• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Energy conservation
Tag:

Energy conservation

ONGC Hazira Plant Special initiative for energy conservation and environmental awareness
રાજ્ય

ONGC Hazira Plant: ઉર્જા સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિ માટે વિશેષ પહેલ, ONGC હજીરા પ્લાન્ટ દ્વારા યોજાઈ વોકેથોન, જુઓ ફોટોસ

by khushali ladva February 17, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

  • ‘આઓ પૈદલ ચલે’ થીમ પર વોકેથોન: ONGC કર્મચારીઓ, પર્યાવરણ પ્રેમી પરિવારજનો પર્યાવરણ સુરક્ષા તેમજ પુન:પ્રાપ્ય ઉર્જાના ઉપયોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા સંકલ્પબદ્ધ થયા

ONGC Hazira Plant: સંરક્ષણ ક્ષમતા મહોત્સવ (સક્ષમ-2025) ના ભાગરૂપે ONGC હજીરા કોલોનીના રહેવાસીઓએ ઉર્જા સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિ માટે આજે વહેલી સવારે ‘આઓ પૈદલ ચલે’ થીમ પર વોકેથોન યોજી હતી. જેમાં ONGC કર્મચારીઓ, તમામ પર્યાવરણ પ્રેમી પરિવારજનો ઊર્જા કાર્યક્ષમતા, સ્વચ્છ ઉર્જા અપનાવવા અને પર્યાવરણનું રક્ષણ કરે એવા સંસાધનોના વપરાશના હેતુ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા. આ હેતુને લોકો સુધી પહોંચાડવા માટે સૌ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે પગપાળા ચાલ્યા હતા. જેમાં હરિયાળા અને સ્વસ્થ ભવિષ્ય માટે નૉન-રિન્યુએબલ એનર્જી સોર્સીસને બચાવીને રિન્યુએબલ એનર્જીના ઉપયોગના પ્રોત્સાહન આપીને પ્રદૂષણ ઘટાડવાનો સંદેશ આપ્યો હતો.

ONGC Hazira Plant Special initiative for energy conservation and environmental awareness

 આ સમાચાર પણ વાંચો:  ‘ઓપરેશન ટાઇગર’ વચ્ચે ઉદ્ધવ ઠાકરે આવ્યા એક્શનમાં, આ તારીખે સાંસદો અને ધારાસભ્યોની બોલાવી અલગ-અલગ બેઠક..

ONGC Hazira Plant Special initiative for energy conservation and environmental awareness

 વોકેથોનના માધ્યમથી આજે નાના પગલાઓ આવતીકાલને સ્વચ્છ, હરિયાળી તરફ દોરી શકે છે એવો સૌએ એકસૂરે મત વ્યક્ત કર્યો હતો. ઉપરાંત, પર્યાવરણ સુરક્ષા તેમજ પુન:પ્રાપ્ય ઉર્જાના ઉપયોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા સૌ સંકલ્પબદ્ધ થયા હતા.

ONGC Hazira Plant Special initiative for energy conservation and environmental awareness

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

February 17, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
National Energy Conservation Day, Gujarat Govt spent 9 cr rupees for public awareness about energy conservation.
રાજ્ય

National Energy Conservation Day: આજે રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ, ગુજરાત સરકાર દ્વારા ઊર્જા સંરક્ષણ અંગે લોક જાગૃતિ માટે ખર્ચાયા અધધ આટલા કરોડ રૂપિયા..

by Hiral Meria December 14, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

 National Energy Conservation Day: આજે જીવનના દરેક ક્ષેત્રે વીજળીનું અપાર મહત્વ રહેલું છે. સમગ્ર વિશ્વમાં કાર્યરત ફેક્ટરીઓ, મશીનો, ઓટોમોબાઈલ, દવા, સિમેન્ટ જેવા વિવિધ ઉદ્યોગો ચલાવવા માટે ઊર્જા એ સૌથી મહત્વપૂર્ણ માધ્યમ છે. વિશ્વમાં દર વર્ષે વધતી જનસંખ્યા સાથે વિવિધ ઉદ્યોગોનો પણ વિકાસ થઈ રહ્યો છે, જેને ચલાવવા માટે દિન પ્રતિદિન ઊર્જાની માંગ વધી રહી છે. કોલસો, ઇંધણ, ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ જેવા વિવિધ સ્ત્રોત દ્વારા ઊર્જા ઉપલબ્ધ થાય છે, પરંતુ દિન-પ્રતિદિન આ સ્ત્રોતની માંગ વધતા કુદરતી સંસાધનોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આપણી આવનારી પેઢીના ભવિષ્યની જરૂરિયાતોને અનુલક્ષીને ઊર્જાનું સંરક્ષણ કરવું ખૂબ જરૂરી બની રહે છે. જે અંતર્ગત દેશમાં ઊર્જા સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા ભારત સરકારના પાવર મંત્રાલય હેઠળની બંધારણીય સંસ્થા બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (બીઇઇ) દ્વારા દર વર્ષે ૧૪મી ડિસેમ્બરના રોજ “રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે.  

વર્ષ ૨૦૨૩-૨૪માં ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ અને તેની સંલગ્ન વીજ કંપનીઓ દ્વારા ઊર્જા સંરક્ષણ અંગે લોક જાગૃતિ માટે અંદાજે રૂ. ૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરમાં સંલગ્ન વીજ કંપનીઓની ઓફિસ બિલ્ડીંગોમાં ફાઇવ સ્ટાર રેટેડ એર કંડિશનર્સ, પાણીના મોટર પંપ સેટ, BLDC પંખા, LED બલ્બ જેવા વિવિધ ઊર્જા-કાર્યક્ષમ સાધનો લગાવવા તથા અન્ય કામગીરી માટે અંદાજે રૂ. ૪ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. વધુમાં રાજ્ય સરકાર દ્વારા ઊર્જાનું મહત્તમ સંરક્ષણ થાય તે માટે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં અંદાજે રૂ. ૨૪ કરોડ જેટલો ખર્ચ કરવામાં આવશે.  

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સુચારૂ વહીવટ માટે ગુજરાત વિદ્યુત બોર્ડનું ( Gujarat Electricity Board ) તા.૦૧ એપ્રિલ ૨૦૦૫થી જુદી જુદી સાત કંપનીઓમાં વિભાજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વીજ ઉત્પાદનની કામગીરી માટે “ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ-GSECL”, વીજ પ્રવાહનની કામગીરી માટે “ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ-GETCO”, વીજ વિતરણની કામગીરી માટે “ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ-UGVCL”, “મધ્ય ગુજરાત વીજ કંપની  લિમિટેડ-MGVCL”, “દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ-DGVCL”, “પશ્ચિમ  ગુજરાત વીજ કંપની લિમિટેડ-PGVCL” તથા ઉપરોક્ત છ કંપનીઓની સંકલનની કામગીરી માટે “ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ-GUVNL” ની સ્થાપના કરવામાં આવી હતી.  

“રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ” ( Energy conservation ) નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શનમાં ઊર્જા વિભાગ દ્વારા ઊર્જા સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે રાજ્યભરમાં ડિસેમ્બર માસમાં ઊર્જા સંરક્ષણ અને ઊર્જા કાર્યક્ષમતા અંગેની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત નાગરિકોને ઊર્જા-કાર્યક્ષમ ઉપકરણો અને ઊર્જા-બચત પદ્ધતિઓના ઉપયોગ અંગે માહિતગાર કરવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લા અને તાલુકા સ્તરે રેલીઓ, પરિસંવાદો અને શેરી નાટકોનું આયોજન, ગ્રામસભાઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં જાગૃતિ કાર્યક્રમો, એસટી બસો, ઓટો-રિક્ષાઓ, સ્થાનિક ટીવી, કેબલ, રેડિયો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઊર્જા  સંરક્ષણની જાહેરાત, શાળાઓ અને કોલેજોમાં ક્વિઝ, ડ્રોઈંગ અને સ્લોગન સ્પર્ધાઓ જેવી પ્રવૃત્તિઓ સાથે જાગૃતિ અભિયાન, રહેણાંક, વાણિજ્યિક અને ઔદ્યોગિક ઝોનમાં પ્રિન્ટેડ સામગ્રીનું વિતરણ, ઉદ્યાનો, બજારો, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન અને GIDC જેવા જાહેર વિસ્તારોમાં બેનરો, હોર્ડિંગ્સ અને ફ્લાયર્સ દ્વારા ઊર્જા સંરક્ષણ વિશે નાગરિકોને જાગૃત કરવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો:  Maharashtra Politics : મહારાષ્ટ્રમાં ફરી નવાજૂનીના એંધાણ, અજિત પવાર અને શરદ પવાર ફરી એક થશે? પવાર પરિવારના આ સભ્યએ આપ્યા સંકેત

National Energy Conservation Day: વીજળી બચાવવા માટે આપણી ભૂમિકા

રાજ્ય સરકારના ( Gujarat Government ) ઊર્જા વિભાગ દ્વારા સરકારની સાથે નાગરિકોએ પણ પૃથ્વી પરની અમૂલ્ય સંપત્તિ એવી ઊર્જાને બચાવવાના પ્રયાસોમાં સહભાગી થવા કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે. જેમ કે, મકાનમાં આછા રંગની દિવાલો અને ફર્નિચરનો ઉપયોગ કરવો, શક્ય હોય ત્યારે કુદરતી પ્રકાશનો ઉપયોગ કરવો, ઇમારતોની ડિઝાઇન એવી બનાવવી કે દરવાજા અને બારીઓ દ્વારા કુદરતી પ્રકાશ તેમજ હવાનો મહત્તમ ઉપયોગ થાય, સામાન્ય લાઇટિંગને બદલે ચોકકસ જગ્યાએ ટાસ્ક લાઇટિંગનો ઉપયોગ કરવો, ISI માર્કા અને સ્ટાર રેટિંગવાળા ઉપકરણોનો ઉપયોગ, સૌર પેનલ્સ ઇન્સ્ટોલ કરી વીજ ગ્રાહક સાથે વીજ ઉત્પાદક બનવું,  ઉપયોગ ન કરતા હોય ત્યારે લાઇટ અને ઉપકરણોને બંધ કરવાની સતત ટેવ  રાખવી, પાણીને ગરમ કરવા માટે ઈલેક્ટ્રીક વોટર હીટરના બદલે સોલાર વોટર હીટરનો ઉપયોગ કરવો જોઈએ તથા નાગરિકોમાં પ્રોત્સાહન માટે તમારા દ્વારા કરવામાં આવેલી ઊર્જા બચતની માહિતી કુટુંબીજનો, મિત્રો અને પડોશીઓ સાથે શેર કરવી જોઈએ.  

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ડિસેમ્બર માસમાં તમામ વીજ કંપનીઓ દ્વારા ગ્રાહકોને સક્રિય રીતે જોડવા તેમજ  અસરકારક અને સ્માર્ટ વીજળીના વપરાશને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર મહિના દરમિયાન વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. જે અંતર્ગત ઊર્જા સંરક્ષણ માટે આ માસ દરમિયાન રેડિયો, સ્થાનિક ટીવી ચેનલ, અખબારો અને સોશિયલ મીડિયામાં જાહેરાતો દ્વારા વિવિધ માહિતી પ્રકાશિત કરવામાં આવી હતી. તે ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ, વિવિધ ઔદ્યોગિક સંગઠનો, જાહેર પરિવહનના માધ્યમો, શેરી નાટકો, જાહેર મેળાવડાના વિસ્તારો અને મુખ્ય બજારો જેવા મુખ્ય સ્થળોએ હોર્ડિંગ્સ અને બેનર્સ તેમજ વૃક્ષારોપણ જેવી વિવિધ પ્રવૃત્તિઓ થકી નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા હતા, તેમ ઊર્જા વિભાગની યાદીમાં જણાવ્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

December 14, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
55 students and four teachers of PM Shri KV Cantt participated in SEP Fest 2024 of PDEU
અમદાવાદ

PM Shri KV Cantt Ahmedabad: અમદાવાદના પીએમ શ્રી કેવી કેન્ટના 55 વિદ્યાર્થીઓએ લીધો PDEUના ‘SEP ફેસ્ટ 2024’માં ભાગ, આ ક્વિઝનું થયું આયોજન.

by Hiral Meria November 11, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

PM Shri KV Cantt Ahmedabad:  અમદાવાદના પીએમ શ્રી કેવી કેન્ટના ધોરણ 7 થી 12ના 55 વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકોએ 8 નવેમ્બર, 2024ના રોજ ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) ખાતે SEP ફેસ્ટ 2024માં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો જેમ કે ગેસ અને તેલના વધતા ઉપયોગના કારણે પર્યાવરણના પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવા અને નવીનીકરણીય ઉર્જા સ્ત્રોત તરફ પરિવર્તનની તાત્કાલિક જરૂરિયાતની જાગૃતિ માટે સમર્પિત હતો.  

55 students and four teachers of PM Shri KV Cantt participated in SEP Fest 2024 of PDEU

55 students and four teachers of PM Shri KV Cantt participated in SEP Fest 2024 of PDEU

SEP ફેસ્ટ 2024માં ( PDEU SEP Fest 2024 ) રસપ્રદ ઇન્ટરેક્ટિવ સેશન, વિચારપ્રેરક પેનલ ચર્ચા, અને ઉર્જા પર આધારિત ક્વિઝનો સમાવેશ થયો હતો, જેનાથી વિદ્યાર્થીઓને પર્યાવરણના મુદ્દાઓ અને નવીનીકરણીય ઉર્જા ( Energy ) થકી શક્ય તકો અંગે પ્રેરણા મળી હતી. આ સત્રોમાં ભાગ લઈને વિદ્યાર્થીઓએ પર્યાવરણ અને ઉર્જા અંગેની તેમના જ્ઞાનમાં વધારો કર્યો હતો.

55 students and four teachers of PM Shri KV Cantt participated in SEP Fest 2024 of PDEU

55 students and four teachers of PM Shri KV Cantt participated in SEP Fest 2024 of PDEU

PDEUના ડિરેક્ટરે એક પ્રભાવશાળી સંદેશ આપ્યો, જેમાં તેમણે “માતૃભૂમિનો બચાવ” નવીનતાનો દ્રષ્ટિકોણ અને ભાવિ પેઢીઓ પ્રત્યેની જવાબદારીથી કાર્ય કરવાનું મહત્વ દર્શાવ્યું હતું. તેમના સંદેશે પ્રત્યેક વ્યક્તિની પ્રદૂષણ ઘટાડવામાં અને ઉર્જા સંરક્ષણમાં ( Energy Conservation ) ભૂમિકા પ્રત્યે જાગૃત થવા માટે પ્રેરણા આપી હતી.

55 students and four teachers of PM Shri KV Cantt participated in SEP Fest 2024 of PDEU

55 students and four teachers of PM Shri KV Cantt participated in SEP Fest 2024 of PDEU

આ સમાચાર પણ વાંચો: PM Modi Sundarlal Patwa: ભાજપને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર સુંદરલાલ પટવાની આજે જન્મશતાબ્દી, PM મોદીએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ.

PDEUના SEP ફેસ્ટ 2024નો આ પ્રવાસ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે એક પ્રેરણાદાયી અને શૈક્ષણિક અનુભવ રહ્યો હતો, જેમાં તેમણે વૈશ્વિક ઉર્જા સંકટ વિશે જ્ઞાન મેળવ્યું હતું અને ટકાઉ પ્રથાઓ અપનાવવાની પ્રતિબદ્ધતા પ્રાપ્ત કરી હતી. આ મુલાકાતે પરંપરાગત ઉર્જા સ્ત્રોતોમાંથી નવીનીકરણીય ઉર્જા તરફ બદલાવ અંગે જાગૃતિ વધારી હતી.

55 students and four teachers of PM Shri KV Cantt participated in SEP Fest 2024 of PDEU

55 students and four teachers of PM Shri KV Cantt participated in SEP Fest 2024 of PDEU

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

November 11, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
The Cabinet approved the signing of MoU between India and Bhutan on cooperation in the field of energy efficiency and energy conservation measures
વેપાર-વાણિજ્યઆંતરરાષ્ટ્રીયદેશ

Cabinet: મોદી કેબિનેટે ઊર્જા કાર્યક્ષમતા અને ઊર્જા સંરક્ષણ પગલાંના ક્ષેત્રમાં સહકાર પર આ દેશ સાથેના એમઓયુ પર હસ્તાક્ષરને આપી મંજૂરી

by Hiral Meria March 13, 2024
written by Hiral Meria

  News Continuous Bureau | Mumbai

Cabinet: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત ( India ) અને ભૂટાન ( Bhutan ) વચ્ચે ઊર્જા કાર્યક્ષમતા અને ઊર્જા સંરક્ષણ પગલાંના ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષરને મંજૂરી આપી હતી.

એમઓયુ બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી, પાવર મંત્રાલય, ભારત સરકાર અને ઊર્જા વિભાગ ( Energy Department ) , ઊર્જા અને કુદરતી સંસાધન મંત્રાલય, ભૂટાનની રોયલ સરકાર વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ એમઓયુના ભાગરૂપે, ભારતનો ઉદ્દેશ્ય બ્યુરો ઑફ એનર્જી એફિશિયન્સી દ્વારા વિકસિત સ્ટાર લેબલિંગ પ્રોગ્રામને પ્રોત્સાહન આપીને ઘરગથ્થુ ક્ષેત્રમાં ઊર્જા કાર્યક્ષમતા ( Energy conservation ) વધારવામાં ભૂટાનને મદદ કરવાનો છે. ભૂતાનની આબોહવાની સ્થિતિને અનુરૂપ બિલ્ડીંગ કોડની રચના ભારતના અનુભવના આધારે કરવામાં આવશે. ભૂતાન ખાતે ઊર્જા પ્રોફેશનલ્સના પૂલની રચના એનર્જી ઓડિટરોની સંસ્થાકીય પ્રશિક્ષણ દ્વારા પરિકલ્પના કરવામાં આવી છે.

રિટેલરોની તાલીમ સ્ટાર રેટેડ એપ્લાયન્સિસમાંથી બચત અંગે ગ્રાહક ઓડિયન્સ સાથે ઊર્જા કાર્યક્ષમ ઉત્પાદનોના પ્રસારમાં મદદ કરશે. ભારત માપદંડો અને લેબલિંગ યોજના વિકસાવવા અને અમલમાં મૂકવાના તેના પ્રયાસોમાં ભૂટાનને સમર્થન આપવાનું લક્ષ્ય રાખે છે.

આ સમાચાર પણ વાંચો :  અભિષેક ઘોસાળકરના હત્યારા મોરિસ નોરોન્હાના બોડીગાર્ડને ઝટકો; જામીન અરજી ફગાવી, કોર્ટે મૌરિસ નોરોન્હાના બોડીગાર્ડ સામેના આરોપો ગણાવ્યા યોગ્ય

ઊર્જા સઘન ઉપકરણો એ મુખ્ય ઉત્પાદનો છે જે ઘરગથ્થુ અથવા વ્યાપારી સંસ્થાઓમાં વધુ વપરાશ તરફ દોરી જાય છે. ઊર્જા સઘન ઉપભોક્તા ચીજવસ્તુઓમાં ઝડપી વૃદ્ધિને જોતાં, વિદ્યુત ઊર્જાની માંગ દર વર્ષે વધી રહી છે. જો ગ્રાહકો ઉચ્ચ કાર્યક્ષમતાવાળા ઉપકરણોને પસંદ કરે તો આ વધતી માંગને શ્રેષ્ઠ બનાવી શકાય છે. BEE દેશના સ્ટાર-લેબલિંગ પ્રોગ્રામનું નેતૃત્વ કરી રહ્યું છે જે હવે રોજિંદા જીવનમાં વપરાતા 37 ઉપકરણોને આવરી લે છે.

આ એમઓયુ પાવર મંત્રાલય દ્વારા વિદેશ મંત્રાલય (MEA) અને ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રમોશન માટેના વિભાગ (DPIIT) સાથે પરામર્શ કરીને તૈયાર કરવામાં આવ્યા છે. એમઓયુ ભારત અને ભૂટાન વચ્ચે ઊર્જા કાર્યક્ષમતા અને ઊર્જા સંરક્ષણ સંબંધિત માહિતી, ડેટા અને ટેકનિકલ નિષ્ણાતોના આદાનપ્રદાનને સક્ષમ કરશે. તે ભૂટાનને બજારમાં ઊર્જા કાર્યક્ષમ ઉત્પાદનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. આ એમઓયુ ઊર્જા કાર્યક્ષમતા સંશોધન અને ટેક્નોલોજી ડિપ્લોયમેન્ટના ક્ષેત્રમાં ઊર્જા કાર્યક્ષમતા નીતિઓ અને સહકારનું વિશ્લેષણ કરશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

March 13, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક