Tag: emraan hashmi

  • Haq OTT Release: યામી ગૌતમની ધમાકેદાર ફિલ્મ ‘હક’ની OTT રિલીઝ ડેટ જાહેર! જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે?

    Haq OTT Release: યામી ગૌતમની ધમાકેદાર ફિલ્મ ‘હક’ની OTT રિલીઝ ડેટ જાહેર! જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે?

    News Continuous Bureau | Mumbai

    Haq OTT Release: નવેમ્બર મહિનામાં યામી ગૌતમ અને ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘હક’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર ઠીકઠાક કમાણી કરી હતી. જો તમે આ ફિલ્મ ત્યારે સિનેમાઘરોમાં ન જોઈ શક્યા હોવ, તો હવે આ ફિલ્મ OTT પર રિલીઝ થવા જઈ રહી છે.

    આ સમાચાર પણ વાંચો : Dhurandhar: ગુજરાતમાં ‘ધુરંધર’નો વિરોધ: રણવીર સિંહની ફિલ્મ પર પ્રતિબંધની માંગ કેમ? જાણો શું છે વિવાદનું મૂળ કારણ!

    ક્યારે અને ક્યાં જોશો ‘હક’

    યામી ગૌતમ અને ઇમરાન હાશ્મીની ‘હક’ ફિલ્મને હવે તમે ઘરે બેઠા જોઈ શકો છો.મીડિયા રિપોર્ટ મુજબ યામી ગૌતમની ફિલ્મ ‘હક’ નેટફ્લિક્સપર રિલીઝ થશે.આ ફિલ્મ ૨ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.’હક’ એ વાસ્તવિક ઘટનાઓ પર આધારિત કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ છે.ફિલ્મે ભારતમાં ૧૯.૩૭ કરોડ અને વિશ્વભરમાં ૨૮.૪૪ કરોડની કમાણી કરી હતી. તેની IMDb રેટિંગ ૮.૭ છે. આ ફિલ્મમાં યામી ગૌતમ અને ઇમરાન હાશ્મીની સાથે શીબા ચઢ્ઢા, દાનિશ હુસૈન અને અસીમ હટ્ટંગડી જેવા કલાકારો પણ જોવા મળ્યા હતા.

    View this post on Instagram

    A post shared by IMDb India (@imdb_in)

    ૨ કલાક ૧૪ મિનિટની આ ફિલ્મની સ્ટોરીલાઇન શાહબાનો કેસથી પ્રેરિત છે, જે મુસ્લિમ મહિલાઓના અધિકારો માટેના સંઘર્ષને દર્શાવે છે. યામી ગૌતમે ફિલ્મમાં શાઝિયા બાનો નું અને ઇમરાન હાશ્મીએ વકીલ અબ્બાસ ખાન નું પાત્ર ભજવ્યું છે.આ ફિલ્મ ત્રિપલ તલાક અને મુસ્લિમ મહિલાઓના અધિકારોના સંઘર્ષને દર્શાવે છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Haq Review:આત્મસન્માન અને અધિકારની લડત, યામી અને ઇમરાનનો શાનદાર અભિનય, જાણો હક નો રીવ્યુ

    Haq Review:આત્મસન્માન અને અધિકારની લડત, યામી અને ઇમરાનનો શાનદાર અભિનય, જાણો હક નો રીવ્યુ

    News Continuous Bureau | Mumbai

    Haq Review: સુપર્ણ વર્મા દ્વારા નિર્દેશિત ‘હક’ ફિલ્મ 1985ના પ્રસિદ્ધ શાહબાનો કેસથી પ્રેરિત છે. યામી ગૌતમ  અને ઇમરાન હાશમી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ એક સ્ત્રીના આત્મસન્માન અને કાયદાકીય હક માટેની લડતને દર્શાવે છે. ‘હક’ માત્ર કોર્ટરૂમ ડ્રામા નથી, તે સમાજમાં ધર્મ અને કાયદાની વચ્ચેના તણાવને પણ ઊંડાણથી રજૂ કરે છે.

    આ સમાચાર પણ વાંચો : Delhi Crime 3 Trailer Out: ફરી એકવાર DCP વર્તિકા ની દમદાર ભૂમિકા માં જોવા મળી શેફાલી શાહ, ‘દિલ્હી ક્રાઈમ 3’નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ

    ફિલ્મની વાર્તા: શાજિયા બાનોનો સંઘર્ષ

    યામી ગૌતમ શાજિયા બાનોના પાત્રમાં છે, જે પોતાના પતિ અબ્બાસ ખાન (ઇમરાન હાશમી) સામે કાયદાકીય લડત લડે છે. ફિલ્મ બતાવે છે કે કેવી રીતે એક સામાન્ય લગ્ન તૂટે છે અને સ્ત્રી પોતાના હક માટે લડે છે. આ વાર્તા માત્ર વ્યક્તિગત સંઘર્ષ નહીં, પણ સમાજમાં ધર્મ અને કાયદાની વચ્ચેના તણાવને પણ દર્શાવે છે.યામી ગૌતમ  એ શાજિયા તરીકે શાંત અને શક્તિશાળી અભિનય કર્યો છે. ઇમરાન હાશમી એ અબ્બાસના પાત્રમાં ધર્મ અને અધિકાર વચ્ચેના તણાવને બરાબર રજૂ કર્યો છે. સુપર્ણ વર્માનું દિગ્દર્શન સંયમિત છે, જેમાં કોઈ અતિશયોક્તિ નથી, પણ સંવેદનશીલતા છે.

    View this post on Instagram

    A post shared by TimesMusic (@timesmusichub)

    ‘હક’ ફિલ્મ ત્રણ તલાક, ગુજારો ભથ્થું, IPC કલમ 125 અને ધર્મનિરપેક્ષ કાયદાકીય વ્યવસ્થાની વચ્ચેના તણાવ જેવા ગંભીર મુદ્દાઓને સ્પર્શે છે. ફિલ્મ બતાવે છે કે આત્મસન્માન અને કાયદાકીય હક એકબીજાથી જોડાયેલા છે. આ ફિલ્મ માત્ર એક સ્ત્રીની વાર્તા નહીં, પણ સમાજમાં સમાનતા અને માન્યતા માટેની લડત છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Haq Got UA Certificate: યામી ગૌતમ અને ઇમરાન હાશમીની ‘હક’ ફિલ્મ થઇ સેન્સર બોર્ડ માં પાસ, કોઈ પણ કટ વગર મળી મંજૂરી

    Haq Got UA Certificate: યામી ગૌતમ અને ઇમરાન હાશમીની ‘હક’ ફિલ્મ થઇ સેન્સર બોર્ડ માં પાસ, કોઈ પણ કટ વગર મળી મંજૂરી

    News Continuous Bureau | Mumbai

    Haq Got UA Certificate: યામી ગૌતમ અને ઇમરાન હાશમી અભિનિત ફિલ્મ ‘હક’  ને સેન્સર બોર્ડ તરફથી UA સર્ટિફિકેટ મળ્યું છે અને ખાસ વાત એ છે કે ફિલ્મમાં કોઈ પણ કટ લાગ્યો નથી. 7 નવેમ્બર 2025ના રોજ રિલીઝ થનારી આ ફિલ્મને ભારત ઉપરાંત UAE, UK, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના સેન્સર બોર્ડથી પણ ક્લીન ચિટ મળી ગઈ છે.

    આ સમાચાર પણ વાંચો : Tu Meri Main Tera Main Tera Tu Meri to Release: થિયેટરો માં ધૂમ મચાવવા આવી રહી છે કાર્તિક અને અનન્યા ની જોડી, ફિલ્મ ‘તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી’ ની રિલીઝ ડેટ થઇ જાહેર

    યામી-ઇમરાનની ફિલ્મને UA 13+ રેટિંગ

    ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ એ માહિતી આપી કે ‘હક’ને 28 ઓક્ટોબરે UA 13+ સર્ટિફિકેટ મળ્યું છે. UAEમાં PG15 અને અન્ય દેશોમાં PG રેટિંગ આપવામાં આવ્યું છે. એટલે કે ફિલ્મ 13 વર્ષથી ઉપરના દર્શકો માટે યોગ્ય છે.મીડિયા સાથે વાતચીતમાં યામીએ કહ્યું કે, “ફિલ્મ કોઈ પણ સમુદાય કે ધર્મ વિરુદ્ધ નથી. UAEમાં પણ કોઈ કટ વગર PG15 રેટિંગ મળ્યું છે, એટલે ભારત માટે પણ ચિંતા કરવાની જરૂર નથી.” યામીએ કહ્યું કે ફિલ્મ સમાજમાં એક હેલ્ધી ચર્ચા માટે બનાવવામાં આવી છે.

    ‘હક’ની કહાની ભારતીય બંધારણના અનુચ્છેદ 44 અને CrPCની કલમ 125 પરથી પ્રેરિત છે. ફિલ્મમાં એક માતા પોતાના અને બાળકોના અધિકાર માટે કોર્ટમાં લડાઈ લડે છે. ફિલ્મમાં યામી અને ઇમરાન ઉપરાંત શીબા ચઢ્ઢા, વાર્તિકા સિંહ, દાનિશ હુસેન અને અસીમ હટ્ટનગડી પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Haq:  ‘હક’ પર સંકટ! ઇમરાન હાશ્મી અને યામી ગૌતમ ની ફિલ્મ પર રિલીઝ પહેલા જ મોટો વિવાદ, જાણો સમગ્ર મામલો

    Haq: ‘હક’ પર સંકટ! ઇમરાન હાશ્મી અને યામી ગૌતમ ની ફિલ્મ પર રિલીઝ પહેલા જ મોટો વિવાદ, જાણો સમગ્ર મામલો

    News Continuous Bureau | Mumbai

    Haq: ઇમરાન હાશમી અને યામી ગૌતમ અભિનીત ફિલ્મ ‘હક’  7 નવેમ્બરે રિલીઝ થવાની છે, પરંતુ તેના પહેલા જ ફિલ્મ પર વિવાદ ઊભો થયો છે. શાહ બાનો બેગમના કાનૂની વારસદારોએ ઇંદોર હાઈકોર્ટમાં અરજી કરી છે કે ફિલ્મની રિલીઝ પર તાત્કાલિક રોક લગાવવામાં આવે.

    આ સમાચાર પણ વાંચો :  Mahakali: દેવીનો રુદ્રાવતાર! રામાયણની અભિનેત્રી બની ‘મહાકાલી’, નવું પાવરફુલ પોસ્ટર થયું રિલીઝ, ફેન્સ થયા સ્તબ્ધ

    પરિવારનો આરોપ: “ભાવનાઓને ઠેસ અને કાનૂની અધિકારનો ભંગ”

    પરિવારના વકીલ  મુજબ, ફિલ્મમાં શાહ બાનોના ખાનગી જીવનને તેમની મંજૂરી વગર દર્શાવવામાં આવ્યું છે. તેઓએ દાવો કર્યો છે કે ફિલ્મ મુસ્લિમ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે અને શરિયા કાયદાને ખોટી રીતે રજૂ કરે છે. સાથે જ માનહાનિ અને પ્રચાર અધિકારના ભંગનો પણ આરોપ છે.ફિલ્મમેના ટ્રેલરને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે, પરંતુ કાનૂની વિવાદને કારણે રિલીઝ પર અનિશ્ચિતતા છે.

    View this post on Instagram

    A post shared by Emraan Hashmi (@therealemraan)

    ‘હક’ની કહાની એક દંપતીના ખાનગી વિવાદથી શરૂ થાય છે, જે બાદમાં કોર્ટરૂમ ડ્રામામાં બદલાય છે. ફિલ્મમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code) પર ચર્ચા કરવામાં આવી છે, જે આજ સુધી ચર્ચાનો વિષય છે

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Haq Trailer: ‘હક’ ના ધમાકેદાર ટ્રેલરમાં જોવા મળ્યો ઇમરાન હાશમી અને યામી ગૌતમનો જબરદસ્ત કોર્ટરૂમ ડ્રામા, શાહ બાનો કેસ પરથી પ્રેરિત

    Haq Trailer: ‘હક’ ના ધમાકેદાર ટ્રેલરમાં જોવા મળ્યો ઇમરાન હાશમી અને યામી ગૌતમનો જબરદસ્ત કોર્ટરૂમ ડ્રામા, શાહ બાનો કેસ પરથી પ્રેરિત

    News Continuous Bureau | Mumbai

    Haq Trailer: ઇમરાન હાશમી અને યામી ગૌતમ ની આગામી ફિલ્મ ‘હક’ નું ટ્રેલર રિલીઝ થયું છે. સુપર્ણ વર્મા  ના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ 1985ના શાહ બાનો કેસ પરથી પ્રેરિત છે. ટ્રેલરમાં યામી ‘શાઝિયા બાનો’ તરીકે અને ઇમરાન ‘અબ્બાસ’ તરીકે જોવા મળે છે, જે એક કોર્ટરૂમમાં સામસામે છે.

    આ સમાચાર પણ વાંચો : YRKKH Twist: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં થશે નવા વિલનની એન્ટ્રી, અરમાન અને અભીરા ના સંબંધ માં આવશે તણાવ, જાણો સિરિયલ ના આગામી એપિસોડ વિશે

    ફિલ્મની વાર્તા – પ્રેમથી વિવાદ સુધી

    શાઝિયા અને અબ્બાસ એક ખુશહાલ દાંપત્ય જીવન જીવી રહ્યા છે, પણ અબ્બાસ બીજી મહિલાને પ્રેમ કરવા લાગે છે અને ત્રિપલ તલાક  આપી દે છે. ત્યારબાદ શાઝિયા ન્યાય માટે કોર્ટમાં જાય છે અને પોતાના બાળકો માટે ભથ્થું માંગે છે. ટ્રેલર એક વ્યક્તિગત વિવાદને રાષ્ટ્રીય ચર્ચામાં ફેરવે છે.ટ્રેલર રિલીઝ થયા પછી સોશિયલ મીડિયા પર યામી અને ઇમરાનના અભિનયની ખૂબ પ્રશંસા થઈ રહી છે. યામીની પાવરફુલ પર્ફોર્મન્સ અને ઇમરાનનો મૌન સંઘર્ષ દર્શકોને ગમ્યો છે. ટ્રેલર હાસ્ય, વ્યંગ અને તીવ્ર ભાવનાઓથી ભરેલું છે.

    View this post on Instagram

    A post shared by Yami Gautam Dhar (@yamigautam)

    ફિલ્મ 1985ના શાહ બાનો કેસ પરથી પ્રેરિત છે, જેમાં એક મુસ્લિમ મહિલાએ ત્રિપલ તલાક પછી ભથ્થું માટે કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે શાહ બાનોના પક્ષમાં ચુકાદો આપ્યો હતો અને કહ્યું કે મુસ્લિમ મહિલાને ઈદ્દત પીરિયડ પછી પણ ભથ્થું મળવું જોઈએ.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Udita Goswami DJ: ડીજે બની ઇમરાન હાશ્મી ની આ બોલ્ડ અભિનેત્રી, સૈયારા ફેમ મોહિત સુરી સાથે છે ખાસ સંબંધ

    Udita Goswami DJ: ડીજે બની ઇમરાન હાશ્મી ની આ બોલ્ડ અભિનેત્રી, સૈયારા ફેમ મોહિત સુરી સાથે છે ખાસ સંબંધ

    News Continuous Bureau | Mumbai

    Udita Goswami DJ: એક સમયની બોલ્ડ અને લોકપ્રિય અભિનેત્રી ઉદિતા ગોસ્વામી હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર રહીને ડીજે તરીકે કામ કરી રહી છે. તાજેતરમાં વિદેશમાંથી તેનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે ‘સૈયારા’  ગીતને રીમિક્સ કરીને પાર્ટીમાં ધમાલ મચાવી રહી છે. આ વીડિયો જોઈને ફેન્સ ચોંકી ગયા છે અને સોશિયલ મીડિયા પર ભારે રિએક્શન આવી રહ્યા છે.

    આ સમાચાર પણ વાંચો : Son of Sardaar 2 OTT release: ‘સન ઓફ સરદાર 2’ ની ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો થિયેટર બાદ કયા પ્લેટફોર્મ પર જોઈ શકશો અજય દેવગણ ની ફિલ્મ

    ‘ઝહર’ અને ‘અકસર’ જેવી ફિલ્મોથી બોલ્ડ ઇમેજ

    ઉદિતાએ 2003માં ‘પાપ’ ફિલ્મથી કરિયર શરૂ કર્યું હતું. ત્યારબાદ ‘ઝહર’, ‘અકસર’ જેવી ફિલ્મોમાં ઇમરાન હાશમી સાથે કામ કર્યું હતું. ‘અગર તુમ મિલ જાઓ’ અને ‘ઝલક દિખલા જા’ જેવા ગીતો આજે પણ લોકપ્રિય છે. તેની બોલ્ડ ઇમેજ માટે તે ચર્ચામાં રહી હતી.ઉદિતા ગોસ્વામી એ જાણીતા ડિરેક્ટર મોહિત સૂરી સાથે લગ્ન કર્યા છે, જેણે ‘સૈયારા’ ફિલ્મ  ડિરેક્ટ કર્યું હતું. હવે ઉદિતા DJ તરીકે પોતાની નવી ઓળખ બનાવી રહી છે અને વિદેશી પાર્ટીઓમાં રીમિક્સથી લોકોને નચાવી રહી છે.

    વિડિયો વાયરલ થતાં જ ફેન્સે મિશ્ર પ્રતિસાદ આપ્યા છે. કેટલાકે કહ્યું કે “અમે તેને ફિલ્મોમાં જોઈને મોટા થયા છીએ” તો કેટલાકે તેના નવા અવતારને “inspiring” ગણાવ્યો છે. ઉદિતાએ પોતે આ વીડિયો શેર કરીને જણાવ્યું કે તે પોતાનું પેશન ફોલો કરી રહી છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Film On Shah Bano Case: શાહબાનો કેસ પર બની રહેલી ફિલ્મ માં મુખ્ય ભૂમિકા માં જોવા મળશે યામી ગૌતમ, જાણો કોણ હશે લીડ અભિનેતા અને કેવું હશે તેનું પાત્ર

    Film On Shah Bano Case: શાહબાનો કેસ પર બની રહેલી ફિલ્મ માં મુખ્ય ભૂમિકા માં જોવા મળશે યામી ગૌતમ, જાણો કોણ હશે લીડ અભિનેતા અને કેવું હશે તેનું પાત્ર

    News Continuous Bureau | Mumbai

    Film On Shah Bano Case: 1985ના શાહબાનો કેસ પર ફિલ્મ બની રહી છે. બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશમી અને યામી ગૌતમ ટૂંક સમયમાં શાહ બાનો કેસ પર આધારિત એક કોર્ટરૂમ ડ્રામા માં જોવા મળશે. આ ફિલ્મ ને લઈને લોકો ખુબ ઉત્સાહિત છે. લોકો ઇમરાન ની ફિલ્મ ગ્રાઉન્ડ ઝીરો ની પણ રાહ જોઈ રહ્યા છે. 

    આ સમાચાર પણ વાંચો: Pahalgam Terror Attack: પહેલગામ આતંકવાદી હુમલા પર ફૂટ્યો બોલિવૂડ સેલેબ્સ નો ગુસ્સો, પીએમ મોદી અને અમિત શાહ અને રક્ષા મંત્રી ને કરી આવી વિનંતી

    યામી ગૌતમ અને ઇમરાન હાશમીનું પાત્ર

    મીડિયા રિપોર્ટ મુજબ યામી ગૌતમ શાહબાનોનું પાત્ર ભજવશે, જ્યારે ઇમરાન હાશમી શાહ બાનો ના પૂર્વ પતિ અહમદ ખાન ની ભૂમિકા નિભાવશે. ફિલ્મનું શૂટિંગ લખનૌ અને કાકોરી સહિત અનેક સ્થળોએ થયું છે. મેકર્સ આ ફિલ્મને ઓક્ટોબર અથવા નવેમ્બર 2025માં રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે.

    1985માં શાહબાનો કેસ ભારતીય ન્યાયવ્યવસ્થા અને લોકશાહી માટે એક મહત્વપૂર્ણ ઘટના હતી, જે મુસ્લિમ મહિલાઓના અધિકારો માટે એક મજબૂત લડત બની

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Mallika sherawat: 20 વર્ષ પછી સાથે જોવા મળ્યા મલ્લિકા શેરાવત અને ઇમરાન હાશ્મી, બંનેને એકસાથે જોઈ લોકો ને આવી આ ફિલ્મ ની યાદ, જુઓ વિડીયો

    Mallika sherawat: 20 વર્ષ પછી સાથે જોવા મળ્યા મલ્લિકા શેરાવત અને ઇમરાન હાશ્મી, બંનેને એકસાથે જોઈ લોકો ને આવી આ ફિલ્મ ની યાદ, જુઓ વિડીયો

    News Continuous Bureau | Mumbai 

    Mallika sherawat: વર્ષ 2004 માં આવેલી થ્રિલર ફિલ્મ મર્ડર માં મલ્લિકા શેરાવત અને ઇમરાન હાશ્મી જોવા મળ્યા હતા. આ ફિલ્મ માં બંને ના ઘણા બોલ્ડ સીન જોવા મળ્યા હતા. આ ફિલ્મ ના શૂટિંગ દરમિયાન બંને વચ્ચે લડાઈ થઇ હતી. હવે 20 વર્ષ બાદ બંને એકસાથે જોવા મળ્યા હતા. વાસ્તવમાં આનંદ પંડિત ની દીકરી ના લગ્નની રિસેપ્શન પાર્ટીમાં મલ્લિકા અને ઈમરાન પહોંચ્યા હતા જ્યાં બંને એ એકસાથે પોઝ આપ્યો હતો.

    આ સમાચાર પણ વાંચો : Sumbul touqeer khan: ટીવી અભિનેત્રી સુમ્બુલ તૌકીર ના પિતા એ ટ્રોલર્સ ને ભણાવ્યો પાઠ, આ કારણે કરી તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી

    મલ્લિકા શેરાવત અને ઇમરાન હાશ્મી નો વિડીયો 

    મલ્લિકા શેરાવત અને ઈમરાન હાશ્મી વર્ષો પછી સાથે જોવા મળ્યા. બંને આનંદ પંડિતની દીકરીના રિસેપ્શનમાં પહોંચ્યા હતા. આ દરમિયાન મલ્લિકા અને ઇમરાને પાપારાઝી ને એકસાથે પોઝ પણ આપ્યા હતા. આ દરમિયાન મલ્લિકા પિન્ક ગાઉન માં તો ઇમરાન બ્લેક પેન્ટ અને કોટ માં જોવા મળ્યો હતો.

    View this post on Instagram

    A post shared by Instant Bollywood (@instantbollywood)

    મલ્લિકા અને ઇમરાન નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. યૂઝર્સ આના પર કમેન્ટ કરીને સતત પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Emraan Hashmi: કંગના રનૌત ના નેપોટિઝ્મ ના દાવા નો ઇમરાન હાશ્મી એ આપ્યો સણસણતો જવાબ, સાંભળીને તમને પણ લાગશે આંચકો

    Emraan Hashmi: કંગના રનૌત ના નેપોટિઝ્મ ના દાવા નો ઇમરાન હાશ્મી એ આપ્યો સણસણતો જવાબ, સાંભળીને તમને પણ લાગશે આંચકો

    News Continuous Bureau | Mumbai 

    Emraan Hashmi: ઈમરાન હાશ્મી તેની નવી વેબ સિરીઝ ‘શો ટાઈમ’ ને લઈને ચર્ચામાં છે. આ વેબ સિરીઝ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલતા પાવર-સ્ટ્રગલ પર ફોકસ કરે છે આ સિરીઝ માં ઇમરાન હાશ્મી એ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટારની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત આ કોન્સેપ્ટ માં તે નેપોટિઝમ વિશે પણ વાત કરતો જોવા મળશે. પોતાના નવા શોનું પ્રમોશન કરી રહેલા ઈમરાને એક નવા ઈન્ટરવ્યુમાં બોલિવૂડમાં સત્તા-સંગ્રામ નેપોટિઝ્મ’ અંગે ચાલી રહેલી સૌથી મોટી ચર્ચા પર ખુલીને વાત કરી હતી.આ ઇન્ટરવ્યૂ દરમિયાન ઇમરાને કહ્યું હતું કે તેને કંગના નું નેપોટિઝ્મ વાળું નિવેદન ખોટું લાગ્યું હતું. 

    આ સમાચાર પણ વાંચો :  Anant and Radhika pre wedding bash: અનંત અને રાધિકા ની પ્રિ વેડિંગ સેરેમની માં આવેલા મહેમાનો ને મળી રિટર્ન ગિફ્ટ, જાણો અંબાણી પરિવારે તેમના મોંઘેરા મહેમાનો ને શું આપ્યું

    ઇમરાન હાશ્મી એ કરી નેપોટિઝ્મ પર વાત 

    મીડિયા ને આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઇમરાને કહ્યું,”વ્યક્તિગત રીતે, હું કંગનાને એક કલાકાર તરીકે ખૂબ જ પસંદ કરું છું.શક્ય છે કે તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેટલાક ખરાબ અનુભવો થયા હશે. મેં તેની સાથે ગેંગસ્ટર ફિલ્મમાં કામ કર્યું છે. તે ફિલ્મમાં તેનો રોલ મારા કરતા મોટો અને મહત્વનો હતો. તેથી જ તેને તે ફિલ્મથી એક્સપોઝર મળ્યું. તેથી, મને નથી લાગતું કે માત્ર નેપોટિઝ્મ વાળા લોકોને તક મળે. જો કે, કંગનાનો પોતાનો અભિપ્રાય હોઈ શકે છે, પરંતુ સમગ્ર ઈન્ડસ્ટ્રીને દોષ આપવો ખોટું છે. કેટલાક હોઈ શકે છે. ઉદ્યોગમાં દરેક જણ ડ્રગ એડિક્ટ નથી.એવો ખ્યાલ છે કે અહીં માત્ર નેપોટિઝમ કામ કરે છે. મને લાગે છે કે તે મૂર્ખ હતું, મને નથી લાગતું કે તેમાં કોઈ સત્ય છે.”

  • Showtime: શું ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના ઘણા રહસ્યો ઉજાગર કરશે વેબ સિરીઝ શોટાઇમ? ઇમરાન હાશ્મી એ કર્યો સિરીઝ બે લઈને રસપ્રદ ખુલાસો

    Showtime: શું ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના ઘણા રહસ્યો ઉજાગર કરશે વેબ સિરીઝ શોટાઇમ? ઇમરાન હાશ્મી એ કર્યો સિરીઝ બે લઈને રસપ્રદ ખુલાસો

    News Continuous Bureau | Mumbai 

    Showtime:ઇમરાન હાશ્મી તેની વેબસીરીઝ શોટાઇમ ને લઈને ચર્ચામા છે. ઇમરાન હાલ સિરીઝ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ વેબસીરીઝ નું ટ્રેલર હાલમાંજ રિલીઝ કરવામાં આવ્યું હતું, ટ્રેલર જોતા ફિલ્મ ની વાર્તા નો અંદાજો આવી જાય છે. હવે ઇમરાન હાશ્મી એ વેબસીરીઝ ના પ્રમોશન દરમિયાન આ સિરીઝ ની વાર્તા તેમજ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે મીડિયા સમક્ષ ઘણા રસપ્રદ ખુલાસા કર્યા હતા. 

    આ સમાચાર પણ વાંચો : Devra: જુનિયર એનટીઆર અને જ્હાન્વી કપૂર ની ફિલ્મ ‘દેવરા’ ની રિલીઝ ડેટ આવી સામે, પોસ્ટર માં કરી નવી તારીખ ની જાહેરાત

    ઇમરાન હાશ્મી એ શોટાઇમ વિશે કરી વાત 

    શોટાઇમ માં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. આ સિરીઝ ના પ્રમોશન દરમિયાન ઇમરાને મીડિયા સાથેની વાતચીત માં કહ્યું, “જ્યારે તમે આ શોના પાત્રો જોશો, ત્યારે તમને ક્યાંકને ક્યાંક એવું લાગશે કે તે બધા વાસ્તવિક જીવનના અભિનેતાઓ અથવા નિર્માતાઓ પર આધારિત છે. હવે આ બધા કોના પર આધારિત છે, તમારે ડિરેક્ટરને પૂછવું પડશે. તે ઇન્ડસ્ટ્રીમાં છે અને તેણે તેને ખૂબ જ નજીકથી સમજ્યું છે, અને તે જ વસ્તુઓને શોમાં સામેલ કરી છે. આ શો તમને આપણા ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે ઘણું બધું જણાવશે.” 

    View this post on Instagram

    A post shared by Disney+ Hotstar (@disneyplushotstar)

    વેબ સિરીઝ ‘શોટાઈમ’નું નિર્માણ ધર્મા પ્રોડક્શનની ડિજિટલ શાખા ધર્માટિક દ્વારા કરવામાં આવ્યું છે. આ સિરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 8 માર્ચ, 2024ના રોજ રિલીઝ થશે. આ સીરિઝમાં ઈમરાન હાશ્મી,નસીરુદ્દીન શાહ, મહિમા મકવાણા, રાજીવ ખંડેલવાલ અને શ્રિયા સરન અને મૌની રોય પણ જોવા મળશે.