગિયાર મહિનામાં ફક્ત 672 કેસ સામે આવ્યાં છે. વર્ષ 2019 માં, 1,291 કેસોમાં દંડની રકમ રૂ. 759 લાખ વસૂલવામાં આવી છે. 

     

    બેસ્ટ અધિકારીઓએ જણાવ્યું છે કે, વિજિલન્સ વિભાગ અવારનવાર અનામી પત્રો અને ફોન કોલ્સ દ્વારા ટીપ મેળવે છે, ટીપ મળ્યા પછી, વિજિલન્સ અધિકારીઓની એક ટીમ દરોડા પાડશે અને જો દોષી સાબિત થાય તો બેસ્ટ ચોરી કરનાર વ્યક્તિને દંડ ફટકારે છે. અને દંડ નહીં ભરે તો કડક સજા પણ કરવામાં આવે છે. 

     

    બેસ્ટના અધિકારીએ એ પણ માહિતી આપી હતી કે મોટાભાગની વીજ ચોરીના બનાવ ધારાવી, ગીતા નગર અને એન્ટોપ હિલના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બને છે. આ વિસ્તારોમાં પાવર માફિયાઓનો પ્રભાવ ઘણો છે, જેઓ ગેરકાયદેસર મીટર દ્વારા ચાલી ઓમાં વીજળી પહોંચાડે છે અને બદલામાં તેમની પાસેથી પૈસા વસુલે છે. જેને લીધે પ્રસાશનને કરોડોની ખોટ જાય છે. 

     

    એક અધિકારીએ જણાવ્યું હતું કે, "ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં વીજ ચોરી ખૂબ સામાન્ય છે, લોકો ગેરકાયદેસર મીટર દ્વારા કુલર, રેફ્રિજરેટર્સ અને ટીવી જેવા અનેક ઉપકરણો ચલાવે છે, પરિણામે આ વિસ્તારોમાંથી થતી આવક તેમના દ્વારા વપરાશ કરતા યુનિટ કરતા ઓછી હોય છે."

  • અજબ કહેવાય.. પાક.સરહદ નજીક આવેલા 3 ગામમાં વીજળી પહોંચતાં 73 વર્ષ લાગ્યાં… જાણો વિગત

    ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

    મુંબઈ

    10 ઓગસ્ટ 2020

    ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલા ત્રણ ગામોમાં આઝાદીનાં 75 વર્ષ બાદ છેક હવે વીજળી પહોંચી છે. ભારે બરફવર્ષા અને કોરોનાને કારણે કુપવાડા જિલ્લા વહીવટીતંત્ર એ એલ.ઓ.સી પરના જમ્મુ-કાશ્મીરના કેરાન વિસ્તારમાં ત્રણ ગામોમાં વિજળી પહોંચાડી છે. છેક આઝાદીથી રાહ જોઈ રહેલા ગ્રામજનોના ઘરમાં, કલમ 370 હટયા બાદ રોશની ફેલાઇ છે. 

    વીજ સંચાલન કંપની સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે કેરાન વિસ્તારમાં વિજળી પહોંચાડવાનું કામ સરળ ન હતું. કલમ 370 રદ થવાથી અને કોવિડ 19 જેવા રોગચાળાને કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોને લઈ કર્મચારીઓની ખુબ અછત પડી હતી. પાછું આ સરહદી વિસ્તારમાં ઉંચાઈએ આવેલા ગામ સુધી પહોંચવાની યાત્રા પણ ખૂબ કઠિન હતી. એક તો ભારે હિમવર્ષાને કારણે આ વિસ્તાર લગભગ છ મહિના, અન્ય ભાગોથી વિખૂટું રહે છે અને તે દરમિયાન 9 થી 12 ફુટ સુધી બરફ જામી ગયેલો હોય છે. આમ છતાં જમ્મૂ-કાશ્મીરના કુપવાડાના વહીવટી તંત્રએ 31 જુલાઇની સમય સીમા સુધીમાં પાવર સબ સેન્ટર નું ઉદઘાટન કરી દીધું હતું. હવે કુપવાડા પ્રશાસન નું ધ્યાન સરહદી વિસ્તારના બીજા નાના નાના ગામોને પાવરગ્રીડ થી જોડવાનું છે…

    ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

    https://bit.ly/3fJqhxB 

    News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

    www.newscontinuous.com               

    YouTube : https://www.youtube.com/NewsContinuous      

    Twitter : https://twitter.com/NewsContinuous         

    Facebook : https://www.facebook.com/newscontinuous         

    Instagram : https://www.instagram.com/newscontinuous/         

    Email : TheNewsContinuous@gmail.com